________________
સત્યની શોધ
ર
જાણવા મળશે કે એ દરેક જણ પોતાને સાચા અને બીજાને બેટા માને છે. મતભેદોને શમાવવાને પ્રબલ પુરૂષાર્થ અનાદિકાળથી મહાપુરૂષના હાથે થતો આવ્યો હોવા છતાં આપણે જોઈએ છીએ કે મતભેદો ઓછા થવાના બદલે વધતા જ ચાલ્યા છે.
કેઈક વારસાગત અભિપ્રાય ધરાવતા હોય છે. કેઈક બાબાવાક્યપ્રમાણવાળા હોય છે. તે વળી કઈ કઈ લેકે “હમ ભી કુછ હૈ” ની અહંભાવજનિત વૃત્તિઓ લઈને કુદાકુદા કરી રહેતા હોય છે.
મતભેદોને આ સમૂહોમાં કેટલાક સ્થાને કંઈક સત્ય પણ હોય છે. પરંતુ તે સત્ય, અમુક અંશે કે અમુક અપેક્ષા પુરતું જ હોઈ તે અપૂર્ણ સત્યને સંપૂર્ણ સત્ય માની લઈ, તે સિવાય અન્ય-રીતે-અન્ય અંશ—અને અન્ય સ્થાને વર્તતા અન્ય. સત્યની ઉપેક્ષા થતી હોવાથી પિતાની દ્રષ્ટિમાં વર્તતું અ૫સત્ય પણ સત્યાભાસ બની જાય છે. જેથી એવા સંગમાં વાસ્તવિકસત્ય નહિં સમજાતાં અહંભાવ–કદાગ્રહ-ઈર્ચા–હિંસા, ઈત્યાદિ સર્જાય છે.
આપણી ચારે તરફ જ્યારે આવી પરિસ્થિતિ દેખાતી હોય ત્યારે સ્વાભાવિક રીતે જ આ પ્રશ્ન ઉપસ્થીત થાય છે કે “આપણે શું માનવું ?” સત્યપ્રાપ્તિ અને અસત્યથી બચવાને કઈ રીતે ખરે? કઈ વિદ્વાન, કેઈસંત, કઈ વિજ્ઞાનિક, અગર કઈ તત્ત્વવેતાએ આવિષ્કારિત કેઈ એ સિદ્ધાંત જોવામાં આવે છે? કે જેથી સત્યને પામી શકાય અને અસત્યને દૂર કરી શકાય.