SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે એવી દ્રઢ વિચારધારાને વળગી રહે છે. આવા પૂર્વગ્રહના હિસાબે જ મિમિત્ર વચ્ચે, સાસુ-વહુ, દેરાણી-જેઠાણી, પિતા-પુત્ર, દિયર-ભેજાઈ, અને આડોશી-પાડોસી વચ્ચેના સંબંધોમાં વૈમનસ્ય, કલેશ, ખૂબ જ પ્રસરી રહે છે, તે આપણે પ્રત્યક્ષ અનુભવીએ છીએ. રાજકારણમાં પણ એવી જ જાતની ખેંચતાણ ચાલતી રહે છે. એટલું જ નહિ, પરંતુ આધ્યાત્મિક તત્વજ્ઞાનની બાબતમાં પણ કંઈક આવું જ છે. એમાંય ભિન્ન ભિન્ન વિચારધારાઓ આપણને જોવા મળે છે. એ વિચારધારાની ભિન્નત્તા કેટલીક વખત યાદવાસ્થલી પણ સજે છે. કેળવાયેલા અને બુદ્ધિશાળી ગણાતા વર્ગમાં પણ એટલા જ આગ્રહી અને ઝનુની મતમતાંતરો છે. શ્રી રામકૃષ્ણ પરમહંસ, શ્રી રમણમહષિ, શ્રી અરવિંદ ઘોષ, શ્રી નિત્યાનંદસ્વામી, શ્રી રામદાસ, અને બીજા અનેક સંત પુરૂના કેળવાયેલા અનુયાયીઓ અલગ અલગ મળતાં એ દરેક મતવાળા પિતે સ્વીકારી લીધેલ મત જ, યા તે જ મતના તત્વજ્ઞાનને પરિપૂર્ણ સત્ય માની તેમ જ અન્યને ભેળવવાની ઉમેદ ધરાવે છે. આજે વિના લેવા-દેવાએ પણ ઘણુલેકે ઘણી જાતની ચર્ચાઓ કરતા હોય છે. કેઈ કઈ લેકે કેઈક પ્રકારના નિશ્ચિત અભિપ્રાય લઈને, પૂર્વગ્રહ બાંધીને આવતા હોય છે. આવું બધું કોઈ એક જ ક્ષેત્રમાં બને છે, એવું પણ નથી. ઘણુસ્થાને આ રીતે બનતું આપણે જોઈએ છીએ. એકને જે દેખાય છે, કે સમજાય છે, તે બીજાને દેખાતું કે સમજાતું નથી. એમની સાથે જરા વાત કરી જોઈએ તે
SR No.023343
Book TitleAatm Vigyan Part 02
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherKhubchand Keshavlal Parekh
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy