Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
અધ્યયન-૧
શ્લોક ૧૪ ટિ ૨૬-૨૮
ચાલતાં-ચાલતાં સઘન અંધકારને કારણે આચાર્યને ઠેસ વાગી અને તેઓ પડી ગયા. તેમણે ક્રોધવશ શિષ્ય ઉપર દંડાનો પ્રહાર કર્યો, તેનું માથું ફૂટી ગયું, પરંતુ શિષ્ય તે પીડા સમભાવે સહી લીધી. તેણે વિચાર્યું કે હું કેટલો અધમ છું કે પોતાના શિષ્યો સાથે સુખપૂર્વક રહેતાં આચાર્યને મેં આ આફતમાં નાખ્યા. તે આ રીતે પવિત્ર અધ્યવસાયોની હારમાળામાં આગળ વધતો ગયો અને કેવલજ્ઞાની બની ગયો.
રાત વીતી. આચાર્યે રુધિરથી ખરડાયેલાં શિષ્યના શરીરને જોયું. મનોમન તેમને પોતાના કૃત્ય માટે ગ્લાનિ થઈ. શુભ અધ્યવસાયોની પરંપરામાં પોતાના કૃત્યની નિન્દા કરી અને પોતે પણ કેવલજ્ઞાની થઈ ગયા. શિષ્ય પોતાના મૂદુ વ્યવહારથી શીઘ્ર કોપાયમાન થનારા પોતાના ગુરુને પણ કોમળ બનાવી દીધા.૧
૨૬. (નાપુ વાર વિલર)
આના બે અર્થ છે – (૧) ગુરુ જ્યાં સુધી ‘આમ કેમ? એવો પ્રશ્ન ન પૂછે ત્યાં સુધી શિષ્ય કંઈ ન બોલે, મૌન રહે.
(૨) ગુરુ જ નહીં, કોઈના પણ પૂછ્યા વિના ક્યારેય કંઈ ન કહે. ૨૭. (દંગસä કન્વેજ્ઞા)
બે ભાઈઓ પોતાની માની સાથે રહેતા હતા. એક ભાઈને તેના દુશ્મને મારી નાખ્યો. માએ બીજા પુત્રને કહ્યું –બેટા ! તારા ભાઈની હત્યા કરનારાને પકડ અને તેને મારી નાખ. પુત્રની મર્દાનગી જાગી ઊઠી. તે પેલા હત્યારાની શોધમાં નીકળી પડ્યો. બાર વર્ષ પછી પેલો મળ્યો. તેને પકડીને માની પાસે લઈ આવ્યો. તેણે કહ્યું–મા ! હું શરણાગત છું. આપ ચાહો તો મારો, ચાહો તો બચાવો. માનું મન કરુણાથી ભરાઈ ગયું. પુત્રે કહ્યું–મા ! ભાઈના હત્યારા એવા આને જોઈને મારા રૂંવે રૂંવે આગ લાગી છે. પોતાના ક્રોધને કેવી રીતે શાંત કરું ? મા બોલી–પુત્ર ! ક્રોધને પીતા શીખ. દરેક જગ્યાએ તેને સફળ ન કર. યાદ રાખ કે
'सरणागयाण वस्संभियाण पणयाण वसणपत्ताणं ।
रोगियअजंगमाणं, सप्पुरिसा नेव पहरति ।। શરણમાં આવેલા, વશ થયેલા, નમી પડેલા, આપત્તિમાં આવી પડેલા તથા રોગથી પાંગળા બનેલા લોકો પર સત્પષો કદી પ્રહાર કરતા નથી. પુત્રનો ક્રોધ શાંત થયો. તેણે પોતાના ભાઈના ઘાતકને છોડી દીધો. ૨૮. (થાના પિયપ્રિય)
એક વાર એક આખું નગર ભયંકર રોગચાળાથી ઘેરાઈ ગયું. રાજા અને નગરજનો દુઃખી-દુ:ખી થઈ ગયા. ત્યાં ત્રણ ભૂતવાદીઓ આવ્યા અને બોલ્યા- હે રાજન! અમારી પાસે શક્તિશાળી ભૂત છે. અમે આખા નગરનો ઉપદ્રવ શમાવી દઈશું. રાજાએ ત્રણેને કહ્યું–પોતપોતાના ભૂતનો પરિચય આપો.
પહેલો ભૂતવાદી બોલ્યો-મારું ભૂત અત્યંત સુંદર રૂપ બનાવી નગરની ગલીઓમાં કીડા કરશે. જો કોઈ તેને દ્વેષથી જશે, તો તે ખીજાઈને તેને મારી નાખશે. જે તેને જોઈને નમન કરશે તે રોગમુક્ત થઈ જશે. રાજાએ કહ્યું–આવું ભૂત ન જોઈએ.
બીજા ભૂતવાદીએ કહ્યું–રાજન ! મારું ભૂત અત્યંત વિકરાળ સ્વરૂપ બનાવીને રસ્તાઓ ઉપર નાચ કરશે. જો કોઈ તેની મશ્કરી કરશે તો તે તેનું માથું ફોડી નાખશે. જે તેની પ્રશંસા કરી પૂજા કરશે તે રોગમુક્ત થઈ જશે. રાજા બોલ્યો–આવું ભૂત પણ ખતરનાક કહેવાય. ૧. સુવવોથા, પૃ. ૪, ૫
૨. એજન,પૃ. ૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org