________________
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે
આના પ્રત્યુત્તરમાં કેટલાકોનું કહેવું એવુ પણ છે કે વિવિધ વ્યક્તિએ પેાતપાતાની વાતને સત્યરૂપે પ્રતિપાદન કરવા ગમે તેટલી જહેમત ઉઠાવતા હેાવા છતાં પણ યુ'ત્રવાદના આ યુગમાં બુદ્ધિવાદ અને વિજ્ઞાન, જેને ન સ્વીકારે તેને કોઈ કબુલ નિહ રાખે; આ જમાનામાં જેની સાબીતી પ્રયેગશાળાઓમાંથી ન મળી હાય, બુદ્ધિ જેને સમજી ન શકતી. હોય, એવી કોઈપણ વાતને સત્યરૂપે સ્વીકાર કરવા કોઈ ભાગ્યે જ તૈયાર થશે. જીની પુરાણી અને બુદ્ધિને અગમ્ય એવી કોઈપણ વાતને વિશ્વાસુમનુષ્યા પાસે સત્યસ્વરૂપે પરાણે પકડાવી લેવાના કંઈપણ અર્થ નથી.
સત્યની સાબીતી અહિ' બુદ્ધિ અને વિજ્ઞાનના સિદ્ધાંતથી જ થતી હોવાનુ` કહેનારને પ્રથમ આપણે બુદ્ધિઅંગે પૂછી શકીએ કે જે બુદ્ધિથી સત્ય સિદ્ધથયું કહેવાતુ હાય તે બુદ્ધિ શું? સંપૂર્ણ અથવા અપરિમિત છે? તે પછી જે બુદ્ધિ પૂર્ણ નથી તે બુદ્ધિ જ જેને સ્વીકારે તે વાત જ માનવી, અને જે વાતને એ અપૂર્ણ બુદ્ધિ સમજી પણ નહિ' શકે એ વાતને માનવાના ઈન્કાર કરવા, એમાં તેા કહેવુ જ પડશે કે એ બુદ્ધિવાદ નહિ પણ “ અહુવાદ, ” અને એમાંથી જન્મેલા “ ઈન્કારવાદ જ કહેવાય.
''
,,
બુદ્ધિવાદને જ મુખ્ય માનનારાઓએ સમજવું જરૂરી છે કે બુદ્ધિના સંબધ ઇંદ્રિયા સાથે છે. ઇંદ્રિયોની શક્તિ એક સરખી ધારણ કરવાવાળા પણ દ્રષ્ટાપુરૂષાની દૃશ્યપદાર્થ જોવાની રીતમાં પણ ભિન્નતા હાય છે. કારણ કે ઇંદ્રિયવડે