Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
વિનયશ્રુત
અધ્યયન-૧ : શ્લોક ૧૩ ટિ ૨૩-૨૫
આફળે—આનો અર્થ છે વિનીત ઘોડો. આકીર્ણ, વિનીત અને ભદ્રક—આ ત્રણ શબ્દ વિનીત ઘોડા અને બળદના પર્યાયવાચી
છે.
૨૩. (પાવનું પવિત્ત્ત”)
આનો અર્થ છે—મુનિ અશુભ પ્રવૃત્તિને છોડી દે. બૃહવૃત્તિકારે ‘પાવનું પઙિવજ્ઞ’ને પાઠાંતર માનીને તેનો અર્થ પાવક અર્થાત્ શુભ અનુષ્ઠાનનો સ્વીકાર કરે છે એવો કર્યો છે.
૨૩
૨૪. હોશિયારીપૂર્વક કાર્ય પૂરું કરનાર શિષ્ય (નન્નુવવવોવવેયા)
પ્રસ્તુત પ્રસંગમાં ‘તયુવક્ષ્ય’ એ સામાસિક પદ છે. લઘુ શબ્દના અનેક અર્થો છે. અહીં તેનો અર્થ હળવો, સક્રિય, અવિલંબ એવો કરી શકાય. લઘુદાક્ષ્યનો અર્થ થશે–ક્રિયાશીલ દક્ષતા, સૂક્ષ્મ નિપુણતા, અવિલંબકારિતા. ૨૫. દુરાશય (દુરાસર્થ)
આના સંસ્કૃત રૂપ બે થઈ શકે છે– દુશશય: અને તુરાશ્રય:.
વૃત્તિકાર શીલાંકાચાર્યે ‘સુરાશ્રય’ શબ્દ માનીને તેનો અર્થ આવી રીતે કર્યો છે—અતિ કોપાયમાન થવાના સ્વભાવવાળાં ગુરુનો આશ્રય લેવો અત્યંત કષ્ટપ્રદ બને છે. નેમિચન્દ્રે આનો અર્થ—શીઘ્ર કોપાયમાન થનાર એવો કર્યો છે." આ બંને અર્થ પ્રસંગોપાત્ત છે.
વ્યાખ્યાકારોએ આ પ્રસંગે એક કથા પ્રસ્તુત કરી છે—
આચાર્ય ચન્દ્રરુદ્ર
આચાર્ય ચન્દ્રરુદ્ર અત્યંત ક્રોધી હતા. એક વાર તેઓ પોતાના શિષ્યોની સાથે ઉજ્જયિની નગરીમાં આવ્યા. તેઓ એકાંતમાં સ્વાધ્યાયમગ્ન હતા. એટલામાં જ એક નવવિવાહિત યુવક પોતાના મિત્રોની સાથે ત્યાં આવ્યો અને મશ્કરી કરતાં કરતાં સાધુઓને વંદન કરીને બોલ્યો—ભંતે ! મને ધર્મની વાત સમજાવો. સાધુઓ તેની મશ્કરીને સમજીને મૌન રહ્યા. તે યુવક ફરીથી બોલ્યો—ભંતે ! આપ મને દીક્ષા આપી દો. હું ગૃહસ્થવાસથી કંટાળી ગયો છું. મારી દરિદ્રતા જોઈને મારી પત્નીએ પણ મને છોડી દીધો છે. મારા ઉપર કૃપા કરો અને મારો ઉદ્ધાર કરો. સાધુઓએ તેને આચાર્ય પાસે મોકલ્યો. આચાર્યને તે કહેવા લાગ્યો–મને પ્રવ્રજ્યા આપો. હું ગૃહવાસથી કંટાળી ગયો છું. આચાર્યે તેની વાણીમાં રહેલા ઉપહાસને પામી જઈ રોષયુક્ત ભાષામાં કહ્યું—જા, રાખ લઈ આવ. તે ગયો. રાખ લઈ આવ્યો. આચાર્ય તેનું કેશલુંચન કરવા લાગ્યા. મિત્રો ગભરાયા. તેમણે પોતાના તે મિત્રને કહ્યું—ભાગી જા. નહીં તો મુનિ બનવું પડશે. હજી હમણાં તો તારો વિવાહ થયો છે. તેણે વિચાર્યું, હવે ઘરે કેવી રીતે જાઉં ? લોચ તો થઈ ગયો છે. તે મુનિ બની ગયો, ભાવશ્રમણ થઈ ગયો. મિત્રો ત્યાંથી ભાગી નીકળ્યા.
બીજા દિવસે તે નવદીક્ષિત શિષ્ય આચાર્ય ચંદ્રરુદ્રને કહ્યું—ભંતે ! અહીંથી બીજે જઈએ. કેમકે મારા કુટુંબીજનો મને ઘરે પાછા ફરવા ફરજ પાડશે. રાત્રિમાં આચાર્યે પોતાના તે નવીન શિષ્યની સાથે પ્રસ્થાન કર્યું. શિષ્ય આગળ ચાલી રહ્યો હતો.
૧. વૃત્તવૃત્તિ, પત્ર ૪૮ : બાજીો—વિનીત:, ૫ ચેહ પ્રસ્તાવા
વૈશ્ર્વઃ ।
२. उत्तराध्ययन निर्युक्ति, गाथा ६४ : आइन्ने य विणीए भए वावि एगट्ठा ।
૩. વૃત્તવૃત્તિ, પત્ર ૪૮ : પાપમેવ પાપ, મ્યમાનત્વાનનુષ્કાનું परिवर्जयेत्- सर्वप्रकारं परिहरेत्..... पठन्ति च - ' पावगं
Jain Education International
पडिवज्जड़' त्ति तत्र च पुनातीति पावकं शुभमनुष्ठानं प्रतिपद्येत-अगीकुर्यात् ।
૪. એજન, પત્ર ૪૧ : 3:æનાશ્રયન્તિ તમતિોપનત્વાિિિિત दुराश्रयः ।
૫. સુવવોધા, પત્ર ૪ : સુરાશથપિ સાશુોપનવિ ।
For Private & Personal Use Only
www.jainelibrary.org