Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરયણાણિ
અધ્યયન-૧ : શ્લોક ૩૫ ટિ ૫૫
પ્રાસુક—આનો અર્થ છે—બીજરહિત, નિર્જીવ. આ તેનો વ્યુત્પત્તિલભ્ય અર્થ છે. આનો પ્રવૃત્તિલભ્ય અર્થ છે—નિર્દોષ કે
વિશુદ્ધ.
આના સંસ્કૃત રૂપ બે થઈ શકે છે—પ્રાસુ અને સ્પર્શે . બેચરદાસજીએ આનું સંસ્કૃત રૂપ ‘સ્વર્ગુ’ કર્યું છે.
જાર્લ સરપેન્ટિયરે માન્યું છે કે માત્ર જૈન સંસ્કૃતમાં જ આનું રૂપ ‘પ્રાસુ’ કરવામાં આવે છે, પરંતુ તે સ્પષ્ટ અર્થબોધક નથી. લ્યૂમેને ઔપપાતિકમાં આ જ આશંકા વ્યક્ત કરી છે. પરંતુ હૉર્નલે, પિશલ અને મૅયરે આને ‘સ્પર્શે’ માન્યું છે. આનો અર્થ છે, મનોજ્ઞ, સ્વીકાર કરવા યોગ્ય
૫૫. પ્રાણી અને બીજ રહિત (અપ્પપાળેપ્પીમિ)
અપ્પપાળે—આનો અર્થ છે—પ્રાણી-રહિત સ્થાનમાં. બંને ટીકાકારો ‘પાળ’ શબ્દ વડે દ્વીન્દ્રિય વગેરે પ્રાણીઓ એવો અર્થ ગ્રહણ કરે છે. પરંતુ ચૂર્ણિકાર આ શબ્દ વડે સમસ્ત પ્રાણીઓ—સ્થાવર અને ત્રસ—એવો અર્થ ગ્રહણ કરે છે.
3
શાન્ત્યાચાર્યે એવો તર્ક ૨જૂ કર્યો છે કે આ ચરણમાં આવેલા બે શબ્દ ‘અલ્પ-પ્રાળ’ અને ‘મત્સ્ય-વીન’માં ‘અલ્પ વીન' શબ્દ નિરર્થક છે, કેમકે પ્રાણ શબ્દથી સમસ્ત પ્રાણીઓનું ગ્રહણ થઈ જાય છે. બીજ પણ પ્રાણ છે.
૩૪
આ તર્કનું તેમણે આ શબ્દોમાં સમાધાન કર્યું છે—મુખ અને નાસિકા દ્વારા જે વાયુ નીકળે છે, તેને પ્રાણ કહે છે. લોકમાં ‘પ્રાળ’નો આ જ અર્થ રૂઢ છે. પ્રાણ દ્વીન્દ્રિય વગેરેમાં જ હોય છે. એકેન્દ્રિય જીવોમાં તે હોતો નથી. આથી કરીને ‘અલ્પવૌન'નો નિર્દેશ પ્રયોજનપૂર્વક છે.
ચૂર્ણિકા૨નો મત છે કે અહીં અર્થની દૃષ્ટિએ ‘ઞપ્પાળે’ પાઠ હોવો જોઈએ, પરંતુ તેમ કરવાથી શ્લોક-રચના બરાબર થતી નથી એ દૃષ્ટિએ ‘અપ્પાળે'ના સ્થાને ‘અપ્પપાળ'નો પ્રયોગ કરવામાં આવ્યો છે.
ટીકાકારની દૃષ્ટિએ પણ અલ્પ શબ્દ અભાવવાચી છે. આનાથી પણ ચૂર્ણિકારનો મત સમર્થિત થાય છે.
ઝળવીયંમિ–આનો શબ્દાર્થ છે-બીજરહિત સ્થાનમાં. ઉપલક્ષણથી આનો અર્થ સમસ્ત સ્થાવર જંતુરહિત સ્થાનમાં એવો થાય છે. બીજસહિત સ્થાન ત્યાજય છે એટલે લીલોતરીસહિતનું સ્થાન એની મેળાએ જ ત્યાજય થઈ જાય છે.
१. (क) बृहद्वृत्ति, पत्र ६० प्रगता असव इति सूत्रत्वेन मतुब्लोपादसुमन्तः - सहजसंसक्तिजन्मानो यस्मात् तत् પ્રભુમ્ ।
( ૩ ) મુલવોધા, પત્ર ૧૨ ।
૨. The Uttarādhyayana Sutra, pp. 280, 281. ૩. ( ) વૃત્તવૃત્તિ, પત્ર ૬૦ |
(૩) મુલવોધા, પત્ર ૨૨।
४. उत्तराध्ययन चूर्णि, पृ० ४० : प्राणग्रहणात् सर्वप्राणीनां ग्रहणम् ।
५. बृहद्वृत्ति, पत्र ६० : ननु चाल्पप्राण इत्युक्ते अल्पबीज इति गतार्थं, बीजानामपि प्राणत्वाद्, उच्यते, मुखनासिकाभ्यां
Jain Education International
यो निर्गच्छति वायुः स एवेहलोके रूढितः प्राणो गृह्यते । अयं च द्वीन्द्रियादीनामेव संभवति, न बीजाद्येकेन्द्रियाणामिति । ६. उत्तराध्ययन चूर्णि, पृ० ४०: अप्पाणेत्ति वत्तव्वे बंधाणुलोमे अप्पपाणे ।
૭. શ્રૃવૃત્તિ, પત્ર ૬૦ : અન્ત્યા-અવિદ્યમાન: પ્રા:प्राणिनो यस्मिंस्तदल्पप्राणम् ।
૮. એજન, પત્ર ૬૦ : અલ્પાનિ—અવિદ્યમાનાનિ વીનાનિ શાલ્યાવીનિ यस्मिंस्तदल्पबीजं तस्मिन्, उपलक्षणत्वाच्चास्य सकलैकेन्द्रियવિદિત ।
८. उत्तराध्ययन चूर्ण, पृ० ४०: बीजग्रहणात् तद्भेदाः यदि वा बीजान्यपि वर्जयन्ति किमुत हरितत्रसादयः ?
For Private & Personal Use Only
www.jainelibrary.org