________________
થઈ ગયા હતા. આ માન્યતાના સંબંધમાં આપણે કશી ચર્ચા ન કરીએ એ ઈષ્ટ છે. એમાં ઊંડીઊંડી ધર્મશ્રદ્ધાની જે રક્ષા છે, તે માનવસમાજને જરૂરની છે. પણ પ્રશ્ન એ છે કે સર્વ ને નામે સર્વજ્ઞના શબ્દો પર પણ જે સર્વજ્ઞત્વનો આરોપ કરાયો છે તે કઈ અપેક્ષાએ ? શબદ પોતે નિત્ય છે કે અનિત્ય ? શબ્દ પિતે અપેક્ષિત છે, પુદ્ગલ છે, તો ભાવ અને આશયની નિત્યતા જળવાતાં એમાં પરિવર્તન થવું શક્ય છે કે કેમ ?x
શ્રી જંબૂવામીના અંતિમ નિર્વાણ પછી મોક્ષનાં બારણાં બંધ
થયાં એવો સ્થાનકસૂત્રમાં ઉલ્લેખ છે. એ જિજ્ઞાસુ વૃત્તિને ઉલ્લેખ સહેતુક જ હોય એમ સ્વીકારવામાં
હાસ હરકત નથી. પણ એમાંથી એ શીખવાનું નહોતું કે શાસ્ત્રીય વિકાસનાં દ્વાર બંધ કરવાં. શ્રી આચારાંગમાં સ્પષ્ટ જ લખ્યું છે કે જે કેવળજ્ઞાનીઓ ભાખે છે તે જ તકેવળીઓ પણ ભાખે છે. જે આચારાંગમાં શ્રુતકેવળીની આટલી યોગ્યતા સૂત્રકાર જણાવે છે, તે મુતકેવળી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવને જોઈ જેનસંસ્કૃતિના મૂળ ઉદ્દેશને જાળવી કર્મકાંડનાં ખાંમાં પરિવર્તન કમ ન કરી શકે? પણ દુઃખની વાત છે કે એમ કરવાથી રખે શ્રમણ ભગવાન મહાવીરના સર્વજ્ઞત્વમાં વાંધો આવે, એ ભ્રમે આપણી સર્જક પ્રણાલિકાનું ભંજન કર્યું, જિજ્ઞાસુ બુદ્ધિનાં બારણું બંધ કરી નાખ્યાં? પરિણામે આપણી સાહિત્યસમૃદ્ધિઓ ખૂબ ફૂલીફાલી, પણ એમાં નવસર્જનનું ચેતન બહુ અ૫ ભળ્યું.
શબ્દ પર સર્વજ્ઞત્વને આરેપ કરવાને પરિણામે આપણું
* “શાસ્ત્ર પિતે જ એમ ભાખે છે કે શ્રી સર્વજ્ઞ જેટલું જાણે એથી અનંતમે ભાગ ભાખી શકે, અને જેટલું ભાખે એને અનંતમે ભાગ શ્રી ગણધર એને ગ્રહી શકે અને શ્રી ગણધર જેટલું ગ્રહે તેને અનંતમો ભાગ જ ગૂંથી શકે.” શબ્દનાં પરિવર્તનને આધાર આથી વિશેષ બીજે શે જોઈએ ?