________________
આત્મ વિજ્ઞાન
ભાગ બીજે
૧–સત્યની શોધ વિશ્વના સમગ્ર મનુષ્ય સત્યને જ ઈચ્છે છે. સર્વને સત્ય જ પ્રિય છે. અસત્ય કેઈને પ્રિય નથી. સર્વને પ્રયત્ન સત્યની પ્રાપ્તિ માટે જ હોય છે.
સામાજીક, આર્થિક, રાજકારણુય, નૈતિક, કેળવણું વિષયક, આધિભૌતિક, ધાર્મિક અને તત્વજ્ઞાનના ક્ષેત્રમાં તેની ઉન્નતિને આધાર સત્યતા ઉપર જ રહે છે. સત્ય એ સૈને
સ્વીકાર્યું હોવા છતાં આ બધા ક્ષેત્રે અંગેના આચાર અને વિચારની સત્યતામાં અનેક ભેદો પ્રવર્તે છે. દરેક જણ પિતાને સાચા અને બીજાને ખોટા માને છે. દરેક મનુષ્ય પોતાના અભિપ્રાયના સમર્થન માટેની નવી નવી દલીલેને પિતાના મનમાં શેતે જ રહે છે. સત્ય એમના એકલાના જ ખિસ્સામાં છે, બીજે ક્યાંય નથી, એવી માન્યતાને ખૂબ જ કટ્ટરતાથી અને ચુસ્તપણે માનીને રહે છે. તે એટલા માત્રથી જ સંતોષી બની બેસી નહીં રહેતાં, અન્ય સર્વલેકે એમની જ માન્યતા સ્વીકારે તે જ લેકોને ઉદ્ધાર થશે, તે જ સુખી થશે, તે જ સંસારવ્યવહાર શાંતીથી ચલાવી શકાસે,
આ. ૧