Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
વિનયશ્રુત
૧૫
'अकिञ्चनोहमित्यास्व, त्रैलोक्याधिपतिर्भवेत् । યોશિમિનું તછ્યું, રહસ્યં પરમાત્મન : ।।'
૨. વિનયને (વિળયં)
શાન્ત્યાચાર્યે આના સંસ્કૃત રૂપ બે કર્યાં છે—વિનય અને વિનત. વિનયનો અર્થ છે—આચાર અને વિનંતનો અર્થ છે— નમ્રતા.
સુદર્શન શેઠે થાવાપુત્રને પૂછ્યું—‘‘ભંત ! આપના ધર્મનું મૂળ શું છે ?’’ થાવાપુત્રે કહ્યું—‘‘સુદર્શન ! અમારા ધર્મનું મૂળ—વિનય છે. તે બે પ્રકારનો છે—અગારવિનય અને અનગારવિનય. બાર વ્રત અને અગિયાર ઉપાસક પ્રતિમાઓ એ ‘આગારવિનય’ છે અને પાંચ મહાવ્રત, છઠ્ઠું રાત્રિભોજન-વિરમણ વ્રત, અઢાર પાપોથીવિરમણ, દસ પ્રત્યાખ્યાન અને બાર ભિક્ષુ પ્રતિમાઓ—એ ‘અનગારવિનય’ છે.
''.
ઔપાતિકમાં વિનયના સાત પ્રકાર દર્શાવાયા છે—જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય, મનવિનય, વચનવિનય, કાયવિનય અને લોકોપચારવિનય. પ્રસ્તુત અધ્યયનમાં વિનયના બંને અર્થો—આચાર અને નમ્રતા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
અધ્યયન-૧ : શ્લોક ૨ ટિ ૨-૩
૩. જે ગુરુની આજ્ઞા અને નિર્દેશનું પાલન કરે છે (નિર્દેસવારે)
ચૂર્ણિ અનુસાર ‘આજ્ઞા’ અને ‘નિર્દેશ’ સમાન અર્થવાચી છે. વૈકલ્પિક રૂપમાં ત્યાં આજ્ઞાનો અર્થ—આગમનો ઉપદેશ અને નિર્દેશનો અર્થ-આગમથી અવિરુદ્ધ ગુરુ-વચન કરવામાં આવ્યો છે.
શાન્ત્યાચાર્યે આજ્ઞાનો મુખ્ય અર્થ—આગમોક્ત વિધિ અને નિર્દેશનો અર્થ–પ્રતિપાદન કર્યો છે. ગૌણ રૂપમાં આજ્ઞાનો અર્થ—ગુરુવચન અને નિર્દેશનો અર્થ—‘‘હું આ કાર્ય આપના આદેશ અનુસાર જ કરીશ.''આ રીતે નિશ્ચયાત્મક વિચાર પ્રકટ કરવો તે છે.
Jain Education International
તેમની સામે ‘બાળનિર્દેસયરે’ પાઠ હતો. આથી તેમણે ‘વ' શબ્દના ‘ર’ અને ‘તર’ બંને રૂપોની વ્યાખ્યા કરી છે—આજ્ઞાનિર્દેશ મુજબ કરનાર અને આજ્ઞા-નિર્દેશ વડે સંસાર-સમુદ્રને તરનાર. આગળ લખ્યું છે કે ભગવદ્-વાણીના અનંત પર્યાયો હોવાને કારણે અનેક વ્યાખ્યા-ભેદ સંભવી શકે છે. પરંતુ મંદ બુદ્ધિવાળાઓ માટે આ વ્યામોહનો હેતુ ન બની જાય એટલા માટે પ્રત્યેક સૂત્રની વ્યાખ્યામાં અનેક વિકલ્પો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો નથી.
૧. શ્રૃવૃત્તિ, પત્ર ૨૧:વિશિો વિવિધો વા નયો-નીતિ
विनयः - साधुजनासेवितः समाचारस्तं विनमनं वा विनतम् । ૨. નાયાધમત્તાઓ, શાસૂત્ર ૬ ।
૩. ઝોવવાય, સૂત્ર ૪૦ ।
४. उत्तराध्ययन चूर्णि, पृ० २६ : आज्ञाप्यतेऽनया इति आज्ञा, निर्देशन निर्देश:, आज्ञैव निर्देश:, अथवा आज्ञा- सूत्रोपदेशः, तथा निर्देशस्तु तदविरुद्धं गुरुवचनं, आज्ञानिर्देशं करोतीति आणाणिद्देसकरो ।
५. बृहद्वृत्ति, पत्र ४४ : आडिति स्वस्वभावावस्थानात्मिकया मर्यादयाऽभिव्याप्त्या वा ज्ञायन्तेऽर्था अनयेत्याज्ञा-भगवदभिहितागमरूपा तस्या निर्देश उत्सर्गापवादाभ्यां प्रतिपाद
नममाज्ञानिर्देशः, इदमित्थं विधेयमिदमित्थं वेत्येवमात्मकः तत्करणशीलस्तदनुलोमानुष्ठानो वा आज्ञानिर्देशकरः, यद्वाऽऽज्ञासौम्य ! इदं कुरु इदं च मा कार्षीरिति गुरुवचनमेव, तस्या निर्देशइदमित्थमेव करोमि इति निश्चयाभिधानं तत्करः । ૬. એજન, પત્ર ૪૪ : જ્ઞાનિર્દેશેન વા તતિ મવામો મિત્યાज्ञानिर्देशतर इत्यादयो ऽनन्तगमपर्यायत्वाद् भगवद्वचनस्य व्याख्याभेदाः सम्भवन्तोऽपि मन्दमतीनां व्यामोहहेतुतया बालाबालादिबोधोत्पादनार्थत्वाच्चास्य प्रयासस्य न प्रतिसूत्रं प्रदर्शयिष्यन्ते ।
For Private & Personal Use Only
www.jainelibrary.org