________________
ધન્ય એ ભાગ્યશાલી પિતા-પુત્ર
પ્રશમરસમાં ઝીલતી અને ભવ્યજીને વિશુદ્ધ આત્મસ્વરૂપની ઝાંખી કરાવતી શ્રી અજીતનાથ ભગવાનની પરમ પાવનકારી મૂર્તિથી સુશોભિત જીનાલયવાળા, વાવ (બનાસકાંઠા) નગર નિવાસી એ પુણ્યવાન ભાગ્યશાલી પિતા-પુત્ર તે(૧) દોસી રાખવચંદ ત્રીભવનદાસ અને (૨) તેમના સુપુત્ર દોસી છોટાલાલ રીખવચંદ.
દરેક જીવ પ્રત્યે વાત્સલ્યભાવની સુવાસને પ્રસરાવતી તેમની મુખમુદ્રા જાણે અત્યારે પણ નજર સન્મુખ જ ખડી ન હોય!
વાહ! શું તેમની નમ્રતા, શું તેમની લઘુતા ! અને શું તેમની પરમાર્થવૃત્તિ! તથા શું! તેમની દેવ–ગુરૂ પ્રત્યેની પરમ ભક્તિ! આ બધા સગુણથી જ તેમનું જીવન ધન્ય ધન્ય બન્યું છે.
ઉપરોક્ત સદ્ગુણેથી પોતાના જીવનને પવિત્ર બનાવી આજે તે તે પિતા-પુત્ર, પરલોકના પંથે સિધાવી ગયા છે. પરંતુ તેઓશ્રીના સદ્ગુણસુવાસની સેરમને વાવનગર નિવાસીઓ કેવી રીતે ભૂલી શકે!
પરમશાંતિ પ્રાપ્ત થાઓ એ ભાગ્યશાલી- પિતા-પુત્રને.