________________
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે
એવી દ્રઢ વિચારધારાને વળગી રહે છે. આવા પૂર્વગ્રહના હિસાબે જ મિમિત્ર વચ્ચે, સાસુ-વહુ, દેરાણી-જેઠાણી, પિતા-પુત્ર, દિયર-ભેજાઈ, અને આડોશી-પાડોસી વચ્ચેના સંબંધોમાં વૈમનસ્ય, કલેશ, ખૂબ જ પ્રસરી રહે છે, તે આપણે પ્રત્યક્ષ અનુભવીએ છીએ. રાજકારણમાં પણ એવી જ જાતની ખેંચતાણ ચાલતી રહે છે. એટલું જ નહિ, પરંતુ આધ્યાત્મિક તત્વજ્ઞાનની બાબતમાં પણ કંઈક આવું જ છે. એમાંય ભિન્ન ભિન્ન વિચારધારાઓ આપણને જોવા મળે છે. એ વિચારધારાની ભિન્નત્તા કેટલીક વખત યાદવાસ્થલી પણ સજે છે. કેળવાયેલા અને બુદ્ધિશાળી ગણાતા વર્ગમાં પણ એટલા જ આગ્રહી અને ઝનુની મતમતાંતરો છે. શ્રી રામકૃષ્ણ પરમહંસ, શ્રી રમણમહષિ, શ્રી અરવિંદ ઘોષ, શ્રી નિત્યાનંદસ્વામી, શ્રી રામદાસ, અને બીજા અનેક સંત પુરૂના કેળવાયેલા અનુયાયીઓ અલગ અલગ મળતાં એ દરેક મતવાળા પિતે સ્વીકારી લીધેલ મત જ, યા તે જ મતના તત્વજ્ઞાનને પરિપૂર્ણ સત્ય માની તેમ જ અન્યને ભેળવવાની ઉમેદ ધરાવે છે.
આજે વિના લેવા-દેવાએ પણ ઘણુલેકે ઘણી જાતની ચર્ચાઓ કરતા હોય છે. કેઈ કઈ લેકે કેઈક પ્રકારના નિશ્ચિત અભિપ્રાય લઈને, પૂર્વગ્રહ બાંધીને આવતા હોય છે. આવું બધું કોઈ એક જ ક્ષેત્રમાં બને છે, એવું પણ નથી. ઘણુસ્થાને આ રીતે બનતું આપણે જોઈએ છીએ. એકને જે દેખાય છે, કે સમજાય છે, તે બીજાને દેખાતું કે સમજાતું નથી. એમની સાથે જરા વાત કરી જોઈએ તે