________________ આદર્શ મુનિ સાથે દક્ષિણ દિશા તરફ પ્રસ્થાન કરી ગયાનાં વર્ણન આવે છે. પરંતુ લાંબા કાળ સુધી ઇતિહાસકારો આ કથનમાં વિશ્વાસ મૃતા નહોતા છતાં જયારે ઑસુર રાજ્યમાં “શ્રવણબેલગલના ચન્દ્રગિરિ પર્વત પરના લેખની શોધખોળ થવા માંડી, અને તેનો પત્ત મળે ત્યારે ઈતિહાસવેત્તાઓને કબુલ કરવું પડ્યું કે આ વિષયમાં જૈન સમાચાર નિઃશંક સત્ય છે. ત્યાંને સૌથી પુરાણ લેખ કે જે ભદ્રબાહુ શિલાલેખના નામથી પ્રસિદ્ધ છે, તે ઈસ ની શરૂઆતમાં લખવામાં આવ્યો હતો. એમ પુરવાર કરવામાં આવ્યું છે. આ લેખ ઉપરથી એ બાતમી મળે છે કે પરમષિ ગતમ ગણધરની શિષ્ય પરંપરામાં ભદ્રબાહ સ્વામી થયા હતા. એ શ્રુતકેવલી (માત્ર શ્રવણ કરનાર) મહાત્માએ પોતાના અષ્ટાંગ નિમિત્ત-જ્ઞાનથી જોયું કે ઉત્તરાપથ [ઉત્તર હિંદુસ્તાનમાં બાર વર્ષ લાંબો એક ભયંકર દુકાળ પડવાનો છે, તેથી તેમણે પિતાના સાધુ સંતોને સાથે લઈ દક્ષિણ ભારત તરફ પ્રયાણ કર્યું. પિતાના આયુષ્યને અપકાવી બાકી રહ્યા છે એમ રસ્તામાં ખબર પડતાં, સાધુ સંતોને આગળ પ્રયાણ કરવાનું જણાવી પોતે પિતાના એક શિષ્ય પ્રભાચન્દ્રની સાથે કરવપ્ર' નામના ડુંગર ઉપર રોકાઈ ગયા. અને ત્યાંજ સન્યસ્ત વિધિથી દેહત્યાગ કર્યો. ત્યાંના બીજા અનેક લેખોથી એ સિદ્ધ થાય છે કે ચંદ્રગુપ્ત મૈર્યનું દીક્ષિત તરીકેનું નામ પ્રભાચંદ્ર આચાર્ય હતું. આ લેખથી ડે અંતરે એક ગુફા છે; જે ભદ્રબાહુની ગુફા કહેવાય ( 1 ) Inscriptions at Sravana Belgula by Lews Rice Ins. No. 1. તથા જન સિદ્ધાંત ભાસ્કર કિરણ 1, પૃષ્ઠ 15. ( 2 ) 'Incription at Sravana Belgula' (by Lews Rice.)