Book Title: Lay Vilay Pralay
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba
Catalog link: https://jainqq.org/explore/008911/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Uિ-1) આચાર્ય શ્રી વિંજયભાશુપતસુરીશ્વરજી મહારાજ For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રલથ-પટ્ હાથ જીવથી શિવ સુધીની યાત્રા... આત્માથી પરમાત્મા સુધીનો પ્રવાસ... એટલે... લયના લાસ્ય, વિલયના નૃત્ય અને પ્રલયના સંગીતથી ભરીભરી ક્ષણોને માણવાની વેળા ! ક્ષણોને જાણવાની વેળા ! શ્રી પ્રિયદર્શન [આચાર્ય શ્રી વિજયભદ્રગુપ્તસૂરીશ્વરજી મ.] For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પુનઃ સંપાદન જ્ઞાનતીર્થ - કોબા દ્વિતીય આવૃત્તિ વિ.સં. ૨૦૭૫, ૩૧ ઑગસ્ટ ૨૦૦૯ મંગલ પ્રસંગ Acharya Shri Kailassagarsuri Gyanmandir રાષ્ટ્રસંત શ્રુતોદ્ધારક આચાર્યદેવશ્રીપદ્મસાગરસૂરિજીનો ૭૫મો જન્મદિવસ. તિથિ : ભાદરવા સુદ-૧૧, તા. ૩૧-૮-૨૦૦૯, સાંતાક્રુઝ - મુંબઈ મૂલ્ય પાકું પૂંઠું : રૂ. ૧૬૮,૦૦ કાચું પૂંઠું : રૂ. ૭૫.૦૦ આર્થિક સૌજન્ય શેઠ શ્રી નિરંજન નરોત્તમભાઈના સ્મરણાર્થે હ. શેઠ શ્રી નરોત્તમભાઈ લાલભાઈ પરિવાર પ્રકાર શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર કોબા, તા. જિ. ગાંધીનગર - ૩૮૨૦૦૭ ફોન નં. (૦૭૯) ૨૩૨૭૬૨૦૪, ૨૩૨૭૬૨૫૨ email: gyanmandir@kobatirth.org website : www.kobatirth.org મુદ્રક : નવપ્રભાત પ્રિન્ટર્સ, અમદાવાદ - ૯૮૨૫૫૯૮૮૫૫ ટાઈટલ ડીઝાઈન : આર્ય ગ્રાફિક્સ - ૯૯૨૫૮૦૧૯૧૦ For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir पूज्य आचार्य भगवंत श्री विजयभद्रगुप्तसूरीश्वरजी श्रावण शुक्ला १२, वि.सं. १९८९ के दिन पुदगाम महेसाणा (गुजरात) में मणीभाई एवं हीराबहन के कुलदीपक के रूप में जन्मे मूलचन्दभाई, जुही की कली की भांति खिलतीखुलती जवानी में १८ बरस की उम्र में वि.सं. २००७, महावद ५ के दिन राणपुर (सौराष्ट्र) में आचार्य श्रीमद् विजयप्रेमसूरीश्वरजी महाराजा के करमकमलों द्वारा दीक्षित होकर पू. भुवनभानुसूरीश्वरजी के शिष्य बने. मुनि श्री भद्रगुप्तविजयजी की दीक्षाजीवन के प्रारंभ काल से ही अध्ययन अध्यापन की सुदीर्घ यात्रा प्रारंभ हो चुकी थी.४५ आगमों के सटीक अध्ययनोपरांत दार्शनिक, भारतीय एवं पाश्चात्य तत्वज्ञान, काव्य-साहित्य वगैरह के 'मिलस्टोन' पार करती हुई वह यात्रा सर्जनात्मक क्षितिज की तरफ मुड़ गई. 'महापंथनो यात्री' से २० साल की उम्र में शुरु हुई लेखनयात्रा अंत समय तक अथक एवं अनवरत चली. तरह-तरह का मौलिक साहित्य, तत्वज्ञान, विवेचना, दीर्घ कथाएँ, लघु कथाएँ, काव्यगीत, पत्रों के जरिये स्वच्छ व स्वस्थ मार्गदर्शन परक साहित्य सर्जन द्वारा उनका जीवन सफर दिन-ब-दिन भरापूरा बना रहता था. प्रेमभरा हँसमुख स्वभाव, प्रसन्न व मृदु आंतर-बाह्य व्यक्तित्व एवं बहुजन-हिताय बहुजन-सुखाय प्रवृत्तियाँ उनके जीवन के महत्त्वपूर्ण अंगरूप थी. संघ-शासन विशेष करके युवा पीढ़ी, तरुण पीढ़ी एवं शिशु-संसार के जीवन निर्माण की प्रकिया में उन्हें रूचि थी... और इसी से उन्हें संतुष्टि मिलती थी. प्रवचन, वार्तालाप, संस्कार शिबिर, जाप-ध्यान, अनुष्ठान एवं परमात्म भक्ति के विशिष्ट आयोजनों के माध्यम से उनका सहिष्णु व्यक्तित्व भी उतना ही उन्नत एवं उज्ज्वल बना रहा. पूज्यश्री जानने योग्य व्यक्तित्व व महसूस करने योग्य अस्तित्व से सराबोर थे. कोल्हापुर में ता. ४-५-१९८७ के दिन गुरुदेव ने उन्हें आचार्य पद से विभूषित किया.जीवन के अंत समय में लम्बे अरसे तक वे अनेक व्याधियों का सामना करते हुए और ऐसे में भी सतत साहित्य सर्जन करते हुए दिनांक १९-११-१९९९ को श्यामल, अहमदाबाद में कालधर्म को प्राप्त हुए. For Private And Personal use only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકાશકીય પૂજ્ય આચાર્ય શ્રી વિજયભદ્રગુપ્તસૂરિજી મહારાજ (શ્રી પ્રિયદર્શન) દ્વારા લિખિત અને વિશ્વ કલ્યાણ પ્રકાશન મહેસાણાથી પ્રકાશિત સાહિત્ય જૈન સમાજમાં જ નહીં પરન્ત જૈનેતર લોકોમાં પણ ખૂબ જ ઉત્સુકતા સાથે વંચાતુ લોકપ્રિય સાહિત્ય છે. પૂજ્યશ્રી ૧૯ નવેમ્બર ૧૯૯૯ના રોજ અમદાવાદમાં કાળધર્મ પામ્યા પછી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટનું વિસર્જન કરી તેઓશ્રીના પ્રકાશનોનું પુનઃપ્રકાશન બંધ કરવાના નિર્ણયની વાત સાંભળીને અમારા ટ્રસ્ટીઓને ભાવના થઈ કે પૂજ્ય આચાર્યશ્રીનું ઉત્કૃષ્ટ સાહિત્ય જનસમુદાયને હમેંશા મળતું રહે તે માટે કંઈક કરવું જોઈએ એ આશય સાથે વિકલ્યાણ પ્રકાશનના ટ્રસ્ટ મંડળને આ વાત પૂજ્ય રાષ્ટ્રસંત આચાર્ય શ્રી પાસાગરસૂરિજીની સંમતિ પૂર્વક જણાવી. બંને પૂજ્ય આચાર્યોની પરસ્પરની મૈત્રી ઘનિષ્ઠ હતી. અંતિમ દિવસોમાં દિવંગત આચાર્યશ્રીએ રાષ્ટ્રસંત આચાર્યશ્રીને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પૂજ્યશ્રીએ આ કાર્ય માટે વ્યક્તિ, વ્યક્તિત્વ અને કૃતિત્વના આધારે પોતાની સંમતિ પ્રેરકબળ રુપે આપી. તેઓશ્રીના આશીર્વાદ પામીને કોબાતીર્થના ટ્રસ્ટીઓએ આ કાર્યને આગળ ધપાવવા વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટની પાસે પ્રસ્તાવ મુક્યો. વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ પણ કોબા તીર્થના ટ્રસ્ટીઓની દિવંગત આચાર્યશ્રી પ્રિયદર્શનના પ્રચાર-પ્રસારની ઉત્કૃષ્ટ ભાવનાને ધ્યાનમાં લઈ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર-કોબાતીર્થને પોતાના ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત પુસ્તકોના પુનઃપ્રકાશનના બધાજ અધિકાર સહર્ષ સોંપી દીધા. તે પછી શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર સંસ્થાના શ્રતસરિતા (જૈન બુકસ્ટોલ)ના માધ્યમથી શ્રી પ્રિયદર્શનના લોકપ્રિય પુસ્તકોનું વિતરણ જાહેર જનતાના હિતમાં ચાલુ કર્યું. શ્રીપ્રિયદર્શનના અનુપલબ્ધ સાહિત્યના પુનઃપ્રકાશન કરવાની શૃંખલામાં પ્રસ્તુત શ્રી લય-વિલય-પ્રલય ગ્રંથને પુનઃપ્રકાશિત કરીને વાચકોને ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. શેઠ શ્રી સંવેગભાઈ લાલભાઈના સૌજન્યથી આ પ્રકાશન માટે શેઠ શ્રી નિરંજન નરોત્તમભાઈના સ્મરણાર્થે હ. શેઠ શ્રી નરોત્તમભાઈ લાલભાઈ પરિવાર તરફથી જે ઉદાર આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે એ બદલ અમો સમગ્ર શેઠશ્રી નરોત્તમભાઈ લાલભાઈ પરિવારના ઋણી છીએ તથા તેઓની | For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હાર્દિક અનુમોદના કરીએ છીએ. આશા છે કે ભવિષ્યમાં પણ તેઓશ્રી | તરફથી આવો જ ઉદાર સહયોગ મળતો રહેશે. આ આવૃત્તિનું પ્રૂફરિડીંગ કરી આપનાર શ્રી જગદીશભાઈ પ્રજાપતિ, શૈલેષભાઈ શાહ તથા ફાઈનલ મૂફ કરી આપવામાં સંસ્થાના પંડિતવર્ય શ્રી મનોજભાઈ જેન, શ્રી આશિષભાઈનો તથા આ પુસ્તકના સુંદર કમ્પોઝીંગ તથા સેટીંગ કરી આપવા બદલ સંસ્થાના કપ્યુટર વિભાગમાં કાર્યરત શ્રી કેતનભાઈ શાહ, શ્રી સંજયભાઈ ગુર્જર તથા બાલસંગભાઈ ઠાકોરનો અમે હૃદય પૂર્વક આભાર માનીએ છીએ. આપને અમારો નમ્ર અનુરોધ છે કે તમારા મિત્રો અને સ્વજનોમાં આ પ્રેરણાદાયી સાહિત્યની પ્રભાવના કરો. શ્રુતજ્ઞાનના પ્રચાર-પ્રસાર માટે અપાયેલું નાનકડું યોગદાન આપને લાભદાયક થશે. પુનઃ પ્રકાશન વખતે ગ્રંથકારશ્રીના આશય તથા જિનાજ્ઞા વિરુદ્ધની કાંઈ ક્ષતિ રહી ગઈ હોય તો મિચ્છામિ દુક્કડમ. સુજ્ઞોને ધ્યાન આકૃષ્ટ કરવા વિનંતી. અન્ત, નવા કલેવર તથા સજ્જા સાથેનું પ્રસ્તુત પુસ્તક આપની જીવનયાત્રાનો માર્ગ પ્રશસ્ત કરવામાં નિમિત્ત બને અને વિષમતાઓમાં સમરસતાનો લાભ કરાવે એવી શુભ કામનાઓ સાથે. ટ્રસ્ટીગણ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * કિંચિત 'રાજ્યશતક'નો ચોથો શ્લોક : साम्यपीयूषपाथोधि-स्नाननिर्वाणचेतसाम् । योगिनामात्मसंवेद्यमहिमा जयताल्लयः ।। આ શ્લોક વારંવાર સ્મૃતિમાં આવવા લાગ્યો. આત્માનુભૂતિ કરાવનાર “લય” જય પામો, આત્મજ્ઞાનમાં તન્મયતારૂપ “લય” જયપામો. શામ્યશતક'ની રચના કરનારા મહર્ષિ શ્રી વિજયસિંહસૂરિજીએ 'લય'નો જય પોકાર્યો છે. એક મહાન્ શ્રમણ, જ્ઞાની, સંયમી અને યોગી પુરુષ “લય'નો જય પોકારીને કહે છે : તમે ગૃહસ્થ હો કે મુનિ હો, સંસારી હો કે સાધુ હો, તમારે જો ચિત્તશાંતિ જોઇએ છે તો સમતારસનું જ અમૃતપાન કરતા રહો. સમતામૃતના સરોવરમાં જ નિમજ્જન કરતા રહો. ચિત્ત શાંત થશે એટલે આત્માનુભવ થશે જ. તમને લયની પ્રાપ્તિ થશે!' या कश्चिन्न लयः साम्ये मनागाविर्भून्मम । तमाशु वचसां पात्रं विधातुं यतते मतिः।। “ઘણી ઘણી ઇચ્છા સમતામૃતના સરોવરમાં સ્નાન કરવાની હતી, આત્મજ્ઞાનમાં તન્મય બનવાની હતી, ચિદાનંદની અનુભૂતિ કરવાની હતી, પરંતુ આજ સુધી... વર્તમાન ક્ષણ સુધી એ ઇચ્છા અધુરી જ રહી છે. ક્યારે એ ઇચ્છા પૂર્ણ થશે, ખબર નથી. મન અકળાય છે, હૃદય આક્રંદ કરે છે...” તે છતાં બુદ્ધિ એ ‘લયને શબ્દોમાં બાંધવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે! ખાંડનો સ્વાદ, મધની મધુરતા કે ભોગસુખની સમાધિ જેમ શબ્દોમાં વર્ણવી શકાતી નથી તેમ આ લય”ને વચનોમાં વ્યક્ત કરી કરી શકાતો નથી. છતાં ‘લયયોગ' મને ખૂબ પ્રિય છે. માટે હું ‘લય'ને વચન બદ્ધ કરવા તત્પર બન્યો છું. ૦ ૦ ૦. મારી સ્થિતિ તો આના કરતાંય ખરાબ છે! For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મારી પાસે નથી બુદ્ધિનો વૈભવ, મારી પાસે નથી જ્ઞાનનો વૈભવ. તે છતાં મારી આ ઉણપોનો વિચાર ર્યા વિના, જેમ એક દ્રમક ભિખારી ધાન્યની દુકાન આગ પડેલા ધાન્ય કણોનો સંચય કરે છે, તેમ મેં પણ 'લય' અંગે જે જે ગ્રંથોમાં, શાસ્ત્રોમાં, પુસ્તકોમાં વાંચ્યું, તેના પર વિચાર્યું, ગ્રહણ કર્યું અને આ પુસ્તક લખાઈ ગયું અને એ જિનવચનરૂપ ધાન્યકણો ખૂબ ગમ્યાં. મને આ ‘લય'ની વાતો ખૂબ પ્રિય લાગી, એટલે જ્યાં-જ્યાંથી મને લય-તત્ત્વના મધુર ધાન્ય કણો મળ્યા, મેં વીણ્યા અને શબ્દબદ્ધ કર્યા. બુદ્ધિ અને જ્ઞાનનો વૈભવ નથી, પરંતુ જે થોડી બુદ્ધિ અને જ્ઞાન છે તે જ્ઞાની પુરુષો પ્રત્યેની પ્રીતિનો પ્રસાદ છે! હું માનું છું કે આ પુસ્તકમાં વિદ્વાનોને યોગ્ય કોઈ ગંભીર વાતો નથી. પ્રકૃષ્ટ પ્રગટીકરણ નથી અને એટલું બધું સુંદર વિષય પ્રતિપાદન પણ નથી. તે છતાં સજ્જન પુરુષો કરુણાથી મારા આ તુચ્છ પ્રયત્નને આવકારશે. 'सद्भिस्तथापि मच्यनुकंपेकरसैरनुग्राह्या।' (प्रशमरति) વળી, સજ્જનો હંમેશાં બીજાઓના ગુણ જ ગ્રહણ કરે છે. તેમનો એવો સ્વભાવ જ હોય છે. તેઓ દોષ જોતા નથી અને જોવાઈ જાય તો મૌન ધારણ કરે. 'दोषमलिनेऽपि सन्तो यद् गुणसारग्रहणदक्षाः ।' (प्रशमरति) બીજાના દોષયુક્ત કથનમાં પણ સજ્જનો ગુણ ગ્રહણ કરવામાં નિપુણ હોય છે.” ૦ ૦ ૦ ક્યારેક મન ઊંડા વિચારમાં લીન થઈ જાય છે. “શ્રમણ બન્યા પછી ખરેખર શું મુક્તિ તરફ મારી ગતિ થઇ રહી છે? બહિરાત્મદશામાંથી અંતરાત્મદશામાં સાચે જ પ્રવેશ થયો છે? ઇન્દ્રિયો અને કષાયો સામે રણાંગણમાં ઝઝુમું છું ખરો? નિજાનંદની ક્ષણો અનુભવાય છે ખરી?' ત્યારે મને ખૂબ જ અસ્વસ્થ, બેચેન અને વિહ્વળ બની જાય છે. એક વલોપાત પેદા થઈ જાય છે. આવા જ કોઈ વલોપાતમાંથી આ કૃતિ સર્જાઈ ગઈ છે. પરમાત્મધ્યાનમાં જ્યારે પરમાત્માનું સાન્નિધ્ય પ્રાપ્ત થાય છે ત્યારે આધ્યાત્મિક કલ્પનાને ભારે વેગ મળે છે. ગુલાબી સંધ્યાના રંગ જેવી રંગબેરંગી કલ્પનાઓ મારી માનસ સપાટી પર ઉદાસીનતાનો લય જન્માવી જાય છે. વૈરાગ્યનાં For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંસુઓનાં તોરણોની જગાએ ઘડીભર માટે ચિદાનંદના આસોપાલવનાં તોરણો લટકાવી દઉં છું અને સમત્વના મંદમંદ પવનમાં આસોપાલવના એ તોરણે ઝુલતાં પાંદડાંની લહરીમાં પેલા મીઠા આત્માનુભવની કેડીએ-કેડીએ ઉષઃકાળના પ્રકાશમાં પગલાં પાડી લઉં છું! સામાન્ય માણસો માટે, તત્ત્વજિજ્ઞાસુઓ માટે ‘લય’ થોડો અપરિચિત વિષય છે. તત્ત્વજ્ઞાનનો ઊંડો વિષય છે. આ વિષય ઉપર આપણે ત્યાં ઓછું લખાયું છે, ઓછું વિચારાયું છે. તે છતાં ‘લય’ને ‘મગ્નતા'ના નામે, ‘અનુભવજ્ઞાન'ના નામે, ‘સ્થિરતા’ના નામે, ‘સમતાયોગ'ના નામે... અને બીજા પર્યાયવાચી શબ્દો દ્વારા જુદા જુદા ગ્રંથોમાં લખાયેલું છે. પ્રાચીન મહાન આચાર્યોએ લખેલું છે, સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં. એવા કેટલાક ગ્રંથોના અમુક અંશો (લય અંગેના) મેં આ પુસ્તકમાં ઉષ્કૃત કરેલા છે. તે ગ્રંથો આ પ્રમાણે છે : આચારાંગ સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર, દશવૈકાલિક સૂત્ર, પ્રવચનસાર, જ્ઞાનસાર, યોગસાર, અધ્યાત્મસાર, શામ્યશતક, શાન્તસુધારસ, પ્રશમરતિ, તત્ત્વજ્ઞાનતરંગિણી વગેરે. આ ઉપરાંત, ગુજરાતના પ્રસિદ્ધ લેખક ગુણવંત શાહનાં બે પુસ્તકો : ‘અસ્તિત્વનો ઉત્સવ’ અને ‘પતંગિયાની અવકાશયાત્રા' મને ખૂબ ઉપયોગી બન્યાં છે. ‘લય’ અંગે આ પુસ્તકોમાં લેખકે ખરેખર ઊંડાણ અને ઊંચાઈ બતાવી છે. 'લય'ની વ્યાપકતા-ઉપાદેયતા સમજાવી છે. મેં આ બે પુસ્તકોમાંથી કેટલાક અંશો આ પુસ્તકમાં લીધા છે. ગુણવંતભાઈને કૃતજ્ઞભાવે અહીં યાદ કરું છું. . બીજી એક વાતની સ્પષ્ટતા કરી દઉં. ‘શામ્યશતક’માં જે ‘લય’ની વાત છે, તે કેવળજ્ઞાન પૂર્વેની સમતાયોગમાં સ્થિરતારૂપ આત્માનુભવની વાત છે. સૂર્યોદય પૂર્વેના અરૂણોદય જેવી વાત છે. એટલે, આત્માની એ ઉચ્ચતમ સ્થિતિ પામવાનું વર્તમાન જીવનમાં આપણા માટે, શક્ય નથી, સંભવિત નથી. કારણ કે એ સ્થિતિએ પહોંચવા માટે આવશ્યક મનોબળ કે શરીરબળ (સંઘયણબળ) આપણી પાસે નથી. એટલે કે પ્રકૃષ્ટ-લય (પ્ર-લય) આપણા માટે અત્યારે માત્ર ધ્યેયરૂપ જ રહી શકે. આદર્શરૂપે જ રહી શકે. પરંતુ અત્યારે આપણે અનંતાનુબંધી કષાયોના ક્ષોપશમથી પ્રાપ્ત થતા શમભાવનો લય પામી શકીએ. અપ્રત્યાખ્યાની કષાયોના ક્ષયોપશમથી પ્રાપ્ત થતા પ્રશમભાવને લય પામી શકીએ. For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૦ પ્રત્યાખ્યાનાવરણ કષાયોના ક્ષયપશમથી પ્રાપ્ત થતા ઉપશમભાવનો લય પામી શકીએ... ૦ સંજ્વલન કષાયોના ક્ષયોપશમથી પ્રાપ્ત થતા ઉપશાંતભાવનો લય પામી શકીએ. આ લયમાં થોડી ક્ષણો આત્માનુભવની પામી શકાય. થોડી ક્ષણો ચિદાનંદની માણી શકાય. આ લયનો આસ્વાદ કર્યા પછી પ્રકૃષ્ટ લયનું આકર્ષણ જામે. લયને તોડનારાં તરફ અરૂચિ જાગે, વૈરાગ્ય પ્રગટે, ભલે પછી તે લયભંજક તત્ત્વો બાહ્યદૃષ્ટિએ સુખકારી કે શાતાકારી લાગતાં હોય. આ અભિગમ સામે રાખીને, મનુષ્ય વર્તમાન જીવનમાં 'લય'નો આત્માનંદ કેવી રીતે અનુભવી શકે, એ વાત વિસ્તારથી લખી છે. સાવ સામાન્ય સાધક મનુષ્ય પણ પોતાના જીવનને સાર્થક કરવા ઇચ્છતો હોય તો આ પુસ્તક તેને ઉપયોગી બની શકશે, એવું મારું માનવું છે. આ પુસ્તક પણ “શ્યામલ'માં જ લખાઈ ગયું. અશોકભાઈ કાપડિયા તથા દેવીબહેન કાપડિયાના રો-હાઉસમાં લખાઈ ગયું! સતત બે-અઢી વર્ષથી મને બીમારીએ અહીં બાંધી રાખ્યો છે. કાપડિયા-દંપતિ એમાં રાજી છે! તેઓ શ્રદ્ધાથી અને પ્રેમથી મારી સેવા-પરિચર્યા કરી રહ્યા છે. મારી સાહિત્યિક પ્રવૃત્તિમાં રસ લે છે. આમે ય અશોકભાઈ, શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ (મહેસાણા)ના ટ્રસ્ટી પણ છે. તેમના યુવાન પુત્રો સૌરિન અને મેહુલ પણ અમારી ખબર-અંતર રાખે છે. મારા અંતેવાસી મુનિવરો પરત્ન અને ભદ્રબાહુ તો મારી આ લાંબી ચાલેલી માંદગીમાં મારી માવજત કરવામાં જરાય ઊણા ઉતર્યા નથી. આ પુસ્તકનું સાદંત કાળજીપૂર્વક વાંચન કરી, આવશ્યક સુધારા-વધારા સૂચવીને વિદુષી મહાસતી પદ્માબાઈએ દૂર રહીને પણ મને ખૂબ સારો સહયોગ આપ્યો છે. તેઓ ધ્યાન, યોગ અને અધ્યાત્મના વિષયોમાં સારો બોધ ધરાવે છે. તેઓ મોક્ષમાર્ગ પર પ્રગતિ કરતાં રહે, એવી શુભકામના તેમને અર્પણ કરું છું. અંતે, સહુ તત્ત્વજિજ્ઞાસુઓ, આત્મસાધકો, મુમુક્ષુઓ આ પુસ્તકનું વાંચનમનન કરી, પ્રેરણા પ્રાપ્ત કરી, પૂર્ણતા તરફ પ્રગતિ કરતા રહો, એવી મંગલકામના સાથે વિરમું છું. અમદાવાદ, ૧૦-૭-૯૮ - ભદ્રગુપ્તસૂરિ For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ............... ............... ............. ૧૪ ૧૯ ૨૩ ......... ૩૩ ......... ઉs .............. જ ....૪૬ ........... ........ ............ . પ0 ...........•••• .. પપ ...... ...... ૫૯ અનુI ૧. યોગી પુરુષોનો લય .............. ૨. લયનું પરમ સંગીત ૩. બે દૃષ્ટાંત : એક નવું, એક જૂનું..... ૪. શરીરનો લય ............... ૫. દિનચર્યાનો લય ................ ૬. લયભંગ કરનારા અસુર... ૭. સાક્ષીભાવે દ્રષ્ટા બનો ૮. ભૌતિક-અભૌતિક રમતો .. ૯. મનની ઋતુ બદલો ......... ....... ૧૦. દંભાસુરને નાથો ................... ૧૧. મન અને મનઃશુદ્ધિ..................... ૧૨. રોગોનું મૂળ મનોવિકૃતિ ૧૩. મનના પાંચ પ્રકાર ૧૪, કષાય-ઉત્પત્તિનાં ૧૦ કારણો ... ૧૫, કષાયોના વિપાકો .................... ૧૬. ઈન્દ્રયજયથી કષાયજય ..... ૧૭ વૈરાગ્ય : ખોટો-સાચો..... ૧૮. બુદ્ધિ-સ્થિરતાના ઉપાયો................. ૧૯. મૌન અને એકાંત ... ૨૦. શાન્તિ અને ધ્યાન .................... ૨૧. ધ્યાતાનાં ૧૦ લક્ષણો.. ૨૨. આનંદ શ્રાવક : ધર્મધ્યાન .......... ૨૩. વળગણમુક્તિ અને અંતર્બોધ... ૨૪. સૃષ્ટિ લયસ્વરૂપા છે................ ૨૫. પદ્રવ્યોમાં લય ........... ૨૬. ઉત્પત્તિ-વિનાશ અને ધ્રૌવ્ય ... ૨૭. શાસ્ત્રો માત્ર દિશા ચીંધે............................... ૨૮ આત્માનુભવ : અહીં જ મોક્ષસુખી .... ૨૯. બ્રહ્મદશાનાં ચાર લક્ષણો ... ૩૩ ................. . ૮ર ................ ............. .............. .................... • ..... - ૧૧ ૨. ................. . ૧૦૧ ...................... .................... ૧૧૭ .................. ૧ ૨૪ ............. ૧૨૯ ........... ... ૧૩૪ ................ ૧૩૮ For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૪ ............ ૪૯ .............. ૧૫૪ ................. ............... ૧૬૪ ૧ ૩૦. જીવનમુક્તની સાત ભૂમિકા ....... ૩૧. ચિદાનન્દની મોજ . ૩૨. આત્મવત્ સર્વભૂતેષ..................... ૩૩. આંતરયાત્રામાં આઠ વિપ્ન ............... ૩૪. પ્રકૃષ્ટ લયની પ્રાપ્તિનો ક્રમ ........ વાર્તાઓની અનુણિકા ૧. પ્રભંજના .............. ૨. બાહુબલી. ................ ૩. ભરતેશ્વર ૪. રાજર્ષિ પ્રસન્નચન્દ્ર ૫. મહર્ષિ સુકોશલ..... ૩. સ્કંદકાચાર્ય ૭. શ્રી રામચન્દ્રજી ........ ૮. ઇલાચીકુમાર ............ ૯, ઝાંઝરીયા મુનિ .............. ૧૦. લૂગડુ મુનિ ........... ૧૧. પૃથ્વચન્દ્ર : ગુણસાગર ૧૨. અનંત અને અમર ... ............. ................ .................. ૧૭૩ ૧૭૭ ૧૮૫ ૧૯૦ .......... ૧૯૪ .............. ૧૯૯ ............... ૨૦૮ .............. ૨૧૩ ........... ............ ૨૩૨ .... ......... ...... ૨૪૬ ૨૨૨ *........ .... ૨૩પ For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મ, કલા તથા શ્રુત-સાઘનાનું આહ્લાદક ધામ શ્રી મહાવીર જૈન આરાઘના કેન્દ્ર, કોબા તીર્થ અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર આવેલું સાબરમતી નદીથી નજીક સુરમ્ય વૃક્ષોની ઘટાઓથી છવાયેલું કોબા તીર્થ પ્રાકૃતિક શાંતિપૂર્ણ વાતાવરણનો અનુભવ કરાવે છે. ગચ્છાધિપતિ, મહાન જૈનાચાર્ય શ્રીમદ્ કૈલાસસાગરસૂરીશ્વરજી મ. સા. ની દિવ્ય કૃપા અને યુગદ્રષ્ટા રાષ્ટ્રસંત આચાર્ય પ્રવર શ્રીમદ્ પદ્મસાગરસૂરીશ્વરજીના શુભાશિષથી શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રની સ્થાપના ૨૬ ડિસેમ્બર ૧૯૮૦ ના રોજ કરવામાં આવી. આચાર્યશ્રીની એવી ઈચ્છા હતી કે અહીં ધર્મ, આરાધના તથા જ્ઞાન-સાધનાની કોઈ એકાદ પ્રવૃત્તિ જ નહીં, પણ અનેકવિધ જ્ઞાન અને ધર્મપ્રવૃત્તિનો મહાસંગમ થાય, એટલા માટે આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજીની ઉચ્ચ ભાવનારૂપ આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરની સ્થાપના કરવામાં આવી. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર અનેકવિધ પ્રવૃત્તિઓ પૈકી નીચેની શાખાઓમાં સતત પ્રયત્નોથી ધર્મશાસનની સેવામાં તત્પર છે. (૧) મહાવીરાલય : હૃદયમાં અલૌકિક ધર્મોલ્લાસ જગાડનાર પરમ તીર્થંકર શ્રી મહાવીરસ્વામીનો શિલ્પકલાયુક્ત ભવ્ય પ્રાસાદ મહાવીરાલય જોવા લાયક છે. પહેલા માળે ગર્ભગૃહમાં મૂળનાયક મહાવીરસ્વામી વગેરે ૧૩ પ્રતિમાઓના દર્શન અલગ-અલગ દેરીઓમાં કરી શકાય છે તથા ગ્રાઉન્ડ ફ્લોર પર આદીશ્વર ભગવાનની ભવ્ય પ્રતિમા, માણિભદ્રવીર તથા ભગવતી પદ્માવતી સહિત પાંચ પ્રતિમાના દર્શન કરી શકાય છે. તમામ પ્રતિમાઓ એટલી સુંદર અને ચુંબકીય આકર્ષણ ધરાવે છે કે જાણે કે સામે દર્શન કરવા બેઠા જ રહીએ! મંદિરને પરંપરાગત શૈલીથી શિલ્પાંકનોથી રોચક પદ્ધતિથી અલંકૃત કરવામાં આવેલ છે. જેમાં પગથિયાંથી શરૂ કરીને શિખરના ગુંબજ સુધી તથા રંગમંડપથી ગર્ભગૃહનો દરેક પ્રદેશ જોતાં જૈન શિલ્પકલા આધુનિક યુગમાં પુનઃ જીવિત થઈ હોય તેવું લાગે છે. દરવાજા પર કોતરાએલા ભગવાન મહાવીરના પ્રસંગોમાં ૨૪ યક્ષ, ૨૪ યક્ષિણીઓ, ૧૬ મહાવિદ્યાઓ, વિવિધ સ્વરૂપોથી સજ્જ અપ્સરાઓ, દેવો, કિન્નર, પશુ-પક્ષી તથા લતામંજરી વગેરે આ મંદિરને જૈન શિલ્પ તથા સ્થાપત્યના ક્ષેત્રમાં એક અપ્રતિમ ઉદાહરણ પુરું પાડે છે. મહાવીરાલયની ખાસ વિશિષ્ટતા એ છે કે આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ. સા. ના અંતિમ સંસ્કારનો સમય એટલે કે દર વર્ષે ૨૨ મે ના રોજ બપોરે For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બે વાગ્યે ને સાત મિનિટે મહાવીરાલયના શિખરમાંથી સૂર્યકિરણ શ્રી મહાવીરસ્વામીના કપાળને સૂર્યતિલકથી ઝગમગાવે એવી અનુપમ તથા અદ્વિતીય વ્યવસ્થા કરવામાં આવી છે. દર વર્ષે આ આલ્હાદક પ્રસંગના દર્શન ખૂબ મોટી સંખ્યામાં લોકો ભાવવિભોર બનીને દર્શન કરે છે. (૨) આચાર્ય શ્રી કેલાસસાગરસૂરિ સ્મૃતિ મંદિર (ગુરુમંદિર) ઃ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યદેવ પ્રશાંતમૂર્તિ શ્રીમદ્ કૈલાસસાગરસૂરીશ્વરજીના પુણ્ય દેહના અંતિમ સંસ્કારના સ્થળ ઉપર પૂજ્યશ્રીની પુણ્યસ્મૃતિમાં સંગમરમરનું નયનરમ્ય કલાત્મક ગુરુ મંદિર બનાવવામાં આવ્યું છે. સ્ફટિક રત્નોથી બનાવેલાં આ મંદિરમાં અનન્તલબ્ધિ નિધાન શ્રી ગૌતમસ્વામીજીની મનોહર મૂર્તિ તથા સ્ફટિકમાંથી જ બનાવેલી ચરણપાદુકા ખરેખર દર્શનીય છે! (૩) આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર (જ્ઞાનતીર્થ) : વિશ્વમાં જૈન ધર્મ અને ભારતીય સંસ્કૃતિના જ્ઞાન વારસાના વિશાળતમ સંગ્રહ ધરાવતા અદ્યતન સાધનોથી સંપન્ન શોધ સંસ્થાનના રૂપે પોતાનું નામ જાળવી રાખતું આ જ્ઞાનતીર્થ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રના આત્મા સ્વરૂપે છે આ જ્ઞાનતીર્થ પોતાના કાર્યો દ્વારા સમાજમાં પ્રતિષ્ઠિત સંસ્થા તરીકે નામ ધરાવે છે. આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરની અંતર્ગત નીચે પ્રમાણેના વિભાગો કાર્યરત છે. (અ) દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ હસ્તપ્રત ભાંડાગાર (બ) આર્ય સુધર્માસ્વામી શ્રુતાગાર (પ્રિન્ટેડ ગ્રંથોની લાયબ્રેરી) (ક) આર્ય રક્ષિત શોધસાગર (કપ્યુટર વિભાગ સાથે) (૩) સમ્રાટ સમ્મતિ સંગ્રહાલય-આ કલાપૂર્ણ મ્યુઝિયમમાં પુરાતત્ત્વના અધ્યેતા તથા જિજ્ઞાસુ દર્શકો માટે પ્રાચીન ભારતીય શિલ્પકલાની પરમ્પરાના ગૌરવશાળી દર્શન અહીં કરી શકાય છે. પાષાણ તથા ધાતુની મૂર્તિઓ, તાડપત્ર તથા કાગળ પર લખેલી સચિત્ર હસ્તપ્રતો, લઘુચિત્રપટ, વિજ્ઞપ્તિપત્રો, કાષ્ઠ તથા હાથીદાંતમાંથી બનાવેલી પ્રાચીન તેમજ અર્વાચીન અદ્વિતીય કલાકૃતિઓ તેમજ અન્ય પ્રાચીન વસ્તુઓને ખૂબ જ આકર્ષક તથા પ્રભાવશાળી ઢંગથી ધાર્મિક તથા સાંસ્કૃતિક ગૌરવને અનુરૂપ પ્રદર્શિત કરવામાં આવી છે. (ઈ) શહેર શાખા-પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતો તેમજ શ્રાવક-શ્રાવિકાઓના સ્વાધ્યાય, ચિંતન અને મનન માટે જૈનધર્મની પુસ્તકો નજીકમાં જ મળી રહે તે હેતુથી જૈન લોકો જ્યાં વધુ રહે છે તેવા અમદાવાદના પાલડી ટોલકનગર વિસ્તારમાં આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરની એક શહેરશાખા ઈ. સ. ૧૯૯૯ થી શરૂ કરવામાં આવી છે કે જે આજે ચતુર્વિધ સંઘના શ્રુતજ્ઞાનના અધ્યયન માટે સતત સેવા આપી રહી છે. For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪) આરાધના ભવન : આરાધકો અહીં ધર્મારાધન કરી શકે એટલા માટે આરાધના ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. કુદરતી વાતાવરણ તથા પ્રકાશમય બે ઉપાશ્રયોમાં મુનિ ભગવંતો નિવાસ કરીને પોતાની સંયમ આરાધનાની સાથે-સાથે વિશિષ્ટ જ્ઞાનાભ્યાસ, ધ્યાન, સ્વાધ્યાય વગેરેનો યોગ પ્રાપ્ત કરે છે. (૫) ધર્મશાળા : આ તીર્થમાં આવતાં યાત્રિકો તેમજ મહેમાનોને રહેવા માટે આધુનિક સુવિધાઓથી સંપન્ન યાત્રિકભવન અને અતિથિભવન બનાવવામાં આવ્યાં છે. ધર્મશાળામાં વાતાનુકૂલિત (એ.સી.) તથા સામાન્ય એમ બધા મળી ૪૬ રૂમોની સુવિધા છે. (૯) ભોજનશાળા અને અલ્પાહાર ગૃહ : આ તીર્થમાં પધારેલા શ્રાવકો, દર્શનાર્થીઓ, મુમુક્ષુઓ, વિદ્વાનો તેમજ યાત્રિકોને જૈન સિદ્ધાંતને અનુરૂપ સાત્ત્વિક ભોજન મળી રહે તે હેતુથી વિશાળ ભોજનશાળા અને અલ્પાહારગૃહ (કેન્ટીન)ની સુંદર સુવિધા ઉપલબ્ધ છે. (૭) શ્રુતસરિતા: આ બુકસ્ટોલમાં વ્યાજબી ભાવે જૈન સાહિત્ય, આરાધના સામગ્રી, ધાર્મિક ઉપકરણો જેવા કે કેસેટ, સી.ડી. વગેરે પુરું પાડવામાં આવે છે. અહીં એસ.ટી.ડી. ટેલીફોનની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. પ્રકૃતિના ખોળે શાંત અને સુરમ્ય વાતાવરણમાં આ તીર્થસ્થાનનો વર્ષ દરમ્યાન હજારો યાત્રિકો લાભ લે છે. (૮) વિશ્વમૈત્રીધામ-બોરીજતીર્થ, ગાંધીનગર : યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજની સાધનાનું સ્થળ બોરીજ તીર્થનો પુનરુદ્ધાર પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણા તેમજ શુભાશિષથી શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર સાથે સંલગ્ન વિશ્વમૈત્રી ધામના તત્ત્વાવધાનમાં પ્રાચીન દેરાસરના જીર્ણોદ્ધાર રૂપે નવનિર્મિત ૧૦૮ ફૂટ ઊંચા વિશાળ મહાલયમાં ૮૧.૨૫ ઈંચના પદ્માસનસ્થ શ્રી વર્ધ્વમાનસ્વામીની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. વર્તમાન મંદિરમાં આ સ્થળ પર જમીનમાંથી નીકળેલી ભગવાન મહાવીરસ્વામી વગેરેની પ્રતિમાઓની પ્રથમ પ્રતિષ્ઠા યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. નવું મંદિર સ્થાપત્ય તેમજ શિલ્પ એ બંને જોવા જેવા છે. અહીં મહિમાપુર (પશ્ચિમ બંગાળ)માં જગડુ શેઠ શ્રી માણિકચંદજી દ્વારા ૧૮મી સદીમાં કસોટી પથ્થરથી બનાવેલાં ભવ્ય અને ઐતિહાસિક જિનાલયનો પુનરુદ્ધાર કરવામાં આવ્યો છે. હાલમાં તેને જૈનસંઘની ઐતિહાસિક ધરોહર માનવામાં આવે છે. નિસ્સેદેહ એમાં આ તીર્થના પરિસરમાં પૂર્વ અને પશ્ચિમ ભારતનાં જૈનશિલ્પનો અભૂતપૂર્વ સંગમ થયેલો છે. For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir C आचार्य श्री भद्रगुप्तसूरि (प्रियदर्शन) रचित व सर्जित साहित्य और विश्वकल्याण प्रकाशन, महेसाणा द्वारा प्रकाशित उपलब्ध पुस्तकें (अब श्री महावीर जैन आराधना केन्द्र, कोबातीर्थ से उपलब्ध व प्रकाश्यमान) हिन्दी पुस्तकें प्रवचन १. पर्व प्रवचनमाला २५.०० २-४. श्रावकजीवन (भाग २, ३, ४) १५०.०० शांतसुधारस (भाग १) ५०.०० कथा-कहानियाँ शोध-प्रतिशोध (समरादित्य : भव-१) ३०.०० द्वेष-अद्वेष (समरादित्य : भव-२) ३०.०० विश्वासघात (समरादित्य : भव-३) ३०.०० वैर विकार (समरादित्य : भव-४) ५०.०० स्नेह संदेह (समरादित्य : भव-६) ५०.०० संसार सागर है ३०.०० *प्रीत किये दुःख होय डी.-१९५.००/ज.-९०.०० व्रतकथा १५.०० कथादीप १०.०० फूलपत्ती ८.०० ११. छोटी सी बात ८.०० १२. *कलिकाल सर्वज्ञ डी.-१२०.००/ज.-५५.०० हिसाब किताब १५.०० १४. नैन बहे दिन रैन ३०.०० १५. सबसे ऊँची प्रेम सगाई ३०.०० तत्त्वज्ञान ज्ञानसार (संपूर्ण) ५०.०० *समाधान ५०.०० मारग साचा कौन बतावे ३०.०० *पीओ अनुभव रस प्याला डी-१०१.००/ज.-४२.०० शान्त सुधारस (अर्थ सहित) १२.०० मोती की खेती ५.०० प्रशमरति (भाग - २) २५.०० निबंध : मौलिक चिंतन स्वाध्याय ३०.०० २. चिंतन की चाँदनी ३०.०० ros or १३. For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra રૂ. પ્રવચનો ૪. 4. ૪. પૃ. ૬. વો કે નિ (સચિત્ર) ૧-૩. जिनदर्शन शुभरात्रि सुप्रभातम् * यही है जिंदगी * जिंदगी इम्तिहान लेती है *भायावी रानी विज्ञान सेट (३ पुस्तक) www.kobatirth.org કથા-વાર્તા સાહિત્ય ગુજરાતી પુસ્તકો ૧-૪. ધર્માં સરણે પવામિ ભાગ ૧ થી ૪ ૫-૭. શ્રાવક જીવન ભાગ ૨, ૩, ૪ ૮-૧૦. શાંત સુધારસ ભાગ ૧ થી ૩ પર્વ પ્રવચનમાળા ૧૧. ૧૨. મનને બચાવો ૧૩-૧૫. સમરાદિત્ય મહાકથા ભાગ ૧ થી ૩ ૧૬. *પાંપણે બાંધ્યું પાણિયારું ૧૭. *પ્રીત કિયે દુ:ખ હોય ૧૮. *એક રાત અનેક વાત ૧૯. ૨૦. ૨૧. ૨૨. ૨૩. અંજના નીલ ગગનનાં પંખેરુ મને તારી યાદ સતાવે દોસ્તી સર્વજ્ઞ જેવા સૂરિદેવ વ્રત ધરે ભવ તરે ૨૪. ફૂલ પાંદડી ૨૫. ૨૬. ૨૭. ૨૮. નિરાંતની વેળા ૨૯. વાર્તાની વાટે ૩૦. વાર્તાના ઘાટે ૩૧. હિસાબ કિતાબ ૩૨. રીસાયેલો રાજકુમાર શ્રદ્ધાની સરગમ શોધ પ્રતિશોધ For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦.૦૦ ૬.૦૦ ૬.૦૦ ડી.-૧૭૬.૦૦/ન.-૮૦,૦૦ ડી.-૧૪૨.૦૦/ન.-૬૬.૦૦ ડી.-૧૨૦.૦૦ પ્ન.-૫૦.૦૦ ૨૦.૦૦ ૨૦૦,૦૦ ૧૫૦,૦૦ ૧૫૦,૦૦ ૫૦,૦૦ ૧૫.૦૦ ૪૦૦,૦૦ ડી.-૧૨૫-૦૦ જ.-૫૦,૦૦ ડી.-૧૬૫-૦૦૪.-૬૦,૦૦ ડી.-૧૪૧-૦૦૪.-૬૧,૦૦ ૩૦,૦૦ ૩૦,૦૦ ૨૫.૦૦ ૩૦.૦૦ ૨૦.૦૦ ૮૦૦ ૧૫.૦૦ ૩૦.૦૦ ૩૦.00 ૨૦,૦૦ ૨૦,૦૦ ૨૦.૦૦ ૨૦,૦૦ ૨૦.૦૦ Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫.૦૦ ૮.૦૦ ૪૯. ૩૩. “સુલતા ડી.-૧૬૫-૦૦ -૭૦.૦૦ ૩૪-૩૬.*જૈન રામાયણ ભાગ-૧ થી ૩ ડી-૪૬પ-૦૦૪.૧૯૫.૦૦ ૩૭. મયણા ડી.-૧૭૦-૦૦/જ.-૬૫.૦૦ તત્ત્વજ્ઞાન-વિવેચન ૩૮, મારગ સાચા કૌન બતાવે ૩૦.૦૦ ૩૯. સમાધાન ૪૦.૦૦ ૪૦. પીઓ અનુભવ રસ પ્યાલા ડી.-૧૦૧-૦૦જ.-૪૨.૦૦ ૪૧. *જ્ઞાનસાર ડી-૨૨૦-00ોજ.-૧૧૫.૦૦ *પ્રશમરતિ ડી.-૩૦૧-૦ જિ.-૧૧૫.૦૦ મૌલિક ચિંતન નિબંધ ૪૩. હું તો પલ પલમાં મુંઝાઉં ૩૦.૦૦ ૪૪. તારા દુ:ખને ખંખેરી નાંખ ૪૦.૦૦ ૪૫, ન ખ્રિયતે ૧૦.૦૦ ૪૬. ભવના ફેરા ૪૭. જિનદર્શન (દર્શન વિધિ) ૧૦.૦૦ ૪૮. માંગલિક (નિત્ય સ્વાધ્યાય) સ્વાધ્યાય ૩૦.૦૦ ૫૦. તીર્થયાત્રા ૮ ૦૦ ૫૧. ત્રિલોકદર્શન ૨૫.૦૦ પ૨. *લય-વિલય-પ્રલય ડિ.૧૬૮-૦૦-૭૫.૦૦ પ૩, સંવાદ ૪૦.૦૦ ૫૪. હું મને શોધી રહ્યો છું ૪૦.૦૦ ૫૫. હું તને શોધી રહ્યો છું 80. બાળકો માટે રંગીન સચિત્ર ૫૬. વિજ્ઞાન સેટ (૩ પુસ્તકો) ૨૦.૦૦ વિવિધ ૫૭. ગીતગંગા (ગીતો) ૨૦.૦૦ ૫૮. સમતા સમાધિ ૫.૦૦ ૫૯. *વિચાર પંખી ડી.-૧૨૦-૦૦/જ.૫૦.૦૦ English Books The Way Of Life [Part 1 to 4] 160.00 Jain Ramayana [Part 1 to 3]. 130.00 Bury Your Worry 30.00 Children's 3 Books Set 20.00 A Code of Conduct 6.00 The Treasure of mind 5.00 * The Guide Lines Of Jainism 60.00 * श्री महावीर जैन आराधना केन्द्र, कोबा द्वारा पुनः प्रकाशित For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧. યોગી પુરુષોનો લય ને તે પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન. તારો જિજ્ઞાસાભર્યો પત્ર મળ્યો. આનંદ થયો. તેં મારા સ્વાથ્ય અંગે ચિંતા વ્યક્ત કરી; પણ ચિંતા ના કરીશ. શરીર અનેક રોગોનું ઘર છે, એ તું જાણે છે. એ એનું કામ કરે, હું મારું કામ સ્વસ્થ ચિત્તે કરી રહ્યો છું. તે “સામ્યશતક'ના ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા શ્લોક અંગે વિશેષ સ્પષ્ટીકરણ માંગ્યું. ખરેખર, તારા અને મારા વિચારોનું સામંજસ્ય રચાયું. હું પણ એ શ્લોકો ઉપર વિશેષ ચિંતન કરી રહ્યો હતો અને કરી રહ્યો છું! એમાંય વિશેષ રૂપે ‘साम्यपीयूषपाथोधि-स्नाननिर्वाणचेतसाम्। योगिनामात्मसंवेद्यमहिमा जयतात् लयः।।' સમતામૃતના સાગરમાં યોગી પુરુષો સ્નાન કરતા હોય છે, તેથી તેમનાં ચિત્ત શાન્ત હોય છે. તે યોગી પુરુષો આત્મજ્ઞાનમાં તન્મય બને છે, લીન બને છે... આત્માનુભવની આ લીનતા હોય છે. આ છે શ્રેષ્ઠ... પરમ શ્રેષ્ઠ લય! આ લય જય પામે છે! આ લય આત્મવિજય અપાવે છે! આત્માનુભવરૂપ લય, યોગી પુરુષોને ત્યારે પ્રાપ્ત થાય છે કે જ્યારે તેઓ - પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં રાગ-દ્વેષ નથી કરતા, - તેમની મતિ વિષયોમાં અનાસક્ત બને છે. - સહજ ઉદાસીનતા પ્રગટે છે, અને - ચિદાનંદનો આસ્વાદ પામે છે! આ ચાર વાતો પરસ્પર સંબંધિત છે. વિષયોમાં રાગ-દ્વેષ ન થાય તો જ વિષયાસક્તિ તૂટે, વિષયાસક્તિ તૂટે તો જ સહજ ઉદાસીનતા પ્રગટે અને તો જ આત્મા ચિદાનંદની અનુભૂતિ કરે. ચિદાનન્દની અનુભૂતિ થાય તો જ “લય'ની પ્રાપ્તિ થાય. ચિદાનન્દની અનુભૂતિનું સાતત્ય, તેને લય કહેવાય. For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યોગી પુરુષોનો લય મહાન્યોગી આચાર્યશ્રી વિજયસિંહસૂરિ ‘શામ્યશતક' માં આત્મજ્ઞાનમાં તન્મયતાને લય કહે છે, જ્યારે ઉપાધ્યાયશ્રી યશોવિજયજી ‘જ્ઞાનસાર'માં ચિન્માત્રમાં વિશ્રાન્તિ'ને લય કહે છે. લીનતા કર્યો કે મગ્નતા કહો - એક જ વાત છે. ‘ચિન્માત્રમાં વિશ્રાન્તિ'નો અર્થ આ જ છે, આત્મજ્ઞાનમાં તન્મયતાલીનતા-લય. ઉપાધ્યાયજીએ પણ આવી લીનતા પ્રાપ્ત કરવા બે શરત મૂકી છે: (૧) ઇન્દ્રિયોં પર વિજય, (૨) મન (કષાયો) પર વિજય. ઇન્દ્રિયજય અને મનોજય કરવાથી જ આત્મજ્ઞાનમાં લયની પ્રાપ્તિ થાય. ‘યોગશાસ્ત્રમાં કલિકાલસર્વજ્ઞ આચાર્યદેવ તો કહે છે: ‘જાગ્રત અવસ્થામાં આત્મસ્થ યોગી, લય અવસ્થામાં સુપ્ત રહે છે. લય અવસ્થામાં યોગી શ્વાસોચ્છ્વાસ વિનાનો થઈ જાય છે! તે યોગી સિદ્ધાત્માઓથી જરાય ઊતરતો નથી!’ આવા આત્મતત્ત્વમાં લયલીન યોગી પુરુષો જાગતા ય નથી હોતા કે ઊંઘતા ય નથી હોતા! (તત્ત્વવિવો નયનના નો નાપ્રતિ શેરતે નાર્ત્તિા) યોગી પુરુષો, અતિ ચંચળ, અતિ સૂક્ષ્મ અને અતિ તીવ્ર ગતિવાળા મનનો, જરાય પ્રમાદ કર્યા વિના, જરાય વિશ્રામ કર્યા વિના નાશ કરે છે. ‘ઉન્મનીભાવ' પ્રાપ્ત કરે છે! આત્મા મનને પ્રેરણા કરતો નથી, મન ઇન્દ્રિયોને પ્રેરણા કરતું નથી, ત્યારે ઉભયભ્રષ્ટ બનેલું મન સ્વયં જ નાશ પામે છે. આ રીતે મનનો નાશ થવો, એનું નામ ‘ઉન્મનીભાવ’. ચેતન, આ ‘શામ્યશતક'... આ ‘જ્ઞાનસાર'... આ ‘યોગસાર’... એવા અમૃતના ધરા છે કે એમાં ડૂબકી મારનારને મૃત્યુના વમળ વચ્ચે જ મૃત્યુંજય મોતી મળી જાય છે. ફણીધરના માથે જાણે મણિ ઝળકતો હોય એવી એની દીપ્તિ હોય છે. જોકે એની પ્રાપ્તિ આસાન નથી. કાલીયના ફૂંફાડા મારતી ફેણ પર પેલા કિશોરનું નૃત્ય છે! જીવસટોસટનો ખેલ છે! મરજીવાની મોજ છે! ‘શામ્યશતક' જેવા ગ્રંથોએ આ ખેલ માણવાની ગુરુચાવી આપી છે. એના રચયિતા મુનિ-ઋષિઓ એમનાં જ્ઞાનપૂત નેત્રોથી હળાહળની જ્વાળાઓ વચ્ચે અમૃતકુંભને ઊંચે આવતો નિહાળે છે. ભાઈ, આપણે આપણા અંતિમ લક્ષ્ય તરીકે ‘યોગીનો લય', ચિદાનન્દનો લય, આત્માનુભવનો લય રાખીને, આપણે આપણા જીવનમાં પોતીકો લય પામવા મથવાનું છે. આત્મામાં વ્યાપી રહેલા પરમ લય સાથે આપણા વ્યક્તિગત લયનો મેળ પાડી દેવા પ્રયત્નશીલ બનવું છે. આવું બને તો આપણું મનુષ્યજીવન For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય સફળ! પણ તે માટે મનુષ્ય ‘દેશવિરતિ જીવન” અને “સર્વવિરતિ જીવન' સ્વીકારવું જોઈએ. જીવનનાં છેલ્લાં થોડાંક વર્ષોમાં સંયમજીવન સ્વીકારી મૃત્યુનું સ્વાગત કરવું જોઈએ. પ્રત્યેક પ્રબુદ્ધ મનુષ્યનો આ લયસિદ્ધ અધિકાર છે! વ્રતમય જીવન પૂર્વે, મનુષ્ય કમસેકમ વિચારોની દિશા તો બદલી જ નાંખવી જોઈએ. બહિરાત્મદશામાંથી અંતરાત્મદશા તરફ જ વળવું જોઈએ. મનુષ્યજીવન અંગે વિચારવાનું, જીવો પ્રત્યે કરુણાપૂર્વક વર્તવાનું અને પ્રકૃતિ સાથે એકરૂપતા કેળવવાનું શરૂ કરવું જોઈએ. જો આમ નહીં કરીએ તો આપણે આપણા જીવનમાં પોતીકો લય નહીં પામી શકીએ.. પછી પેલા યોગી પુરુષોના લયની વાત તો શાસ્ત્રોનાં પાનાંઓમાં જ રહી જવાની. વર્તમાન પરિસ્થિતિમાં મનુષ્યની ભીંસ ભારે બની ગઈ છે. આજે અધ્યાત્મના નામે, ધર્મના નામે, નીતિના નામે અરે, રાષ્ટ્રીય અસ્મિતાના નામે મનુષ્યની આંખે પાટા બાંધવામાં આવે છે. આપણા જીવનનું કોઈ ક્ષેત્ર એવું નથી જ્યાં બંધિયાર ને રોગિષ્ઠ હવાના વિષાણુઓ આપણને ઘેરી વળ્યા ન હોય. ખાસ તો મારે યુવાન પેઢીને આમાંથી બહાર લાવવા પ્રયત્ન કરવો છે. જ્યાં જ્યાં વિશ્વના લયનો ભંગ થતો દેખાય છે, ત્યાં મનમાં એક વિષાદ પેદા થાય છે. આજે વિજ્ઞાન વિશ્વવિનાશનાં શસ્ત્રોના નિર્માણમાં રચ્યુંપચ્યું છે. ધન-લક્ષ્મી સત્તા, સ્વાર્થ અને શોષણના હાથોમાં રમી રહી છે અને સમગ્ર રાજ કારણ ખુરશીની આસપાસ આટાપાટા ખેલી રહ્યું છે. વિશ્વના લયનો ભંગ કરનારાં આ તત્વોને, એમનાં ઘોર પાપની શું સજા નહીં થાય? | મારી આ વાત ગંભીરતાથી વિચારજે, આ કોઈ વિદ્રોહની વાત નથી. આ વાત તો સમન્વયકારી પ્રસન્ન આત્માની છે. હું કોઈના પ્રત્યે ધૃણા કરતો નથી. આત્મદર્શી ધૃણા ન કરે. એ તો રુદ્ર પ્રકોપની વાલા પર સૌમ્યામૃતનો અભિષેક કરે છે. આજની આપણી કઠોરતમ ને કરુણતમ પરિસ્થિતિમાંથી મારે તને કલ્યાણતમ રૂપનાં દર્શન કરવા દોરી જવો છે. તે માટે અધ્યાત્મની ચેતનાનો આદર કરતું વિજ્ઞાન અને વિજ્ઞાનની ચોકસાઈને અપનાવતું અધ્યાત્મ – આપણે સ્વીકારવું પડશે. એકાંગી ઉપાસના હવે છોડવી પડશે. જેઓ કેવળ સંસાર, પાર્થિવતા, ભોગવિલાસને જ સાધ્ય માને છે તેઓના લખ ચોરાશીના ફેરા મટતા નથી, તેમ જેઓ માત્ર અધ્યાત્મની, આત્માની પરલોકની ને મોક્ષની માત્ર વાતો જ કરે છે તેઓનું માનવજીવન સફળ થતું નથી, For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યોગી પુરુષોનો લય હું તને પુનઃ લખું છું કે તું શામ્યશતક, જ્ઞાનસાર, યોગસાર આદિ ગ્રંથોનું વાંચન-મનન કર. આ ગ્રંથો આપણને જીવનક્રાંતિના પાઠ શીખવે છે. મનુષ્યની ખોપરી પર હથોડા અફાળી આપણને જગાડવાનું કામ કરે છે. આ ગ્રંથો, બરફ ભાંગવાની હથોડી જેવા છે, જે આપણી ભીતર થીજી ગયેલા અધ્યાત્મનાપરમ લયના દરિયાને ભેદી શકે. ચેતન, આ પત્રમાળામાં મારે તને માનવવિરોધી, દેહવિરોધી, પૃથ્વીવિરોધી, જીવનવિરોધી કે આનંદવિરોધી વાતો નથી લખવી. મારે તને પૂરી જાગૃતિ (અવેરનેસ) સાથે જગતને નિહાળવાની અને પોતાની ભીતર રહેલી ચેતના સાથે આસપાસ જોવા મળતી, સાંભળવા મળતી, સ્પર્શવા મળતી, સૂંઘવા મળતી, સ્વાદવા મળતી અને અનુભવવા મળતી વૈશ્વિક ચેતનાનો લય મેળવવા માટે પ્રયત્નશીલ બનવાની વાતો લખવી છે. આને જ જીવનસાધના બનાવવાની છે. આનાથી જ માનવજીવનનો મહિમા ઊજવવાનો છે. માનવજીવન એ અણમોલ તક છે આ જીવનસાધના માટેની, પરંતુ સામાન્ય માણસો મળેલી અણમોલ તક વેડફી નાંખે છે. વેડફી નાંખવામાં પાવરધા હોય છે. જ્યારે પ્રબુદ્ધ માણસો ઘૂળ જેવી ઘટનાઓમાંથી તક ઊભી કરે છે! તું આ મનુષ્યને અત્યંત મૂલ્યવાન તક તરીકે જોઈશ ને? | સર્વજ્ઞશાસન પ્રત્યેના આદરથી અને લાખો-કરોડો વર્ષોથી ચાલી આવતી શ્રમણ સંસ્કૃતિ પ્રત્યેના અહોભાવથી આ પત્રો લખવા પ્રેરાયો છું. તું તો એમાં નિમિત્ત બની ગયો છે. ભલે, યોગી પુરુષોનો લય આપણે બધા ન પામી શકીએ, પરંતુ એ પરમલય તરફ લઈ જતા ઉત્કૃષ્ટ વિચારો તો કરી શકીએ! સર આર્થર એડિંગ્ટન કહે છે: “ધ સ્ટફ ઑફ ધ વર્લ્ડ ઇઝ ધ માઇન્ડ સ્ટફ.” વિશ્વ એટલે જ વિચારવિશ્વ. વિચાર કરજે. કુશળ રહે! ૪-૪-૯૮ Eયુનસૂરિ For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬ ૨. લયનું પરમ સંગીત પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન. ક્યારેય પણ નહીં વિચારેલા “લય” -તત્ત્વ ઉપર તને વિચારવાની મજા આવી ગઈ, તે જાણીને આનંદ થયો. મૌન દ્વારા પ્રગટ થતા આકાશના લયનો અનુભવ કર્યો છે? સુગંધ દ્વારા પ્રગટ થતા પુષ્પના લયને માણ્યો છે? સંગીત દ્વારા પ્રગટ થતા ઝરણાનો લય એકતાન બની સાંભળ્યો છે? ઋતુઓ દ્વારા પ્રગટ થતો પૃથ્વીનો લય તે જાણ્યો. છે? વસંત દ્વારા વૃક્ષનો લય અને કોયલના ટહુકા દ્વારા વસંતનો લય માણ્યો છે? વિવેક દ્વારા, વિનય દ્વારા વિદ્યાનો લય પ્રગટ થાય છે. આપણા આત્મત્વનો લય સમત્વ અને સ્વસ્થતા દ્વારા પ્રગટ થાય છે. આ સૃષ્ટિમાં આ રીતે સતત કૉસ્મિક લય-લીલા ચાલી રહી છે. મનુષ્યના જીવનનો વ્યક્તિગત લય જ્યારે સૃષ્ટિમાં રહેલા પરમ લય સાથે એકરૂપ બને ત્યારે લયલીનતા પ્રાપ્ત થાય છે. જ્ઞાની પુરુષોને, ઋષિ-મુનિઓને સાધનાને અંતે આવી લયલીનતા પ્રાપ્ત થાય છે, અતીન્દ્રિય જ્ઞાન મળે છે. તીર્થકરોના પાવન ચરણે બેસીને ગણધરોએ રચેલી દ્વાદશાંગી પર આજ દિન પર્યત અખ્ખલિતપણે વિચારયાત્રા ચાલતી જ રહી છે. મહાનું પ્રજ્ઞાવંત જ્ઞાની પુરુષોએ એના પર ચૂર્ણાઓ લખી, ભાખ્યો લખ્યાં, નિર્યુક્તિઓ અને ટીકાઓ લખી! આને આપણે વિચારયાત્રા કહીએ, વિકાસયાત્રા કહીએ કે વિજ્ઞાનયાત્રા કહીએ! હજારો વર્ષોથી આ બધું યથાવત્ જળવાયું છે, આપણા માટે સચવાયું છે. આમાં આપણા બહુશ્રુત આચાર્યો અને મુનિવરોની શ્રવણસાધના અને સ્મરણાસાધનાનો બહુ મોટો ફાળો છે. પેઢી-દર-પેઢી સ્વાધ્યાય અને પ્રવચનમાં પ્રમાદ સેવ્યા વિના વારસામાં મળેલા આગમગ્રંથોને શુદ્ધ સ્વરૂપે જાળવી રાખનારા એ મહાશ્રમણોના આપણે સૌ ઉપકૃત છીએ. ૨૫૦૦ વર્ષ પૂર્વે આગમો લખાયા ન હતા કે છપાયાં ન હતાં. એ તો ઉદ્ગારાયાં હતાં. આ આદિ ઉદ્ગારો શતાબ્દિઓ સુધી શ્રવણ અને સ્મરણ દ્વારા જળવાયા.. પછી જ્યારે સ્મરણશક્તિને ભીષણ દુષ્કાળ ગ્રસી લીધી ત્યારે તત્કાલીન આચાર્યોએ ભેગા થઈ, જેટલું સ્મૃતિમાં હતું તે બધું જ લખી-લખાવી લીધું For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લયનું પરમ સંગીત ચેતન, આ આગમોમાં આવી લયસાધનાની ગહન વાતો લખેલી પડી છે. એમાં “આચારાંગ સૂત્રનું “બ્રહ્માધ્યયન'તો એવું છે કે (આચારાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધનાં નવ અધ્યયનો) કે એ પ્રમાણે શ્રમણ પોતાનું જીવન જીવે તો એ પરબ્રહ્મ સાથે પરમ લયની પરિણતિ સાધી શકે છે! આવો શ્રમણ પાપકર્મોથી લેપાતો નથી! જ્ઞાનસારમાં કહ્યું છે : ब्रह्मार्पणमपि ब्रह्म, यज्ञान्तर्भावसाधनम् । ब्रह्माग्नौ कर्मणो युक्तं, स्वकृततत्त्वस्मये हुते।।६।। ब्रह्मण्यर्पितसर्वस्वो ब्रह्मदृग् ब्रह्मसाधनः । ब्रह्मणा जुह्वदब्रह्म, ब्रह्मणि ब्रह्मगुप्तिमान् ।।७।। ब्रह्माध्ययननिष्ठावान्, परब्रह्मसमाहितः ब्राह्मणो लिप्यते नाधैर्नियागप्रतिपत्तिमान् ।।८।। (નિયાગાષ્ટક) બ્રહ્મને પામવા માટે, બ્રહ્મમાં પરમ લીનતા પામવા માટે તારે બ્રાહ્મણ બનવું પડશે! જે મનુષ્ય “બ્રહ્મ'ની પરિણતિવાળો હોય તેને બ્રાહ્મણ કહેવાય! આવો બ્રાહ્મણ બ્રહ્મમાં જ સર્વસ્વ અર્પણ કરી દે છે. બ્રહ્મમાં જ એની દૃષ્ટિ સ્થિર હોય છે. બ્રહ્મજ્ઞાન જ એનું સાધન હોય છે. અજ્ઞાન-અવિદ્યાને બ્રમમાં હોમી દે છે... બ્રહ્મચર્યનું જે નૈષ્ઠિક પાલન કરે છે... એ બ્રાહ્મણ પાપકર્મોથી લેપાતો નથી! આ વાત ઘણી મોટી થઈ ગઈ ને? આવી ઉચ્ચકક્ષાના “બ્રાહ્મણ” બનવાનું શક્ય નથી લાગતું ને આ જીવનમાં? ખેર, આ વાત તો મેં તને એટલા માટે લખી કે આ ‘લય'-તત્ત્વનાં મૂળ આગમોમાં પડેલાં છે. તેમાંથી આપણા મહર્ષિ આચાર્યોએ સરળ સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં આપણને એ તત્ત્વ અંકુર, પલ્લવ, પુષ્પ અને ફળરૂપે આપેલાં છે. બીઈ તિગતે નાધેઃ “બ્રાહ્મણ પાપકર્મોથી લપાતો નથી.' આ વાત મારે તને વિસ્તારથી લખવી છે, પણ હમણાં નહીં. એના માટે પછીથી બે-ચાર પત્રો લખીશ તને. તેં તારા પત્રમાં એક વાત લખી છેઃ “આપણે જ બ્રહ્મ છીએ. એવી For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય આત્મપ્રતીતિ શક્ય ખરી? ધ્યાનમાં બેસીએ છીએ તો મને ક્યાંનું ક્યાં ભમી વળે છે! પરમતત્ત્વ તો દૂર રહ્યું, ધ્યેયમાં પણ લીનતા જામતી નથી... એનું શું?” તું ધ્યાન કરવા ક્યાં બેસે છે? ધ્યાનમાં અંધારું ઉપકારક બને છે, સહાયક બને છે. આંખ બંધ રહે કે ખુલ્લી, કોઈ જ ફરક ન પડે ત્યારે જાણવું કે ધ્યાન માટે આદર્શ અંધારું તૈયાર છે. કાન બહેરા હોય કે સાંભળતા, તમને કોઈ જ ફરક ન પડે ત્યારે જાણવું કે ધ્યાન માટે સુયોગ્ય શાન્તિ તૈયાર છે. તમે કોઈને જોઈ ન શકો અને કોઈ તમને જોઈ ન શકે ત્યારે જાણવું કે ધ્યાન માટે આદર્શ એકાંત તૈયાર છે. આવું આદર્શ વાતાવરણ વહેલી પરોઢે ચાર વાગે ઘરના બંધ ઓરડામાં કે દૂર ગિરિગુફાઓમાં કે એકાંત સરયૂ તટે... સર્જાય છે. આમ અંતઃગુફામાં પડેલા પરમતત્ત્વને પામવા માટેની પાત્રતા (એલિજિબિલિટી). પ્રાપ્ત કરવા આવું સ્થાન જરૂરી છે. ઇન્દ્રિયાતીત અનુભૂતિ (આત્મતત્ત્વનીબ્રહ્મતત્ત્વની) કરવા માટે સુયોગ્ય દેશ અને કાળ સાચવવા પડે. બીજી મહત્ત્વપૂર્ણ વાત છે આત્મતત્ત્વના સ્વીકારની, વિશુદ્ધ આત્મસ્વરૂપની સમજણની અને એ આત્મસ્વરૂપ પ્રત્યેના તીવ્ર આકર્ષણની. ધ્યાનનું ધ્યેય વિશુદ્ધ આત્મસ્વરૂપ હશે અને તેનું તીવ્ર આકર્ષણ હશે તો એમાં લયલીનતા સધાઈ જશે, ભલે, પ્રારંભ થોડી ક્ષણોથી થાય... ધીરે ધીરે સમય વધતો જશે ને લયસાધના વિકસતી જશે. આમ અંતરની ગુફામાં પડેલા પરમતત્ત્વને પામવા માટેની પાત્રતા (એલિજિબિલિટી) પ્રાપ્ત કરવા માટે આવું ધ્યાન જરૂરી છે. આ રીતે ક્યારેક દિવ્યપ્રકાશની પ્રાપ્તિ થઈ જાય! મારે તો તને એ વાત કહેવી છે કે વ્યક્તિનો લય સમષ્ટિના વ્યાપક લય સાથે સુમેળ સાધવા માટે આવું ધ્યાન આવશ્યક છે. લયપ્રાપ્તિનો સંબંધ સુમેળ સાથે અને સુમેળથી ભરેલાં સ્પંદનો સાથે છે. આ માટે આપણે આપણું રડારમંત્રચિત્ત તૈયાર કરવાનું છે, જેથી કશુંક ઝીલી શકાય. ધ મિરર ઓફ લાઇટ' પુસ્તકમાં રોડને કોલિન કહે છે : “માણસ તો રેડિયો-સેટ જેવો છે. જગતમાં પ્રત્યેક માણસની તરંગલંબાઈ (વેવલેન્થ) જુદી જુદી હોય છે. આપણા જેટલી વેવલેન્થવાળો માણસ આપણા દ્વારા અસર પામે છે અને વળી એની અસર આપણા પર પણ પડે છે. આપણે જો નકારાત્મક ચિંતન કરીએ તો કોઈકની સંઘરાયેલી નકારાત્મકતાનો સમૂહ આપણને મળે છે. એ વ્યક્તિ ગમે તેટલી દૂર હોય તો પણ આવું બની શકે. કોલિન સાવધાન કરતાં કહે છે - “નકારાત્મક વલણ લેતાં પહેલાં સો વાર વિચારવું.” For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લયનું પરમ સંગીત નકારાત્મક અને નિરાશાજનક વિચારો આપણા માનસિક લયનો ભંગ કરે છે. માનસિક લયનો ભંગ એટલે “ધર્મધ્યાન'નો ભંગ! આર્તધ્યાન અને રૌદ્રધ્યાનમાં પ્રવેશ! મોહમૂઢ સ્થિતિમાં માણસ જાણી શકતો નથી કે એ આર્તધ્યાનમાં પ્રવેશી ગયો છે, એ રૌદ્રધ્યાનની વૈતરણીમાં પડી ગયો છે! ચેતન, આ જીવનમાં લયનું પરમ સંગીત પામવા માટે સર્વપ્રથમ ગુણાત્મક ભૂમિકા પ્રાપ્ત કરવી પડશે. આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ ‘ધર્મબિંદુ ગ્રંથમાં જે માર્ગાનુસરિતાના ૩પ ગુણો બતાવ્યા છે, એ ગુણો જો જીવનનો શણગાર બની જાય છે તો જીવન લયબદ્ધ બની જાય. લયબદ્ધ જીવનનો આનંદ તો જે અનુભવે તે જ જાણે! જે જે ગુણો છે, તે બધા લયબદ્ધ જીવનનાં વાજિંત્રો છે. અને જે જે દોષો છે એ બધા લયને ખોરવી નાખનારા પથરાઓ છે. ગૃહસ્થજીવનના પાયાના ગુણો બતાવતાં આચાર્યદેવે (૧) ન્યાસંપન્ન વૈભવ અને (૨) ઉચિત વિવાહ. આ બે ગુણો બતાવ્યા છે. જો મનુષ્ય ન્યાયપૂર્વક-નીતિપૂર્વક કમાય અને એ કમાણીમાં સંતોષ રાખીને જીવે તો જીવનનો લય જળવાય. પરંતુ “ન્યાયનીતિથી ઉપાર્જિત દ્રવ્યમાં હું સારી રીતે ઘર ચલાવીશ', આવી વિચારધારાવાળી સુશીલ પત્ની હોય તો જ એ લય, વિશિષ્ટ લય બને!પતિ-પત્ની બંનેની સમાન ગુણરુચિ અને સમાન વિચારધારા, ગૃહસ્થજીવનને ગૃહસ્વધર્મ બનાવી દે છે! એટલે જે માણસને ગૃહસ્થજીવનમાં પણ આંતર આનંદથી પરિપૂર્ણ લયબદ્ધ સંગીત માણવું હોય, તેણે પત્નીની પસંદગીમાં ખૂબ સાવધાન રહેવું જોઈએ. આ વિષયમાં મેં ઈન્દોર (એમ. પી.)માં ૨૪ પ્રવચનો આપેલાં હતાં. તે “ધર્મો સરણ પવામિ' પુસ્તકમાં (પહેલા ભાગમાં) પ્રકાશિત થયેલાં છે. બાકી તો દુનિયાનો મોટો માનવસમૂહ વધુ ને વધુ ધનસંપત્તિ પ્રાપ્ત કરવા માટે, ગમે તે ઉપાયો કરતો રહ્યો છે. ધનપ્રાપ્તિ માટે હિંસા કરે છે, જૂઠ બોલે છે, ચોરી કરે છે, પ્રપંચ કરે છે, માયાકપટ કરે છેઈષ્ય ને સ્પર્ધા કરે છે, વિશ્વાસઘાત કરે છે. ક્યું પાપ નથી કરતો એ? પૈસાનું ગાંડપણ, પૈસાનો ઉન્માદ મનુષ્યને રાક્ષસ જેવો બનાવી દે છે. એના જીવનમાં “લય' નામનું તત્ત્વ જ નથી રહેતું. એની પાસેના, સાથેના લોકોનાં જીવનમાં પણ લયનો આનંદ નથી હોતો, લયનું નામોનિશાન નથી રહેતું. વ્યક્તિગત જીવનમાં લયપ્રાપ્તિ કરવા માટેની બીજી વાતો હવે પછીના પત્રમાં કુશળ રહે તા. ૫-૪-૯૮ Sneaker For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra TE www.kobatirth.org 3. બે દૃષ્ટાંત : એક નવું, એક જૂતું. Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન. તારો પત્ર મળ્યો, આનંદ થયો. હવે ‘ધ્યાન’માં મન થોડું થોડું સ્થિર થાય છે અને આંતરિક પ્રસન્નતા વધે છે . જાણીને સંતોષ થયો. આ આરાધનાનો લય જાળવી રાખજે. વચ્ચે વચ્ચે ખલેલ ન પાડતો. આજે મારે તને એક એવા દંપતીનો પરિચય કરાવવો છે કે જેમનું ગૃહસ્થજીવન લયપૂર્ણ હતું અને જેમના જીવનની પ્રશંસા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ સ્વયં કરી હતી. જોકે એવા લયપૂર્ણ જીવનની કળા પ્રભુએ જ એ દંપતીને આપી હતી. ૦ નાનકડું ઘર. ૦ નાનકડી દુકાન. જ પરિવારમાં બે જ સભ્યો હતા, પતિ અને પત્ની. ધર્મ સમાન, રુચિ સમાન, સ્વભાવ સમાન અને બંનેનું ગુણાત્મક વ્યક્તિત્વ. ૦ એક દિવસ માટે જેટલું જોઈએ એટલું જ કમાવાનું. ૦ એક દિવસ પતિ ઉપવાસ કરે, એક દિવસ પત્ની ઉપવાસ કરે. ૦ રોજ એક અતિથિ-સાધર્મિકને જમાડવાનો. ૦ રોજ બંનેએ સામાયિક (સમતાભાવ) કરવાનું. ૦ સામાયિકમાં જાગૃતિપૂર્વક જ્ઞાન અને ધ્યાન કરવાનું. ૦ કાયા સ્થિર, વચન મૌન, વિચારો વિશુદ્ધ (સામાયિકમાં). ૦ ન્યાય-નીતિથી પણ વધારે નહીં કમાવાનું, એક દિવસ પૂરતું જ કમાવાનું અને એમાં સંતોષ. ૦ બીજા દિવસની જરાય ચિંતા નહીં. એવું દૃઢ મનોબળ. ૦ અંતરમાં ભરપૂર આનંદ! ૦ ભગવાન મહાવીરદેવ પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા ને શરણાગતિ. For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧0 બે દષ્ટાંત : એક નવું, એક જૂનું આવું હતું નિયમિત લયબદ્ધ જીવન! - લયબદ્ધ જીવનને ખોરવનારાં તત્ત્વોને તેમણે દૂર રાખ્યાં હતાં. અથવા તો એ દુષ્ટ તત્ત્વો તેમની પાસે આવી જ શક્યાં ન હતાં! તેમના જીવનમાં૦ પરનિંદા ન હતી. (ગુણપ્રશંસા હતી.) ૦ કલહ-કંકાસ ન હતો. (સુમેળ અને સમજ હતાં.) ૦ કોઈ સાથે શત્રુતા ન હતી. (સહુ પ્રત્યે મૈત્રી હતી.) ૦ કોઈના પ્રત્યે તિરસ્કાર ન હતો. (કરુણા હતી.) ૦ કોઈના પ્રત્યે ઈર્ષ્યા ન હતી. (પ્રમોદભાવ હતો.) o કોઈ વાતનો અજંપો ન હતો. (સંતોષ હતો.) તેમના આંતરિક જીવનને પણ૦ ક્રોધ ડહોળી શકતો ન હતો. (ક્ષમાભાવ હતો.) 9 અભિમાન સતાવી શકતું ન હતું. (નમ્રતા હતી.) ૦ માયા લપેટી શકતી ન હતી. (સરળતા હતી.) 0 લોભ ડસી શકતો ન હતો. (સંતોષ હતો.) કેવું અદ્ભુત લયના સંગીતથી ગુંજતું દંપતીનું જીવન હતું! રાજગૃહી નગરીમાં એ રહેતાં હતાં. મગધ દેશની રાજધાની રાજગૃહી હતી. દેશનો સમ્રાટ હતો રાજા શ્રેણિક, રાજા શ્રેણિક ભગવાન મહાવીરદેવનો અનન્ય ભક્ત હતો. એક દિવસે જ્યારે શ્રેણિકે પોતાના પુનર્જન્મ અંગે પ્રભુને પ્રશ્ન કર્યો : “પ્રભુ! હું મૃત્યુ પછી કઈ ગતિમાં જન્મ પામીશ?” ત્યારે પ્રભુએ કહ્યું : “શ્રેણિક, તું નરકમાં જન્મ પામીશ...' શ્રેણિક હેબતાઈ ગયો પ્રભુના મુખે પોતાનું નરકગમન સાંભળીને. તેણે ગળગળા ને રૂંધાયેલા સ્વરે પૂછયું : પ્રભો! હું આપનો પરમ ભક્ત... અને મારે નરકમાં જવાનું? ભગવંત, નરકમાં ન જવું પડે તેવો કોઈ ઉપાય?' શ્રેણિકના મનનું સમાધાન કરવા ભગવંતે કહ્યું : “શ્રેણિક, તું જો પુણિયા શ્રાવકના સામાયિકનું ફળ લઈ આવે તો તારે નરકમાં ન જવું પડે!” પુણિયો શ્રાવક એટલે મેં તને પ્રારંભમાં જે દંપતીની વાત લખી તે! ભગવાને રાજાને એ દંપતી પાસે મોકલ્યો એમના સામાયિકનું ફળ લેવા! પ્રભુ જાણતા જ For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય હતા કે કોઈની ધર્મઆરાધનાનું ફળ બીજાને મળી શકતું નથી, છતાં પ્રભુએ શ્રેણિકને પુણિયાના ઘરે મોકલ્યો, એ દંપતીના લયપૂર્ણ જીવનનું સુમધુર સંગીત સાંભળવા માટે! એ દંપતીના જીવનમાં શ્રેણિકે ન કોઈ અજંપો જોયો કે ન કોઈ અશાંતિ જાણી! જોઈ સ્વસ્થતા, સ્થિરતા, ધર્મમગ્નતા અને અપૂર્વ ચિત્તપ્રસન્નત્તા! શ્રેણિક નતમસ્તક થઈ ગયો હતો. એ દંપતી પ્રત્યે ભારોભાર અહોભાવ ગ્રહણ કરીને પોતાના મહેલે ગયો હતો. ચેતન, જે કાળમાં ભૌતિકવાદનાં પડઘમ વાગી રહ્યાં છે, જે કાળમાં ભોગવિલાસની તાંડવલીલા ખેલાઈ રહી છે... જે સમયે લાખો-કરોડો પશુઓપક્ષીઓની કતલ થઈ રહી છે. સેક્સ અને વ્યભિચાર ખુલ્લેઆમ આચરાઈ રહ્યાં છે. અસંખ્ય દુષ્ટ તત્ત્વોના અસુરોએ આ સૃષ્ટિને ભરડો દીધો છે, તેવા સમયે આ ‘જીવનના લય'ની વાત, બ્રહ્મમાં લયલીન બનવાની વાત... આત્માનુભવરૂપ લયની પ્રાપ્તિની વાત, મોક્ષપ્રાપક ચિદાનંદની મગ્નતા પામવાની વાત... કેટલી સાર્થક કહેવાય? કેટલી ગ્રાહ્ય બની શકે?' આવો પ્રશ્ન તારા મનમાં ઊઠશે કે ઊડ્યો હશે. મહાનુભાવ! આ સૃષ્ટિમાં બે તત્ત્વો સમાંતર ચાલી રહ્યાં છે અનાદિકાળથી! દૈવી તત્ત્વો અને આસુરી તત્ત્વો. શુભ વાતો અને અશુભ વાતો. પુણ્ય અને પાપ! ગુણ અને દોષી અને બહુલતા આસુરી તત્ત્વોની જ રહી છે. પરંતુ એના કારણે જ દૈવી તત્ત્વોનો, શુભ તત્ત્વોનો, પુણ્યનો અને ગુણોનો મહિમા થયેલો. છે; એ વાત યાદ રાખવાની છે. સૃષ્ટિ તરફ જ્યારે જોવાનું બને ત્યારે૦ સર્વે નવા વરસ (સર્વે જીવો કર્મવશ છે.) ૦ આત્મવત્ સર્વભૂતેષુ (સર્વે જીવો મારા આત્મા જેવા છે.) ૦ મિત્તિ ને સબ્ધ નીવેર (સર્વે જીવો મારા મિત્ર છે.) ૦ રનવે નવા જ દંતવ્વા (સર્વે જીવોને હણવા ન જોઈએ.) ૦ સર્વે સુવિનો ભવન્તુ (સર્વે જીવો સુખી થાઓ.) સમષ્ટિ પ્રત્યે આ દિવ્ય દૃષ્ટિઓથી જ જોવાનું છે અને વિચારવાનું છે. દોષો, પાપો, દુર્ગુણો આદિ અશુભ તત્ત્વો તરફ કરુણાદૃષ્ટિથી વિચારવાનું છે. દોષ બધા જ કર્મજન્ય છે,' “ગુણો બધા જ આત્માના છે!' આ વિચારોને મનમાં દઢ કરવાના છે. For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ બે દષ્ટાંત ઃ એક નવું, એક જૂનું વ્યક્તિગત જીવનમાં લયબદ્ધતા પ્રાપ્ત કરવા માટે ત્રણ મુખ્ય વાતો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ ૦ શરીર. (પાંચે ઇન્દ્રિય અને અંગોપાંગ) ૦ મન. (ચિત્ત, અંતર... વિચારો, મંતવ્યો, ધારણાઓ) ૦ આત્મા. (કર્મબદ્ધ આત્મા, કર્મમુક્ત આત્મા) આ ત્રણ વાતો, હું તને આગામી પત્રમાં વિસ્તારથી લખીશ. આજે તને રાજગૃહીના પુણિયા શ્રાવકના સંદર્ભમાં, વર્તમાનકાળે પણ એવા વિરલ પુરુષો, કંઈક અંશે ગુણાનન્દ અને ચિદાનંદ અનુભવતા લયબદ્ધ જીવન જીવતા, મેં જોયા છે; એ વાત લખવી છે. આવા વિષમકાળમાં પણ વિષમતાઓથી પર રહીને “સ્વ'માં લીન રહીને જીવન જીવી શકાય છે! એવો એક મારો પરિચિત પરિવાર છે. પુરુષ ગ્રેજ્યુએટ છે, વિદ્યાનું ને બુદ્ધિશાળી છે. પત્ની સુશીલ, સમજદાર અને રૂપ-ગુણસંપન્ન છે. બત્રીસ વર્ષના યૌવનકાળમાં બ્રહ્મચર્યવ્રત ધારણ કરેલું છે. વર્ષો સુધી એક માધ્યમિક શાળાના હેડમાસ્તર રહેલા છે. જે પગાર મળતો હતો એમાં જ પોતાનો સંસાર ચલાવતા હતા. કોઈ ટ્યૂશન કરતા ન હતા. ૦ જીવનમાં કોઈ વ્યસન નહીં. ૦ કોઈ મોજશોખ નહીં. ૦ તત્ત્વજ્ઞાનમાં અગાધ પ્રીતિ. 0 રાત્રિભોજન નહીં, અભક્ષ્યનો ત્યાગ. ૦ અસત્ય બોલવાનું નહીં, પ્રિય અને હિતકારી બોલવાનું ૦ દુઃખી પ્રત્યે ખૂબ કરુણા. ૦ ઉત્તમ પુરુષોનો ગુણાનુવાદ. ૦ કોઈ વાતનો અજંપો નહીં, અસંતોષ નહીં, ફરિયાદ નહીં. ૦ સદૈવ, પતિ-પત્નીનાં મુખ પર મલકાટ, સ્મિત, હાસ્ય.. ચેતન, ઉપવાસ, આયંબિલ, એકાસણાં, બેસણાં જેવી તપશ્ચર્યા તો કરતા રહે છે, સાથે સાથે પ્રભુપૂજન-ભક્તિ, ધ્યાન અને સામાયિક-પ્રતિક્રમણ આદિ ધર્મક્રિયાઓ ભાવપૂર્વક કરે છે. આજે તો એ બંને વૃદ્ધાવસ્થામાં પહોંચ્યાં છે. વ્યવસાયથી નિવૃત્ત છે. પુત્ર-પુત્રવધૂ અને પૌત્રો સુશીલ, વિનયી, વિવેકી અને For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય વિનમ્ર મળેલા છે. જીવનનો લય અખંડ વહે જાય છે! મેં એમને ખૂબ નજીકથી જોયા છે ને જાણ્યા છે! આવું લયબદ્ધ... લયલીન જીવન જીવવા માટે૦ ધનૈષણાનો ત્યાગ. ૦ યશૈષણાનો ત્યાગ. ૦ લોકેષણાનો ત્યાગ. ૦ ભોગેષણાનો ત્યાગ. આ ચાર પ્રકારના ત્યાગ અનિવાર્ય લાગે છે. આ ચાર દુષ્ટ એષણાઓ જીવનના લયનો ભંગ કરે છે. લયમાં વિક્ષેપ કરે છે. જીવન લયહીન વિક્ષિપ્ત બની જાય છે. નક્કી કરજે કે જીવનમાં સમત્વનો, શાન્તિનો, ચિદાનંદનો લય પ્રાપ્ત કરવો છે કે પછી... ચોરાશીના ચક્કરમાં... કુશળ રહે. તા. ૭-૪-૯૮ દપ્તિસૂરિ For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra 1) www.kobatirth.org ૪. શરીરનો લથ Acharya Shri Kailassagarsuri Gyanmandir 1 પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન, તારો પત્ર મળ્યો. મારા પત્રનો ગમતો પ્રતિભાવ જાણીને આનંદ થયો, આજે તને, ગત પત્રમાં લખ્યા મુજબ : ‘વ્યક્તિગત જીવનમાં લયબદ્ધતા પ્રાપ્ત કરવા માટે ત્રણ મુખ્ય વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.' એમાંની પહેલી વાત ‘શરીર'ની આજે કરવી છે. આપણા શરીરનો લય તૂટે ત્યારે રોગ થાય છે. આયુર્વેદમાં નાડીપરીક્ષાનું મહત્ત્વ ઘણું છે. નાડીના ધબકારા શરીરના લયને કે ખોરવાયેલા લયને પ્રગટ કરે છે. આરોગ્ય લય દ્વારા પ્રગટ થાય છે. સ્કૂટર કે મોટરના મશીનમાં ક્યાંક બગાડ થાય ત્યારે એના ડ્રાઇવરને કે રિપેર કરનારને બદલાયેલા અવાજ પરથી ખ્યાલ આવી જાય છે. પાકિસ્તાનના વિખ્યાત ગઝલગાયક મહેંદીહસન મૂળે મોટરગાડીના મિકેનિક હતા. તેઓ ગાડીના એંજિન પાસે કાન ધરીને અવાજ પરથી ક્યાં ખામી છે તે પકડી પાડતા. શરીરનો લય જાળવવા નીચેની વાતોનું જીવનમાં પાલન કરવું આવશ્યક છે, અનિવાર્ય છે : ૦ મહિનામાં એક-બે ઉપવાસ કરવા. ૭ રોજ ભૂખ કરતાં ઓછું ખાવું. ૦ ઓછી વસ્તુઓ ખાવી. (પાંચ કે દસથી વધારે નહીં.) ૦ દૂધ, દહીં, ઘી, તેલ, તળેલું ને મીઠાઈનો ઉપયોગ ઓછો કરવો. ૦ રોજ થોડો પરિશ્રમ કરવો. (મહેનતનું કામ કરવું) For Private And Personal Use Only ૦ રોજ ૩૦-૪૦ મિનિટ એક જગ્યાએ સ્થિર બેસવું. આ છ વાતોનું પાલન કરવા ઉપરાંત ૦ બને ત્યાં સુધી સૂર્યાસ્ત પછી ભોજન ન કરવું. ૦ બને ત્યાં સુધી લારી-ગલ્લા ઉપર કે હોટલમાં ખાવું નહીં. ૦ બજારનાં ઠંડાં પીણાં પીવાં નહીં. Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૧૫ પતાના શરીર માટે જરૂરી હોય એના કરતાં વધારે આહાર લેવાની ટેવ કેવળ માણસને જ હશે! માણસ સિવાયની બીજી કોઈ યોનિમાં કબજિયાત જેવું હશે ખરું? જરૂરિયાત કરતાં વધારે ખાવાની ટેવને અસભ્યતા ગણવાનો રિવાજ ક્યારે શરૂ થશે? આજની કહેવાતી સભ્યતા જરૂરિયાત કરતાં વધારે વપરાશના લોકપ્રિય અવિવેકથી પીડાતી દેખાય છે. ગરીબી અને રોગ, આવા અવિવેકનું પરિણામ છે. અપચો, બ્લડપ્રેશર, અનિદ્રા અને આળસ, શરીરનો લય તોડે છે. વ્યસનોનું સેવન શરીરનો લય ખોરવે છે. વાત, પિત્ત અને કફનું સંતુલન તૂટે ત્યારે લય તૂટે છે. આપણું શરીર અત્યંત સંકુલ યંત્ર છે. સ્કૂટરનું કે કારનું ટ્યુનિંગ જાળવવું પડે, એ જ રીતે શરીરનું ટ્યુનિંગ જાળવવું પડે છે. ટ્યુનિંગ બરાબર હોય ત્યારે સંવાદિતા પ્રાપ્ત થાય છે અને સંવાદિતા લયપ્રાપ્તિની પૂર્વશરત છે. જીવન જેટલું અકૃત્રિમ અને નિયમિત તેટલી લયપ્રાપ્તિની શક્યતા વધારે. આજના માણસને ખૂબ તાણ રહે છે. તાણ જીવનલયને ખોરવે છે. ઘણાખરા રોગો તાણમાંથી જન્મે છે. ઇન્દ્રિયોનો લય જાળવવા માટે માણસે પોતાની દિનચર્યાને જતનપૂર્વક જાળવવી જોઈએ. જીવનસંગીતનો ખરો સંબંધ દિનચર્યામાં જળવાતા જીવનલય સાથે છે. જીવનલય (બાયોરિધમીન ખોરવાય તે માટે આપણે સંકલ્પબદ્ધ હોવું જોઈએ. દિનચર્યાનો સીધો સંબંધ બાયોરિધમ સાથે આપણી દિનચર્યામાં સૂવાનો સમય અને ઊઠવાનો સમય, બે ટંક જમવાનો સમય અને કામ કરવાનો સમયગાળો, સૂર્યના ઊગવા-આથમવાના સમય સાથે મેળ ધરાવનારો નથી રહ્યો. શિયાળામાં સૂર્ય મોડો ઊગે છે અને વહેલો આથમી જાય છે. રાત પડી જાય ત્યારે પતિ ભોજન માટે તૈયાર હોય છે, પરંતુ એને પત્ની કહે છે : “હજી તો સાડા સાત થયા છે! ભોજનની વાર છે!” રાત્રિભોજન કેવું વ્યાપક થઈ ગયું છે સમાજમાં, સંઘમાં અને સર્વત્ર! (આપણને સાધુ-સાધ્વીને સૂર્યાસ્ત પહેલાં ભિક્ષા મળવી મુશ્કેલ થઈ ગઈ છે ને?) રાત્રિભોજન શરીરના લયને તોડે છે. કેટલાક લોકો ઉજાગરા કરે છે અને રાતે અગિયાર વાગે જમે છે! બપોરે બે વાગે લંચ લે છે. સવારે દસ વાગે ઊઠવા માટે એલાર્મ મૂકે છે! આવું જ બની રહ્યું છે તેમાં સૂર્યનું અપમાન તો છે જ, તે સાથે પોતાના જીવનલયની, શરીરના લયની ઘોર ઉપેક્ષા પણ છે. બાયોરિધમ'ની વ્યાખ્યા તને લખું છું ? For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૬ શરીરનો લય "Bio-rythm means an endogenous cyclic variation in body functioning in a person's physical, emotional and intellectual activity, any periodic change in the daily cycle of waking and sleeping or the cycle of activity or dormancy." આ વ્યાખ્યામાં રહેલા ત્રણ મુદ્દાઓ તને બતાવું ૧. જીવનલયનો સંબંધ શરીરના અંતર્ગત ફેરફારો સાથે રહેલો છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨. સમયાંતરે ઊઠવા-જાગવાના રોજિંદા ચકરાવામાં થતા ફેરફારને કારણે શારીરિક, સાંવેગિક અને બૌદ્ધિક ક્રિયાઓ પર અસર થાય છે. ૩. આ બધી બાબતો શરીરનાં કાર્યો પર અસર પાડે છે. ચેતન, હવે દિનચર્યાના વિષયમાં તને કેટલીક વાતો લખું છું. આવી દિનચર્યાથી શરીરનો લય જળવાય છે, આરોગ્ય જળવાય છે. ૧. પ્રભાતે શક્ય હોય તો બ્રાહ્મમુહૂર્તમાં (ચાર વાગે) ઊઠવું. તે શક્ય ન હોય તો સૂર્યોદય પહેલાં ઊઠી જવું. ૨. પહેલું કામ પરમાત્મદર્શન-પૂજનનું કરવું. ૩. સૂર્યોદય પછી ૪૮ મિનિટ બાદ અલ્પાહાર કરવો. ૪. મધ્યાહ્ન કાળે (૧૨ વાગે) ભોજન કરવું. ક્યારેક ૧૧ વાગે પણ કરી શકાય. ૫. સાંજે સૂર્યાસ્ત પૂર્વે ભોજન કરી લેવું. ૬. ઊંધ ૬૭ કલાકની હોવી જોઈએ. મોટી ઉંમરમાં ૩/૪ કલાકની ઊંઘ પણ ચાલે. નિયમિત ઊંઘવાનું અને નિયમિત જાગવાનું ચક્ર બરાબર ચાલતું રહેવું જોઈએ. પરંતુ આ નિયમિતતા તો જ જળવાશે જ્યારે મનુષ્ય પોતાની ઇન્દ્રિયોની સુયોગ્ય માવજત કરશે. શરીર એટલે આમ તો પાંચ ઇન્દ્રિયો જ છે ને! શરીરની અંદર રહેલાં લીવર, સ્પ્લીન, નાનું આંતરડું, મોટું આંતરડું, કીડની, અન્નનળી, હૃદય, જઠરાગ્નિ... ઇત્યાદિના સંતુલનનો આધાર મનુષ્યની ઇન્દ્રિયોની પ્રવૃત્તિ છે. ૦ ઘણાં વર્ષોથી કાન (શ્રવણેન્દ્રિય) ઉપર અવાજોનું આક્રમણ વધી ગયું છે. માઇકો ઉપર થતી જોરશોરથી જાહેરાતો, ઉગ્ર ને ઘોર અવાજથી થતાં ભાષણો, ટી. વી. ઉપર આવતી તીવ્ર સ્વરોમાં જાહેરાતો... માણસને બધિર For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય બનાવી દેનાર આ અવાજનું આક્રમણ છે. એનાથી શ્રવણનો લય ખોરવાયો છે. શાંત, મધુર અને લયબદ્ધ અવાજો સંભળાતા જાણે બંધ થઈ ગયા છે. મારે દુ:ખ સાથે લખવું પડે છે કે છેલ્લાં કેટલાંક વર્ષોથી ધર્મગુરુઓ પણ ધર્મનો (?) ઉપદેશ બરાડા પાડીને આપવા લાગ્યા છે! શાન્તરસ, વૈરાગ્યરસ. પ્રશમરસ જાણે પાતાળમાં ઊતરી ગયો છે. સ્વરનો લય ખોરવાઈ ગયો છે અને એવા ધર્મોપદેશકો શ્રોતાઓના શ્રવણરસનો લય પણ ખોરવી રહ્યા છે. શ્રોતાઓ શાંત નથી થતા, ઉત્તેજિત થાય છે. ઠરતા નથી, ઊકળી ઊઠે છે... હા, ઉપદેશકની વાહ-વાહ જરૂર પોકારે છે! ૦ એવી જ રીતે ચ! (ચક્ષુરિન્દુિ ય) આંખો! આંખો ઉપર દૃશ્ય જગતે જબરજસ્ત આક્રમણ કર્યું છે. પહેલાં સિનેમા જોવા કે નાટક જોવા માણસ એના થિયેટરમાં જતો હતો. મહિનામાં ૧/૨ વાર જતો હતો... હવે ઘરમાં જ ટી.વી. આવી ગયું. મનુષ્ય રોજ કલાકો સુધી, દિવસ ને રાત, જેટલું ને જેવું જોવું હોય તે જોઈ શકે છે. ઘોર હિંસાનાં દશ્યો, અનેકવિધ અપરાધોનાં દૃશ્યો, સેક્સનાં નગ્ન દૃશ્યો.. ખૂનામરકીનાં દૃશ્ય.. અનેક ચેનલો ઉપર માણસ જોતો થઈ ગયો છે. આથી ચક્ષુનો લય ખોરવાઈ ગયો છે. ન જોવાનું જોવું અને જોવા જેવું ન જોવું – એ ઇન્દ્રિયના લયનો નાશ છે. આંખો બગડે છે. મન મલિન થાય છે. આત્મા પાપકર્મો બાંધે છે. પણ આ બધું વિચારવા માટે આજે માણસ નવરો નથી! એ તો આંખો બગડે એટલે આઈ-સ્પેશ્યાલિસ્ટ પાસે જવાનું સમજે છે. માણસને અંધાપાનો ભય નથી... એને ટી.વી. જોવાનો રસ છે. ભારે રસ છે. એવી રીતે દુનિયાને જોવાનો શોખ જાગ્યો છે. પૈસા થાય એટલે પરદેશ જવાની ફેશન થઈ ગઈ છે! યુરોપ અને અમેરિકા જવાનું શ્રીમંતો માટે સામાન્ય બની ગયું છે.. બસ જીવવા કરતાં જોયું ભલું' આ ઉક્તિ સાર્થક થતી દેખાય છે. આંખોનો લય પ્રાપ્ત કરવા માટે પરમાત્મદર્શન, સપુરુષોનાં દર્શન, તાત્વિકસાત્ત્વિક અને રસપૂર્ણ પુસ્તકો, ગ્રંથો, આગમોનું વાંચન... આંખો બંધ કરીને ૧ર કલાક કે કલાક પરમાત્માનું ધ્યાન... આ બધું કરવું જરૂરી છે. કમસેકમ મનુષ્યને આંખોની મહત્તા, દુર્લભતા સમજાઈ જવી જોઈએ. આંખોનો સદુપયોગ કોને કહેવાય અને દુરુપયોગ કોને કહેવાય, એ સમજાઈ જવું જોઈએ. ૦ ત્રીજી ઇન્દ્રિય છે ધ્રાણેન્દ્રિય, નાક નાકને સુગંધ ગમે છે. દુર્ગધ નથી ગમતી. દુર્ગધની અકળામણ જેમ લયભંગ કરે છે તેમ સેંટ-પરફ્યુમ આદિની For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શરીરનો લય સુગંધ પણ લયનો ભંગ કરે છે. ધ્રાણેન્દ્રિયનો લય પામવા માટે સુગંધ-દુર્ગધ પ્રત્યે સમભાવ કેળવવો પડે. તીવ્ર ગમો-અણગમો ન જોઈએ. ૦ ચોથી ઇન્દ્રિય છે રસનેન્દ્રિય, જિહુવા-જીભ. આ ઇન્દ્રિય ઉપર વિજય મેળવવો ઘણો અઘરો છે. આજે માણસ જેટલું ઘરમાં નથી ખાતો એટલું બહાર હોટલોમાં, રેસ્ટોરન્ટોમાં, ઢાબાઓમાં, લારીઓમાં.. ખૂબ ખાય છે. માણસને સ્વાદિષ્ટ ચટાકેદાર ખાવાની આદત પડી ગઈ છે... ભણ્યઅભક્ષ્ય બધું ખાવા માંડ્યો છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી પાન-મસાલા... તમાકુ, ચૂનો વગેરે ખાવાની કુટેવ વધી ગઈ છે. આવા માણસોને રસનેન્દ્રિયના લયના ભંગનું ભાન જ નથી હોતું! ભાવે એ બધું ખાવું. પછી પરિણામ ગમે તે આવે. ગમે તેવા રોગો થાય, શરીર અસ્વસ્થ બને. જે થવું હોય તે થાય! ૦ પાંચમી ઇન્દ્રિય છે સ્પર્શનેન્દ્રિય. મનુષ્ય સ્પર્શનું સુખ ઝંખે છે. સૌથી વધારે સેક્સનું સુખ ચાહે છે. સાથે સાથે સુંવાળાં વસ્ત્રો, સુંવાળાં ગાદલાં-તકિયા... બધું સુંવાળું અને સુકોમળ જોઈએ છે. આ ઇન્દ્રિય ઉપર જો સંયમ ન હોય તો મનુષ્ય દુરાચારી-વ્યભિચારી બની શકે છે. વધુ વિલાસી બની શકે છે. એના જીવનનો લય ખોરવાઈ જાય છે. આ પાંચ ઇન્દ્રિયોનું પેટ સમુદ્ર જેવું છે! જેમ સમુદ્રમાં હજારો નદીઓ ઠલવાય છતાં સમુદ્ર તૃપ્ત થતો નથી, તેમ ઇન્દ્રિયોને ગમે તેટલા વિષયો આપવામાં આવે છતાં તે તૃપ્ત થતી નથી. ઇન્દ્રિયોને તૃપ્ત કરવાનો પુરુષાર્થ નકામો છે. સમજી રાખો કે એક-એક ઇન્દ્રિય એક એક ભયાનક સિંહ છે. એક-એક ઇન્દ્રિય કુટિલ નિશાચર છે. તમારા આત્માંગણમાં ઝૂલતા વિવેક-હાથીનો શિકાર કરી જવા એ પ્રચંડ પાંચ સિંહો આત્મમહેલની આસપાસ આંટા મારી રહ્યા છે. તમારા આત્મમહેલમાં ભરચક ભરેલું સમાધિધન, ધ્યાનધન ઉપાડી જવા માટે દુષ્ટ નિશાચરો છિદ્ર શોધી રહ્યા છે. એ સિંહ છે પાંચ ઇન્દ્રિયો. એ ચોર છે પાંચ ઇન્દ્રિયો! શરીરનો લય જાળવવા માટે ઇન્દ્રિયો પર સંયમ આવશ્યક છે. જીવનલયને જાળવવા, શરીરનો લય જાળવવો જ પડશે. આજે બસ, આટલું જ! તા. ૮-૪-૯૮ For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir A E ૫. દિનચર્યાનો લય ને مسيط પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન. તારો પત્ર મળ્યો. શરીરનો લય જાળવવાની વાતો તને અઘરી લાગી? તો પછી યોગી પુરુષોને મોક્ષ આપવામાં જામીનરૂપ એવા ચિદાનંદને કેવી રીતે પામી શકીશ? લક્ષ્ય નિર્ધારિત કરીને એ દિશામાં આગળ વધવા માટે ઉલ્લસિત મનથી પુરુષાર્થ કરવાનો છે. આજે તને જીવનલયમાં અનિવાર્ય એવી વિશિષ્ટ દિનચર્યાની વાત લખવી છે. શ્રમણ ભગવાન મહાવીરદેવે દિનચર્યાની ચૌદ વાતો બતાવી છે. આપણે એને ચૌદ નિયમ' કહીએ છીએ. રોજ સવારે એ ૧૪ નિયમો (પ્રતિજ્ઞા) લેવાના. સાંજે એ નિયમો યાદ કરી જવાના કે “એ નિયમો લીધા મુજબ પળાયા છે કે કેમ?” પછી સાંજે રાત માટે એ ૧૪ નિયમ લેવાના અને સવારે યાદ કરી જવાના. ‘એ નિયમોનું યથાર્થ પાલન થયું છે કે કેમ.' એમાં પહેલા ત્રણ નિયમો આહારનિયમનના બતાવ્યા છે! પ્રત્યેક નાનામોટા જીવોના જીવનમાં પહેલું કામ આહાર ગ્રહણ કરવાનું હોય છે. શાસ્ત્રીય ભાષામાં એને “આહાર-પર્યાપ્તિ' કહેવામાં આવે છે. આહાર બે પ્રકારના હોય છે : સજીવ અને નિર્જીવ. સજીવ દ્રવ્યોને “સચિત્ત' કહેવામાં આવે છે. તમારે એ નક્કી કરવાનું કે “આજે દિવસમાં આટલા સજીવ પદાર્થો ખાઈશ. (કાચાં ફળ, શાક વગેરે) સંખ્યા નક્કી કરવાની.' બીજો નિયમ છે દ્રવ્યોના નિયમનનો. ખાદ્ય પદાર્થોની સંખ્યા નક્કી કરવાની. (જેમ કે ચા દૂધ, દાળ ભાત, રોટલી, શાક, ભાખરી, લાડવા, પેંડા. ઇત્યાદિ.) તમે ૧૦૧૫૨૦ જેટલી ઈચ્છા હોય એટલાં દ્રવ્યોનો નિયમ લઈ શકો. આ એક પ્રકારની જાગૃતિ છે અને રસનેન્દ્રિયના સંયમનો અભ્યાસ છે. ત્રીજો નિયમ છે વિગયોના નિયમનનો. “વિગય' એટલે વિકૃતિ. મનને વિક્ત કરે તે વિકૃતિ-વિગય કહેવાય છે. એમાં છ પદાર્થોનો સમાવેશ થયેલો છેઃ દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને તળેલા પદાર્થ. રોજ તમારે આમાંથી ૧૩ જેટલી વિગયો છોડી શકો, તે છોડવાની છે. કમસેકમ એક વિગય તો છોડવી જ જોઈએ. જેવું અન્ન એવું મન' આ કહેવત અહીં ચરિતાર્થ થઈ છે. જો તમારે મનને નિર્મળ રાખવું હોય તો આ For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦ દિનચર્યાનો લય છ વિગયોનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ. એક-બે વિનયથી ચાલી જતું હોય તો શેષ વિગયોનો ત્યાગ કરી દેવો જોઈએ. આ રીતે (૧) સચિત્ત, (૨) દ્રવ્યો અને (૩) વિગય - આ ત્રણ નિયમો આહારને અનુલક્ષીને બતાવવામાં આવ્યા છે. આ જ સંદર્ભમાં ચોથો નિયમ છે જમવાના ટંકનું નિયમન અને પાણી પીવાનું)નું નિયમન, “હું આજે ત્રણ ટંક જ જમીશ કે ચાર ટંક જમીશ. હું આજે ચાર લોટા પાણી પીશ કે છ લોટા પીશ...' નિયમ કરતાં ઓછું ખાઓ, ઓછું પીઓ તો નિયમનો ભંગ થતો નથી. પણ આ રીતે આહાર-પાણી નિયમિત થવાથી શરીરનો લય જળવાય છે. એક રીધમ શરૂ થઈ જાય છે. - ભોજન-આહારની સાથે તંબોલ-મુખવાસ જોડાયેલું હોય છે. પાંચમો નિયમ છે તંબોલનો, સંખ્યા અને વસ્તુઓ નક્કી કરવાની. “આજે હું વરિયાળી... ધાણાની દાળ, સોપારી... પાન... લઈશ.” “એક વાર લઈશ, કે બે વાર લઈશ.” વગેરે. મુખવાસનું પણ નિયમન કરવાનું. જે મુખવાસ નક્કી કર્યા હોય, એ સિવાયના મુખવાસ નહીં ખાવાના. - છઠ્ઠો નિયમ છે પગરખાં (બૂટ, ચંપલ, સેંડલ...)ની સંખ્યા નક્કી કરવાની અને જાત નક્કી કરવાની. એ સિવાયનાં પગરખાં નહીં પહેરવાનાં! સાતમો નિયમ છે વસ્ત્રોનો. પહેરવાનાં વસ્ત્રોની સંખ્યા નક્કી કરવાની. પાંચ. છ...દસ અને જાત નક્કી કરવાની. (આટલાં શર્ટ, આટલાં પૅટ, આટલાં ધોતિયાં.. આટલા ઝબ્બા.. આટલી સાડી... વગેરે) ધાર્યા મુજબ જ વસ્ત્રો પહેરવાનાં! જાગૃતિ રાખવાની. આઠમો નિયમ છે પુષ્પોનો. ફૂલ-ફૂલમાળા-વેણી ઇત્યાદિની સંખ્યા નક્કી કરવાની. એટલાં જ પુષ્પોનો ઉપયોગ કરવાનો. નવમો નિયમ છે વાહનનો. સાઇકલ, સ્કૂટર, કાર, ખટારા... ઇત્યાદિની સંખ્યા નક્કી કરવાની. તમારી પાસે ત્રણ કાર હોય, પણ તમારે જે એક કે બે વાપરવાની હોય તે જ ધારવાની. એ સિવાયની કારનો ઉપયોગ નહીં કરવાનો. - દસમો નિયમ છે શયનનો. સૂવાના પલંગ, ગાદલાં, ઓશીકાં વગેરેની સંખ્યા નક્કી કરવાની. એટલાં જ સાધનોનો ઉપયોગ કરવાનો. અગિયારમો નિયમ છે વિલેપનનો. શરીર પર પાઉડર વગેરે જે શૃંગારનાં સાધનો વપરાય, તેની સંખ્યા નક્કી કરવાની. (સ્નો, પાઉડર, અત્તર વગેરે.) બારમો નિયમ છે સ્નાનનો - “દિવસમાં આટલી વાર (૧-૨) સ્નાન કરીશ.” એવી ધારણા કરવાની. For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧ લય-વિલય-પ્રલય તેરમો નિયમ છે દિશાઓનો. ચાર દિશામાં જવા માટેના કિલોમીટર નક્કી કરવાના. અથવા તો “આજે હું શહેર ગામની બહાર નહીં જાઉં અથવા ગુજરાતની બહાર નહીં જાઉં” અથવા “ભારતની બહાર નહીં જાઉ” - આ જાતનો નિયમ લેવાનો હોય છે. ચૌદમો નિયમ છે બ્રહ્મચર્યનો. જોકે પ્રબુદ્ધ અને વિવેકી સ્ત્રી-પુરુષો દિવસે તો સેક્સથી દૂર જ રહે છે. છતાં એણે નિયમ ધારી લેવો જોઈએ. મન વિચિત્ર છે. એ તો ક્યારેક દિવસે પણ ભોગાસક્ત બની શકે છે. માટે નિયમ ધારી લેવો જોઈએ. બ્રહ્મચર્યનું પાલન મન-વચન-કાયાથી કરવામાં આવે તો અભુત જીવનલય સધાય છે. તન અને મન જો બ્રહ્મચર્ય પાળે તો આત્મા ન્યાલ થઈ જાય. વર્તમાનમાં કેટલાક વિચારકો બ્રહ્મચર્યનો અર્થ જુદો કરીને, સેક્સનું સુખ ભોગવવાની છૂટ આપે છે! “બ્રહ્મજ રતિ રૂતિ વ્રવાર' જે બ્રહ્મમાં વિચરે છે, બ્રહ્મના ચિંતનમાં રહે છે તે બ્રહ્મચારી છે. ભલે પછી એ સેક્સનું સેવન કરતો હોય! સેક્સની બેફામ છૂટ આપીને આ આધુનિક વિચારકો પ્રજાને કયું મોટું સુખ આપી રહ્યા છે? અને “બહ્મ”માં મનનું વિચરણ - એ સામાન્ય માનવી માટે શક્ય છે? બ્રહ્મજ્ઞાન' થવું એ સહેલું કામ છે? અને બ્રહ્મજ્ઞાનીમાં સેક્સની વૃત્તિ જાગે ખરી? આ બધી વાતો વિચારણીય છે. ભારતીય તમામ ધર્મોમાં બ્રહ્મચર્યધર્મનો મહિમા થયેલો છે. બ્રહ્મચર્યના પાલનના વિશિષ્ટ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભ બતાવવામાં આવ્યા છે. છતાં સામાન્ય મનુષ્ય સંપૂર્ણ બ્રહ્મચર્ય ન પાળી શકે, એ વાત પણ એટલી જ સાચી છે. તેમના માટે ઋષિ-મુનિઓએ કહ્યું છેઃ - દિવસે બ્રહ્મચર્ય પાળો. - રાત્રે એક જ વાર ભોગ ભોગવો. - પવિત્ર દિવસોમાં (પર્યુષણા, નવપદની ઓળી, પાંચમ-આઠમ-અગિયારસચૌદસ..પૂનમ) બ્રહ્મચર્ય પાળો. રાત્રે પણ પાળો. - જ્યારે તમારું શરીર અશક્ત હોય, રોગગ્રસ્ત હોય ત્યારે અવશ્ય ભોગથીસેક્સથી દૂર રહો. - તમારે કોઈ વિશિષ્ટ મંત્રસાધના કે તંત્રસાધના કરવી હોય તો બ્રહ્મચર્યનું અવશ્ય પાલન કરો. - તપશ્ચર્યાના દિવસોમાં બ્રહ્મચર્ય પાળો. - અતિ દુઃખના દિવસોમાં બ્રહ્મચર્ય પાળો. For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨ દિનચર્યાનો લય ચેતન, જીવનચર્યાના લયમાં જેટલું મહત્ત્વ આહારના નિયમનનું છે, એટલું જ મહત્ત્વ બ્રહ્મચર્યના પાલનનું રહેલું છે. ઋષિ-મુનિઓએ તો ત્યાં સુધી કહેલું છે કે ભયથી કે લજ્જાથી બ્રહ્મચર્ય પાળે તો પણ એ પુણ્યકર્મ બાંધે છે! ભલે એનું મન ન માનતું હોય! સાધુ-સાધ્વી માટે તો બ્રહ્મચર્યને “સ્નાન” કહેલું છે! સાધુ-સાધ્વી પાણીથી સ્નાન નથી કરતાં, તેઓનું બ્રહ્મચર્ય જ એમનું જ્ઞાન છે. સાધુ રોજ શુદ્ધ આત્માનું નવાંગી પૂજન કરે છે. કેવી રીતે? दयाम्भसा कृतस्नानः संतोषशुभवस्त्रभृत् । विवेकतिलकभ्राजी भावना पावनाशयः ।। भक्ति श्रद्धानघृसृणोन्मिश्रपाटीरजद्रवैः। नवब्रह्माईंगतो देवं शुद्धमात्मानमर्चय ।। (જ્ઞાનતારે-રરરર૬) ૦ દયાના જળથી સ્નાન કરો. ૦ સંતોષનાં ઉજ્વલ વસ્ત્ર પહેરો. ૨ કપાળે વિવેકનું તિલક કરો. ૦ હૃદયમાં મૈયાદિ ભાવના ભરો. ૦ ભક્તિ અને શ્રદ્ધારૂપ કેસરમિશ્રિત ચંદનરસથી ૦ શુદ્ધ આત્મદેવની (પરમાત્માની) 0 એમનાં બ્રહ્મચર્યનાં નવ અંગો પર પૂજા કરો. બ્રહ્મચર્યના પાલન માટે એની નવ સાવધાની રાખવી અતિ આવશ્યક હોય છે, પણ તે સાધુ-સાધ્વી માટે! ગૃહસ્થ માટે નહીં! ગૃહસ્થો એ નવે સાવધાની રાખી શકે નહીં. જીવનચર્યાનો લય સર્જાય છે આ ચૌદ નિયમોના પાલનથી. જીવનની એકએક પ્રવૃત્તિનું નિરીક્ષણ – એ જાગૃતિનું મહાકાવ્ય છે અને આ જીવનની જાગૃતિ એ જ જીવનલય છે. વિશેષ વાતો હવે પછી – તો ૯-૪-૯૮ hદગુપ્તસૂરિ For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 9. લથભંગ કરનારા અસુરો - પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન. તારો પત્ર મળ્યો. તે જે વાત લખી તે સાચી છે. જીવનલયને તોડનારાં પરિબળો સમાજમાં, નગરમાં અને ઘરમાં ઘણાં વધી ગયાં છે. આ આસુરી પરિબળો છે. આ આસુરી પરિબળો, પ્રકૃતિના સહજ લયને તોડે છે. જે માણસ પોતાનો જ નહીં, બીજાનો પણ લય તોડે અને તોડવામાં રાચે, તે ખરેખર અસુર કહેવાય. આ અસુરો આજે સર્વત્ર જોવા મળે છે! ૦ કોઈની હત્યાના કાવતરામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભાગ લેનાર મનુષ્ય અસુર છે. ૦ આહારની વાનગીઓમાં જીવલેણ વસ્તુઓની ભેળસેળ કરનાર અને વેચનાર અસુર છે. ૦ નનામા કાગળો લખીને કોઈના સુખી જીવનમાં દખલ પહોંચાડનાર મનુષ્ય અસુર છે. ૦ સાવ નિર્દોષ માણસ પર ખોટો આરોપ મૂકી, તટસ્થતાનો દંભ કરી, ખરે ટાણે મૌન ધારણ કરીને સાચી જુબાની ન આપનાર મનુષ્ય અસુર છે. ૦ કોઈ સ્ત્રી કે પુરુષને એકબીજાની ઇચ્છાવિરુદ્ધ પરણાવનાર કે પરણવાની ફરજ પાડનાર મનુષ્ય અસુર છે. ૦ માદક દ્રવ્યોની હેરાફેરી દ્વારા કે દાણચોરી દ્વારા પૈસા કમાનાર મનુષ્ય અસુર છે. ૦ પરસ્ત્રીગામી અને સ્વસ્ત્રી ઉપર પણ બળાત્કાર કરનાર અસુર છે. ૦ બીજાના પ્રેમસંબંધને તોડવા છૂપી રીતે કે દેખીતી રીતે દાવ ખેલનાર અસુર ૦ નિંદા-કૂથલી દ્વારા, ખોટી અફવાઓ દ્વારા પરિવારોમાં, સંસ્થાઓમાં, સંઘમાં કે સમાજમાં ખળભળાટ મચાવનાર અને એ રીતે માનવસંબંધોમાં ખલેલ પાડનાર મનુષ્ય અસુર છે. ૦ પૈસા ખાઈને ખોટી સાક્ષી આપનાર અસુર છે. For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ લયભંગ કરનારા અસુરો ૦ ત્રાસવાદી અસુર કહેવાય. ૦ નિર્દોષ વ્યક્તિઓ પર જુલમ ગુજારનાર પોલીસ અસુર કહેવાય. ૦ માફિયા તત્ત્વો પાસેથી પૈસા લઈ ચૂંટણી લડનાર નેતા અસુર છે. ૦ પોતાની સત્તા ટકાવી રાખવા અન્ય દેશ સાથે યુદ્ધ જાહેર કરનાર રાષ્ટ્રનેતા અસુર કહેવાય. ૦ ધર્મના નામે લોકોને ઉશ્કેરીને હુલ્લડ કે યુદ્ધ કરાવનાર ધર્મગુરુ પણ અસુર કહેવાય. ૦ પોતાની કમાણી વધારવા દર્દીને ખોટી સલાહ અને ખોટી દવા આપી નુકસાનમાં ઉતારનાર ડોક્ટર અસુર કહેવાય. ઓપરેશનની જરૂર ન હોય તે છતાં પૈસા કમાવા માટે ઓપરેશન કરાવવાની ફરજ પાડનાર ડૉક્ટર અસુર છે. ૦ ખૂનીનો બચાવ કરી પૈસા કમાનાર કે અસીલને દગો દઈ સામા પક્ષ સાથે ભળી જઈ પૈસા બનાવનાર વકીલ અસુર છે. ૦ પરીક્ષામાં કોઈ વિદ્યાર્થી પર વેર લેનાર, કોઈને પૈસા લઈ માર્ક ઉમેરી આપનાર અને પરિણામ સાથે ચેડાં કરનાર શિક્ષક-પ્રાધ્યાપક-પ્રોફેસર અસર ગણાય. ૦ પ્રશ્નપત્ર ફોડનાર અધ્યાપક અસુર કહેવાય. ૦ વર્ગમાં ન ભણાવનાર અને વિદ્યાર્થીને પોતાનું ટ્યૂશન રાખવા માટે ફરજ પાડનાર શિક્ષક અસુર કહેવાય. 0 સજ્જનોને સતાવનાર, ગામલોકોને રંજાડનાર, સ્ત્રીઓને હેરાન કરનાર અને હિંસા દ્વારા ગામ-નગરમાં હાહાકાર મચાવનાર “દાદો' અસુર છે. એ દાદો ક્યારેક ધાર્મિક પ્રવૃત્તિનું પ્રદર્શન કરે, તેટલા માત્રથી તે અસુર મટી જતો નથી. ૦ બ્લેકમેઈલ કરનાર વ્યક્તિ અસુર છે. ૦ પરપીડનમાં રાજી થનારો વિકૃત “સેડિસ્ટ’ અસર છે. ૦ પારકાના ભોગે પોતાના હિતમાં રાચનારો શોષક અસુર છે. અસુર' શબ્દ સાથે રાક્ષસ, દાનવ, શેતાન, ડેવિલ, ડેમન. ઇવિલ જેવા શબ્દો જોડાઈ ગયા છે. સદીઓથી આપણે રાક્ષસને મહાકાય, વિકરાળ, મોટા નખવાળો, માયાવી, ક્રૂર અને માનવભક્ષી દૈત્ય તરીકે ઓળખાતા આવ્યા છીએ. For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૨૫ આપણી પ્રાચીન-પુરાણકથાઓમાં રાક્ષસનું આ બાહ્ય સ્વરૂપ એટલું પ્રસિદ્ધ બન્યું છે કે અસુર વિકરાળ ગણાયો પરંતુ માણસની આસુરી વૃત્તિ નેપથ્યમાં રહી ગઈ! આ કારણે માનવીની ભીતર રહેલા અસુરને સમજવામાં આપણે ગોથું ખાઈ ગયા છીએ. આવા માનવ-અસુરો પોતાના જીવનલયને સમજતા નથી અને બીજાઓના જીવનલયનો ભંગ કરતા રહે છે. જીવનલયને તોડનારાં બીજાં કેટલાંક તત્ત્વો બતાવું : ૦ વધુ પડતી ઉતાવળ. ૦ ફળ પામવા માટેની અધીરાઈ. ૦ આળસ, પ્રમાદ. ૦ કામ કરવાની અત્યંત ધીરી ગતિ. ૦ પોતાનું ધારેલું જ કરવાની ટેવ. 0 પ્રકૃતિની ઇચ્છા(નેચર્સ વિલ)ને ટૂંપાવીને પોતાનું ધાર્યું ગમે તે ભોગે કરવાની ઘેલછા. ૦ લોભ, મોહ, અહંકાર, સરખામણી, હરીફાઈ અને હુંસાતુંસી. ૦ ખરાબ કામો, અસહજ કાર્યો. ૦ પરપીડનની પ્રવૃત્તિ. હવેના સમયમાં માણસે પોતાની દિનચર્યાને જતનપૂર્વક અને સમ્યગુદૃષ્ટિપૂર્વક જાળવી લેવી પડશે. દિનચર્યા જીવનનો લય તોડનારી હોય ત્યારે ઘણો ઉધમાત સર્જે છે. કારની બૅટરીની લાઇફ (આવરદા) અંગે ચિંતા કરનારો મનુષ્ય પોતાની લાઇફ અંગે ચિંતા નથી કરતો, સો વર્ષ સુધી જીવી શકાય એવા દેશમાં કેટલાક મોહમૂઢ વહેલા મરવાની અને વહેલા ઘરડા થવાની તૈયારી કરતા રહે છે. કેટલાય યુવાનો અકાળે વૃદ્ધ થઈ જાય છે. તમોગુણી મનુષ્યની જીવનચર્યા યૌવનને ટૂંકાવે છે અને લાચાર તથા રોગગ્રસ્ત ઘડપણનો ગાળો લાંબો બનાવે છે. આવા માણસો માત્ર સ્વયં જ દુઃખી નથી થતા, પરંતુ આખા પરિવારને દુઃખભર્યા દોજખમાં ધકેલે છે. વ્યસનમાં ડૂબેલા પતિની પત્નીને જ ખબર હોય છે કે વ્યસન એટલે શું. તમોગુણવાળી જીવનશૈલી લયને ખતમ કરી, રોગ, ઘડપણ, તાણ અને મૃત્યુને નોંતરનારી વિલાસી જીવનશૈલી છે. જેમની પાસે સ્વસ્થતા, પ્રસન્નતા અને જ્ઞાનમગ્નતા જાળવનારી તથા વધારનારી For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લયભંગ કરનારા અસુરો લયયુક્ત જીવનશૈલી નથી હોતી અને જેઓ મોહ-મિથ્યાત્વથી મૂઢ હોય છે તેઓ બધી જ ઉત્તમ વાતોને સામે ચાલીને નિકૃષ્ટ બાબતોમાં ફેરવી નાંખતા હોય છે, જેમ કે : ૦ પ્રેમતત્ત્વને કેવળ સેક્સની ભૂમિકા પર તાણી જાય છે. ૦ પુરુષાર્થની ઉત્કૃષ્ટતાને કેવળ લોભ અને લાભમાં સીમિત કરી દે છે. ૦ ધર્મના પરમ તત્વને કેવળ મઠ-મંદિરોમાં પૂરવા મથે છે. ૦ દાનમાં રહેલી ઉદાત્ત ભાવનાને કેવળ યશપ્રાપ્તિના મોહમાં પૂરી દે છે. ૦ ખરેખરા ધર્મપાલનના સ્થાને મિથ્યાચાર ને બાહ્યાચારોમાં રાચે માચે છે. ૦ જ્ઞાનનો દિવ્ય પ્રકાશ પામવાના બદલે માહિતીઓનો ઢગલો ફંફોળતા રહીને જ્ઞાની હોવાનું મિથ્યાભિમાન કેળવે છે. ૦ આત્માનંદ, ચિદાનંદ, પૂર્ણાનંદની જગાએ માત્ર આર્તધ્યાન અને રૌદ્રધ્યાનમાં સડતા રહે છે. બધા દોષ અને દુર્ગુણો જીવનલયને ખોરવે છે. આજે તને એવાં ૧૮ પાપોનું લિસ્ટ લખું છું. જીવનલયન ભંગ કરનારા એવા આ દોષ-દુર્ગુણોથી પ્રતિદિન પ્રયત્નશીલ રહેવાનું છે. ૧. પ્રારાણાતિપાત : અનાવશ્યક હિંસા. ૨. મૃષાવાદ : વાતવાતમાં જૂઠું બોલવું. ૩. અદત્તાદાન : ચોરી કરવી. ૪. મૈથુન : સેક્સની પ્રચુરતા. ૫. પરિગ્રહ: મમત્વ-આસક્તિ-મૂછ. ૬. ક્રોધઃ અતિ ગુસ્સો. ૭. માનઃ અતિ અભિમાન, ઘમંડ. ૮. માયા : કૂડ-કપટ, દંભ. ૯. લોભ : લાલચ. ૧૦. રાગ: મમતાથી મૂઢ બનવું. ૧૧. દ્વેષ : રોષ, ઈર્ષા, કિન્નાખોરી ૧૨. કલહ : ઝઘડા-કચકચ. ૧૩, અભ્યાખ્યાન: આક્ષેપ કરવા, આળ મૂકવાં. For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૧૪. પશુન્ય : ચાડી-ચુગલી કરવી, કાનભંભેરણી. ૧૫. રતિ-અરતિ : નાનીનાની વાતોમાં રાજી-નારાજી થવી. ૧૯. પર૫રિવાદઃ નિંદા. ૧૭. માયા-મૃષાવાદ : કપટ કરી ખોટી અફવાઓ ફેલાવવી, છેતરામણ. ૧૮. મિથ્યાત્વ શલ્ય: સાચાને ખોટું માનવું, ખોટાને સાચું. જીવનમાં આ દોષોનો ભાર ઘટે તો ગુણોનો વૈભવ વધે. આપણી ભીતર જ ગુણોનો વૈભવ છે, એટલે લયની શોધ પણ આપણી ભીતર જ થવી જોઈએ. વાસ્તવમાં ‘લય” એ “લયયોગ છે! લયને ખોરવનારાં આસુરી તત્ત્વોનો, રાક્ષસી તત્ત્વોનો મનુષ્ય સામનો કરવો પડે. તે માટે મન દૃઢ જોઈએ. “મારે જીવનલય પામવો છે, મારે “લયયોગની સાધના કરવી છે, એ માટે લયભંગ કરનારાં તત્ત્વોને દૂર કરવાં જ છે.' આવું દઢ પ્રણિધાન કરવું પડે. ચેતન, આ અઢાર દોષોની થોડી ગંભીરતાથી નોંધ લેજે, આ દોષોથી બચવા આપણા તીર્થકર ભગવંતોએ ભારપૂર્વક ઉપદેશ આપ્યો છે. લયભંગ કરનારાં તત્ત્વોને બતાવી, હવે માનસિક સ્તરે લયપ્રાપ્તિની વાત લખીશ. કુશળ રહે. તા. ૧૦-૪-૯૮ Chશુનસૂરિ For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra 1) www.kobatirth.org ૭. સાક્ષીભાવે દ્રષ્ટા બનો Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન. તારો પત્ર મળ્યો... ‘લયયોગ’ માં ખલેલ પહોંચાડનારાં તત્ત્વો જાણીને તને ‘વિશિષ્ટ સમજણ’ મળ્યાનો આનંદ થયો, તે બરાબર છે. એવા આસુરી તત્ત્વોથી સાવધાન રહેવું પડશે. મનડું કિમ હિન બાજે હે કુંથુજિન! મનડું કિમ હિ ન બાજે? જિમ જિમ જતન કરીને રાખું 1 આજે મારે ‘મનના લય' અંગે લખવું છે. આ અંગે મારે તને ઘણા પત્રો લખવા પડશે, એમ મને લાગે છે. આજે શરૂઆત કરું છું શ્રી આનંદધનજી ના એક સ્તવનની બે કડીથી : તિમ તિમ અળગું ભાંજે!... મનડું હે કુંથુનાથ! હે પ્રભો! મારું મન કોઈ પણ રીતે વશ થતું નથી. જેમ જેમ તેને જાળવવા પ્રયત્ન કરું છું તેમ તેમ તે અળગું થઈને દૂર ભાગે છે. મન-વાંદરો કેવો છે! चरणयोगघटान् प्रविलोठयन् शमरसं सकलं विकिरत्यधः । चपलमेष मनः कपिरूच्चकैरस- वणिग् विदधातु मुनिस्तु किम् ? ।। For Private And Personal Use Only ‘મનરૂપી ચંચળ વાંદરો ચારિત્ર અને યોગરૂપી ઘડાઓને ધબાધબ ઊંધા વાળી નાંખીને શમરૂપી રસ બધોય ઢોળી નાંખે છે, ત્યારે મુનિ ગણાતા રસના-ઘીના વેપારી પણ શું કરી શકે?” મરદ માનવીની તાકાત કરતાંય મનની તાકાત મોટી છે - એ વાત કહે છે : મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકલ મરદને ઠેલે, બીજી વાતે સમરથ છે નર, એહને કોઈ ન ઝેલે ...કુંથુ. Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય - ૨૯ વ્યાકરણ માં “મન' શબ્દ નપુંસક લિંગ ગણાય છે. તેથી હું તો એમ સમજતો હતો કે મન તો નપુંસક લિંગ છે, તેથી તેમાં વળી શો માલ હોય! પરંતુ એ મન તો ભલભલા મરદોને પણ ઠેબે ચડાવે છે. જોકે પુરુષ બીજી બધી બાબતે સમર્થ છે, પરંતુ મનને કોઈ જીતી ન શકે. એને જીતવાનું કઠણ કામ છે! છતાં મનને સ્થિર કર્યા વિના મનનો લય પ્રાપ્ત થઈ શકે એમ નથી. યોગી પુરુષો તો સતત મનબ્રહ્મના બારણે ટકોરા મારતા રહે છે અને દરવાજો ખૂલે ત્યારે મનમાં પ્રવેશીને, મનને ઓળખી જ ને, મનને વળોટી જઈને, મનને અતિક્રમી જઈને (ઉન્મનીભાવ પામીને) અ-મન (નો માઇન્ડ) તરફની યાત્રા શરુ કરે છે. પણ આપણા માટે આ વાત શક્ય નથી લાગતી. મનના ખેલ નિરંતર ચાલતા રહે છે. મન જલ્દી વશ થાય એમ નથી કે મરે એમ પણ નથી! આપણે. મનના ખેલ જોયા કરવાના છે. આ જગત મનના ખેલ જેવું છે. એને એક ખેલ-નાટક તરીકે નીરખવાની પણ એક મજા છે. જગતના ખેલને સાક્ષીભાવે નિહાળવાની સર્વોચ્ચ રમત (માસ્ટર ગેમ) એટલે સતત આત્મજાગૃતિ! ખરી આધ્યાત્મિક્તા. આ આત્મજાગૃતિ એટલે સભાનતા (અવેરનેસ) છે. જ્ઞાનસારમાં કહેલું છે : पश्यन्नेव परद्रव्यनाटकं प्रतिपाटकम् । भवचक्रपुरस्थोऽपि नामूढः परिखिद्यते ।। (મોરાષ્ટ/૪) અનાદી-અનંત કર્મ-પરિણામ' નામનો રાજા છે. એની રાજધાની છે “ભવચક્ર' નામનું નગર. એ નગરમાં એકેન્દ્રિય.. બેઈન્દ્રિય... આદિ લાખો નામની (૮૪ લાખ યોનિ) પોળો છે. એ પોળોમાં જન્મ-જીવન (આધિ-વ્યાધિ-ઉપાધિ) મૃત્યુનાં નાટક ચાલતાં રહે છે. એ નાટકોને રાગ-દ્વેષ વિના (અમૂઢપણે) જોનાર જીવાત્મા ખેદ-ઉદ્વેગ પામતો નથી, બસ, સાક્ષીભાવે ખેલ જોયા કરવાનો છે. જેમ ભવચક્રમાં ચાલતા નાટકને જોયા કરવાનું છે, તેમ આપણા મનમાં જે વિચારોનું સંકલ્પ-વિકલ્પોનું અવિરત નાટક ચાલી રહ્યું છે, તેને પણ દ્રષ્ટા બનીને જોયા કરવાનું છે! હા, આપણા મનના વિચારોને આપણે જોવા પડશે, તપાસવા પડશે..મધ્યસ્થ ભાવે નિહાળવા પડશે... તો જ મનની સ્થિરતા આવશે... ને “માનસિક લયયોગ' ની પ્રાપ્તિ થશે. For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હo સાક્ષીભાવે દ્રષ્ટા બનો જ્ઞાનસાર' માં આ વાત બહુ સરસ રીતે કહેવાઈ છે. સંસાર મદિરા-પાનનું પીઠું(બાર) છે. મોહ માદક મદિરા-દારૂ છે." વિચારો (મનના) મદિરા પીવાના જામ છે! મૂઢ જીવાત્મા, પૌત્રલિક સુખોના વિચારો... મોહમદિરાથી છલોછલ ભરેલા વિચારો-વિકલ્પો કરી કરીને ઉન્મત બન્યો છે. ઘડીકમાં તાલીઓ પાડતો નાચે છે, ઘડીકમાં છાતી કૂટતો રુદન કરે છે. ઘડીકમાં સુંદર વસ્ત્રો પહેરી બજારમાં ફરે છે... તો ઘડીકમાં વસ્ત્રો કાઢી નાંખી ગટરમાં આળોટે છે! તમે દ્રષ્ટા બનીને માત્ર જોયા જ કરો... ક્ષણ પહેલાં “મારા પિતા... મારા પપ્પા...' કરતો ગળે વળગી પ્રેમચેષ્ટા કરે છે, તો ક્ષણ પછી એના જ પર દંડાઓના પ્રહાર કરે છે. ક્ષણ પહેલાં “મારો બાબો..મારો બબલુ કરી સ્નેહથી તરબોળ બની જાય છે તો ક્ષણ પછી એ જ માતા વાઘણ બની પુત્રનાં ચામડાં ચીરી નાંખે છે. સવારે “મારા પ્રાણપ્રિય નાથ...' કહીને ગાઢ આલિંગન આપે છે... બપોરે “દુષ્ટ, ચંડાલ...” કહીને ગલીચ ગાળો આપે છે! મનની સ્થિરતા, મનનો લય પામવા માટે : -- મોહ-શરાબનો નશો કરવો બંધ કરવો પડે. - વૈષયિક સુખોની તીવ્ર તમા ત્યજવી પડે. - વિકલ્પ-વિચારોનાં મદિરા-પાત્રોને ફેંકી દેવાં પડે. જ્ઞાનાનંદમાં મનની સ્થિરતા મેળવવા આ દ્રષ્ટાભાવ કેળવવો જ પડશે. જ્ઞાનાનંદમાં મન સ્થિર ન બને તો પરમબ્રહ્મમાં મગ્ન શી રીતે બની શકે? પરમબ્રહ્મની મગ્નતા વિના પૂર્ણતા, આત્મસ્વરૂપની પૂર્ણતા.. અનંત ગુણોની પૂર્ણતા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? મનઃસ્થિરતાના પાત્રમાં જ્ઞાનામૃતનું પાન કરનાર પુરુષ જ વિવેકી, વિશુદ્ધ વ્યવહારી અને ધર્મપરાયણ બની શકે છે. મન-વચન અને કાયામાં સ્થિરતા આવે, તન્મયતા પ્રાપ્ત થાય અને એ મનુષ્ય યોગીની કક્ષામાં પહોંચી જાય છે. એવા યોગીપુરુષો ગામમાં રહે કે નગરમાં, દિવસ હોય કે રાત હોય, તેઓ સમ-સ્વભાવવાળા રહે છે. મનના ગમા-અણગમા નથી હોતા, કાયાની અનુકૂળતાપ્રતિકૂળતા નથી હોતી. નગરનો તેમને રાગ નહીં, અરણ્યમાં તેમને ઉદ્વેગ For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૩૧ નહી, સૂર્યના પ્રકાશથી ઝળહળતો દિવસ હો કે અમાસની ઘોર અંધારી રાત હો, દિવસ તેમને હર્ષવિભોર કરી શકતો નથી, રાત્રિ તેમને શોકાતુર કરી શકતી નથી. એક વાત ચેતન, સમજી લેજે કે બાહ્ય જગત સાથેના સંબંધો તોડી, આંતર જગત સાથે સંબંધ બાંધ્યા વિના મન, વચન, કાયાની સ્થિરતા, સ્વભાવદશામાં સ્થિરતા-લયલીનતા પ્રાપ્ત થઈ શકતી નથી. શા માટે વ્યર્થ-નિરર્થક વિચારો-વિકલ્પો કરવાના? એ વિચારો-વિકલ્પો મનુષ્યને અસ્થિર, ચંચળ અને પાપી બનાવે છે. સ્થિરતાને ‘જ્ઞાનસાર માં રત્નદીપકની ઉપમા આપી છે. (સ્વૈર્ય-રત્નપ્રવીપઃ) સ્થિરતા છે રત્નનો દીપક, ઝળહળતો પ્રકાશ! ‘હું મારા આત્મસ્વભાવમાં, આત્મગુણોમાં ૨મણતા કરું. લય પ્રાપ્ત કરું, આત્મગુણોનો સ્વામી બનું...' આવી ભાવનાઓ મનથી ભાવવાની છે. ‘તે માટે હું પરપુદ્ગલની આસક્તિ દૂર કરું, બાહ્ય જગતને જોવાનું, સાંભળવાનું, અનુભવવાનું ત્યજી દઉં... સ્વાત્મભાવની ઉપાસનામાં લીન બની જાઉં!' આ છે રત્નદીપકનો પ્રકાશ! આ પ્રકાશથી મનોમંદિર દેદીપ્યમાન બને છે. ચેતન, મનની સ્થિરતામાં માટું બાધક તત્ત્વ છે મોહમૂઢતા. મોહમૂઢતા એટલે ‘હું' અને ‘મારું' (અહં-મમ) - મોહનો આપેલો આ મંત્ર છે. મનુષ્ય આ મંત્ર આંખ મીંચીને જપતો રહે છે... અને આંધળો બની સંસારની શેરીઓમાં ભટકતો રહે છે. ૦ રાત હો કે દિવસ હો, ૦ ગામ હો કે જંગલ હો, ૦ ઘરમાં હો કે દુકાનમાં, ૦ તીર્થમાં હો કે પહાડ પર... ૦ મંદિરમાં હો કે મઠમાં... O ગૃહસ્થ હો કે સંત! હું અને મારું-નો વળગાડ એને ભ્રમિત કરતો રહે છે. એને હસાવે છે, રડાવે છે... ભટકાવે છે ને આપઘાત પણ કરાવે છે. ‘હું' અહંકારને બહેકાવે છે. For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાક્ષીભાવે દ્રષ્ટા બનો “મારું” મમત્વને ધુણાવે છે. આ અહંકાર અને મમત્વ મનને અંધકારથી-તમસથી ભરી દે છે. માણસ તમસાવૃત્ત બને એટલે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન કરી પોતાનો વિનિપાત કરે છે. એનો “જીવનલયે' તૂટી જાય છે. એને લયયોગ' નું સ્વપ્ન પણ નથી આવતું. જેમ ગટરના ભૂંડને વિષ્ટા જ ભાવે, મિષ્ટાન્ન ન ભાવે, તેમ મોહમૂઢતાના અંધકારથી વ્યાપ્ત મનુષ્યને દુષ્ટ વિચારો જ ગમે! એને સારા-પવિત્ર વિચાર ગમે જ નહીં. કોઈ સારો વિચાર આપે તો ય એ અકળાઈ જાય... ગ્રહણ ન કરી શકે. મહાનુભાવ મનનો લય પામવા માટે સ્થિરતા જોઈએ અને સ્થિરતા પ્રાપ્ત કરવા માટે મહમુક્ત થવું પડે. મોહમુક્ત થવા માટે “હું” અને “મારું' ભૂલવું જ પડે. તે ભૂલવા “નારું' (હું નથી), “ મન' (મારું કંઈ નથી.) - આ મંત્ર આત્મસાત્ કરવો પડે! વિચારજે, ગંભીરતાથી વિચારજે. કુશળ રહે. તા. ૧૧-૪-૯૮ MM A For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮. ભૌતિક-અભૌતિક રમતોને પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન. તારો પત્ર મળ્યો. ‘જીવનલય'ની સાધનામાં મનનું મહત્ત્વ ઘણું જ છે. એટલે મનની વાતો મારે ઘણી લખવી છે! એક અંગ્રેજી પુસ્તક છે : "The Master Game : Beyond The Drug Experience.' આ પુસ્તકના લેખક છે રોબર્ટ એસ.ડી. રોપ. જીવનમાં માણસ કેવી કેવી રમતો રમે છે, તેની છણાવટ આ પુસ્તકમાં કરવામાં આવી છે. જે માણસને યોગ્ય રમત ન મળે તેને એક પ્રકારની માંદગી મળે છે, જેને Accidie' કહે છે. સંકલ્પશક્તિ-વિચારશક્તિને લકવો મારી જાય, ભૂખ મરી જાય, અને કંટાળો મન પર ચડી બેસે, તેવી અવસ્થા એટલે "Accidie'. આવી માંદગી ટાળવી હોય તો માણસે અભૌતિક મનગમતી રમતો ખોળી લેવી પડે. પહેલાં, લેખકે ભૌતિક લાભની ત્રણ રમતો બતાવી છેઃ ૧. ગટરમાં ડુક્કરની રમત ? એટલે ધન-પૈસા મેળવવાની રમત! આ રમત રમનારાઓને લાગે છે કે પૈસા પ્રાપ્ત કરવામાં જ જીવનનું સાર્થક્ય છે! પૈસાનું શું કરવું, એની પણ ખબર ક્યારેય એમને નથી હોતી. ૨. ઉકરડા પર કૂકડાની રમત: એટલે કિર્તિ પ્રાપ્ત કરવાની રમત. ૩, બલિના બકરાની રમત ! એટલે વિજય કે વટ માટે હત્યા કરવાની રમત. આવા લોકો યુદ્ધને રાષ્ટ્રધર્મમાં ખપાવે છે! આ રમત રમનારાઓ સામી બાજુના બધા જ લોકોને શત્રુ બનાવે છે. આ ત્રણે રમતો માંદગીમૂલક છે. આ ત્રણે રમતોમાં પરિગ્રહનું પાપ રહેલું છે. ધનનો પરિગ્રહ, કીર્તિનો પરિગ્રહ અને શક્તિનો પરિગ્રહ! ધનકીર્તિ અને શક્તિની આ રમતોને લેખકે ગટરમાં ડુક્કરની, ઉકરડા પર કૂકડાની, બલિના બકરાની રમતો બતાવી કમાલ કરી દીધી છે! લેખક રોબર્ટ એસ. ડી. રોપ આ પુસ્તકમાં મનના પાંચ ખંડ બતાવી, આપણને ક્રમશ: એ ખંડોમાં લઈ જાય છે. બહુ જ અર્થગંભીર અને મજાની વાતો કરી છે. પરંતુ એ પહેલાં, આ ત્રણ રમતો ઉપરથી થોડી વાતો લખવી છે. For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ ભોતિક-અભૌતિક રમતો પહેલી રમત છે પૈસાની. પૈસાને લેખકે “ગટર' કહી છે અને પૈસા પાછળ પાગલ થયેલા માનવીને ડુક્કર કહ્યો છે, ભૂંડ કહ્યો છે. આ જ ઉપમા “જ્ઞાનસાર' માં અજ્ઞાનીને આપવામાં આવી છે! અજ્ઞાનને વિષ્ટા (ઉકરડો) કહીને અજ્ઞાનીને ડુક્કર બતાવ્યો છે. (મmત્વજ્ઞઃ જિનાજ્ઞાને વિષ્ટાયાવિ :) જે માણસોના મનમાં કેવળ પૈસા કમાવવાની જ ગડમથલ ચાલે છે, જેમની મોટા ભાગની વાતો અર્થપ્રધાન જ હોય છે અને જેમનો વધુમાં વધુ સમય અર્થોપાર્જન- પૈસા કમાવવામાં જતો હોય છે. તેઓ ઉકરડા પર ફરતા ડુક્કર જેવા જ છે. એમનામાં ને ડુક્કરમાં કોઈ ફરક નથી. આ વાત શું એ લોકો સમજશે ખરા? આવા ધનવાનોને જીવનલય હોતો જ નથી. ‘લય' નામનું તત્ત્વ જ એમના માટે દુર્લભ હોય છે. બીજી રમત છે યશ-કીર્તિ મેળવવાની. પોતાના ઘરમાં અળખામણો થયેલો, અપમાનિત થયેલો માણસ સંઘ અને સમાજમાં, નગરમાં ને દેશમાં યશ-કીર્તિ કમાવા નીકળી પડે છે ત્યારે એ ઉકરડા ઉપર રમતો કૂકડો દેખાય છે! કૂકડો નાચે છે... ગાય છે.... પણ ઉકરડા ઉપર! કીર્તિની લાલસા ઉકરડો છે! જેને જીવનલય પામવો છે, બ્રહ્મલય પામવો છે, તેને કીર્તિયશ સાથે કંઈ જ લેવાદેવા નથી. એટલે યોગીપુરુષો કીર્તિના ઉકરડાથી દૂર એકાંતના ઉપવનમાં રહે છે! નામના અને પ્રસિદ્ધિથી દૂર રહે છે. આજે તો આ ઉકરડા (યશ-કીર્તિના) ઉપર કહેવાતા સાધુ-સંતો અને મહર્ષિઓ કૂકડાની રમત રમી રહ્યા છે.. કેવી કરુણતા છે આ? ત્રીજી રમત બતાવી છે શક્તિના પ્રદર્શનની. બલિના બકરા તરીકે એ શક્તિશાળીને જુએ છે. મનીપાવર અને મસલ્સપાવર પર મુસ્તાક બનતા લોકો લગભગ હિંસાના માર્ગે ચાલ્યા જતા હોય છે. આ બે શક્તિઓના સદુપયોગનો એમને વિચાર જ નથી લાગતો. ધનશક્તિ અને તનશક્તિ પરપીડન માટે જ લગભગ વપરાતી હોય છે. આવા લોકોની નિયતિ સારી નથી હોતી. એક દિવસ તેઓ બલિના બકરાની જેમ જ વધેરાઈ જતા હોય છે. આ બલિના બકરાની વાત “ઉત્તરાધ્યાયન સૂત્રમાં ભગવાન મહાવીરે જુદી રીતે કહેલી છે. ગાયના વાછરડાનો અને ગાયનો સંવાદ ખૂબ રોચક છે. હવે, આ લેખકે – રોબર્ટ એસ. ડી. રોપે – બીજી અભૌતિક ચાર રમતો બતાવી છે, તે પહેલાં બતાવી દઉં. પછી તને મનના પાંચ ખંડોમાં લઈ જઈશ, બરાબર? For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫ લય-વિલય-પ્રલય ચાર અ-ભૌતિક રમતો : ૧. સર્વોચ્ચ રમત (માસ્ટર ગેમ): એટલે જીવનજાગૃતિ માટેની રમત. વૈશ્વિક ચેતનાની અર્થપૂર્ણ સંકલ્પના. (યુનિવર્સલ કોન્સિયસનેસ). અહંભાવ અને મમત્વના ઘોર અંધકાર તરફથી “નાડકું ને મમ' અહંમુક્ત ને મમમુક્ત અજવાળામાં પ્રવેશવા માટેની ભવ્ય રમત! ૨. ધર્મ રમત ? એટલે મોક્ષ મેળવવા માટેની રમત. આ રમતના કેન્દ્રમાં ‘શિવમ્ (કલ્યાણ) હોય છે. ૩. વિજ્ઞાન રમત ? એટલે જ્ઞાનની ઉપાસના. વિજ્ઞાન સાથે વિવેક જોડવો જોઇએ. નહીંતર અણુબોમ્બ બની શકે. આ રમતના કેન્દ્રમાં “સત્યમ્' રહેલું હોય છે. ૪. કલા રમત: એટલે કે સૌન્દર્ય પામવાની રમત. વિશ્વમાં જે સૌન્દર્ય વ્યાપ્ત છે. તેને ચિત્રકાર પ્રગટ કરે છે. આ રમતના કેન્દ્રમાં “સુંદર' રહેલું હોય મનને શરણે નથી જવાનું. મનને સમજીને એની ખૂબીઓ તથા મર્યાદાઓને જાણવાની છે, તેથી મનોજય પ્રાપ્ત કરી શકાય છે. રોબર્ટ એસ. ડી. રોપ આપણા મનને પાંચ ઓરડાવાળા ઘર તરીકે ઓળખાવે છે. એ ઓરડાઓને તાળાં નથી અને એમાં મનનું આવન-જાવન સતત ચાલતું જ રહે છે. મન-મહાલયના પાંચ ખંડો અર્થાત્ જાગૃતિની પાંચ કક્ષાઓ આ પ્રમાણે છે : પહેલો ખંડ: સ્વપ્નસહિત નિદ્રા. બીજો ખંડ : સ્વપ્ન વિનાની પ્રગાઢ નિદ્રા. ત્રીજો ખંડ: જાગ્રત ઊંઘ (Identification) ચોથો ખંડ: સ્વ'ની ઓળખ. (Self-remembering) પાંચમો ખંડ: બ્રહ્મભાવની મસ્તી. (Cosmic Consciousness) પ્રત્યેક મનુષ્યને પહેલા ત્રણ ખંડમાં પ્રવેશ મળે જ છે. જીવવા માટે પણ આ ત્રણેની જરૂર હોય છે. શરીરની જાળવણી માટે પણ આ ત્રણે ખંડો અત્યંત જરૂરી છે. છેલ્લા બે ખંડમાં સામાન્ય મનુષ્ય પ્રવેશ નથી પામી શકતો. આ બે વાત વ્યક્તિગત સાધના પર નિર્ભર હોય છે. હવે આ પાંચ ખંડોનો સંક્ષિપ્ત પરિચય કરાવું. ૧. સ્વપ્નસહિત નિદ્રા : મન-મહાલયના આ પહેલા ખંડને આપણે ખુશીથી For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભૌતિક-અભૌતિક રમતો સ્વપ્નખંડ કહી શકીએ. આ ઓરડામાં “જવું' એ કેવળ માનસિક બાબત છે, કારણ કે આંખો બંધ હોય છે. એ ખંડમાં ક્યારેક એવું બને કે ચોર પાછળ પડે અને આપણે ઝટ દોડી ન શકીએ. પરંતુ ખરેખર જોઈએ તો દોડવાનું પણ માનસિક હોય છે. વીસમી સદીના બે ડ્રીમ-ડૉક્ટર્સ ફ્રોઈડ અને કાર્ય યુગ કહે છે કે સ્વપ્નવાળી, ઊંઘમાં ક્યારેક અર્ધ સ્વપ્ન અવસ્થા પણ હોય છે. સ્વપ્નો ત્રણ પ્રકારનાં બતાવાયાં છેઃ (૧) સાવ ઠેકાણા વિનાનાં, ગોટાળિયાં સ્વપ્ન. (૨) સ્વપ્નભૂમિ પર રચાતાં નાટકોવાળાં સ્વપ્ન. (૩) કશીક બાબતનું રહસ્ય પ્રગટ કરનારાં સ્વપ્ન. ૨. સ્વપ્ન વગરની પ્રગાઢ નિદ્રા : આ એક એવી અવસ્થા છે, જેને આપણે મૃત્યુની બહેનપણી કહી શકીએ. મન-મહાલયના આ બીજા ખંડમાં જીવનના ઘણા કલાકો ગાળવાના છે. આ અવસ્થામાં જીવનની બેટરી ચાર્જ થાય છે. આ ખંડમાં પ્રવેશવાની માણસને તક મળવી જોઈએ. આવી ઊંઘમાંથી સવારે જાગે ત્યારે માણસને લાગે કે જાણે એનો પુનર્જન્મ થયો છે! ૩. જાગ્રત ઊંઘ (Waking sleep): મન-મહાલયના ત્રીજા ખંડમાં પ્રવેશીએ. જાગૃતિના આ ત્રીજા ખંડનો સંબંધ ઓળખાણ સાથે છે. જેમાં લલિતભાઈ, લલિતભાઈ તરીકે જ જીવનભર ઓળખાય છે. માણસ જે કંઈ અનુભવે, વિચારે, કરે, તેમાં જાણે ખોવાયેલો હોય છે. જાણે બધું થયા કરે છે.. યંત્રવત્ બનીને બધું કરતો રહે છે. ચુઆંગ સૂના સ્વપ્નાની વાતો જાણીતી છે. એ એક વાર સ્વપ્નમાં પતંગિયું બની ગયો, પછી જાગી ગયો. એણે જાતને પ્રશ્ન પૂછ્યો : “શું સાચું? હું પતંગિયું હતો તે, કે ચુઆંગ ત્રુ છું તે?' આપણી આ કહેવાતી જાગૃતિ પણ જાગ્રત ઊંધ નથી ને? આ દૃશ્યમાન જગત પણ એક સ્વપ્ન જ નથી ને આવા પ્રશ્નો વાસ્તવિકતા (Reality) ની શોધના મૂળમાં છે. મનની પેલી પારના આ પ્રશનો છે. ૪. “સ્વ”ની ઓળખ (self-remembering) : આ ચોથા ખંડમાં પ્રવેશવા સાધકે વિશેષ પ્રયાસ કરવાનો હોય છે. આમાં પ્રગાઢ અનુભૂતિઓની ક્ષણો આવે છે. “સ્વ”ની ભાળ મળે તેને “આત્મસાક્ષાત્કાર” કહેવામાં આવે છે. સ્મૃતિલાભ” પણ કહેવાય છે. આ અવસ્થામાં મનુષ્ય દ્રષ્ટા બને છે. માત્ર અભિનેતા બને છે. માત્ર સાક્ષીભાવે દ્રષ્ટા બને છે. “અબ્રાહમ મેસ્લો’ For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૩૭ નામનું તત્ત્વચિંતક આવી પ્રગાઢ અનુભૂતિઓને "peak experiences તરીકે ઓળખાવે છે. તે કહે છે : Peak experiences are acute identity experiences. આવી ચરમ અનુભૂતિ સહજ રીતે ઘટે છે. આ ચોથા ખંડમાં માણસનું “હું” અને “નમ' – “હું અને મારું ખરી પડે છે. એ દેહભાવથી મુક્ત થઈ પોતાના “સ્વ” સાથે એકરૂપ થઈ સ્વરસનો અનુભવ કરે છે આ અવસ્થામાં એ કર્મફળથી અલિપ્ત રહે છે. ૫. બ્રહ્મભાવની મસ્તી (Cosmic Consciousness) : આ પાંચમા ખંડમાં પ્રવેશવા માટે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ - આ અષ્ટાંગ યોગની સાધના કરવી પડે. પાંચમો ખંડ “સમાધિ નો છે! “ઝન સંપ્રદાય આને “સતોરિ' કહે છે. બૌદ્ધ પરંપરામાં અષ્ટાંગ માર્ગ - સમ્યક દ્રષ્ટિ, સમ્યક્ સંકલ્પ, સમ્યક્ વાણી, સમ્યક કર્મ, સમ્યક્ આજીવ, સમ્યફ વ્યાયામ, સમ્યક્ સ્મૃતિ અને સમ્યફ સમાધિ - આ રીતે બતાવવામાં આવ્યો છે. મન સાથે કામ પાડવાના આ માર્ગો સાધના માગી લેનારા છે. આ માર્ગ કીડીની ગતિ જેવી ધીમી ગતિનો છે. આને “પિપીલિકા માર્ગ' કહે છે. પરંતુ “જ્યાં દૃઢ પ્રણિધાન હોય, પૂરો ખંત હોય ત્યાં સાધના સફળ થાય જ', એવી શ્રદ્ધાને હૃદયમાં ભરીને રાખવી પડે. આ બધું વાંચીને તને મનમાં પ્રશ્ન થશે કે “ચોથા અને પાંચમા ખંડમાં પ્રવેશવું શી રીતે? આ જ પુસ્તકમાં રોબર્ટ રોપ એના ચાર ઉપાય બતાવે છે. એ ઉપાયો આ પછીના પત્રમાં લખીશ. ચંતન, પરબ્રહ્મમાં લય પામવા માટે, પરમ-ચરમ સુખની અનુભૂતિ કરવાના ઉપાયો “પ્રશમરતિ ગ્રંથમાં પણ બતાવાયા છે. અવસરે તને લખીશ. છેવટે તો આત્માનુભવરૂપ, ચિદાનંદરૂપ લય જ પામવાનો છે ને! બ્રહ્મજ્ઞાનમાં લીનતા પ્રાપ્ત કરવાની છે. એટલે મનને સમજાવી, તેને વશ કરવું અનિવાર્ય છે. કુશળ રહે. તા. ૧૩-૪-૯૮ વાયુન For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નE ૯.મળની ઋતુ બદલો પ્રિય આત્મસાધક, સનેહ આત્મવંદન, તારો પત્ર મળ્યો. મનના પાંચ ખંડોમાં ભમવાની તને મજા આવી ને? હજુ વધારે આનંદ પામીશ. લેખક રોબર્ટ રોપ, ચોથા અને પાંચમા ખંડમાં પ્રવેશવા માટે ચાર ઉપાય બતાવે છે : ૧. વિચારોની... તરંગોની ચગડોળને ધીમી પાડીને અટકાવવાનું શીખી લો. ભીતરમાં ઊઠતી દલીલો અને વાતચીતોના પૂરને ખાળવા મથતા રહો. ૨. બને તેટલી વાર મનની શાંતિમાં ઊંડી ડૂબકી લગાવી, એ સ્થિતિમાં વધુમાં વધુ સમય રહેવાનો પ્રયત્ન કરો. વિચારોના રવાડે ચડવાનું બંધ કરો. "They have less to say than cats but they communicate' seis સૂક્ષ્મ સંભળાય તે માટે શાંત થઈ જાઓ. ૩. જાગૃતિની જાળવણી કરો. જાગૃતિ(અવેરનેસ)થી વધારે મૂલ્યવાન ચીજ જીવનમાં બીજી નથી. ૪. જીવન એવી રીતે ગોઠવો કે નિરાંત, નવરાશ અને ધ્યાન માટે પૂરતો સમય મળી રહે. દુનિયાના કરડો મનુષ્યોને આવો વૈભવ પ્રાપ્ત થતો નથી. પાંચમા ખંડમાં પ્રવેશવા માટેની સાધના, એ જ ખરી જીવનસાધના છે. માણસ પોતાની રીતે પોતાની મર્યાદાઓને લક્ષમાં રાખી ધ્યેય તરફ આગળ વધી શકે છે. મનની ઋતુ ધીરે ધીરે બદલાય ત્યારે આપોઆપ નવું અજવાળું પ્રાપ્ત થાય છે. એકાંત, મૌન, શાંતિ અને સહજ જીવનચર્યા સંસારી જીવો માટે પણ શક્ય છે. જાગી ગયેલો માણસ આજે નહીં તો કાલે મનના મહાલયના પાંચમા ખંડમાં પ્રવેશી શકે છે. જોકે આતો આપણે મનની વાત કરતાં કરતાં મનથી પર બ્રહ્માનંદની વાત કરી લીધી! પરંતુ મનની પેલે પાર શું છે, તે જાણવાથી જ મનની સાથે કામ સાધી શકાય છે. મન અતિ ચંચળ છે, જલ્દી કોઈને વશ થાય એવું નથી. મનને શરીરની મર્યાદાઓ નથી નડતી. શરીર અમદાવાદમાં હોય, છતાં મન ન્યૂયોર્કમાં હોઈ શકે છે. શરીર સ્વપત્ની સાથે હોય, મન બીજી કોઈ સ્ત્રી સાથે હોઈ શકે છે. મન આગળ શરીરની ધૂળ મર્યાદાઓ ખરી પડે છે અને શરીરની મર્યાદાઓ For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૩૯ ખરી પડે છે ત્યારે મન મેદાન મારી જાય છે. શરીરને લકવો થઈ જાય તોય મનને શરીરની મર્યાદા નડતી નથી. એંશી વર્ષના વૃદ્ધ પુરુષનું મન અઢાર વર્ષના યુવાન જેવું હોઈ શકે છે. દેહથી પર એવું મન દેહની સંકડામણ, સ્થૂળતા ને દ્રવ્યતાથી મુક્ત હોય છે. તે છતાં તે દેહસંલગ્ન છે! એ જ રીતે આત્મા મનથી ભિન્ન છે છતાં મનસંલગ્ન છે. મનની એક દિશા શરીર તરફની એટલે કે જ્ઞાનેન્દ્રિયોના વિષયો તરફની હોય છે. મનની બીજી દિશા આત્માના પ્રદેશ તરફની હોય છે. મનની દિશા જ્યારે દેહના વિષયો તરફની હોય છે ત્યારે જે ભાવ પેદા થાય તેને “કષાયો” કહેવાય. એ જ મન જ્યારે આત્મા ભણી વળે ત્યારે અહંશૂન્ય.. કષાયમુક્ત બનતું ચિદાનંદ પામતું જાય છે. આમ કષાય અને ઉપશમ વચ્ચેની દોરડા ખેંચ (ટગ ઓફ વૉર)માં મન કાયમ મૂંઝવણ અનુભવે છે. મનની ઋતુ બદલાયા ત્યારે આધ્યાત્મિકતાનો ઉદય થાય. આપણું મન આપણું જ હોવા છતાં ઝટ હાથમાં નથી આવતું. એ આપણું છે છતાં આપણા કાબૂમાં નથી. એ આપણું છે છતાં આપણી આપણી સમજમાં નથી સમાતું. એ આપણું હોવા છતાં આપણને ખૂબ હેરાન કરે છે; અને ક્યારેક તો આપણને વિનાશના ઊંડા ધરામાં ધકેલી દે છે. એ આપણું હોવા છતાં દુમનની માફક પરાયું બની શકે છે. માણસ વાતવાતમાં કહે છે : “હું અપસેટ છું.” પણ કેમ અપસેટ છું, તેની ખબર નથી. આવું મન આપણું શી રીતે કહેવાય? આપણે મનના માલિક છીએ કે ગુલામ? આપણે મનના મિત્ર છીએ કે શત્રુ? મનની ઋતુ બદલાય પછી જ કદાચ ખરા આધ્યાત્મિક વિકાસની શરૂઆત થાય છે. માણસ પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને ઓળખે, એ જ અધ્યાત્મ છે. સ્વ” ની ઓળખ માટે સ્વસ્થતા જરૂરી છે. સ્વસ્થ હોવું એટલે “સ્વ”માં સ્થિર હોવું. મનને સમજ્યા વિના “સ્વ' સુધી પહોંચવાનું મુશ્કેલ છે. આપણી પાંચે ઇન્દ્રિયો (કાન, આંખ, નાક, જીભ અને ત્વચા) ને જે કંઈ વિષયો બાહ્ય જગતમાંથી પ્રાપ્ત કરે છે, તે આપણા મનમાં ઠાલવી દે છે. આંખ મનને સુંદર રૂપ ધરે તો મન ખુશ ખુશ! એ જ આંખ કરૂપતા ધરે તો મન-મહારાજા નાખુશ! કાન મનને મધુર શબ્દ પહોંચાડે તો મહારાજા, રાજી અને કડવા શબ્દો પહોંચાડે તો મહારાજ નારાજ! મન રામાયણ અને મહાભારત સર્જે છે. મન પોતીકા અને પારકા જેવો ધૃતરાષ્ટ્રીય ભેદભાવ સર્જે છે. મન હસાવે છે, મન રડાવે છે. મન માણસને નચાવે છે ને વળી દુઃખમાં બેવડ વાળી દે છે. મન ઇતિહાસ સર્જે છે અને મન For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦. મનની ઋતુ બદલો રાજ કીય ભૂગોળની સરહદો રચે છે અને તોડે છે. આપણું મન આપણા કહ્યામાં નથી. એટલે, મન સાથે કામ પાડવાની યુક્તિ જડી જાય તો જીવનના ઘણા ઉધામા શાંત થઈ જાય અને “જીવનલય' પ્રાપ્ત થઈ શકે. આ માટે મનની ઓળખાણ કરવી પડે. પરંતુ માણસ જીવનપર્યત ઓળખાણોની કે સમાજની નજરકેદ ભોગવતો રહે છે, તેથી મનને ઓળખવાનું દૂર રહી જાય છે. માણસ પરંપરાનો, રિવાજોનો, સ્વીકૃત મૂલ્યોનો, માન્યતાઓનો, અભિપ્રાયોનો અને ઇજ્જત નામની રાક્ષસીનો લાચાર ગુલામ છે. એટલે એ મનની ઓળખાણ કરી શકતો નથી. મન સાથે મૈત્રી કરી શકતો નથી. આ કામ ખૂબ જ મુશ્કેલ છે, અને મુશ્કેલ છે તેથી જ કરવા જેવું છે. મનની ઋતુ બદલાઈ જાય છે ત્યારે જીવનરસ કેવો લય પામે છે, તેનું એક દૃષ્ટાંત તને લખું છું : સંત તુલસીદાસને અકબર બાદશાહે પોતાના દરબારમાં આવવા આમંત્રણ આપ્યું. તુલસીદાસના મનની ઋતુ જ બદલાઈ ગઈ હતી. એમની મનઃસ્થિતિ વિવેક તરફ વળેલી હતી. તેમણે જવાબ આપ્યો હતો : હમ ચાકર રઘુબીર કે પઢોં લિખો દરબાર, અબ કા હમ હોકિંગે નર કે મનસબદાર. “અમે તો રઘુવીર રામચન્દ્રના નોકર છીએ. દરબારમાં તો ભણેલાગણેલા લોકોનું કામ, હવે અમારે રઘુવીરની ચાકરી છોડી માણસના મનસબદાર (અમલદાર) શા માટે થવું?” તુલસીદાસ વણકર હતા. બ્રાહ્મણોએ તુલસીદાસને પરેશાન કરવામાં બાકી નહોતું રાખ્યું. તુલસીદાસે બ્રાહ્મણોને આપેલો જવાબ સમજવા જેવો છે : માંગી કે ખેબો, મસતિ કે સોયબો, લેબો કો એક ન, દેબો કો દેઉં...” માંગી ને ખાઈ લઉં છું. મસ્તીમાં સૂઈ રહું છું. કોઈની સાથે મારે તે શી લેવા દેવા?” કષાયો મંદ પડે, પછી આત્મભાવ જાગે, તો જ આવી મસ્તી પ્રાપ્ત થાય. સંતો આવી મસ્તીના માલિક હોય છે! એમના મનની વસંત મહોરી ઊઠેલી હોય છે. આવો જ એક પ્રસંગ કલિકાલસર્વજ્ઞ આચાર્યદેવશ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧ લય-વિલય-પ્રલય તથા રાજા સિદ્ધરાજની વચ્ચે બન્યો હતો. સિદ્ધરાજ હેમચન્દ્રસૂરિજી પ્રત્યે નારાજ થયેલો ત્યારે આચાર્યદેવે કહેલું : "भूशय्या भक्षमशनं जीणवासो गृहं वनम् ।' હે રાજન! અમારે તારી પાસેથી કંઈ જોઈતું નથી. અમે જમીન પર સૂઈ જઈએ છીએ. ભિક્ષા માગીને જીવનનિર્વાહ કરીએ છીએ. જીર્ણ વસ્ત્રો પહેરીએ છીએ અને જંગલમાં રહીએ છીએ! હે રાજનું, તોપણ અમે ચક્રવર્તી રાજા કરતાં ય વધારે સુખી છીએ!' આ છે મનની આધ્યાત્મિક મસ્તી! મન જ્યારે નિઃસ્પૃહ બની જાય છે, પરપદાર્થોની સ્પૃહાથી લગભગ મુક્ત થઈ જાય છે ત્યારે તે સર્વોત્તમ આંતર સુખ અનુભવે છે. સૂવા માટે એક પથ્થરની શિલા.. ખાવા માટે એક વાર લુખ્ખ-સુકવું થોડું ભોજન.. શરીર ઢાંકવા જીર્ણ-શીર્ણ બે ત્રણ કપડાના ટુકડા... રહેવા માટે વિશાળ વન! સુખ અને દુઃખની પરિભાષાઓ કરવામાં જો ભૂલ થઈ જાય તો મનુષ્ય સુખને દુઃખ માની લે છે અને દુઃખને સુખ માની લે છે. પરિણામે અશાંતિ ફ્લેશ અને સંતાપમાં ઉદ્વિગ્ન બની જાય છે. પ્રાયઃ કરીને મનુષ્યો બાહ્ય પદાર્થોના સંયોગ-વિયોગને સુખ-દુઃખ માની લે છે. સુખ અને દુ:ખ મનની ધારણાઓ છે. મનની કલ્પનાઓ છે. હજુ બાહ્ય દુનિયાના કોઈ પદાર્થની પ્રાપ્તિ ન થઈ હોય, પરંતુ એની સ્પૃહા જ્યાં જાગી ગઈ, ત્યાં દુઃખનો પ્રારંભ થઈ જાય છે. જ્યાં જ્યાં પરસ્પૃહા ત્યાં ત્યાં દુઃખ! જ્યાં પરસ્પૃહા નહીં, ત્યાં દુઃખ નહીં. ભોગી હો યા યોગી હો, પરપદાર્થની સ્પૃહા જેના મનમાં જાગી તે દુઃખી! પરપદાર્થની સ્પૃહા જેના મનમાંથી દૂર થઈ તે સુખી! ચેતન, એક આર્મ-વચન યાદ રાખવા જેવું છે : નિરો તર દુત્તરમવોડડ્યો” નિરપેક્ષ (વિષયોથી) આત્મા આ દુત્તર ભવસમુદ્રને તરી જાય છે. નિઃસ્પૃહતાના મહાસુખને અનુભવતો આત્મા દુઃખપૂર્ણ ભવોદધિને તરી જઈને પરમ સુખ, અનંતસુખ પ્રાપ્ત કરે છે. પરમ પ્રકૃષ્ટ લય (પ્ર-લય) પ્રાપ્ત કરે છે. કામ એક જ કરવાનું છે : મનને નિઃસ્પૃહ રાખવાનું! કુશળ રહે. તા. ૧૫-૪-૯૮ Sneglegesen For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 1. ૧૦. રંભાયુને નાથો H -- પ્રિય આત્મસાધક, સનેહ આત્મસ્મરણ. તારો પત્ર મળ્યો. “જ્ઞાનસાર' ની તત્ત્વપૂર્ણ વાતોથી તને નવો જ્ઞાનપ્રકાશ મળ્યો, જાણીને આનંદ થયો. મહાનુભાવ, શરીરમાં થનગનતી પ્રાણઊર્જાના ભવ્ય શિખર પર મનુષ્યનું મગજ બિરાજમાન છે! આ મગજ સુપર કયૂટર છે. ખરી વાત તો એ છે કે કહેવાતું સુપર કમ્યુટર પણ આપણા મગજ આગળ કોઈ વિસાતમાં નથી. વિજ્ઞાનીઓ કહે છે : કે જો માનવીના મગજ જેવું અદ્ભુત કમ્યુટર બનાવવું હોય તો એનું કદ પૃથ્વીના કદ કરતાં સાડાત્રણ ગણું થવા જાય. પ્રાણઊર્જાના શિખર પર બિરાજમાન એવા આ મગજના વ્યાપારોમાં હજી આપણી ચાંચ પૂરી બૂડી નથી. મગજ તો આપણને પુણ્ય-પ્રકૃતિ તરફથી મળેલી રહસ્યમય અણમોલ ભેટ છે. સામાન્ય માણસને પણ અપાર મનઊર્જાની ભેટ મળેલી છે. પણ સામાન્ય માણસ પોતાને મળેલી મનઃશક્તિનો દસમો ભાગ પણ વાપરતો નથી. આથી જ માણસ સામાન્ય રહી જાય છે. જે કંઈ મૂલ્યવાન મળે તેને વેડફી નાંખવું, એ જ આપણી સામાન્યતા છે. ગળામાં કોહિનૂર લટકતો હોય અને ભીખ માંગવા નીકળે, તેવી આ વાત છે. આપણે ભિખારી છીએ, પરંતુ છીએ કોહિનૂરના માલિક! કોહિનૂર હોવા છતાં કોહિનૂરના મૂલ્યથી અજાણ રહી જવું, એ જ આપણી સામાન્યતા છે. “સગાં દીઠાં મેં શાહઆલમનાં ભીખ માગતાં શેરીએ...' જેવો ઘાટ બન્યો છે. એક બંગલો ભવ્ય છે. બંગલાનાં પગથિયાં આરસપહાણનાં છે. રસોડાના પ્લેટફોર્મ પર ગ્રેનાઇટની સુંવાળપ છે. જાજરૂમાં ફ્લશ છોડવામાં આવે ત્યારે જે પાણી ખળખળ છૂટે છે તે કોઈ નપાણિયા ગામના પાણિયારા પરની ગાગરમાં પીવાનું પાણી હોય, તેના કરતાં ય વધારે સ્વચ્છ હોય છે. બંગલો ભવ્ય છે, પરંતુ એમાં રહેનારો અનુભવ્યું છે! બંગલામાં માણસો વસે છે, પરંતુ માણસાઈ ગેરહાજર હોય છે. આવા માણસોનાં મન ગરીબ હોય છે. મનની ગરીબીને બંગલો ઢાંકી શકતો નથી અને મનની અમીરી ઝૂંપડીને ગાંઠતી નથી! જે બંગલામાં સ્મિત નથી, મીઠો આવકાર નથી અને પરિવાર ભાવના નથી, તે બંગલામાં માણસો દુઃખી હોય છે. For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩ લય-વિલય-પ્રલય આથી ઊલટું, ક્યારેક ગામ-નગરના નાનકડા ફ્લેટમાં કે ડબલ રૂમમાં મધ્યમવર્ગીય મુસીબતો વચ્ચે જીવતા પરિવારમાં સંસ્કારવૈભવ છલકાતો જોવા મળે છે. નાનકડા ઘરની સંકડામણમાં મનની વિશાળતાનો સમંદર ઉછાળા મારતો હોય છે. તાણ અને તંગી વીસરાઈ જાય એવી મહોબ્બત સાથે જમણ પરસવામાં આવે છે. એ જમણમાં હેત હોય છે, ભલે હલવો ન હોય! આવા વિચારવૈભવ અને મનવૈભવને પૈસાની ખેંચ હરાવી શકતી નથી. મનમાં કાશી અને મનમાં કાબા! મનમાં સારનાથ ને મનમાં જેરુસલેમ! મનમાં શત્રુંજય અને મનમાં સમેતશિખર! “અથર્વવેદ માં કહ્યું છે : “સ્વર્ગ એટલે સ્વચ્છ મની” મનનું આવું રૂપાંતરણ તો જ થાય જ સદ્ગુરુ, સગ્રંથ, સત્સંગ અને સદાચાર જીવનમાં જોડાય. સદ્દગુરુ જ આપણને સુંદર વિચારો આપે અને સારી રીતે જીવવાની ચાવી બતાવે. પ્લટાર્ક' નામના વિચારકે વર્ષો પહેલાં લખેલું કે “જો શરીર મન સામે અદાલતમાં દાવો માંડે તો? અદાલત ચુકાદો આપશે કે “મન તેના ઘરમાલિક શરીરનો ખતરનાક ભાડૂત છે!” માટે આપણા શરીરમાં રહેલા મનને સમજી લેવું જોઈએ. મન સાથે કામ પાડવામાં જો સાવધાની રાખવામાં ન આવે તો માણસ ધર્મના બહાને પણ પતન પામી શકે છે. મન સાઇકલની ચેઇન જેવું છે. ચેઇન બહુ ટાઇટ હોય તો તૂટી જાય છે અને બહુ ઢીલી હોય તો ઊતરી જાય છે. એટલે સાધકે મનની બાબતમાં ત્રણ સાવધાની રાખવાની છે : ૧. બહુ તાણવાથી વિકરાળ પ્રતિક્રિયાઓ જન્મે છે, માટે મનને બહુ તાણવું નહીં. ૨. બિલકુલ છૂટું મૂકી દેવાથી દુરાચારી બને છે, માટે મનને સાવ છૂટું મૂકવું નહીં. ૩. સાધક જો મનની બાબતમાં સાવધ ન રહે તો દંભી બની શકે, નીચેની વાતો આત્મસાક્ષીએ વિચારજે ૦ ભોજન કરવાનું બંધ કરી દીધું તેથી આહારમાં મન નથી રહ્યું એમ માની લેવાય ખરું? ઉપવાસીના વિચારો ભોજનના હોઈ શકે? ૦ બ્રહ્મચર્ય પાળવાનું વ્રત લીધું, એટલે કામવાસના ટળી ગઈ એમ માની શકાય? સેક્સ સ્વપ્નમાં પણ પજવે છે? ૦ ક્રોધ પ્રગટ ન થયો એટલે ક્ષમા સિદ્ધ થઈ – એમ માની શકાય છે? મનની ભીતર ધરબાયેલો ક્રોધ એટલે ન ફૂટેલો બોમ્બ! For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४४ દંભાસુરને નાથો ૦ સંસાર છોડ્યો એટલે મોહ ટળ્યો - એમ માની શકાય કે? શિષ્ય-શિષ્યાઓ અને ભક્તોનો મોહ જાગી શકે છે ને? ૦ સાધુનો લોભ પાછલે બારણેથી મનમાં પ્રવેશી જાય છે ને? એ લોભ આશ્રમો, તપોવનો, તીર્થધામો આદિ દ્વારા ગુણાકાર પામે છે ને? અને કીર્તિલોભ કેટલો તગડો બને છે? કેટલાક વિચારકો મનને સાવ છૂટું મૂકી દેવાની હિમાયત કરે છે, તેઓ અરાજકતાની અને સ્વચ્છન્દવાની આડકતરી હિમાયત કરી રહ્યા છે. જ્ઞાની પુરુષો કહે છે : હોડીને જેમ પવન તાણી જાય છે તેમ ઇન્દ્રિયોની બધી માગણીઓ વિવેક વગર પૂરી કરનારું સ્વૈરવિહારી મન માણસની બુદ્ધિનો ઉલાળિયો કરી નાખે છે. બુદ્ધિનાશ એટલે સર્વનાશ. મન ઇન્દ્રિયોનું ગુલામ બનીને વર્તે તો બુદ્ધિ નાશ પામે. ત્રીજી સાવધાની દંભ અંગે રાખવાની છે. મન દંભી ન બની જાય, એની સાવધાની રાખવાની છે, કારણ કે દુનિયામાં મોટા ભાગના લોકો પોતાના દોષો અને પોતાનાં પાપો છુપાવી, સંઘ-સમાજમાં સત્કાર પામવા દંભ કરે છે. પરતું માણસની આ મૂર્ખતા જ છે. એ પોતાના દંભ વડે જ દુ:ખ પામે છે. ચેતન, પસની લંપટતા ત્યજી દેવી સરળ છે, શરીરના અલંકારો ત્યજી દેવા સહેલા છે અને કામભોગોનો ત્યાગ કરવો પણ મુશ્કેલ નથી. મુકેલ છે દંભનો ત્યાગ! ભલેને માથાના વાળનું લંચન કરે પૃથ્વી-પથ્થર પર સૂઈ જાય, ભિક્ષા માગીને ભોજન કરે કે બ્રહ્મચર્યાદિ વ્રતો પાળે, પરંતુ જો એનું મન દંભ નથી ત્યાગતું તો બધી જ સાધના નિરર્થક થઈ જાય છે. એવા તપને શું કરવાનું કે એવાં વ્રત-મહાવ્રતોને શું કરવાનાં? – જો એનું મન દંભનો ત્યાગ નથી કરતું. આંખો જ અંધાપાથી ઓલવાઈ ગઈ હોય, એના માટે દીવો શા કામનો ? ભલે ને માણસ સંસારી મટીને સાધુ બની જાય, અને મોક્ષ મેળવવાની વાતો કરે, જો એનું મન દંભી-માયાવી છે તો એ લોઢાની નાવમાં બેસી સમુદ્ર પાર કરવાની મૂર્ખતા કરે છે. એવા પંડિતો-વિદ્વાનો કે જેઓ દંભનાં દુષ્પરિણામો જાણે છે, છતાં એમની શ્રદ્ધા તો દંભ ઉપર જ હોય છે. એ દંભ એ વિદ્વાનોને ડગલે ને પગલે વિસ્મલિત કરે છે. માટે માણસે, સાધકે દંભરહિત જીવન જીવવું જોઈએ. જો એને ખરેખર મોક્ષમાર્ગ ઉપર રાગ છે, દઢ શ્રદ્ધા છે, તો એણે પોતાના યથાર્થ વ્યક્તિત્વને છૂપાવવાની જરૂર નથી. “હું છું, એ આવો છું... હું ઉચ્ચ કોટિના નિદભ For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫ લય-વિલય-પ્રલય સાધકોનો, ઋષિ-મુનિઓનો અનુરાગી છું.” આ વિચારથી મનને નિર્દભ રાખવાનું છે. કારણ કે નિર્દભ સાધક ભલે ઓછી ધર્મક્રિયા કરતો હોય, પરંતુ યથાર્થતાને સ્વીકારી ગુણાનુરાગી બની જીવતો હોય છે તો એ કર્મોની નિર્જરા કરે છે. જે ખરેખર સાધક નથી, સાધુતાથી રહિત છે, તે પોતાને સાધક-સાધુ-મુનિ કહેવડાવે છે, તેનું નામ લેવામાં પણ પાપ લાગે. એવા દંભીઓથી સો ગજ દૂર રહેવું. આવા દંભીઓ દુનિયાને છેતરતા હોય છે. “હું ધર્માત્મા છું, હું મોટો સાધક છું' આવી કીર્તિના લોભથી જે દાંભિક સાધુ પોતાને વિશ્વમાં અદ્વિતીય સમજે છે, બીજાઓને તણખલાતુલ્ય સમજે છે તેઓ એવાં પાપકર્મ બાંધે છે કે ભવાંતરમાં એમને યોગીકુલમાં જન્મ મળતો નથી. દંભી માણસો હંમેશાં સ્વપ્રશંસા કરતા હોય છે ને પરનિંદા કરતા હોય છે. દંભીઓને ઓળખવાની આ વાત છે. માટે મનને દંભી ન બનવા દઈશ. સરળ આત્માની જ શુદ્ધિ-વિશુદ્ધિ થાય છે. “અધ્યાત્મસાર' માં કહ્યું છે : आत्मार्थिना ततस्त्याज्यो दम्भोऽनर्थनिबन्धनम् । शुद्धिः स्याद्ऋजुभूतस्येत्यागमे प्रतिपादितम् ।। આત્માર્થીએ અનર્થના કારણભૂત દંભનો ત્યાગ કરવો. આગમ(શાસ્ત્ર)માં કહેલું છે કે સરળ મનવાળા મનુષ્યની શુદ્ધિ થાય છે.” તારે જો અધ્યાત્મના માર્ગે ચાલવું છે, આત્માની વિશુદ્ધિ પ્રાપ્ત કરવી છે, મનનો લય સાધવો છે, તો નાનકડો પણ દંભ કરીશ નહીં. જેવી રીતે વહાણમાં નાનું પણ કાણું પડી જાય તો એ વહાણ સમુદ્રમાં ડૂબી જાય છે, તેમ નાનો પણ દંભ, જીવને ભવસાગરમાં ડુબાડી દે છે. માટે તીર્થકરોએ દંભના વિષયમાં એકાંતે નિષેધ કર્યો છે. (જિનેશ્વરો એકાંતે કોઈ નિષેધ નથી કરતા કે એકાંતે અનુમતિ નથી આપતા.) દંભથી મનને એ જ સાધક બચાવી શકે કે જે સતત “સ્વ”માં જાગ્રત હોય. જે મોહમૂઢ હોય છે કે અર્ધજાગ્રત હોય છે, તેઓ દંભના પનારે પડી જ જાય છે. તેમના મનનો લય ખોરવાયેલો જ રહે છે. તેથી જીવનનો લય સધાતો નથી. ચિદાનંદની અનુભૂતિ તરફ દૃષ્ટિ જતી નથી. આવા માણસો વિષયાનંદની ગટરમાં જ આળોટતા રહે છે... આજે બસ, આટલું જ. તા. ૧૬-૪-૯૮ For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 1] પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન, પત્ર મળ્યો. મનને દંભથી બચાવવાની વાત તારા મનમાં જચી ગઈ, જાણીને આનંદ થયો. મહાનુભાવ, દંભથી, કપટથી, માયાથી મનને મુક્ત રાખવું સહેલું કામ નથી. કારણ કે મન માણસના કહ્યામાં નથી, પરંતુ માણસ મનના કહ્યામાં છે! માણસ ઘોડા પર સવારી કરે તે સમજાય છે, પરંતુ ઘોડો માણસ પર સવારી કરે, એ વાત જ બેહૂદી છે. આવી જ એક બેહૂદી વાસ્તવિક્તા એ છે કે આપણું મન આપણા પર ચોવીસ કલાક સવારી કરે છે. મનની આ ગુલામી કેવી રીતે દૂર કરવી? ૧૧, મન અને મનઃશુદ્ધિ મનની આ ગુલામીને તોડી નાંખી મન પર વિજય મેળવે છે માત્ર યોગીપુરુષો. આ વિશ્વમાં સદૈવ-સર્વત્ર યોગીપુરુષો જ વિજય પ્રાપ્ત કરે છે. વિજયનું મૂળ કારણ હોય છે એમનો સમતાભાવ. એમની સમતા સહજ હોય છે. સમતાનો લયયોગ હોય છે. કોઈ સ્વાર્થપ્રેરિત સમતા નથી હોતી. દાંભિક સમતા નથી હોતી. દાંભિક સમતા તો તેમને રાખવી પડે કે જેમને કોઈ ભૌતિક કાર્ય સિદ્ધ કરવું હોય, કોઈ સ્વાર્થસિદ્ધિ પ્રાપ્ત કરવી હોય. યોગીપુરુષો તો ભૌતિક ઋદ્ધિસિદ્ધિ તરફ ઉદાસીન હોય છે. નિર્મમ હોય છે. પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં અનાસંગ-અનાસક્ત હોય છે. આવા સમત્વપૂર્ણ લયયોગથી યોગીને ‘ઉન્મનીભાવ'ની પ્રાપ્તિ થાય છે. અર્થાત્ બાહ્ય રીતે અને આંતરિક રીતે મન સર્વથા ચિંતામુક્ત - વિચારમુક્ત થઈ જાય છે. આત્મા સ્વભાવમાં તન્મય બને છે. આત્મા મનને પ્રેરણા કરતો નથી. મન ઇન્દ્રિયોને પ્રેરણા કરતું નથી ત્યારે ઉભય-ભ્રષ્ટ બનેલું મન સ્વયં જ નાશ પામે છે. આ રીતે ‘મનનો નાશ' થવો તે ઉન્મનીભાવ છે. અતિ ચંચળ, અતિ સૂક્ષ્મ અને તીવ્ર ગતિવાળા મનને, જરાય પ્રમાદ કર્યા વિના, જરાય વિશ્રામ કર્યા વિના, ઉન્મનીભાવથી ભેદી નાંખવુ જોઈએ. વીંધી નાંખવું જોઈએ. ‘અધ્યાત્મસાર’ માં ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ મનને સ્થિર કરવા અને શુદ્ધ કરવા માટે પૂરો એક અધ્યાય લખેલો છે! ‘મનઃશુદ્ધિ' નામના અગિયારમા અધ્યાયમાં ૨૨ શ્લોકો લખેલા છે. પ્રારંભે જ તેમણે કહ્યું છે : For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય “શું તમે તમારું શુભ-કલ્યાણ ઇચ્છો છો? તો પહેલું કામ મનને શુદ્ધ કરવાનું કરો.” 'उचितमाचरणं शुभमिच्छतां प्रथमतो मनसः खलु शोधनम् ।' જેમ વૈદ્ય રોગીને દવા-રસાયણ આપતાં પહેલાં પેટશુદ્ધિ કરાવે છે તેમ ધર્મના રસાયણનું સેવન કરવા પહેલાં મનઃશુદ્ધિ કરવી જોઈએ. ચેતન, વાનર જેવું અતિ ચંચળ, નિબંધ તેજીલા અશ્વ જેવું દુર્ઘર્ષ-દુર્દમ્ય, પ્રચંડ વાયુ જેવું બળવાન, મદોન્મત્ત હાથી જેવું ઘમસાણ મચાવનાર, ભડભડતી આગ જેવું સર્વભક્ષી અને અત્યંત સ્વચ્છંદી મનને જીતવું, એ સહેલું કામ નથી. અતિ અતિ દુષ્કર કામ છે. ૦ ચંચળ મન યોગના પૂર્ણ ઘડાને ઊંધો પાડી દે છે ને સમતારસને ઢોળી નાંખે છે. 9 બળવાન મન જિનવચનોને અવગણી નાંખે છે. કામાગ્નિને પ્રજ્વલિત કરે છે અને સુંદર વિચારવૃક્ષનો ઉચ્છેદ કરી નાંખે છે. ૦ મદોન્મત્ત મન શાસ્ત્રબોધનો નાશ કરે છે અને મોક્ષમાર્ગ ઉપર અવરોધ પેદા કરે છે. ૦ આગ જેવું મન, વ્રતોનાં-મહાવ્રતોનાં લીલાંછમ વૃક્ષોને બાળી નાંખે છે. સદ્ગુણોના ઉદ્યાનને ઉજાડી નાંખે છે. ૦ સ્વચ્છંદી મન ગુણવિકાસને અવરોધે છે. જીવાત્માને ચોરાશી લાખ યોનિમાં ભટકાવે છે. ૦ અત્યંત હિંસક વિચારો કરીને, ઘોર અસત્યના વિચાર કરીને, ચોરીના ઉગ્ર વિચાર કરીને, મૈથુનની તીવ્ર વાસનાના વિચારો કરીને અને પરિગ્રહ લીભના સતત તીવ્ર અશુભ વિચારો કરીને જીવાત્મા નરકગામી બને છે. ૦ ચંચળ મન જીવાત્માને દંભી બનાવે છે. ભલે એ મૌન રહેતો હોય કે નેત્રો નમેલાં-નિર્દોષ રાખતો હોય અને શરીરની પ્રત્યેક ક્રિયા જાગૃતિપૂર્વક કરતો હોય, પરંતુ આ એનો દંભ એને સુખી કરતો નથી કે પરલોકમાં સદ્ગતિ આપતો નથી. માટે મનઃશુદ્ધિ કરવી, પ્રત્યેક સાધક મનુષ્ય માટે અનિવાર્ય છે. મન:શુદ્ધિ કરવાના કેટલાક ઉપાયો આ જ મનઃશુદ્ધિના અધ્યાયમાં બતાવવામાં આવ્યા છે. આપણે એ ઉપાયોને જાણીએ. For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪૮ મન અને મનઃશુદ્ધિ (૧) સર્વપ્રથમ અશુભ વિચારોથી મનને મુક્ત કરવાનું છે. તે માટે શુભ સંકલ્પ વ્રતો-મહાવ્રતોનું પાલન કરવું જોઈએ. શુભ સંકલ્પોથી અશુભ સંકલ્પો દૂર થાય છે. જેમ કે - ૦ અહિંસા ના વિચારો કરવા. ૦ સત્યના વિચારો કરવા. Q પ્રામાણિકતાના વિચારો કરવા. ૦ બ્રહ્મચર્યના વિચારો કરવા. ૦ અપરિગ્રહના વિચારો કરવા. ૦ ક્ષમાના વિચારો કરવા, નમ્રતાના વિચારો કરવા ૦ સરળતાના વિચારો કરવા. ૦ સંતોષના વિચારો કરવા. Q હિંસાના વિચારો ધીરે ધીરે બંધ થશે. ૦ જૂઠના વિચારો ધીરે ધીરે દૂર થશે. 2 ચોરીના વિચારો ધીરે ધીરે લુપ્ત થશે. ૦ મૈથુનના-સેક્સના વિચારો શાંત થશે. Q પરિગ્રહ-લોભના વિચારો નાશ પામશે, ૦ ક્રોધ ધીરે ધીરે મંદ થતો જશે. અભિમાન ઓછું થતું જશે. Q માયા-કપટના વિચારો ઓછા થશે. ૦ લોભના વિચારો ઘટતા જશે. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ રીતે શુભ વિચારોથી અશુભ વિચારોનો નાશ કરી શકાય. આ પ્રક્રિયા લાંબો સમય ચાલે, પરંતુ પરિણામ સારું આવે જ. (૨) બીજી વાત ઉપાધ્યાયજીએ બહુ માર્મિક કહી છે. તેઓએ કહ્યું છે : ‘અશુભ વિચારોથી મુક્ત થયેલું મન અતિ પ્રસન્નતા અનુભવે છે! અને અતિ પ્રસન્ન - શુદ્ધ મન જે પદાર્થને જુએ છે, જે પદાર્થનો વિચાર કરે છે, તે એની વિશેષ શુદ્ધિનું આલંબન બને છે, અર્થાત્ શુદ્ધ મન આત્મચિંતનમાં લય પામે છે એવી રીતે જિનપ્રતિમા આદિના ધ્યાનમાં પણ લય પામે છે.’ ૦ શુદ્ધ મન પૃથ્વીમાં જીવત્વનું દર્શન કરે છે. O શુદ્ધ મન પાણીમાં જીવત્વનું દર્શન કરે છે. ૦ શુદ્ધ મન અગ્નિમાં જીવત્વનું દર્શન કરે છે. O શુદ્ધ મન વાયુમાં જીવત્વનું દર્શન કરે છે. ૦ શુદ્ધ મન વનસ્પતિમાં જીવત્વનું દર્શન કરે છે. એવી રીતે બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોમાં જીવત્વને જુએ છે અને આત્મવત્ સમજીને એ જીવો સાથે દયા-કરુણાભર્યો વ્યવહાર કરે છે. કોઈ જીવને પીડા ન થાય, દુઃખ ન થાય એ રીતે જીવન જીવે છે! (૩) ત્રીજી વાત ઘણી જ ગૂઢ, ગહન અને ગંભીર છે. તેઓ કહે છે : ‘ચિત્તપ્રસન્નતા પ્રાપ્ત થયા પછી, શુભ વિચારો પણ કરવાના નથી. મનને For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય વિચારોથી મુક્ત કરી દેવાનું. નિર્વિકલ્પ-દશા પ્રાપ્ત કરવાની છે. આવી નિર્વિકલ્પ આત્મદશા યોગીપુરુષો માટે જ સંભવ છે. સામાન્ય સાધકનું ગજું નથી હોતું, કારણ કે આ સ્થિતિ તો મનની પેલે પારની છે. આત્મસ્વરુપમાં મન લય પામી જાય, શુદ્ધ દર્શન, જ્ઞાન અને ચારિત્રની પરિણતિ થઈ જાય.” આત્મજ્ઞાનમાં તન્મય થવારૂપ લય, કે જે આત્માનુભવરૂપ છે, એની વિવેચના હમણાં નથી કરવી. એ પછી કરીશ. આજે તો મારે મનશુદ્ધિની વાત કરવી છે. અધ્યાત્મસાર' માં આપણને મનઃશુદ્ધિની પારાશીશી મળી ગઈ. જેનું મન શુદ્ધ હોય તેનું મન પ્રસન્ન હોય! તે આંતર આનંદ અનુભવે. બાહ્ય વિષયોમાંથી આનંદ મેળવવાની વૃત્તિ નાશ પામતી જાય. વિષયોમાં પ્રિય - અપ્રિયની અને ઇષ્ટ-અનિષ્ટની કલ્પનાઓ વિરામ પામતી જાય. જ્યારે મન રાગી હોય છે ત્યારે એક વિષય પ્રિય લાગે છે, જ્યારે મન દ્વેષી હોય છે ત્યારે એ જ વિષય અપ્રિય લાગે છે. હનુમાનજીના પિતા પવનંજયના મનમાં અંજના પ્રત્યે દ્વેષ હતો ત્યારે બાવીસ-બાવીસ વર્ષ સુધી એની સામે પણ નહોતું જોયું. એના શયનખંડમાં પણ પગ નહોતો મૂક્યો. બાવીસ વર્ષના અંતે જ્યારે માન સરોવરના તટ પર મન બદલાયું, ‘ષના સ્થાને સ્નેહ અને સહાનુભૂતિ જાગ્યાં કે તરત જ મિત્રની સાથે આકાશમાર્ગે એ અંજનાના મહેલે પહોંચ્યો હતો. અંજના તો એ જ હતી! અંજનામાં કોઈ પરિવર્તન ન હતું, પવનંજયના મનમાં પરિવર્તન થયું હતું. આ બધું શું છે? મનના રાગ અને હેપ હંમેશાં બદલાતા ભાવોના ખેલ છે! વિષયો તો એના એ જ હોય છે. વિષયોમાં નથી ઇષ્ટપણું કે નથી અનિષ્ટપણું. રાગીને નરસો પણ વિષય વહાલો લાગે છે, દ્વેષીને સારો પણ વિષય અપ્રિય લાગે છે. એટલે વિષયોમાં શુભ-અશુભની, ઇષ્ટ-અનિષ્ટની માત્ર કલ્પનાઓ જ મન કરે છે. મનની કલ્પના સિવાય કંઈ જ વાસ્તવિક્તા નથી. માટે આપણે જડ પદાર્થોમાં સારા-નરસાના આરોપ મૂકવાની કુચેષ્ટાઓ બંધ કરવી પડશે. આપણા મનના રાગ-દ્વેષ ઓછા કરવાનો પુરુષાર્થ કરવો પડશે. આ વાત મન માની જાય તો વિષયો તરફ દોડતી આપણી ઇન્દ્રિયો રોકાઈ જાય, દોડધામ ઓછી થાય. રાગ-દ્વેષની મંદતા થઈ જાય તેથી કર્મબંધ ઓછો થાય, આ તત્ત્વદૃષ્ટિ છે. જ્ઞાનદૃષ્ટિ છે. મનની કલ્પનાઓમાંથી રાગ-દ્વેષના રંગો ધોઈ નાંખીએ તો મન શુદ્ધ થાય અને જીવાત્મા પ્રસન્નતા પામે... આજે બસ, આટલું જ. કુશળ રહે. તા. ૧૭-૪-૯૮ negliz For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir HE ૧૨. રોગોનું મૂળ મનોવિકૃતિ | પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન. તારો પત્ર મળ્યો, “અધ્યાત્મસારની મનઃશુદ્ધિની વાતો તને ઘણી ગમી ગઈ, જાણીને આનંદ થયો, “મનશદ્ધિથી પ્રસન્નતા' આ વિષય પર મારે તને વિશેષ વાતો લખવી છે, પરંતુ આજે નથી લખતો. આજે મારે, મનુષ્યના મનના સારા-ખોટા વિચારોની અસર શરીર પર કેવી પડે છે ને કેવી રીતે પડે છે, એ અંગે લખવું છે. પહેલાં મેં તને લખેલું છે કે શરીરની નિરોગીતા એ શરીરનો લય છે. શરીરનો લય જાળવવા માટે પણ મનનો લય જાળવવો આવશ્યક છે. મહાનુભાવ, મનુષ્ય-તન માનવીય મસ્તિષ્કનું જ પ્રતિબિંબ કહી શકાય. ચિંતન, મનન અને ભાવનાઓને અનુરૂપ જ કાયિક ક્રિયાઓનું નિર્ધારણ થતું હોય છે. ભાવ-સંવેદનાઓ અને વિચારણાઓની ઉત્કૃષ્ટતા-નિકૃષ્ટતાના આધાર પર આપણી આંતરિક પ્રણાલી અને પ્રાણશક્તિનું નિર્માણ થાય છે. વિચાર અને ભાવનાઓની અદશ્ય શક્તિના વિષયમાં આપણાં ભારતીય શાસ્ત્રોમાં ગહન અધ્યયન થયેલું છે અને આ નિષ્કર્ષ કાઢવામાં આવેલો છે કે સ્થૂલરૂપે મનુષ્યનું જેવું પણ જીવન છે, એ એની ભાવનાઓનું જ પરિણામ છે. ભલે એનો સંબંધ આ જીવન સાથે ન હોય, પરંતુ કોઈ પણ કષ્ટ કે દુઃખ, રોગ-શોક કે બીમારી આપણાં પૂર્વકૃત કર્મોનું અને એના પૂર્વે પેદા થયેલા મનના દુર્ભાવોનું જ પ્રતિફળ હોય છે. આ જ કારણથી પ્રાચીન કાળમાં ઋષિ, મુનિ અને મનીષી પ્રાયઃ આ જ પ્રયત્ન કરતા રહેતા હતા કે લોકોનાં મન નિમ્ન-અધોગામી ન બને એ માટે કષ્ટસાધ્ય સાધનાઓ, તીર્થયાત્રાઓ, સત્સંગ, નિત્ય સ્વાધ્યાય, પ્રભુદર્શન-પૂજન આદિ કાર્યક્રમોનો આધ્યાત્મિક, ધાર્મિક અને વૈરાગ્યપૂર્ણ ચિંતનનો સ્રોત વહેતો રાખતા હતા, એના લીધે માણસો ઓછાં સાધનોમાં વિશેષ સુખશાંતિનો આસ્વાદ કરી શકતા હતા. યોગવાશિષ્ઠ (લ/૧૮૧૩૦-૩૭) માં ઉલ્લેખ છે કે ચિત્તમાં ઉત્પન્ન થતા વિકારોથી શરીરમાં દોષ ઉત્પન્ન થાય છે. શરીરમાં ક્ષોભ અથવા દોષ ઉત્પન્ન થવાથી પ્રાણોના પ્રસારમાં વિષમતા આવે છે અને પ્રાણોની ગતિમાં વિકાર પેદા થાય થવાથી નાડીઓના For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ લય-વિલય-પ્રલય પરસ્પર સંબંધમાં ખરાબી ઉત્પન્ન થાય છે. કેટલીક નાડીઓમાં શક્તિનો સ્ત્રાવ થઈ જાય છે તો કેટલીક નાડીઓમાં શક્તિ જામી જાય છે. પ્રાણની ગતિમાં ખરાબી પેદા થવાથી અન્નપાચન સારી રીતે થતું નથી. ક્યારેક વધારે પચે છે. પ્રાણોના સુકમ યંત્રમાં અન્નના સ્થૂલ કણ પહોંચે છે અને ત્યાં જામી જઈને સડે છે તેથી રોગ ઉત્પન્ન થાય છે. આ રીતે માનસિક રોગ “આધિથી શારીરિક રોગ વ્યાધિ ઉત્પન્ન થાય છે. આ આધિ-વ્યાધિથી મુક્ત થવા જેટલી આવશ્યકતા ઔષધોની છે, એના કરતાં વિશેષ મનુષ્ય પોતાના ખરાબ સ્વભાવને સુધારવાની જરૂર છે અને મનોવિકારોથી મુક્ત થવાની જરૂર છે. હવે તો આ તથ્યનો વૈજ્ઞાનિકો, મનોવૈજ્ઞાનિકો અને ચિકિત્સકો પણ સ્વીકાર કરતા થઈ ગયા છે. ગંભીરતાથી આ વાતનું અનુસંધાન કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ ચિકિત્સાવિજ્ઞાની સર બી. ડબ્લ્યુ. રિચર્ડસને પોતાના પુસ્તક “ધી ફીલ્ડ ઓફ ડિસીજીસ'માં લખ્યું છે કે માનસિક ઉદ્વેગ અને ચિંતાઓના કારણે ચામડીની એલર્જી અને શરીર પર ફોલ્લીઓ દેખાવા માંડે છે. કેન્સર, હિસ્ટીરિયા, મૂછ વગેરે રોગોના મૂળમાં માનસિક વિકારોની વૃદ્ધિ જ રહેલી હોય છે. સંશોધનકર્તાઓએ શરીરની થકાવટ અંગે પણ દીર્ઘકાલપર્યત કારણો તપાસીને, પ્રયોગો કરીને એનો સારાંશ બતાવ્યો છે કે લોકોને જે થાક લાગે છે તેનું કારણ માત્ર શારીરિક પરિશ્રમ જ નથી પરંતુ માણસનું ઉતાવળાપણું, ગભરામણ, ચિંતા, વિચારોની વિષમતા અને વધુ પડતી ભાવુકતા હોય છે. નિરાશામાંથી જન્મતી ગભરામણ, અધૂરી આશાઓ, વધુ પડતી ઇચ્છાઓકામનાઓ, ભાવુક્તાની પરસ્પરવિરોધી ઉલઝનો પણ શરીરમાં થાક પેદા કરે. છે. થાકથી બચવા માટે મનમાં નિરંતર પ્રસન્નતા અને આશાવાદી વિચારોને જીવંત રાખવા જોઈએ. માનસિક સ્વસ્થતા અને સુખ-શાંતિ માટે મનમાં નિરંતર સારા વિચારોનું ઝરણું વહેતું રહેવું જોઈએ. શ્રેષ્ઠ-સુંદર વિચારો અને ઉચ્ચ કોટિની ભાવના આત્માનું શ્રેષ્ઠ ભોજન છે. મનના ચિકિત્સકો (ડોકટરો) કહે છે ખરાબ (હિંસા આદિના) વિચારો લોહીમાં વિકાર ઉત્પન્ન કરે છે અને ત્યારે શરીરમાં રોગાણુ-વિષાણુઓની વૃદ્ધિ થાય છે. એક વાત નક્કી છે કે મનની ભીતર અદશ્યરૂપે જ સારા નરસા વિચારો પેદા થાય છે, તે રીતે રક્તકણ શરીરને સશક્ત અથવા અશક્ત બનાવતા રહે છે. મનોભાવોની તીવ્રતામાં એનો પ્રભાવ પણ તીવ્ર હોય છે. જો કોઈ વિચાર ધીરે ધીરે વધે છે તો એનાથી શરીરની સ્થૂલ પ્રકૃતિ પણ ધીરે ધીરે પ્રભાવિત થાય છે. એનું દશ્ય રૂપ થોડા સમય પછી જોવા મળે છે. For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર રોગોનું મૂળ : મનોવિકૃતિ આપણા ઋષિ-મુનિઓ અને મનીષીઓએ તો મનની શક્તિને દરેક સ્તરના મનુષ્યોના લાભ માટે બતાવી જ છે, પાશ્ચાત્ય વૈજ્ઞાનિકો અને ડોકટરોએ પણ આ વિષયમાં સંશોધન કર્યું છે. “ઇન્ફલુએન્સ ઓફ ધી માઇન્ડ અપોન ધી બોડી” નામના પુસ્તકમાં લેખકે લખ્યું છે કે ગાંડપણ, મૂઢતા, લકવો, અધિક પરસે, પાંડુ રોગ, વાળનું ખરી પડવું, રક્તહીનતા, ગભરામણ, ગર્ભાશયમાં ગર્ભસ્થ શિશની વિકૃતિ, ચામડીના રોગો, ફોલ્લા-ફોલ્લીઓ, એગ્નિઝા વગેરે અનેક રોગો માનસિક ક્ષોભથી જ ઉત્પન્ન થાય છે. આ વાતની પુષ્ટિ, અમેરિકાના એક મનોવૈજ્ઞાનિક ડૉક્ટરોના દળે, પોતાના ગહન અધ્યયન - અનુસંધાન દ્વારા કરી છે. એમણે જે રિપોર્ટ પ્રકાશિત કર્યો છે તે મુજબ શારીરિક થાકના 100 રોગી માણસોમાંથી ૯૦ માણસોને કોઈ શારીરિક રોગ ન હતો. પરંતુ તેઓ માનસિક રીતે દૂષિત હતા. અપચાના દર્દી ૭૦ હતા. ગર્દનના દર્દી ૭પ હતા, માથાના દુ:ખાવાવાળા અને જેમને ચક્કર આવતા હતા તેવા ૮૦૮૦ હતા. ગળાના દર્દવાળા ૯૦ હતા અને પેટમાં વાયુવિકારવાળા ૯૯ હતા. આ બધા માત્ર મનના અશુભ વિચારોના દુષ્પરિણામથી પીડિત હતા. પેટમાં અલ્સર જેવું દર્દ અને મૂત્રાશયમાં સોજા જેવી બીમારીઓમાં પ૦ ટકા રોગીઓ નિર્વિવાદરૂપે પોતાના માનસિક વિકારોના કારણે પીડિત હતા. આ એક સત્ય છે કે રોગ પહેલાં મનમાં જન્મે છે, પછી શરીરમાં દેખા દે છે. માનસિક સ્થિતિમાં વિકૃતિ આવતાં જ શરીરનો ઢાંચો ખખડવા લંગડાવા માંડે છે. સ્પષ્ટ વાત છે કે શરીર પર મનનું જબરુ નિયંત્રણ છે. મનનાં બે રૂપ વૈજ્ઞાનિકો માને છે. અચેતન મન અને સચેતન મન, અચેતન મન, રક્ત-પરિભ્રમણ, શ્વાસોચ્છવાસ, સંકોચ-પ્રસાર, નિદ્રા, પાચન, મળવિસર્જન આદિ સ્વસંચાલિત ક્રિયાઓ ઉપર નિયંત્રણ કરે છે. જ્યારે સચેતન મન, બધી જ ઇન્દ્રિયોને અને અંગ-ઉપાંગોને સક્રિય રાખે છે. આ રીતે શરીર અને મનનો અવિચ્છિન્ન સંબંધ છે. એટલે, મનની ચંચળતા, મનની ઉન્મત્તતા કે સ્વચ્છંદતા માત્ર શોક-સંતાપ અને ઉગ જ આપે છે, એમ નથી, એ સારા શરીરને રોગી બનાવે છે! કેનેડાના પ્રસિદ્ધ શરીરશાસ્ત્રી અને મનોવૈજ્ઞાનિક “ડૉ. ડાનિયલ કોપાન' કહે છે કે શરદી-જુ કામ જેટલો શારીરિક રોગ નથી, એટલો માનસિક રોગ છે. જ્યારે મનુષ્ય થાકેલો-પાકેલો ઢીલોઢસ થઈ જાય છે ત્યારે એને પોતાની નિષ્ફળતાઓ For Private And Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૩ લય-વિલય-પ્રલય સામે દેખાય છે. એ નિષ્ફળતાઓથી બચવા માટે એનું કમજોર મન, શરદીજુ કામને બોલાવી લે છે! એ છીંકો ખાય છે, ઉધરસ ખાય છે. એનું નાક વહેવા લાગે છે. આ બધાની પાછળ પોતાની જાતને નિર્દોષ સિદ્ધ કરવાની વિકૃતવાસના રહેલી હોય છે. આ રોગ ખરેખર, અત્તર્મનનું અનુદાન છે આ અનુદાન, માણસને થોડું શારીરિક કષ્ટ આપીને અસફળતાના લાંછનથી બચાવી લે છે! આવા રોગી ઘણા સમય સુધી પરાજયની પ્રતાડનાથી બચી જતા હોય છે. અને આવા માણસોને સાત્ત્વનાની એક આછી ઝલક મળી જતી હોય છે. અંતઃચેતના, આ પ્રયોજનથી જ શરદી-જુકામના તાણાવાણા ગૂંથે છે. ડૉ. કોપાને પોતાની આ માન્યતાને પુષ્ટ કરતાં અનેક પ્રમાણો પ્રસ્તુત કર્યા છે : ૦ ખેલાડીઓ હરીફાઈના દિવસોમાં, ૦ વિદ્યાર્થીઓ પરીક્ષાના દિવસોમાં, o રાજકારણીઓ ચૂંટણીના દિવસોમાં પ્રાયઃ શરદી-જુ કામથી પીડાતા હોય છે. એમાં મોટાભાગના એવા લોકો હોય છે કે જેમને પોતાની સફળતામાં સંદેહ હોય છે અને હારી જવાનો ભય એમના દિલને કમજોર કરી દેતો હોય છે. શરદી-જુકામનું કારણ આમ તો શરદી-ગરમી અથવા વિષાણુ માનવામાં આવ્યા છે અને એના આધારે ઉપચાર કરવામાં આવે છે, પરંતુ તેથી રોગ મૂળથી જતો નથી. વાસ્તવિકતા એ છે કે શરદી-જુકામ શારીરિક નહીં, પરંતુ માનસિક રોગ માનવો વધુ ઉચિત છે. વર્તમાનકાળે મોટા ભાગના રોગોના મૂળમાં માનસિક વિકૃતિઓ રહેલી જણાય છે. શરીરની અંદરના અવયવોમાં આવતી ખરાબીના કારણે ઉત્પન્ન થતી તકલીફો તો સરળતાથી દૂર થઈ શકે છે. શરીર સ્વયં જ એની સફાઈ કરી લે છે. પરંતુ કેટલાક ઘાતક રોગ-અસાધ્ય રોગ મનોવિકારજન્ય હોય છે. મનોવિકાર અનેક રોગોને જન્મ આપે છે. અમેરિકાના પ્રસિદ્ધ મનઃચિકિત્સક ડૉ. રાવર્ટ ડી. રાયે વિસ્તૃત સર્વેક્ષણ કર્યા પછી લખ્યું કે કેન્સર, હૃદયરોગ અને ક્ષય જેવા રોગોને ઉત્પન્ન કરવામાં મુખ્યરૂપે મનોવિકૃતિઓ જ કારણભૂત હોય છે. ધી ફિલોસોફી ઑફ લૉગ લાઇફ” નામના પુસ્તકમાં “જીન માઇનોલે' લખ્યું છે કે શીધ્ર મૃત્યુનું કારણ છે મૃત્યુભય, મોટા ભાગે લોકો વૃદ્ધાવસ્થા આવતાં કે નાની-મોટી બીમારીઓ આવતાં મૃત્યુની આશંકાથી ભયભીત રહે છે અને આ ભય મનની અંદર એટલો ઊંડો પેસી જાય છે કે લાંબો સમય જીવવું કઠિન બની જાય છે. એ ભય જ મોટો રોગ છે. For Private And Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪ રોગોનું મૂળ : મનોવિકૃતિ આરબ દેશોમાં કેટલીક શતાબ્દીઓ પૂર્વે એક પ્રસિદ્ધ ચિકિત્સક થઈ ગયા. તેમનું નામ હતું હકીમ ઈમ્બેસીમા. એમણે પોતાના પુસ્તક “કાનૂનમાં પોતાના અનેક ચિકિત્સા-અનુભવોના ઉલ્લેખ કર્યો છે કે અમુક પ્રકારના માનસિક તનાવોના કારણે શરીરમાં અમુક પ્રકારની વિકૃતિઓ અથવા બીમારીઓ, ઉત્પન્ન થાય છે. ચિકિત્સા-ઉપચારમાં તેમણે ઔષધિના બદલે દર્દીની મનઃસ્થિતિ બદલવાના ઉપાયો કરવાનું કહ્યું છે અને એ રીતે અસાધ્ય લાગતા રોગો સરળતાથી દૂર થઈ ગયા. વાસ્તવિકતા એ છે કે આપણી અંતઃચેતનાનું, વિચારણાનું અને ભાવનાઓનું જેવું સ્તર હોય છે એને અનુરૂપ આપણાં મન-મસ્તિષ્ક, નાડી-સંસ્થાન અને અવયવોન ક્રિયાકલાપ નિર્મિત થતા રહે છે. આંતરિક ઉદ્વેગની ગરમી સમગ્ર શરીરને પ્રભાવિત કરે છે અને એટલો તાપ પેદા કરે છે કે જેથી જીવનલય પોતાની નૈસર્ગિક કોમળતા અને સરળતાને ગુમાવી બેસે છે. મનના વિકારો એક પ્રકારની એવી ગ ભીતરમાં જલતી રાખે છે કે જેથી સ્વાથ્ય માટેનાં તત્ત્વો સ્વતઃ નષ્ટ થતાં જાય છે. પરિણામે શાંતિ અને સમત્વ મનુષ્ય નિરંતર ગુમાવતો જાય છે, જે માણસોને ચિંતા, ભય, ક્રોધ, અસંતોષ રહેતાં હોય છે તેઓ નિરાશાથી ગ્રસ્ત બની જાય છે. ઈર્ષા, દ્વેષ, કપટ, મત્સર વગેરેની પ્રવૃત્તિઓ થતી રહે છે, તેથી એ માણસોનાં મન હંમેશાં ઉદ્વિગ્ન રહે છે. આવી વિષમ સ્થિતિમાં કોઈ માણસનું સ્વાથ્ય સંતુલિત નથી રહી શકતું. માટે એ જ સારું છે કે અનાવશ્યક ઉત્તાપ ઉત્પન્ન કરનારા મનોવિકારોથી અને વિક્ષોભોથી બચવું. શાંત, સંતુલિત, લયયુક્ત જીવનપદ્ધતિ અપનાવીને જીવવું. બસ, આજ આટલું જ. તા. ૧૯-૪-૯૮ કયુમ્નસૂર For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir TY - E || [ ૧૩. મનના પાંચ પ્રકારનું . પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન. ગઈકાલે લખેલા પત્રના અનુસંધાનમાં તને આ બીજો પત્ર લખું છું. પછી તું આ બે પત્રોનો પ્રતિભાવ લખજે. બરાબર? ઘણાં વર્ષો પૂર્વે શારીરિક રોગોને ભૂત-પલીત, ડાકણ-શાકણના ઉપદ્રવો માનવામાં આવતા હતા. તે પછી રોગોને વાત, પિત્ત અને કફના પ્રભાવરૂપે માનવામાં આવ્યા. ઋતુપરિવર્તન સાથે પણ રોગોનો સંબંધ જોડવામાં આવ્યો. તે પછી રોગોનું કારણ કીટાણુઓના આક્રમણને માનવામાં આવ્યું. રોગોનાં કારણોની શોધોમાં તે પછી આહારની વિકૃતિથી પેટમાં જે સડો પેદા થાય છે. એ સડાનું ઝેર રોગ પેદા કરે છે, એમ કહેવામાં આવ્યું. આ રીતે જેમ જેમ સ્કૂલમાંથી સૂક્ષ્મમાં ઊતરતા ગયા તેમ તેમ આરોગ્યશાસ્ત્રના ક્ષેત્રમાં એક તથ્ય એવું શોધી કાઢવામાં આવ્યું કે રોગોનું અસલી કારણ મનુષ્યની મનઃસ્થિતિ છે. અલબત્ત આહાર-વિહાર, વિષાણુઓનું આક્રમણ, વાત-પિત્ત-કફના પ્રકોપ... વગેરે શારીરિક રોગનાં કારણો છે, પરંતુ એ કારણો સામાન્ય છે, અસાધારણ નથી... એમ વર્તમાનકાલીન વૈજ્ઞાનિક-મનોવૈજ્ઞાનિકો અને ચિકિત્સકો માનતા થયા છે. મનોવિકારોનું વિષ જો દિમાગ પર છવાયેલું રહે તો એનો દુષ્યભાવ સમગ્ર શરીર પર પડે છે. પરિણામે દુર્બળતા અને રોગિષ્ઠતાનું કુચક્ર વધતાં વધતાં અકાલમૃત્યુ સુધી પહોંચી જાય છે. વર્તમાનકાલીન અનુસંધાન-સંશોધન, જીવનશક્તિનું કેન્દ્ર હૃદય નહીં પરંતુ મસ્તકને માને છે. પ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક એચ. એલેનવર્નરનો શોધગ્રંથ - “એ હિસ્ટ્રી ઓફ ડાયનેમિક સાઇકિયાટ્રીના આધારે શરીરની પ્રત્યક્ષ અને પરોક્ષ બધી ક્રિયાઓ ઉપર સંપૂર્ણ રીતે માનસિક અનુશાસન કામ કરે છે. અચેતન મનની છત્રછાયામાં લોહીનું અભિસરણ, સંકોચ-પ્રસાર, શ્વાસોચ્છવાસ, નિમેષ-ઉન્મેષ, ગ્રહણ-વિસર્જન, નિદ્રાજાગૃતિ આદિ સહજ ક્રિયાઓ ચાલતી રહેતી હોય છે. ચેતન મન દ્વારા બુદ્ધિપૂર્વક થતી ક્રિયાઓ અને લોક વ્યવહારોના તાણા-વાણા વણાતા રહે છે. આ રીતે શરીરની પરોક્ષ અને પ્રત્યક્ષ ક્ષમતા સંપૂર્ણ રીતે અચેતન અને ચેતન મનના નિયંત્રણ નીચે હોય છે. શરીરનું પૂરું આધિપત્ય મન-મસ્તિષ્કના હાથમાં રહેલું છે. For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મનના પાંચ પ્રકારો જો મન આવેશગ્રસ્ત હશે તો શરીરના અવયવોમાં ઉત્તેજના અને બેચેની છવાયેલી રહેવાની. જો મન ઉદાસ, હતાશ, શિથિલ થઈ જશે તો એ અવસાદનો પ્રભાવ શરીરનાં અંગો પર દુર્બળતાના રૂપે જોઈ શકાશે. એટલે હવે, રોગનિવૃત્તિ અને આરોગ્યપ્રાપ્તિની બન્ને આવશ્યકતાઓની પૂર્તિ માટે મનઃસ્થિતિનું સંશોધન આવશ્યક બની ગયું છે. હવે બુદ્ધિમાનોને સમજાવા લાગ્યું છે કે મનુષ્યના વિચારોમાં જે વિકૃતિઓ પ્રવેશી ગઈ છે, એને દૂર કરવા માટે જે ધ્યાન આપવામાં નહીં આવે, મનમાં જામી ગયેલી વિતૃષ્ણાઓ અને વિપજ્ઞતાઓનું સમાધાન કરવામાં નહીં આવે તો આહાર-વિહારનું સંતુલન રાખવા છતાંય રોગો પીછો નહીં છોડે. ભલે માણસ ઔષધોપચાર કરે, તેથી માત્ર એના મનનું સમાધાન થશે, પરંતુ રોગમુક્તિ નહીં થાય. હવે જોકે ઔષધોપચારનું મહત્ત્વ ઘટતું જાય છે અને માનસોપચારને પ્રમુખતા-પ્રધાનતા અપાવા લાગી છે. માનવ મનના વિશેષજ્ઞ “એરિક ફ્રોમના ગ્રંથ “મેન ફૉર હિમસેલ્ફીના અનુસાર માનસિક વિકૃતિઓમાં સમસામયિક ઉલઝનોનાં કારણ તો ઘણાં થોડાં હોય છે, વધારે તો એનાં કારણો નૈતિક હોય છે. કપટ, દંભ, ઢોંગ, પાખંડ આદિના લીધે મનુષ્યમાં બે વ્યક્તિત્વ ઉત્પન્ન થાય છે. એક વાસ્તવિક અને બીજું પાખંડી. બંને વ્યકિતત્વની વચ્ચે ભયંકર અંતર્લે પેદા થાય છે. બંને એકબીજા સાથે શત્રુતા રાખે છે. એકબીજાને કચરી નાંખી પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા પ્રયત્ન કરે છે. આ આંતરકલહ સમગ્ર મનોભૂમિને અશાત્ત બનાવેલી રાખે છે. આ કલહના પરિણામે અનેક રોગ ઉત્પન્ન થાય છે અને શરીરમાં સ્થાયી બની જાય છે. સોશ્યલ એનાલિસિસ' પુસ્તકમાં લેખક એલ.કે.રૈક કહે છે : વિક્ષિપ્ત, અર્ધવિક્ષિપ્ત અને વિક્ષિપ્તતોની નિકટના લોકોથી જ અડધી દુનિયા ભરેલી છે! મૂઢ માન્યતાઓ, અંધવિશ્વાસો અને ખોટી પ્રણાલિકાઓમાં જકડાયેલા લોકોમાં નથી હોતી તર્કશક્તિ કે નથી હોતી વિવેકબુદ્ધિ. આવા લોકો એમની લક્ષ્મણરેખાની, બહાર જતાં ડરે છે. સ્વતંત્ર ને સમુચિત ચિંતનથી તેઓ દૂર ભાગે છે. ઔચિત્ય સમજવું મુશ્કેલ હોય છે. સમજે છતાં સ્વીકારવું મુશ્કેલ હોય છે. આ લોકોને માનસિક દષ્ટિએ અવિકસિત નર-પશુઓની શ્રેણીમાં મૂકવા પડે. શરીરથી દુર્બલ, રોગી અને અશક્ત રોગી માણસોની જેમ માનસિક રીતે વિકારગ્રસ્ત અને વિચારશૂન્ય લોકો જ સમાજમાં વધુ સંખ્યામાં જોવા મળે છે. આ વિક્ષિપ્તતા પણ એક પ્રકારની બીમારી જ છે. આવા બીમાર લોકોને તિરસ્કાર, અસંતોષ, અભાવ અને વિવિધ પ્રકારનાં દુઃખો સહન કરવો પડે છે. For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૭ લય-વિલય-પ્રલય મનોવૈજ્ઞાનિક કોરનહાર્ની કહે છે કે અનૈતિક અને અસામાજિક ચિંતન તથા કર્તૃત્વથી જે અંતર્વૈદ્ય પેદા થાય છે. તે બે પ્રકારનાં વ્યક્તિત્વ રચી નાંખે છે. એમાંથી નિરંતર આંતરિક કલહ પેદા થાય છે અને એ કલહ સમગ્ર મનોભૂમિને ક્ષત-વિક્ષત કરી નાંખે છે. સંચાલક પોતે આહત-ઘાયલ-ઉદ્વિગ્ન હોય, તો એની પાસે કામ કરનારા તંત્રની દુર્દશા થવી સ્વાભાવિક હોય છે, એમ શરીરના દુરાચારો અને મનના વિકારો જ આત્મસત્તાના તંત્રને વેરવિખેર કરી નાંખે છે. આ બધી વાતોનો નિષ્કર્ષ એક જ છે કે ચેતનની મૂળ સત્તા કે જે અંતઃકરણ છે, તેને પ્રભાવિત કરનારાં નૈતિક-અનૈતિક વિચારો અને કાર્યો જ આપણી સારી-નરસી પરિસ્થિતિઓ માટે પૂર્ણતયા ઉત્તરદાયી છે. આ મૂળ કેન્દ્ર અંતઃકરણ(મન) નું પરિશોધન કરવું એ જ એક પ્રકારનો આંતરિક કાયાકલ્પ છે. આ આંતરિક કાયાકલ્પ કરવો આવશ્યક જ નહીં, અનિવાર્ય છે. ચેતન, માનસિક વિચારોના માનવીય શરીર ઉપર પડતા સારા-નરસા પ્રભાવોની, આધુનિક મનોવિજ્ઞાનની દૃષ્ટિએ આપણે થોડી વાતો કરી. હવે એલ. કે. ફ્રેંકે જે વિક્ષિપ્ત, અર્ધવિક્ષિપ્ત મનની વાત કરી, તેના અનુસંધાનમાં આપણે ત્યાં ‘અધ્યાત્મસાર' ગ્રંથમાં ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ મનના જે પાંચ પ્રકારો બતાવ્યા છે, તે તને સંક્ષેપમાં લખું છું. ૧. ક્ષિપ્ત મન : રાગ-દ્વેષ-મોહમાં મગ્ન. ૨. મૂઢ મન : લોક-પરલોકના હિતના વિવેક વિનાનું. ૩. વિક્ષિપ્ત મન : રક્ત-વિરક્ત ભાવોવાળું, દ્વિધાવાળું. ૪. એકાગ્ર મન : સમાધિમાં સ્થિર. ૫. નિરુદ્ધ મન : સ્વભાવમાં સ્થિર, વિષય-કષાયથી મુક્ત. હવે કંઈક વિસ્તારથી આ પાંચે મનને સમજાવું છું. ૧. સામે આવતા-આવેલા વિષયોમાં રાગપ્રેરિત કલ્પિત સુખ-દુઃખનો અનુભવ કરે. આ ક્ષિપ્ત મત્ત માત્ર બાહ્ય પદાર્થોમાં જ ભમ્યા કરે છે તેથી તે બહિર્મુખ મન કહેવાય છે. બહિર્મુખ મન એટલે ક્ષિપ્ત મન. ૨. મૂઢ મન ક્રોધ-માન આદિ કષાયોથી પરાભૂત હોય છે. એ તમોગુણથી ભરેલું હોય છે. તેથી એ કૃત્ય-અકૃત્યનો વિવેક કરી શકતું નથી. ૩. જ્યારે તમોગુણ દૂર થાય, રાજસભાવ અને સત્વગુણ કંઇક પ્રગટે ત્યારે ચિત્તમાં કંઈક સમતા પ્રગટે. તેથી દુઃખનાં કારણો દૂર થાય, છતાં એ ભોગ For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮ મનના પાંચ પ્રકારો પ્રવૃત્તિ કરતો હોય છે! આમા સારા-નરસા ભાવોનું મિશ્રણ હોવાથી આ મનને વિક્ષિપ્ત કહેવાય છે. ૪. જેમનું મન ભયરહિત, દ્વેષરહિત અને ખેદરહિત હોય છે અને સમતાભાવને પામેલું હોય છે, તે મન ‘એકાગ્ર’ મન કહેવાય છે. ૫. જેમના મનમાં સંકલ્પ-વિકલ્પોના તરંગો ઊઠતા નથી, કોઈ દ્રવ્ય સાથે પ્રિય-અપ્રિયતાનો આગ્રહ નથી હોતો, કોઈ ક્ષેત્રની અનુકૂળતા-પ્રતિકૂળતાનો આગ્રહ નથી હોતો, કોઈ કાળનું-સમયનું બંધન નથી હોતું. કોઈ શીતઉષ્ણતાના વિચારો નથી ઊઠતા, કોઈ જીવો પ્રત્યે સ્નેહ-રાગ જેવું બંધન નથી હોતું, કોઈ પ્રકારના કર્તૃત્વની કલ્પના નથી હોતી... આવું શુદ્ધ મન ‘નિરુદ્ધ' મન કહેવાય છે. આવું મન ‘આત્મારામમુનીનમ્' - આત્મભાવમાં લીન મહાત્માઓને હોય છે. ચેતન, મનની પહેલી ત્રણ અવસ્થાઓ ક્ષિપ્ત(બહિર્મુખ), મૂઢ(વિવેકહીન) અને વિક્ષિપ્ત (કામભોગમાં ચંચળ), ચિત્તની, મનની સમાધિ-યોગ્ય હોતી નથી. છેલ્લી બે અવસ્થાઓ સત્ત્વના ઉત્કર્ષના લીધે, થૈર્યના લીધે અને અતિશય સુખના કારણે ઉપાદેય બને છે. એ બે અવસ્થાઓ સાધક માટે સમાધિમય અને સ્વરૂપમય છે. ક્ષિપ્ત અને મૂઢ મનમાં ‘યોગ'નો ક્યારેય આરંભ ન થઈ શકે. આ બે પ્રકારનાં મન બાહ્ય વિષયોમાં જ ભટકતાં રહે છે. કદાચ વિક્ષિપ્ત મન આંતર આનંદથી ઉલ્લસિત થયું હોય તો તેમાં યોગારંભ થઈ શકે છે. વાત એક જ છે. મન શુદ્ધ જોઈએ. વિષયો-કષાયોની અશુદ્ધિ દૂર થવી જોઈએ. મંદ-મંદતર કષાયોવાળું મન, ભલે થોડું ચંચળ હોય, જુદા જુદા યોગોમાં ફરતું હોય... તોપણ એ ઉપાદેય છે. આત્માનંદ-ચિદાનંદ પામવાના માર્ગમાં આવું મન ઉપયોગી બને છે. ચેતન, હવે ‘મન:શુદ્ધિ' થી ‘મન:પ્રસન્નતા'- આ વિષય પર વિસ્તારથી લખવાની ભાવના છે. તા. ૨૦-૪-૯૮ ઊગ્રુપ્તસૂરિ For Private And Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 5 ૧૪. કષાથ-ઉત્પત્તિનાં ૧૦ કારણોને ને પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન. તારો પત્ર મળ્યો. મનની વિકૃતિઓ શરીરના લયને કેવી રીતે ખોરવી નાંખે છે, એ બધી વાતો તને ગમી, જાણીને આનંદ થયો. ચેતન, સર્વ કળાઓમાં શ્રેષ્ઠ ‘લય'ની કળા છે! “નયર શ્રેયાનું નાનું સર્વત્તાપ’ આત્મજ્ઞાન મેળવવાની બધી જ કળાઓમાં શ્રેષ્ઠ કળા આ લય કળા છે. જો આ લય મન-વચન-કાયાના યોગોમાં આવી જાય તો બ્રહ્મજ્ઞાન મળ્યા વિના ન રહે. મન-વચન-કાયાના યોગોમાં સ્થિરતા આવે એટલે ‘લય' પ્રાપ્ત થયો સમજવો. આ ‘લયને “યોગસાર' “સામ્ય’ કહેલું છે, साम्यं मानसभावेषु, साम्यं वचनवीचिषु। साम्यं कायिकचेष्टासु, साम्यं सर्वत्र सर्वदा।। स्वपता जाग्रता रात्रौ, दिवा चाखिलकर्मसु । कायेन मनसा वाचा, साम्यं सेव्यं सुयोगिना ।। - વો સારે, ૧૦૦/૧૦૧ ઉત્તમ યોગીએ મનના વિચારોમાં, વચનના તરંગોમાં, કાયાની પ્રવૃત્તિઓમાં, દરેક સ્થળે અને દરેક ક્ષણે સૂતાં કે જાગતાં, રાત્રે કે દિવસે બધાં જ કાર્યોમાં મન-વચન-કાયાથી સામ્ય સેવવું જોઈએ. આ સમભાવમાં રહેવું જોઈએ.” આ સમભાવ એ જ લય! - સામાન્ય માણસના સમભાવને લય કહીએ, - યોગી પુરુષોના સમભાવને વિ-લય (વિશિષ્ટ લય) કહીએ, - પરમ યોગીઓની સામ્યવસ્થાને પ્ર-લય (પ્રકૃષ્ટ લય) કહીશું. આ રીતે લય, વિ-લય અને પ્ર-લયની ચિંતનયાત્રા આગળ વધે. મહાનુભાવ, મનના વિશિષ્ટ લયની વાત કરવી છે. મનનો શમરસમાં For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉo કષાય-ઉત્પત્તિનાં ૧૦ કારણો ત્યારે જ લય થાય, જ્યારે મન શુદ્ધ બને. આ પહેલાં મેં તને લખેલું છે કે શુદ્ધ મન જ આંતર પ્રસન્નતાના સરોવરમાં ઝીલી શકે છે. શુદ્ધ મન દ્વારા જ ચિદાનંદની મોજ માણી શકાય છે. એટલે મનની શુદ્ધિ કરવી સાધક માટે અનિવાર્ય કહેવાય છે. મનમાં સૌથી મોટી અશુદ્ધિ “કષાયોની છે. આચારાંગ-નિર્યુક્તિ” માં કહ્યું છે કે “સંસારનું મૂળ કર્મો છે અને કર્મોનું મૂળ કપાય છે.” “કપાય શબ્દ “કષ' અને “આય' આ બે શબ્દોના યોગથી બન્યો છે. આ જૈન ધર્મનો પારિભાષિક શબ્દ છે. “કષ' એટલે સંસાર (જન્મ-મરણ) અને આય એટલે લાભ. જેનાથી સંસારમાં પરિભદ્માણ કરવાનો લાભ થાય તેનું નામ કષાય. અથવા ‘માત્માનું છNયતીતિ વિષય:' -- જે આત્માને કસે છે તે કષાય છે. જેના કારણે આત્માને પુનઃ પુનઃ જન્મમરણના ચક્રમાં પિસાવું પડે છે તે કષાયો છે. આ કાષાયિક મનોવૃત્તિઓ આત્માને કલુષિત કરે છે. આધુનિક મનોવિજ્ઞાનની ભાષામાં “આવેગાત્મક અવસ્થાઓ' કહી શકાય. કષાયોની ઉત્પત્તિનું કારણ ઇન્દ્રિયોના વિષયો છે. ઇષ્ટ વિષયનો રાગ અને અનિષ્ટ વિષય પ્રત્યે દ્વેષ. આ રાગ-દ્વેષથી કપાયો ઉત્પન્ન થાય છે. આ કષાયો સંસારના મૂળને સીંચતા રહે છે. “સ્થાનાંગ સૂત્રમાં અને “પ્રશમરતિમાં કહ્યું છે કે રાગ, માયા અને લોભને જન્મ આપે છે, જ્યારે દ્વેષ, ક્રોધ અને માનને જન્મ આપે છે. આ રાગ-દ્વેષ જ કષાયોના જનક છે. આરીતે કષાયોના ચાર પ્રકાર છે : ક્રોધ, માન, માયા અને લોભ. આ ચારે કષાયો ચાર-ચાર પ્રકારના હોય છે: તીવ્રતમ, તીવ્રતર, તીવ્ર અને મંદ. આપણી પરિભાષામાં અનન્તાનુબંધી કપાય, અપ્રત્યાખ્યાન કષાય, પ્રત્યાખ્યાન કષાય અને સંજ્વલન કષાય. ૦ અનન્તાનુબંધી કષાય (ક્રોધાદિ ૪) અંત વિનાના હોય. (તીવ્રતમ) ૦ અપ્રત્યાખ્યાન કષાયની મર્યાદા એક વર્ષની હોય. (તીવ્રતર) 0 પ્રત્યાખ્યાન કષાયની મર્યાદા ચાર મહિનાની હોય. (તીવ્ર) ૦ સંજ્વલન કષાયની મર્યાદા પંદર દિવસની હોય. (મંદ) આ એક સર્વસાધારણ નિયમ બતાવવામાં આવ્યો છે. કષાયોના સૂક્ષ્મ ચિંતનમાં તો અનન્તાનુબંધી કષાય પણ ચાર પ્રકારનો કહેવામાં આવ્યો છે! આમ તો આ કષાય મિથ્યાત્વ સાથે ગાઢ રીતે સંબંધિત હોય છે. છતાં જેમ મિથ્યાત્વ પ્રબળ હોય, મંદ હોય, મંદતર હોય છે તેમ અનન્તાનુબંધી કષાય પણ મંદ હોઈ શકે છે. એટલે તો નિર્ગળ્ય-પ્રવચન-સંઘથી બહારના અન્ય For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૧ લય-વિલય-પ્રલય તીર્થિકોમાં મિથ્યાત્વ (વ્યવહારથી) હોવા છતાં, અનત્તાનુબંધી કષાય હોવા છતાં સર્વજ્ઞ-વીતરાગ બની મોક્ષ પામી શકે છે! કારણ કે ભાવાત્મક ભૂમિ પર, આત્માની વિશુદ્ધિની અપેક્ષાએ તેઓ આત્માનુભવ રૂપ લય પામે છે. ચિદાનંદની અનુભૂતિ કરી શકે છે અને પૂર્ણાનન્દી બની શકે છે. આ રીતે કોઈપણ ધર્મ કે દર્શનમાં માનનાર મનુષ્યનું મન જ્યારે “એકાગ્ર” (સમાધિમાં સ્થિર) બને છે અને “નિરુદ્ધ' (સ્વભાવમાં સ્થિર) બને છે ત્યારે વિશિષ્ટ લય પામે છે અને જ્યારે ઉન્મનીભાવમાં અર્થાત્ નિર્વિકલ્પ સમાધિમાં પ્રવેશી જાય છે ત્યારે પૂર્ણાનન્દની પ્રાપ્તિ કરી લે છે. વાત એક જ છે : મન લિપ્ત ન જોઈએ, મૂઢ ન જોઈએ અને વિક્ષિપ્ત ન જોઈએ. તીવ્ર કોટિના કષાયમાં સપડાયેલું મન ક્ષિપ્ત અને મૂઢ હોય છે. કષાયોની તીવ્રતા ઓછી થાય ત્યારે મન વિક્ષિપ્ત હોય છે. કષાયો મંદ પડી જાય ત્યારે મન શુદ્ધ બનીને સમાધિમાં સિવિકલ્પ) સ્થિર બને છે અને પછી નિર્વિકલ્પ-ઉન્મનીભાવમાં પ્રવેશી જાય છે. ત્યાં પછી આનંદનો સ્થિર મહાસાગર મળી જાય છે. મહાનુભાવ, જીવાત્મા (મન) એમ જ કારણ વિના કષાયી નથી બની જતો. ક્રોધી, માની, માયાવી અને લોભ બનાવનારાં ૧૦ કારણ “પ્રશમરતિ' ગ્રંથમાં બતાવાયાં છે. આજે તને એ ૧૦ કારણો લખું છું. ૧. જ્યારે મન રાગ-દ્વેષથી ઘેરાઈ જાય છે, રાગ-દ્વેષના પ્રભાવ નીચે આવી જાય છે, રાગ અને દ્વેષના કાજળઘેરા રંગે રંગાઈ જાય છે ત્યારે મન ક્રોધી, માની, માયાવી અને લોભી બની જાય છે. ૨. જ્યારે મિથ્યાત્વનું ભૂત જ્ઞાનદષ્ટિને ફોડી નાખે છે, દૃષ્ટિમાં મલીનતા આવી જાય છે, બુદ્ધિની નિર્મળતા પલાયન થઈ જાય છે, ત્યારે હિંસા-જૂઠચોરી-મૈથુન અને પરિગ્રહનાં હિંસક ગીધડાંનાં ટોળેટોળાં તણી ચિચિયારીઓ પાડતાં મનોભૂમિ પર ધસી આવે છે. મિથ્યાત્વમલીન મતિ, એ ગીધડાંઓનું સ્વાગત કરે છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપિરગ્રહના મૃતદેહોની એ ગીધડાં મજેથી ઉજાણી કરે છે અને ઉજાણીમાં પાંચ ઇન્દ્રિયો ભળે છે, એ પછી બાકી શું રહે? એનું પરિણામ? વિપુલ-ઘોર કર્મબંધ. અનંત અનંત પાપકર્મોનાં બંધન. મિથ્યાત્વથી અભિભૂત મન એ કર્મબંધને સમજી શકતું નથી, જોઈ શકતું નથી. For Private And Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કષાય-ઉત્પત્તિનાં ૧૦ કારણો ૩. જ્યારે પાંચ ઇન્દ્રિયો દ્વારા મન હિંસા આદિ પાંચ મહાપાપોના કીચડમાં રગદોળાઈ ગયું કે “આર્તધ્યાન અને “રૌદ્રધ્યાન'ના મરણિયા હુમલા શરૂ થઈ જાય છે. આ બે દુર્ગાનના મજબૂત ભરડામાં મન ચોળાઈ-ગૂંથાઈ જાય ઋત” એટલે દુઃખ. “ઋત” એટલે સંક્લેશ. એમાંથી જે વિચાર જન્મે તેને આર્ત' કહેવાય. આર્તધ્યાનમાં હોય છે માનસિક દુ:ખ, પીડા અને વેદના. અપ્રિય વિષયો વળગ્યા હોય છે ત્યારે એ વળગાડમાંથી છૂટવાની તીવ્ર ઇચ્છા, શું માનસિક વેદના નથી? પ્રિય વિષયનો સંયોગ હોય છે ત્યારે “આ વિષયો મારી પાસેથી ચાલ્યા ન જાય', આવી માનસિક ચિંતા શું મનની પીડા નથી? જ્યારે શરીર રોગોથી ઘેરાઈ ગયું હોય છે ત્યારે શું એ વેદના અનુભવાતી નથી? અને જ્યારે કોઈ મોટા ઉદ્યોગપતિઓની સંપત્તિ જોઈને મને પણ બીજા જન્મમાં આવી સંપત્તિ મળો” અને તે માટે પોતાની તપશ્ચર્યાની બાજી લગાવી દેવી, તે શું માનસિક તાણ નથી? આ બધું આર્તધ્યાન છે. આ આર્તધ્યાન જ્યારે સતત ચાલતું રહે છે, તીવ્ર તીવ્રતર-તીવ્રતમ બનતું જાય છે ત્યારે “રૌદ્રધ્યાન' મેદાને જંગમાં ખાબકે છે. જીવાત્મામાં રહી-સહી ગુણસંપત્તિને આ રૌદ્રધ્યાન તારાજ કરી મૂકે છે. ચાર-ચાર મોરચે આ રૌદ્રધ્યાન સર્વભક્ષી જ્વાળાઓ ઓકે છે અને મનની ખંડિત-જર્જરિત ભાવ-ઇમારતને ભસ્મીભૂત કરી નાંખે છે. આ રૌદ્રધ્યાનના ચાર પ્રકારો બતાવાયા છે : (૧) જીવોની હત્યા કરી નાંખવાની તીવ્ર અને એકાગ્ર વિચાર – એ “હિંસાનુબંધી રૌદ્રધ્યાન” કહેવાય. (૨) “આ ઉપાયથી બીજાને ઠગી શકાય', આવા પર-વંચનાના વિચારોથી એકતાન થઈ જવું એ મૃષાનુબંધી રૌદ્રધ્યાન' કહેવાય. (૩) ધાડ પાડીને, ચોરી કરીને, ખાતર પાડીને, ખિસ્સાં કાપીને...જે જે પ્રકારે બીજાઓની ધન-સંપત્તિ પડાવી શકાય, તેના એકાગ્રપણે જે વિચારો કરાય તેને “સ્તેયાનુબંધી રૌદ્રધ્યાન' કહેવાય. (૪) દિવસ ને રાત મનની એક જ રટણા... એક જ ચિંતન.. એક જ ધ્યાન કે ધન-ધાન્યનું સરંક્ષણ કેવી રીતે કરવું! તે સંરક્ષણના વિચારોમાં જે હિંસાના ઉપાયોનું તીવ્રતાપૂર્વક ચિંતન કરે, તે “સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન' કહેવાય. આ આર્તધ્યાન અને રૌદ્રધ્યાનની નિકૃષ્ટ વિચારધારામાં વહ્યો For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ફ૩ જતો જીવ પોતાના ભવિષ્યને કેવું દુઃખપૂર્ણ અને યાતનાભરપૂર સર્જે છે, એની કલ્પના મૂઢ મનને નથી હોતી. આવી સ્થિતિમાં રહેલો જીવ ક્રોધી, માની, માયાવી અને લોભી કહેવાય છે. ૪. કષાયી બનવાનું ચોથું કારણ છે કાર્ય-કાર્યના વિવેકનો અભાવ. ચાહે જીવહિંસા હો કે ચાહે જીવરક્ષા હો, સંપૂર્ણ મૂઢતા! ન જ્ઞાન, ન ભાન. “મારે જીવહિંસા ન કરવી જોઈએ, જીવહિંસા પાપ છે, એવી રીતે જૂઠ ન બોલવું જોઈએ, ચોરી ન કરવી જોઈએ, દુરાચાર-વ્યાભિચારના માર્ગે ન જવું જોઈએ, મારે જીવો પ્રત્યે દયા-કરુણા રાખવી જોઈએ, સત્ય બોલવું જોઈએ, પ્રામાણિકતાથી જીવન જીવવું જોઈએ, સદાચારોનું પાલન કરવું જોઈએ.” આવો કોઈ જ નિર્ણય નહીં. હિંસા-અહિંસા વચ્ચે, જૂઠ-સત્ય વચ્ચે, ચોરીપ્રામાણિકતા વચ્ચે, દુરાચાર-સદાચાર વચ્ચે કોઈ જ ભેદરેખા એ દોરી ના શકે. એવી રીતે, હિંસાદિ પાપાચરણથી મન કલુષિત-ગંદું બને છે અને અહિંસા વગેરે ધર્માચરણથી મન નિર્મળ બને છે.' આવું સામાન્ય જ્ઞાન પણ જે જીવોને હોતું નથી તેઓ કષાયી બને છે. “ચિત્તની મલિનતા અને પવિત્રતાના વિષયમાં પૂરી અજ્ઞાનતા હોય, તે કષાયી બને છે. મારું મન મલિન બન્યું, મને હિંસાનો, જૂઠનો વિચાર આવ્યો', આવી જેને જાગૃતિ ન હોય તે કપાયી બને છે. મારું મન પવિત્ર બન્યું, મને દયાના, કરુણાના, આત્મસ્વરુપના પરમાત્માના વિચારો આવ્યા', આવી પણ જેની જાગૃતિ નથી તે કષાયી બને છે. ૫. કષાયોને ઉત્પન્ન થવાનું પાંચમું કારણ છે સંજ્ઞાઓ. મન જ્યારે આહારસંજ્ઞાની, ભયસંજ્ઞાની, પરિગ્રહસંજ્ઞાની અને મૈથુનસંજ્ઞાની બેફામ પાપલીલાઓમાં તલ્લીન બની રાચે-માચે છે, ત્યારે એ મનને કષાયો (ક્રોધ વગેરે) પકડી જ લે છે. સંજ્ઞાઓના ઝઘડા ગજબનાક હોય છે. ચાલો, આપણે એ સંજ્ઞાઓને થોડી જાણી લઈએ. 1. શું આહારસંશા જળોની જેમ મનને ચીટકી પડી નથી? મન સાથે શું એ રોજ લડતી નથી? “મને ઠંડું ભોજન નહીં ચાલે, મારે તો ગરમાગરમ ભોજન જોઈએ... મને નિરસ રસોઈ નહીં ચાલે, મારે તો રસભરપૂર વાનગીઓ જોઈએ. હું તો દિવસે ખાઉં અને રાત્રે પણ ખાઉં, ભર્યાપ ખાઉં અને અભક્ષ્ય ખાઉં! હું તો મસાલેદાર જ ખાઉં, એક પણ મસાલો ઓછો હોય તો મને ન ચાલે! આ છે આહાર સંજ્ઞા. દિવસ ને રાત મનમાં આ જ For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કષાય-ઉત્પત્તિનાં ૧૦ કારણો વિચાર ચાલ્યા કરે. જ્યારે એને મનગમતા પદાર્થો ખાવા-પીવા ન મળે ત્યારે એના ધમપછાડા જુઓ! ગુસ્સો-દ્વેષ... વૈર આદિની સીમા જ નહીં. અને મનગમતા પદાર્થો મળી ગયા તો એના ચાળા જુઓ! કેટલી આસક્તિ! કેટલી મૂર્છા? કેટલો રાગ અને કેટલી લંપટતા? આ સંજ્ઞાના પાપે મોટા મોટા ઋષિમુનિઓની પણ દુર્ગતિ થઈ શકે છે. તો પછી સામાન્ય માણસની વાત જ શી કરવી? II, ભયસંજ્ઞાની ભીંસમાં આવેલો જીવ શું કષાયોથી બચી શકે? ના રે ના, ભય ક્યારે ઉત્પન્ન થાય છે? રાગ થાય કે દ્વેષ જન્મે ત્યારે! ઇહલૌકિક અને પારલૌકિક ભયોની ભૂતાવળ વળગે એટલે મન પર કષાયો સવાર થઈ જ જાય. III. પરિગ્રહની સંજ્ઞામાં જકડાયેલા જીવોની તો કષાયો ઘોર કર્થના કરતા રહે છે. સ્થાવર-જંગમ સંપત્તિને મેળવવા અને મેળવેલી સંપત્તિની સુરક્ષા કરવા મનુષ્ય શું નથી કરતો? ઈર્ષા, દ્વેષ, વેર વગેરે દોષો એના જીવનમાં સહજ-સ્વાભાવિક બની જતા હોય છે. માયા-કપટ-દગાખોરીમાં એ પાવરધો (એસ્પટ) બની જાય છે. માન અને સન્માનની તીવ્ર તાણ હંમેશાં એને સતાવતી રહે છે. પરિગ્રહી માણસ કષાયી હોવાનો જ. IV. ચોથી સંજ્ઞા છે મૈથુનસંજ્ઞા. આ સંજ્ઞા ઘણા અનર્થોનું મૂળ છે. સર્વવિનાશની ભયંકર ચિનગારી છે. સેક્સ (મથુન)ની પ્રબલ સંજ્ઞા પ્રદીપ્ત થયા પછી મન શું કષાયથી બચી શકે? વાસનાની તૃપ્તિનું પાત્ર મેળવવાની ઝંખના લોભકષાય છે. એ પાત્ર સરળતાથી ન મળે ત્યારે માયા-કપટથી કે ગમે તે ઉપાયે મેળવવાની યોજના માયાકષાય છે. પાત્ર ન મળતાં અથવા વાસનાને તાબે નહીં થતાં, પાત્ર ઉપર ક્રોધ-રોષ કે રીસ આવી જાય છે તે ક્રોધકષાય છે અને જ્યારે મનગમતું શ્રેષ્ઠ પાત્ર મળી જાય છે ત્યારે અભિમાન-કષાય જાગે છે. આ રીતે સંજ્ઞાઓના સકંજામાં સપડાયેલું મન કષાયોથી કલુષિત બને છે. ૬. મનને કષાયુક્ત બનાવશું છછું કારણ કર્યો છે. જીવાત્મા આઠ કર્મોના ક્રૂર નિયંત્રણ નીચે છે, આ વાત તમે જાણો છો? એ આઠ કર્મોનું નિયંત્રણ ચાર પ્રકારે જીવ પર લદાયેલું છે. તે ચાર પ્રકારો આ પ્રમાણે છે : (૧) પૃષ્ઠ : આત્મા પ્રદેશો સાથે કર્મોનું સામાન્ય જોડાણ. જેમ સોયમાં પરોવેલો દોરો. For Private And Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫ લય-વિલય-પ્રલય (૨) બદ્ધ : આત્મપ્રદેશો સાથે કર્મોનું વિશિષ્ટ બંધન. જેમ અનેક સોયોને એક સાથે સજ્જડ રીતે બાંધી દેવામાં આવે. (૩) નિધત્ત : આત્મા સાથે કમ જાણે એકમેક જેવાં થઈ જાય. જેમ તપાવેલી સોયો એકબીજા સાથે ચોંટી જાય. (૪) નિકાચિત : આત્માની સાથે કર્મો ક્ષીર-નીરની જેમ એકમેક થઈ જાય. જેમ સોયોને ગરમ કરી એને કૂટી નાંખવામાં આવે, કોઈ સોયનું અલગ અસ્તિત્વ દેખાય જ નહીં, તેની જેમ. ૭. આ રીતે કર્મોને બાંધતો જીવાત્મા હજારો-લાખો યોનિઓમાં જન્મે છે અને કરે છે. વારંવાર દેવ-મનુષ્ય-તિર્યંચ અને નરક ગતિમાં જન્મ-જરા અને મૃત્યુ દ્વારા વિવિધ પ્રકારે, વિવિધ આકારોમાં પરિભ્રમણ કરતો રહે છે. અનંત ભ્રમણાઓમાં અટવાયેલો રહે છે. આવો ભ્રાન્ત જીવ કષાયોનો શિકાર બનતો રહે છે. ૮. આઠે કર્મોને બાંધતો - નિકાચિત કરવો જીવાત્મા, નિરંતર ૮૪ લાખ યોનિમાં પરિભ્રમણ કરતો, ભ્રમણાઓમાં ભ્રમિત થતો, કષાયોની ક્રૂરતાનો ભોગ બની જાય છે. જ્યાં સુધી જીવાત્મા કર્મો બાંધતો રહે, કર્મોથી ભારે થતો રહે છે અને શત-સહસ્ત્ર ગતિઓમાં જન્મ-મૃત્યુ પામતો ભટકતો રહે છે વિવિધ રૂપોને ધારણ કરે છે અને ત્યાં સુધી કષાયોથી જકડાયેલો રહે ૯. આ રીતે અસંખ્ય દુઃખો, યાતનાઓ... વેદનાઓ નિરંતર સહન કરતો બિચારો જીવાત્મા કેવો પામર.. દુર્બલ અને કૃશકાય બની જાય છે! ચાર ગતિનાં અનંત અનંત દુઃખો સહીને એની સહનશક્તિનો અંત આવી ગયો હોય છે. જ્યારે એનાથી દુઃખો સહ્યાં જતાં નથી ત્યારે એ રોષથી ભભૂકી ઊઠે છે. દીનતાથી રડી પડે છે. ૧૦ શું અનંત દુઃખોથી ટિપાઈ ગયેલે જીવાત્મા કષાય કરી શકે? હા, એને જોઈતાં હોય છે સુખ! વૈપયિક સુખ! પાંચ ઇન્દ્રિયોના મનગમતા પદાર્થો! એ વૈષયિક સુખોની તીવ્ર પ્યાસને અનુભવતો ચારે દિશાઓમાં ભટકતો હોય છે અને વૈપયિક સુખોનાં ખારાં-કડવાં પાણી પીવાની લત લાગી ગઈ, પછી માણસ એ પુનઃ પુનઃ પીએ છે. અને પુનઃ પુનઃ તરસ્યો થાય છે. વિપયિક સુખોની રંગીલી ગલીઓમાં ભટકતા જીવોને કપાયો ધીબી નાંખે છે. રફેદફે કરી નાંખે છે. આવા જીવાત્માઓ ક્રોધી હોય, માની હોય, For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કષાય-ઉત્પત્તિનાં ૧૦ કારણો માયાવી અને લોભી હોય. ચેતન! ત્રણ ભુવન પર પ્રભુત્વ ધરાવતા કષાયોએ સંસારમાં કાળો કેર વરતાવ્યો છે. સંસારમાં પરિભ્રમણ કરતા જીવો કષાયોના જ સહારે જીવન જીવતા હોય છે. કષાયોની આધીનતા સ્વીકારીને જુવો બેફામ રીતે ક્રોધાદિ. કરતા રહે છે અને પરિણામે અતિ ભયંકર વેદનાઓ ભોગવે છે. કરુણતા તો એ છે કે દુઃખો, વેદનાઓ અને યાતનાઓ ભોગવતા મૂઢ જીવો કષાયોને અપરાધી સમજતા નથી. કષાયોએ જાણે જીવો પર કામણ કર્યું ન હોય, તેમ જીવો કષાયોને પોતાના હિતકારી અને સુખકારી જ માને છે! દુઃખોના દાવાનળ વચ્ચે પણ તેઓ કષાયોને જ વળગી રહે છે! આવા મૂઢ જીવોને પોતાનાં દુઃખોનું, આપત્તિઓનું કારણ બીજા જીવો જ દેખાતા હોય છે. દુઃખોનું દોષારોપણ બીજા જીવો પર કરતા રહે છે, અને પુન: કષાયોની શરણાગતિ સ્વીકારતા રહે છે. કષાયના જ વિચારો, કષાયયુક્ત વચનો અને કષાયભરપૂર પ્રવૃત્તિઓ એને ગમતી હોય છે અને કરવા જેવી લાગતી હોય છે. એ કરતો જાય છે, દુઃખી થતો જાય છે અને ઘોર અનર્થોનો શિકાર બની જાય છે. ચેતન, આજે પત્ર લાંબો લખાઈ ગયો છે. પરંતુ એકસાથે તને કષાયોને ઉત્પન્ન થવાનાં ૧૦ કારણો જાણવા મળે, તે માટે પત્ર લાંબો લખ્યો છે. કુશળ રહે, એ જ કામના. તા. ૨૨-૪-૯૮ Cોદવુજૂનું For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ' BE ૧૫. કષાયોના વિપાકોનું 1 પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન. તારો પત્ર મળ્યો. કષાયોને ઉત્પન્ન થવાનાં ૧૦ કારણો તને સારી રીતે સમજાયાં, જાણીને આનંદ થયો. આજે પત્રમાં મારે તને ચાર કષાયોના વિપાકપરિણામ અંગે લખવું છે. મનને શુદ્ધ કરવા, મનનો લયયોગ પ્રાપ્ત કરવા કષાયોની અશુદ્ધિ દૂર કરવી જ પડે. કષાયોના ભયંકર વિપાકો અને વિકારોને જાણ્યા પછી તને સમજાશે કે આ જીવનમાં એક જ કામ કરવા જેવું છે – કષાયોની મંદતા. આ જીવનમાં કષાયોનો સમૂલોચ્છેદ તો શક્ય નથી. પરંતુ એની તીવ્રતા ઘણી ઓછી કરી શકાય. - ચેતન, આ કષાયો અતિ દુર્જય છે. આ કષાયોથી પરાભૂત થયેલા જીવાત્માઓ જે અનર્થોના, આપત્તિઓના ભોગ બને છે, તેનું વર્ણન કરવા માટે શબ્દો ઓછા પડે. તે છતાં એક-એક કષાય કેવાં નુકસાન કરે છે, તે સંક્ષેપમાં બતાવું છું : ૦ ક્રોધથી પ્રીતિ-પ્રેમનો નાશ થાય છે. ૦ માનથી વિનય-ગુણ હણાય છે. ૦ માયાથી વિશ્વસનીયતા નથી રહેતી. ૦ લોભથી સર્વે ગુણોનો નાશ થાય છે. આ રીતે પ્રીતિ, વિનય, વિશ્વાસ અને ગુણસમૃદ્ધિનો નાશ કરનારાં ક્રોધ, માન, માયા અને લોભને આત્મભૂમિ પરથી દૂર ખદેડી મૂકો. હવે તને એક-એક કષાયના ભયંકર વિપાકો લખું છું : ક્રોધ : ૦ સર્વે માણસોને પરિતાપ ઉપજાવનારો છે. (પરિતાપર) ૦ સર્વે જીવોનાં મન ઉદ્વેગથી ભરી દેનારો છે. (સર્વચોરાવIR:) ૦ વૈરભાવની પરંપરા ચલાવનાર છે. (વૈરાનુષી :) ૦ સદ્ગતિ-મોક્ષથી દૂર રાખનારી છે! (સુયોતિદત્તા) For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કષાયોના વિપાકો ૦ તીવ્ર જ્વર-તાવ છે. (સ્પષ્ટ દુષ્ટો ખ્યર: ૦ ચૈતન્યનો નાશ કરનાર છે. (ચૈતન્ય રત્નત્રય) ૦ પ્રજ્વલિત વાળાઓવાળો અગ્નિ છે. માન : ૦ શ્રત (જ્ઞાન), શીલ અને વિનયને દૂષિત કરનાર છે. ૦ ધર્મ, અર્થ અને કામ-પુરુષાર્થમાં બાધક છે. ૦ ગુરુજનોને અવગણી નાંખે છે. માયા : ૦ સર્પની જેમ માયાવી અવિશ્વસનીય બને છે. 0 હૃદયહીન બને છે. ૦ ભાન ગુમાવીને ઊંઘતા રહે છે. ૦ સંતાપ પેદા કરે છે. ૦ માયા-સાપણ છે, નિરંતર જીવોને હસ્યા કરે છે. 0 સર્વે ગુણોને ગ્રસી લે છે. લોભ : ૦ સર્વે નુકસાનોનો રાજમાર્ગ. o સર્વે દુઃખોનો રાજમાર્ગ. ૦ ઇચ્છાઓ વધે છે. (તૃષ્ણાઓ) ૦ અજ્ઞાનતા વધે છે. (આત્મજ્ઞાન ન થાય) ૦ પુરુષાર્થ સિદ્ધ થતા નથી. (ચારે પુરુષાર્થ) o મર્યાદારહિત સમુદ્ર છે. o સદાચરણનો નાશ થાય છે. ૦ ક્ષમાભાવ રહેતો નથી. લોભનો મહાસાગર, લવણસમુદ્ર કરતાંય વધુ ઊંડો છે. અગાધ છે. એની અંત વિનાની ઊંડાઈમાં જો જીવ ડૂબી ગયો તો બહાર નીકળવું શક્ય નથી હોતું. એને બચાવવા માટે પણ કોઈ સમર્થ નથી હોતું. For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય આ છે કષાયોમાંથી જન્મતા વિકારો. આ અંગે તારે વિસ્તારથી વાંચવું હોય તો “પ્રશમરતિ -વિવેચન વાંચી જજે. મેં વિસ્તારથી એમાં કષાયોનું વિવેચન લખેલું છે. મનની શુદ્ધિ માટે કષાયવિજય કરવો અનિવાર્ય છે અને કષાયવિજય કરવા ઇન્દ્રિયવિજય કરવો જ પડે! સાધકે વૈરાગ્યમાં સ્થિરતા કરી, ઇન્દ્રિયોને જીતવી જોઈએ. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી લખે છે : હોત ન વિજય કષાય કો, વિનુ ઇન્દ્રિયવશ કન, તાતે ઇન્દ્રિયવશ કરે, સાધુ સહજ ગુણલીન. ઇન્દ્રિયો પર વિજય મેળવવો સરળ નથી, ઘણો મુશ્કેલ છે. યોગી-મુનિ જ ઇન્દ્રિયવિજય કરી શકે. પાંચ ઇન્દ્રિયોના અસંખ્ય વિષયો પ્રત્યે વૈરાગ્યને દઢ કરવાથી જ વિજયી બની શકાય છે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ - આ પાંચ વિષયોના અસંખ્ય પ્રકારો છે. એના પ્રત્યે વૈરાગ્ય આવે તો જ રાગ-દ્વેષ ઘટે, નાશ પાર્મ અને ઇન્દ્રિયો શાંત થાય એટલે કષાયો શાંત થવાના જ. વિષયોમાં પ્રિય પ્રિયની, ઇષ્ટાનિષ્ટની, ગમા-અણગમાની કલ્પનાઓ નહીં કરવાની, મનને એવી કલ્પનાજાળમાંથી મુક્ત કરવાનું. તો જ વૈરાગ્ય આવે, તો જ ઇન્દ્રિયવિજય થાય અને તો જ કષાયવિજય થાય. ઇન્દ્રિયોની દુર્જનતા આ રીતે બતાવી છે : આપ કાજ પર-સુખ હરે, ઘરે ન કોનું પ્રીતિ, ઇન્દ્રિય દુર્જન પરિ દહે વહે ન ધર્મ ન નીતિ. પોતાના સ્વાર્થ માટે ઇન્દ્રિયો બીજાનાં સુખ હરી લે છે. એ ઇન્દ્રિયો ક્યારેય કોઈની સગી થતી નથી. એ ઇન્દ્રિયોને કોઈ ધર્મ નથી હોતો. કોઈ નીતિ નથી હોતી, એ દુર્જનોમાં પણ મહાદુર્જન છે. ઇન્દ્રિયો, ઉત્તમ પુરુષોનાં હૃદયને પણ પોતાના વિષયો તરફ આકર્ષવા લાખ ઉપાય કરે છે અને ઉત્તમ-શ્રેષ્ઠ હૃદયોને બગાડે છે. - અષાઢાભૂતિ મુનિના પવિત્ર હૃદયને કોણે બગાડ્યું હતું? - નંદિષેણ મુનિના નિર્મળ હૃદયને કોણે મલિન કર્યું હતું? - અરણિક મુનિના સ્વચ્છ હૃદયને કોણે ગંદું કર્યું હતું? For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra હ - www.kobatirth.org ‘શામ્યશતક'માં વિજયસિંહસૂરિજી કહે છે : Acharya Shri Kailassagarsuri Gyanmandir यद्वामी पिशुनाः कुर्युरनार्यमिह जन्मनि । इन्द्रियाणि तु दुर्वृत्ता न्यमुत्रापि प्रकुर्वते ॥ ५५ ॥ દુર્જનો કરતાંય ઇન્દ્રિયો વધુ અનર્થકારી છે, આ વાત કહેવામાં આવી છે. દુર્જનો તો વર્તમાન જીવનમાં જ બીજા જીવોને દુઃખ આપે છે, ત્રાસ આપે છે, જ્યારે આ ઇન્દ્રિયો તો વર્તમાન જીવનમાં અને પારલૌકિક જીવનમાં પણ દુ:ખ આપનારી છે. કષાયોના વિપાકો શ્રમણ ભગવાન મહાવીરના કાનમાં ખીલા કેમ ઠોકાણા હતા? પૂર્વજન્મમાં પ્રિય શબ્દ-સંગીતના રસના કારણે નોકરના કાનમાં ગરમ-ગરમ સીસું રેડાવ્યું હતું. · દ્રોપદીને પાંચ પતિ કેમ કરવા પડ્યા? પૂર્વજન્મમાં (સાધ્વીના જીવનમાં) આંખોથી વેશ્યાનો પાંચ પુરુષો સાથેનો વિલાસ જોયો હતો અને ગમ્યો હતો. - મથુરાના મંગુ આચાર્યને ગટરના યક્ષનો જન્મ કેમ મળ્યો હતો? કઈ ઇન્દ્રિયના પાપે? રસેન્દ્રિયના પાપે. આવાં તો અનેક શાસ્ત્રીય અને વર્તમાનકાલીન દૃષ્ટાંતો છે, કે જે ઇન્દ્રિયોની પરવશતાના પરિણામે આવતાં દુ:ખોને પ્રગટ કરે છે. માટે ઇન્દ્રિયવિજય મેળવવો અતિ આવશ્યક છે. કષાયોને ઇન્દ્રિયો જ ઉત્તેજિત કરે છે. એક વાત બરાબર યાદ રાખજે. પાંચ ઇન્દ્રિયોના વિષયો, દૃષ્ટિવિષ સાપ (જે સાપની દૃષ્ટિ પડતાં જ જીવ બળી મરે) કરતાંય વધારે ભયંકર છે. દૃષ્ટિવિષ સાપની આંખોમાં ઝેર રહેલું હોય છે, એ સર્વે જે જીવ પર, જે વૃક્ષો પર, જે પશુ-પક્ષી પર દૃષ્ટિ નાંખે, તે બળી મરે. જ્યારે આ ઇન્દ્રિયોના વિષયોનું સ્મરણ કરવા માત્રથી જીવો બળી મરે છે! ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે : નયન ફરસ જન-તનુ લખે, દેહ દૃષ્ટિવિષ સાપ, તિન-સું ભી પાપી વિષય, સુમરે કરે સંતાપ. For Private And Personal Use Only પાંચ ઇન્દ્રિયોના વિષયો સાથે મનમાં પણ પ્રેમ કરીશ નહીં. મનથી પણ વિષયભોગ કરીશ નહીં. અર્થાત્ માનસિક રીતે પણ વૈષિયક સુખોના Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ભોગપભોગની કલ્પનાઓ કરવા જેવી નથી. મનથી પણ કરેલી વિષય-સ્પૃહા, વિષયભોગ મનના શુભ વિચારોને બાળી નાંખે છે. આત્માના પવિત્ર અધ્યવસાયોનો ઘાણ કાઢી નાંખે છે. જો મનથી સ્મરણ કરવા માત્રથી આવું દુઃખદાયી પરિણામ આવે છે, તો એ વિષયોના શારીરિક ઉપભોગથી કેવું દારુ પરિણામ આવે? ચેતન, આ વિષયોની ભયંકરતા જાણવા “વિપાકસૂત્ર' એકાગ્રતાથી વાંચવા જેવું છે, વિષયાસક્તિના દારુણ વિપાકોની દર્દનાક ઘટનાઓ વાંચતાં શરીરનું એક એક રૂંવાડું ખડું થઈ જશે. મેં વાંચેલું છે અને ભીતરથી હચમચી ગયો હર્તા, આ બધું વાંચ્યા પછી લાગ્યું કે વિષયોને ઝેર જેવા કહેવા ખોટું છે. ઝેર તો માત્ર એક જીવનનો નાશ કરે છે જ્યારે વિષયોનો ઉપભોગ અનેક જન્મોમાં દુઃખી કરે છે, મારે છે. - વિષયોના ભોગ-ઉપભોગમાં જીવ તીવ્ર રાગ-દ્વેષ કરે છે. - તીવ્ર રાગ-દ્વેષથી નિકાચિત પાપકર્મો બાંધે છે. - એ પાપકર્મો જનમોજનમ ભોગવવાં પડે છે. વિવિધ તીવ્ર દુઃખો ભોગવવાં પડે છે. - દુર્ગતિઓની પરંપરા ચાલે છે. મહાનુભાવ, આ વિષય આજે અધૂરો રહેશે. આ પછીના પત્રમાં આ વિષય ઇન્દ્રવિજયથી કષાયવિજય” પર વિસ્તારથી લખીશ. આ વાત પર ગંભીરતાથી વિચારજે. તા. ૨૪-૪-૯૮ nezkertben For Private And Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra TE www.kobatirth.org ૧૬. ઈન્દ્રયજયથી કષાયજથ Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન. ગયા પત્રના અનુસંધાનમાં આજે આગળ વધું છું. ઇન્દ્રિયવિજય કર્યા વિના કષાયવિજય શક્ય નથી. માટે સાધકે પહેલાં ઇન્દ્રિયવિજય મેળવવા પ્રયત્નશીલ બનવું જોઈએ. ઇન્દ્રિયો પર વિજય મેળવવાનો પુરુષાર્થ ‘વૈરાગ્ય’ ના મેદાનમાં દૃઢ ઊભા રહીને કરવો જોઈએ. અર્થાત્ વૈરાગ્યને હૃદયમાં સ્થિર કરીને જ ઇન્દ્રિયવિજય કરી શકાય. પાંચ ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે વૈરાગ્ય કેળવવાનો છે. ‘પ્રશમરતિમાં કહેવાયેલું છે : If दृढतामुपैति वैराग्यभावना येन येन भावेन । तस्मिन् तस्मिन् कार्यः कायमनोवाग्भिरभ्यासः । । प्रशमरति / १६ પ્રતિદિન એક જ કામ કરવાનું છે: વૈરાગ્ય-ભાવનાને વાસના બનાવી દેવાની છે. મન-વચન-કાયાથી આ એક જ કામ કરી લેવાનું છે. વૈરાગ્યની ભાવના વાસનારૂપે બને એટલે વૈરાગ્ય સ્થિર બને. જેમ જેમ વૈરાગ્ય વાસનારૂપ બનતો જશે તેમ તેમ રાગ-દ્વેષની વાસના ઢીલી પડતી જશે. રાગ-દ્વેષની અનાદિકાલીન વાસનાઓ પર મન-વચન-કાયાથી પ્રહારો કરવા પડે. મનથી એવું ચિંતન કરો, જબાનથી એવી વાણી બોલો અને પાંચ ઇન્દ્રિયોથી એવી ક્રિયા કરો કે જેથી રાગ-વાસનાનું વિસર્જન થઈ જાય, દ્વેષની ભડભડતી આગ બુઝાઈ જાય. 'अजितैरिन्द्रियैरेषः कषायविजयः कुतः ? तदेतानि जयेद्योगी वैराग्यस्थेमकर्मभिः ।। - शाम्यशतक / ४३ આવો એક દૃઢ સંકલ્પ કરવો જોઈએ કે, ‘મારે કષાયવિજય કરવો છે, તે માટે ઇન્દ્રિયવિજય મેળવવા વૈરાગ્યભાવનાને દૃઢ કરવી છે.‘ જ્યાં સુધી સાધક આવો સંકલ્પ નહીં કરે ત્યાં સુધી એ દિશામાં પુરુષાર્થ નહીં કરી શકે. પુરુષાર્થમાં જોશ, જુસ્સો અને ઝડપ નહીં આવે. For Private And Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય જો તમે વિષયરાગને ખતરનાક સમજી ગયા છો, એનાં ભયંકર પરિણામોથી તમે ધ્રુજી ઊઠ્યા છો, એની વિનાશ-તાંડવલીલા જોઈને તમે કમકમી ઊઠ્યા છો, તો પછી તમે શા માટે એ વિષય-રાગનાં પડખાં સેવો છો? શા માટે વૈષયિક સુખો મેળવવા દોડો છો? થોભી જાઓ. અનંત જન્મોથી પીડનાર અને આત્માનું હીર ચૂસનાર એ વિષયરોગનો હવે તમારે ખાત્મો બોલાવવો પડશે. જે જે ઉપાયથી એ વિષયરાગને હણી શકાય તે તે ઉપાય અજમાવવા માંડો. વૈરાગ્યભાવનાને દઢ બનાવવા માટે મનના વિચારોને બદલવા પડે. પ્રત્યેક પ્રસંગ અને પ્રત્યેક ઘટનાનું ચિંતન સંવેગમય અને નિર્વેદમય કરવાનું. સંવેગનિર્વેદમય વિચારોથી વૈરાગ્ય દૃઢ થાય છે. માટે એવા વિચારો કરવાનો અભ્યાસ કરવો પડે. મોક્ષપ્રીતિ અને ભવઉગ! મોક્ષ પર રાગ અને સંસાર પર ઉદ્વેગ. વિચારનાં બે કેન્દ્રબિંદુ બનાવી દેવાનાં. જન્મ-જરા અને મૃત્યુ, આધિ-વ્યાધિ અને ઉપાધિથી ભરપૂર આ સંસારનું ચિંતન તમારા વૈરાગ્યને પ્રબળ બનાવશે. ક્યારેક સંસારનાં સુખોની ક્ષણભંગુરતાના ચિંતનમાં ચઢી જાઓ તો ક્યારેક ભીષણ સંસારમાં જીવાત્માની અશરણદશાના વિચારમાં ગરકાવ થઈ જવાનું. ક્યારેક આત્માની એકલવાયી સ્થિતિના ચિતનમાં મગ્ન થઈ ગયા તો ક્યારેક સ્વજન-પરિજન અને વૈભવથી આત્માની જુદાઈના વિચારોમાં ડૂબી જવાનું. ક્યારેક દરેક જન્મમાં બદલાતા રહેતા જીવોના પરસ્પરના સંબંધોની વિચિત્રતાના ચિંતનમાં ખોવાઈ જવાનું તો ક્યારેક શરીરની ભીતરની બીભત્સ-ગંદી અવસ્થાની કલ્પનામાં સરી પડવાનું. કોઈ વેળા દુ:ખદાયી હિંસાદિ આસવોના કટુ વિપાકો યાદ આવી જાય, તો કોઈ વેળા એ આસવના ધમસતા આવતા પ્રવાહને ખાળવાના ઉપાયો મનમાં રહી જાય, કોઈ વેળા કર્મોની નિર્જરાનું વિજ્ઞાન ચિત્તને ડોલાવી જાય. તો કોઈ વેળા ચૌદ રાજલોકરૂપ વિરાટ વિશ્વની સફરે ઊપડી જવાનું. કોઈ વેળા મન સિદ્ધશિલા ની સફરે ઊપડી જાય અને સિદ્ધિશિલા પર સિદ્ધ-બુદ્ધ મુક્ત બની બેસી ગયેલા પરમવિશુદ્ધ આત્માઓનો પરિચય કરી આવવાનો! આવું આવું કરતા રહો. વૈરાગ્યનો રંગ ચોળમજીઠનો રંગ બની જશે. પરંતુ મનની ગતિ અકળ છે. મનના ભેદ પામવા મામૂલી વાત નથી. એ મનડાને જે વિષય ગઈકાલે ખૂબ ગમતો હતો એ આજે જરાય નથી ગમતો, For Private And Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૪ ઇન્દ્રિયજયથી કષાયજય એવું બને છે અને જે વિષય ગઈકાલે જરાય ગમતો ન હતો એ આજે ખૂબ ગમે છે! વિષય એનો એ જ હોય છે! જ્યારે મન રાગી હોય છે ત્યારે એક વિષય પ્રિય લાગે છે, જ્યારે મન દ્વેષી હોય છે ત્યારે એ જ વિષય અપ્રિય લાગે છે. વિષયો તરફનો મનનો પ્રેમ. રાગ, સ્નેહ અનવસ્થિત હોય છે. કોઈ એક વિષય પર કે વ્યક્તિ પર એનો પ્રેમ સ્થાયી નથી હોતો. એ બદલાયા કરે છે એટલે ઇન્દ્રિયજન્ય સુખ પણ સ્થાયી નથી હોતું, અનિત્ય અને ક્ષણિક હોય છે. મનના રાગ-દ્વેષ હંમેશાં બદલાતા ભાવોના ખેલ છે. રાગીને નરસો પણ વિષય પ્રિય લાગે છે, ઠેબીને સારો પણ વિષય અપ્રિય લાગે છે! ચેતન, પાંચ ઇન્દ્રિયોના બધા જ વિષયો, બધા જ પદાર્થો, બધા જ વૈભવો... ક્ષણમાં પરિવર્તન પામવાના સ્વભાવવાળા છે. સર્વે પ્રકારના વિષયસંયોગો વિયોગ પામવાવાળા હોય છે અને સર્વે વિષયવૈભવો શોક આપનારા છે. ૦ લવિપરિધર્મા: (ક્ષણે ક્ષણે બદલાનારા.) ૦ શ T: (શોક આપનારા.) ૦ વિપ્રયન્ત (વિયોગમાં પરિણમનારા.) એવી જ રીતે વૈષયિક ભોગસુખો : - અનિત્ય હોય છે, - ભયોથી ભરેલાં હોય છે, - પરાધીન હોય છે. ભલે માણસ પાસે મીઠા-મધુર શબ્દોનું સુખ હોય, નિરુપમ રૂપનું સુખ હોય, મનગમતી સુવાસનું સુખ હોય, મિષ્ટ અને પ્રિય રસનું સુખ હોય, મુલાયમ સ્પર્શનું સુખ હોય. આ બધાં જ વૈષયિક સુખો અનિત્ય છે, વિનાશી છે, ક્ષણિક છે. આ સુખો કાયમ માણસ પાસે નથી રહેતાં. એવી રીતે, ભલે તમારું શરીર નીરોગી હોય, અઢળક સંપત્તિ હોય, ભવ્ય બંગલો હોય કે ઇમ્પોર્ટેડ કાર હોય, આ બધાંની સાથે તમને અનેક ભય પણ લાગતા હોય છે. બધું બગડી જવાનો ભય, ચોરાઈ જવાનો ભય, લૂંટાઈ જવાનો ભય, કોઈ રાજભય... સજાનો ભય... આ ભયો માણસને વૈષયિક સુખો નિરાંતે ભોગવવા દેતાં નથી. ત્રીજી વાત છે પરાધીનતાની. વૈષયિક સુખો ભોગવવા તમે પહેલાં તો For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપ લય-વિલય-પ્રલય તમારા શરીરને જ પરાધીન છો. તમારું શરીર નીરોગી ન હોય, સ્વસ્થ ન હોય તો તમે ઇન્દ્રિયોનાં વિષયસુખો સ્વચ્છંદતાથી ભોગવી નહીં શકો. એવી રીતે જો તમારા પારિવારિક, સામાજિક કે રાષ્ટ્રીય સંયોગો અનુકૂળ નહીં હોય તો પણ તમે તમારી ઇચ્છા મુજબ સુખભોગ નહીં કરી શકો. તમે વૃદ્ધાવસ્થા અને મૃત્યુને પરાધીન છો. ભરપૂર સુખોની વચ્ચેથી મૃત્યુ તમને ઉપાડી જઈ શકે છે. આ નાનીસૂની પરાધીનતા નથી. માટે ભગવાન ઉમાસ્વાતિ સાચાં ત્રણ સુખોની વાત કરે છે. - જે સુખ નિત્ય હોય, - જે સુખ અભય હોય, - જે સુખ સ્વાધીન હોય તેવા સુખને શોધો અને પામો. એવું સુખ છે “પ્રશમસુખ!' મનના, વિશુદ્ધ મનના લયનું સુખ! 'नित्यमभयमात्मस्थं प्रशमसुखं तत्र यतितव्यम् ।' પરંતુ, સામાન્ય માણસને લોકોત્તર “પ્રશમસુખ'ની ખરેખર જાણ જ નથી. એટલે એ તો લૌકિક વૈષયિક સખોને જ સાચાં સુખ સમજીને એ સુખો મેળવવા અને ભોગવવા જિંદગીપર્યત મથતો રહે છે. આવા સામાન્ય માણસોને ભગવાન ઉમાસ્વાતિ કહે છે : ભાઈ, સર્વે વિષયોની અભિલાષામાંથી અને પ્રાપ્તિથી જે સુખો તને મળે છે, એ સુખ કરતાં અનંત-ક્રોડ વધારે સુખ વૈરાગીને, વીતરાગને મળે છે! માટે હવે વૈરાગી બનીને “પ્રશમસુખની પ્રાપ્તિ કરો, પ્રિય વિષયોના વિયોગમાં અને અપ્રિય વિષયોના સંયોગમાં, ઇષ્ટ સુખની ઇરછામાં અને અનિષ્ટ દુઃખની અનિચ્છામાંથી ઘોર દુ:ખ જન્મે છે. આ દુ:ખ રાગી જીવોને જ હોય છે. વૈરાગીને વીતરાગને આવું દુઃખ સ્પર્શ પણ નથી કરતું! વીતરાગ જેવા વૈરાગી સાધકો કેવા હોય છે અને તેઓ કેવું અદ્ભુત આંતર સુખ મેળવે છે, એ લખીને આજનો પત્ર પૂર્ણ કરીશ. - જેમની મૈથુનવાસના શાંત થઈ ગઈ હોય, - જેમના ક્રોધ વગેરે ચારે કષાયો મંદ થઈ ગયા હોય, - જેઓ વાતવાતમાં હસતા નથી, For Private And Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૬. ઇન્દ્રિયજયથી કષાયજય - જેઓ વાતવાતમાં ખુશ-નાખુશ થતા નથી, - જેઓ શોક કે આઝંદ કરતા નથી, - જેઓ ભયાક્રાન્ત બનતા નથી, - જેઓ પોતાની નિંદા સાંભળીને પણ સ્વસ્થ રહે છે, તેવા સાધકો જે પ્રશમસુખ અનુભવે છે, તેવું સુખ બીજા રાગી માણસો જરાય અનુભવી શકતા નથી. ચેતન, ભલે તું તપ ન કરી શકે કે ધ્યાન ન કરી શકે, ભલે તું શાસ્ત્રો કે આગમોનું અધ્યયન ન કરી શકે... પણ જો પ્રશમગુણને પામી અને ટકાવી શકે તો તારા એ સુખને શબ્દોમાં કહી નહીં શકે. એવું પ્રશમસુખ પામી મનનો લય સાધી લે, એવી મંગલ કામના. તા. ૨૫-૪-૯૮ Snezlet For Private And Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir RE ૧૭daખ્ય ખોટો-સાથોસ 1 E -~- -~ પ્રિય આત્મસાધક, સર્વપ્રથમ આપણા મૂળ વિષયનું અનુસંધાન કરી લઈએ. - મનનો લય પામવા માટે મન પર રહેલી - કષાયોની અશુદ્ધિ દૂર કરવી જોઈએ. - કષાયોની અશુદ્ધિ દૂર કરવા ઇન્દ્રિયવિજય મેળવવો જોઈએ. - ઇન્દ્રિયવિજય, વૈરાગ્યની દઢ ભૂમિ પર રહીને મેળવી શકાય. - આ રીતે મનની શુદ્ધિ પ્રાપ્ત થવાથી પ્રસન્નતા પ્રગટે છે. - એ પ્રસન્નતા પ્રશમસુખરૂપ હોય. - એ પ્રસન્નતા ચિદાનંદરૂપ હોય. આજે મારે તને વૈરાગ્યના વિષયમાં વિશેષરૂપે લખવું છે. વૈરાગ્ય અંગે ઘણી ગેરસમજો પ્રવર્તે છે, તે દૂર થવી જોઈએ. વૈરાગ્ય ત્રણ પ્રકારના - (૧) દુઃખગર્ભિત, (૨) મોહગર્ભિત અને (૩) જ્ઞાનગર્ભિત. સંસારનાં સુખો ન મળવાથી (ભોજન, વસ્ત્ર, મકાન, સ્ત્રી, ધન આદિ) સંસાર પ્રત્યે નફરત થઈ જાય તે સાચો વૈરાગ્ય નથી. આવા માણસોને થોડાં ભૌતિક-વૈષયિક સુખો મળતાં, તેમનો વૈરાગ્ય વરાળ બની ઊડી જાય છે. આવાં દુઃખોથી ત્રાસીને સાધુ-બાવા-ફકીર બની જનાર લોકોને સમતારસથી ભરપૂર શાસ્ત્રોનું અધ્યયન ગમતું નથી. તેઓ તો થોડું તર્કશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, વૈદ્યકશાસ્ત્ર આદિનો અભ્યાસ કરે છે. મંત્ર-તંત્રાદિ કરે છે. સંયમનું યથાર્થ પાલન કરતા નથી. તર્કશાસ્ત્ર આદિના જ્ઞાનથી તેઓ પોતાને શ્રેષ્ઠ બતાવે છે. બુદ્ધિના અભિમાનથી અક્કડ રહે છે. આવા માત્ર વેશધારી સાધુઓ પ્રશમામૃતના ઝરણાનું તત્ત્વપાન કરી શકતા નથી. આવા લેભાગુ વેષધારી સાધુઓ તો સમ્યગુષ્ટિ શ્રાવકો કરતાંય હીન કક્ષાના હોય છે. બીજા પ્રકારનો વૈરાગ્ય છે મોહગ્રસ્ત માણસનો. મોહગ્રસ્ત માણસો કુશાસ્ત્રો (મોક્ષમાર્ગના નહીં) ની વાતો કરવામાં કુશળ હોય. સાચા શાસ્ત્રોના અર્થ ખોટા કરે. કુતર્કો કરે. સ્વછંદી હોય. ગુણીજનોનો સંગ ન કરે, પોતાની જ પ્રશંસા કરતો ફરે. બીજા માણસો સાથે માયા-કપટ-દ્રોહ કરે. કલહ-ઝઘડા For Private And Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વૈરાગ્ય : ખોટો-સાચો કરે. દંભી હોય પોતાનાં પાપોને છુપાવે. ખૂબ ધર્મક્રિયા કરવાનો દેખાવ કરે. આવા સાધુને ગુણો ન ગમે. બીજાઓના ઉપકાર ભૂલી જાય. કર્મબંધનો વિચાર ન કરે. અધીર, ઉદ્ધત અને અવિવેકી હોય. એની ધર્મશ્રદ્ધા માંદી હોય. આ મોહમૂલક વૈરાગ્ય ન તો ઇન્દ્રિયવિજય અપાવે કે ન કષાયવિજયી બનવા દે. આ વૈરાગ્ય તો રાગ-દ્વેષનો જ પિતરાઈ ભાઈ છે. ચેતન, સાચો વૈરાગ્ય હોય છે જ્ઞાનમૂલક, “અધ્યાત્મસાર 'માં આ વૈરાગ્યનું વિશદ મર્મસ્પર્શી અને વાસ્તવિક વર્ણન કરવામાં આવેલું છે. સાચો વૈરાગી કેવો હોય, તેનું વર્ણન આ પ્રમાણે છે : ૧. વેરાગી સૂક્ષ્મ દૃષ્ટિવાળો હોય, કારણ કે ધર્મ યથાર્થરૂપે આ સૂક્ષ્મદૃષ્ટિવાળી સાધક જ સમજી શકે છે. (ધર્મો સૂવુદ્ધિહ્ય) આ સૂક્ષ્મ પ્રજ્ઞા કોઈને જન્મસિદ્ધ હોય છે તો કોઈને પ્રયત્નસાધ્ય હોય છે. ૨. વૈરાગી સાધક મધ્યસ્થ હોય, ઉદાસીન ભાવવાળો હોય. અર્થાતુ તેનામાં (૧) રાગ-દ્વેષની તીવ્રતા ન હોય (૨) અત્તરાત્મ ભાવમાં રહે અને (૩) કુર્તકો ન કરે. મધ્યસ્થ પુરુષને યુક્તિ ગમે. તેથી તે પક્ષપાતી ન હોય, જે યુક્તિયુક્ત હોય, તેને જ માને. પક્ષનો, સંપ્રદાયનો, પંથનો કે ગચ્છનો પક્ષપાત આવા વૈરાગીને ન હોય. મધ્યસ્થ સાધક પુરુષ એમ સમજે છે કે “વિશ્વમાં કોઈની નિંદા ન કરવી. પારિષ્ઠ પણ નિંદનીય નથી. ભવસ્થિતિનો વિચાર કરવો જોઈએ' બીજી વાત એ સમજે છે કે કોઈ આપણી પ્રશંસા કરે છે, તે એના કર્મથી પ્રેરિત થઈને! કોઈ આપણી નિંદા કરે છે, તે પણ તેના કર્મથી પ્રેરિત થઈને! આપણે શા માટે રાગ-દ્વેષ કરવા? ૩. વૈરાગી મનુષ્ય સર્વત્ર (સર્વે જીવોનું હિતચિંતન કરનારો હોય. અર્થાત્ પરિર્વિતા મૈત્રી' - આ મૈત્રીભાવથી એ ભાવિત હોય. એ સમજે છે કે સર્વે જીવો મારા મિત્ર છે, મારો કોઈ શત્રુ નથી' એટલે વૈરાગી જન કોઈનું અહિત વિચારે નહીં. અહિતકારી બોલે નહીં અને અહિતકારી પ્રવૃત્તિ કરે નહીં. ૪. વૈરાગી મનુષ્ય ધર્મક્રિયાનો આદર કરનારો હોય. ક્રિયામાર્ગ એને ગમતો હોય. ભલે એ એકબે ક્રિયા ઓછી પણ કરતો હોય, છતાં ક્રિયાઓ પ્રત્યે અનાદર ન હોય. ૫. વૈરાગી મનુષ્ય એકલપેટો ન હોય. એ સ્વયં જેમ મોક્ષમાર્ગ પર ચાલતો હોય For Private And Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય તેમ બીજા માણસોને પણ મોક્ષમાર્ગે-ધર્મમાર્ગે ચલાવવા પ્રયત્નશીલ હોય. જીવોને ધર્મમાર્ગે જોડવા યથાશક્તિ પુરુષાર્થ કરતો રહે. ૬. બીજા જીવોને મિત્ર માને, એમને ધર્મમાર્ગે જોડે, પરંતુ એ માણસના દોષો જુએ નહીં, બોલે નહીં અને સાંભળે નહીં, બીજા જીવોના દોષો પ્રત્યે અંધ, મૂક અને બધિર બન્યો રહે. ૭. આત્મગુણોને પ્રગટાવવા માટે સદૈવ ઉત્સાહી હોય. જેમ દરિદ્ર મનુષ્ય હંમેશાં ધનોર્પોજન કરવામાં ઉત્સાહી હોય, તે રીતે. ૮. કામવાસનાઓ (સેક્સ) જાગે ખરી, પણ એ વાસનાઓને પરવશ ન બને. વાસનાઓને વમી નાંખે, દમી નાંખે... કામવિજેતા બને. વૈરાગી મનુષ્ય આ વિષયમાં સતત જાગ્રત રહેતો હોય છે. આમેય મનુષ્યને મૈથુન સંજ્ઞા વધુ સતાવતી હોય છે. “શામશતક' માં આ કામદેવ માટે બહુ સારી રીતે કહેવામાં આવ્યું છે : કામદેવ, પાંચ ઇન્દ્રિયોના પાંચ બાણ બનાવીને દુશ્મનો (સાધુ પુરુષો, સદાચારી-બ્રહ્મચારી સ્ત્રી-પુરુષો સાથે લડે છે, જીતે છે અને છાતી પર પગ મૂકે છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી આ વાત દુહામાં કહે છે : પંચ બાણ ઇન્દ્રિય કરી, કામસુભટ જગ જીતી, સબ કે શિર પદ દેત હૈ, ગણે ને કોસુ ભીતિ. કામદેવની વિશિષ્ટ શક્તિ છે પાંચ ઇન્દ્રિયો. એટલે સમગ્ર વિશ્વમાં કામદેવ, પાંચ ઇન્દ્રિયોરૂપ પાંચ સુભટોને લઈને ફરે છે અને જગત પર એકચક્રી રાજ્ય કરે છે! એને બીજા વધારે સૈનિકાની જરૂર જ નથી. આ કામદેવ-કામવાસના સંકલ્પ વિચારમાંથી ઉત્પન્ન થાય છે, એટલે કહેવાય છે : “દો સંન્યનનાં વિધાતા નૂતનઃ ઉના' કામદેવ સંકલ્પજન્મા છે. આ નવી જાતનો વિધાતા છે. એટલે કામવાસનાને પરવશ જીવ દુઃખને પણ સુખરૂપે સમજે છે. ક્લેશમય દુઃખને સુખ માને છે કે આ રીતે કામદેવને ધૂર્ત કહેવામાં આવ્યો છે. જગતને ઠગે છે ને! એક વાત સમજી રાખો કે આ ધૂર્ત સમ્રાટ કામદેવના સામ્રાજ્યમાં, જીવવાનું છે અને રહેવાનું છે. સમગ્ર વિશ્વ, આ કામદેવનું સામ્રાજ્ય છે, એટલે “શાયશતક' માં એના માટે વિશ્વપ્રતારિ' શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. દુનિયા એનાથી છેતરાતી રહી છે. પરંતુ વૈરાગી - સાચો વેરાગી આ કામદેવને પરાજિત કરે છે. For Private And Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૦ વેરાગ્ય : ખોટો-સાચો ૯. વૈરાગી સાધક, આઠ પ્રકારના પદો ગર્વ)નું મર્દન કરી નાંખે છે. અર્થાત્ વૈરાગી માણસને જાતિનો, કુળનો, રૂપનો, બળનો, લાભનો, બુદ્ધિનો, જનપ્રિયત્નો તથા શ્રતનો મદ હોતો નથી. કારણ કે તેઓ આત્મભાવમાં જાગ્રત હોય છે અને સાત્ત્વિક પ્રકૃતિના હોય છે. ૧૦.વૈરાગી સાધક ઈર્ષ્યા-અસૂયાથી દૂર રહે છે. વૈરાગીના શુદ્ધ મનમાં ઈર્ષ્યા-અસૂયાના કીડા પ્રવેશી શકતા નથી. એમના મુખેથી ક્યારેય કોઈની નિંદાનાં વચનો નીકળતાં નથી. એમના મનમાં પણ કોઈના પ્રત્યે અરુચિ કે અણગમો હોતાં નથી. વૈરાગી ક્યારેય નિંદક ન હોય. નિંદક હોય તે સાચો વૈરાગી ન હોઈ શકે. બીજા જીવોના હિતનો જ વિચાર કરનારા વૈરાગી સાધકો બીજા જીવોના જેમ દોષ જોતા જ નથી, તેમ દોષ બોલતા પણ નથી. ૧૧. વેરાગી સાધકો હંમેશાં સમતામૃતના સરોવરમાં સ્નાન કરતા રહે છે. શામ્યશતકમાં કહ્યું છે : “નિરામપપ્રત્યે સેવસ્વ સમતાસુધા' મોક્ષપદની પ્રાપ્તિ માટે સમતામૃતનું પાન કરો.” આવા સમતામૃતની પ્રાપ્તિનો ઉપાય બતાવતાં કહ્યું છે : योगग्रन्थमहाम्भोधिमवमथ्य मनोमथा। साम्यामृतं समासाद्य सद्यः प्राप्नुहि निर्वृतिम् ।।९७।। હે આત્મન ! યોગગ્રંથોના મહાસાગર – મનના રવૈયાથી મંથન કર અને સમતારૂપ અમૃતને પ્રાપ્ત કરી પરમ સુખને પામ.' વૈરાગી સમજે છે કે “મન “પારા' જેવ ચંચળ છે. તે છતાં પારાને બાંધવો, સ્થિર કરવો સહેલો છે, પણ મનને બાંધવું, સ્થિર કરવું ઘણું દુષ્કર છે. છતાં એ મનને સામ્ય-સમતાગણની દિવ્ય ઔષધિથી બાંધી શકાય છે” વૈરાગીનું મન આ રીતે સમતા-ગુણથી સ્થિર બનેલું હોય છે. ૧૨. વૈરાગી આત્મા નિરંતર ચિદાનંદમય આત્મસ્વરૂપમાં રમણતા કરતો હોવાથી અચલ બનેલો હોય છે. સામ્યભાવથી સ્થિર થયેલું મન આત્મસ્વરૂપના ચિંતનમાં લય પામે છે. આ રીતે વૈરાગી સાધક - વાસનાઓ ઉપર વિજય મેળવે છે, For Private And Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org લય-વિલય-પ્રલય - વિવેક અને પ્રશમભાવથી સભર બને છે, - કષાયો પર વિજય મેળવે છે, - રોગાદિકમાં વિચલિત થતો નથી, - ભવનાં ભોગસુખોને તુચ્છ માને છે, - તેની મોટા ભાગની ઇચ્છાઓ નાશ પામે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ૮૧ - પરિણામ પૂર્ણ કલ્યાણની પ્રાપ્તિ કરે છે. અર્થાત્ નિર્વાણ પામે છે. વૈરાગી સાધકનાં આ બાર લક્ષણો યાદ રાખજે. આપણા વૈરાગ્યની સચ્ચાઈને પારખવા માટે આ બાર લક્ષણો ઉપર ગંભીર ચિંતન કરવું જોઈએ. વૈરાગી બની ઇન્દ્રિયવિજય કરવાનો છે. આજે બસ, આટલું જ. તા. ૨૬-૪-૯૮ ઊંચુખર Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir I E૧૮. બુદ્ધિ સ્થિરતાના ઉપાથોને તે પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન. તારો પત્ર મળ્યો. તું લખે છે કે, “વૈરાગ્યમાર્ગ ગમે છે. ક્યારેક વૈરાગ્ય જાગી પણ જાય છે, પરંતુ વૈરાગ્યમાં મન સ્થિર નથી રહેતું.' સાચી વાત છે તારી. તને મારે પૂછવું છેઃ ખરેખર, તારે મનને વૈરાગ્યમાં સ્થિર કરવું છે? બદ્ધિને વૈરાગ્યરસથી સતત ભીંજાયેલી રાખવી છે? તો તું પહેલાં તારા અંતરાત્મા સાથે વિચારી લે. નવ તત્ત્વોના તલસ્પર્શી અધ્યયન દ્વારા તારે તાત્ત્વિક શ્રદ્ધાને સુદઢ બનાવવી છે? અર્થાત્ તત્ત્વશ્રદ્ધાને બુદ્ધિગમ્ય બનાવીને બૌદ્ધિક સ્થિરતા પામવી છે? તો ગંભીરતાથી વિચારી લે. મોહનીયકર્મનો ક્ષયોપશમ કરીને પ્રાપ્ત કરેલા સમ્યગુદર્શન-સમ્યકુચારિત્ર જેવા ઉચ્ચતમ પવિત્ર ભાવોમાં તારી બુદ્ધિને જોડી રાખવી છે? તો તું પુખ્ત વિચાર કરી લે. આ રીતે વૈરાગ્યમાં સ્થિર થવાનું પ્રણિધાન કરીને, તાત્ત્વિક શ્રદ્ધાને સુદઢ કરવાનો સંકલ્પ કરીને અને ક્ષાયોપથમિક ગુણોની સિદ્ધિ-વૃદ્ધિ કરવાનો નિરધાર કરીને ૧. જિનપ્રવચનની ભક્તિ કરવા માંડ. ૨. ધર્મશાસ્ત્રોનું અધ્યયન કરતો રહે. ૩. ત્યાગી-વેરાગી મહાત્માઓનો સંપર્ક રાખ. આ ત્રણ વાતો થોડા વિસ્તારથી તને સમજાવું છું. જિનપ્રવચન એટલે તીર્થંકર પરમાત્મા અને એમનું ધર્મશાસન. તીર્થકર પરમાત્માની આજ્ઞા મુજબ જીવન જીવવું, એ તેઓની સાચી સેવા છે. જિનાજ્ઞાનું પાલન કરવાની શક્તિ મળે છે, જિનેશ્વરોની પ્રીતિ-ભક્તિસભર ભાવપૂજા કરવાથી. * प्रवचनभक्ति श्रुतसम्पदुद्यमो व्यतिकरश्च संविग्नैः । वैराग्यमार्ग सद्भावभावधीस्थैर्यजनकानि ।।१८१।। - प्रशमरति For Private And Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૮૩ લય-વિલય-પ્રલય જેમ જિનેશ્વરની ભક્તિ કરવાની છે તેમ તેમના ચતુર્વિધ સંઘની પણ ભક્તિ કરવાની છે. તીર્થ એટલે પ્રવચન. સાધુ-સાધ્વી-શ્રાવક અને શ્રાવિકા - આ ચતુર્વિધ સંઘ પ્રત્યે પ્રીતિ-ભક્તિનો ભાવ સ્થિર રાખવાનો છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir બીજો ઉપાય છે શ્રુતાભ્યાસનો. નિરંતર શ્રુતસંપત્તિની વૃદ્ધિ કરતા રહેવાનું છે. શ્રુતજ્ઞાન એટલે શાસ્ત્રજ્ઞાન. પરમાત્મા પ્રભુ મહાવીરદેવે જે તત્ત્વો પ્રકાશિત કર્યાં, ગણધરોએ એ તત્ત્વોને લિપિબદ્ધ કર્યાં, તે આગમ કહેવાયાં. મહાન્ પ્રજ્ઞાવંત જ્ઞાની મહર્ષિઓએ એ આગમો ઉપર નિર્યુક્તિ, ચૂર્ણા, ભાષ્ય અને ટીકાઓ લખી. વ્યાખ્યાઓ લખી, વિવેચનો લખ્યાં, આ બધાંનું અધ્યયનપરિશીલન કરતા રહેવાનું છે. પ્રતિદિન અભિનવ જ્ઞાન પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ અને ઉત્સાહ ચાલતો રહે તો મન વૈરાગ્યભાવથી નવપલ્લવિત રહે. જેમ જેમ તત્ત્વબોધ ગ્રહન-ગંભીર અને વિસ્તૃત થતો જાય તેમ તેમ જ્ઞાનાનંદનો અનુભવ થશે અને સ્વાધીન સુખનો આસ્વાદ મળશે. ત્રીજો ઉપાય છે વિરક્ત-વૈરાગી સાધકોનો પરિચય, સંપર્ક. વૈરાગ્યભાવને પુષ્ટ કરવા, વૈરાગ્યમાર્ગે નિરંતર પ્રગતિ કરવા, વૈરાગી મહાત્માઓનો સંગ કરવાનો. જ્ઞાનદૃષ્ટિવાળા સત્પુરુષોના સંપર્કમાં રહેવું જોઈએ. ‘શામ્યશતક'માં મનોજય કરવા માટે ‘તત્ત્વચિંતન'નો ઉપાય બતાવવામાં આવ્યો છેઃ स्वान्तं विजित्य दुर्दान्तमिन्द्रियाणि सुखं जयेत् । तत्तु तत्त्वविचारेण जेतव्यमिति मे मतिः । ।७० ।। ‘મનને તત્ત્વવિચારથી જીતી શકાય છે, એમ હું (ગ્રંથકાર) માનું છું.' - ઇન્દ્રિયો પર વિજય મેળવવા મનોજય કરો. - મનોજય કરવા તત્ત્વચિંતન કરો. - તત્ત્વચિંતન કરવા શાસ્ત્રાભ્યાસ કરો. આ જ ઉપાય ‘યોગસાર'માં બતાવવામાં આવ્યો છેઃ *ઇષ્ટ અને અનિષ્ટ પદાર્થોમાં હંમેશાં વ્યગ્ર એવા મનને, નિશ્ચયપૂર્વક તત્ત્વનો જ્ઞાતા સાત્ત્વિક મુનિ સારી રીતે સ્થિર કરે છે.' * इष्टानिष्टेषु भावेषु सदा व्यग्रं मनो मुनिः । सम्यग् निश्चयः तत्त्वज्ञः स्थिरीकुर्वीत सात्त्विकः ।। ५/१५९ ।। For Private And Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બુદ્ધિ-સ્થિરતાના ઉપાયો *જેલવાસ ભોગવતા કેદી કે વધ્ય દુઃખી જીવોની કષ્ટપૂર્ણ દિવસો પસાર કરવાની દશા જોઈને, તું તપથી, એકાન્તથી અને મૌનથી ચિત્તને સ્થિર કર.” ‘તત્ત્વમાં તલ્લીન મનવાળા આત્માએ ચિત્તનું દુર્ગાન, વચનનો અસંયમ અને કાયાની ચંચળતાનો નિરોધ કરવો જોઈએ.” જ્યારે શરીર મૃતપ્રાયઃ થઈ જાય, જ્યારે ઇન્દ્રિયો મૃતપ્રાય થઈ જાય અને જ્યારે મન મૃતપ્રાય: થઈ જાય ત્યારે આંતરસુખ પરિપક્વ બને છે.” તત્ત્વચિંતનમાં લીનતા પ્રાપ્ત કરી મનોજયી બનવા ઇચ્છનાર સાધકે શાસ્ત્રોનું અધ્યયન-અધ્યાપન-ચિંતન કરવું જોઈએ. સાથે સાથે આત્મચિંતન પણ કરવું જોઈએ અને સતત ધર્મકથા કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. શાસ્ત્ર એટલે? - સંસારના વાસ્તવિક સ્વભાવને બતાવે છે, - સર્વ સંબંધોથી મુક્ત પૂર્ણ આત્મસ્વભાવ બતાવે છે. - શરણાગત જીવોનું નિષ્પાપ ઉપાયોથી પરિરક્ષણ કરે છે. આવું શાસ્ત્ર એટલે સર્વજ્ઞ પરમાત્માનું વચન! આવું શાસ્ત્ર એટલે વીતરાગ પરમાત્માનું વચન! જેઓ વીતરાગ નથી, દ્વેષરહિત નથી કે મોહરહિત નથી, તેવા બની બેઠેલા ભગવાનનાં વચન, નથી વાસ્તવિક સંસારસ્વરૂપ સમજાવી શકતાં, નથી મોક્ષમાર્ગનું યથાર્થ નિરૂપણ કરી શકતાં કે નથી શરણાગત જીવોનું નિષ્પાપ ઉપાયોથી પરિરક્ષણ કરી શકતા, પછી એને શાસ્ત્ર કેમ કહેવાય? જેના અધ્યયનથી માનવીના હૈયે, ભાવક જીવોના હૃદયમાં સંસારનાં સુખો પ્રત્યે વૈરાગ્યભાવ ન જાગે, જેના અધ્યયનથી શિવ-અચલ-અરુજ-અનંત- અક્ષય-અવ્યાબાધ એવા મોક્ષનું આકર્ષણ ન જાગે, તેને શાસ્ત્ર કેમ કહેવાય? ન જ કહેવાય. દુઃખ, ત્રાસ, સંતાપ અને અસંખ્ય વિટંબણાઓથી બચવા અને પુનઃ એ દુઃખ ત્રાસ આદિ ન સતાવે, તે માટે જેના શરણે જાય છે અને જો બચાવી ન શકે ને નિષ્પાપ ઉપાયો બતાવી ન શકે, તો તેને શાસ્ત્ર કેમ કહેવાય? ‘શ્રીપાલચરિત્રમાં, જ્યારે રાજકુમારી મયણાસુંદરીને, રોષે ભરાયેલા પિતારાજાએ કોઢરોગથી ગ્રસ્ત ઉંબરરાણા સાથે પરણાવી દીધી હતી, ત્યારે પ્રજ્ઞાવંતી * दिनातिवाहिकां कष्टां दृष्ट्वा वध्यादिदुःखिनाम्। रूद्धमेकान्तमौनाभ्यां तपश्चित्तं स्थिरी कुरू |1५/१६४।। For Private And Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૮૫ મયણા સર્વજ્ઞવચનના સહારે જ સ્વસ્થ, નિર્ભય અને નિશ્ચલ રહી શકી હતી. એણે એવાં શાસ્ત્રોનું અધ્યયન-પરિશીલન કરેલું હતું. એના હૈયે પોતાના પિતા પ્રત્યે કોઈ રોષ ન જાગ્યો. એના હૈયે ‘મારું સુખ ચાલ્યું ગયું... મારો ભવ બગડી ગયો...' આવી કોઈ વેદના ન જાગી. જ્યારે એ પોતાના જ્ઞાની ગુરુદેવ પાસે પહોંચી ત્યારે ગુરુદેવે એને નિર્દોષ, નિષ્પાપ એવી ધર્મારાધના બતાવી, ‘સિદ્ધચક્ર મહાયંત્ર'ની આરાધના બતાવી કે જેમાં હિંસાદિ કોઈ પાપ ન હતું. એ આરાધના દ્વારા મયણાએ પોતાના પતિ ઉંબ૨રાણાનો કોઢ રોગ મૂળમાંથી દૂર કર્યો હતો. આ રીતે તનના અને મનના સર્વે સંતાપોને દૂર કરવાનું સામર્થ્ય માત્ર સર્વજ્ઞવચનરૂપ શાસ્ત્રોમાં છે. આજના કાળે વિશેષરૂપે, સર્વજ્ઞવચનો સાચું શરણ આપી શકે એમ છે. અનેક દુ:ખ, ત્રાસ, ચિંતાઓ, વ્યથાઓ અને પીડાઓમાં તરફડતા જીવોને સર્વજ્ઞવચન જ બચાવી શકે છે. સાચી શાંતિ, સમતા, તૃપ્તિ અને મનઃ પ્રસન્નતા સર્વજ્ઞવચનરૂપ શાસ્ત્રો પાસેથી જ મળી શકશે. માટે શાસ્ત્રોનો આદર કરવો જોઈએ. તમે, જો શક્ય હોય તો શાસ્ત્રોની દુનિયામાં વસી જાઓ! દુનિયામાં રહેવા છતાં દુનિયાની ભીડમાંથી બહાર નીકળી જાઓ, ૨ાગી-દ્વેષી અને મોહ-રોગી જીવોનો સંપર્ક ત્યજી દો. તમારી દુનિયા બનાવો શાસ્ત્રોની! ધર્મગ્રંથોની! હા, ધર્મશાસ્ત્રોની પણ એક વિશાળ દુનિયા છે! અલબત્ત, નવી દુનિયાનો પ્રવેશ, થોડા સમય માટે રોમાંચક અને અટપટો લાગે ખરો, પણ કાળક્રમે ફાવી જાય છે અને રસાનુભૂતિ થતી રહે છે. આ દુનિયામાં એવા શાસ્ત્રજ્ઞાની મહાપુરુષો છે કે જેઓ દિવસરાત જિજ્ઞાસુ જીવાત્માઓને શાસ્ત્રોનું અધ્યયન કરાવતા રહે છે. તેમના હૃદયમાં વાત્સલ્ય અને કરુણાના ભાવ ભરેલા હોય છે. અધ્યયન કરનારાઓનાં હૃદયમાં ભક્તિવિનય અને વિવેકના ભાવો ઊછળતા હોય છે. ગુરુ-શિષ્યના આ સંબંધોમાં એવા લોકોત્તર સંબંધો હોય છે કે ત્યાં કોઈ સ્વાર્થની ખેંચાખેંચી નથી હોતી કે ગુણ-દોષના ઝઘડા નથી હોતા. અધ્યયન કરતાં જેમ ખેદ, ઉદ્વેગ કે ઉતાવળ ન કરવી જોઈએ, તેમ અધ્યાપન કરાવતાં પણ થાકવું ન જોઈએ કે રોષાયમાન ન થવું જોઈએ, કારણ કે અધ્યાત્મમાર્ગે ચાલનારા બધા જ જીવો સૂક્ષ્મ પ્રજ્ઞાવાળા ન હોય. કોઈ અલ્પ સ્મરણશક્તિવાળા હોય, કોઈ અલ્પ શાસ્ત્રજ્ઞાન લેનારા હોય... તે સહુના પ્રત્યે ગુરુનું વાત્સલ્ય, એમની કરુણા નિરંતર વહેવી જોઈએ. For Private And Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૬ બુદ્ધિ-સ્થિરતાના ઉપાયો - શાસ્ત્રોનું ચિંતન-મનન કરવા માટે, અનુપ્રેક્ષા કરવા માટે સાધકે પોતાની ચિત્તવૃત્તિઓને શાંત-પ્રશાંત રાખવી જોઈએ. વૈચારિક ઉગ્રતા ત્યજવી જોઈએ. દુરાગ્રહનો ત્યાગ કરવો જોઈએ. એ ચિંતન-મનનના પરિપાકરૂપે જે વિશિષ્ટ અર્થબોધ પ્રાપ્ત થાય તે અર્થબોધ, જિજ્ઞાસુઓની યોગ્યતા અને પાત્રતા મુજબ બીજા સાધકોને આપવો જોઈએ. શાસ્ત્રોનું ચિંતન-મનન આત્મલક્ષી હોવું જોઈએ. માત્ર વિદ્વત્તા પ્રાપ્ત કરવા કે પંડિત બનવા શાસ્ત્રાધ્યયન નથી કરવાનું. શાસ્ત્રાધ્યયન આત્મસંશોધન માટે કરવાનું છે. - મનથી શાસ્ત્રવચનોની સ્મૃતિ અને ચિંતન-મનન કરો. - વચનથી ધર્મશાસ્ત્રોના આધારે ઉપદેશ આપો. - કાયાથી ધર્મશાસ્ત્રો લખો, જ્ઞાનભંડારોને જાળવો. શાસ્ત્રજ્ઞાનની ઉપેક્ષા કરીને આત્માનુભૂતિની વાતો કરનારાઓ સ્વયં ભ્રમણાઓમાં રાચે છે. બીજા સરળ ને ભદ્રિક જીવોને ભ્રમણાઓમાં ફસાવે છે. પ્રાચીન ધાર્મિક-આધ્યાત્મિક ધર્મગ્રંથોની નિંદા કરે છે. તેઓ સમજતા નથી કે શાસ્ત્રજ્ઞાન વિના આત્માનુભૂતિ શક્ય નથી હોતી. શાસ્ત્રોના તત્ત્વોનો સૂક્ષ્મ અને આત્મસ્પર્શી ચિંતન-મનનમાંથી ક્યારેક આત્માનુભૂતિ થઈ જતી હોય છે અને તે આત્માનુભૂતિ સાચી હોય છે. દંભ અને દર્પથી મુક્ત શાસ્ત્રજ્ઞાની આત્માનુભૂતિ કર્યા વિના ન રહે. ચેતન, મન-વચન-કાયાને સતત ધર્મશાસ્ત્રોમાં, અધ્યાત્મશાસ્ત્રોમાં, યોગશાસ્ત્રોમાં ઓતપ્રોત રાખી મોક્ષયાત્રામાં પ્રગતિ કરતા રહેવાનું છે. આ રીતે આજે તને બુદ્ધિસ્થિરતાના ત્રણ ઉપાયો લખ્યા છે. તેમાં શ્રુતાભ્યાસને વિસ્તારથી લખ્યો છે. “મનને તત્ત્વવિચારથી જ જીતી શકાય', આ વિજયસિંહસૂરિજીની માર્મિક વાત વિસ્તારથી લખી છે. આ બધી તત્ત્વ-વિચારણાને પુનઃ પુનઃ વાંચીને મનન કરજે. કુશળ રહો. તા. ર૭-૪-૯૮ Chકયુનસૂરિ For Private And Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * *- ---- - - 7 & Us WE૧૯.મોન અને એકાંતનું t:-- —— પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન. મનના શુદ્ધીકરણ માટે અને સ્થિરીકરણ માટે આપણા મહાન ઋષિ-મુનિ અને આચાર્યોએ અનેક ઉપાયો બતાવેલા છે. કેટલાક ઉપાયો તને મેં લખ્યા છે. આજે પણ એવા જ બે ઉપાયો મારે તને બતાવવા છે. યોગસાર નામના યોગના ગ્રંથમાં એ બે ઉપાયો આ બતાવાયા છે.' “દ્ધાન્તમીનાભ્યાં તપસ્થિત્તે સ્થિર સ્વા' ૧/૭ મોન અને એકાત્તથી ચિત્તનો વિરોધ કરી તેને સ્થિર કર.” મૌન અને એકાંત! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ સાડાબાર વર્ષ સુધી એકાંતમાં મૌન સાથે તપશ્ચર્યા કરી હતી. પરિણામે તેઓ વીતરાગ-સર્વજ્ઞ બન્યા હતા. મૌન અને એકાંતમાં મનનું સ્થિરીકરણ થાય છે; ઊધ્ધકરણ થાય છે અને છેવટે મન મરી જાય છે. આત્મજ્યોતિ પ્રગટી જાય છે. ચેતન, એકાંતની વિશેષતાઓ પછી લખીશ, પહેલાં “મૌન' અંગે લખું છું. મૌન ત્રણ પ્રકારનું છે. - મનનું મૌન, - વચનનું મૌન, - તનનું મૌન. ૦ આત્માથી ભિન્ન, અનાત્મભાવ-પોષક પદાર્થોનું ચિંતન ન કરવું, વિચાર ન કરવો, એ છે મનનું મૌન. હિંસા, જૂઠ ચોરી, દુરાચાર, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ આદિ અશુભ પાપવિચારોનો ત્યાગ કરવો એ મનનું મન છે. “પ્રિય પદાર્થોનો સંયોગ થાઓ, અપ્રિય પદાર્થોનો વિયોગ થાઓ, પ્રિયનો વિરહ ન થાઓ, અપ્રિયનો સંયોગ ન થાઓ.” આવા સંકલ્પ-વિકલ્પોનો ત્યાગ, એ મનનું મૌન છે. ૦ જૂઠાં વચન ન બોલવાં, અપ્રિય અને અહિતકારી વચનો ન બોલવાં, For Private And Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૮ મૌન અને એકાંત ક્રોધજન્ય, માનજન્ય, માયાજન્ય અને લોભજન્ય વચનો ન બોલવાં એ વચનનું મૌન છે. પુદ્ગલભાવોની પ્રશંસા કે નિંદા ન કરવી એ વચનનું મૌન છે અને શબ્દોચ્ચાર જ ન કરવો એ પ્રચલિત મૌન છે. ૦ કાયાથી પુદ્ગલભાવ-પોષક પ્રવૃત્તિનો ત્યાગ કરવો એ તનનું મૌન છે. આ રીતે મન-વચન-કાયાનું મૌન યથાર્થ મૌન છે. મૌનનું આ નિષેધાત્મક સ્વરૂપ બતાવ્યું, હવે વિધેયાત્મક સ્વરૂપ બતાવું છું. મનમાં આત્મભાવપોષક વિચાર કરવા, ક્ષમા-નમ્રતા સરળતા ને નિર્લોભતાની ભાવનાઓ ભાવવી, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહના મનોરથ કરવા, આત્માના સ્વાભાવિક સ્વરૂપનું ધ્યાન કરવું... વગેરે મનનું મૌન છે. એવી રીતે વાણીથી આત્મભાવપોષક કથા કરવી, શાસ્ત્રસ્વાધ્યાય કરવો, પરમાત્મહુતિ કરવી વગેરે વચનનું મૌન છે. કાયાથી આત્મભાવ તરફ લઈ જનારી ક્રિયાઓ કરવી, તે તનનું મૌન છે. મન-વચન-કાયાના યોગોની પુદ્ગલભાવોમાં નિવૃત્તિ અને આત્મભાવોમાં પ્રવૃત્તિ એ સાધકનું મૌન છે. આવા મૌનને ધારણ કરતો મહાત્મા મોક્ષમાર્ગ પર પ્રગતિ કરતો જાય છે. આવા મૌનથી આત્માના પૂર્ણાનંદની અનુભૂતિ થાય છે. આવા મૌન દ્વારા જ આત્માની અનાદિકાલીન અશુભ વૃત્તિ-પ્રવૃત્તિનો અંત આવી શકે અને શુભ તથા શુદ્ધ વૃત્તિ-પ્રવૃત્તિ તરફ આત્મા ગતિ કરી શકે. આવું મૌન પાળવાથી મન સ્થિર બને છે અને શુદ્ધ બને છે. મૌનનું યથાર્થપાલન એકાંતમાં થઈ શકે. એટલે મૌન સાથે એકાંતવાસનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. ઘણા માણસોને એકાંત ગમતું નથી. એકાંતનો એમને ડર લાગે છે. પરંતુ એ ડર ખોટો છે. એકાંતનું પણ એક સોંદર્ય હોય છે. એકાંતમાં મનુષ્યનું વ્યક્તિત્વ નિખરે છે. ઘણા અદ્દભુત અનુભવો થાય છે. એકાંતમાં માનવી પોતાને (સ્વને) જાણી શકે છે. પોતાના વ્યક્તિત્વને, અસ્તિત્વને પ્રેમ કરી શકે છે. ખંડિત થયેલો માનવી એકાંતમાં મંડિત થાય છે. કવિ ઇમર્સને કહ્યું છે : “એલા માનવી! જા, તારા આત્માને જાણવો હોય તો આ ધાંધલિયા જગતને છોડીને એકલો થઈ જા, એકાંત જીવનનો એદી બની જા. ત્યારે તારામાં છુપાયેલા ગુણો એકદમ પ્રગટ થશે.” પરંતુ હકીકતમાં આપણે એકાંત સેવવાનો પ્રયાસ કરતા નથી. માણસોનાં ટોળાં વચ્ચે ઘેરાયેલા રહેવાનો નશો ચડ્યો છે. આપણે સાચે જ સમજતા નથી For Private And Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય કે માનવમહેરામણની વચ્ચે આપણે એકલા જ છીએ. “જોડકું નત્યિ છે જો માત્ર બોલી જઈએ છીએ “હું એકલો છું, મારું કોઈ નથી', આવો પોપટપાઠ કરે જઈએ છીએ અને ભીડમાં જ જાહોજલાલી માનીએ છીએ. એકાંતવાસ વિના આપણે ભીતરમાં સમૃદ્ધ બની શકતા નથી. થોમસ વાલ્ફ કહે છે : 'Our deepest experiences cannot be sliared. Our greatest sorrow and our most overwhelming joys must endured or enjoyed alone.' કેટલાં સુંદર વાક્યો છે! આપણા અંગત અનુભવોમાં જેવા કોઈને ભાગીદાર બનાવવા જઈએ છીએ કે તરત તે અનુભવ સસ્તો અને છીછરો બની જાય છે. ખરેખર તો આપણા અદૂભૂત આંતર અનુભવને વર્ણવી શકતા નથી. આત્માના સંગીતને શબ્દોની તરજમાં ઉતારી ન શકાય. એકાંતનું એ સંગીત માત્ર તમે એકલા જ સાંભળી શકો. જે કોઈ માણસ અજ્ઞાતને (પરમ તત્ત્વને) જાણવા પંથે પડે છે તેણે એકલે પંડે જ પંથ ખેડવાનું સાહસ કરવું જોઈએ. પરંતુ આપણે એકલા સફર કરવાનું ટાળીએ છીએ. સાથીદાર વિનાની જિંદગી અકારી લાગે છે. તમે એક ચિત્ર બીજાઓ સાથે મળીને જોઈ શકો. કોઈ કાવ્યની મધુરતા સાથે બેસીને માણી શકો, પરંતુ આંતર સિદ્ધિ મેળવવી છે, ધ્યાનમાં નિમગ્ન થવું છે તો તમારે એકલાએ જ એકાંતની ઉપાસના કરવી પડશે. જો એકલા રહેવાની ટેવ નહીં હોય તો તમે ધ્યાનમાં ડૂબી નહીં શકો કે આત્માની કોઈ અનુભૂતિ નહીં કરી શકો. એકાંતથી ડરો નહીં, દૂર ન ભાગો... સાથે સાથે એકાંતનો દુરુપયોગ પણ ન કરો. સામાન્ય માણસ એકલો પડે છે ત્યારે રેડિયો, ટેપરેકોર્ડર, ટી.વી. કે સિનેમાં જુએ છે. પોતાના અંતઃકરણને નિહાળવાના બદલે બાહ્ય પદાર્થોને ખાલી મનમાં ભરે છે. એકાંતમાં “સ્વ” સાથે મળવાની અણમોલ ક્ષણો ગુમાવી દઈ બીજાં વ્યર્થ સાધનો પકડે છે... આ એની પામરતાને એ વિચારી શકતો નથી. પામરતાની પ્રતીતિથી ડરે છે. જો મનને સ્થિર કરવું છે, શુદ્ધ કરવું છે તો માણસે કાચબાની જેમ પોતાની જાતને જગતના બીજા લોકોના સંગાથમાંથી પાછી સંકેલી લેવી જોઈએ. મિત્રો, સ્વજનો અને પરિજનોને છોડીને એકાંતમાં વિહરવું જોઈએ. આપણા મનતંત્ર For Private And Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir co મૌન અને એકાંત અને લાગણીતંત્રને સમૃદ્ધ બનાવવા એકાંત અનિવાર્ય છે. ‘સ્વ’ સાથે દોસ્તી કરવાનો મોકો મનુષ્યને માત્ર એકાંતમાં જ મળે છે. ‘સર્જનાત્મક (સાત્ત્વિક) કાર્ય, પ્રેમ (સર્વજીવમૈત્રી) અને ચિંતન (આત્મચિંતન) ત્યારે જ શક્ય છે કે જ્યારે જરૂર પડે ત્યારે તમે એકાંતમાં રહી શકો અને તમારી પોતાની જાત સાથે શાંતિથી જીવી શકો.' ‘એરિક ફ્રોમે’ આ વાત લખી છે : Productive Work, Productive Love and Thought are possible only if a person can be when necessary, quiet and alone with himself. આપણી પોતાની જાત સાથે એકાંતમાં રહીએ તો આત્માના સંગીતને સાંભળવાની શક્તિ પ્રગ્યે, તો જ આપણે બીજા જીવો સાથે સાચી મૈત્રી, સાચો પ્રેમ કરી શકીએ. ચેતન, મૌન અને એકાંતની આરાધનાનો પ્રારંભ ૪૮ મિનિટના ‘સામાયિકથી કરી શકાય. સામાયિકમાં મૌન પાળવાનું અને ઘરના એકાંત રૂમમાં ક૨વાનું કે જ્યાં એ સમયે ઘરના માણસોની પણ અવર-જવર ન હોય. અથવા, જો ઘર એકબે રૂમનું જ હોય તો નજીકના ઉપાશ્રયમાં જઈને કરી શકાય... જોઈએ એકાંત. આમેય સામાયિકમાં ખાવા-પીવાનું તો હોતું નથી, એટલે ૪૮ મિનિટનો તપ તો હોય જ છે. સ્થિર આસને બેસવાનું એટલે સંલીનતા પણ રહે. મૌન રહેવાથી વચનના દોષો નડે નહીં. મનના દોષોથી પણ બચી શકાય. વાત મહત્ત્વની છે એકાંતની! એકાંતમાં તમે એકલા જ હો... બીજું કોઈ સાથે કે પાસે ન હોય. આ અભ્યાસ કરતાં કરતાં પછી એક દિવસ સવારથી સાંજ સુધીનો પૌષધ ક૨વાનો, મૌન સાથે એકાંતમાં! ઉપવાસ કરીને પૌષધ કરવાનો. પૌષધ તમે તમારા ઘરમાં જો એકાદ રૂમ વધારે હોય તો ત્યાં કરી શકો અથવા ઉપાશ્રયમાં જઈને કરી શકો... ત્યાં બીજા લોકો પૌષધ કરનારા ન હોય, તમે એકલા જ હો, એવી રીતે કરવાનો. તે માટે તમને પૌષધવ્રતની ક્રિયા આવડવી જોઈએ. તમે ૧૨ કલાક મૌન રહી શકો અને એકાંતમાં ડર્યા વિના રહી શકો, તેવો અભ્યાસ કરવાનો. એ અભ્યાસમાં સફળ થયા પછી તમે દિવસ અને રાત - ૨૪ કલાકનો પૌષધ કરી શકો. રાત્રે તમે એકાંતમાં નિર્ભય બનીને રહી શકો. For Private And Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૪૮ મિનિટના સામાયિકમાં અને ૨૪ કલાકના પૌષધમાં વચનનું મૌન પાળી તમે વધુમાં વધુ ૨૪ તીર્થકરોનું ધ્યાન કરી શકો. આપણે ત્યાં કાયોત્સર્ગધ્યાન કરવામાં આવે છે ને? “લોગસ્સસૂત્ર' એટલે ૨૪ તીર્થકરોની જ સ્તવના છે.. વધુ ને વધુ આ ધ્યાન (ઊભાં ઊભાં કે બેઠાં બેઠાં) કરી શકો. આ ધ્યાનથી મન સ્થિરતા પામે છે અને આત્મા પ્રસન્નતા અનુભવે છે. મૌન અને એકાંતની વિશેષ વાતો હવે પછી લખીશ તા. ૩૦-૪-૯૮ દયુનિક્સને For Private And Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra D www.kobatirth.org ૨૦. શાન્તિ અને ધ્યાન Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન. આજે મારે એ જ મૌનની, એકાંતની, શાંતિ અને ધ્યાનની વાતો લખવી છે, કારણ કે સૃષ્ટિમાં વ્યાપ્ત લય સાથે આપણો વ્યક્તિગત લય એકરૂપ બને, તે માટે આપણા આત્મ-તત્ત્વને તૈયાર કરવું પડે. આવી તૈયારીમાં આ ચાર વાતો ખૂબ જ સહાયક બને છે. આ ચાર પ્રકારની સાધના જ છે. આ સાધના એટલે લયયોગની સાધના. આ સાધના સ્ત્રી પણ કરી શકે છે અને પુરુષ (ગૃહસ્થ) પણ કરી શકે છે. સાધુએ તો આ ચાર વાતોને પોતાના જીવનમાં વણી લેવાની છે. શ્રમણ ભગવાન મહાવીરના સમયની એક વાત છે. ચંપાનગરીમાં સુદર્શન શેઠ પોતાની પત્ની મનોરમા સાથે જીવન જીવતા હતા. તેમને ચાર પુત્રો હતા. શેઠ ધનાઢ્ય હતા, સાથે સાથે રાજા દધિવાહનની રાજસભામાં એમને મોભાદાર સ્થાન મળેલું હતું... સુદર્શન પરસ્ત્રી-સહોદર હતા. એમનું ચારિત્ર અલંક ને ઉજ્વલ હતું. તેમનું શરીરસૌષ્ઠવ અને રૂપવૈભવ મોહક હતાં અને આ જ શારીરિક સંપત્તિથી રાજાની રાણી અભયા, સુદર્શન પર મોહી પડી હતી. છલકપટથી રાણીએ સુદર્શનને પોતાના મહેલમાં બોલાવ્યા અને શરીરસુખ (સેક્સ)ની માંગણી કરી. સુદર્શને એ માંગણી ઠુકરાવી દીધી. પરિણામે રાણીએ સુદર્શન ઉપર ખોટો આરોપ મૂકી અંતેપુરના રક્ષકો દ્વારા પકડાવી દીધા. સુદર્શન નિર્ભય હતા. રાજાએ સુદર્શનને, જે ઘટના બની હોય તે સાચેસાચ કહેવાનું કહ્યું : ‘સુદર્શન, તું જે કહે તે જ હું માનીશ... ભલે રાણીએ તારા પર આરોપ મૂક્યો.' સુદર્શન મૌન રહ્યા. એ જાણતા હતા કે જો હું રાણીની કપટલીલા કહી દઈશ તો રાજા રાણીને ફાંસી આપી દેશે... અને રાણી દુર્ધ્યાનથી મરીને દુર્ગતિમાં જશે... મારે એવું સાચું બોલવું નથી. ખોટું પણ બોલવું નથી. મૌન રહીશ. રાજાને જે સજા કરવી હોય તે કરે! મને મરતાં પણ આવડે છે. મૃત્યુને હું મહોત્સવ બનાવી શકીશ... રાજાએ સુદર્શનને શૂળી પર ચઢાવવાની સજા કરી. વાત વાયુવેગે ચંપાનગરીમાં ફેલાઈ ગઈ. સુદર્શનની પત્ની મનોરમાએ પણ વાત સાંભળી. પરંતુ એને સંપૂર્ણ શ્રદ્ધા હતી પોતાના પતિના અખંડ પવિત્ર ચારિત્ર પર ‘કોઈ અપયશ કર્મનો For Private And Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્ષય-વિલય-પ્રલય ૯૩ ઉદય આવ્યો છે...’ એણે પોતાની શાંતિ-સ્વસ્થતા જાળવી રાખી. તત્કાલ મોમન નિર્ણય કરી, પોતાની હવેલીમાં જે ખંડમાં જિનેશ્વર ભગવંતની પ્રતિમા હતી, તે ખંડમાં ગઈ, એકાંત હતું. તેણે મૌન ધારણ કર્યું અને પ્રભુની સામે કાયોત્સર્ગ ધ્યાનમાં લીન બનીને ઊભી રહી. ‘જ્યાં સુધી મારા પતિ નિર્દોષ સિદ્ધ થઈને પાછા ઘરે ન આવે ત્યાં સુધી મારું ધ્યાન ચાલુ રહેશે. ત્યાં સુધી આહાર-પાણીનો ત્યાગ...’ હવેલીના જ એકાંત ભાગમાં પ્રભુની પ્રતિમા સ્થાપિત કરેલી હતી. અનેકવાર મનોરમાએ એ એકાંતમાં પ્રભુ સાથે પ્રીત કરી હતી. પ્રભુમય બનેલી હતી... મન-વચન-કાયાના યોગો પ્રભુ સાથે તલ્લીન થઈ ગયા હતા. આ એની સાધના હતી. એને ભય ન હતો. (અરે, મારા પતિ મરી જશે તો?) એને રાજા ઉપર દ્વેષ ન હતો. (રાજા તો નિમિત્તમાત્ર છે) એના મનમાં ખેદ ન હતો. (ક્યાં સુધી ધ્યાનમાં ઊભી રહીશ?) એકાંત અને મૌન! ધ્યાન અને શાંતિ! આવી વિકટ પરિસ્થિતિમાં પણ મનોરમાનો જીવનલય ખોરવાયો નહીં! પરમાત્મા સાથે વિલય (વિશિષ્ટ લય) સધાયો. ચેતન, તું જાણે છે ને કે સુદર્શનને શૂળી ૫૨ ચઢાવતાં જ શૂળી સિંહાસન બની ગઈ હતી! સુદર્શન અગ્નિપરીક્ષામાં ઉત્તીર્ણ થઈ ગયા હતા. રાજા અને પ્રજાએ વાજતે-ગાજતે નગરપ્રવેશ કરાવી એમનું ભવ્ય અભિવાદન કર્યું હતું. જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે મનોરમાએ અપૂર્વ ઉલ્લાસથી સુદર્શનનું સ્વાગત કર્યું હતું! પતિ-પત્નીના એ મિલનની કલ્પના તો કરો! આપણે ત્યાં ઘરમાં, સુખી ઘરમાં એક ઓરડાનું એકાંત રહેતું હતું. એ ઓરડો એટલે પ્રભુને મળવાનું એકાંત! ત્યાં મૌન અને ધ્યાનની સાધના થતી હતી. ત્યાં ભક્તિ અને સમર્પણ થતાં હતાં. ત્યાં ગીત અને નૃત્ય થતાં હતાં. દરેક મનુષ્ય પોતાના ઘરમાં જ એકાંત પામી શકતો હતો. આજે ધનવાનોના બંગલાઓમાંથી એ એકાંત ચાલ્યું ગયું છે એટલે માણસ અશાંત... સંતપ્ત અને બેધ્યાન બની ગયો છે. ચિત્ત વિક્ષિપ્ત થઈ ગયું છે. બંગલો કે એર-કંડિશન્ડ કાર, રેડિયો કે ટી.વી. ફોન કે ફ્રીજ મૂલ્યવાન વસ્ત્રો કે અલંકારો માણસને શાંતિ નથી આપી શકતાં. જીવનનો લય અખંડ નથી રહેવા દેતાં. જ્ઞાન-ધ્યાનની For Private And Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શાન્તિ અને ધ્યાન ૯૪ સાધના છૂટી ગઈ છે. મૌન, એકાંત અને ધ્યાન દ્વારા જે ‘સ્વની ઓળખ કરવાની છે, તે વિસરાઈ ગઈ છે. માણસની સંવેદનશીલતા સ્તબ્ધ, નિષ્ક્રિય અને નિશ્ચેતન બની રહી છે. નથી રહી સંવેદનસમૃદ્ધિ, નથી રહી વિચારસમૃદ્ધિ કે નથી રહી વિવેકસમૃદ્ધિ, કેટલાક માણસો એમ સમજે છે કે આ મૌનની, એકાંતની, શાંતિ અને ધ્યાનની વાતો સાધુ-સાધ્વીઓ માટે જ છે પરંતુ એમ નથી. આ વાતો ગૃહસ્થ સ્ત્રી-પુરુષો માટે પણ છે. આજે વર્તમાનમાં પણ કેટલાંક શ્રાવક-શ્રાવિકાઓને (અજૈન સ્ત્રી-પુરુષો પણ) મેં મૌન ધારણ કરી એકાંતમાં જાપ-ધ્યાન કરતાં જોયાં છે, જાણ્યાં છે. મહત્ત્વની વાત છે મૌન રહેવાની અને એકાંતમાં રહેવાની. - ઉપવાસ કરનારા મૌન નથી રહી શકતા. દાન આપનારા મૌન નથી રહી શકતા. - દેરાસરમાં પૂજા કરનારા મૌન નથી રહી શકતા. - પ્રતિક્રમણની પવિત્ર ક્રિયા કરતાં મૌન નથી પાળી શકતા. મૌનનો ખરો સંબંધ જીભ સાથે ખરો, પણ મન સાથે વધુ છે. પ્રશાંત મનનું ફરજંદ મૌન છે. વાણી અને પાણીને વહેવાની અને વહી જવાની ટેવ હોય છે. પાણી તો ગંગામાં વહે અને ગટરમાં પણ વહે. બહુ બોલ-બોલ કરનારા પંડિતની વાણીમાં તેજ નથી હોતું. મૌનના નિભાડામાં પરિપક્વ બનેલું વચન સાંભળનારને સ્પર્શી જાય છે, કારણ કે એ વચનમાં મનન અને ચિંતનનું બળ હોય છે. વાણી વેડફાય એ ખોટનો ધંધો છે. લોકો કારની બૅટરી ખોટી રીતે ન વેડફાય એની કાળજી રાખે છે, પરંતુ વાણીનો ખોટો વ્યય ન થાય તેની કાળજી નથી રાખતા. વાણીના વ્યયનું સૌથી મોટું નિમિત્ત માઇક્રોફોન છે! અથવા ખૂબ જોરથી બરાડા પાડીને બોલવાનું છે. વાણી ધોધની માફક નહીં, ઝરણાની જેમ વહેવા દો. મૌનના કારણે વાણીના ઘણા દોષોથી બચી જવાય છે. તમે મૌન રહો એટલે જૂઠું બોલવું, નિંદા-કૂથલી કરવી, અતિશયોક્તિ કરવી વગેરે વાણીના દોષોથી બચી જાઓ છો. મૌન ભલે સ્થૂલ હોય પણ તે માણસને વાણીના દોષોથી બચાવે છે અને મનનું મૌન વાણીનો પ્રભાવ વધારે છે. મૌન સાથે શાંતિ જોઈએ. શાંતિ એટલે શમ, શાંતિ એટલે તૃપ્તિ, શાંતિ એટલે નિર્વિકારણું. જે માણસ અંદરથી તૃપ્ત છે તે સાધુ છે. આવો માણસ ફાંફાં નથી મારતો. જે આત્મભાવમાં મગ્ન રહે તે જ સંતોષ પામે. આવા અંદરથી જંપી ગયેલા માણસની વાણી પ્રભાવ પાથરે છે. એમાં પ્રશાંત મહાસાગરનું ઊંડાણ For Private And Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org લય-વિલય-પ્રલય ૯૫ હોય છે અને વિશાળતા હોય છે. આવી વાણી હૃદયના ઊંડાણમાંથી પ્રતીતિનો પ્રસાદ લઈને પ્રગટ થતી હોય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir જેમને આવી વાણીનું વરદાન પ્રાપ્ત નથી થયું, તેમણે ‘મૌન'ને શ્રેષ્ઠ ધર્મ માનીને મૌનની આરાધના કરવી જોઈએ. આપણા જૈન શાસનમાં ‘મૌન એકાદશી’ના પર્વનું વિશેષ મહત્ત્વ છે. એ દિવસે ઉપાશ્રયમાં સાધુપુરુષો મૌનનો મહિમા સમજાવે છે. સુવ્રત શ્રેષ્ઠી અને એમની ૧૧ પત્નીઓ કેવી રીતે એકાંતમાં મૌન ધારણ કરી, કાયોત્સર્ગધ્યાનમાં લીન રહે છે, એ વાર્તા સંભળાવે છે. સુવ્રત શ્રેષ્ઠી અને એમની ૧૧ પત્નીઓ કેટલી નિર્વિકાર હતી, કેટલી શાંત અને ભીતરમાં પરિતૃપ્ત હતી, એ વાત પણ સમજાવે છે. રાત્રે ચોર લોકો ૧૧ ક્રોડ સુવર્ણમુદ્રાઓ ઉપાડી જાય છે... ત્યારે પણ ૧+૧૧-૧૨ જણાં જરાય અસ્વસ્થ કે અશાન્ત નથી બનતાં! મૌન તોડતાં નથી, એકાંતમાં કોલાહલ કરતાં નથી! સવ્રત અને એમની ૧૧ પત્નીઓ સંસારી જીવો જ હતાં. આપણા જેવાં જ હતાં! એ સાધુ કે યોગી મહર્ષિ ન હતાં. પરંતુ ભીત૨માં તેઓ ખરેખર નિર્લેપ, મમતારહિત નિર્વિકાર વિશિષ્ટ યોગી હતાં! એમનો જીવનલય ખોરવાયો નહીં. અખંડ રહ્યો. અગિયા૨ કરોડ સોનામહોરોની ચોરી, એમના મનને હલબલાવી શકી નહીં. એમના નિર્મળ આત્મભાવને ડહોળી શકી નહીં. આ હતો લયયોગ! વિશુદ્ધ મનનું આત્માનુભૂતિમાં લીન થઈ જવું- એ વિશિષ્ટ લય હતો, ‘વિ-લય' હતો. હું તને સંસારી જીવોનાં દૃષ્ટાંતો એટલા માટે લખું છું... કેમકે તું એમ ન સમજે કે ‘લયયોગ’ની સાધના માત્ર સાધુઓ માટે જ છે. મોટેભાગે સાધુઓ પણ ‘લયયોગ'ના સાધક નથી હોતા. માત્ર શ્વેત સાધુવેશ કે ભગવાં વસ્ત્રો પહેરી લેવા માત્રથી લયયોગની પ્રાપ્તિ નથી થતી. મનનું સ્થિરીકરણ કે શુદ્ધીકરણ નથી થતું. તા. ૧-૫-૯૮ એકાંત ગમવું જોઈએ. એકાંતમાં મૌનની મજા આવવી જોઈએ અને પરમાત્મધ્યાનમાં મગ્નતા આવવી જોઈએ! હમ મગન ભયે પ્રભુ ધ્યાન મેં, બિસર ગઈ દુવિધા તન-મન કી, અચિરા-સુત ગુણગાન મેં... For Private And Personal Use Only શ્રુતસૂરિ Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra 1) www.kobatirth.org પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન. એકાંત, મૌન... અને ૨૧. ધ્યાતાનાં ૧૦ લક્ષણો Acharya Shri Kailassagarsuri Gyanmandir ધ્યાન. આ ત્રણ વાતો ઉપર આપણું ચિંતન ચાલી રહ્યું છે. એક સાધકે પ્રશ્ન કર્યો: ‘મન બીજા માણસોના ગુણ-દોષો જોવામાં જાય છે... પછી એ ગુણ-દોષો બોલી પણ જવાય છે... તો શું કરવું આ વૃત્તિ-પ્રવૃત્તિથી બચવા?’ મેં એ સાધકને ‘પ્રશમરતિ‘નો એક શ્લોક સંભળાવ્યો: यावत् परगुणदोषपरिकीर्तने व्यापृतं मनो भवति । तावद् वरं विशुद्धे ध्याने व्यग्रं मनः कर्तुम् ।।१८४ । । ‘જ્યાં સુધી મન બીજા જીવોના ગુણ-દોષ જોવામાં ને ગાવામાં પ્રવૃત્ત રહેતું હોય ત્યાં સુધી એ મનને ‘વિશુદ્ધ ધ્યાન’માં વ્યગ્ન (લીન) કરવું શ્રેષ્ઠ કામ છે.' મહાનુભાવ, આધ્યાત્મિક માર્ગે સ્વાત્મા સિવાય કોઈનોય વિચાર કરવાનો નથી. બીજા જીવોના ગુણ-દોષોના વિચાર કરવાના નથી. તો જ તમે આત્મતત્ત્વના ઊંડા ચિંતનમાં ડૂબી શકવાના. બીજા જીવોના દોષ જોવાથી, દોષોને વારંવાર યાદ કરવાથી ક્યારેક તમે અવર્ણવાદ કરતાં થઈ જશે. આ અશુભ મનોયોગ અને વચનયોગથી પાપકર્મોનો બંધ થવાનો! માટે બીજા માણસોના દોષ જોવાના જ નહીં. સાથે સાથે બીજા માણસોના ગુણ પણ નથી જોવાના. અલબત્ત ગુણદર્શન કરવું સારું છે, પરંતુ ગુણદર્શન કરવા જતાં દોષદર્શન થઈ જવું ઘણું સ્વાભાવિક છે. જેમકે ‘આ ભાઈ ખૂબ સારા વિદ્વાન છે, ધર્મ-તત્ત્વોના જ્ઞાતા છે', આ આપણે ગુણદર્શન કર્યું, એટલે એ ભાઈ પ્રત્યે એ સદૂભાવ જાગ્યો, પછી એના વિચારો આપણા મનમાં આવતા રહેવાના. ‘આ ભાઈ વિજ્ઞાન તો છે, પણ તપ કરતા નથી...’ આવું દોષ-દર્શન એક દિવસ થઈ જવાનું. For Private And Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય કદાચ તમે પૂછશો કે “જેવું હોય તેવું જોવું તેમાં દોષ લાગે?' જેવું હોય તેવું જોવું ને જાણવું તે દોષરૂપ નથી, પરંતુ રાગ-દ્વેષ થવા તે દોષરૂપ છે. રાગ-દ્વેષ કર્યા વિના જોવાનું ને જાણવાનું ન આવડે ત્યાં સુધી ગુણ-દોષ જોવાનાજાણવાના નથી. દોષ જોવાથી વૈષ થાય છે ને ગુણ જોવાથી રાગ થાય છે - માટે આ બંને વર્ય છે. માટે ભગવાન ઉમાસ્વાતિ કહે છે : “જ્યાં સુધી મન બીજાઓના ગુણદોષ ગાવામાં પ્રવૃત્ત રહેતું હોય ત્યાં સુધી મનને વિશુદ્ધ ધ્યાનમાં લીન કરવું શ્રેષ્ઠ છે. વિશુદ્ધ ધ્યાનમાં પરમાનંદની-ચિદાનંદની અનુભૂતિ થશે.' એ અનુભૂતિ થયા પછી પૌગલિક-ભૌતિક વાતો નિરસ અને નિરર્થક લાગશે. જરાય ગમશે નહીં. અહીં વિશુદ્ધધ્યાનની વાત કરી છે, તો આપણે ધ્યાતા, ધ્યેય અને ધ્યાનથી થોડી અનુપ્રેક્ષા કરી લઈએ. - ધ્યાતા અંતરાત્મા હોય. (ATISત્તરાત્મા) - ધ્યેય પરમાત્મા હોય. (પ્લેયરતુ પરમાત્મા) - ધ્યાન સ્થિર મન હોય. ( fથરમારસાઇ શા) અર્થાત્ અરિહંત પરમાત્માને ધ્યેય બનાવી અંતરાત્મા ધ્યાન કરે. ધ્યાન એટલે મનની એકાગ્રતા, સજાતીય જ્ઞાનની ધારા. અંતરાત્મા ધ્યેયરૂપ પરમાત્મામાં એકાગ્ર બની જાય, પ્રવચનસાર'માં કહેવાયું છે : “જે અરિહંતને દ્રવ્ય, ગુણ અને પર્યાયરૂપે જાણે છે તે આત્માને જાણે છે અને તેનો મોહ નાશ પામે છે.' અરિહંતના વિશુદ્ધ અને પરમપ્રભાવક આત્મદ્રવ્યનું ધ્યાન કરવાનું છે. એમના અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય અને વીતરાગતા આદિ ગુણોનું ધ્યાન કરવાનું છે. એમના આઠ પ્રાતિહાર્ય વગેરે પર્યાયોનું ધ્યાન કરવાનું છે. આવું ધ્યાન થાય ત્યારે અંતરાત્મામાં પરમાત્માનું પ્રતિબિંબ પડે! પણ જો આત્મા મેલો હોય, ગંદો હોય તો ક્યારેય પરમાત્માનું પ્રતિબિંબ ન પડે. ઉત્તમ સ્ફટિક રત્નમાં પ્રતિબિંબ પડે છે. સ્વચ્છ કાચમાં પદાર્થનું પ્રતિબિંબ પડે છે. એવી રીતે નિર્મળ-ઉજ્વલ આત્મામાં પરમાત્માનું પ્રતિબિંબ પડે. આત્માની સહુથી મોટી મલિનતા છે ઇચ્છાઓ.. વૃત્તિઓ... સ્પૃહાઓ. આ ઇચ્છાઓની મલિનતા દૂર થતી જાય તેમ આત્મા સ્ફટિક રત્ન જેવો સ્વચ્છ ને પારદર્શક બનતો જાય. તેમાં પછી પરમાત્માનું પ્રતિબિંબ પડે. મહત્ત્વની વાત છે ક્ષીણવૃત્તિ બનવાની, ઇચ્છાઓથી મુક્ત થવાની ઇચ્છાઓ જ એકાગ્રતાનો For Private And Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૮ ધ્યાતાનાં ૧૦ લક્ષણો ભંગ કરનારી ડાકણો છે, પરમાત્મસ્વરૂપના સાક્ષાત્કારમાં આ ડાકણો જ અવરોધ પેદા કરે છે. પરમાત્માના અનંતગુણોમાં અંતરાત્માની એકાગ્રતા આવે એટલે “સમાધિ' પ્રાપ્ત થાય. આ સમાધિ જ ધ્યાનનું ફળ છે. માટે સર્વપ્રથમ સાધકે અંતરાત્મા બનવાનું છે. પછી ઇચ્છાઓનો ક્ષય કરવાનો છે. પછી પરમાત્માનું ધ્યાન કરીએ, ત્યારે સ્ફટિક રત્ન જેવા વિશુદ્ધ આત્મામાં પરમાત્માનું પ્રતિબિંબ પડે. એ ક્ષણો કેવી રોમહર્ષક હોય! આત્મા ક્ષણ-બે ક્ષણ માની લે કે “હું પરમાત્મા છું... મહં બ્રહ્મારિન!' ધ્યાતા “અંતરાત્મા’ જોઈએ. એ અંતરાત્માની ૧૦ વિશેષતાઓ “જ્ઞાનસારમાં બતાવવામાં આવી છે. जितेन्द्रियस्य धीरस्य प्रशान्तस्य स्थिरात्मनः । सुखासनस्थस्य नासाग्रन्यस्तनेत्रस्य योगिनः ।।२३८ ।। रूद्ध बाह्यमनोवृत्तेर्धारणा धारयारयात्। प्रसन्नस्याप्रमत्तस्य चिदानंदसुधालिहः ।।२३९ ।। साम्राज्यमप्रतिद्वन्द्वमन्तरेव वितन्वतः। ध्यानिनो नोपमा लोके सदेवमनुजेऽपि हि ।।२४०।। ધ્યાન કરનાર ધ્યાતા મહાપુરુષની લક્ષણસંહિતા આ ત્રણ શ્લોકોમાં બતાવાઈ છે. ચાલો, આપણે એક-એક લક્ષણને સારી રીતે સમજીએ. ૧. જિતેન્દ્રિા : ધ્યાતા પુરુષ જિતેન્દ્રિય જોઈએ. ઇન્દ્રિયોનો વિજેતા. કોઈ ઇન્દ્રિયની એને આધીનતા ન હોય. કોઈ ઇન્દ્રિય એને સતાવી ન શકે. ઇન્દ્રિયો ધ્યાતા પુરુષની આજ્ઞામાં રહે. ઇન્દ્રિયપરવશતાની કોઈ દીનતા એને ન સ્પર્શ, ઇન્દ્રિયોની ચંચળતામાંથી જન્મતા રાગ-દ્વેષ એને ન હોય. આવો જિતેન્દ્રિય મહાત્મા ધ્યાનથી ધ્યેયમાં લીન થાય. ૨. ધીર : સત્ત્વશીલ મહાપુરુષ જ ધ્યાનની તીક્ષ્ણ ધાર પર ચાલી શકે. ધ્યાનાવસ્થામાં દીર્ધકાળ પર્યત સત્ત્વશાળી જ ટકી શકે. આંતર-બાહ્ય ઉપદ્રવોની સામે સાત્ત્વિક પુરુષ જ ટકી શકે. મુનિ બની ગયેલા શ્રીરામને ધ્યાનભ્રષ્ટ કરવા સીતેન્દ્ર કેવા ઉપદ્રવ કર્યા હતા? પરંતુ શ્રીરામ મુનિવર સત્ત્વશીલ હતા, તેઓ ધ્યાનદશામાં જરાય વિચલિત ન થયા. સત્ત્વ હતું, ધીરતા હતી. ઇન્દ્રિયોનો કોઈ પણ સુંદર વિષય આકર્ષી ન શકે, એનું નામ સત્ત્વ. કોઈ For Private And Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ભય, ઉપદ્રવ કે ઉપસર્ગ ડરાવી ન શકે, એનું નામ ધીરતા. ધ્યેયમાં એકાકાર બનવા માટે ધીર બનવું જ પડે. રૂ. પ્રશાંત : સમતાનો શીતલ કુંડ! ધ્યાતા અંતરાત્મા એટલે ઉપશમનાં ખળખળ વહેતાં ઝરણાંઓનો પ્રદેશ! ત્યાં સદૈવ શીતલતા હોય. ન ક્રોધ, ન માન, ન માયા કે ન લોભ! ભલેને એ દુષ્ટ કષાયોના સળગતા કોલસા એના ૫૨ ફેંકવામાં આવે, ઉપશમના કુંડમાં પડતાં જ કોલસા ઠંડાગાર થઈ જાય. મહાત્મા દૃઢપ્રહારી નગરના દરવાજે ધ્યાનમાં લીન બની ઊભા હતા ને? નગરવાસીઓએ એમના પર ક્રોધના અંગારા નહોતા ફેંક્યા? પરંતુ એ મહાત્માને અંગારા બાળી ન શક્યા, કારણ કે ઉપશમરસના કુંડમાં એ અંગારા પડતાં જ બુઝાઈ જતા હતા. તમે ધ્યાની પુરુષોનો ઇતિહાસ વાંચોં. ત્યાં તમને ઉપશમનો મહિમા જાણવા મળશે. ધ્યાની પુરુષ પ્રશાંત હોય. એના જીવનની પ્રત્યેક ક્ષણ ઉપશમરસની ગાગર હોય. દિવસ હો કે રાત્રિ હો, નગરમાં હોય કે જંગલમાં હોય, રોગી હો કે નીરોગી હોય... પ્રત્યેક કાળે પ્રત્યેક ક્ષેત્રે ધ્યાની મહાત્મા શાંતરસનો સ્વામી જ હોય. ૪. રિચર : ધ્યાતા પુરુષમાં ચંચળતા ન હોય. ધ્યાન દ્વારા જે ધ્યેયની પ્રાપ્તિ કરવાની છે તે ધ્યેય (મોક્ષ) અનંતકાળની સ્થિરતારૂપ છે... નિશ્ચલતા-રૂપ હોય છે. ત્યાં મન-વચન-કાયાના યોગો જ નથી હોતા. એટલે ત્યાં કોઈ પ્રકા૨ની અસ્થિરતા નથી હોતી. તો પછી ધ્યાતા પુરુષે ચંચળ ન જ બનાય. અસ્થિરતા,.. ચંચળતા ધ્યાનમાં બાધક તત્ત્વો છે. ધ્યાનમાં એવી સહજ સ્થિરતા જોઈએ કે જેથી ધ્યાનમાં કોઈ વિક્ષેપ ન પડે, ५. सुखासनी : ધ્યાની પુરુષ સુખાસને બેસે. ધ્યાન સમયે એની બેસવાની પદ્ધતિ એવી હોય કે વારંવાર ઊંચાનીચા ન થવું પડે. એ આસને (સુખાસને) દીર્ઘસમય સુધી બેસી શકે. ૬. નાસાપ્રચસ્તવૃષ્ટિ : ધ્યાની પુરુષની દૃષ્ટિ આડી-અવળી ન જાય, નાકના અગ્ર ભાગે એની દૃષ્ટિ સ્થિર થયેલી હોય, કાયાની સ્થિરતા સાથે દૃષ્ટિની પણ સ્થિરતા જોઈએ. એ ન હોય તો બીજું કોઈ તત્ત્વ મનમાં પેસી જાય અને ધ્યેયમાંથી ધ્યાન ચલિત થઈ જાય. દ્રૌપદીનો પૂર્વભવ આ વાતમાં સાક્ષી છે. પૂર્વજન્મમાં દ્રૌપદી સાધ્વી હતી. એ સાધ્વી નગરની બહાર સંધ્યા સમયે ધ્યાન ક૨વા ગઈ હતી, (જોકે સાધ્વી કે સ્ત્રીએ મકાનમાં જ ધ્યાન કરવું જોઈએ. એણે એકલીએ જંગલમાં સ્મશાનમાં કે ખંડિયેરોમાં ધ્યાન કરવા જવાની મનાઈ છે) ત્યારે એની દૃષ્ટિ સામેના મકાન પર ગઈ હતી. એ વૈશ્યાનું ઘર હતું. પાંચ પુરુષો સાથે વેશ્યાની કામક્રીડા ચાલુ હતી. For Private And Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધ્યાતાનાં ૧૦ લક્ષણો સાધ્વીએ એ દશ્ય જોયું. મને ત્યાં સ્થિર થયું. ધ્યેય ભુલાઈ ગયું. દૃશ્ય જોઈને વિચાર આવ્યો : “આ વેશ્યા કેવી સુખી છે! પાંચ પાંચ પુરુષોનો પ્રેમ પામી છે!” ધ્યેયરૂપ પરમાત્મા કરતાં વેશ્યાનું સુખ એને વધુ વહાલું લાગ્યું. અને બીજા ભવમાં એ દ્રૌપદી થઈ, પાંચ પાંડવોની પત્ની બની. ધ્યાનમાં દૃષ્ટિનો સંયમ અનિવાર્ય છે. માટે દૃષ્ટિ નાકના અગ્રભાગ ઉપર સ્થિર રાખવાની કહી. ૭. મનોવૃત્તિનિરોધ: મનના વિચારો ઇન્દ્રિયોને અનુસરે છે. ધ્યેયમાં મનની સ્થિરતા કરનાર સાધક પોતાની મનોવૃત્તિઓને રોધે છે. તીવ્ર વેગથી દોડતા વિચારોના પ્રવાહને ખાળે છે. મન ધ્યેયમાં લીન થાય એટલે ઇન્દ્રિયોના વિષયોમાં દોડતું મન બંધ થઈ જાય. મનનો સંબંધ પરમાત્મા સાથે બંધાયો, ઇન્દ્રિયો સાથેનો સંબંધ કપાઈ જ જાય. ઇન્દ્રિયો સાથેનો મનનો સંબંધ કપાઈ જાય, પછી મજેથી પરમાત્મસ્વરૂપમાં મન બંધાઈ જવાનું. ૮. પ્રસન્ન : કેટલી બધી પ્રસન્નતા હોય એ ધ્યાનીને! પરમાત્મસ્વરૂપમાં લીન થવાનો આદર્શ રાખીને ધ્યાની પુરુષ ધ્યેય સુધી પહોંચી જાય, એના આદર્શની સિદ્ધિ પ્રાપ્ત કરે, ત્યારે એની પ્રસન્નતાનું પૂછવું જ શું? એના એક-એક રોમ વિકસ્વર થઈ જાય. એનું હૃદય અકથનીય આનંદ અનુભવે છે. એના મુખ પર સૌમ્યતા-પ્રસન્નતા છવાઈ જાય છે. એને ન હોય કષાયોની હૈયાહોળી કે ન હોય સંતાપ, ધ્યાની મહાત્મા આવી પ્રસન્નતાનું સુખ અનુભવે છે. ૨. ગામત્ત: અમદા... આળસ... વ્યસન.. આ બધા વળગાડોને સેંકડો માઈલ દૂર મૂકી આવીને ધ્યાતા પુરુષ પરમાત્મસ્વરૂપની નિકટ પહોંચે છે. એના અંગઅંગમાં સ્કૂર્તિ હોય. એના મનમાં અપૂર્વ ઉત્સાહનો થનગનાટ હોય. એ બેઠો હોય કે ઊભો હોય, એ ભવ્ય વિભૂતિ ભાસે. એ મૂર્તિમંત ચૈતન્ય દેખાય. પરમાત્માની જ જાણે પ્રતિકૃતિ હોય, તેવો લાગે. અપ્રમત્ત ધ્યાનીની વાણી પ્રાણીઓના પ્રાણોને નવપલ્લવિત કરે છે. ૧૦. વિલાનન્દ્રામૃત-ક્સનુમવી : ધ્યાની પુરુષને રસ હોય છે માત્ર જ્ઞાનાનંદનો રસાસ્વાદ કરવાનો. એ સિવાય સંસારમાં એને કોઈ જ રસ ન હોય. બીજું બધુ જ નિરસ લાગે. જ્ઞાનાનંદનું અમૃત જ એને ભાવે. આવો ધ્યાની મહાત્મા પોતાના અંતરંગ સામ્રાજ્યનો વિસ્તાર કરતો કેવું વિશુદ્ધ આત્મતત્ત્વ બનાવે છે! એના સામ્રાજ્યનો એ જ સ્વામી! આવા ધ્યાની બની, એકાંતમાં મૌન રહી ધ્યાન કરવાનું છે. પત્ર અહીં જ પૂરો કરું છું. તા. ૨-૫-૯૮ For Private And Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | F૨૨. આનંદ શ્રાવક ઘર્મધ્યાનનું ? પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન. આપણી ચિંતનયાત્રા એકાંત, મૌન અને ધ્યાનની દિશામાં ચાલી રહી છે. એકાંતમાં જ પૂર્ણરૂપે મૌન રહી શકાય અને ધ્યાનમાં સ્થિરતા પામી શકાય. આ વિષયમાં મારે તને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના સર્વપ્રથમ શ્રાવક આનંદનો પરિચય કરાવવો છે. મગધદેશમાં “વાણિજ્યગ્રામ' નામનું નગર હતું. ત્યાંનો રાજા હતો જિતશત્રુ. શ્રમણ ભગવાન મહાવીર વાણિજ્યગ્રામમાં પધાર્યા હતા, ત્યાં સમવસરણ રચાયું હતું. પ્રભુનો ઉપદેશ સાંભળી આનંદ ખૂબ સંતુષ્ટ અને પ્રસન્ન થયો. તેણે ભગવાનને કહ્યું : “ભગવંત, હું નિર્ચન્જ પ્રવચનમાં શ્રદ્ધા કરું છું. નિર્ઝન્થ પ્રવચનથી સંતુષ્ટ છું. નિર્ચન્જ પ્રવચન સત્ય છે. પરંતુ હું સાધુ બનવા સમર્થ નથી. ગૃહીધર્મનાં ૧૨ વ્રતો લેવા તૈયાર છું.” આનંદે પ્રભુ પાસે બાર વ્રત ગ્રહણ કર્યા. ચૌદ વર્ષ સુધી એણે વ્રતનિયમોને સારી રીતે પાળ્યાં. આત્માને શુભ ભાવોથી ભાવિત કર્યો. જ્યારે વ્રતમય જીવનનું પંદરમું વર્ષ ચાલી રહ્યું હતું ત્યારે રાત્રિના ઉત્તરાર્ધમાં ધર્માનુષ્ઠાન કરતાં કરતાં એના મનમાં એક શુભ સંકલ્પ જાગ્યો. એણે વિચાર્યું : “આ નગરમાં હું રાજાથી માંડી આત્મીય જનો સુધીના લોકોનો આધાર છું. એટલે એ સહુ પ્રત્યેનાં કર્તવ્યોનું પાલન કરવામાં મન વ્યસ્ત રહે છે. તેથી પ્રભુએ બતાવેલી ગૃહસ્વધર્મની શ્રેષ્ઠ આરાધના - શ્રાવકની અગિયાર પ્રતિમાઓની આરાધના નથી કરી શકતો. માટે હવે ઘરનો અને સમાજ તથા નગરના વ્યવહારનો ભાર મોટા પુત્રને સોંપી દઉં. સૂર્યોદય થાય એટલે સગાં-સંબંધી વગેરેને બોલાવી શ્રેષ્ઠ ભોજન કરાવી, યેષ્ઠ પુત્રને તથા મિત્રોને પૂછીને કોલ્લાગસન્નિવેશમાં જે જ્ઞાત કુળની પૌષધશાળા છે, ત્યાં જઈને “અગિયાર પ્રતિમાઓની આરાધના કરું.' પ્રભાતે મોટા પુત્રને બોલાવી આનંદે કહ્યું : “હે વત્સ, હું આ નગરમાં જેવી રીતે પરિવારનાં, સગાં-સંબંધીનાં, રાજા ને પ્રજાનાં કાર્યો કરું છું, એ બધો ભાર તને સોંપું છું. આપણી પાસે ચાર ક્રોડ હિરણ્ય ખજાનામાં છે. ચાર ક્રોડ હિરણ્ય વ્યાજમાં ફરે છે અને ચાર ક્રોડ હિરય વ્યાપારાદિમાં રોકાયેલું છે. For Private And Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૦૨ આનંદ શ્રાવક : ધર્મધ્યાન તદુપરાંત ૧૦/૧૦ હજાર ગાયોનું એક ગોકુળ, તેવાં ચાર ગોકુળ આપણાં છે. દેશાન્તરમાં ફરતાં ૫૦૦ વાહનો છે અને ૫૦૦ ગાડાં છે. ૫૦૦ હળ છે અને હજારો એક૨ જમીન છે. આ બધું હું તને સોંપી દઉં છું. બધો કાર્યભાર તારે સંભાળવાનો છે. હું ‘કોલ્લાગસન્નિવેશમાં જે જ્ઞાતકુળની પૌષધશાળા છે, ત્યાં એકાંતમાં રહીશ. ભવિષ્યમાં તું મને કોઈ પણ વાત પૂછવા આવીશ નહીં.' www.kobatirth.org આ પ્રમાણે મોટા પુત્રને કહીને, નિર્મમ-નિઃસંગ બની આનંદ ઘરેથી નીકળ્યા અને કોલ્લાગસન્નિવેશની પૌષધશાળામાં ગયા... ત્યાં ભૂમિનું પ્રમાર્જન કરી, દર્ભના ઘાસનો સંથારો કર્યો. દર્ભાસન પર બેસીને તેમણે શ્રાવકની ૧૧ પ્રતિમાઓનો સ્વીકાર કર્યો. તેમાં પહેલી પ્રતિમાને સૂત્રાનુસાર, પ્રતિમાસંબંધિત કલ્પને અનુસાર, માર્ગ મુજબ, તત્ત્વાનુસાર, સમ્યગ્ રીતે કાયાથી ગ્રહણ કરી અને ઉપયોગપૂર્વક એનું રક્ષણ કર્યું. અતિચારોનો ત્યાગ કરી વિશુદ્ધ કરી. પ્રત્યાખ્યાનનો સમય પૂરો થવા છતાં કેટલોક સમય વીતી જવા દીધો અને પહેલી પ્રતિમા પૂર્ણ કરી. આ રીતે આનંદે અગિયારે પ્રતિમાઓ વહન કરી. એક દિવસ, રાત્રિના સમયે ધર્મચિંતન કરતાં કરતાં એક શુભ વિચાર આવ્યો : ‘આ પ્રતિમાઓની આરાધનાથી હવે મારું શરીર માત્ર હાડકાંનો માળો બની ગયું છે. તે છતાં મારામાં ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષાર્થ, પરાક્રમ, શ્રદ્ધા, ધૃતિ અને સંવેગ છે. જ્યાં સુધી આ બધું છે ત્યાં સુધી મરણાન્તિક સંલેખના કરી, આહાર-પાણીનો ત્યાગ કરી, મૃત્યુની ઇચ્છા કર્યા વિના રહું, એ મારા માટે શ્રેયસ્કર છે.’ એણે અનશન સ્વીકાર્યું. આ એકાંતમાં થયેલી સાધના-આરાધના હતી. - Acharya Shri Kailassagarsuri Gyanmandir - આ પૂર્ણ મૌન સાથે થયેલી આરાધના હતી, આ તપ સાથે શાન્તિ-સમતાપૂર્વક થયેલી આરાધના હતી. અને છેવટે આ બધી આરાધનાના ફળરૂપે - - આનંદ શ્રાવકનાં અધ્યવસાયો શુભ-શુદ્ધ બન્યાં, - આનંદ શ્રાવકનાં મનઃપરિણામ શુભ-શુદ્ધ બન્યાં, – તેમની લેશ્યા શુદ્ધ બની, અને તેમનું અવધિજ્ઞાનાવરણ કર્મ ક્ષયોપશમ પામ્યું, તેઓ અવધિજ્ઞાની બન્યા! પ્રત્યક્ષજ્ઞાની બન્યા! - એક મહિનાની સંલેખના કરી. For Private And Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૩ લય-વિલય-પ્રલય - બે મહિનાનું અનશન કર્યું. - સમાધિમૃત્યુ પામ્યા. - પહેલા દેવલોકમાં દેવ-પર્યાયે ઉત્પન્ન થયા. ગૌતમ સ્વામીએ ભગવાનને પૂછ્યું : “હે ભગવનું, દેવલોકમાંથી ચ્યવીને આનંદ શ્રાવક ક્યાં જન્મ લેશે? ભગવાને કહ્યું : “એ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ પામી, એ જ ભવમાં મોક્ષ પામશે.” ૦ ૦ ૦ ચેતન, આનંદ શ્રાવકની એકાંત-આરાધનામાં તને મહત્ત્વપૂર્ણ વાતો કઈ સમજાણી? ત્રણ વાતો મહત્ત્વની બની હતી. - અધ્યવસાયો શુભ-શુદ્ધ બન્યા હતા. - મનઃપરિણામ શુભ-શુદ્ધ બન્યાં હતાં. - લેક્ષાઓ શુદ્ધ બની હતી. ધ્યાનની આ મહત્ત્વપૂર્ણ ફળશ્રુતિ છે. આવી ફળશ્રુતિ પ્રાપ્ત કરવા માટે ધર્મધ્યાન'ની ચાર અનુપ્રેક્ષાઓ ખૂબ ઉપયોગી બને. એ ચાર અનુપ્રેક્ષાઓ આ પ્રમાણે છે : ૧. અનિત્ય ભાવનાનું ચિંતન, ૨. અશરણ ભાવનાનું ચિંતન, ૩. એકત્વ ભાવનાનું ચિંતન, ૪. સંસારભાવનાનું ચિંતન. આ ચાર ભાવનાઓને વારંવાર ચિંતન કરવાથી ધર્મધ્યાન ઉજ્વલ રહે છે ને આત્મસાતું બની જાય છે. ધર્મધ્યાન'ની મુખ્ય ચાર ચિંતનધારાઓ બતાવવામાં આવી છે : ૧. આજ્ઞા-વિચય : “આપ્તપુરુષનું વચન જ પ્રવચન છે.' આ આજ્ઞા છે. આ આજ્ઞાનો અર્થનો નિર્ણય કરવો, તેને “વિચય' કહેવાય છે. ૨. અપાય-વિચય : મિથ્યાત્વાદિ આસવોમાં, સ્ત્રીકથાદિ વિકથાઓમાં, રસાદિ ગારવામાં, ક્રોધાદિ કષાયોમાં, પરિષહાદિ નહીં સહવામાં.. આત્માને જે નુકસાન થાય છે, તેનું ચિંતન કરી, દઢ નિર્ણય હૃદયમાં સ્થાપિત કરવો. ૩. વિપાક-વિચય : અશુભ અને શુભ કર્મોના વિપાક-પરિણામનું ચિંતન કરી, ‘પાપથી દુઃખ અને પુણ્યથી સુખ.” આવો નિર્ણય હૃદયસ્થ કરવો. For Private And Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૦૪ આનંદ શ્રાવક : ધર્મધ્યાન ૪. સંસ્થાન વિચય : ષદ્ભવ્ય, ચૌદ રાજલોકની આકૃતિ વગેરેનું ચિંતન કરી, વિશ્વવ્યવસ્થાનો નિર્ણય કરવો. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ રીતે ધર્મધ્યાન કરવાથી મનના અધ્યવસાય, મનનાં પરિણામ શુભ બને છે, શુદ્ધ બને છે. પરિણામે ધર્મધ્યાની આત્મા વિરક્ત બને છે. તેના આત્મામાં વૈરાગ્યની જ્યોત પ્રજ્વલિત થાય છે. 'धर्मध्यानमुपगतो वैराग्यमाप्नुयाद् योग्यम् ।' : ચેતન, ધર્મધ્યાન કરનાર વૈરાગી તો બને, પણ ધર્મધ્યાન કરનાર મનુષ્ય કેવો હોવો જોઈએ, તેનું વર્ણન ‘શ્રી આવશ્યળ સૂત્ર'માં વાંચવા મળે છે ૧. ધર્મધ્યાની, શ્રી જિનેશ્વર ભગવંતના ગુણોની પ્રશંસા-કીર્તન કરનાર હોય. ૨. નિગ્રન્થ મુનિજનોના ગુણોની પ્રશંસા કરનાર હોય, તેમનો વિનય કરનાર અને તેમને અન્ન-વસ્ત્ર-પાત્રાદિનું દાન આપનાર હોય. ૩. શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ કરવામાં નિરત હોય, શ્રુતજ્ઞાનથી આત્માને ભાવિતપ્રભાવિત કરવાના લક્ષવાળો હોય. ૪. શીલ-સદાચારના પાલનમાં તત્પર હોય. ૫, ઇન્દ્રિયસંયમ અને મનઃસંયમ કરવામાં જાગ્રત હોય. હવે વાત રહી ‘લેશ્યાશુદ્ધિ'ની. વિશુદ્ધ ધ્યાનથી લેશ્યાશુદ્ધિ થાય જ અને લેશ્યા શુદ્ધ હોય તો આત્મામાં ધ્યેયરૂપ પરમાત્માનું પ્રતિબિંબ પણ પડે. ‘લેશ્યા’ શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે : ‘નિયતે-શિષ્યતે ર્મા સદ આત્મા અનયતિ તૈશ્યા।' જેના દ્વારા આત્મા કર્મોથી બંધાય તેને લેશ્યા કહેવાય. આમ તો પરિણામ કહો, અધ્યવસાય કહો કે લેશ્યા કહો, સમાન જ છે. જુદા જુદા મહર્ષિ-આચાર્યોએ જુદી જુદી વ્યાખ્યાઓ કરી છેઃ - નીવપરિણામો તેયા) (ભગવતીસૂત્ર-ટીકામાં) યોગપરિણામો જેશ્યા। (પ્રજ્ઞાપનાસૂત્ર-ટીકામાં) યોગનિમિત્તા તૈશ્યા। (શ્રી મલગિરિ આચાર્ય) લેશ્યાઓ છ પ્રકારની હોય છે. (૧) કૃષ્ણ લેશ્યા : આ લેશ્માવાળો જીવ પાંચ આશ્રવોમાં પ્રવૃત્ત હોય, ત્રણ ગુપ્તિઓથી અગુપ્ત હોય, છકાયની હિંસા કરનાર, તીવ્ર આરંભમાં પરિણત, ક્ષુદ્ર, સાહસિક, નિર્દય, નૃશંસ અને ઇન્દ્રિયપરવશ હોય. For Private And Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૧૦૫ (૨) નીલ લેગ્યા: આ લેશ્યાવાળો જીવ ઈર્ષ્યાળુ હોય, કદાગ્રહી હોય, અજ્ઞાની હોય, માયાવી, નિર્લજ્જ, વિષયલંપટ, કેપી, રસલોલુપ, આરંભી, અવિરત સુદ્ર અને સાહસિક હોય. (૩) કાપોત લેશ્યા : આ વેશ્યાવાળો જીવ વાંકું બોલનાર, ખોટા આચરણવાળો, કપટી, ગૂઢ હૃદયી, સ્વદોષોને છુપાવનાર, પરિગ્રહી, મિથ્યાદૃષ્ટિ, અનાર્ય, મર્મભેદી, દુષ્ટવચન બોલનારો, ચોર, મત્સરી હોય છે. આ ત્રણ અશુભ લેશ્યાઓ છે. (૪) તેજો વેશ્યા : આ વેશ્યાવાળો જીવ નમ્ર હોય, ચંચળતારહિત હોય, નિષ્કપટ, કુતૂહલરહિત, વિનીત, ઇન્દ્રિયોનું દમન કરનાર, સ્વાધ્યાયશીલ, તપસ્વી, પ્રિયધર્મા, દઢધર્મા, પાપભીરુ અને હિતેષી હોય. (૫) પદ્મ લેશ્યા : જેનામાં કષાયો અલ્પ હોય, જેનું ચિત્ત પ્રશાંત હોય, જે મનોજયી હોય, જે અલ્પભાષી હોય, ઉપશાન્ત હોય અને જિતેન્દ્રિય હોય, તે પદ્મ લેશ્યાવાળો જીવ હોય. () શુક્લ લેશ્યા : આ વેશ્યાવાળો જીવ ધર્મધ્યાની હોય, શુક્લધ્યાની હોય. શાંતચિત્ત હોય, સમિતિ-ગુપ્તિવાળો હોય, સરાગ કે વીતરાગ હોય, ઉપશાંત ને જિતેન્દ્રિય હોય. ચેતન, એકાંતમાં મૌન ધારણ કરીને ધર્મધ્યાનમાં લીન બનનાર સાધક આવી તે જોવેશ્યા - પધ લેશ્યા કે શુક્લ લેગ્યામાં રમે છે. એના પરિણામે એ વિશિષ્ટ આત્માનુભવની પ્રાપ્તિ કરે છે. જોકે આત્માનુભવરૂપ લયયોગની વાત તો હવે પછી કરવાની છે, અત્યારે તો મનોજય કરવા માટે એકાંત, મૌન અને ધ્યાનની સાધના અંગે લખી રહ્યો છું. હવે તમે ધ્યેયમાં જ લીન બનવા પ્રયત્ન કરો. જેમ જેમ એ લીનતા વધતી જશે તેમ તેમ તમારું આંતરસુખ વધતું જશે. તમે અનુભવતા જશો કે, “હું સુખી છું, મારું સુખ વધતું જાય છે.' જો તમે ધ્યેય-પરમાત્માને જ વીસરી જ શો, ધ્યેયહીન જીવન જીવતા રહેશો તો તમારું મન સ્થિરતા નહીં પામે. તમે સુખ પણ નહીં પામો. તમને તમારી જાત દુઃખી લાગશે. એક વાત ગાંઠે બાંધી લો : ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતાનો સમય જ પરમાનંદના અનુભવનો સમય છે. પરમ બ્રહ્મની મસ્તીનો કાળ છે. સાધક જીવન જીવવાનો અપૂર્વ લહાવો છે. માટે ધ્યેયમાં લયલીન બની જાઓ. કુશળ રહો. તા. ૩-૫-૯૮ @દગુપ્ત For Private And Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra DE પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન. એકાંત મૌ! www.kobatirth.org ૨૩. વળગણમુક્તિ અને અંતર્બોધ Acharya Shri Kailassagarsuri Gyanmandir ધ્યાન! એકાંત જગામાં સ્થિરતાપૂર્વક સુખાસને બેસવું, એ ઇન્દ્રિયોના દેખીતા ધમપછાડાઓને ઘડીભર શાંત રાખવાનો રસ્તો છે. એકાંત હોય ત્યારે કાનને અને આંખને થોડોક જંપ વળે છે. આંખ મીચી શકાય છે, પણ કાન મીંચી શકાતા નથી. આંખ આક્રમક થઈ શકે, કાન હંમેશાં અનાક્રમક! આંખ પર દૃશ્યનો બળાત્કાર ન થઈ શકે, કાન પર ઘોંઘાટ કે અપશબ્દોનો પ્રહાર થઈ શકે. શરી૨ જંપી જાય ત્યારે મૌનયુક્ત એકાંતમાં શારીરિક આવરણો ઢીલાં પડે છે. પેટ હળવું હોય ત્યારે શરીરની તાણ ઓછી થાય છે. આવી શારીરિક તાણમુક્તિ મનની તાણમુક્તિ માટેની તૈયારી ગણાય. મનની કક્ષાએ તાણમુક્ત થવામાં મૌન, એકાંત, શાંતિ અને અંધારૂં ખૂબ જ સહાયરૂપ થાય છે, મનના ઉધામા ઓછા નથી હોતા. વિવિધતા અને અનેકતાનો લીલો ચારો ચરવામાંથી મન ઊંચું જ નથી આવતું. આ સૃષ્ટિમાં પાર વિનાની અનેકતા છે. એનું પદાર્થવૈવિધ્ય, વસ્તુવૈવિધ્ય, માનવવૈવિધ્ય, દશ્યવૈવિધ્ય, શ્રવણવૈવિધ્ય, સ્પર્શવૈવિધ્ય, રસવૈવિધ્ય, ગંધવૈવિધ્ય, વિચારવૈવિધ્ય અને ઘટનાવૈવિધ્ય આપણા મનમાં સતત ઠલવાતું જ રહે છે. જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોના દરવાજામાંથી મનના મહાલયમાં જે કંઈ પ્રવેશે, તેના કારણે આપણે સતત અનેકતાના વિશાળ પ્રદેશમાં રમતા-ભમતા-જમતા રહીએ છીએ. મનને થોડી ક્ષણો માટે ન્યુટ્રલ ગિયરમાં મૂકીને વિવિધતાની-અનેકતાની લીલામાંથી બને તેટલું ખેંચી લઈને કંપી જવું, એ આત્માનુભવના ગર્ભદ્વારમાં પ્રવેશ પામવાની પૂર્વશરત છે. આમ કરતી વખતે મનને મારવાનું નથી, એની લગામ તાણીને ખેંચવાની નથી, પણ એને હળવી ટપલી મારીને બને એટલું નિષ્કપ-નિષ્પદ થવા દેવાનું છે. ચૈતસિક કક્ષાએ એક ડગલું આગળ જઈને વિચારોના દોડંદોડા સખણા For Private And Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય - ૧૦૭ રાખવાના છે. વિચારો શુભ હોય તોય જંપી જવામાં અડચણ ઊભી કરે છે. વિચારો ચિત્તવૃત્તિનો વિહાર છે. ચિત્તવૃત્તિ ભટકતી જ રહે તે માટેનાં સાધનો મન પૂરાં પાડે છે. એનું વાહન વિચારો છે. આત્માનુભવની ગુફામાં પ્રવેશતી વખતે ચિત્તના વ્યાપારોને હેઠા મેલી, બને તેટલી નિર્વિચાર અવસ્થા પ્રાપ્ત કરવા મથવાનું છે. આપણા પરિશુદ્ધ આત્માની બને તેટલી નજીક જવા માટેની પાત્રતા પ્રાપ્ત કરવાની છે, અને આપણી ભીતરની જે ચેતના છે, તેની સમીપ જવાની સાધનાને “ધ્યાન' કહે છે. વ્યક્તિત્વને ભૂલી અસ્તિત્વમય બનવું એ ધ્યાનનો પ્રસાદ છે. આવો પરમ પ્રસાદ એકાદ ક્ષણ માટે જ ટકે છે. પરંતુ આવી એક ક્ષણનું મૂલ્ય જીવનનાં બધાં વર્ષો કરતાં વધારે ગણાય. ધ્યાનમાં સ્વસ્થ થવા માટે, જંપી જવા મથતા, પરંતુ વારંવાર નિષ્ફળ જતા સાધકો પણ પ્રશંસનીય છે. તેઓની નિષ્ફળતા પણ ભારે મૂલ્યવાન હોય છે. નિષ્ફળતાઓનું સામૈયું કરવાની અને સલામતીનો કાંઠો છોડવાની જેમની તૈયારી હોય તેમણે જ “પ્રભુનો પંથ” પકડવો જોઈએ. અહીં મને એક ઝેન-કથા કહેવાનું મન થયું છે. વર્ષો સુધી ધ્યાન-સાધનામાં ઓતપ્રોત રહેનાર એક સાધકે એના ગુરુ બજુવાને કહ્યું : “હું છેલ્લાં દસેક વર્ષથી ધ્યાન કરું છું અને મોટા ભાગનો સમય આત્મચિંતનમાં જ પસાર કરું છું, છતાં હજી સુધી મને ન થયો ધ્યાનનો કશો અનુભવ કે ન મળી શક્યું કશું આંતરિક સુખ. ઊલટાનું મારું ચિત્ત વિક્ષિપ્ત થઈ ગયું છે એટલે હવે હું આ ધ્યાનસાધના છોડી દેવા માગું છું.' ગુરુ બજુવાએ કહ્યું : 'મિત્ર, જે પ્રવૃત્તિ તમારે છોડી જ દેવી છે, એમાં મને કહેવા શા માટે આવ્યા? હું તો કહું છું કે તાત્કાલિક તમારી ધ્યાનસાધના બંધ કરી દો.” સાધકે ફરી પ્રશ્ન કર્યો : “ધ્યાન-સાધના છોડતાં પહેલાં હું આપની પાસેથી ફક્ત એટલું જ જાણવા માગું છું કે આમાં મારી ક્યાં ચૂક થઈ હશે? શા માટે મને સુખ-શાંતિનો સહેજ પણ અનુભવ ન થઈ શક્યો?' ગુરુ બજુવા બોલ્યા : “મિત્ર, હું તમને શું કહું? જે કામ માત્ર દસ સેકંડમાં કરવાનું હતું, એના માટે તમે દસ વર્ષ લીધાં! પછી તમે કેવી રીતે સફળ થઈ શકો?” સાધકે દલીલ કરી : “જે કામ હું દસ વર્ષમાં ન કરી શક્યો, એ માત્ર દસ સેકન્ડમાં હું કેવી રીતે કરી શકવાનો હતો?” For Private And Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૮ વળગણમુક્તિ અને અંતર્બોધ દસ વર્ષમાં તમે દસ સેકન્ડનો પણ સત્યનો સાક્ષાત્કાર ન કરી શક્યા, પછી તમને હું કેવી રીતે સમજાવી શકું કે ધ્યાન એ છલાંગ છે સમયની બહારની!' સાધકે પૂછ્યું : “તો મારી દસ વર્ષની સાધનાનું શું કંઈ મહત્ત્વ નહીં?' મહત્ત્વ તો એટલું જ કે દસ વર્ષ પછી પણ તમને એટલી તો ખબર પડી કે તમે માત્ર કસરત જ કરી રહ્યા હતા! હવે કસરતમાં છેલ્લે જે આદેશ આપવામાં આવે છે, એનું તમારે પાલન કરવાનું – આરામ! જૈસે થે!” “આપ તો મારી મજાક ઉડાવી રહ્યા હો, તેવું મને લાગે છે.' સાધકે નિરાશાથી કહ્યું. મિત્ર, દસ વર્ષ સુધી તમે તમારી ખુદની મજાક ઉડાવી, એનું શું?” ૦ ૦ ૦ જીવનમાં શરીરયાત્રાની સાથે મનોયાત્રા પણ સતત ચાલતી જ રહે છે. વાણી અને બુદ્ધિ વિચાર માટે છે (વી વુિદ્ધિવ વિવાર). જે મનુષ્ય સાંભળેલી વાત પર વિચાર કરતો નથી તે કર્તવ્યને કેવી રીતે જાણી શકે? આપણું વ્યક્તિત્વ મૂળભૂત રીતે તો મનો-શારીરિક (સાઈકોફિઝિકલ) છે. શરીર અને મનની ઉપેક્ષા કરનારો સાધક આત્મજ્ઞાની ન બની શકે. ગીતા”માં મન માટે કહેવાયું છે. - મનુદ્ધિનમની (ઉદ્દેગરહિત મનવાળા) અધ્યાય ૭ - પ્રીતમના: (પ્રીતિયુક્ત મનવાળા) અધ્યાય ૧૧ - મન:પ્રસT: (મનની પ્રસન્નતા) અધ્યાય ૧૭ - મનન (પરમાત્મામાં મન પરોવનારા) અધ્યાય ૧૮ આ ક્રમે વિકાસ થાય મનનો, તો ભગવ-મન સુધી પહોંચી જવાય. ઉગરહિત મન, નિર્મળ મન પ્રેમરસથી છલોછલ બનીને મનાપ્રસાદ પ્રાપ્ત કરે છે. આવા મન:પ્રસાદનું સુમધુર ફળ ભગવ-મન બની રહે છે. આજની નવી પેઢીને કોઈકે તો ખભો હલાવીને અને જરૂર પડે ઘાંટો પાડીને સમજાવવું પડશે કે આપણી પરંપરામાં ક્યાંય શરીર અને મનની અવગણના કરીને આત્મોદ્ધારની વાત કરવામાં નથી આવી. મૈસુર યુનિવર્સિટીના કેમ્પસનું મજાનું નામ છે. “મનોત્રી'. મનનો અનાદર થયા જ કરે ત્યારે માનસિક રોગો પેદા થાય છે. આપણે ત્યાં માનસિક રોગમાં સપડાયેલા માણસને મનોચિકિત્સક પાસે લઈ જવાનો રિવાજ નથી! એ ગાંડો થઈ જાય ત્યારે જ મેન્ટલ હૉસ્પિટલમાં દાખલ થાય! For Private And Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૦૯ લય-વિલય-પ્રલય માટે, શરીર, મન અને આત્માના સુમેળ થકી જો જીવનયાત્રા ચાલે તો જ મોક્ષયાત્રા શરૂ થઈ શકે. આ સુમેળ એટલે જ લય. શરીરનો લય જળવાવો જોઈએ, મનનો લય જળવાવો જોઈએ, તો પછી આત્માનો લય પામી શકાય. છેઃ Acharya Shri Kailassagarsuri Gyanmandir Ends and Means' પુસ્તકમાં આસ્ટ્સ હક્સલી કહે છે : ‘આદર્શ માણસ તે છે કે જેનું મન વળગણમુક્ત હોય.' (Non-attached) વળગણમુક્તિની વાત લેખક આ રીતે કરે છે : ૦ શરી૨ની વાસનાઓ અને સંવેદનાનું વળગણ ન હોય. ૦ સત્તા કે અધિકાર પ્રાપ્ત કરવાની તાલાવેલી ન હોય. ૦ શોખ માટેની ચીજો મેળવવાની પડાપડી ન હોય. Q સાવ જ અંગત પ્રેમસંબંધનું બંધન ન હોય. ૦ પૈસો, કીર્તિ અને સામાજિક મોભાની ખેવના ન હોય, ૦ વિજ્ઞાન, કળા અને તત્ત્વજ્ઞાન પ્રત્યે પણ બંધન ન હોય. અફઘાનિસ્તાનના એક શાણા માણસ સેનાઈએ આ જ વાતો જુદી રીતે કહી માનવજાત નીંદરમાં પોઢેલી છે. જે બાબતો સાવ નકામી છે. તેમાં એને દિલચસ્પી હોય છે. માનવજાત બનાવટી દુનિયામાં જીવે છે. ૧૯૫૨ ના અરસામાં આસ્ટ્સ હક્સલીએ એક વિચારસમૃદ્ધ પુસ્તક લખ્યું : ‘બ્રેવ ન્યૂ વર્લ્ડ રીવિઝિટેડ.’ આ પુસ્તકમાં એમણે પશ્ચિમના યુવકની મનોદશા વર્ણવતાં લખ્યું કે એક જમાનામાં ક્રોધે ભરાયેલા યુવાનનું સૂત્ર હતું : ‘મને મુક્તિ આપો કાં મોત આપો!' હસલી કહે છે કે હવેના યુવાનનું સૂત્ર છે - મને ટી.વી. અને ઇન્ટરનેટ આપી દો... અને સ્વતંત્રતાની પળોજણોથી મુક્ત કરો.’ આજના માણસનું માનસ હવે ‘સ્ટેટસ'ને મહત્ત્વ આપવા માંડ્યું છે. તે માણસની સ્ટેટસની, એની સ્મશાનયાત્રા વખતે જામેલી ભીડ પરથી માપવામાં આવે છે. એના પરિશુદ્ધ અસ્તિત્વનું સત્ય આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક ઠઠારાના ઢાંકણ તળે દબાઈ જાય છે. આપણે માણસ ભણી જોઈએ For Private And Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૦ વળગણમુક્તિ અને અંતર્બોધ છીએ, એની ભીતર ડોકિયું કરવાનું ચૂકી જઈએ છીએ. અરે, ક્યારેક તો આપણે માણસ તરફ પણ નથી જોતા, માત્ર એના મોભાને જોઈએ છીએ. રૂપાળી વ્યકિતના સ્વભાવનું સત્ય એના આકારના આવરણમાં દબાઈ જાય છે. વ્યક્તિમાં પડેલી કાર્યદક્ષતાનું સત્ય ક્યારેક એના હોદ્દાની સિનિયોરિટીમાં ગૂંગળાઈ મરે છે. ચેહરા પરની ફિક્કાશનું સત્ય લિપસ્ટિક, લાલી કે મેઇકઅપના થપેડા હેઠળ દબાઈ જાય છે. ક્યારેક એક વિચારવંત માણસને લાધેલું સત્ય, બહુમતીના શોરબકોર હેઠળ હાંફતું થઈ જાય છે. હવે છેલ્લે આ પત્રમાં મારે “અન્તર્બોધ'ની વાત કરવી છે. આ અન્તર્બોધ (ઇસ્યુઈશન) મનના ઊંડાણમાંથી જ પ્રગટે છે. કશુંક અંદરથી ઊગે ત્યારે માણસ જાણે થોડી પળો માટે અધ્ધર થઈ જાય છે. ક્યારેક અંદરથી સંકલ્પ ફરે છે, વિચાર સ્ફરે છે, ક્યારેક નિર્ણય જડે છે, ઉકેલ જડે છે, માર્ગ મળી આવે છે. પંક્તિઓ ફૂટે છે, પ્રતિમા ઊપસી આવે છે અને કલ્પના પાંગરે છે. આવી પળો અણમોલ ગણાય, આ પળો દિવ્યતાથી મઢેલી હોય છે. ઘણા માણસોને આવી સુંદર પળો ઓચિંતી મળી રહે છે, પરંતુ બહુ ઓછા માણસો આવી સુંદર પળોનો ઉપયોગ-વિનિયોગ જીવનયોગ-જીવનલય માટે કરતા હોય છે. આ જીવતી પળોમાં જે અંતર્બોધ માણસ પામે છે તે પરમેશ્વરના આદેશની ઊંચાઈ ધરાવતો હોય છે. તાણથી જકડાયેલા, ઘોંઘાટમય ઘટમાળિયા અને ઘડિયા જીવનમાં અંતર્બોધનું સૌંદર્ય ખતમ થાય છે અને એ પળો દરમિયાન જે ઊંડી અનુભૂતિ થાય તે પામવાની સંવેદનશીલતા-સંવેદનક્ષમતાનું પોત પાતળું પડી જાય છે. અંતર્બોધ ઊગે છે આપણી મનોભૂમિ પર, પણ એનું જળ-સિંચન કોઈ રહસ્યમય ચેતનામય ઊર્ધ્વમૂલ શક્તિ દ્વારા થતું જણાય છે. અંતર્બોધ જ્ઞાનપ્રાપ્તિનું દિવ્ય ઝરણું છે. સાવ નીચલા સ્તરે એ નિર્ણયઉકેલ-વિચાર કે ઝબકારાની કક્ષાએ થતો હોય છે, જ્યારે સાવ ઉપલા સ્તરે મહાન વિજ્ઞાનીઓને પણ મદદરૂપ થાય છે. આવા અંતર્બોધમાં ક્યારેક ગોટાળો, ભ્રમણા, આત્મવંચના કે દંભ ભળી શકે છે. માટે અંતર્બોધને અપ્રદૂષિત રાખવાની શરત એ છે કે માણસ સહજ હોય, પ્રામાણિક હોય અને અંતરથી તૃપ્ત હોય. વ્યવહારશુદ્ધિ, ચિત્તશુદ્ધિ અને સ્થિતપ્રજ્ઞતાના કારણે ઋષિ-મુનિનો અંતર્બોધ અનોખી ઊંચાઈ પ્રાપ્ત કરે છે. આપણા અંતર્બોધને નિર્મળપણે જાળવવો એ પણ સાધના છે. For Private And Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૧૧૧ અંતર્બોધ એક અનુભૂતિ છે અને અનુભૂતિ મનની અસામાન્ય અવસ્થામાં થાય છે. બુદ્ધિથી પર એવી આ અનુભૂતિ છે. એગ્રી બર્ગમાં કહે છે કે સતત પરિવર્તનશીલ એવી વાસ્તવિકતાની સમુચિત ઓળખ માટે કેવળ બુદ્ધિ પૂરતી નથી, એ માટે અંતર્બોધની જરૂર પડે. અંતર્બોધ એટલે વાસ્તવિકતાના કે પરિવર્તનશીલતાના હાર્દમાં પહોંચવાની શક્તિ. શ્રી અરવિંદ અને બર્ગમાં અંતર્બોધ પર સરખો ભાર મૂકે છે. અરવિંદ અંતર્બોધને “મનને ઉપર તરફથી પ્રાપ્ત થનાર પ્રત્યાયન' તરીકે વર્ણવે છે. બર્ગમાં અંતર્બોધને વાસ્તવિકતાના હાર્દમાં પ્રવેશવાના માર્ગ તરીકે ઓળખાવે છે. કહે છે –"The only way to know reality is through intuition." યાદ રાખો: અંતર્બોધની સગી બહેન શ્રદ્ધા છે, અંધશ્રદ્ધા નહીં, માટે શ્રદ્ધાભાવને ઉજ્વલ અને ચેતનવંતો રાખવાનો છે. મનુષ્યની શ્રેષ્ઠતાનો ખરો આધાર આ અંતર્બોધ પર છે. સાથે સાથે સંવેદનસમૃદ્ધિ, વિચારસમૃદ્ધિ અને વિવેકસમૃદ્ધિ પણ આધારભૂત છે. આ ત્રણે બાબતો એની ચેતનાને એવી અવસ્થાએ લઈ જાય છે જેને કારણે અન્ય જીવો સાથે, સમગ્ર સૃષ્ટિ સાથે તાદાભ્ય સાધી શકે. બન્ડ રસેલના કથન સાથે આ પત્ર પૂરો કરીશ. માનવને બુદ્ધિમત્તા તરફ ક્રમશ- ડગલાં માંડવામાં ત્રણ મોટા મુકાબલાનો સામનો કરવો પડેલો. પ્રકૃતિ સામેનો મુકાબલો. માનવ-માનવ વચ્ચેની સ્પર્ધા અને માનવની પોતાની જાત સાથેની લડાઈ! પોતાની જાત સાથેની લડાઈ એટલે પોતાના મન સાથેની લડાઈ. એ લડાઈમાં મનોજય પ્રાપ્ત થાય છે, મનનો લયયોગ. વિશિષ્ટ લય સધાય (વિલય). કુશળ રહો, તા. ૪-પ-૯૮ લઘુમ્નસૂત્ર For Private And Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૪. સૃષ્ટિ લથટવરૂપા છે - પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન, તારો પત્ર મળ્યો, વાંચીને આનંદ થયો. સ્વારની પ્રતિકૂળતામાં આ બધું લખાઈ રહ્યું છે, તે પરમ કૃપાળુ પરમાત્માના અચિંત્ય અનુગ્રહનું જ પરિણામ છે. “હું લખી રહ્યો છું.' એમ લાગતું નથી. મહાનુભાવ, જેવી રીતે જૈન ધર્મમાં “શામ્યશતક' ગ્રંથમાં આચાર્ય શ્રી વિજયસિંહસૂરિજીએ નથાતુ નઃ લખીને લયયોગનો મહિમા કર્યો છે, તેવી રીતે વૈદિક ધર્મમાં “વરાહ ઉપનિષદ'ના બીજા અધ્યાયમાં ઋભુ નામના ઋષિ યોગના ત્રણ પ્રકાર બતાવે છે. - મંત્રયોગ, - લયયોગ, - હઠયોગ, આ ત્રણે યોગમાં ઋષિ અષ્ટાંગયોગને જરૂરી ગણાવે છે. યોગની વિસ્તૃત સમજણ આપીને “લયયોગનો મહિમા કરતી વખતે ઋષિ વદે છે : ઇન્દ્રિયોનો નાથ મન છે. મનનો નાથ પ્રાણવાયુ છે. પ્રાણવાયુનો નાથ લય છે. માટે પ્રાણના નાથ એવા લયના શરણે જાવ. ઋષિ કહે છે : પ્રાણનો નાથ લય છે. પ્રાણ છે ત્યાં સુધી જીવન છે. જો આ તર્ક સ્વીકારીએ તો કહેવું પડે કે લય છે ત્યાં સુધી જીવન છે! પ્રાણનો આધાર લય છે. જો સમગ્ર સૃષ્ટિ લયસ્વરૂપા હોય તો જીવનમાં અત્ર-તત્ર-સર્વત્ર અનુભવવા મળતા લયનો મહિમા કરવો જોઈએ. લયસાધના એ જ જીવનસાધના સમજવી જોઈએ. લયને સમજવા સંગીત સમજવું જોઈએ. સંગીત સ્વભાવે તાલબદ્ધ અને લયબદ્ધ હોય છે. તાલ તૂટે ત્યારે સામાન્ય માણસ પણ ખલેલ પામે છે. સંગીતકાર વધારે ખલેલ પામે છે. સંગીતમાં તાલબદ્ધતા એટલે લયબદ્ધતા. સંગીતજ્ઞ ક્યાંક સૂર ખોરવાય ત્યારે પણ અકળાઈ જાય છે. સૂરનો સંબંધ તાલ For Private And Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૧૧૩ સાથે નથી, સંવાદિતા સાથે હોય છે. સંગીતમાં સૂરની સંવાદિતા હોય છે. સૂર દ્વારા પણ લય પ્રગટ થાય છે. આ રીતે જીવનલય પણ અનેક સ્વરૂપે પ્રગટ થાય છે. આપણા જીવનસંગીતન લય ખોરવાય તે ન પાલવે. લયનો મૂળ સંબંધ બ્રહ્મ (કોસ્મોસ) સાથે છે. કોસ્મોસનો લય ખોરવાય ત્યારે માણસને ભીતરમાં અસુખ થાય છે. ફરીથી કહું છું કે સૃષ્ટિ લયસ્વરૂપા છે. કોયલ કે મોર લયપૂર્વક ટહુકે છે. ચંદ્રની કળા સદીઓથી લયપૂર્વક થતી આવે છે. ભરતી અને ઓટ લય જાળવે છે. સૂર્યની ગતિ લય જાળવીને જગતને જીવાડે છે. ગ્રહો, ઉપગ્રહો, તારાઓ, નક્ષત્રો, નિહારિકાઓ અને આકાશગંગાઓ અવકાશી ગુરત્વાકર્ષણ જાળવીને લાખો સદીઓથી ગતિમાન છે. આ સૃષ્ટિમાં સુવ્યવસ્થા છે. ગોટાળો નથી. આંબા પર વસંતઋતુમાં કેરી લટકતી દેખાય ત્યારે ઋતુનો લય, સૂર્યનો લય, પવનનો લય, ધરતીનો લય, જળતત્ત્વનો લય, આંબાનો લય, ઉષ્ણતાનો લય અને અસ્તિત્વનો લય પ્રગટ થાય છે! કેરીના અસ્તિત્વનો પોતીકો લય હોય છે. આ તો એક ઉદાહરણ છે. સૃષ્ટિમાં રહેલા પરમ લયને નીરખવો, પરખવો અને પામવો, એ આપણી લયસાધના કહેવાય. આવા કેટલાક શાશ્વત લયો સૃષ્ટિમાં પ્રવર્તે છે, તે આજે તને લખું છું. * પહેલાં તને “કાળચક્ર'માં કેવો લય પ્રવર્તે છે, તે જણાવું છું. કાળચક્રમાં નિયમિત રૂપે ઉત્સર્પિણી અને અવસર્પિણી આવ્યા કરે છે. ઉત્સર્પિણીમાં અને અવસર્પિણીમાં છ-છ આરા(કાળવિભાગો) પણ નિયમિત રૂપે ફર્યા કરે છે. એ છ આરાનાં નામ આ પ્રમાણે છે : ૧. સુષમસૂપમાં ૨. સુષમા ૩. સુષમદુષમાં ૪. દુપમસુષમા પ. દુષમા ૬. દુષમ-દુષમા. આ ક્રમ અવસર્પિણીનો છે. ઉત્સર્પિણીમાં શરૂઆત “દુષમદુષમાથી થાય. આ ક્રમ અનાદિકાળથી ખુલના વિના ચાલે છે અને અનંત કાળ ચાલતો રહેશે! આ કાળનો લય કહેવાય, દરેક આરાનાં વર્ષોનું પ્રમાણ પણ નક્કી જ હોય છે. તે તે આરામાં માણસો, પશુઓ, પક્ષીઓનાં શરીર પ્રમાણ, આયુધ્યપ્રમાણ, શક્તિ-સામર્થ્ય, ગુણો, અવગુણો, સુખ-દુઃખો (સુષમ-સુખ, દુષમ-દુ:ખ) વગેરે નિશ્ચિત હોય છે. આ એક શાશ્વતું લય છે સૃષ્ટિનો. આ વાત ભરતક્ષેત્રની અપેક્ષાએ સમજવાની. For Private And Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૪ સૃષ્ટિ લયસ્વરૂપા છે. સૃષ્ટિમાં શાશ્વત રૂપે પ્રવર્તતો બીજો લય છે “કલ્પવૃક્ષોનું પ્રગટ થવું. પહેલા-બીજા અને ત્રીજા આરામાં ૧૦ પ્રકારનાં કલ્પવૃક્ષો પ્રગટ થાય. ૧. મનંગ (દ્રાક્ષાદિનાં પીણાં આપે) ૨. ભંગ (ભાજન આપે) ૩. ત્રુટિતાંગ (જોવાનાં દશ્યો આપે) ૪. જ્યોતિરંગ (સૂર્યનો પ્રકાશ આપે) ૫. દીપાંગ (દીવાની જ્યોત આપે) ૬. ચિત્રાંગ (પુષ્પો આપે.) ૭. ચિત્રરસ (ભોજન આપે) ૮. મયંગ (આભૂષણ આપે) ૯. ગેહાકાર (ઘર-મકાન આપે) ૧૦. અનગ્ન (વસ્ત્ર, આસન આપે). ૧-૨-૩ આરાઓમાં યુગલિક સ્ત્રી-પુરુષો (યુગલરૂપે) જન્મ. તેમને કલ્પવૃક્ષો પાસેથી જ બધું મળે. તેમના કષાયો બહુ થોડા હોય, એ જ ત્રીજા આરાના છેલ્લા સમયમાં દીર્ઘઆયુષ્યવાળા અને ઊંચા દેહમાનવાળા કુલકરો (રાજા જેવા. રાજ્યાભિષેક ન થાય) થાય. અને સાત જ થાય. આ અવસર્પિણીમાં સાત કુલકરો આ પ્રમાણે થયા હતા. ૧. વિમલવાહન, ૫. પ્રસેનજિત, ૨, ચક્ષુખાન, ૬. મરુદેવ અને ૩. યશસ્વત, ૭. નાભિ. ૪. અભિચન્દ્ર, ઉત્સર્પિણીમાં પણ આ જ રીતે કુલકરો થાય. આ નિશ્ચિતક્રમ. વિશ્વનો એક શાશ્વત લય. તે પછી ચોવીશ તીર્થંકરો થાય, બાર ચક્રવર્તી થાય, નવ બળદેવ થાય, નવ વાસુદેવ થાય, નવ પ્રતિવાસુદેવ થાય અને નવ નારદ થાય. આ બધું વ્યવસ્થિત અને તે તે નિશ્ચિત કાળે બન્યા જ કરે! આમાં ક્યારેય ગોટાળો ન થાય કે ક્રમ ન બદલાય. બધું જ સુવ્યવસ્થિત. પાંચમા આરાનાં ૨૧ હજાર વર્ષ છે. ૨૧ હજાર વર્ષના છેલ્લા દિવસે For Private And Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૧૧૫ પહેલા પ્રહરમાં (સૂર્યોદયથી ૩ કલાકમાં) શ્રુતજ્ઞાન, સૂરિ(આચાર્ય), સંઘ અને ધર્મનો નાશ થશે. મધ્યાહ્ન સમયે રાજા, મંત્રી અને નીતિધર્મ નાશ પામશે. સંધ્યા સમયે અગ્નિ નાશ પામશે. ત્યારપછી સાત-સાત દિવસ સુધી પાંચ પ્રકારના વરસાદ વરસશે : ૧. ક્ષારમેઘ. ૨. અગ્નિ જેવા જળની વર્ષા. ૩. ઝેરયુક્ત પાણીની વર્ષા. ૪. આમ્બરસયુક્ત પાણીની વર્ષા. ૫. વિદ્યુત્-વર્ષા. આ ઉપરાંત વાયુ તોફાની બનશે. પર્વત-ભૂમિ સમાન બનશે. પહાડોની ગુફાઓમાં પશુ-પક્ષીઓનાં માત્ર બીજ રહેશે. - છઠ્ઠી આરામાં (૨૧ હજાર વર્ષનો છઠ્ઠો આરો છે) મનુષ્યો બે હાથની ઊંચાઈવાળા, ૨૦ વર્ષના આયુષ્યવાળા, માછલાં ખાનારા, ગંગા-સિન્ધની કોતરોમાં રહેનારા, ખરાબ રૂપ-રંગવાળા અને ક્રૂર સ્વભાવવાળા હશે. તેઓ લાજ શરમ વિનાના હશે. વસ્ત્રરહિત હશે. તેમની વાણી કર્કશ-કઠોર હશે. માતા-પિતા, ભાઈ-બહેન, પુત્ર-પત્નીના સંબંધોમાં કોઈ મર્યાદા નહીં રહે. સ્ત્રીઓ છ વર્ષની ઉંમરે ગર્ભવતી બનશે. અત્યંત દુઃખદાયી પ્રસવવેદના હશે. ઘણાં પુત્ર-પુત્રીઓને જન્મ આપશે. છઠ્ઠા આરાના અંતે (અવસર્પિણીમાં) મનુષ્યનું શરીર એક હાથનું હશે અને આયુષ્ય ૧૬ વર્ષનું હશે. હવે અવસર્પિણી-કાળ અને ઉત્સર્પિણી કાળની સમાનતા બતાવું. અવસર્પિણી-કાળ ઉત્સર્પિણી-કાળ છઠ્ઠો આરો પહેલો આરો પાંચમો આરો બીજો આરો ચોથો આરો ત્રીજો આરો ત્રીજો આરો ચોથો આરો બીજો આરો પાંચમો આરો પહેલો આરો છઠ્ઠો આરો For Private And Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૯ સૃષ્ટિ લયસ્વરૂપા છે. ઉત્સર્પિણીના બીજા આરાના પ્રારંભે પાંચ પ્રકારની વર્ષા ૭ દિવસ થવાની: ૧. પુષ્પરાવર્ત મેઘ ૨. ક્ષીર મેઘ ૩. ધૃત મેઘ ૪. અમૃતરસની વર્ષા ૫, રસની વર્ષા પૃથ્વી શીતલ થશે. અન્ન ઉત્પન્ન થશે. ઔષધિઓ ઊગશે. પૃથ્વી રસપૂર્ણ બનશે. બીજા આરાના અંતે નગરો-ગામોની રચના થશે. જાતિસ્મરણ જ્ઞાનવાળા સાત કુલકરો થશે. ત્રીજા અને ચોથા આરામાં ૨૪ તીર્થકરી, ચક્રવર્તીઓ (૧ર), બળદેવો (૯), વાસુદેવો (૯), પ્રતિવાસુદેવો (૯) અને નારદ (૯) થશે. આ રીતે કાળચક્ર એના નિશ્ચિત લયમાં ચાલ્યા કરે છે. આપણે તે જ્ઞાનદૃષ્ટિથી જોવાનું છે, સમજવાનું છે. એમાં આપણો મનોલય સધાય છે. મેરુપર્વત (એક લાખ યોજન ઊંચો છે)ની તળેટી (સમભૂતલા)થી ૭00 યોજન ઉપર, મેરુની આસપાસ ચારેબાજુ સમગ્ર જ્યોતિષચક્રનું નિયમિત પરિભ્રમણ ચાલે છે. ૧. સૂર્ય, ૨. ચંદ્ર, ૩, ગ્રહ, ૪. નક્ષત્ર, અને ૫. તારા. આ જ્યોતિષચક્ર છે. આના પરિભ્રમણમાં ક્યારેય એક ક્ષણની પણ વધઘટ થઈ નથી કે થશે નહીં. એનો એક નિશ્ચિત લય છે! સૃષ્ટિમાં જ્યોતિષચક્રના નિયમિત પરિભ્રમણનું ઘણું મહત્ત્વ છે. આ સૃષ્ટિ, આ જગત પૂર્ણ છે. એમાં અનંત આત્માઓ છે. અનંતાનંત અજીવ દ્રવ્યો છે. આપણે તો શાસ્ત્રષ્ટિથી જ એ બધું જોઈ શકીએ. બાકી તો “સબ્રિજાનવપૂન પૂઈ નથી ” જે આત્માઓ સચ્ચિદાનંદથી - પૂર્ણાનન્દથી પરિપૂર્ણ બને છે, સર્વજ્ઞ-વીતરાગ બને છે તેઓ પૂર્ણ જગતને પ્રત્યક્ષ જુએ છે ને જાણે છે! માટે આપણે સર્વ પ્રથમ સત્-ચિત્ અને આનંદથી પૂર્ણ બનવા પુરુષાર્થ કરીએ. ચિદાનન્દ પ્રાપ્ત કરીએ. તે માટે મન-વચન-કાયાના યોગોને સ્થિર કરીએ. આ સ્થિરતા જ લય છે. ઉપાધ્યાય યશોવિજયજી કહે છે : સકલ કલામાં સાર લયી રહો દૂર સ્થિતિ એહ, સકલ યોગમાં ભી સકલ લય કે બ્રહ્મ વિદેહ.” મન-વચન-કાયામાં સમત્વ એ લય છે. આ લય યોગીને બ્રહ્મજ્ઞાની બનાવે છે. બનવું છે ને? આજે બસ આટલું જ, પત્ર પૂરો કરું છું. તા. ૪-પ-૯૮ Snezkatzen For Private And Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * * * 1 . ષડદ્રવ્યોમાં લય 3 પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન, સૃષ્ટિનું ચિંતન સંસ્થાનવિચય નામનું ધર્મધ્યાન છે! સૃષ્ટિમાં રહેલા પ્રત્યેક જડ, ચેતન પદાર્થનું ચિંતન ધર્મધ્યાન છે. આ ધર્મધ્યાનની ધારા સતત વહેતી રહે, તે લયયોગ છે! ગત પત્રમાં કાળચક્રમાં પ્રવર્તતી એક સુવ્યવસ્થા, અપરાવર્તનીય વ્યવસ્થાની વાત કરી. આજે આ જ સૃષ્ટિમાં જરા ઊંડા જઈને કેટલાંક શાશ્વત તત્ત્વોના લયમાં લીન થવું છે. રવીન્દ્રનાથ ટાગોર આવા ચેતવિસ્તારની વાત આ રીતે કરે છે૦ જ્ઞાન દ્વારા સમસ્ત જગતમાં પોતાના મનને પ્રાપ્ત કરવું. ૦ કર્મ દ્વારા સમસ્ત જગતમાં પોતાની શક્તિને વ્યાપ્ત કરવી. છે અને સૌન્દર્યબોધ દ્વારા સમસ્ત જગતમાં પોતાના આનંદને વ્યક્ત કરવો એ જ માનવતાનું લક્ષ્ય છે. ચેતન, આ સમગ્ર વિશ્વમાં જ્ઞાનદષ્ટિથી પાંચ અરૂપી દ્રવ્યો તને બતાવું છું અને એ તત્ત્વોનો શાશ્વતુ અનવરત વહી રહેલો લય સમજાવું છું. - “ધર્માસ્તિકાય” નામનું એક અરૂપી તત્ત્વ સૃષ્ટિમાં વ્યાપ્ત છે. તેનો જીવોને અને પુદ્ગલોને ગતિમાં નિરંતર સહાય કરવા રૂપે લય પ્રગટ થતો રહે છે. - “અધર્માસ્તિકાય' નામનું એક અરૂપી દ્રવ્ય સૃષ્ટિમાં વ્યાપ્ત છે. તેનો જીવોને તથા પુદ્ગલોને સ્થિતિમાં (ઊભા રહેવામાં સહાય કરવા રૂપે લય પ્રગટ થતો રહે છે. - આકાશાસ્તિકાય અરૂપી તત્ત્વ છે. જીવો અને પુદ્ગલોને અવકાશ આપવા રૂપે એનો લય પ્રગટ થાય છે. - કાળ પણ અરૂપી છે. જડ-ચેતનને જૂના-નવા કરવા રૂપે એનો લય પ્રગટ થતો રહે છે. હવે રહ્યાં બે મુખ્ય દ્રવ્યો : જડ અને ચેતન! For Private And Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૮ ષડ્ દ્રવ્યોમાં લય દરેક પુદ્ગલદ્રવ્ય સ્થિર રહે છે, તેની અવસ્થાઓ (પર્યાયો) બદલાતી રહે છે. આ પરિવર્તનની સુવ્યવસ્થિત પ્રક્રિયામાં લય જોવા મળે છે. પર્યાયો જન્મે છે અને નાશ પામે છે. આ જન્મનાશની સાઈકલ ચાલતી જ રહે છે. એવી જ રીતે જીવદ્રવ્ય સ્થિર હોય છે. તેના પર્યાયો બદલાયા કરે છે. એ પર્યાયોનું પરિવર્તન નિશ્ચિત રૂપે જ થતું હોય છે. આ પરિવર્તનમાં લયનાં દર્શન કરવાનાં છે. જીવોના અને જડપુદ્ગલોના પરિવર્તનોનો લય જો એકાગ્ર મન-વચન-કાયાથી માણસ કરે તો કદાચ તેને બ્રહ્મજ્ઞાન લાધી જાય! હવે એક સૂક્ષ્મ જ્ઞાનની વાત કરીશ. કદાચ તને સમજાય કે ન પણ સમજાય. મોક્ષ પામેલા, સિદ્ધશિલા પર રહેલા અનંત સિદ્ધ ભગવંતોમાં પણ એક પ્રકૃષ્ટ લય પ્રવર્તતો હોય છે. તેમના આત્મામાં જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગની રીધમ-લય સતત ચાલ્યા કરતો હોય છે. એક સમયે જ્ઞાનોપયોગ, બીજા સમયે દર્શનોપયોગ! આ ઉપયોગ અનંતકાળ પર્યંત ક્યારેય ખોરવાયા વિના ચાલ્યા કરવાનો. આ સિદ્ધોનો પ્રકૃષ્ટ લય છે. એમના અનંત-અવ્યાબાધ સુખની અખંડ ધારા પણ પરમ લય જ છે. આપણે એમના આ પરમ લયનું ધ્યાન કરીએ તો આપણને લયયોગની પ્રાપ્તિ થઈ જાય. લય અને પ્ર-લય એક સિક્કાની બે બાજુ જેવા છે. આ સૃષ્ટિમાં પરિવર્તન કાયમી બાબત છે. પરિવર્તન એટલે ક્ષણે ક્ષણે ચાલતી પ્રલયઘટના. પ્રલય એટલે પ્રકૃષ્ટ લય. એક મોજું પાણીની સપાટી પર ઊઠે છે એનો અર્થ જ એ કે ક્યાંક કોઈ મોજું વિલીન થાય છે. મોજાનું ઊઠવું અને વિલીન થવું એ લયપ્રલયની કે પછી લયબ્રહ્મની લીલા છે. ઋતુચક્ર ચાલતું રહે છે. સુદ અને વદનું ચક્ર ચાલતું જ રહે છે. જન્મ અને મરણનું ચક્ર ચાલતું જ રહે છે. પુષ્પ ઊગે છે અને ખરી પડે છે. આમ પરિવર્તનમાં પણ પુનરાવર્તન જોવા મળે છે. આવી છે પરબ્રહ્મની લયલીલા! જ્યારે આપણો વ્યક્તિગત લય વ્યાપક એવા પરમ લય સાથે એકરૂપ બને ત્યારે લયલીનતા, એટલે જ બ્રહ્મલીનતા! પરમ લયને રાગ-દ્વેષ કર્યા વિના માત્ર જોયા જ કરવાનો છે, જાણ્યા જ ક૨વાનો છે. એ જોવામાં ને જાણવામાં જો લય લાગી જાય તો આપણો બેડો પાર થઈ જાય. For Private And Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૧૧૯ ચેતન, જ્યારે આ પત્રમાં ધર્માસ્તિકાય આદિ તત્ત્વોની વાત લખી છે, તો એ અંગે થોડી વિસ્તૃત જાણકા૨ી પણ સાથે સાથે આપી દઉં. જૈનદર્શનમાં ક્ષેત્રની અપેક્ષાએ ‘લોક’ અને ‘અલોક' શબ્દો પ્રયોજાયેલા છે. આ લોક અને અલોક છ દ્રવ્યોનાં આધારભૂત ક્ષેત્ર છે. ૦ આકાશ લોક-અલોક બંનેમાં વ્યાપક છે. ૦ બાકીનાં દ્રવ્યો માત્ર લોકમાં જ વ્યાપક છે. Q ‘કાળદ્રવ્ય’નું અસ્તિત્વ સમગ્ર લોકમાં નથી હોતું, એનું અસ્તિત્વ માત્ર મનુષ્યલોકમાં જ હોય છે. અર્થાત્ અઢી દ્વીપમાં જ છે. કારણ કે કાળકૃત વ્યવહાર સૂર્ય-ચન્દ્રના પરિભ્રમણની અપેક્ષાએ જ છે અને સૂર્ય-ચન્દ્રનું પરિભ્રમણ અઢી દ્વીપમાં જ હોય છે. આ અઢી દ્વીપ અંગેની જાણકારી માટે ‘ક્ષેત્રસમાસ’ ‘બૃહત્ સંગ્રહણી’ અને ‘લોકપ્રકાશ' ગ્રંથોનું અધ્યયન કરવું જોઈએ. સમગ્ર લોકમાં ધર્માસ્તિકાય એક જ છે, અધર્માસ્તિકાય એક જ છે અને આકાશાસ્તિકાય પણ એક જ છે. આ ત્રણ દ્રવ્યો એકએકની સંખ્યામાં છે, અરૂપી છે અને અખંડ છે. જ્યારે જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાળ આ ત્રણ દ્રવ્ય અનંત-અનંત છે. જીવો અનંત છે, પુદ્દગલો અનંત છે અને કાળ અનંત છે. કાળના ‘સમયો’ અનંત છે, એ અપેક્ષાએ કાળને અનંત કહેવામાં આવ્યો છે. સૂક્ષ્માતિસૂક્ષ્મ કાળને ‘સમય’ કહેવાય. આ છ દ્રવ્યોમાં કાળ સિવાયનાં પાંચ દ્રવ્ય ‘અસ્તિકાય’ કહેવાય છે. જેનું અસ્તિત્વ હોય અને જે પ્રદેશસમૂહરૂપે હોય તેને ‘અસ્તિકાય’ની સંજ્ઞા આપવામાં આવી છે. જીવ, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય - અસંખ્ય પ્રદેશાત્મક છે. આકાશ અને પુદ્ગલ અનંત પ્રદેશાત્મક છે, તેથી ‘અસ્તિકાય’ છે. કાળ વર્તમાનકાલીન એક સમય માત્ર છે. કાળ પ્રદેશપ્રચયરૂપ ન હોવાથી તેને અસ્તિકાય ન કહેવાય. આ છ દ્રવ્યોમાં કર્તુત્વ માત્ર જીવમાં જ છે. કારણ કે તે ચેતન છે, ચેતનદ્રવ્યમાં જ કર્તૃત્વ સંભવે. અજીવમાં ચૈતન્યપૂર્વક અનુભૂતિ સંભવી શક્તી નથી. હવે, આ છ દ્રવ્યોનાં કાર્યો અંગે ‘પ્રશમરતિ'માં કહેવાયું છે, તે લખું છું : For Private And Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૦ પડુ દ્રવ્યોમાં લય धर्मो गतिस्थितिमतां द्रव्याणां गत्युपग्रहविधाता। स्थित्युपकृच्चाधर्मोऽवकाशदानोपकृद् गगनम् ।।२१५।। ધર્મ, અધર્મ અને આકાશ - આ ત્રણે દ્રવ્યો અરૂપી છે, અમૂર્તિ છે, એટલે ઇન્દ્રિયોથી આ દ્રવ્યોનું પ્રત્યક્ષ ન થઈ શકે. આ દ્રવ્યોના અસ્તિત્વમાં અને સ્વરૂપનિર્ણયમાં આગમ જ પ્રમાણભૂત છે. અલબત્ત આગમમાન્ય યુક્તિઓ પણ આ દ્રવ્યોના અસ્તિત્વને સિદ્ધ કરે છે. એક એવો સર્વસંમત સિદ્ધાંત છે કે કોઈપણ કાર્ય કારણ વિના નથી બનતું. કારણોના મુખ્ય બે પ્રકાર જૈનદર્શન બતાવે છે; ૦ ઉપાદાન કારણ ૦ નિમિત્ત કારણ. વિશ્વમાં ગતિશીલ અને સ્થિતિશીલ દ્રવ્યો બે છે : જીવ અને પુગલ. ગતિ અને સ્થિરતા, આ બે દ્રવ્યોનાં કાર્ય છે. એટલે ગતિ તથા સ્થિરતાનાં ઉપાદાન (મૂળભૂત) કારણ તો જીવ અને પુદ્ગલ જ છે. પરંતુ એનાં નિમિત્ત કારણ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય છે. કાર્યની ઉત્પત્તિમાં નિમિત્તકારણ અવશ્યતયા અપેક્ષિત હોય છે. આ નિમિત્તકાર, ઉપાદાનકારણથી જુદું હોય છે. આ રીતે જીવ અને પુદ્ગલની ગતિમાં નિમિત્તકારણ તરીકે ધર્માસ્તિકાયનું અસ્તિત્વ સિદ્ધ થાય છે અને જીવપુગલની સ્થિરતામાં નિમિત્તકારણ તરીકે અધર્માસ્તિકાયનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. ગતિપરિણત જીવોની અને પુદ્ગલોની ગતિમાં સહજ રીતે જ ધર્માસ્તિકાય સહાયક બને છે. જ્યારે જીવ અને પુદ્ગલ દ્રવ્યો ગતિશીલ ન હોય ત્યારે બલાત્કારે ધર્મ-દ્રવ્ય ગતિ કરાવતું નથી. એવી રીતે જ્યારે જીવ-પુદ્ગલ દ્રવ્યો ગતિશીલ હોય ત્યારે અધર્મ-દ્રવ્ય બલાત્કારે સ્થિતિ કરાવતું નથી. જેમ પાણીમાં માછલું ગતિશીલ હોય છે ત્યારે ધર્માસ્તિકાય એની ગતિમાં સહાયક બને છે. એ વખતે અધર્માસ્તિકાય માછલાને ઊભું રાખતું નથી. આ જ રીતે, આકાશ-દ્રવ્ય સહજતાથી જીવ-પુદ્ગલાદિ દ્રવ્યોને અવકાશ આપે છે, અથવા કહો કે જીવાદિ દ્રવ્યોને સહજતાથી અવકાશ પ્રાપ્ત થાય છે. આધાર પ્રાપ્ત થાય છે. ૦ જે રીતે સ્વયં ખેતી કરતા કિસાનોને વર્ષા સહાય કરે છે, પરંતુ ખેતી નહીં For Private And Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org લય-વિલય-પ્રલય કરતા કિસાનોને બલાત્કારે ખેતી કરાવતી નથી. - Acharya Shri Kailassagarsuri Gyanmandir ૦ જેમ મેઘગર્જનાને સાંભળીને બગલીને ગર્ભાધાન થાય છે કે પ્રસવ થાય છે, પરંતુ સ્વયં બગલી પ્રસવ ન કરે તો મેઘગર્જના બલાત્કારે પ્રસવ કરાવતી નથી. ૦ જેમ ધર્મોપદેશ સાંભળીને મનુષ્ય પાપત્યાગ કરે છે, પરંતુ મનુષ્ય પાપત્યાગ ન કરતો હોય તો ધર્મોપદેશ બલાત્કાર કરીને પાપત્યાગ નથી કરાવતો. આ રીતે જીવ અને પુદૂગલની ગતિ-સ્થિતિમાં ધર્મ-દ્રવ્ય અને અધર્મ-દ્રવ્ય સહજતાથી સહાયક બને છે, બલાત્કારે નહીં. તાત્પર્ય એ છે કે ધર્મ, અધર્મ અને આકાશ આ ત્રણ દ્રવ્યો પ્રેરક કારણ નથી, પરંતુ ઉદાસીન કારણ છે. તેમનું અસ્તિત્વ જ કાર્ય કરે છે. હવે થોડો વિચાર પુદ્ગલ-દ્રવ્યનો પણ કરી લઈએ. પુદ્ગલ-દ્રવ્યનાં અનેક કાર્યો છે. પરંતુ અહીં થોડાં જ કાર્યો બતાવીશ. અલબત્ત, પુદ્ગલદ્રવ્ય અચેતન છે, તે અ-કર્તા છે, છતાં એ કાર્ય કરે છે, આવો વાક્યપ્રયોગ માત્ર ઔપચારિક છે. ૧૨૧ જીવાત્મા જે મૃદુ-કઠોર આદિ સ્પર્શ અનુભવે છે, એ પુદ્ગલ-દ્રવ્યનો પ્રભાવ છે. ખાટો-મીઠો રસ અનુભવે છે, તે પુદ્ગલ-દ્રવ્યનો જ ઉપકાર છે. સુગંધદુર્ગંધનો અનુભવ પુદ્ગલ-દ્રવ્યનું પ્રદાન છે. લાલ-પીળો આદિ રંગો જે દેખાય છે અને મંદ-તીવ્ર આદિ શબ્દો સંભળાય છે, તે બધું પુદ્ગલ-દ્રવ્યનું કામ છે. કારણ કે સ્પર્શ-રસ-ગંધ-વર્ણ-શબ્દ વગેરે પુદ્ગલ-દ્રવ્યના ગુણો છે. કર્મપુદ્ગલોનો આત્મપ્રદેશો સાથે ક્ષીરનીરન્યાયે જે બંધ થાય છે, પુદ્ગલ-દ્રવ્યનું કાર્ય છે. ૦ અનંતપ્રદેશી પુદ્ગલ-સ્કંધોનું સૂક્ષ્મ થવું અને સ્થૂલ થવું, એ પુદ્ગલનું કાર્ય છે. ૦ આકાશમાં જે વાદળ થાય છે, ઇન્દ્રધનુષ રચાય છે, તે પણ પુદ્ગલ-દ્રવ્યનું કાર્ય છે. Q ખંડ થવા, ટુકડા થવા એ પુદ્ગલનું કામ છે. ૦ અંધકાર ને છાયા પણ પુદ્ગલ-દ્રવ્યનું કાર્ય છે. 9 ચન્દ્ર તારા વગેરેના પ્રકાશ-ઉર્થાત, પુદ્ગલનું કાર્ય છે. For Private And Personal Use Only ૦ સમચતુરસ્ર સંસ્થાન-આકારો (શરીરના) જે રચાય છે, તે પુદ્ગલ-દ્રવ્યનું સર્જન છે. તે પણ Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૨ ૦ સૂર્યનો તડકો પણ પુદ્ગલપ્રેરિત છે. Q જ્ઞાનાવરણ આદિ કર્મો પુદ્ગલસર્જિત છે. ૦ ઔદારિક, વૈક્રિય, આહા૨ક, તેજસ અને કાર્પણ-શરીરો પણ પુદ્ગલચિત છે. ષડ્ દ્રવ્યોમાં લય ૦ જીવાત્માની શ્વાસોચ્છ્વાસની ક્રિયા પુદ્ગલપ્રેરિત છે. ૦ આપણાં બધાં સુખ-દુઃખ પુદ્ગલોનું પ્રદાન છે. ૦ જીવન પર અનુગ્રહ કરનારાં ઘી-દૂધ આદિ દ્રવ્યો પૌદ્દગલિક છે. ૦ મૃત્યુના કારણભૂત દ્રવ્યો ઝેર વગેરે પણ પૌદ્ગલિક છે. આ બધા પુદ્દગલ સ્કંધરૂપ બની જીવદ્રવ્ય સાથે જોડાય છે ત્યારે જ આ બધાં કાર્યો નિષ્પન્ન થાય છે. સુખ-દુઃખનાં દ્વન્દ્વ પણ જીવમાં જે ઉત્પન્ન થાય છે, તે પુદ્ગલ-દ્રવ્યના નિમિત્તે ઉત્પન્ન થાય છે. હવે થોડી વાતો ‘કાળદ્રવ્ય'ની કરી લઈએ. ૦ સ્ત્રી યોગ્ય સમયે ગર્ભ ધારણ કરે છે, પુત્રને જન્મ આપે છે, આ કાળનો પ્રભાવ છે. O દૂધમાંથી દહીં બને છે, દહીંમાંથી માખણ બને છે, ઘી બને છે, આ કાળનું કામ છે. ૦ જમીનમાંથી અંકુર ફૂટે છે, છોડ થાય છે, તેના ૫૨ ફળ આવે છે, તેમાં પ્રેરક છે કાળદ્રવ્ય. ૦ કાળા વાળ ધોળા થાય છે, નવું વસ્ત્ર જૂનું થાય છે, આ છે કાળનો પરિણામ. O છ ઋતુઓનું વિભાગીકરણ પણ કાળકૃત છે. ૦ અતીત-અનાગત અને વર્તમાનનો વ્યવહાર કાળકૃત છે. ૦ મોટા-નાનાનો વ્યવહાર પણ કાળકૃત છે. For Private And Personal Use Only ૦ દ્રવ્યમાં રૂપ-૨સ-ગંધ આદિમાં પરિવર્તન કાળદ્રવ્યના લીધે થાય છે. ૦ જીવમાં જ્ઞાન-દર્શનાદિ ઉપયોગનું પરિવર્તન પણ કાળકૃત હોય છે. આ રીતે કાળદ્રવ્ય સમગ્ર વિશ્વ પર છવાયેલું છે. હવે ચેતનદ્રવ્ય ‘જીવ’ અંગે થોડી વિચારણા કરીને પત્ર પૂર્ણ કરીશ. Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૧૨૩ ગુણોના માધ્યમથી જે જીવોનાં લક્ષણ બતાવવામાં આવ્યાં છે, તે નીચે પ્રમાણે છે. ૨. જ્ઞાન ૧. સમ્યક્ત્વ (તત્ત્વાર્થશ્રદ્ધારૂપ) (મતિજ્ઞાન, શ્રુતાદિજ્ઞાન) (ક્રિયાનુષ્ઠાનરૂપ) (શક્તિવિશેષ) ૩. ચારિત્ર ૪. વીર્ય ૫. શિક્ષા (લિપિ-અક્ષરાદિ જ્ઞાનરૂપ) આ મુખ્ય પાંચ ગુણો જીવમાં જ ઉત્પન્ન થાય છે એટલે ઔપચારિક ભાષામાં કહેવાય કે ‘જીવ આ ગુણોને પેદા કરે છે.' ચેતન, આ રીતે, ષવ્યોના ચિંતન માટે આટલું થોડું જ્ઞાન તો હોવું જ જોઈએ. પદ્ધવ્યનું ચિંતન ‘મનોયોગ’ના સ્થિરીકરણમાં ખૂબ ઉપયોગી છે. આ તો બહુ સ્થૂલ વાતો લખી છે. એક-એક દ્રવ્ય પર કલાકોના કલાકો સુધી ચિંતન-મનન કરી શકાય તેટલું ઊંડાણ છે આ વાતોમાં, આ તત્ત્વજ્ઞાનમાં! જેટલું ઊંડાણ છે એટલો જ એનો વિશાળ વ્યાપ છે... આ ચિંતનમાં મનવચન-કાયાના યોગો સ્થિર થઈ જાય... તો ‘લયયોગ' બની જાય કે જે અપૂર્વ કર્મનિર્જરા કરાવે છે. જ્ઞાનાનન્દનો સ્વાદ ચાખવા મળે છે. આજે બસ, આટલું જ . તા. ૫-૫-૯૮ (ગ્રુપ્તસૂરિ For Private And Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૨૬. ઉત્પત્તિ-વિનાશ અને ધ્રોથને - A— —— પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન, અત્યારે તને રોજ એક નવો પત્ર મળે છે! વાંચજે, વિચારજે. પૂરી જાગૃતિ (અવેરનેસ) સાથે જગતને નિહાળવું, જગતના એક એક દ્રવ્યને જોવા, જ્ઞાનદૃષ્ટિથી જોવા, સમજવા અને પોતાની અંદર રહેલી ચેતના સાથે આસપાસ જોવા મળતી, સાંભળવા મળતી, સ્પર્શવા મળતી, સુંઘવા મળતી, સ્વાદવા મળતી અને અનુભવવા મળતી વૈશ્વિક ચેતનાનો લય મેળવવા મથવું એ જ આપણી જીવનસાધના બનવી જોઈએ. આ ભવ્ય માનવજીવનને અત્યંત મૂલ્યવાન તક માનીને આ સાધના કરવી જોઈએ. આ બધું જ જોવાનું, સ્પર્શવાનું, સ્વાદવાનું.. વગેરે રાગ-દ્વેષ કર્યા વિના, મધ્યસ્થ ભાવે કરવાનું છે. તો જ લય જળવાશે. રાગ-દ્વેષ વચ્ચે આવશે તો લય તૂટી જશે. વિજ્ઞાનના, ગણિતના, સંગીતના, નૃત્યના, પદાર્થવિજ્ઞાનના અને જીવવિજ્ઞાનના નિયમો તથા આવિષ્કારો દ્વારા વૈશ્વિક લય ઊઘડે છે. આજે મારે તને એક વિશિષ્ટ “પદાર્થવિજ્ઞાન' દ્વારા લયયોગની સાધના કેવી રીતે થઈ શકે, એ વાત લખવી છે. શ્રમણ ભગવાન મહાવીર પ્રભુએ ૨૫૦૦ વર્ષો પૂર્વે જે ધર્મતીર્થન-ધર્મશાસનની સ્થાપના કરી, તેમાં તેમણે પોતાના મુખ્ય અગિયાર શિષ્યોને પહેલું પદાર્થજ્ઞાન આપ્યું: 'उत्पादव्यय ध्रौव्ययुक्तं सत्।' (उप्पन्नेइ वा विगमेइ वा धुवेइ वा) જે દ્રવ્ય ઉત્પત્તિ-વિનાશ અને ધ્રુવતાથી વ્યક્તિ હોય તે સત્ કહેવાય અર્થાત્ પદાર્થ કહેવાય. વિશ્વના તમામ જડ-ચેતન પદાર્થોમાં આ ત્રણ અંશો હોય જ છે. માટે સમગ્ર તત્તવજ્ઞાનની જનની આ ત્રિપદી (ઉત્પત્તિ-વિનાશ-ધ્રૌવ્યતા) છે. ત્રિપદી આપીને તેઓ વિશ્વનાં જડ-ચેતન તમામ દ્રવ્યોમાં થઈ રહેલી સૂક્ષ્મ પ્રક્રિયાનો બોધ આપે છે. For Private And Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૫ લય-વિલય-પ્રલય દરેક પદાર્થમાં જે સ્થિર અંશ હોય છે તેને ધ્રુવ અંશ કહેવાય છે. અને પરિવર્તનશીલ અંશોને ઉત્પત્તિરૂપ તથા વિનાશરૂપ અંશ કહેવાય છે. કંઈક દુઃખ સાથે કહેવું પડે છે કે આપણા જૈનસંઘમાં મહત્ત્વપૂર્ણ સ્થાને રહેલા પૂજનીય સાધુપુરુષો અને સાધ્વીજીઓ, આવા મૂળભૂત તત્ત્વજ્ઞાનનો ઊંડો અભ્યાસ કરતા નથી. ત્રિપદીની સાથે સાથે પદ્ધવ્ય, સાત નય, સાત નિક્ષેપ, સાપેક્ષવાદ, ઉત્સર્ગ માર્ગ – અપવાદમાર્ગ, નિશ્ચયમાર્ગ આ બધું જ્ઞાન તે તે ગ્રંથો ને શાસ્ત્રોમાં પડેલું છે. આનું અધ્યયન, અધ્યાપન નહીં થાય તો તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ નહીં જ થાય. આવા તત્ત્વચિંતનની ધારા વહેતી રહે, રાગ-દ્વેષ વિનાની આ ચિંતનયાત્રા હોય છે. આ ધારા ગંગાના પ્રવાહ કરતાંય વધુ પવિત્ર હોય છે. એટલે આવી ચિંતનની ધારામાં રહેનારા સાધકના આત્મા પર બાઝેલો કર્મોના પોપડા ઊખડી જતાં વાર નથી લાગતી. કારણ કે આ ચિંતનમાં મન-વચન-કાયાના યોગો સ્થિર બની શકે છે. એ સ્થિરતા લયયોગમાં પરિણમી જાય છે. આ પત્રમાં આજે મારે તને પ્રભુએ આપેલી ત્રિપદી જ સમજાવવી છે. સંક્ષેપમાં સમજાવીશ. વિસ્તારથી લખવું હોય તો મોટું પુસ્તક લખવું પડે! “સત્'નું લક્ષણ બતાવ્યું છે “ઉત્પાબેયીયુ સત!” એટલે કે જે ઉત્પત્તિ-વિનાશ અને નિત્યતાથી યુક્ત હોય તેને “સત્' કહેવાય. વિશ્વના તમામ જડ-ચેતન પદાર્થોમાં આ ત્રણ અંશો હોય જ છે. માટે સમગ્ર તત્ત્વજ્ઞાનની જનની આ ત્રિપદી છે. ધર્મતીર્થની સ્થાપના કરનારા તીર્થકરો પોતાના ગણધરોને સર્વપ્રથમ આ ત્રિપદી આપે છે. ત્રિપદી દ્વારા તેઓ વિશ્વનાં જડ-ચેતન તમામ દ્રવ્યોમાં થઈ રહેલી વ્યવસ્થિત સૂક્ષ્મ પ્રક્રિયાનો બોધ આપે છે. દરેક દ્રવ્યમાં જે સ્થિર અંશ હોય છે, તેને ધ્રુવ-અંશ કહેવાય. અસ્થિરપરિવર્તનશીલ અંશોને ઉત્પત્તિરૂપ અને વિનાશરૂપ અધ્રુવ-અંશો કહેવાય. ઉત્પત્તિઃ માટીનો પિંડ પડ્યો છે. તેમાં ઘડો દેખાતો નથી. બહાર જઈને આવ્યા ને જોયું તો માટીનો પિંડ ઘડો બની ગયો છે. કુંભાર માટીના પિંડને ચક્ર પર ચઢાવીને ઘડો બનાવી દીધો! આનું નામ ઉત્પત્તિ, પહેલાં માટીના પિડમાં ઘડો દેખાતો ન હતો, વર્તમાનમાં દેખાય છે. વિનાશ : માટીનો ઘડો પડ્યો છે. અખંડ છે, સુંદર છે. બીજા દિવસે જોયું તો ઘડો દેખાતો નથી. ઠીકરાં દેખાય છે! કોઈ માણસે ઘડો ફોડી નાંખ્યો છે. ઘડો નાશ પામ્યો છે. પહેલાં ઘડો દેખાતો હતો, હવે નથી દેખાતો, આનું નામ વિનાશ. For Private And Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૬ ઉત્પત્તિ-વિનાશ અને ધ્રૌવ્ય ધ્રૌવ્ય : ઘડો નહોતો અને ઉત્પન્ન થયો, ઘડો હતો ને નાશ પામ્યો. પરંતુ માટી તો કાયમ રહી. આ માટી તે ધ્રુવ-દ્રવ્ય કહેવાય. ઘડો ઉત્પન્ન થયો ત્યારે મારી હતી, ઘડો નાશ પામ્યો ત્યારે પણ માટી હતી. માટી છે તો જ ઘડો ઉત્પન્ન થાય છે અને ઘડો નાશ પામે છે. ઉત્પત્તિ અને વિનાશ, ધ્રુવ-દ્રવ્ય પર આધારિત હોય છે. હવે, આ ઉત્પત્તિ-વિનાશ અને ધ્રૌવ્યને આત્મ-દ્રવ્યના માધ્યમથી સમજાવું. આત્મા ધ્રુવતત્ત્વ છે. મનુષ્યત્વ, દેવત્વ, તિર્યત્વ અને નારકત્વ ઉત્પત્તિશીલ અને વિનાશી અવસ્થાઓ-પર્યાયો છે. મનુષ્યત્વ નાશ પામે, દેવત્વ ઉત્પન્ન થાય, દેવત્વ નાશ પામે મનુષ્યત્વ ઉત્પન્ન થાય. મનુષ્યત્વ નાશ પામે પશુપણું ઉત્પન્ન થાય. તિર્યત્વ નાશ પામે નારકત્વ ઉત્પન્ન થાય... આ મનુષ્યત્વાદિ પર્યાયો આત્મદ્રવ્યની શાશ્વત્ સત્તા પર આધારિત છે. આત્મા છે તો મનુષ્યત્વાદિ પર્યાયો છે. આત્મા ન હોય તો મનુષ્યત્વાદિ પર્યાયો ન હોઈ શકે. હવે એક વ્યાવહારિક દૃષ્ટાંતથી આ સતુની પરિભાષા સમજાવું. આપણા હાથની એક આંગળીને જુઓ. તે સીધી છે. હવે તેને વાળી. જ્યારે આંગળી વળી ત્યારે તેની ઋજુતા-સરળતા નાશ પામી, વક્રતા પેદા થઈ પણ આંગળી તો આંગળી તરીકે કાયમ રહી. આંગળી ધ્રુવ કહેવાય. ઋજુતાનો નાશ કહેવાય અને વક્રતાની ઉત્પત્તિ કહેવાય. આ રીતે આંગળી “સત્” નિશ્ચિત થઈ! આ તત્ત્વદૃષ્ટિથી “આત્માને સાત પ્રકારે નિર્દિષ્ટ કરાય છે : ૧. “ચાત્ તિા’ ઉત્પત્તિ-વ્યય અને ધ્રૌવ્યયુક્ત છે માટે. ૨. “રચી નાસ્તિા’ ઉત્પત્તિ-વ્યય અને ધ્રૌવ્યયુક્ત નથી માટે. રૂ. ચાહ્નિ જ નત્તિ ચા” ઘડો ઘડા રૂપે સત્ છે પણ કાંઠલા રૂપે અસત્ છે. માટે ઘડાને “છે પણ ખરો અને નથી પણ ખરો” એમ બંને રીતે કહી શકાય. ૪. ‘ા અવળા ' બે ધર્મોનું એક સાથે કથન ન કરી શકાય છે પણ અને નથી પણ.” આવું કોઈ વચન જ નથી, માટે અવક્તવ્ય કહેવાય. અકથનીય કહેવાય. ૬. ચાત્ બસ્તિ ૫ ગવચા ઘડાને જ્યારે પોતાના પર્યાયોથી અને એકસાથે For Private And Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૧૨૭ સ્વપર પર્યાયોથી વિવક્ષિત કરવામાં આવે ત્યારે ‘આ ઘડો છે પણ અને અવક્તવ્ય છે.’ એમ કહેવાય. અર્થાત્ એકસાથે સ્વ-૫૨ના પર્યાયોનું કથન નથી થઈ શકતું. ૬. ‘સ્થાવસત્ અવòવ્ય જ્ઞા' એ જ ઘડાને જ્યારે પરપર્યાયોની અપેક્ષાએ વિવક્ષિત કરવામાં આવે ત્યારે તેને સ્વાતંત્ અવવ્ય હૈં કહેવાય. અર્થાત્ અસત્ પણ છે અને અવક્તવ્ય પણ છે. ૭. 'સ્વાસ્તિ, સ્વાન્નતિ અવય્ય વા’ ઘડાને જ્યારે ક્રમશઃ સ્વ-પર્યાયોની અપેક્ષાએ, પરપર્યાયોની અપેક્ષાથી અને એકસાથે સ્વ-પરના પર્યાયોની અપેક્ષાથી વિવક્ષિત કરવામાં આવે ત્યારે ‘છે પણ, નથી પણ અને અવક્તવ્ય છે.’ એમ કહેવાય. આ રીતે વચનના સાત પ્રકારો છે. આ પ્રકારો ગૌણતા અને મુખ્યતાના ભેદથી થાય છે. આત્માના સ્વ-પર્યાયો અને પરપર્યાયોની ભિન્ન ભિન્ન અપેક્ષાઓ સામે રાખીને આ સાત વચનપ્રકારો બતાવાયેલા છે. આ રીતે વિચારવાથી આત્મસ્વરૂપનો બોધ વ્યાપક બને છે અને આત્મજ્ઞાનમાં રમણતા વધે છે. આજે ફરીથી મૂળભૂત વાત તને યાદ કરાવવી છે. ‘સમતારૂપી અમૃતના સાગરમાં સ્નાન કરવાથી જેમનાં ચિત્ત શાન્ત થયા છે, તેવા યોગીપુરુષોનો આત્મજ્ઞાનમાં તન્મય થવારૂપ લય જય પામો! આ લય આત્માનુભવરૂપ છે.’ (શામ્યશતળ ૪) ચેતન, આ શ્લોકે મને ‘લયયોગ’ ઉપર આ ભાષ્ય લખવા પ્રેરિત કર્યો છે. આમાં મુખ્ય વાતો ત્રણ છે : - સમતાભાવથી ચિત્ત શાન્ત કરો. - આત્મજ્ઞાનમાં તન્મય બનો. - આત્માનુભવરૂપ ‘લય’ને પ્રાપ્ત કરો. ચિત્તને શાન્ત, સ્વસ્થ અને શુદ્ધ કરવા માટેના ઘણા ઉપાયો પર આપણે ચિંતન-મનન કર્યું. હવે આત્મજ્ઞાનમાં તન્મયતા પ્રાપ્ત કરવા, આત્માના વિશુદ્ધ સ્વરૂપનો બોધ પ્રાપ્ત કરવાની વાત કરવી છે. આત્મતત્ત્વને વિશદ રીતે For Private And Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ ૨૮ ઉત્પત્તિ-વિનાશ અને પ્રીવ્ય સમજવા આજે ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય-ત્રિપદીની વાત લખી છે. આત્માના સ્વપર્યાયો અને પરપર્યાયોની વાત લખી છે. આત્માનું પરમવિશુદ્ધ સ્વરૂપ સમજાય અને ગમી જાય તો જ તેમાં તન્મયતા પ્રાપ્ત થાય. એટલે આત્મા અંગેનું વ્યાપક અને ઊંડું જ્ઞાન હોવું જરૂરી છે. જોકે આત્માના સ્વરૂપને તર્કથી, બુદ્ધિથી સમજવું એક વાત છે, આત્માનો અનુભવ બીજી વાત છે. તન્મયતા અનુભવની સખી છે. આ અનુભવની વાત તર્કથી નહીં સમજાય, બુદ્ધિથી નહીં સમજાય. એ સમજવા માટે (અનુભવ પામવા માટે) ત્રણ વાતો જોઈએ : ૧. યથાર્થ સ્વરૂપનું જ્ઞાન. ૨. પરભાવ(આત્માથી ભિન્ન)માં અ-૨મણતા. ૩. સ્વરૂપ (આત્માનું શુદ્ધ સ્વરૂપ)-રમણમાં તન્મયતા. આ રીતે વિચારતાં, સર્વપ્રથમ આત્મતત્ત્વનું યથાર્થ જ્ઞાન તો હોવું જ જોઈએ, તે શાસ્ત્રાધ્યયનથી પ્રાપ્ત થાય. પરંતુ શાસ્ત્રજ્ઞાન પામીને કૃતકૃત્યતા નથી માનવાની. પંડિત બનીને જ્ઞાનાભિમાન નથી કરવાનું શાસ્ત્રજ્ઞાન તો માત્ર દિશા બતાવનાર જ છે. સંસારસાગરને પાર કરવા તો આત્માનુભવના જહાજમાં જ બેસવું પડે. તે જ પાર ઉતારી શકે છે. આત્મજ્ઞાનની તન્મયતા કેવી હોય અને આત્માનુભવ કેવો હોય એ અંગે હવે પછીના પત્રમાં લખીશ. કુશળ રહો. તા. ૬-૫-૯૮ For Private And Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૨૭. શાઓ માત્ર દિશા થીંઘ - --- - ---- પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન. ગઈકાલની એક વાત : “શાસ્ત્રો માત્ર દિશા બતાવનારાં છે' - આ વાતના સંદર્ભમાં મારો થોડો આક્રોશ છે. શાસ્ત્રાર્થ અને શબ્દાર્થના એકાંત આગ્રહે હલાહલથીય વધુ દારુણ વિષ રેલાવ્યું છે. એ વિષના કુત્કાર પેલા ફધિરના કૃત્કારોને પણ લજવે છે. કોઈ કહે છે : “અમે ૪૫ આગમ માનીએ છીએ.' કોઈ કહે છે : “અમે ૩૨ આગમ જ માનીએ છીએ.” કોઈ કહે છે : “એકેય આગમ માનતા નથી!” કેવો ઘોર કોલાહલ જામ્યો છે સર્વજ્ઞશાસનમાં? શા માટે? શું એ માનેલાં શાસ્ત્રો એમને ભવસાગરથી તારશે? શું એ શાસ્ત્રો એમને નિર્વાણ પમાડશે? જો શાસ્ત્રોથી જ ભવસાગર તરી શકાતો હોત તો આપણે આજ સુધી સંસારમાં રઝળતા ન હોત. ભૂતકાળમાં (ગત જન્મોમાં) શું ક્યારેય શાસ્ત્રોના જ્ઞાતા નહીં બન્યા હોઈએ? નવ-નવ પૂર્વોનું જ્ઞાન મેળવ્યું હશે! છતાં એ જ્ઞાન-શાસ્ત્રજ્ઞાન' આપણને તારી શક્યું નહીં. કેમ? ક્યારેય શાન્ત ચિત્તે વિચાર્યું છે? પછી શા માટે શાસ્ત્રોને આગળ કરી રાગ-દ્વેષની અશાંતિ ફેલાવો છો? શાસ્ત્રોનો ભાર ગળે વળગાડીને શા માટે ભવસાગરમાં ડૂબી મરવાના ખોટા ધંધા કરો છો? શાસ્ત્રો તમને ક્યારેય અનન્ત-અવ્યાબાધ સુખ નહીં આપી શકે. આ વાતને તમે શાસ્ત્રો તરફનો અણગમો ન સમજતા. શાસ્ત્રોની પવિત્રતાનું અપમાન ન સમજતા, પણ શાસ્ત્રોની મર્યાદાનું ભાન કરાવવા આ લખી રહ્યો છું. શાસ્ત્રો પર જ બધો મદાર બાંધી બેઠેલાઓની જડતાને ખંખેરી નાંખવા આ લખું શાસ્ત્રનું કામ છે માત્ર દિશા ચીંધવાનું. એ તમને સાચી અને ખોટી દિશાનું ભાન કરાવે છે. બસ, એનાથી એક કદમ પણ શાસ્ત્ર આગળ નથી વધતું. છતાં સર્વપ્રથમ શાસ્ત્રના જ માધ્યમથી આત્મતત્ત્વની અનુપ્રેક્ષા કર્યા પછી આપણે આત્મજ્ઞાનની તન્મયતારૂપ આત્માનુભવના દિવ્ય આનંદની વાત કરીશું. માનવમનની જિજ્ઞાસા સહજવૃત્તિ છે. માટે માણસને એના અંતર્મનમાં આ પ્રશ્ન ઊઠે છે કે : For Private And Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૦ શાસ્ત્રો માત્ર દિશા ચીધે વોડરં? હું કોણ છું? વી? કેવો છું? jત 3યાત ? ક્યાંથી આવ્યો છું? જેવી રીતે વેદાંતદર્શનમાં થતા “બ્રહ્માજ્ઞી' મૂળસૂત્ર છે, તેવી રીતે જૈનદર્શનમાં “આત્મજિજ્ઞાસા મૂળ સૂત્ર છે. જિજ્ઞાસુ માણસના મનમાં આ પ્રશ્ન ઊઠે છે. હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? ક્યાં જઈશ? (મૃત્યુ પછી). હું ઝર્વ દિશામાંથી આવ્યો છું કે અધોદિશામાંથી? હું કોણ હતો પૂર્વજન્મમાં? આત્મવાદી દર્શનનાં બે નેત્રો છે : “વોરં?” “ સોડë આ દાર્શનિક ચિંતનનું આધારભૂત સૂત્ર છે. “સોડહં”માં સ્વ-સ્વરૂપની સત્તાનો બોધ રહેલો છે. આ સૂત્ર જ બતાવે છે કે દિશા-વિદિશાઓમાં ભવભ્રમણ કરનારો હું જ છું! આ રીતે મનુષ્ય પોતે પોતાના અસ્તિત્વને પોતાના સ્વરૂપને જાણી લે તે આત્મવાદી માટે આવશ્યક છે. અસ્તિત્વબોધના આધાર પર જ આધ્યાત્મિક ચેતનાનું ઊર્ધીકરણ સંભવ છે. આ રીતે બધાં જ ભારતીય દર્શનો (ચાર્વાક સિવાય) આત્મસત્તાનો સ્વીકાર કરે છે, એના અસ્તિત્વમાં વિશ્વાસ કરે છે. પાશ્ચાત્ય દેશોના ચિંતકો જેવા કે પ્લેટો, અરડૂ, સંકરાત, દેકાર્ત, લાક, બh, મૈક્સમૂલર, શોપનહોવર વગેરેએ પણ આત્મસત્તાને સ્વીકારી છે. અલબત્ત આત્મસ્વરૂપના નિર્ણયમાં ભિન્ન ભિન્ન મતો જરૂર પ્રવર્તે છે. આત્માનું અસ્તિત્વ સ્વીકાર્યા પછી પ્રશ્ન ઊઠે છે કે ખરેખ આત્મસ્વરૂપ કેવું છે? ભારતીય દર્શનોમાં સર્વાધિક વિવાદાસ્પદ પ્રશ્ન એ છે કે જ્ઞાન આત્માનો પોતાનો ગુણ છે યા આગન્તુક ગુણ છે? ન્યાયદર્શન અને વૈશેષિક દર્શન જ્ઞાનને આત્માનો આગન્તુક ગુણ માને છે. એમની માન્યતા આવી છે કે બદ્ધ અવસ્થામાં જ્ઞાન આત્મામાં રહે છે, અને મુક્ત અવસ્થામાં જ્ઞાન નષ્ટ થઈ જાય છે. જ્યારે સાંખ્યદર્શન તથા વેદાન્તદર્શન જ્ઞાનને આત્માનો સ્વગુણ માને છે. વેદાન્તમાં કહેવાયું છે. વિજ્ઞાને વ્ર!' અર્થાતુ વિજ્ઞાન જ બ્રહ્મ (શુદ્ધાત્મા) છે. જૈનદર્શનમાં આત્માના લક્ષણ અને સ્વરૂપના વિષયમાં ખૂબ ઊંડાણથી ચિંતન થયું છે. “આચારાંગ સૂત્રમાં આત્માના સ્વરૂપનું વિવેચન કરતાં કહેવાયું For Private And Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૧ લય-વિલય-પ્રલય जे आया से विण्णाया, जे विण्णाया से आया । जेण वियाणइ से आया. तं पडुच्च पडिसंखाए। एस आयावाई समियाए परियाए वियाहिए।। (નાવી 11-૧/૫/૫) અર્થાત્ જે આત્મા છે તે જ વિજ્ઞાતા (વિશેષ જ્ઞાતા-જ્ઞાની) છે. જે વિજ્ઞાત છે તે જ આત્મા છે. જેના દ્વારા તે જાણે છે તે જ્ઞાન-પર્યાયની અપેક્ષાએ તે આત્મા કહેવાય છે. માટે તે આત્મ-વાદી સમતાના પારગામી કહેવાયા છે. આ રીતે જ્ઞાનને આત્માનું સ્વલક્ષણ બતાવ્યું છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે. સ્વરૂપની દૃષ્ટિથી આત્મા અને જ્ઞાન અભિન્ન છે. જ્ઞાનને આત્માનો ગુણ કહ્યો છે. ગુણ-ગુણીનો અભેદ માનીને આત્માને જ્ઞાનમય કહ્યો છે. હવે આત્મામાં કેવી રીતે કર્તુત્વ-ભોકતૃત્વ છે અને નથી એ વાત “આચારાંગ સૂત્ર'ના માધ્યમથી સમજાવું છું. જીવાત્મામાં જે અહંકાર હોય છે : “મેં કર્યું, હું કરું છું. હું કરીશ...” આ આત્માનો કર્તુત્વભાવ છે. આ જીવે ખૂબ પાપકર્મ કર્યા છે, માટે એને પોતાનાં બાંધેલાં કર્મો ભોગવવાં પડે છે. આ રીતે જે જીવો કર્તુત્વભાવનો ત્યાગ નથી કરતા, તેઓ દિશાઓ-વિદિશાઓમાં (ચાર ગતિઓમાં) પરિભ્રમણ કરે છે ને દુ:ખોને સહન કરે છે. આ રીતે સ્પષ્ટ થાય છે કે આત્મા શુભાશુભ કર્મોનો કર્તા અને એનાં શુભાશુભ ફળનો ભોક્તા પણ છે. આ લક્ષણ બદ્ધાત્માઓ માટે છે, મુક્તાત્માઓ માટે નહીં. તાત્વિક રીતે આત્મા ન તો કર્મોનો કર્તા છે કે ના કર્મોનો ભોક્તા છે. તે તો માત્ર જ્ઞાતા છે! જ્ઞાયક સ્વભાવ છે. કર્તુત્વ-ભોક્તૃત્વ આત્માનો પોતાનો સ્વભાવ નથી. આ તો એના વૈભાવિક પર્યાયો છે. આ વૈભાવિક ક્રિયાઓ નિમિત્તોથી ઘટતી હોય છે. આ રીતે આત્માની બે અવસ્થા સમજવાની. બદ્ધ અને મુક્ત. કર્મોથી બંધાયેલો આત્મા બદ્ધાત્મા - સંસારી આત્મા કહેવાય અને કર્મરહિત આત્મા મુક્તાત્મા કહેવાય. મુક્તાત્મા માત્ર જ્ઞાતા-દ્રષ્ટા હોય છે. બદ્ધાત્મા કર્તા - ભોક્તા હોય છે. હવે મુક્તાત્માનું ભાવાત્મક સ્વરૂપ જોઈએ. For Private And Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૨ શાસ્ત્રો માત્ર દિશા ચીંધે માવાર સૂત્ર'માં કહેવાયું છે કે - આત્મા (મુક્તાત્મા) કર્મમળરહિત શુદ્ધસ્વરૂપી છે. - શરીરરહિત છે. - આનંદસ્વરૂપ છે. - ચૈતન્યસ્વરૂપ છે. શુદ્ધ અવસ્થામાં આત્મા સર્વે કર્મોથી ઉત્પન્ન બધી જ બાધાઓથી રહિત હોય છે. અને એની જ્ઞાનાદિ સંપત્તિ પૂર્ણરૂપે પ્રગટ થયેલી હોય છે. શુદ્ધ, શાશ્વત્, અનંતજ્ઞાની, અનંતદર્શની, અનંતવીર્યવાળી અને વીતરાગી હોય છે. નિષેધરૂપે આત્માનું સ્વરૂપ આ પ્રમાણે છે : ૧. મુક્તાત્મા લાંબો નથી. ૨. ટૂંકો નથી. ૩. ગોળ નથી. ૪. ત્રિકોણ નથી. ૫. ચતુષ્કોણ નથી. મંડલાકાર નથી, કાળો નથી, નીલ નથી, લાલ નથી, પીળો નથી કે શ્વેત નથી. સુગંધયુક્ત નથી, દુર્ગધયુક્ત નથી. તે તીખો નથી, કડવો નથી, ખાટો નથી, તૂરો નથી, મધુર નથી. કર્કશ નથી, મૃદુ નથી, ભારે નથી, હલ્કો નથી. ઠંડો નથી કે ઉષણ નથી. સ્નિગ્ધ નથી કે રુક્ષ નથી. શરીરધારી નથી. તે શબ્દ-રૂપ-રસ-ગંધ સ્પર્શવાળો નથી. આત્મા અચ્છેદ્ય છે, અભેદ્ય છે, અકલેદ્ય છે, અહન્તવ્ય છે... આવી રીતે પણ આત્માનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. વાસ્તવમાં મુક્તાત્માનું સ્વરૂપ અનિર્વચનીય છે. આ નિષેધાત્મક સ્વરૂપ ખરેખર, ઉપનિષદોની જેમ “નેતિ નેતિ' શબ્દાવલી આત્મસ્વરૂપની અનિર્વચનીયતા સિદ્ધ કરે છે. “આચારાંગ સૂત્ર'માં સ્પષ્ટ રીતે કહેવાયું છે કે મુક્તાત્મા શબ્દથી પ્રતિપાદ્ય નથી. તે તર્કગમ્ય નથી. તે બુદ્ધિગમ્ય નથી. એની કોઈ ઉપમા નથી અર્થાત્ તે અનુપમ છે. કોઈ રૂપક દ્વારા એને બતાવી શકાય એમ નથી. તે અરૂપી સત્તા છે. તે પદાતીત છે. મહાનું યોગી આનંદઘનજીએ ગાયું છે : નિશાની કહા બતાઉં રે, વચન અગોચર રૂ૫, રૂપી કહું તો કહું નહીં રે બંધઈ કેસે અરૂપ... રૂપારૂપી કહું મેરે પ્યારે એસે ન સિદ્ધ અનૂપ..' આચારાંગ સૂત્રમાં આત્માની અમરતાના વિષયમાં કહેવાયું છે કે “આત્મા છેદતો નથી, ભેદતો નથી, સળગાવી શકાતો નથી કે મારી શકાતો નથી. For Private And Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૧૩૩ અર્થાત્ એ અદ્ય છે, અભેદ્ય છે, અદાહ્ય છે અને અહન્ય છે. જે આત્મદર્શી બને છે તે મૃત્યુથી મુક્ત થઈ જાય છે. (આચારાંગ - ૧/૩૨) આ રીતે શાસ્ત્રો આત્માના અસ્તિત્વને અને સ્વરૂપને સમજાવે છે. પરંતુ વિષય-કષાયના અગનગોળા ક્ષણ - બે ક્ષણમાં શાસ્ત્રસરંજામનો ખુરદો બોલાવી દે છે, વિષય-કષાયના તુંડમિજાજીમાંથી છૂટેલાં તીક્ષ્ય બાણ જ્યારે વિદ્વાનની છાતી ચીરી નાંખે છે ત્યારે શાસ્ત્રોનું કવચ પોકળ નીકળે છે. માટે અત્યાર સુધી કર્મો સામે ઝઝૂમવા માત્ર શાસ્ત્રો લઈને, એના જ વિશ્વાસે નીકળી પડીને, આપણે જિંદગી આખી પસ્તાવો રહે એવી થાપ ખાધી છે. એટલે મહોપાધ્યાય શ્રી યશોવિજયજી કહે છે : “શાસ્ત્રો તો તમને માત્ર દિશાજ્ઞાન જ આપશે.” વ્યાપાર સર્વશાસ્ત્રીનાં વિકમેવ દિ' આત્માનુભવમાં શાસ્ત્રોનું કોઈ પ્રયોજન રહેતું નથી. ત્યાં કોઈ વિકલ્પ નથી હોતા. ત્યાં માત્ર પ્રશમસુખનો જ અનુભવ હોય છે. સંસારસમુદ્રને તરી જવો છે? તો તે આત્માનુભવરૂપ લય જ તારી શકશે. 'पारं तु प्रापयत्येकोऽनुभवो भववारिधेः ।' એટલે હવે આત્માનુભવરૂપ પ્રકૃષ્ટ લય (પ્ર-લય) અંગે આવતા પત્રોમાં લખીશ. કુશળ રહો. તા. ૮-પ-૯૮ દગુખશ્નર S For Private And Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra 1 ) www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮ આત્માનુભવ : અહીં જ મોક્ષસુખ!. f પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન. તું સ્વસ્થ હશે. તારું અધ્યયન-પરિશીલન સારી રીતે ચાલતું હશે. ‘આત્માનુભવ’ અંગે હવે આપણી ચિંતન-યાત્રા શરૂ થાય છે. ‘જ્ઞાનસાર’માં આત્માનુભવ પર આખું એક અષ્ટક (પ્રકરણ) લખાયેલું છે. એના પહેલા જ શ્લોકમાં ‘અનુભવ'નું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. सन्ध्येव दिनरात्रिभ्यां केवलश्रुतयोः पृथक् । बुधैरनुभवो दृष्टः केवलार्कारुणोदयः । । સંધ્યા તમે જોઈ છે? સંધ્યાને શું તમે દિવસ કહેશો? ના. તો શું રાત્રિ કહેશો? ના. દિવસ અને રાતથી સંધ્યા જુદી છે. તેવી રીતે અનુભવ એ નથી શ્રુતજ્ઞાન કે નથી કેવળજ્ઞાન! શ્રુતજ્ઞાન અને કેવળજ્ઞાનથી ‘અનુભવ’ જુદો છે. હા, કેવળજ્ઞાનની વધુ નિકટ જરૂર છે. સૂર્યોદય પૂર્વે અરુણોદય થાય છે ને? બસ, અનુભવને આપણે કેવળજ્ઞાનરૂપ સૂર્યોદય પૂર્વેનો અરુણોદય કહી શકીએ. અર્થાત્ ત્યાં મતિજ્ઞાનાવરણના ક્ષોપશમથી ઉત્પન્ન થતા ચમત્કાર નથી, બુદ્ધિમતિની કલ્પનાસૃષ્ટિ નથી. અનુભવ, તર્કથી ખૂબ ઊંચી સપાટી પર છે. અનુભવ, શાસ્ત્રજ્ઞાનના ભાર નીચે દબાયેલો નથી અને અનુભવ બુદ્ધિ કે શાસ્ત્રથી સમજાય એવો પણ નથી. ચેતન, ‘અનુભવ’ની વાત કોઈને તર્કથી સમજાવવાની કોશિશ ન કરીશ. અનુભવ સમજાવવાનું તત્ત્વ જ નથી! અનુભવમાં તો જગતના પદાર્થો જેવા સ્વરૂપે છે, તેવા સ્વરૂપે છે, તેવા સ્વરૂપે જ્ઞાન થાય, જ્ઞાનમાં રાગ-દ્વેષ ન ભળે. આત્માથી ભિન્ન પદાર્થોમાં રમણતા ન હોય. એ યોગીને તો આત્મસ્વરૂપમાં જ રમણતા હોય. એનો દેહ આ દુનિયાની સ્થૂલ ભૂમિકા પર બેઠેલો હોય, પણ એનો આત્મા દુનિયાથી દૂર સૂક્ષ્માતિસૂક્ષ્મ ભૂમિકા પર આરૂઢ હોય. For Private And Personal Use Only ટૂંકમાં પણ ખૂબ ગંભીર શબ્દોમાં અનુભવી આત્માની સ્થિતિનું આ વર્ણન છે. આપણે સ્વરૂપમાં રમણતા નથી કરી શકતા, કારણ કે પરભાવની રમણતામાં ડૂબી ગયા છીએ. પરભાવમાં રમણતા, યથાર્થ વસ્તુસ્વરૂપના અજ્ઞાનને આભારી Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૧૩૫ છે. જેમ જેમ વસ્તુસ્વરૂપનું અજ્ઞાન દૂર થતું જાય તેમ તેમ આત્મરમણતા આવતી જવાની, અને પરભાવમાં ભટકવાનું ઓછું થતું જવાનું. “અનુભવ” તરફની ઊર્ધ્વગામી ગતિ આરંભાશે, એ શાશ્વતું, પરમજ્યોતિમાં ભળી જવાની ઊંડી તત્પરતા પ્રગટ થશે ત્યારે જીવનની જડતાને ભેદી અનુભવના આનંદને વરવાનું અપ્રતિમ સાહસ પ્રગટી જશે. ત્યારે અજ્ઞાનના ઓથાર નીચે ભીંસાતી ચેતના જ્ઞાનજ્યોતિનાં કિરણનો પ્રસાદ પ્રાપ્ત કરી પરમ તૃપ્તિ અનુભવશે. ચેતન, શુદ્ધ બ્રહ્મને, વિશુદ્ધ આત્માને જાણવાનું ગજું ઇન્દ્રિયોનું નથી. કોઈપણ આવરણ વિનાના વિશુદ્ધ આત્માનો અનુભવ કરવાની શક્તિ બિચારી ઇન્દ્રિયોમાં ક્યાંથી હોય? અર્થાત્ કાન એ શુદ્ધ બ્રહ્મનો ધ્વનિ સાંભળી ન શકે, આંખો શુદ્ધ બ્રહ્મને નિહાળી ન શકે, નાક એને સુંઘી ન શકે, જીભ એને ચાખી ન શકે અને ચામડી એને સ્પર્શી ન શકે. ભલે શાસ્ત્રોની યુક્તિઓ-તર્કો આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરી દે, ભલે બુદ્ધિની કુશાગ્રતા નાસ્તિકોનાં હૈયાંમાં આત્માની સિદ્ધિ સ્થાપિત કરી દે, પરંતુ આત્માને જાણવો, એ શાસ્ત્રોના ગજા બહારની વાત છે, બુદ્ધિની મર્યાદા બહારની વાત છે. આત્માને જાણી શકાય વિશુદ્ધ અનુભવથી! આત્માને ઓળખાય ઇન્દ્રિયોના ઉન્માદને શાન્ત કરીને! આત્માને પામી શકાય યુક્તિઓ અને શાસ્ત્રોથી પર બનીને! આત્માનુભવ પામવા માટે જો તારો દઢ સંકલ્પ હોય તો તારે ઇન્દ્રિયોના ઘોંઘાટને શાંત કરવો જોઈએ. કોઈપણ ઇન્દ્રિયોનો હસ્તક્ષેપ ન થવા દેવો જોઈએ. શબ્દ-રૂપ-રસ-ગંધ-સ્પર્શની દુનિયામાંથી મનને દૂરના પ્રદેશમાં લઈ જવું જોઈએ. ત્યારે આત્માનુભવની ભૂમિકા સર્જાય. આત્માને જાણવા સિવાય બીજું કંઈ જ જાણવાની કામના ન જોઈએ. આત્માને ઓળખવા સિવાય બીજું કંઈ જ ઓળખવાની જિજ્ઞાસા ન જોઈએ. આત્માને મેળવવા સિવાય બીજું કંઈ મેળવવાની તમન્ના ન જોઈએ. જ્યાં સુધી આ કક્ષા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આત્માનુભવની પાવન ક્ષણ પામી શકાય નહીં. આત્માનુભવ કરવા માટે આ પ્રકારનું આંતરિક પરિવર્તન કર્યા સિવાય બીજો કોઈ માર્ગ નથી. આત્માનુભવની વાતો કરવા માત્રથી કાર્યસિદ્ધિ થતી નથી. આવશ્યક્તા છે અંતરંગ સાધનાની. તે માટે જરૂર પડે તો પહાડોની ગુફામાં પણ જાઓ. કોઈ નીરવ સરયૂ-તટ ઉપર જાઓ કે કોઈ પવિત્ર એકાંત સ્થાનમાં જાઓ. આવશ્યકતા છે. શાસ્ત્રોના વિવાદથી પર થવાની અને તર્કવિતર્કના વિષમ વમળોમાંથી બહાર નીકળી જવાની. આત્માનુભવ કરવા માટે આત્માનુભવી મહાત્માઓના પરિચયમાં રહેવું For Private And Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૩. આત્માનુભવ : અહીં જ મોક્ષસુખ જોઈએ. તમારી આજુબાજુની દુનિયા જ બદલાઈ જવી જોઈએ. આત્મધ્યાનમાં લીન બનવાનો પ્રયત્ન શરૂ થઈ જવો જોઈએ. બીજી બધી ઇચ્છાઓ, કામનાઓ અને અભિલાષાઓને દફનાવી દેવી જોઈએ. આ રીતે કરેલો આત્માનુભવ સંસારસાગરનો પાર પમાડે છે. આવા આત્માનુભવને ‘લય’ કહેવાય છે, પ્રલય કહેવાય છે. આચારાંગ સૂત્રમાં કહ્યું છે : - હે આર્ય, તું આશા, આકાંક્ષા અને સ્વચ્છંદતાને છોડી દે. (૪ કä વિવિ થી) - હે આર્ય, વિષયાસક્તિરૂપ ભાવસ્ત્રોતને છિન્નભિન્ન કરી નાંખ. (છિદ્દિન સોય - હે માહ! તું અનન્ય અર્થાત્ “સ્વ”માં રમણતા કર. (अणण्णं चर माहण) તાત્પર્ય એ છે કે આત્માનુભવની આંતરિક સ્થિતિ સાવ બદલાઈ જતી હોય છે. એને વિષયો વિષના પ્યાલા લાગે છે! यस्य ज्ञानसुधासिन्धौ परब्रह्मणि मग्नता । विषयान्तरसंचारस्तस्य हालाहलोपमः ।। (જ્ઞાનાસાર / મનિતા-૨) જ્ઞાનામૃતના સમુદ્રમાં પરમબ્રહ્મમાં જે મહાત્મા તલ્લીન હોય છે તેને વૈષયિક પ્રવૃત્તિ ઝેર જેવી લાગે છે. પુગલનાં આકર્ષક રૂપ તેને આકર્ષી શકતાં નથી. પુદ્ગલના મોહક રસ તેને લાલસાવશ કરી શકતા નથી, પુદ્ગલના મુલાયમ સ્પર્શ તેના આત્મપ્રદેશોમાં ઝણઝણાટી જન્માવી શકતા નથી. પુદ્ગલની ભરપૂર સુગંધ તેને આનંદિત કરી શકતી નથી. પુગલના મધુર સૂર તેને હર્ષઘેલો બનાવી શકતા નથી. કદાચ ક્યારેક એ રૂપ, રસ, ગંધ, સ્પર્શ કે શબ્દ એની ભીતરમાં આવી જાય તો તેને લાગે કે કોઈ ઝેરીલો સાપ ઘરમાં આવી ગયો! તેને જરાય ન ગમે.... વિષય વિષસમા લાગે. વિશુદ્ધ આત્માનુભવમાં, પરબ્રહ્મમાં મગ્ન થયેલા યોગીને પૌલિક વાર્તાઓ નિરસ લાગે છે! 'परब्रह्मणि मग्नस्य श्लथा पौद्गलिकी कथा।' (જ્ઞાનસાર) For Private And Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય આવો યોગી પુરુષ સ્વભાવસુખમાં નિમગ્ન હોય છે. સમગ્ર જગતને રાગદ્વેષ વિના જોયા કરે છે. એનામાં આત્માથી ભિન્ન એવા કોઈ ભાવનું કર્તૃત્વ હોતું નથી, માત્ર સાક્ષીભાવ જ રહે છે. स्वभावसुखमग्नस्य जगत्तत्त्वावलोकिनः । कर्तृत्वं नान्यभावानां साक्षित्वमवशिष्यते । । 66. (જ્ઞાનસાર) આમ વિચારવાનું- ‘હું તો મારા શુદ્ધ ગુણ-પર્યાયનો કર્તા છું. પરપુદ્ગલનો કે પરચૈતન્યના ગુણપર્યાયનો હું કર્તા નથી. તેમાં તો હું સાક્ષી-નિમિત્ત માત્ર છું. જ્ઞાતા અને દ્રષ્ટા છું. સર્વ દ્રવ્યો સ્વ-સ્વ પરિણામના ર્તા છે. પ૨પરિણામનો હું કર્તા નથી.' આવા આત્માનુભવમાં ૨મમાણ યોગી પુરુષોનું જે સુખ હોય છે, એમનો જે ચિદાનંદ હોય છે... એમની જે આંતર પ્રસન્નતા-પ્રશમસુખ હોય છે તેને શબ્દોમાં કહી શકાય નહીં, વાણી એનું વર્ણન ક૨વા સમર્થ નથી હોતી. એ સુખની આ દુનિયામાં કોઈ ઉપમા મળતી નથી! એ સુખ તો માત્ર અનુભવનો જ વિષય છે! ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ ગાયું છે : जिन ही पाया तिन ही छिपाया, न कहे कोउ के कान में, ताली लागी जब अनुभव की, तब समझे कोई सानमें... ક્રમ મન મયં પ્રમુ-ધ્યાન મેં.. અનુભવની, આત્માનુભવની તાલી લાગી જાય, લય જામી જાય, પ્રલય થઈ જાય ત્યારે જ પેલું ‘સુખ’ સમજાય, એ સુખ તો જે પામે તે જ જાણે! એ સુખની વાત કોઈના કાનમાં કહેવાની વાત જ નથી! વિશુદ્ધ આત્માનુભવનો પ્રકૃષ્ટ લય (પ્ર-લય) પ્રગટે એટલે પ્રકૃષ્ટ સુખ અનુભવાય. ‘પ્રશમરતિ'માં આ વાત આ રીતે કહેવાઈ છે : For Private And Personal Use Only स्वर्गसुखानि परोक्षाण्यत्यन्तपरोक्षमेव मोक्षसुखम् प्रत्यक्षं प्रशमसुखं न परवशं न व्ययप्राप्तम् ।।२३७।। સ્વર્ગનાં સુખો પરોક્ષ છે. આ માનવજીવન માટે તો પરોક્ષ જ છે. એ સુખો મળે ત્યારે ખરાં! અને મોક્ષસુખ તો વળી ખૂબ દૂરદૂરનાં સુખ છે. એ સુખ મળે ત્યારે ખરાં. વર્તમાન જીવનમાં સુખ જોઈએ ને? શું એ સ્વર્ગનાં અને મોક્ષનાં Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૮ આત્માનુભવ: અહીં જ મોક્ષસુખી સુખોની આશામાં ને આશામાં અત્યારે દુ:ખી જીવન જીવવાનું? ના, દુઃખી જીવન જીવવાની જરૂર નથી. વર્તમાન જીવનમાં પણ સાચું સુખ પામી શકાય છે. - જે સુખ પરાધીન હોય તે સાચું સુખ ન કહેવાય. - જે સુખ વિનાશી હોય તે સાચું સુખ ન કહેવાય. - એવું એક ઉત્તમ-શ્રેષ્ઠ સુખ છે કે જે પરાધીન નથી અને વિનાશી નથી, એ સુખનું નામ છે પ્રશમસુખ! એ સુખનું નામ છે પ્રશમરતિ! જે આત્માઓ - મહાત્માઓ પાસે આ પ્રશમસુખ છે, તેઓને સ્વર્ગનાં સુખોની ઇચ્છા નથી હોતી, કે મોક્ષસુખની પણ સ્પૃહી નથી હોતી! તેઓ મોક્ષની પણ ઇચ્છા નથી કરતા. આ પ્રશમસુખ મેળવવા માણસે કોઈની ગુલામી કરવાની નથી. અંતરાત્મામાંથી જ એ સુખ મળે છે. આત્માનુભવમાં જ આ સુખ પ્રગટે છે. એ સુખનો અનુભવ કરવા માટે ઇન્દ્રિયોની પરવશતા રહેલી નથી. આત્માનું સુખ આત્માથી આત્માએ અનુભવવાનું છે. તમે ગમે તેટલું પ્રશમસુખ ભોગવો, એ ક્યારેય ખૂટી જવાનું નથી. આ સુખ તો વર્ધમાન હોય છે... વધતું જ જાય છે. આ પ્રશમસુખમાં નિમગ્ન આત્મા મોક્ષસુખની અનુભૂતિ કરતો હોય છે. પરંતુ આ પ્રશમસુખની નિમગ્નતા પામવી સહેલી વાત નથી. એના માટે પાંચ વાતો મનુષ્યના જીવનમાં વણાઈ જવી જોઈએ .* ૧. માનવાસના અને કામવાસના પર વિજય મેળવો. ૨. ઈર્ષા, દ્રોહ, મત્સર, અભિમાન... આ બધા મનોવિકારો દૂર કરો. ૩. વચન-વિકારો દૂર કરો. વાણી સત્ય, કોમળ, મધુર અને કરુણાપૂર્ણ જોઈએ. ૪. કાયાના વિકારો ત્યજી દો. તીવ્રતાથી ચાલવું, દોડવું, કૂદવું, ફરવું બંધ કરો. ૫. પારકી આશાઓ ત્યજી દો. અનુકૂળતાઓની આશા ન રાખો અને કરેલા પરોપકારોના બદલાની આશા ન રાખો. આ પાંચ વાતો જીવનમાં વણાઈ ગઈ એટલે અહીં જ મોક્ષ મળી ગયો એમ માનજો... પછી લોકાંતે રહેલો મોક્ષ નજીક આવી જશે. કુશળ રહો. તા. ૯-પ-૯૮ ૧દગુપ્તસૂરિ * निर्जितमदमदनानां, वाक्काय-मनोविकाररहितानाम्, विनिवृतपराशानाम्, इहवै मोक्षः सुविहितानाम् । - प्रशमरति For Private And Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir HE ૨૯.બહાદશાનાં વાર લક્ષણોનું છે? પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન, તાર પત્ર મળ્યો. આત્માનુભવની વાત, મોક્ષસુખરૂપ પ્રશમસુખની પ્રાપ્તિની વાતો તને ભારે લાગી! ખરેખર ભારે છે... કેવી ભારે છે, તે સમજાવવા તને એક વાર્તા કહું છું. એક શિકારી હતો. સરોવરના કાંઠે પક્ષીઓના શિકાર માટે બેઠો હતો. ત્યાં એણે એક મોટા પક્ષીનો સરોવરમાં પડછાયો જોયો. તેણે આકાશમાં નજર કરી, તો કશું દેખાયું નહીં. કારણ કે પક્ષી દૂર નીકળી ગયું હતું. આખો દિવસ એણે રાહ જોઈ પણ પક્ષી દેખાયું નહીં. રાત્રે એણે પોતાના મિત્રને કહ્યું : આજે મેં એક અદ્ભુત પક્ષીનો પડછાયો જોયો. રૂપેરી પાંખો ભૂરા આકાશમાં ફફડાવતું એ શ્વેત પક્ષી મારે ગમે તેમ કરીને જોવું છે. મિત્રને હસવું આવ્યું. શિકારીએ તો બેચેન બનીને શ્વેત પક્ષીની શોધ શરૂ કરી દીધી. દિવસો સુધી એ જંગલોમાં રખડતો-૨ઝળતો રહ્યો. સરોવરના કાંઠે ભમતો રહ્યો. એક દિવસ થાકીને લોથપોથ થઈને જંગલમાં પડ્યો હતો અને આંસુ સારતો હતો, ત્યાં એક વૃદ્ધ માણસને એણે પોતાની પાસે ઊભેલો જોયો. શિકારીએ પૂછ્યું : “તું કોણ છે?' હું ડહાપણ છું. કેટલાક લોકો મને જ્ઞાન કહે છે. જીવનભર હું આ ખીણમાં જ જંગલમાં રહ્યો છું. પરંતુ જ્યાં સુધી આંસુ વડે પોતાની આંખ ન ધૂએ ત્યાં સુધી કોઈ માણસ મને જોઈ ન શકે. હું આવા લોકો સાથે જ વાત કરું છું.” શિકારીએ આશાભર્યા સ્વરે એ વૃદ્ધને કહ્યું : “તમે મને શ્વેત પંખી ક્યાં મળે તે જણાવશો?’ વૃદ્ધ માણસે સ્મિત વેર્યું અને કહ્યું : “એ પક્ષીનું નામ “આત્મજ્ઞાન' છે, ચિદાનંદ પણ કહે છે. તને એ અહીં નહીં મળે કારણ કે હજી તેં પૂરતું કષ્ટ વેડ્યું નથી.” આટલું કહી, એ વૃદ્ધ માણસ ચાલ્યો ગયો. શિકારીની યાતનાનો પાર ન રહ્યો. એક દિવસ ફરીથી પેલો વૃદ્ધ માણસ દેખાયો. એણે શિકારીને કહ્યું : “શ્વેત પંખી તો આકરા તડકાનું રણ વટાવ્યા For Private And Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ५४० બ્રહ્મદશાનાં ચાર લક્ષણો પછી આવેલા ખડકાળ ડુંગરાઓમાં પહોંચ્યું છે. અહીં આ વહેમ અને અંધશ્રદ્ધાની ખીણમાં તને એ પંખી નહીં મળે. તારે આ ખીણ કાયમ માટે છોડીને ડુંગરો પર ચડવું પડશે, પણ યાદ રાખજે કે જેઓ એ ડુંગર પર ગયા છે તે પાછા નથી આવ્યા.” પોતાના જ પગલે પગલે કેડી કંડારતો શિકારી આગળ વધે છે. સીધાં ચઢાણ શરૂ થાય છે. દિવસો ઘણા વીતે જાય છે. ચઢાણ ખૂબ આકરાં આવતાં જાય છે. હવે એક-એક પગલું શિકારીને હંફાવનારું બની ગયું. એટલામાં એની નજરે થોડાંક સફેદ હાડકાં પડેલાં જોયા. આ પૂર્વે શ્વેત પંખીની શોધમાં અહીં આવેલા પુરુષોનાં એ હાડકાં હતાં. ત્યાં તો વચ્ચે એક દીવાલ આવી. શિકારીએ પથ્થરો ગોઠવીને સીડી બનાવી અને દીવાલ ઓળંગી દીધી. પરંતુ ત્યાં તો બીજાં શિખરો નજરે પડ્યાં. એક શિખરની ટોચ પર એ માંડ પહોંચે, ત્યાં નવું શિખર દેખાય. એ તો ઉપર ને ઉપર ચઢતો જ ગયો. એક દિવસ એ સાવ ઢગલો થઈને જમીન પર ઢળી પડ્યો. રાત પડવા આવી. આછા અજવાળામાં ખડકોની ઓથે છુપાયેલા કેટલાક અજાણ્યા માણસોએ એને અટ્ટહાસ્ય કરીને ચેતવ્યો – “અહીં અટકી જા. તારા વાળ ધોળા થઈ ગયા છે. હવે જે ચઢાણ છે તે તારું છેલ્લું ચઢાણ છે. તે પછી વધારે નહીં ચઢી શકે. તારા હાથ ધ્રુજી રહ્યા છે અને પગ બેવડ વળી ગયા છે. હજી પાછો વળી જા.” આ લોકોના અટ્ટહાસ્યથી શિકારીનું મન રડી પડ્યું. એની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વહેવા લાગ્યા. અને લાગ્યું કે હવે કદાચ શ્વેત પક્ષી વાદળોમાંથી ઊતરીને પાસે આવે તોય પોતે એને ભાળી નહીં શકે, કારણ કે મૃત્યુનું ધુમ્મસ એની આંખોમાં અંજાઈ ગયું હતું. એને લાગ્યું કે હવે એ થોડીક જ ક્ષણોનો મહેમાન છે! એટલામાં જ, થીજી ગયેલી હવાને ચીરીને આકાશમાંથી શ્વેત પક્ષી પડતું પડતું નીચે આવ્યું. મરવા પડેલા શિકારીની છાતી પર અત્યંત કોમળ અને અત્યંત હળવું એ શ્વેત પક્ષી બેઠું.. શિકારીએ એને હાથમાં લીધું, જોયું ને એનું પ્રાણપંખેરું ઊડી ગયું. - સાધનાપથ સ્વભાવે આકરો છે. રહસ્યવાદ(વિશુદ્ધ આત્માનુભવ)માં પ્રગટ થતું અપરિચયનું સૌન્દર્ય સાધનાના આકરાપણાને પણ આનંદપર્યવસાયી બનાવે છે. ભીતરની પ્રસન્નતા ચહેરા પર સ્મિત દ્વારા પ્રગટે ત્યારે જાણવું કે કશુંક અંદર ખીલ્યું છે! For Private And Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૧ લય-વિલય-પ્રલય શ્વેત પક્ષી એટલે વિશુદ્ધ આત્માનુભવ! એને જોવા માટે, એને મેળવવા માટે ઘોર પુરુષાર્થ કરવો પડે. વીરતાપૂર્વક ઝઝૂમવું પડે. કષ્ટો, વિનો... આપત્તિઓના પહાડો ઓળંગવા પડે. આ બધું કરવામાં શરીર વૃદ્ધ પણ થઈ જાય, છતાં એની વીરતા, એની સાત્વિકતા એને પાછા ફરવા ન દે! ભલે મોતને ભેટવું પડે પણ લક્ષ્યને પાર પાડ્યા વિના ન જંપે! છેવટે મરણાસન્ન શિકારીના શરીર પર પેલું શ્વેત પક્ષી આવીને બેઠું! શિકારીનું ત્યારનું સુખ કેવું હશે? જિન હી પાયા તિન હી છિપાયા, ન કહે કોઈ કે કાનમાં!' અવર્ણનીય, શબ્દાતીત એ સુખ મોક્ષસુખનું સેંપલ જ સમજો! 0 0 0. હવે આપણે એ પરમતત્ત્વ કે જે વિશુદ્ધ આત્મા છે. તે અંગે વિશેષ ચિંતન કરીએ. એક ઋષિ કહે છે : એ પરમતત્ત્વ સર્વવ્યાપી છે, પ્રકાશિત છે, અશરીરી છે. ક્ષતિ વગરનું, શિષ્ટાઓ વગરનું શુદ્ધ, નિષ્પાપ છે. એ કવિ છે, મનીષી છે. સર્વવ્યાપી છે, સ્વયંભૂ છે. અને શાશ્વતું કાળમાટે સર્વ પદાર્થોનું યથાર્થ અવલોકન કરનારું છે. આમાં પ્રયોજાયેલો પ્રત્યેક શબ્દ બીજરૂપ છે. શબ્દો ટૂંકમાં બહુ મોટી વાત કહી દે છે. આમાં કવિતાનું લાઘવ છે અને શબ્દબ્રહ્મનો અનર્મલ વૈભવ છે. કષિ પોતાના અંતર્બોધને આપણી સમક્ષ એવી રીતે પ્રગટ કરે છે કે જાણે દૂરથી દીવો ધરીને આપણને દિશા બતાવી રહ્યા છે. એ દીવો દિશા જરૂર બતાવે, પરંતુ એના ભણી ચાલતી વખતે સાધનાપથ પર તો આપણા આંતરદીપની જ જરૂર પડવાની. મુનિની બ્રહ્મદશાનાં ચાર લક્ષણો વૈદિક ધર્મમાં બતાવેલાં છે : For Private And Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૨ બ્રહ્મદશાનાં ચાર લક્ષણો ૧. કવિ ૨. મનીષી ૩. પરિભૂ અને ૪. સ્વયંભૂ. - કવિ તે કે જે બ્રહ્મમાં રહેલી સુંદરતા અને સુખને આત્મસાત્ કરે. - મનીષી એ કે જે સ્થિતપ્રજ્ઞ બની, બ્રહ્મદશા પામવા મથે. - પરિભૂઃ તે કે જે સત્યનું સર્વદેશીય તથા વ્યાપક દર્શન પામવા મથે. - સ્વયંભૂઃ તે કે જે અંદરથી પ્રાપ્ત થયેલી આત્મપ્રતીતિ(અન્તર્બોધ)નો બીજામાં વિનિયોગ કરે. પરમ બ્રહ્મમાં નિમગ્ન એવા એક સાધુ-કવિ જ્ઞાનભૂષણે ગાયું છે : निर्द्रव्यं स्ववशं निजस्थमभयं नित्यं निरीहं शुभं, निर्द्वन्द्वं निरूपद्रवं निरूपमं निबंधमूहातिगम्। उत्कृष्टं शिवहेत्वदोषममलं यद् दुर्लभं केवलं, स्वात्मोत्थं सुखमीदृशं च खभवं तस्माद्विरूद्धंभवेत् ।। - તત્ત્વજ્ઞાનતરંજિળી-૧૭ર બ્રહ્મના સુખની સુંદરતા અને શ્રેષ્ઠતાનું સ-રસ વર્ણન આ શ્લોકમાં કરવામાં આવ્યું છે. ઇન્દ્રિયજન્ય સુખો કરતાં બ્રહ્મનું સુખ કેવું ચઢિયાતું છે, તે સ્પષ્ટતાથી સમજાવ્યું છે. ૧, ઇન્દ્રિયજન્ય સુખ પરદ્રવ્યસાપેક્ષ ૧. આત્મિક સુખ પારદ્રવ્ય-નિરપેક્ષ હોય છે. હોય છે, સ્વાધીન હોય છે. ૨. ઇન્દ્રિયસુખ ઇન્દ્રિયોને પરાધીન ૨. આત્મિક સુખ આત્માને જ આધીન હોય છે. હોવાથી સ્વવશ છે. ૩. ઇન્દ્રિયસુખ પરપદાર્થોમાં રહેલું છે. ૩. આત્મસુખ નિક-રૂપમાં રહેલું છે. ૪. ઇન્દ્રિયસુખ ભયયુક્ત છે. ૪. આત્મસુખ અભય છે. ૫. ઇન્દ્રિયસુખ વિનાશી છે. ૫. આત્મસુખ નિત્ય છે. ૭. ઇન્દ્રિયસુખ તૃષ્ણા વધારે છે. ૬. આત્મસુખમાં પરમતૃપ્તિ થાય છે. ૭. ઇન્દ્રિયસુખ પરિણામે દુઃખરૂપ ૭. આત્મસુખ પરમ શ્રેયકારી હોવાથી હોવાથી અશુભ છે. શુભ, મંગલકારી, કલ્યાણકારી છે. ૮. ઇન્દ્રિયસુખ રાગ-દ્વેષાદિ અનેક ૮, આત્મસુખ નિર્બદ્ધ છે. દ્વન્દ્રવાળું છે. For Private And Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૩ છે. લય-વિલય-પ્રલય ૯. ઇન્દ્રિયસુખો વિનોથી અને ૯. આત્મિક સુખ નિરુપદ્રવી છે. ઉપદ્રવોથી ભરેલાં છે. ૧૦. ઇન્દ્રિયસુખોને ઉપમાઓ આપી ૧૦. આત્મસુખ અનુપમ-નિરૂપમ છે. શકાય છે. ૧૧. આત્મિક સુખ કર્મબંધરહિત છે, તેથી નિબંધ છે. મોક્ષનું કારણ છે. ૧૧. ઇન્દ્રિયસુખોમાં આસક્તિથી ૧૨. આત્મસુખ - અતીન્દ્રિય હોવાથી કર્મબંધ અને ભવભ્રમણ છે. તર્કનો વિષય નથી. અનુભવગમ્ય ૧૨. ઇન્દ્રિયસુખ તર્ક બુદ્ધિથી સમજાવી શકાય છે. ૧૩. આત્મસુખ સર્વોત્તમ છે. ૧૩. ઇન્દ્રિયસુખો તુચ્છ છે. ૧૪. આત્મસુખ મોક્ષનું કારણ છે. ૧૪, ઇન્દ્રિયસુખો સંસારવર્ધક છે. ૧૫. આત્મસુખ નિર્દોષ છે. ૧૫. ઇન્દ્રિસુખમાં અનેક દોષો રહેલા ૧૬. આત્મસુખમાં નિર્મળતા, પવિત્રતા ૧૩. ઇન્દ્રિયસુખોમાં મલિનતા છે. છે. ૧૭. ઇન્દ્રિયસુખ જગતમાં સહુને ૧૭. આત્મસુખ અત્યંત દુર્લભ છે. સુલભ છે. [‘જી છે. આ પ્રમાણે ઇન્દ્રિયજન્ય સુખો, વૈષયિક સુખો દુઃખનાં જ રૂપાન્તર છે! માટે સાધકે એ સુખોની ઇચ્છા, તૃષ્ણા ત્યજીને આત્મસુખ-પ્રશમસુખ કે જે વાસ્તવિક સુખ છે, તેમાં રુચિ-પ્રીતિ અને પુરુષાર્થ કરવાં જોઈએ. કે પરમબ્રહ્મનું, વિશુદ્ધ આત્માનું અતીન્દ્રિય સુખ સમજવું અને માનવું (શ્રદ્ધા થવી) પણ ઘણું મુશ્કેલ છે. કોઈ મહાનું પુણ્યનો ઉદય થાય અને આત્માનુભવી જ્ઞાની પુરુષનો સમાગમ થાય.... અને એમના પ્રભાવથી આત્મસુખની રુચિ જાગે તો એ દિશામાં ચરણ વળે. બ્રહ્મદશાપ્રાપ્ત કવિના કાવ્ય પર થોડી વિચારણા કરી. હવે મનીષી' અંગે પછીના પત્રમાં લખીશ. કુશળ રહે. તા. ૧૦-પ-૯૮ Chદગુપ્તસૂરિ For Private And Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 30. જીવનમુક્તની સાત ભૂમિકા - • - - -- --* પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન. ગયા પત્રમાં બ્રહ્મદશાનું પહેલું લક્ષણ બતાવ્યું. આજે બીજું લક્ષણ “મનીષી’ અંગે લખું છું. જે મન પર કાબૂ ધરાવે તે મનીષી. આપણા ઉપર મન શાસન કરે છે, મનીષી મન પર શાસન કરે છે. મનને કાબૂમાં રાખવું એટલે જેમ કૂતરાને કે ઘોડાને કાબૂમાં રખાય તેમ મનને કાબૂમાં રખાય ખરું? ના. બળજબરીથી, પરાણે મનને કાબૂમાં રાખવા જતાં ઘણાં નુકસાન થાય છે. એટલે મનીષી લગામ દ્વારા મન પર કાબૂ નથી મેળવતા, પરંતુ મનની કામનાઓને આત્મભાવમાં ઓગાળીને મેળવે છે. મનુષ્ય મનપ્રધાન છે, એ મનુષ્ય જ્યારે, આત્મપ્રઘાન બને ત્યારે તે મનીષી બને છે. ખરેખર તો મન પર શાસન કરવાની રીત આત્મભાવમાં ડૂબેલા રહેવાની છે. એટલે આત્મભાવ કેળવાય નહીં ત્યાં સુધી મનના ઉધામા શાંત પડતા નથી. મહાભારતમાં મહાત્મા વિદુરનું એક પાત્ર છે. વિદુર મનીષી છે. તેથી એ જે કંઈ વિચારે છે તેમાં પરિશુદ્ધ ન્યાયબુદ્ધિ હોય છે. વિદુરના અભિપ્રાયને ધૃતરાષ્ટ્ર, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, ભીષ્મપિતામહ અને શ્રીકૃષ્ણ પણ આદરપૂર્વક સાંભળે છે. આમ, જે મહાજ્ઞાની હોય તેનું નામ વિદુર! પાણિનીએ પોતાના સંસ્કૃત વ્યાકરણમાં સ્વતંત્ર સૂત્ર બનાવ્યું છે : “થા વિરમદુરી' વિદુર અને ભિદુર – આ બે ખાસ શબ્દો છે. ભિદુર એટલે પ્રખર ભેદન કરનાર. એ ભેદબુદ્ધિને વટાવીને અભેદ-એકતાનું-પૂર્ણતાનું દર્શન કરે આ રીતે જો વિદુરને મનીષી કહેવાય (બ્રહ્મદશા નહીં) તો કેટલાક વૈજ્ઞાનિકોને પણ મનીષી કહી શકાય. તેઓ વિદુર હોય છે. તેઓ પોતાની ગવેષણામાં ડૂબકી મારીને “ભિદુર” પણ બની શકે છે. મહાન વૈજ્ઞાનિક આઇનસ્ટાઇનના જીવનનાં છેલ્લાં વર્ષોમાં લગભગ આવું બન્યું હતું. તે ગ્રીક તત્ત્વજ્ઞાનનો ગ્રંથ વાંચી રહ્યો હતો, તે જોઈને એના મિત્ર ટુસ્સીએ ટકોર કરી : “અરે, પ્રોફેસર, For Private And Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૧૪૫ તમે પણ ગ્રીક તત્ત્વજ્ઞાનના રવાડે ચઢી ગયા?' આઇનસ્ટાઇને કહ્યું : “મને લાગે છે કે મારાં ઘણાં વર્ષો ‘કડ' (ત)ના બદલે “કદ' (પદાર્થ) પાછળ વીતી ગયાં!' આજે દુનિયામાં એવા અનેક ટોચના વૈજ્ઞાનિકો છે કે જેઓ પોતાના ક્ષેત્રની ઊંડી ગવેષણાને અંતે લગભગ ભક્તની માફક ભીના બનીને સૃષ્ટિમાં રહેલી પરમ રહસ્યમય એક્તાના અણસારા પામી રહ્યા છે. આ તો એક પ્રાસંગિક વાત કહી, આ કોઈ બ્રહ્મદશાપ્રાપ્ત મનીષીની વાત નથી... આ માત્ર “વિદુર” અને “ભિદુર ની વાત છે. હવે બ્રહ્મદશાપ્રાપ્ત સાધકનું ત્રીજું લક્ષણ છે “પરિમૂE' – એની થોડી વિચારણા કરી લઈએ. શરીર બ્રહ્મનું કેદખાનું મટીને એની ચેતના જ્યોતનો દીવો બની રહે છે. અંધારું ગમે તેટલું હોય, દીવાની જ્યોત એનો સ્વીકાર કરતી નથી. દીવો જ્યોતનું કેદખાનું નથી બનતો પરંતુ જ્યોતનું નિમિત્ત બને છે. જ્યોત (આત્મજ્યોત) સ્વભાવે જ પરિભૂ: છે. સર્વદેશીય છે. આવો સાધક “નાગડું ન મન’ હું ન રહે, મારું ન રહે, ત્યારે રિમૂર બને છે. “હું” અને “મારું” કાયમ રહે તેને પરિપૂર અવસ્થા પ્રાપ્ત નથી થતી. રમૂદ નો બીજો અર્થ જૈનદર્શનની અનેકાન્ત દૃષ્ટિથી કરી શકાય. સત્યના આયામો અનેક છે. એટલે એની ગવેષણા અપેક્ષાઓની દૃષ્ટિથી કરવી પડે. સાધકનું એકાંગી દર્શન કામ ન લાગે. પરબ્રહ્મને, પરમસત્યને ચારે કોરથી અવલોકવા અનેકાષ્ટિ જોઈએ અને પરિમૂઃ એટલે ચારે કોર (પરિઇસમન્તાત્) વ્યાપવાનું છે. સંકુચિત સ્વાર્થ, મોહ, અને મનની મર્યાદાઓમાં અટવાતા ધૃતરાષ્ટ્ર અને અમર્યાદ પ્રેમ, કરુણા અને સ્થિતપ્રજ્ઞતાસમાં શ્રીકૃષ્ણ આ બે વચ્ચે આપણે પસંદગી કરવાની છે. ઋષિ આપણને કહે છે, કરુણાપૂર્વક જગાડીને કહે છે : તારે આજે નહીં તો કાલે બ્રહ્મદશાની ચાર દશા પામવાની છે. હવે ચોથા લક્ષણ “સ્વયંભૂની વિચારણા કરીએ. “સ્વયંભૂનો સાદો સીધો અર્થ થાય “આપમેળે ઉત્પન્ન થનાર.' પરંતુ આ જ અર્થના તાત્પર્યને સમજવા પ્રયત્ન કરીએ. સ્વયંભૂ એટલે સાધકની ભીતર પ્રગટતો બોધ, સહજ બોધ. આ અન્તર્બોધ એક અનુભૂતિ છે. આ અનુભૂતિ મનની પરમ વિશુદ્ધ અવસ્થામાં ઘટતી અનુભૂતિ છે. બુદ્ધિથી પર હોય છે આ અનુભૂતિ. For Private And Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનમુક્તની સાત ભૂમિકા ક્રિીટજોફ કાપ્રા નામનો ચિંતક કહે છે : Absolute knowledge is an entirely non-intellectual experience of reality arising in a non-ordinary state of Consciousness. (all તાઓ ઑફ ફિઝિક્સ), વાત એમ છે કે મનુષ્ય આપમેળે પ્રગટતો કે ઉત્પન્ન થતો નથી, એની ભીતર જે ઊગે છે તે સ્વયંભૂ કે સ્વયહૂર્ત હોય છે. હેન્રી બર્ગમાં કહે છે કે સતત પરિવર્તનશીલ એવી વાસ્તવિકતાની સમુચિત ઓળખ માટે કેવળ બુદ્ધિ પૂરતી નથી, એ માટે અન્તર્બોધ જોઈએ અન્તર્બોધ એટલે વાસ્તવિકતા કે પરિવર્તનશીલતાના હાર્દમાં પહોંચવાની શક્તિ. Golzi se ig : The Only way to know reality is through intuition. કશુંક અંદરથી ઊગે ત્યારે માણસ જાણે થોડીક પળો માટે અધ્ધર થઈ જાય છે! ક્યારેક અંદરથી સંકલ્પ સ્ફરે છે, ક્યારેક વિચાર સ્ફરે છે, ક્યારેક નિર્ણય જડે છે. ક્યારેક ઉકેલ જડે છે. માર્ગ મળી આવે છે. પંક્તિઓ ફૂટે છે, પ્રતિમા ઊપસી આવે છે અને કલ્પનાઓ પાંગરે છે. આવી પળો દોહ્યલી ગણાય. આ એવી પળો છે કે દિવ્યતાથી મઢેલી હોય છે. પ્રત્યેક માણસને આવી મૂલ્યવાન પળો ઓચિંતી મળી જાય છે! પરંતુ બહુ ઓછા માણસો આવી સુંદર પળોનો વિનિયોગ જીવનપરિવર્તન માટે કરે છે. આવી જીવતી પળો દરમિયાન જે અંતબધ માણસ પામે છે તે પરમેશ્વરના આદેશને કે ઇશારાની ઊંચાઈ ધરાવતો હોય છે. તાથી જકડાયેલા, ઘોંઘાટમય, ઘટમાળિયા અને ઘડિયા જીવન અંતધ (ઇસ્યુઈશન)નું સૌન્દર્ય ખતમ કરે છે. અને પળો દરમ્યાન જે ઊંડી અનુભૂતિ થાય તે પામવાની સંવેદનશીલતા ને સંવેદનક્ષમતાનું પોત સાવ પાતળું પડી જાય અન્તર્બોધ જ્ઞાનપ્રાપ્તિનું દિવ્ય ઝરણું છે. સાવ નીચલા સ્તરે એ નિર્ણયઉકેલ-વિચાર કે ઝબકારની કક્ષાએ થતો હોય છે; જ્યારે સાવ ઉપલા સ્તરે કદાચ એ વાસ્તવિકતાના દર્શનમાં પરિણમે છે. અલબત્ત, ક્યારેક અંતર્બોધમાં ગોટાળા, ભ્રમણા, આત્મવંચના અને દંભ પણ ભળે છે. અંતર્બોધને અપ્રદૂષિત રાખવાની પૂર્વશરત એ કે માણસ સહજ હોય, પ્રામાણિક હોય અને અંદરથી પરિતૃપ્ત હોય. વ્યવહારશુદ્ધિ, ચિત્તશુદ્ધિ અને સ્થિતપ્રજ્ઞતાના કારણે ઋષિનોમુનિનો અન્તર્બોધ અનોખી ઊંચાઈ પ્રાપ્ત કરે છે. For Private And Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra લય-વિલય-પ્રલય ૧૪૭ આપણામાં પડેલી શક્યતાઓનો કોઈ પાર નથી. અને એ શક્યતાઓ વ્યક્ત કરતા ચાર અર્થગર્ભ શબ્દો છે : કવિ, મનીષી, પરિભૂઃ અને સ્વયંભૂ. જ્યારે અહીં ‘સ્થિતપ્રજ્ઞતા'ની વાત આવી છે, ત્યારે એ સ્થિતપ્રજ્ઞતા કેવી હોય તેનો વિચાર પણ સાથે સાથે કરી લઈએ. બધા દુન્યવી વ્યવહારોમાં ભાગ લેતો હોવા છતાં જેનામાં આકાશ જેટલી નિર્લેપતા હોય, - સુખ હોય કે દુ:ખ, જેના મનની સ્થિતિ બદલાતી નથી. જે પોતાનામાં સતત જાગે છે, અને એનું ડહાપણ વસ્તુઓના વળગણથી મુક્ત હોય, - જેની બુદ્ધિ ‘અકર્તૃત્વભાવ’થી રસાયેલી હોય. - જેનાથી લોકો ઉદ્વેગ નથી પામતા અને લોકોથી જે ઉદ્વેગ નથી પામતા. - ચિત્તની બધી ઇચ્છાઓ નષ્ટ થાય અને આત્મભાવમાં સંતુષ્ટ થાય. - ‘મારું’ ‘તારું’ ‘તેનું’ આવા ભેદભાવથી પર હોય, - જે પોતાના બ્રહ્મસ્વરૂપમાં લયલીન હોય. આવા જીવનમુક્ત આત્માઓ નિર્મમત્વભાવથી મુક્તિ પામે છે. સાપની કાંચળી નિર્જીવપણે સાપના દરમાં પડી રહે છે, એને દર પ્રત્યે કોઈ મોહ જાગતો નથી. એ જ રીતે બ્રહ્મમગ્ન મુનિઓને પોતાના શરીર પ્રત્યે કોઈ મોહભાવ રહેતો નથી. - www.kobatirth.org આ જ વિષયમાં, વરાહ ઉપનિષદના ચોથા અધ્યાયમાં ઋભુ નામના ઋષિએ જીવનમુક્ત આત્માની સાત ભૂમિકાઓ બતાવી છે : ભૂમિકાઓ નીચે મુજબ છે. પ્રથમ ભૂમિકા બીજી ભૂમિકા ત્રીજી ભૂમિકા ચોથી ભૂમિકા - પાંચમી ભૂમિકા - છઠ્ઠી ભૂમિકા - : Acharya Shri Kailassagarsuri Gyanmandir : : : શુભેચ્છા (સારી ઇચ્છાઓનો ઉદય) વિચારણા (જીવનશોધન) તનુમાનસી (મનની સૂક્ષ્મતાનો પરિચય) : સત્ત્વાપત્તિ (સત્ત્વની પ્રાપ્તિ) :. અસંસક્તિ (અસંગ, અનાસક્તિ) પદાર્થભાવના (ભૌતિક પદાર્થોનું વિશ્લેષણ) For Private And Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૪૮ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - સાતમી ભૂમિકા .. તુર્ય અવસ્થા (પરમતત્ત્વમાં લયલીનતા) ઉપરની જે સાત ભૂમિકાઓ બતાવી, તેમાંની પ્રથમ ત્રણ ભૂમિકાએ જે માણસ જીવે તેને મુમુક્ષુ કહે છે. ચોથી ભૂમિકાએ જીવનારને બ્રહ્મવિદ્ કહે છે. પાંચમી ભૂમિકાએ જીવનારને બ્રહ્મ-વિદ્વર કહે છે. છઠ્ઠી ભૂમિકાએ જીવનારને બ્રહ્મ-વિદ્વરીય કહે છે. સાતમી ભૂમિકાએ પહોંચનાર સાધકને બ્રહ્મવિદ્-વરિષ્ઠ કહે છે. ત જીવનમુક્તની સાત ભૂમિકા હવે પાછા પત્રની મૂળભૂત વાત પર આવું છું. પેલું શ્વેત પક્ષી! વિશુદ્ધ આત્માનુભવ ચિદાનંદ... પૂર્ણાનન્દ... આ શ્વેત પક્ષી છે. તે પામવા માટે પેલા શિકારીની જેમ જંગલો, ખીણો, પહાડો અને નદીઓમાંથી પસાર થવું પડે. થાક્યા વિના એ દિશામાં પુરુષાર્થ કરતા જ રહેવાનું. રસ્તામાં હતાશ, નિરાશ માણસો તમને પાછા વળવાં કહેશે... તમારા ઉત્સાહને તોડી પાડવાની વાતો કરશે... કદાચ તમે ધૂની... પાગલ પણ કહેશે... તમારે એ બધી વાતોને અવગણી નાંખીને, આત્માનુભવનું શ્વેત પક્ષી મેળવવાનું છે! પેલા ‘ડહાપણ’ના વૃદ્ધે તમને કહેલુંને કે કષ્ટો વેઠચા વિના એ નહીં મળે! ઉપસર્ગ-પરિસહોને જીતીને. આત્માનુભવરૂપ લયને પ્રાપ્ત કરો, એ જ મંગલ કામના, તા. ૧૧-૫-૯૮ (ચુનનિ For Private And Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra 1) www.kobatirth.org ૩૧. ચિદાનન્દની મોજ Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન, હવે છેલ્લાં ૨૪ થી ૩૦ પત્રો તારે એકવાર નહીં, અનેકવાર વાંચવા પડશે. મનનપૂર્વક એકાગ્ર ચિત્તે વાંચવા પડશે. તો જ બોધ પ્રાપ્ત થશે અને લય, વિલય અને પ્ર-લયનું હાર્દ સમજાશે. આજે તને એક રસપૂર્ણ કાવ્ય લખું છું. મારી દૃષ્ટિએ આ કાવ્યમાં લય છે, વિલય છે અને પ્ર-લય છે! આ કાવ્યની રચના કરનાર મારા-તારા જેવા સામાન્ય સાધક ન હતા. મહામનીષી હતા. યોગી કક્ષાના ઉચ્ચકોટિના વિદ્વાન હતા. યોગ અને અધ્યાત્મનાં ઊંચાં શિખરો સર કરેલાં હતાં. પરમાત્મ-ધ્યાનમાં લય પામેલા એ મનીષી ગાય છે : હમ મગન ભયે પ્રભુ-ધ્યાન મેં! બિસર ગઈ દુવિધા તન-મનકી અચિરા-સુત ગુણગાન મેં...હમ. પ્રભુના, પરમાત્માના, વિશુદ્ધ આત્માના ધ્યાનમાં મગનતા આવી ગઈ! આ મગનતા એટલે જ લય! ન રહ્યા કોઈ તનના વિક્ષેપો કે ન રહ્યા કોઈ મનના વિકારો! તન-મન પરમાત્મધ્યાનમાં સ્થિર થઈ ગયાં! અને વચન તો પરમાત્માના અચિરાસુત-શાન્તિનાથ ભગવાન) ગુણગાનમાં પ્રવૃત્ત થઈ ગયું! આ રીતે મન-વચન અને કાયાના યોગો પરમ આત્માના ધ્યાનમાં લય પામી ગયા! આગળ વધીને કહે છે : હરિહર-બ્રહ્મ-પુરંદર કી ઋદ્ધિ, આવત નહીં કોઈ માન મેં, ચિદાનંદ કી મૌજ મચી હૈ, સમતા૨સ કે પાન મેં...હમ. પરમ-વિશુદ્ધ આત્માના ધ્યાનમાંથી સમતાનું પવિત્ર ઝરણું વહી નીકળે છે! એ સમતારસનું પાન કરનાર યોગી ચિદાનંદની અનુપમ મોજ માણે છે. ચિદાનન્દની મસ્તીમાં ઝૂમી ઊઠે છે. ‘સમતા-શતક'માં આ જ મહાકવિએ ગાયું છે : For Private And Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧પ૦ ચિદાનન્દની મોજ સમતા-ગંગા-મગનતા, ઉદાસીનતા જાત, ચિદાનંદ જયવંત હો, કેવલ-ભાનું પ્રભાત!' કવિ, જે ચિદાનંદનો જય પોકારે છે અને જે ચિદાનંદને કેવળજ્ઞાનનું પ્રભાત કહે છે, તે ચિદાનંદની એમના હૃદય-ઉદધિમાં ભરતી ચઢી છે! કહે છેને – “ચિદાનંદ કી મૌજ મચી હૈ!' જરૂર એ મહાત્માએ પૂર્ણાનન્દનો ક્ષણિક પણ આસ્વાદ માણ્યો હશે! બ્રહ્મા-વિષ્ણુ-મહેશ ને મહેન્દ્રના વૈભવો, આ ઋષિને તુચ્છ લાગ્યા છે. આવત નહીં કોઈ માન મેં! ચિદાનંદની મસ્તીની તુલનામાં એ બધા દેવી વૈભવોની કોઈ વિસાત નથી, કોઈ ગણના નથી. ચિદાનંદની મસ્તી એટલે વિ-લયા! વિશિષ્ટ લય અધ્યાત્મના માર્ગે ખૂબ આગળ વધી જતાં આ વિ-લયની પ્રાપ્તિ થાય છે. ત્યાં પછી ભૌતિક-વૈષયિક સુખ-વૈભવોનું જરાય મૂલ્ય રહેલું નથી. મફતમાં પણ લેવા એ યોગી તૈયાર ન હોય. એ સુખ-વૈભવો સામે જોવા પણ એ રાજી ન હોય. ચિદાનંદની મસ્તીનો વિશિષ્ટ લય લાગી ગયો પછી જગત સ્વપ્ન ભાસે. કવિ, પોતાની એક ભૂલની કબૂલાત કરતાં સરળ ભાવે કહે છે. “ઈતને દિન તુમ નાહીં પિછાણ્યો, મેરો જનમ ગયો અજાનમેં... અબ તો અધિકારી હોઈ બૈઠે, પ્રભુ-ગુણ અખય અજાનમેં..” જીવનનાં ઘણાં વર્ષો અજ્ઞાનમાં પસાર થઈ ગયાં... “હે વિશુદ્ધ પરમાત્મા, તમને આટલાં વર્ષોમાં ઓળખ્યા જ નહીં. મારી ભીતરમાં હોવા છતાં મેં તમને જાણ્યા નહીં... મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ... તમને બાહ્ય દુનિયામાં ખૂબ શોધ્યા.. તમને પામવા તપ કર્યું... સંયમ-ક્રિયાઓ કરી... છતાં અંતઃકરણ ભીંજાણું નહીં, લય પામ્યો નહીં.... તારું દર્શન ન થાય તો આ બધું જ તપસંયમ-ક્રિયા... ખોટાં છે, અર્થ વિનાનાં છે.' તુમ કારણ તપ-સંયમ-કિરિયા, કહો કહાં લગી કીજે? તુમ દર્શન વિણ સબ યા જૂઠી, અંતર ચિત્ત ન ભીંજે ચેતન અબ મોહે દર્શન દીજે... પણ હવે તો એ અંતઃકરણમાં બિરાજમાન પરમાત્માના અક્ષય ગુણખજાનાને જોઈ લીધો! બસ, એ ખજાના પર મારો અધિકાર થઈ ગયો! હવે કોઈ કમી નથી રહી. બધું જ મળી ગયું. For Private And Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૧૫૧ તું તો સહજ શક્તિ પ્રગટે, ચિદાનંદ કી મૌજે!' મને ખ્યાલ આવી ગયો! ચિદાનંદની મોજ આવી જવી જોઈએ. ચિદાનંદનો વિશિષ્ટ લય (વિ-લય) લાગી જવો જોઈએ. એ લાગી જાય એટલે તું ચૈતન્ય) સહજભાવે પ્રગટ થઈ જાય છે. તું સહજ રીતે દર્શન આપે છે! ચિદાનંદની મસ્તીમાં ઝૂમતા એ ઋષિ ગાય છે : ગઈ દીનતા સબ હી હમારી, પ્રભુ તુમ સમકિત (સમતા) દાન મેં, “પ્રભુગુણ અનુભવ રસ” કે આગે, આવત નહીં કોઈ માનમેં..હમ પ્રભુ ગુણ-અનુભવ-રસ' એટલે આત્માનુભવનો લય! આત્માનુભવરૂપ પ્ર-લય! પ્રકૃષ્ટ લય! આવો લય પ્રગટી ગયા પછી કઈ વાતની દીનતા રહે? હા, દીનતા હતી.. પરમાત્માની સામે એ દીનતા નિખાલસ હૃદયથી એમણે વ્યક્ત પણ કરી હતી... એક કાવ્યમાં એમના ઉદ્દગારો આ પ્રમાણે છે : જિઉ લાગી રહ્યો પરભાવમેં સહજ સ્વભાવ લિખે નહીં આપનો, પરિયો મોહ કે દાવ મેં. જિઉ. વિંછે મોક્ષ કરે નહીં કરની, ડોલત મમતા-વાઉ મેં, ચહે અંધ જિઉ જલનિધિ તરવા, બેઠો કાણી નાઉ મેં... અરતિ-પિશાચી પરવશ રહેતો ખિન હું ન સમર્યો આઉ મેં.. આપ બાય સક્ત નહીં મૂરખ, ઘોર વિષય કે રાઉ મેં... પૂરવ પુણ્ય ધન સબ હી ગ્રસત હે, રહત ન મૂળ વટાઉ મેં, તામેં તુજ કેસે બન આયે નય-વ્યવહાર કે દાઉં મેં.. જિઉ એટલે જીવ. પરભાવ એટલે પુગલભાવ. વૈષયિક-ભાવ. કવિ કહે છે: મારો જીવ પરભાવમાં રમી રહ્યો છે, પોતાનો સહજ આત્મભાવ ભૂલીને મોહના દાવમાં ફસાયો છે. મોહની સાથે રમતો રહે છે ને હારતો રહે છે. મોહના દાવ સીધા પડે છે. જીવનાં ખીસાં ખાલી થાય છે. સર્વસ્વ હારી જાય છે... ભલેને એ મોક્ષની વાતો કરે, પણ મોક્ષ તરફ એનો એક પગ પણ પડતો નથી. ઇન્દ્રિયોના વિષયોનું મમત્વ એના હૃદયમાં ભર્યું છે. જેમ આંધળો માણસ સાગર તરવા કોઈ કાણી નાવમાં બેસે... તો એ તરે નહીં પણ ડૂબે. વૈષયિક મમતા જીવને ભવસાગરમાં ડુબાડે છે. For Private And Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૨ ચિદાનન્દની મોજ ‘અરતિ’ પિશાચણી છે. લોહી પીએ છે જીવનું. છતાં જીવ એને પરવશ રહે છે. રતિ-અતિનાં દ્વન્દ્વોથી મુક્ત નથી થતો, પરિણામે જીવનમાં ક્યારેય પરમ આત્માને યાદ ન કર્યો. ક્ષણવાર પણ આંખો બંધ કરીને ભીતરમાં રહેલા અમર વિશુદ્ધ આત્માનાં દર્શન કરવા પ્રયત્ન ન કર્યો. પછી એ પોતાને કેવી રીતે બચાવી શકે? વિષયોના ઘોર ભયાનક રાનમાં, જંગલમાં બચવું ઘણું મુશ્કેલ બની જાય છે... વળી, પૂર્વજન્મોમાં ઉપાર્જિત જે પુણ્ય-ધન અહીં લઈને જન્મ્યો હતો, એ બધું પુણ્યધન ઉડાવી દીધું... રંગ-રાગ અને ભોગ-વિલાસમાં... આ બધી દીનતાભરી વેદના હતી કવિના હૃદયમાં, પરંતુ જ્યાં જિનચરણોમાં એમનું મન લીન થયું, લય પામ્યું, વિલય પામ્યું કે તેઓ ગાઈ ઊઠ્યા : ‘ગઈ દીનતા સબ હી હમારી, પ્રભુ તુમ સમકિત દાન ભેં!’ દીનતા ચાલી ગઈ! ચિદાનંદની મસ્તી આવી ગઈ! આત્માનુભવની તાલી લાગી ગઈ... પ્રકૃષ્ટ-શ્રેષ્ઠ લય લાગી ગયો... કે જે કોઈને કહી શકાય તેવો નથી. જે પામે તે જ અનુભવે! જિન હી પાયા તિન હી છિપાયા, ન કહે કોઉ કે કાન મેં, તાલી લાગી જબ અનુભવ કી, તબ સમજે કોઈ સાન મેં... આત્માનુભવની તાલી લાગી જવી જોઈએ. તાલીમાં સંપૂર્ણ લય જળવાય છે. તાલી દીર્ઘ સમય સુધી લાગેલી રહે તો તે વિ-લય બની પ્ર–લયમાં પરિણત બની પૂર્ણાનન્દસ્વરૂપ બની જાય છે! આ વાત ભીતરની છે. આ કોઈ બહારની - હાથથી તાલીઓ પાડવાની વાત નથી કે મંજીરાની તાલીની વાત નથી. આ તાલી છે અંદરની! ચિદાનંદની! આત્માનુભવની! આ તાલી લાગી જાય, આ પ્ર-લય પ્રગટી જાય એટલે જગ જીતી ગયા! કવિ છેલ્લે ગાઈ ઊઠે છે પ્રભુ-ગુણ-અનુભવ, ચન્દ્રહાસ જ્યોં, સો તો ન રહે મ્યાન મેં, ‘વાચક જશ’ કહે મોહ મહા-અરિ, જિત લીયો મેદાન મેં...હમ. આત્માનુભવરૂપ લય-વિલય-પ્રલય એટલે ‘ચંદ્રહાસ' નામનું દેવાધિષ્ઠિત્ ખડ્ગ! એ મ્યાનમાં ન રહે! એ તો યુદ્ધના મેદાન પર શત્રુનો વધ કરી, વિજય જ પ્રાપ્ત કરાવે. કવિએ આત્માનુભવરૂપ લયથી મોહ-શત્રુનો વધ કર્યો... અને વિજય પ્રાપ્ત કર્યો! For Private And Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૧પ૩ આત્માનુભવરૂપ લયથી જ ભવસાગર તરાય અને શિવસુખ પમાય. માટે જીવનમાં કરવા જેવો પુરુષાર્થ આ જ છે. આત્માનુભવ પામવો. તે પામવા માટે - ક્રિયાજડતા ન જોઈએ. - જ્ઞાન-માન ન જોઈએ. ૦ ક્રિયાજડ માણસ જ્ઞાનમાર્ગની ઉપેક્ષા કરે છે. O જ્ઞાનમૂઢ માણસ ક્રિયાનો અનાદર કરે છે. આ બેમાંથી એકેય માણસ “ભાવરસ ચાખી શકતા નથી. એમનું ચિત્ત શુભ ભાવોથી ભીનું થતું નથી. એક ક્રિયાજડ અને બીજો જ્ઞાનમૂઢ બેમાંથી એકેય આત્મસ્વરૂપ પામી શકતા નથી. લોકો (યોગી, સંન્યાસી... અતિથિ) ચૈતન્યસ્વરૂપ આત્માને શોધે છે, સ્મશાનમાં શોધે છે, પહાડોની ગુફાઓમાં શોધે છે... નદીની કોતરોમાં શોધે છે... પર્વતોનાં શિખર પર શોધે છે... પણ ક્યાંય ચેતન-આત્મા મળતો નથી. તું તો સહજ શક્તિ પ્રગટે, ચિદાનંદ કી મોજે!” આત્માને, પરમ આત્માને, બહારની દુનિયામાં શોધવાની ભૂલ હવે ન કરવી જોઈએ. એ તો સહજ રીતે જ પ્રગટે છે આપણી અંદર! બસ, ચિદાનંદની મોજ આવી જવી જોઈએ, આત્માનુભવની રસાનુભૂતિ થઈ જવી જોઈએ. અંદરમાં દિવ્ય આનંદની રીધમ શરૂ થઈ જવી જોઈએ. કવિ કહે છે : જશ કહે અબ મેરો મન લીનો, શ્રી જિનવર કે પાઉં મેં, વહી કલ્યાણ-સિદ્ધિ કો કારન, ક્વે વેધક રસ ઘાઉ મેં...જિઉં. જિનવર એટલે વિશુદ્ધ ... પરમ વિશુદ્ધ આત્મા. એમાં આપણું મન લીનવિલીન થઈ જાય એટલે પરમ કલ્યાણ સિદ્ધ થઈ ગયું સમજો. લોખંડને સ્વર્ણ બનાવી દેનારા વેધક રસ જેવી આ આત્માનુભવની લીનતા છે. આવી લીનતા, આવો લય પ્રાપ્ત કરો, એ જ મંગલ કામના. તા. ૧૧-૫-૯૮ Snezhantelny For Private And Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -૩૨. Itવત સર્વતનું --- ---- • – – પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન, તારો મૌખિક સંદેશો મળ્યો. ગઈકાલનો પત્ર તને ખુબ ગમ્યો, જાણીને આનંદ થયો. ગમ્યો છે એ પત્ર, તો એ પત્રને આત્મસાત્ કરવા પ્રયત્ન કરજે. આજે મારે તને એક મહત્ત્વપૂર્ણ વાત લખવી છે. પ્રત્યેક જીવન જીવવાની તીવ્ર ઇચ્છા હોય છે. ગોકળગાયના જીવન પર પણ કોઈ જોખમ ઊભું થાય ત્યારે તે ગૂંચળું વળીને જીવવાની ઝંખના જાળવીને પડી રહે છે. કોઠારમાં આગ લાગે ત્યારે ગાય કે ભેંસ ગમાણનો ખીલો ઊખડી જાય એટલું જોર કરીને, સાંકળ સમેત ભાગે છે. જીવમાત્ર પોતાના પ્રાણની રક્ષા કરવા ચાહે છે. પૃથ્વી પરનું જીવન આવી પ્રબળ ઝંખનાના કારણે જાણે ટકી રહ્યું ન હોય! – એમ લાગે છે. આવી મૂળભૂત જીવન-ઝંખનાનો આદર થવો જોઈએ. આવી પ્રાણીમાત્રની જીવનઝંખનાનો આદર જેટલો જૈન ધર્મમાં, મહાવીર શાસનમાં થયો છે, તેટલો આદર બીજા કોઈ ધર્મમાં નથી થયો. પોતાનું જીવન બચાવવાની પ્રબળતમ વૃત્તિ (survival Instinct) પ્રકૃતિદત્ત છે. આ વૃત્તિ મનુષ્ય, પશુ-પંખી અને દરેક જીવજંતુને એક તાંતણે જોડનારી આ જ સંદર્ભમાં એક વાર્તા લખું છું. તિબેટના એક બૌદ્ધ સાધુનો અંતકાળ નજીક આવ્યો. જ્યારે એની છેલ્લી ઘડીઓ ગણાતી હતી ત્યારે પોતાની આસપાસ શોકમગ્ન વદને ઊભેલા શિષ્યોને કહ્યું : “વહાલો મિત્રો, આ પૃથ્વી પર મને મળેલો સમય હવે પૂરો થયો. હજી મારાં કેટલાંક પાપકર્મનાં ફળ ભોગવવાનો બાકી છે. તેથી થોડા જ દિવસો બાદ આ મઠની નજીક એક ભૂંડણ વિયાવાની છે, તેના પેટે હું જન્મ લઈશ. એ જ્યારે બચ્ચાંને જન્મ આપે ત્યારે મને તમે અચૂક મારી નાંખજો. જેથી હું મુક્ત થઈ બીજી યોનિમાં પ્રવેશી શકું, મને મારી નાંખવાનું ભૂલશો નહીં.” આટલું કહીને સાધુ અવસાન પામ્યા. થોડા દિવસ પછી ભૂંડણે ત્રણ બચ્ચાંને જન્મ આપ્યો. શિષ્યો એ ત્રણેને મારી નાંખવા તૈયાર થયા. કારણ કે એમાંથી પોતાના ગુરુ ક્યા, તે નક્કી કરવાનું શક્ય ન હતું. For Private And Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧પપ લય-વિલય-પ્રલય બચ્ચાંને મારતી વખતે એક શિષ્ય કહ્યું : “આ બચ્ચાં કેટલાં સુંદર છે! આપણે આ ત્રણેને એક સપ્તાહ પછી મારવાનું રાખીએ તો?' બીજા શિષ્ય કહ્યું : “વાત મંજૂર છે, પણ શરત એ કે અઠવાડિયા પછી આ ત્રણે બચ્ચાંઓને મારી નાંખવાનું ચૂકવાનું નહીં. ગુરુજીની આજ્ઞા પાળવી જ રહી.” અઠવાડિયા પછી શિષ્યો ભૂંડાનાં બચ્ચાં પાસે ગયા. બચ્ચાં નિરાંતે કાદવકિચડમાં શાન્તિથી પડેલાં હતાં. એક શિષ્યની પાસે ધારદાર છરો હતો. જ્યારે બચ્ચાંની હત્યા કરવા માટે છરાવાળો શિષ્ય આગળ વધ્યો ત્યારે એ ત્રણમાંથી એક બચ્ચાએ મોટું ઊંચું કરીને શિષ્યોને કહ્યું : “મને મારી ન નાંખશો. મને આ રીતે જીવવાનું ગમે છે!” સહુ જીવોને પોતાના પ્રાણ પ્રિય છે. સહુ જીવો જીવવા ઇચ્છે છે. એટલે ભગવાને કહ્યું : “સર્વે નવા ઇતિબ્બા.', કોઈ જીવને મારવો નહીં... આ અહિંસાના ઉપદેશને કેન્દ્રમાં રાખી, જિનધર્મમાં એક-એક ધર્મક્રિયા બતાવવામાં આવી છે. સાધુ-સાધ્વી માટે પ્રતિદિન, અને શ્રાવક-શ્રાવિકા માટે પૌષધ-પ્રતિક્રમણ આદિ ક્રિયાઓમાં ‘ઈર્યાપથિકીપ્રતિક્રમણ કરવાનું હોય છે. જ્યારે જ્યારે બહાર જવા-આવવાનું થાય (પારિષ્ઠાપનાના કારણે, ભિક્ષા માટે, જિનમંદિર જવા માટે... વગેરે) ત્યારે આવીને સર્વપ્રથમ આ ઈર્યાપથિક-પ્રતિક્રમણ કરવાનું હોય છે. ચાલુ ભાષામાં કહે છે : “ઈરિયાવહિયા કરી લો.” આ પ્રતિક્રમણ એટલે પૃથ્વી પરના એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના બધા જ સૂક્ષ્મ-મોટા જીવોની ૧૦ પ્રકારની વિરાધના અજાણતાં થઈ ગઈ હોય તો તેનું “મિચ્છામિ દુક્કડું” દ્વારા પ્રતિક્રમણ કરાય છે. નીચે પ્રમાણે આ પ્રતિક્રમણ થાય છે : માર્ગમાં ચાલતાં જે કોઈ જીવવિરાધના થઈ હોય, તેનું અંતઃકરણની ભાવનાપૂર્વક પ્રતિક્રમણ કરું છું.' જતાં-આવતાં મારાથી બીજ, વનસ્પતિ, ઝાકળબિંદુઓ, કીડીનાં દર, પાંચ વર્ણની નિગોદ, કચું પાણી, કીચડ, મકડીનાં જાળાં વગેરે દબાયાં હોય. જતાં-આવતાં મારાથી જે કોઈ એકેન્દ્રિય જીવો, બેઈન્દ્રિય જીવો, તે ઇન્દ્રિય જીવો, ચઉરિન્દ્રિય જીવો કે પંચેન્દ્રિય જીવો દુઃખી થયા હોય, એટલે કે For Private And Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫. आत्मवत् सर्वभूतेषु ૧. ઠોકર લાગવાથી મર્યા હોય, ૨. ધૂળથી ઢંકાઈ ગયા હોય, ૩. જમીન સાથે ઘસાઈ ગયા હોય, ૪. પરસ્પર જીવો અથડાઈ ગયા હોય, ૫. થોડો સ્પર્શ થઈ ગયો હોય, ક. એમને કષ્ટ પડ્યું હોય, ૭. એમને ખેદ થયો હોય, ૮. એ જીવો ભયાકુલ થયા હોય ૯. સ્થાનાન્તર થયું હોય કે ૧૦. પ્રાણરહિત થઈ ગયા હોય... આ રીતે મારાથી જે કોઈ જીવવિરાધના થઈ હોય, તે સંબંધી મારા મિચ્છામિ કુવ' હો, “મારું દુષ્કૃત મિથ્યા થાઓ.” એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવોના ભેદ પ૬૩ થાય છે. એની ઉપર મુજબ ૧૦ પ્રકારે વિરાધના થાય, રાગ-દ્વેષથી થાય, કરણ-કરાવણ-અનુમોદનથી થાય, મન-વચન-કાયાથી થાય, ભૂતકાળ-ભવિષ્યકાળ-વર્તમાનકાળમાં થાય, અરિહંતસિદ્ધ-સાધુ-દેવ-ગુરુ અને આત્માની સાક્ષીએ થાય. તો ઈર્યાપથિકી પ્રતિક્રમણના ૧૮,૨૪,૧૨૦ ભેદ થાય. (પકડx૧૦×૨×૩×૩×૩×૩ = ૧૮,૨૪,૧૨૦) કહેવાનુ તાત્પર્ય એ છે કે સર્વે જીવોમાં ચૈતન્યનું દર્શન કરી “આ બધા જીવો મારા જીવ જેવા જ છે, “આત્મવત્ સર્વભૂતેષુ' એવી સમજણ વિકસે ત્યારે એકેન્દ્રિય જીવોમાં ચૈતન્યનું દર્શન થાય. નહીંતર પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિમાં કોણ ચૈતન્ય” જુએ છે? ચૈતન્ય નહીં જોનારા, આ પાંચ પ્રકારના એકેન્દ્રિય જીવોનો કેવો ઘોર કચ્ચરઘાણ કાઢે છે? - પૃથ્વીને ખોદવાના મોટા ઉદ્યોગો થઈ ગયા. ખાણના માલિકો, બિલ્ડરો અને ઉદ્યોગપતિઓ પૃથ્વીના પેટાળ ખોદી રહ્યા છેને? - પાણીનો કેટલો દુરુપયોગ થઈ રહ્યો છે? વોટરપાર્કો અને શ્રીમંતોના બંગલાઓમાં કૃત્રિમ જલધોધ બનવા માંડ્યા છે. જંગી ઉદ્યોગોમાં પાર વિનાનું પાણી વપરાય છે અને દૂષિત પાણી, નિર્મળ જળવાળી નદીઓમાં ઠલવાય છે... પાણીમાં “જીવત્વ સમજીને એની સાથે “આત્મવતુ' વ્યવહાર કોણ કરે છે? For Private And Personal Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૧પ૭ - અગ્નિનો પણ પાર વિનાનો ઉપયોગ થઈ રહ્યો છે. અગ્નિને જડ માનીને માનવી કામનો ઓછો, નકામો દુરુપયોગ વધુ કરી રહ્યો છે. - વાયુમાં પણ કોણ “જીવત્વ' માને છે? કોણ સમજે છે? એનો પણ બેફામ ઉપયોગ થવા લાગ્યો છે. એમાં કોઈને જીવત્વનો અનાદર નથી લાગતો! એમાં જીવવધ નું પાપ નથી સમજાતું. - વનસ્પતિમાં જીવત્વ છે” આ વાત વૈજ્ઞાનિકે સિદ્ધ કરી ખરી, પણ વનસ્પતિ સાથેનો વ્યવહાર જડવત્ કે જીવવતુ? વૃક્ષોને... હજારો લાખોની સંખ્યામાં કાપવાં... લીલી હરિયાળી લોન પર બેસવું-ફરવું ને કૂદવું-નાચવું... વધુમાં વધુ ફળો અને શાકભાજીનો ઉપયોગ કરવો. એના મોટા ધંધા કરવા... આ બધામાં જીવ પ્રત્યેનો આદરભાવ ક્યાં આવ્યો? પાંચ પ્રકારના એકેન્દ્રિય જીવોના ચૈતન્ય તરફ આદરભાવ પ્રગટે તો જ આપણે “આત્મતત્ત્વ'ને ઓળખું, એમ કહેવાય. સમગ્ર જીવસૃષ્ટિ સાથે વિશુદ્ધ આત્મભાવથી આપણે એકત્વ સ્થાપિત કરવાનું છે. જેમ મને દુઃખ નથી ગમતું, એમ કોઈ જીવને દુઃખ નથી ગમતું. માટે મારે કોઈ જીવને દુ:ખ નથી આપવું.' જીવન જીવવા માટે પૃથ્વી, પાણી આદિ એકેન્દ્રિય જીવોનો જાણાવા છતાં પણ નાશ કરવો પડે છે, તો ઓછામાં ઓછો એ જીવોનો નાશ થાય એવી જીવનપદ્ધતિ બનાવવી જોઈએ. થોડો પણ નાશ થાય છે, એ વાતનું હૃદયમાં દુઃખ થવું જોઈએ. “એક પણ જીવની હિંસા ન કરવી પડે, એવું શ્રેષ્ઠ જીવન હું જ્યારે જીવી શકીશ?” આવો વિચાર વારંવાર મનમાં જાગવો જોઈએ. ચેતન, દસ પ્રકારની જીવવિરાધના અંગે તેં ક્યારેય વિચાર કર્યો છે? ઈરિયાવાહિયો' સૂત્ર તો તને આવડે છે, બોલે છે, અનેક વાર બોલે છે પણ અભિયા, વત્તિયા, લેસિયા, સંઘાઈયા, સંઘટ્ટિયા, પરિયાવિયા, કિલામિયા, ઉદ્દવિયા, ઠાણાઓઠાણ સંકામિયા, જીવિયાઓ વવરોવિયા... આ દસ પ્રકારની વિરાધનાનો ક્યારેય શાન્ત ચિત્તે વિચાર કર્યો છે? કેટલી બધી સૂમતાથી... એ જીવોને કેવી કેવી રીતે પીડા થાય છે, દુઃખ થાય છે... મરી જાય છે, ઘાયલ થઈ જાય છે... આ બધું ઊંડાણથી સમજાયું છે? આ તો એક માત્ર ચાલવાની ક્રિયાને અનુલક્ષીને વાત કરી છે. નીચે જોઈને સાવધાનીપૂર્વક ચાલવાનો ઉપદેશ આપેલો છે. સાવધાનીપૂર્વક ચાલવા છતાં ભૂલચૂકથી કે પ્રમાદથી કોઈ જીવની વિરાધના થઈ હોય તો ઈર્યાપથિકી પ્રતિક્રમણ For Private And Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૫૮ आत्मवत् सर्वभूतेषु કરી એ જીવોને મિચ્છામિ દુક્કડં આપવાનું છે. આ રીતે એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય જીવો સાથે એકત્વનો લય સધાય છે. દરેક વિશુદ્ધ આત્મદ્રવ્ય સ્વરૂપની અપેક્ષાએ એક જ છે. આ એકત્વનું અસ્તિત્વ મનુષ્ય સાધી લે તો સકલ જીવસૃષ્ટિ સાથે લયસાધના શરૂ થઈ જાય. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ જ રીતે, મિત્તિ મે સબ્વે નીર્વસુ' -‘સર્વે જીવો મારા મિત્ર છે,' આ વાત પણ સમગ્ર જીવસૃષ્ટિ સાથે આપણી ચેતનાને જોડી દે છે... મિત્રતાના દોરામાં પરોવાઈ જાય છે સર્વે જીવો! આપણા વ્યક્તિત્વ ઉપર અસ્તિત્વનું પ્રભુત્વ સ્થપાઈ જાય તે લયની સિદ્ધિ છે. ‘સપ્લે નીવા ન દંતવ્યા' - મારે કોઈ જીવનું હનન કરવું નથી, કેમકે ‘મિત્તિ મે સવ્વ મૂત્તું' - બધા જીવો મારા મિત્ર છે! છતાં ભૂલ થાય તો ‘મિચ્છામિ દુš’ - મારું દુષ્કૃત મિથ્યા થાઓ... અને એ જીવો મને ‘સવ્વુ ઝીવા સ્વતંતુ મે' - ક્ષમા આપો! હું સર્વે જીવોની ક્ષમા માંગું છું! સર્વે જીવોને મિત્ર માન્યા પછી, એમની પાસે ક્ષમા માગવામાં સંકોચ ન રહે. એ જીવો ક્ષમા આપવામાં ઉદાર જ હોય! મિત્રો પ્રત્યે તો ઉદાર વલણ જ હો! આત્મજ્ઞાનીમાં જીવો પ્રત્યે આ રીતે સમત્વ પ્રગટે. સમત્વયુક્ત આત્મજ્ઞાની આત્માનુભવરૂપ લય-વિલય અને પ્રલય પામવા યોગ્ય અને અધિકારી બને છે. કુશળ રહે. તા. ૧૨-૫-૯૮ ધ્યુમ્નસૂરિ ///\/\ For Private And Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫ - 33. આંતરથાણામાં આઠ વિઘ્નો - TA. પ્રિય આત્મસાધક, સનેહ આત્મવંદન. આજે મારે તને ચિદાનંદથી પૂર્ણાનન્દની આંતર-યાત્રામાં આવતાં આઠ વિદ્ગો બતાવવાં છે. વિપ્નો પણ આંતરિક જ છે, ભાવાત્મક છે. એ વિદ્ગો પર વિજય મેળવવા, એને સારી રીતે જાણવાં જોઈએ. ૧. પહેલું વિઘ્ન છે જાતીય વાસના, મૈથુનની વૃત્તિ. પુરુષે “પુરુષવેદ” ને શાન્ત કરવો પડે, સ્ત્રી-સાધિકા હોય તો એણે સ્ત્રીવેદ શાન્ત કરવો પડે. અર્થાત્ સાધકે સેક્સના આવેગોથી મુક્ત બનવું પડે. જો કે આ કામ સરળ નથી. મનુષ્યમાં “મૈથુન સંજ્ઞા' પ્રબળ હોય છે. માટે પ્રતિક્ષણ જાગૃતિ જોઈએ. બાહ્યઆત્યંતર તપશ્ચર્યા દ્વારા, જ્ઞાન-ધ્યાનની સતત રમણતા દ્વારા અને વિવિધ સંયમયોગોની આરાધના દ્વારા સાધક મૈથુનવૃત્તિ પર વિજય મેળવી શકે. ૨. બીજું વિશ્ન છે. કષાયોનું. કષાયોને મંદ-મંદતર કરવા પડે. ક્રોધને ક્ષમાથી, માનને નમ્રતાથી, માયાને સરળતાથી અને લોભને સંતોષથી શાન્ત કરવાં પડે. દૃઢ નિર્ધાર કરે સાધક, તો અવશ્ય સફળતા મળે. ૩. ત્રીજું વિઘ્ન છે હાસ્યનું. હાસ્ય ઉપજાવે એવો પ્રસંગ ઊભો થાય ત્યારે સાધક સ્વસ્થ રહે. હસી ન પડે. કંઈ એવું જોઈ લીધું, સાંભળી લીધું કે જે હાસ્યપ્રેરક હોય, છતાં તમારે હસવાનું નહીં. સમજણપૂર્વક નહીં હસવાનું. સમગ્ર સંસારના જડ-ચેતન ભાવોને જ્ઞાનદૃષ્ટિથી જોનાર મહાત્માને સંસારમાં કંઈ વિચિત્ર લાગતું નથી. બધું જ સંભવિત લાગે છે. જ્ઞાની દરેક ઘટનાના કાર્યકારણભાવ જાણે છે, પછી એ કેવી રીતે હસે? હર્ષમાંથી હાસ્ય પ્રગટે છે. આત્મભાવમાં લીન સાધકના હૃદયમાં હર્ષનો વિકાર (આમેય હર્ષ આંતર શત્રુ છે!) ટકી શકે નહીં. હસવાનું નિમિત્ત ઉપસ્થિત થવા છતાં જે હસે નહીં તે સ્વસ્થ કહેવાય. ૪. ચોથું વિન છે રતિનું. ઇન્દ્રિયોના વિષયોમાં રતિ નહીં કરવાની. રાજી નહીં થવાનું. રતિ થવી, રાજી થવું એ પૂર્ણાનન્દ તરફની યાત્રામાં મોટું વિગ્ન છે. વિષયોમાં પ્રીતિ નહીં કરવાની. વિષયાસક્તિ અસ્વસ્થતા છે. આત્મભાવમાંસ્વભાવમાં સ્થિર રહેવું તે સ્વસ્થતા છે. અનાત્મભાવમાં-વિભાવમાં રહેવું તે For Private And Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬o આંતરયાત્રામાં આઠ વિનો અસ્વસ્થતા છે. આવશ્યક વિષયોનો ઉપયોગ કરવો તે જુદી વાત છે, અને વિષયોમાં રાચવું તે જુદી વાત છે. વિષયોમાં પ્રિયત્વની કલ્પના ન કરો. તે માટે વિષયોની નિઃસારતાનું ચિંતન કરો. વિષયાસક્તિના દારૂણ વિપાકોનું ચિંતન કરો. ૫. પાંચમું વિપ્ન છે અરતિનું. જેમ પ્રિય વિષયોમાં રતિ નહીં કરવાની તેમ અપ્રિય વિષયોમાં અરતિ નહીં કરવાની. અપ્રિય-અનિષ્ટ વિષયોના સંયોગમાં ઉદ્વિગ્ન નહીં બનવાનું. ઉદ્વિગ્નતા એ પણ અસ્વસ્થતા છે. અસ્વસ્થતા એ માનસિક દુઃખ છે. વિષયોમાં સારાપણું નથી કે નરસાપણું નથી. જીવાત્મા એમાં સારાપણાની અને નરસાપણાની કલ્પનાઓ કરે છે. એ કલ્પનાઓ પણ બદલાતી રહે છે. સારો વિષય નરસો લાગે છે. નરસો વિષય સારો લાગે છે. આ તાત્ત્વિક સમજને હૃદયસ્થ કરનાર તત્ત્વજ્ઞાની અરતિમાં શેકાતો નથી. ૬. છછું વિપ્ન છે શોકનું. મનુષ્યને-સાધકને પ્રિય વ્યક્તિ કે પ્રિય વસ્તુનો વિરહ-વિયોગ થાય એટલે કે વસ્તુ કે વ્યક્તિ જતી રહે ત્યારે શોક ન થવો જોઈએ. “સંયોગો અનિત્ય છે', આ તત્ત્વને ખૂબ વાગોળવું જોઈએ. પ્રિયજનોના સંયોગ, વૈભવ-સંપત્તિના સંયોગ, વિષય સુખોના સંયોગ... આ બધાં સંયોગ અનિત્ય છે. જે અનિત્ય હોય તેનો વિયોગ થાય જ.’ આ વિચાર દૃઢ કરો. રોગથી શરીર ઘેરાઈ જાય, યૌવન ચાલ્યું જાય, મૃત્યુના જમ સામે દેખાય, એ વખતે પણ શોકાતુર ન બનો. આંખો આંસુભીની ન કરશો. એ બધું આ સંસારમાં સ્વાભાવિક જ છે માટે સ્વસ્થ રહેવાનું. ૭. સાતમું વિઘ્ન છે ભયનું. સાધકે ભય પર વિજય મેળવવો જોઈએ. નિર્ભયતા વિના સુખ નથી કે શાન્તિ નથી. શા માટે સાધકે ભય રાખવાનો? સાધકનું શું લૂંટાઈ જવાનું છે? જે ખરેખર જ્ઞાનાદિ સંપત્તિ છે, તેને કોઈ ચોરી જઈ શકે એમ નથી. જે ખરેખર તમારું નથી, એ લૂંટાઈ જાય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે જ્ઞાતા બનો, દ્રષ્ટા બનો. તમારી આસપાસ જે કંઈ બની રહ્યું હોય, તમે જ્ઞાનદૃષ્ટિથી માત્ર જોયા કરો. રાગ-દ્વેષ કર્યા વિના જોયા કરો. પછી તમારે ગભરાવાનું રહેશે નહીં. તમારે દુનિયા પાસેથી શું લઈ લેવાનું છે? તમારે દુનિયાને શું આપી દેવાનું છે? તમારે દુનિયાથી શું છૂપાવવાનું છે? મહાનુભાવ, તમારે કોનો ભય છે? આ સૃષ્ટિમાં જે બનવાનું છે તે બનશે જ. જે ભાવો નિશ્ચિત છે, તે ભાવોને કોઈ બદલી શકતું નથી. આ સિદ્ધાન્તને આત્મસાત્ કરી લો. ગમે તેવું ભયપ્રેરક નિમિત્ત તમારી સામે આવે, તમારું રુંવાડું પણ For Private And Personal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org લય-વિલય-પ્રલય ૧૬૧ ફરકવું ન જોઈએ. ભવિજેતા બનો. ભયથી હારો નહીં, પરાજિત થાઓ નહીં. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮. આઠમું વિઘ્ન છે નિંદાનું. તમારી કોઈ નિંદા કરે છે તો કરવા દેજો. તમારે નિંદા અને પ્રશંસા, શોક અને હર્ષ નથી કરવાના. નિંદા સાંભળીને અકળાઈ ન જશો. નિંદકો નિંદા કરવાના જ. પ્રશંસકો પ્રશંસા કરવાના! તમારે આ બંને પરિસ્થિતિમાં સ્વસ્થ રહેવાનું! નિંદાને જી૨વવાની શક્તિ તમારે મેળવવી જ જોઈએ. જે મનુષ્ય પોતાની નિંદા સાંભળીને ક્રોધ નથી કરતો, ઉદ્વેગ નથી કરતો, ભયભીત નથી થતો, તે મનુષ્ય સાચો વીરપુરુષ છે. આ દુનિયાએ તીર્થંકરોની પણ નિંદા કરી છે, પછી આપણે કોણ? આ રીતે તમારા મનનું સમાધાન કરો. તમે તમારા કર્તવ્યમાર્ગે ચાલતા રહો. તમે બીજાની નિંદા કરશો નહીં, નિંદાનો રસ હલાહલ વિષ કરતાં પણ વધુ ઘાતક છે. તમારી નિંદા કરનારની પણ તમે નિંદા ના કરશો. આ રીતે જે સાધક ૧. કામવાસનાને (સેક્સને) ઉપશાન્ત કરે છે, ૨. ક્રોધાદિ કષાયોને શાન્ત કરે છે, ૩. હર્ષ ને હાસ્યના પ્રસંગે સ્વસ્થ રહે છે, ૪. વૈયિક સુખોમાં પ્રીતિ નથી કરતો, ૫. અપ્રિય વિષયોમાં અર્પિત નથી કરતો, ૬. પ્રિયવિષયોના વિયોગોમાં શોકાકુલ નથી થતો, ૭, સર્વ ભયો પર વિજય મેળવે છે. ૮. નિંદા-પ્રશંસામાં સ્વસ્થ રહે છે. આ મહાત્મા જે અપૂર્વ સુખનો વિશિષ્ટ લય પામે છે, ચિદાનંદની જે અપૂર્વ અનુભૂતિ કરે છે, તે અવર્ણનીય હોય છે. પૂર્ણાનન્દ તરફની એની યાત્રા પડાવની નજીક પહોંચી જાય છે. આ અપૂર્વ સુખ અનુભવવાનો રાજમાર્ગ છે. જો આ માર્ગે ચાલો તો ક્યારેય નહીં અનુભવેલા સુખનો અનુભવ થઈ શકે. એ સુખનું પ્રબળ આકર્ષણ જાગી જવું જોઈએ. તો એ માર્ગે યાત્રા ચાલુ થઈ જાય અને ચાલવાની શક્તિ પણ મળે. ‘મારે હવે રાગજન્ય સુખો નથી જોઈતાં.’ આ સ્પષ્ટ નિર્ણય આત્મસાક્ષીએ થઈ જવો જોઈએ. ‘મારે હવે આત્માનુભવનું સુખ મેળવવું છે.’ આ દૃઢ સંકલ્પ For Private And Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૨ આંતરયાત્રામાં આઠ વિદનો થઈ જવો જોઈએ. પછી, આજે બતાવેલાં વિપ્નો ઉપર વિજય મેળવી આત્માનુભવનું અપૂર્વ સુખ મેળવવાના જ. એ સુખ જ પ્રકૃષ્ટ લય (પ્રલય) છે. આ પ્રશમસુખ-આત્માનુભાવનું સુખ કેવું છે? જો તમે પૂછો તો તેઓ તેમના સુખનું વર્ણન શબ્દોમાં-વાણીમાં નહીં કહી શકે. પ્રશમસુખની અદ્ભુત અનુભૂતિની અભિવ્યક્તિ શબ્દોમાં કરી શકાતી નથી. જેમને કોઈ બાહ્ય સુખ મેળવવાની આકાંક્ષા નથી, જેમને કોઈ દુઃખ દૂર કરવાની ઇચ્છા નથી, બાહ્ય સુખ-દુ:ખની કલ્પનાઓથી અળગા રહેનાર એ મહાત્માઓ જે આન્તર પ્રશમસુખ અનુભવે છે તે સુખ ચક્રવર્તી રાજાઓ કે દેવરાજ ઇન્દ્ર પણ માણી શકતો નથી, જે કોઈ માનવીને પ્રશમસુખનો, આત્માનુભવના સુખનો અનુભવ કરવો હોય તેણે સંસારની તમામ પ્રવૃત્તિઓથી મુક્ત બનવું જ પડે. કોઈ સૂક્ષ્મ પ્રવૃત્તિ પણ ન જોઈએ. મનથી એના વિચારો નહીં કરવાના, વાણીથી એ અંગે કંઈ બોલવાનું નહીં અને કાયાથી એ વિષયમાં કોઈ વ્યવહાર કરવાનો નહીં. એનું મન ડૂબેલું હોય પ્રશમસુખમાં.. સમતાસુખમાં! એની અવિનાશી મસ્તી હોય પ્રશમસુખના સરોવરમાં! મન-વચન-કાયાને સદૈવ લૌકિક પ્રવૃત્તિઓથી મુક્ત રાખવા માટે જોઈએ વિશિષ્ટ જ્ઞાન. એ વિશિષ્ટ જ્ઞાન એટલે માત્ર શ્રુતજ્ઞાન નહીં, માત્ર શાસ્ત્રોનું જ્ઞાન નહીં. વિશિષ્ટ જ્ઞાન એટલે આત્મજ્ઞાન! પરિણતિ જ્ઞાની આત્માના પ્રદેશેપ્રદેશે, જ્ઞાનનાં અજવાળાં પથરાયેલાં હોય. આત્માનો એક પણ પ્રદેશ અજ્ઞાનતાના અંધકારથી આવરાયેલો ન જોઈએ. આવા આત્મજ્ઞાની પ્રશમસુખમાં લય, વિલય અને પ્રલયની મસ્તી માણતા હોય છે. આત્મજ્ઞાની મહાત્મા ક્યારેય મનનાં દુ:ખોથી રીબાતો ન હોય. વિકલ્પોની જાળમાં ક્યારેય ફસા ન હોય. રાગ-દ્વેષની ભડભડતી આગમાં ક્યારેય બળતો ન હોય. એનું આત્મજ્ઞાન અને નિવૃત્તિની ગુફામાં લઈ જાય છે. નિવૃત્તિની ગુફામાં આત્માનુભવરૂપ વિશિષ્ટ લયની પ્રાપ્તિ થાય છે... ધારાપ્રવાહી પ્રશમસુખનો પ્ર-લય પ્રાપ્ત થાય છે. પ્રવૃત્તિના સપાટ મેદાન પર તો દુ:ખના દાવાનળમાં જ સળગવાનું છે. પ્રવૃત્તિની સાથે કોઈ ઇચ્છા-આકાંક્ષા જોડાયેલી હોય જ છે. આ ઇચ્છાઓ, તૃષ્ણાઓ, આકાંક્ષાઓ મનનાં દુઃખોની જનેતા છે. માટે આત્મજ્ઞાનીએ પ્રશમસુખની અનુભૂતિ કરવા નિવૃત્તિની ગુફામાં પહોંચી જવું જોઈએ. For Private And Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૩ લય-વિલય-પ્રલય નિવૃત્તિની ગુફામાં જવાથી, સાધક પોતાના સ્વજન-પરિજનોની ચિંતાથી મુક્ત બને છે, અને આત્મભાવમાં, આત્મચિંતનમાં અભિરત રહી શકે છે. તેથી તે સ્વસ્થ રહે છે. પોતાનાં સ્વજન-પરિજનોનાં દુઃખ, દરિદ્રતા અને દુર્ભાગ્યની ચિંતા ન કરવી જોઈએ. એ સ્વજનોની સ્મૃતિ પણ મુનિ ન કરે. એમના રોગોની, ઔષધોપચારની, આર્થિક નિર્બળતાની કે રાજ્યકનડગતની... વગેરે ચિંતાઓ સાધક ન કરે. સ્વજનો વગેરે પુણ્યકાર્ય કરે કે ન કરે, દાન દે કે ન દે, તપ કરે કે ન કરે, પરમાર્થ-પરોપકારનાં કામ કરે કે ન કરે, એ ભવાંતરમાં મરીને ક્યાં જશે?' આવી ચિંતા પણ સાધક ન કરે. એણે તો બધાં જ સ્વજનો-પરિજનો-મિત્રો અને શરીરને પણ ભૂલી જવાનું છે. પરચિંતા કરવાની અનાદિકાલીન કુટેવોથી મુક્ત બનવાનો પ્રબળ પ્રયત્ન કરવો જોઈએ. પ્રબળ અને સબળ પ્રયત્નથી જ એ કુટેવ છૂટે. આ છૂટે તો જ આત્મચિંતનમાં મન ઓતપ્રોત થઈ શકે. ચિદાનંદની અનુભૂતિ થાય તો જ પૂર્ણાનન્દ તરફની યાત્રા આગળ વધે તે માટે વિન્નો પર વિજય પ્રાપ્ત કરવો જ પડે. આપણી યાત્રા એના અંતિમ લક્ષે પહોંચે, એવી ભાવના સાથે પત્ર પૂરો કરું તા. ૧૨-૫-૯૮ Khયુનસૂરિ For Private And Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir THE ૩૪.પ્રકૃષ્ટ લયની પ્રાપ્તિનો ક્રમનું પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન, આજે આ પત્રમાં મારે તને સાધનાની પૂર્વભૂમિકાથી શરૂ કરી, ઠેઠ આત્માનુભવરૂપ પ્રકષ્ટ લય સુધીનો ક્રમિક વિકાસ બતાવવો છે. જેથી તું કોઈ ગૂંચવાડામાં ન પડી જાય અને આ વિકાસક્રમ મુજબ તારી આરાઘના આગળ વધતી જાય. પહેલી વાત છે ભવનિર્વેદની. સંસારમાં જે અનર્થોની પ્રચુરતા છે તે જોઈને હૃદય કંપી ઊઠે. શુભાશુભ કર્મોના ઉદયોથી સર્જાતી અસંખ્ય વિષમતાઓ સાધકના મનને અકળાવી દે. ચૌદ રાજલોકમય વિરાટ સૃષ્ટિમાં જીવોના થતા અવિરત પરિભ્રમણને જોઈ તેના શરીરે પરસેવો વળી જાય. બિહામણા દૈત્ય કરતાં પણ વધુ ભયંકર તેને સંસાર લાગે. તે હંમેશાં ઉદ્વિગ્ન રહે, ભયભીત રહે. “રખેને કોઈ પાપ મારાથી થઈ ન જાય. રખેને હું પ્રમાદમાં પડી ન જાઉં... રખેને કોઈ પાપપિશાચ મને ગળી ન જાય!' બીજી વાત છે ઃ ભવોગથી સાધક ક્ષમાશીલ બને. સંસારના સુખો પ્રત્યે જે વિરાગી બને તેને ક્ષમાગુણ સહજતાથી સિદ્ધ થાય. પોતાના શરીર પ્રત્યે પણ મમતારહિત બનેલા સાધકને દુનિયામાં કોઈ શત્રુ જ દેખાય નહીં. શરીર પર આક્રમણ કરનારને પણ તે મિત્ર માને! જે સાધક આત્મા સ્વજનોને, પરિજનોને, સંપત્તિને અને શરીરને પરાયાં માને, એના પ્રત્યે આકર્ષણ નાશ પામે, તેવા સાધકને કોઈ જીવાત્મા પોતાનો અપરાધી લાગે જ નહીં, એટલે તે સહજ ભાવે ક્ષમાશીલ બને. ત્રીજી વાત : ક્ષમાશીલ આત્મામાં અભિમાન ન હોય. ક્ષમા અને નમ્રતા સખીઓ છે. સહચરી છે. જ્યાં ક્ષમા હોય ત્યાં નમ્રતા હોય જ. જ્યાં નમ્રતા હોય ત્યાં ક્ષમા હોય જ. જેના મનમાં દેહાભિમાન પણ રહ્યું ન હોય તેવા મહાત્માને કુલાભિમાન, રૂપાભિમાન, બલાભિમાન જેવાં અભિમાનો હોય જ ક્યાંથી? તે નિરભિમાની હોય. તે મદરહિત હોય, તેના દેહ પર નમ્રતાની ચાંદની પથરાયેલી હોય. તેની વાણીમાંથી નમ્રતાનાં ફૂલ ખરતાં હોય. તેના વિચારો નમ્રતાની સુવાસથી મઘમઘતાં હોય. For Private And Personal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૧૬૫ ચોથી વાત ઃ ક્રોધ અને માન પર વિજય મેળવ્યા પછી એ મહાત્મા માયા પર પણ વિજય પ્રાપ્ત કરે. કોઈપણ જીવ સાથે વંચના કરવાનો વિચાર એના મનમાં ઊગે નહીં. શા માટે માયા કરવાની? શા માટે દંભ કરવાનો? ભવસંસારનાં સર્વ સુખો તરફ વૈરાગ્ય પ્રગટી ગયા પછી, પોતાના વ્યક્તિત્વ પ્રત્યે પણ નિર્મોહી બની ગયા પછી માયા-કપટ-દંભ કોના માટે કરવાનાં? સંસારથી વિરક્ત આત્માને, માણસને કંઈ છુપાવવાનું હોતું નથી. પછી એ દંભનો આશ્રય શા માટે લે? પાંચમી વાત : વિરક્ત-વૈરાગી માણસની સર્વ તૃષ્ણાઓ વિરામ પામી જાય છે. ન કોઈ લોભ, ન કોઈ તૃષ્ણા. આત્મગુણોના પ્રગટીકરણનો આત્તર પુરુષાર્થ કરતા મહાત્માને સંસારનાં ભૌતિક-વૈષયિક સુખોની તૃષ્ણા હોય જ નહીં. ચક્રવર્તી રાજાનાં કે દેવલોકના દેવેન્દ્રનાં સામ્રાજ્ય પણ વૈરાગીને તૃણસમ લાગે છે. શારીરિક સુખોમાં એ ઉદાસીનભાવે વર્તતો હોય છે, આશાઓ અને તૃષ્ણાઓના નાગપાશમાંથી મુક્ત થયેલો યોગી સમભાવના પ્રશાંત સાગરમાં તરતો હોય છે. છઠ્ઠી વાત : આવા તૃષ્ણાવિજેતા યોગી વનમાં હોય કે નગરમાં, એને બંને સમાન હોય છે. એ મહાત્મા ક્ષેત્રાતીત બનીને વિચરતો હોય છે. એને નથી અકળાવતી વનની એકલતા કે નથી આકર્ષતી નગરની જાહોજલાલી. એને નથી આકર્ષતું વનનું સૌન્દર્ય કે નથી અકળાવતો નગરનો ઘોંઘાટ, આવા નિર્મોહી મહાત્મા પાસે કોઈ મિત્ર બનીને આવે કે કોઈ શત્રુ બનીને આવે, મહાત્માને બંને તરફ સમભાવ હોય છે. મિત્ર તરફ રાગ નહીં, શત્રુ તરફ દ્વેષ નહીં. આવા યોગીના શરીરે કોઈ શીતળ ચંદનનાં વિલેપન કરે કે કોઈ છરીના ઘા કરે, યોગીને બંને તરફ સમભાવ હોય. ચંદનના વિલેપન કરનાર તરફ રાગ નહીં, છરીના ઘા કરનાર તરફ જ નહીં. આવા મહાત્માની સામે મૂલ્યવાન રત્નો અને કીમતી મણિના ઢગલા હોય કે તુચ્છ ઘાસના ઢેર પડ્યા હોય, મહાત્માને મન બંને સમાન! રત્નો ને મણિ એને લલચાવી ન શકે, ઘાસના પૂળા એને અકળાવી ન શકે. આવા અવતની સામે સવર્ણની પાટો પડી હોય કે માટીનાં ઢેફાં પડ્યાં હોય, અવધૂતને મન બંને સમાન! સુવર્ણ મોહ ન જન્માવી શકે, માટી દ્વેષ પેદા ન કરી શકે, For Private And Personal Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૬ પ્રકૃષ્ટ લયની પ્રાપ્તિનો ક્રમઃ કોઈપણ દ્રવ્ય રાગ-દ્વેષ પેદા ન કરી શકે. કોઈપણ ક્ષેત્ર હર્ષ-ઉદ્વેગ જન્માવી ન શકે. કોઈપણ કાળ રતિ-અરતિ ન કરાવી શકે કે કોઈપણ ભાવ આનંદઉગ ન કરાવી શકે. આવી આત્મસ્થિતિને પ્રાપ્ત કરનાર મુનિ ધર્મધ્યાનમાંથી શુકલધ્યાન તરફ ધસમસતા આગળ વધતા હોય છે. સાતમી વાત: આવા યોગી પુરુષો નિરંતર આત્મરમણતામાં, આત્માનુભવમાં લીન બની પરમાનંદ અનુભવતા હોય છે. આત્મગુણોની જ રમણતા! પરમ બ્રહ્મની મસ્તી! બહારની દુનિયા સાથે કોઈ સંબંધ નહીં. કોઈ લગાવ નહીં. સ્વ'માં જ લીનતા! આઠમી વાત : મન-વચન-કાયાને સ્વાધ્યાયમાં–શાસ્ત્રાધ્યયનમાં જોડી રાખતા હોય છે, મહામુનિ! શાસ્ત્રોના અધ્યયન-પરાવર્તન-ચિંતન અને મનનમાં તેઓ ઓતપ્રોત રહેતા હોય છે. દિવસ-રાતના ૨૪ કલાકમાંથી ૧૫ કલાક તેઓ શાસ્ત્રાભ્યાસ કરતા હોય છે. નવમી વાત? ક્યારેક તેઓ પદ્માસને બેસી, આંખોને નાસિકાના અગ્રભાગે સ્થાપિત કરી, શ્રી નવકાર મંત્રનું ધ્યાન કરે છે. ક્યારેક કાયોત્સર્ગ-ધ્યાનમાં સ્થિર બની, ચોવીશ તીર્થકરોનું ધ્યાન કરે છે. ક્યારેક હૃદયકમળમાં અરિહંતાદિ નવ પદોનું ધ્યાન ધરે છે. દશમી વાત : આ રીતે જ્ઞાનોપાસનામાં, ધ્યાનારાધનામાં અને સંયમયોગોની પાલનામાં મહામુનિ પ્રમાદ નથી કરતા. અપ્રમત્ત રહે છે. જીવનની એક પળ પણ પ્રમાદમાં ન જાય તે માટે સદૈવ જાગ્રત રહે છે. મનના વિચારોને પણ પ્રમાદનો સ્પર્શ થવા દેતા નથી. અગિયારમી વાત : તેથી એ મહાત્માઓના અધ્યવસાય વિશુદ્ધ બનતા જાય છે. નિર્મળ બનતા જાય છે. ઉત્તરોત્તર વિશુદ્ધિ વધતી જાય છે. એ મહાત્મા પરમાનંદનો – ચિદાનંદનો આસ્વાદ કરતા હોય છે. સંસાર-પરિભ્રમણકાળમાં ક્યારેય ન અનુભવેલા સુખનો મધુર અનુભવ કરે છે. બારમી વાત : જેમ જેમ તેમની અધ્યવસાયની વિશુદ્ધિ થતી જાય છે તેમ તેમ વેશ્યાઓની વિશુદ્ધિ થતી જાય છે. તેજલેશ્યા, પાલેશ્યા કે શક્યુલેશ્યાત્રણમાંથી ગમે તે એક વેશ્યા તેમને રહે છે. અશુભ લેશ્યાઓ તેમને સ્પર્શી શકતી નથી. તેરમી વાત ? આવા મહાત્માનું ચારિત્ર પરમવિશુદ્ધ બને છે. પ્રશમરસમાં નિમગ્ન રહેનારા આવા મહાત્મા આત્મભાવની સ્થિરતારૂપ શ્રેષ્ઠ ચારિત્ર પામે છે. For Private And Personal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૧૩૭ ચૌદમી વાત : તેથી તેઓ કલ્યાણમૂર્તિ બને છે! ભદ્રમૂર્તિ બને છે! કાયામાં ધૈર્ય, વાણીમાં માધુર્ય, આંખોમાં કારુણ્ય અને ભાવોમાં પરમ વિશુદ્ધિ! આવા મહાત્માનાં દર્શન કરવા માત્રથી દુરિતનો નાશ થાય છે, આત્માને શાન્તિ, પ્રસન્નતા મળે છે, કાષાયિક ભાવો ઉપશાંત થાય છે. પંદરમી વાત : ઘાતી કર્મો : જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાયનો જો ક્ષય થઈ જાય તો મહાત્મા વીતરાગસર્વજ્ઞ બની જાય. જો ક્ષય ન થાય, ક્ષયોપશમ થાય તો પણ વિપુલ આત્મગુણો પ્રગટ થઈ જાય. સોળમી વાત : ઘાતી કર્મોના ક્ષયોપશમથી મહાત્માને અનેક લબ્ધિઓ (આત્મશક્તિઓ) પ્રાપ્ત થાય છે. સ્વયંભૂ લબ્ધિઓ પ્રગટે! તેઓ આકાશમાર્ગે ગમનાગમન કરી શકે, ઇચ્છા મુજબ રૂપ-પરિવર્તન કરી શકે..વગેરે. પરંતુ તેઓ લબ્ધિપ્રયોગ કરતા નથી. સત્તરમી વાત : અને તેઓ “અપૂર્વકરણ' નામના આઠમાં ગુણસ્થાનકે પહોંચી જાય છે. અપૂર્વકરણની આત્યંતર આધ્યાત્મિક પ્રક્રિયાથી તેઓ ઘાતી કર્મોનો વિપુલ માત્રામાં ક્ષય કરતા હોય છે. આ આંતરિક સાધનાનો, આત્માનુભવરૂપ પ્રકૃષ્ટ લય પામવાનો ક્રમિક માર્ગ 0 0 0 ચેતન, આ સત્તર વાતો વર્તમાન જીવનમાં તને જીવવી શક્ય ન લાગે, એવું પણ બને. જેટલું જાણીએ એ બધું જ જીવવું સંભવ પણ નથી. જીવવા માટે શક્તિ જોઈએ, વીર્ય જોઈએ.. અપૂર્વ ધર્મ જોઈએ અને સતત આંતર ઉલ્લાસ જોઈએ. આ બધું વર્તમાન જીવનમાં શક્ય નથી. પરંતુ આ પ્રકૃષ્ટ લયનો આદર્શ રાખીને, અલ્પકાલીન લયની આરાધના કરી શકાય. એ આરાધના છે ૪૮ મિનિટના સામાયિકની. પ્રકૃષ્ટ લયની મીની આવૃત્તિ છે સામાયિક. શામફિનો અર્થ છે સમભાવ, એટલે સમતાભાવ. ૪૮ મિનિટ સુધી સમતાભાવમાં રહેવાનો અભ્યાસ કરવાનો છે. રોજ-પ્રતિદિન આ અભ્યાસ કરવો જોઈએ. પરંતુ ચીલાચાલુ રીતે સામાયિક નથી કરવાનું. અપ્રમત્ત ભાવે કરવાનું છે. મન-વચન-કાયાની સ્થિરતા રાખીને કરવાનું છે. એ માટે સર્વપ્રથમ કાયાની સ્થિરતા માટે બાર સાવધાનીઓ રાખવાની છે, તે આ પ્રમાણે છે. ૧. પગ ઉપર પગ ચઢાવીને નહીં બેસવાનું. સુખાસને કે પદ્માસને બેસો. For Private And Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૮ પ્રકૃષ્ટ લયની પ્રાપ્તિનો ક્રમઃ ૨. જ્યાંથી ઊઠવું પડે (વચ્ચે) તેવી જગા પર ન બેસો. ૪૮ મિનિટ સુધી તમે જ્યાં હાલ્યા ચાલ્યા વિના બેસી શકો, એવી રીતે બેસો. ૩. બેઠા પછી દૃષ્ટિ સ્થિર રાખો. ચારે બાજુ જોવાનું નહીં. ૪. ઘર કે દુકાન - વ્યાપાર કે વ્યવહાર સંબંધી વાતો ન કરો, ઇશારા પણ ન કરો. પ. દીવાલના ટેકે ન બેસો. થાંભલાના ટેકે ન બેસો. ૬. હાથ-પગ ઊંચા-નીચા ન કરો. સ્થિર આસને બેસો. . આળસથી શરીરને મરોડો નહીં. ૮. હાથ-પગની આંગળીઓના ટચાકા ન ફોડો. ૯. શરીર પરથી મેલ ન ઉતારો. ૧૦, આળસુની જેમ ન બેસો. ૧૧. ઊંઘવાનું નહીં. ૧૨. વસ્ત્રોને ઊંચા-નીચા ન કર. આ રીતે કાયાની સ્થિરતા કરવાની. સાથે સાથે વચનની સ્થિરતા કરવાની. ૧. અસત્ય, અપ્રિય અને કડવું ન બોલો. ૨. વિચાર કર્યા વિના ન બોલો. ૩. શાસ્ત્રવિરુદ્ધ ન બોલો. ૪. સૂત્રોનો સંક્ષેપ કરીને ન બોલો. ૫. કોઈ સાથે ઝઘડો ન કરો. ૬. વિકથાઓ ન કરો. ૭. કોઈને હસાવો નહીં, હસો નહીં. ૮. સૂત્રોનું અશુદ્ધ ઉચ્ચારણ ન કરો. ૯. સાપેક્ષભાવે બોલો. ૧૦. ગણગણાટ ન કરો. જોકે સામાયિકમાં મૌન રહેવું, એ જ વધારે સારું છે. વચનની સ્થિરતાની સાથે મનની સ્થિરતા પણ કરવાની છે, તે માટે નીચેની દસ વાતો ધ્યાનમાં લો: ૧. આત્મહિતના જ વિચારો કરવા, બીજા નહીં. For Private And Personal Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૨. લોકપ્રશંસાની અપેક્ષા ન રાખવી. ૩. સામાયિક દ્વારા ‘ધનલાભ’ની ઇચ્છા ન કરવી. ૪. ‘બીજાઓ કરતાં હું સારું સામાયિક કરું છું,' આવું અભિમાન ન કરો. ૫. ભય ન પામો. ૭. સામાયિકના ફળની ઇચ્છા ન કરો. ૭, સામાયિકના ફળમાં શંકા ન કરો. ૮. મનમાં રોષ ન રાખો. ૯. વિનયભાવથી સામાયિક કરો. ૧૦. બહુમાનના ભાવથી સામાયિક કરો. આ રીતે મન-વચન-કાયાની સ્થિરતા ૪૮ મિનિટ સુધી રાખો. સામયિકમાં ૧૩૯ સ્વાધ્યાય કરી શકો. - મંત્રજાપ કરી શકો. ધ્યાન ધરી શકો. ધર્મધ્યાન કરી શકો. આત્મચિંતન કરી શકો. આ બધામાં લય જળવાવો જોઈએ. જો તમે ઉપર બતાવી, એ બધી સાવધાનીઓ રાખશો તો જરૂ૨ લય જળવાશે. તમને સમતાભાવની પ્રાપ્તિ થશે. સામાયિકની સફળતા સમતાભાવની પ્રાપ્તિ પર નિર્ભર છે. સમતાયોગમાં સ્થિરતા પ્રાપ્ત કરી, મોહનો નાશ કરી, વીતરાગ બની, પૂર્ણાનન્દમાં પ્ર-લય પ્રાપ્ત કરવા, મનોમન દૃઢ નિર્ણય કરી, 'સામાયિક’નો ધાર્મિક-આધ્યાત્મિક પ્રયોગ શરૂ કરી દેવો જોઈએ. For Private And Personal Use Only આ જ રીતે પરમાત્માની પૂજામાં પણ ઉત્કૃષ્ટ લયની પ્રાપ્તિ કરી શકાય. શરત એક જ છે ઃ મન-વચન-કાયાની સ્થિરતા! : કુશળ રહે. તા. ૧૪-૫-૯૮ (ઊંધ્યુમ્નસૂરિ Page #188 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir मोहवहिनमपाकर्तुं स्वीकर्तुं संयमश्रियम्। छेत्तुं रागद्रुमोद्यानं समत्वमवलम्ब्यताम्।। મોહરૂપ આગને બુઝવવા માટે, સંયમરૂપ લક્ષ્મીનું વશીકરણ કરવા માટે તથા રાવI૫ વૃક્ષોના ઉદ્યાનને નષ્ટ કરવા માટે સમાનું-સાઘનું આલંબન પ્રહણ કરો. આભાનુભવમાં લીન બનો. (લથ) આભાનુભવમાં તcલીન બનો. (વિલથ) આત્માનુભવમાં પૂર્ણાનંદ પામો.(પ્રાર્થા) For Private And Personal Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હાયથી પ્રાલય સ્માધી (બાર વાર્તાઓ) = For Private And Personal Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન, તારો પત્ર મળ્યો. આનંદ થયો. Acharya Shri Kailassagarsuri Gyanmandir શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લય, વિલય, અને પ્ર-લય અંગે આપણે ઠીક ઠીક અનુપ્રેક્ષા કરી. મન-વચન-કાયાના યોગોમાં સ્થિરતાને ‘લય’ કહેવામાં આવે છે. મેં એના ત્રણ વિભાગ આ રીતે પણ કર્યા છે : (પૂર્વે ૧૪મા પત્રમાં બીજી રીતે લયવિલય-પ્રલય બતાવેલા છે.) – કાયયોગની સ્થિરતા - લય, - વચનયોગની સ્થિરતા - વિ-લય (વિશિષ્ટ લય). - મનોયોગની સ્થિરતા - પ્ર-લય (પ્રકૃષ્ટ લય). આવી ત્રિવિધ સ્થિરતા પ્રાપ્ત થાય એટલે આત્મજ્ઞાન પ્રાપ્ત થાય. બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થાય, ત્રિવિધ યોગની સ્થિરતા એ જ સમભાવ, એ જ સહજાનંદતા અને એ જ આત્મારામતા છે. સમત્વમાં લય આવી જાય એટલે ઉન્મનીભાવ પ્રગટે! નિત્યાનંદ કહો, ચિદાનંદ કહો કે સહજાનંદ કહો, એક જ છે. અને આ આનંદ મોક્ષબીજ છે. ‘અમૃત સ્થાલિમ વીનમ્!' આ વાત માત્ર સૈદ્ધાન્તિક છે કે શાસ્ત્રોમાં લખાયેલી પડી છે, એમ નથી માનવાનું. આ લયની આરાધનાથી કેટલાય ગૃહસ્થોએ, સાધુઓએ, સ્ત્રીઓએ... રાજાઓએ, રાજકુમારોએ, શ્રેષ્ઠીપુત્રોએ અને કામી-વિકારી-હિંસક માણસોએ પણ લય-વિલય-પ્રલય પામીને મુક્તિ પ્રાપ્ત કર્યાનાં, પૂર્ણાનન્દ પ્રાપ્ત કર્યાનાં અનેક દૃષ્ટાંતો, પ્રજ્ઞાવંત ઋષિ-મુનિઓએ માત્ર પારમાર્થિક દૃષ્ટિથી લખેલાં આજે પણ વાંચવા મળે છે. કેવળ જનહિતાર્થે નિઃસ્વાર્થ ભાવનાથી, કરુણાસભર હૃદયે એ મનીષી મહાપુરુષોએ દૃષ્ટાંતો લખ્યાં છે, લખાવ્યાં છે અને પોતાના ધર્મોપદેશમાં કહેલાં છે. આવાં બાર દૃષ્ટાંતો-કથાઓ મારે તને કહેવી છે. મન-વચન-કાયાની સ્થિરતારૂપ સમતાભાવમાં લીનતારૂપ લય-વિલય અને પ્રલય પ્રાપ્ત કરી આત્મા મહાત્મા બની પરમાત્મસ્વરૂપ કેવી રીતે બન્યા, તે મારે સમજાવવું છે. (nŁગુપ્તસુનિ For Private And Personal Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧.પ્રભંજની પ્રલય પછીનું જાણે એક પ્રભાત ખીલતું હતું. સૃષ્ટિ નવ-નવા રંગે ચમકતી હતી. ઉષા પોતાની તેજકિરાવલિઓ પાથરવા ફરી આવી પહોંચી હતી. પંખીઓ રંગીન પાંખો પ્રસારતાં ગાવા લાગ્યાં હતાં. ચિત્ર-વિચિત્ર રંગોવાળાં પતંગિયાં મધુ આસ્વાદવા ઠેર ઠેર ભમતાં હતાં. દિશાઓ નવા રંગે ધોળાઈ રહી હતી. માર્ગો ધોવાઈને સ્વચ્છ બન્યા હતા. દૂર દૂર વહેતો સરપ્રવાહ પ્રવાસીઓનાં નેત્રોને ઘેરા લાલ રંગે આકર્ષી રહ્યો હતો. અને એક રમણીય વનખંડમાંથી નવયૌવનાઓનો એક મોર્ટો કાફલો પસાર થઈ રહ્યો હતો. વૈતાઢચ પર્વત ઉપર વસેલી ચકકા નગરી. રાજા ચક્રાયુધ અને રાણી હતી મદનલતા. તેમની એકની એક રાજકુમારી પ્રભંજના! વૈતાઢય પર્વત ઉપર વિદ્યાધરોનાં મોટાં મોટાં નગર. સુખ-સમૃદ્ધિ અને સૌંદર્યથી ભરપૂર. પૂર્વ અને પશ્ચિમના બે સમુદ્રોને અવગાહીને ઊભેલો વૈતાઢય પર્વત ઊંચે આભને ટેકો દઈને ઊભો છે. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતને વિભાજિત કરનારો આ પર્વત છે. આ પર્વત પરના રાજા ચક્રાયુધની પુત્રી પ્રભંજના પોતાના મનપસંદ પતિની શોધ કરવા આર્યદેશમાં ઊતરી આવી હતી. એક હજાર વિદ્યાધર કન્યાઓ એની સાથે હતી. રાજા ચક્રાયુધના મંત્રી, સેનાપતિ અને નાની એવી રક્ષક સેના સાથે હતી. પ્રભંજના! એના યૌવનમાં સ્વર્ગની સુરાનો મદ હતો. એણે કમળપુષ્પોનો શણગાર રચ્યો હતો. મસ્તક પર કમળની અર્ધનિદ્રિત કળીઓનો મુગટ પહેર્યો હતો. પીઠ પર લટકતા છૂટા કેશ ગંગાના ઊંડા નીલવર્ણા પ્રવાહની ભ્રાન્તિ કરાવતા હતા. ભાલ પર અર્ધચન્દ્રની આડ કરી હતી. જે વનખંડમાંથી વિદ્યાધર કુમારિકાઓના સ્વરચિત રથો પસાર થઈ રહ્યા હતા, તેની બંને બાજુમાં સુંદર કુંજ-નિકુંજ આવેલી હતી. હરિયાળીથી છવાયેલી આ કુંજ સ્વભવનોને શરમાવે તેવી રમ્ય હતી. ધોળાં ને કાબરચીતરાં કબૂતરો For Private And Personal Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १७४ પ્રભંજના ત્યાં આસોપાલવ નીચે ટોળે વળીને બેઠાં હતાં. કપિવૃંદ ચંપા અને કદંબનાં ફૂલઝાડો પર ઠેકતાં હતાં. સફેદ શિલાઓ પર ઊડતાં ને બેસતાં પોપટનાં ટોળાં જાણે રંગોળીની રમત રમી રહ્યાં હતાં. મૃગ અને મૃગી કુંજના એક ખૂણે લપાઈ તારામૈત્રક સાધી રહ્યાં હતાં. સ્નેહની નવી સૃષ્ટિ ત્યાં ખીલેલી હતી. યોગીને યોગસમધ ચઢી જાય, ભોગીને ભોગસમાધિ લાધી જાય એવું એ વાતાવરણ હતું. મીઠી મીઠી હવા રસિયાને રસવિહાર માણવા આમંત્રણ આપતી હતી. ત્યાં સામેથી શ્વેતવસ્ત્રધારી દંડધારી એક વિશાળ શ્રમણી વૃંદ આવી રહ્યું હતું. નીચી દૃષ્ટિએ ને મધ્યમ ગતિએ એ વૃંદ પ્રભંજનાની નિકટ પહોંચ્યું કે તરત જ પ્રભંજના રથમાંથી નીચે ઊતરી ગઈ. પાછળ આવતો કાફલો ઊભો રહી ગયો. પ્રભૂજનાની ખાસ સખીઓ પણ રથોમાંથી ઊતરી પ્રભૂજનાની પાસે આવીને ઊભી રહી ગઈ. મુખ્ય સાધ્વી હતાં સુપ્રતિષ્ઠિતા. સૌમ્ય આકૃતિ હતી. આંખોમાં વાત્સલ્ય ને કરુણા હતાં. વાણીમાં મધુરતા અને મોહતા હતી. એમના વ્યક્તિત્વ પર આત્મજ્ઞાનની આભા પથરાયેલી હતી. પ્રભંજનાએ બે હાથ જોડી, મસ્તક નમાવી વંદના કરી. સાધ્વીએ પ્રશ્ન કર્યો: રાજકુમારી, આટલા મોટા સમૂહ સાથે, આટલા વર્ષથી શા કામે અને ક્યાં જવા પ્રયાણ આદર્યું છે?' “હે પૂજ્યા, હું વિદ્યાધર રાજકુમારી પ્રભંજના છું. વૈતાઢ્ય પર્વત ઉપર મારા માટે મારા પિતાએ સ્વયંવર રચ્યો હતો. પરંતુ મને મારે યોગ્ય કોઈ વરે પસંદ ન પડ્યો, એટલે આ આર્યખંડમાં યોગ્ય વરની પસંદગી કરવા નીકળી છું.' નમ્રતા અને વિનયથી પ્રભંજનાએ કહ્યું. બે ક્ષણ મૌન રહી, પ્રભૂજનાની આંખોમાં આંખો પરોવીને સુપ્રતિષ્ઠિતા સાધ્વી બોલ્યાં : હે પુણયશાલિની, જિનેશ્વરોએ ભોગસુખોને દુઃખરૂપ કહ્યાં છે. ભોગોનું પરિણામ રોગો છે. વૈષયિક સુખો હલાહલ વિષ સમાં છે, એ સુખોને તારા જેવી મતિમંત રાજકુમારી અમૃત સમાં માને છે? કુમારી, આ વૈષયિક સુખોના ભોગથી રાગ-દ્વેષ વધે છે અને તેથી ભવભ્રમણ વધે છે.” આટલું કહીને સાધ્વી અટક્યાં. પ્રભંજનાએ કહ્યું : For Private And Personal Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય. ૧૫ હે ઉપકારી, આપે કહ્યું તે નર્યું સત્ય છે. પરંતુ આ ભૂલ તો જીવ અનાદિકાળથી કરતો આવ્યો છે. હું સમજું છું કે વૈષયિક સુખો સાચાં સુખો નથી. પણ આ સુખભોગની કુટેવ છૂટે કેવી રીતે? જે જીવો આ વૈષયિક સુખોનો ત્યાગ કરે છે તેઓ ધન્યવાદને પાત્ર છે. અમે તો પગલાનંદી પામર જીવો છીએ. સાધ્વી પ્રભૂજનાની વાત શાંતિથી સાંભળી રહ્યાં. બે ક્ષણ મૌન રહી, પ્રભંજનાએ પોતાની વાત આગળ વધારી. “હે આર્યો, અધ્યાત્મરસામૃતના પાનથી મુનિવરો સુખભીના રહે છે. હું જાણું છું અમારા વૈતાઢ્ય પર્વત ઉપર પણ વિદ્યાધર મુનિવરોનાં મેં દર્શન કરેલાં છે. મારાં માતા-પિતા સાથે એ મુનિવરોના ઉપદેશ પણ ક્યારેક ક્યારેક સાંભળેલા છે. એમનાં ઉત્તમ ચરિત્રો મેં જાણ્યાં છે. તેઓ પર-પરિણતિના ત્યાગી હોય છે. પરભાવમાં તેમને રતિ નથી હોતી. તેઓ સ્વભાવમાં રમણતા કરતા હોય છે. હે પૂજ્યા, અમારે પણ પરપુગલ-સંગ નિવારવો ઘટે. પરંતુ જડ-પુદ્ગલમાં ચૈતન્ય પરિણત થઈ ગયું છે.' પ્રભંજનાની આંખોમાં થોડો વિષાદ તરી આવ્યો. તેની પાસે ઊભેલી સખી બોલી : હે રાજ દુહિતા, તારી વાત સાચી છે, પણ અત્યારે તો આપણે જે પ્રયોજનથી નીકળ્યા છીએ, એ પ્રયોજન સાધીએ. પછી...ઉત્તરાવસ્થામાં પરમપદ પામવા ધર્મ-પુરુષાર્થ કરજે!' મારી સખી, એ તો કાયરતાની વાત છે. પહેલાં ધર્મ-પુરુષાર્થ જ કરવો ઈએ.” પુર્યોદયથી છલબલતાં સરોવરોને કાંઠે ઊગેલાં દેવદારૂનાં વૃક્ષો પ્રકૃતિની જયપતાકા સમાં મંદમંદ અનિલ-લહરીમાં ડોલી રહ્યાં હતાં. યક્ષ-ગંધર્વ ને કિન્નરોથી ભરેલાં ક્રીડાવનો પર થઈને રાતી ચાંચવાળા રાજહંસ માનસરોવર તરફ જઈ રહ્યા હતા. પર્વતની ટેકરીઓ પર મીઠી દૂર્વા ચરતી સુરભિ અને ચમરી ગાયો વાતાવરણને આત્મિક બનાવતી હતી. સાધ્વી સુપ્રતિષ્ઠિતા મધુર-ગંભીર સ્વરે બોલ્યાં : રાજકુમારી, ખરેખર આ સંસાર ક્લેશમય છે, દુઃખરૂપ છે. આવા સંસારને હિતકારી-સુખકારી માનવો, એક પ્રકારનો મિથ્યા આવેશ છે. તારી સખીએ કહ્યું કે “પહેલાં” સંસારસુખ ભોગવી લો, પછી ધર્મપુરુષાર્થ કરજો..” એ વાત તો એવી છે કે પહેલાં શરીરને ગં કરો, પછી એને ધોઈ નાંખો. આ શિષ્ટ પુનો આચાર નથી. For Private And Personal Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૬ પ્રભંજના તે પતિની શોધ કરીશ. એની સાથે લગ્ન કરીશ.. પણ આ સંબંધ શું શાશ્વત રહેશે? જીવનના દ્વારે મહાકાળ ઊભેલો જ હોય છે. લગ્નની ચોરીમાંથી સ્ત્રી કે પુરુષને ઉપાડી જાય! પરણ્યાની પહેલી રાતે અપહરણ કરી જાય! સંબંધો કાચા ધાગાના તાંતણા જેવા છે... ગમે ત્યારે તૂટી જાય. માટે આવા ક્ષણિક સંબંધો શા કામના? જો મોહાધીનતાને ત્યજી શકે તો સંયમનો માર્ગ લઈ શકે. મનુષ્યજીવનને સફળ કરી શકે.' પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર વનખંડમાં એક તરફ એક હજાર વિદ્યાધર કન્યાઓનો કાફલો મૌન ઊભો છે. બીજી બાજુ સેંકડો શ્રમણ ભૂમિ પર દંડ ટેકવીને, ભૂમિ પર દૃષ્ટિ સ્થિર કરીને, મનોમન પરમાત્મસ્મરણ કરતી ઊભી વચ્ચે ઊભાં છે સાધ્વી સુપ્રતિષ્ઠિતા અને રાજકુમારી પ્રભંજના. સાધ્વીનાં જ્ઞાનપૂત વચનોએ પ્રભંજનાના હૃદયને ઢંઢોળ્યું. એ સ્થિર ઊભી હતી. સાથ્વીનાં તત્ત્વસભર વચનોએ એને આત્મનિરીક્ષણ કરવા પ્રેરિત કરી. સાધ્વી મૌન રહ્યાં. પ્રભંજના પણ મૌનના મહાસાગરમાં તરવા લાગી. એને ચિંતનનો લય લાગી ગયો. કાયયોગ અને વચનયોગ સ્થિર બન્યા. એનું ચિંતન શરૂ થયું. “આ સાધ્વીજીએ સાચું કહ્યું. અનાદિ સંસારમાં પરિભ્રમણ કરતા જીવે સર્વે જીવો સાથે સર્વ પ્રકારના સંબંધો કરેલા છે. માતાના, પિતાના, ભાઈના, બહેનના, પત્નીના, પુત્રીના.. બધા જ સંબંધો કરેલા છે. શત્રુ મરીને મિત્ર થાય છે, મિત્ર મરીને શત્રુ પણ બને છે... આ બધો સંસારનો સ્વભાવ છે. વસ્તુસ્વભાવે તો આત્મસત્તા જ સાચી છે. “આ મારો, આ પરાયો' - આ બધા આરોપિત ભાવો છે. હું મારા સ્વભાવનો ભોક્તા છું. મૂળ સ્વરૂપે અમૂર્ત ને અરૂપી છે. અક્ષય અને અનૂપ છું. આમ તો મારો આત્મા સિદ્ધ સમાન જ છે! હું આ શરીરથી જુદો છું. શરીર અને આત્મા જુદાં છે. બધા જ પુદ્ગલભાવોથી હું આત્મા, જુદો છું.” પ્રભંજનાએ ધર્મધ્યાનમાંથી શmધ્યાનમાં પ્રવેશ કર્યો. એનું મન સમતાયોગમાં સ્થિર થઈ ગયું. એના આત્મામાં પૂર્ણાનન્દની ઉષા પ્રગટી ગઈ. - અવેદી-નિર્વિકાર બની ગઈ. - અકષાયી બની. - પૂર્ણ સમત્વ પામી. For Private And Personal Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૭ લય-વિલય-પ્રલય - પ્ર-લય લાગી ગયો. મન મરી ગયું. - ઘાતકર્મો ખરી પડયાં. - કેવળજ્ઞાન પ્રગટ થઈ ગયું - એક ગૃહસ્થ સ્ત્રીને કેવળજ્ઞાન પ્રગટ્યું! સ્વર્ગમાંથી દેવો ઊતરી આવ્યા. પ્રભંજનાને સાધ્વી-વેશ આપ્યો. સ્વર્ણકમલની રચના કરી. ભૂમિ સુગંધી જલથી સુવાસિત કરી. પુષ્પોની વૃષ્ટિ કરી. સૌથ્વી પ્રભંજના સ્વર્ણકમલ પર આરૂઢ થયાં. સાધ્વી સુપ્રતિષ્ઠિતાએ અને સર્વે સાધ્વીઓએ કેવળજ્ઞાનીને વંદના કરી. ગદ્ગદ સ્વરે સ્તવના કરી. પ્રભૂજનાની સાથે આવેલી એક હજાર વિદ્યાધર કન્યાઓએ દીક્ષા લીધી. કેવળજ્ઞાની મહાસાધ્વી પ્રભંજનાએ વર્ષો સુધી આ પૃથ્વી પર વિચરી વિશ્વ પર ઉપકાર કર્યો. આયુષ્યકર્મ પૂર્ણ થતાં અઘાતી કર્મો નાશ પામ્યાં. પ્રભંજનાનો આત્મા સિદ્ધ-બુદ્ધ ને મુક્ત બન્યો. (નોંધ : “વસુદેવ હિંડી' ગ્રંથના આધારે આ કથા લખી છે.) For Private And Personal Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨. બાહુબલી Acharya Shri Kailassagarsuri Gyanmandir ભગવાન ઋષભદેવના બે પુત્રો, ભરત અને બાહુબલી. બીજા ૯૮ પુત્રોએ સંસારત્યાગ કરી ભગવાનનાં ચરણોમાં સમર્પણ કર્યું હતું. ૯૮ રાજકુમારો કેવળજ્ઞાની બની ગયા હતા. ભરતને ચક્રવર્તી બનવાનું હતું. પૃથ્વી પર વિજય પ્રાપ્ત કરવા તેણે સાઠ હજાર વર્ષો સુધી યુદ્ધો કર્યાં. પૃથ્વી પરના બધા જ રાજા-મહારાજાઓને પરાજિત કર્યા, તે અયોધ્યા પાછો આવ્યો. પરંતુ ચક્રવર્તી તરીકે રાજ્યભિષેક તો જ થાય, જ્યારે ચક્રરત્ન આયુધશાળામાં પ્રવેશ કરે. ચક્રરત્ને આયુધશાળામાં પ્રવેશ ન કર્યો. કારણ કે હજુ એક રાજા અપરાજિત હતો, તે હતો બહલી-દેશનો રાજા બાહુબલી! ભરતનો જ નાનો ભાઈ. અજોડ પરાક્રમી અને દુર્ઘર્ષ યોદ્ધો! એણે ભરતની આધીનતા સ્વીકારી ન હતી. સ્વીકારવા તૈયાર પણ ન હતો. ભરતના દૂતોને તિરસ્કારી ભગાડી દીધા હતા. ભરતે બાહુબલી સાથે યુદ્ધ જાહેર કર્યું. સાગર જેવી વિશાળ-વિરાટ સેના સાથે ભરતે બહલી-દેશ તરફ પ્રયાણ કર્યું. બાહુબલીએ પણ ભરતનો પ્રતિકાર કરવા પોતાની યુદ્ધકુશળ સેના સાથે બહલી-દેશની સીમા પાસે ગંગાના તટ પર પડાવ નાંખ્યો. જો આ યુદ્ધ થાય તો પૃથ્વીનો વિનાશ થઈ જાય', આ શંકાથી દેવલોકના દેવો જાગ્રત થયા. 'આ બંને ઋષભ-પુત્રો, એક શરીરના બે હાથ જેવા છે. તેમનો સામસામો સંઘર્ષ કેમ થાય? આ યુદ્ધ કોઈપણ રીતે અટકાવવું જોઈએ.’ દેવો વિષ્ટ્રિકાર બન્યા. ભરતને સમજાવ્યો - સેના-યુદ્ધ નહીં કરવું. બાહુબલીને સમજાવ્યો - સેના-યુદ્ધ ન કરવું. યુદ્ધ માત્ર બે રાજાઓએ જ કરવું, બંને સેનાઓ પ્રેક્ષક બને. યુદ્ધોના પ્રકારો નિશ્ચિત થયા. ૧. દૃષ્ટિયુદ્ધ ૨. વાયુદ્ધ – સિંહનાદ For Private And Personal Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૯ લય-વિલય-પ્રલય ૩. મલ્લયુદ્ધ ૪. મુષ્ટિયુદ્ધ ૫. દંડયુદ્ધ આ પાંચે યુદ્ધમાં ભરત હારી ગયા. બાહુબલી જીતી ગયા. ન બનવાનું બની ગયું. ચક્રવર્તીના કાળમાં ચક્રવર્તી કરતાં વધારે બળવાન બીજો કોઈ પુરુષ ન હોય, જ્યારે બાહુબલી, ભરતના જ નાના ભાઈ ભરત કરતાં વધારે બલવાન સિદ્ધ થયા. દેવોએ પુષ્પવૃષ્ટિ કરી બાહુબલી ઉપર. ભરત ખિન્ન થઈ ગયા. તેમને ભયંકર આઘાત લાગ્યો. તેમાંથી તીવ્ર રોષ ભભૂકી ઊઠ્યો. ધનુષ્યની જેમ એની દેહયષ્ટિ ટટાર બની. તેના હોઠ નિશ્ચલપણે બિડાયા. એનું મસ્તક દૃઢતાથી ઊંચું થયું. એના પગ પૃથ્વીને ધણધણાવવા લાગ્યા. એની આંખોમાં પ્રચંડ પ્રલયકારી આગ પ્રગટી ગઈ. તેની પાસે સહસરશ્મિ સૂર્ય જેવું ચળકતું પ્રલયકારી “ચક્રરત્ન” હતું. પૃથ્વીનો વિનાશ એમાં સંગ્રહીત હતો. એ ચક્ર અનેક તીક્ષ્ણ આરાવાળું હતું. તેજ ભર્યો એક-એક આરો અનેક સુતી અસિધારા જેવો હતો. વજકાય-ચક્રવર્તી સિવાય કોઈ એને ઉઠાવી ન શકે. ચક્રવર્તી આ ચક્રરત્નના પ્રતાપે જ સંસારમાં અજેય બનતો, આંધી અને ઉલ્કાપાત વર્ષાવનાર આ ચક્રરત્નનો ઉપયોગ ચક્રવર્તી ન છૂટકે જ કરતો. પણ જ્યારે ઉપયોગ થતો ત્યારે પૃથ્વી પર હાહાકાર વર્તી જતો. આ ચક્રરત્નમાં બે ખૂબી હતી. કામ પૂર્ણ થયા પછી એ ચક્ર આપોઆપ ચક્રવર્તી પાસે આવી જતું. બીજી ખૂબી એ હતી કે ચક્રવર્તીના સગોત્રીય પુરુષનો એ નાશ નહોતું કરતું. પરંતુ ક્રોધાવેશ મોટા માણસને પણ ભૂલાવી દે છે. હારેલા ભરતે પોતાના હાથમાં ચક્ર લીધું અને આકાશમાં ભમાવવા માંડયું. - જાણે અકાળે કાળાગ્નિ હોય, - જાણે બીજો વડવાનલ હોય, - જાણે અકસ્માત વજાનલ હોય, - જાણે ઊંચો ઉલ્કાપુંજ હોય, - જાણે આકાશમાંથી પડતું સૂર્યબિંબ હોય, - જાણે વીજળીનો જાજ્વલ્યમાન ગોળો ભમતો હોય For Private And Personal Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૦ બાહુબલી તેવું ચક્રરત્ન દેખાવા લાગ્યું. દેવો ભરત પર ધિક્કાર વરસાવવા લાગ્યા. “ભરતે યુદ્ધની પ્રતિજ્ઞાનો ભંગ કર્યો છે. પ્રતિજ્ઞા તોડી છે.” બાહુબલી નિર્ભય બનીને ઊભા હતા. તે વિચારે છે : "પ્રતિજ્ઞાનો ભંગ કરનાર ભરત ધિક્કારને પાત્ર છે. તપસ્વી જેમ તેજલેશ્યાથી બીજાઓને ડરાવે તેમ ક્રોધી બનેલો ભરત ચક્ર બતાવીને મને ભય પમાડવા ઇચ્છે છે. ભલે, આવવા દો એ ચક્રને. જીર્ણ થયેલા પાત્રની જેમ આ ચક્રને હું ચૂર્ણ કરી નાખીશ, પથ્થરના ટુકડાની જેમ આ ચક્રને રમત-રમતમાં હું આકાશમાં ફેંકી દઈશ કે એને પૃથ્વીમાં દાટી દઉં? કે ચકલીના બચ્ચાની જેમ હાથમાં પકડી લઉં?” બાહુબલી આ પ્રમાણે વિચારતા હતા, ત્યાં ચક્રે આવીને બાહુબલીને પ્રદક્ષિણા દીધી! ચક્રવર્તીનું ચક્ર સામાન્ય સગોત્રીય પુરુષ ઉપર ચાલી શકે નહીં. વળી આ. તો ચરમશરીરી પુરુષ હતા, એમના ઉપર ચક્ર આઘાત કેવી રીતે કરે? ચક્ર પાછું ભરતના હાથમાં પહોંચી ગયું. બાહુબલીએ વિચાર્યું : “ચક્રનો પ્રયોગ કરનાર, અન્યાયથી યુદ્ધ કરનાર એ ભરતને અને એના ચક્રને એક મુષ્ટિપ્રહારથી ચોળી નાંખું.” બાહુબલીએ યમરાજની જેમ ભયંકર મુષ્ટિ ઉગામી અને ભરત તરફ દોડ્યા. ભરતની પાસે પહોંચી ગયા. પણ જેમ સમુદ્ર મર્યાદામાં રહે તેમ તેઓ ત્યાં સ્થિર થઈ ગયા. એમના મનમાં એક અપૂર્વ શુભ વિચાર ઊઠ્યો : હું શું કરવા તત્પર થયો છું? આ ચક્રવર્તીની જેમ હું પણ રાજ્યના મોહમાં અંધ થઈ, મોટાભાઈનો વધ કરવા તૈયાર થયો છું. હું ખરેખર ધિક્કારને પાત્ર છું. શિકારીથી પણ અધિકો પાપી છું.” મદિરાપાનથી માણસને જેમ તૃપ્તિ નથી થતી તેમ રાજાઓને રાજ્યશ્રી પ્રાપ્ત થાય અને યથેચ્છ રીતે ભોગવે, છતાં તૃપ્તિ નથી થતી. રાજ્યલક્ષ્મી અમાવાસ્યાની રાત્રિ જેવી ઘોર અંધકારવાળી છે. ભાગ્ય પલટાય કે ક્ષણવારમાં રાજ્યશ્રી ચાલી જાય છે. પિતાજીએ શા માટે રાજ્યલક્ષ્મીને તૃણવતુ સમજીને ત્યજી દીધી? એ પિતાનો હું પુત્ર છું. મારે પણ આ રાજ્યલમીનો સર્વથા ત્યાગ કરવો યોગ્ય છે.” અફર નિર્ણય કરી બાહુબલીએ ભરતને કહ્યું : “હે ભ્રાતા! હે ક્ષમાશીલ! માત્ર રાજ્યના લોભથી મેં તમને કષ્ટ આપ્યું છે, મને ક્ષમા કરજો. હવે મારે ન For Private And Personal Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૧૮૧ જોઈએ રાજ્ય, ન જોઈએ સ્વજનો કે પરિજનો, હવે હું ત્રિભુવનપતિ અભયદાતા પિતાજીના માર્ગે પ્રયાણ કરીશ.' મહા સત્ત્વશીલ બાહુબલીનો નિર્ણય સાંભળીને સૌ સ્તબ્ધ બની ગયા. ભરત બાહુબલીને તાકી રહ્યા. ત્યાં તો બાહુબલીએ પોતાની ઉપાડેલી વજ્રમુષ્ટિ પોતાના જ મસ્તક પર પછાડી, એક પછી એક એમ પાંચ મુષ્ટિથી માથાના અને દાઢીમૂછના વાળ ઉખાડી નાંખ્યા. દેવોએ ‘સરસ સરસ...ઉત્તમ ઉત્તમ' બોલીને બાહુબલી પર પુષ્પવૃષ્ટિ કરી. બાહુબલીએ સ્વયં મહાવ્રતો સ્વીકારી લીધાં અને એ જ યુદ્ધભૂમિ પર કાયોત્સર્ગ ધ્યાને ઊભા રહી ગયા. શરીર સ્થિર થઈ ગયું. વાણી મૌનમાં વિલીન થઈ ગઈ. પરંતુ મનમાં એક અશુભ સંકલ્પ રહી ગયો. લય સધાયો, વિ-લય સધાયો, પરંતુ પ્ર-લય ન સધાયો. ‘હું હમણાં પ્રભુ પાસે નહીં જાઉં. પ્રભુની પાસે મારા ૯૮ નાના ભાઈઓ કેવળજ્ઞાની બનીને રહેલા છે. હું અત્યારે ત્યાં જાઉં તો મારે નાના ભાઈઓને વંદન કરવાં પડે. માટે અહીંથી ધ્યાનાગ્નિમાં ઘાતીકર્મોને બાળી કેવળજ્ઞાની બનીને પ્રભુના સમવસરણમાં જઈશ.' આ હતો અભિમાનનો અસુર. લયની પરાકાષ્ઠા પામવામાં મોટું વિઘ્ન. પણ આ તો આંતરિક વાત હતી. ભરત આ નહોતા જાણી શક્યા. એમણે તો બાહુબલીને સર્વત્યાગી શ્રમણના રૂપે જોયા. ‘આ મારા જ કુકર્મનું પરિણામ છે. હું અધમ છું, પાપી છું, પૃથ્વી જો ફાટે તો હું પૃથ્વીમાં સમાઈ જાઉં... શું કરું?' ભરતેશ્વરની આંખોમાં આંસુ ઊભરાયાં. આંસુ-નીતરતી આંખે એમણે બાહુબલીને પ્રણામ કર્યા. તેઓ ગદ્ગદ સ્વરે બોલ્યા: તમને ધન્ય છે. તમે મારા ઉપર અનુકંપા કરી, રાજ્યનો ત્યાગ કરી દીધો. હું પાપી અને અભિમાની છું. મેં અસંતુષ્ટ થઈ તમને ખૂબ ઉપદ્રવ કર્યા. તમે તો ખૂબ સારી રીતે રાજ્યનું... પ્રજાનું પાલન કરતા હતા. મેં બહુ મોટો વિક્ષેપ કર્યો. વળી, મેં મારી શક્તિનો વિચાર ન કર્યો, તેથી તમને ઘોર અન્યાય કર્યો. હું લોભથી જિતાયો... હાર્યો... જીવનમાં આવી હાર પહેલી જ વાર ખાધી... અને છેલ્લી ખાધી. ‘આ રાજ્ય એટલે સંસારવૃક્ષનું-વિષવૃક્ષનું બીજ છે.' આ જે જાણતા નથી, તેઓ અધમ છે. હું તો અધમાધમ છું કારણ કે જે પિતાએ રાજ્યને નરકનું દ્વાર સમજી, ત્યજી દીધું... તે રાજ્ય માટે હું હજારો વર્ષ લડતો રહ્યો... સગા For Private And Personal Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૨_ બાહુબલી ભાઈઓનાં રાજ્ય પડાવી લેવાનું ઘોર પાપ કર્યું. તે બાહુબલી! હે ભ્રાતા! તમે પ્રભુ-પિતાના સાચા પુત્ર છો. તમે પિતાના મોક્ષમાર્ગને અનુસર્યા. હું પણ તમારા જેવો થાઉં તો જ પિતાનો સાચો પુત્ર કહેવાઉં.' પશ્ચાત્તાપનાં પાણીથી વિષાદનો મેલ ધોવાયો. ભરતે બાહુબલીના પુત્ર ચંદ્રયશાનો બહલી-દેશના રાજા તરીકે તક્ષશિલામાં રાજ્યાભિષેક કર્યો, અને તેઓ સેના સાથે અયોધ્યા તરફ પ્રયાણ કરી ગયા. ભગવાન બાહુબલી! જાણે પૃથ્વીમાંથી પ્રગટ્યા હોય, કે આકાશમાંથી અવતર્યા હોય તેમ એકલા જ કાયોત્સર્ગ ધ્યાને ઊભા રહ્યા. જાણે પાંચસો ધનુષ્ય ઊંચી રત્નપ્રતિમા! ઊંચી.. તેજસ્વી... વિરાટ અને સૌમ્ય! તેમનાં બંને નેત્રો નાસિકાના અગ્રભાગે સ્થિર થયાં હતાં. નિષ્પકંપ હતાં. - ગ્રીષ્મકાળના ઊના ઊના વંટોળિયા તેમને ભરડો લેતા હતા. - મધ્યાહ્નકાળનો પ્રચંડ સૂર્ય તેમના મસ્તક પર ધખતો હતો. - છતાં શુભ ધ્યાનના, સમતાભાવના અમૃતમાં મગ્ન રહેતા હતા. - શરીર પર મેલ અને પરસેવો એવો લાગેલો હતો કે જાણે કાદવમાંથી બહાર ન નીકળ્યા હોય! - વર્ષાઋતુમાં પવનના ઝપાટા અને વૃક્ષોને ધ્રુજાવતી જળધારાઓ વરસવા છતાં બાહુબલી મહામુનિ જરાપણ વિચલિત નહોતા થતા. - પહાડોના શિખરોને કંપાવનારા વિદ્યુતપાત થતા હતા, છતાં પણ તે યોગી કાયોત્સર્ગ-ધ્યાનમાં નિમગ્ન રહેતા હતા, તેમનો ધ્યાનલય તૂટતો ન હતો. તેમનો વિશિષ્ટ લય-મૌન જરાય બોલકું બનતું ન હતું. - નીચે વહેતા પાણીમાં થતી શેવાળથી એમના બંને પગ લિપ્ત થયા હતા. - હિમઋતુમાં હિમથી - બરફથી ઉત્પન્ન થયેલી ગંગાનદીમાં પણ તેઓ ધ્યાનમાં સુખે સુખે રહીને કર્મોની નિર્જરા કરતા રહ્યા. - હેમંતઋતુ એટલે-બરફથી વૃક્ષો બળે! એ ઋતુની અતિ શીતલ રાત્રિઓમાં પણ ડોલરના પુષ્પની જેમ બાહુબલીનું ધ્યાન વિશેષ ઉજ્વલ બનવા માંડ્યું. For Private And Personal Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૧૮૩ - વનવગડાના પાડા, બાહુબલીના ઊંચા શરીર પર પોતાનાં શીંગડાં ઘસતા હતા અને શરીર ખંજવાળતા હતા. - વાઘણોનાં ટોળાં પોતાનાં શરીરોને બાહુબલીના શરીરને પર્વતની તળેટી સમજી તેમના શરીર સાથે પોતાનાં શરીર ટેકવી નિરાંતે ઊંધી જતાં હતાં. વનહાથીઓ તે મહાત્માના હાથ-પગને ખેંચતા હતા, પણ ખેંચી શકતા નહીં, મોં બગાડીને ચાલ્યા જતા હતા. - ચમરી ગાયો નિઃશંકપણે ત્યાં આવીને કરવત જેવી એમને કાંટાવાળી વિકરાળ - જીભ વડે તે મહાત્માને ઊંચા મુખ કરીને ચાટતી હતી. - ચામડાની પટ્ટીઓ જેમ મૃદંગ પર વીંટાય તેમ સેંકડો શાખાવાળી લતાઓ તેમના શરીર પર વીંટાઈ હતી. - વર્ષાકાળમાં કાદવમાંનિમગ્ન થયેલા તેમના ચરણને વીંધીને દર્ભની શુળ ઊગી નીકળી હતી. - વેલોથી ભરાયેલા તેમના દેહ પર પક્ષીઓએ પોતાના માળા બાંધ્યા હતા. - હજારો મોટા સર્પો વેલોના સહારે ઉપર ચઢી લટકતા હતા. લાંબા સર્પોથી જાણે મહાત્મા બાહુબલી હજાર હાથવાળા જણાતા હતા! - ઘણા સર્પો એમના ચરણ ઉપર વીંટળાઈ રહેતા હતા. જાણે પગે પહેરવાનાં કડાં ન હોય! બાહુબલી એક વર્ષ સુધી સ્થિર ઊભા, મૌન ઊભા. ધ્યાનમાં રહ્યા. છતાં તેમના રાગ-દ્વેષ-મોહ દૂર ન થયા. તેમને કેવળજ્ઞાન ન થયું! પરંતુ એ કાળે પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવ હાજર હતા. તેમણે બે સાધ્વીઓ બ્રાહ્મી અને સુંદરીને બોલાવી. એ બંને ભરતબાહુબલીની બહેનો હતી. ભગવાન ઋષભદેવે બ્રાહ્મી-સુંદરીને કહ્યું : “હે આર્યાઓ, અત્યારે બાહુબલી પોતાનાં પ્રચુર કર્મોને ખપાવી, શુક્લપક્ષની ઉજ્વલ ચતુર્દશી જેવા અંધકારરહિત બન્યા છે. પરંતુ જેમ પડદાની પાછળ રહેલો પદાર્થ, જોઈ શકાતો નથી તેમ મોહનીય કર્મના અંશરૂપ “માન-કષાયથી તેને કેવળજ્ઞાન થતું નથી. આત્માનુભવરૂપ, કેવળજ્ઞાનની ઉષારૂપ પ્રકષ્ટ લયની પ્રાપ્તિ થતી નથી. માનકપાયનું વિઘ્ન દૂર કરવાનો હવે સમય પાક્યો છે! તમારા બંનેનાં વચનથી તે માનનો ત્યાગ કરશે. માટે તમે ત્યાં જાઓ અને ઉપદેશ આપો. હાલ ઉપદેશનો સમય પ્રવર્તે છે! અર્થાત્ તમારો ઉપદેશ સફળ થશે.” For Private And Personal Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૪ બાહુબલી જોકે પ્રભુ ઋષભદેવ બાહુબલીના માન-કષાયને જાણતા હતા, પરંતુ એક વર્ષ સુધી તેની ઉપેક્ષા કરી હતી, કારણ કે તીર્થકરો સતત જાગ્રત હોય છે, તેઓ યોગ્ય સમયે ઉપદેશ આપે છે. ૦ ૦ ૦ પ્રભુએ બ્રાહ્મી-સુંદરી સાધ્વીઓને કહ્યું : બાહુબલી તપની પૂર્ણ કક્ષાએ પહોંચી ગયા છે પરંતુ આત્મજાગૃતિ અને વિવેકજાગૃતિ બાકી છે. મહાતપસ્વીના પગમાં રાફડા થયા છે, સર્પોએ ત્યાં નિવાસ કર્યો છે, પંખીઓએ ખભાઓ પર માળા બાંધ્યા છે, હરણાં એમનાં શરીર બાહુબલીના શરીર સાથે ઘસે છે. વેલડીઓ એમના દેહને વૃક્ષ સમજી વીંટળાઈ વળી છે. મહાત્માએ દેહ અને આત્માને જુદા જાણી લીધા છે. પરંતુ પાતાળનાં પડ વીંધીને આવેલું પાણી, જેમ કૂવાના નમાલા ઢાંકણથી રોકાઈ જાય, તેવું બન્યું છે. ભારતના અહંકારને બાહુબલીએ જીવલેણ ફટકો માર્યો અને પોતે સર્વસ્વ ત્યાગીને ત્યાં જ કાયોત્સર્ગ ધ્યાને ઊભો રહી ગયો. તે ત્યાં જ રોકાઈ ગયો. મારી પાસે આવે તો નાના ૯૮ કેવળજ્ઞાની ભાઈઓને વંદન કરવું પડે! માટે પૂર્ણજ્ઞાન પ્રાપ્ત કરીને જઈશ. આ છે બાહુબલીનું માન.' આર્યા બ્રાહ્મી અને સુંદરી બહલી-દેશના સીમાવર્તી પ્રદેશમાં ગયાં. મહામુનિ બાહુબલીને શોધવા લાગી. ઘણી વેલોથી વીંટાઈ ગયેલા મહામુનિ તેમને દેખાયા નહીં. તેમણે વારંવાર શોધવા માંડ્યા. ત્યારે તેઓ દેખાઈ આવ્યા ઓળખ્યા. બંને આર્યાઓએ એમને વંદના કરી, ત્રણ પ્રદક્ષિણા આપી, તેમને કહ્યું : “હે જ્યેષ્ઠાય! ભગવાન ષભદેવ, આપણા પિતાજીએ અમારા મુખે કહેવરાવ્યું છે કે હાથી ઉપર આરૂઢ થયેલા પુરુષોને કેવળજ્ઞાન થતું નથી. અમે આપની ભગિની આર્યાઓ બ્રાહ્મી અને સુંદરી છીએ.” પ્રભુનો ઉપદેશ સંભળાવી, બ્રાહ્મી અને સુંદરી આર્યાઓ જેવી આવી હતી તેવી ચાલી ગઈ. મહામુનિ બાહુબલીએ આર્યાઓનાં વચન ધ્યાનપૂર્વક સાંભળ્યાં હતાં, તેમણે વિચાર્યું : “મેં સર્વ સાવદ્યયોગોનો ત્યાગ કર્યો છે અને વૃક્ષની જેમ કાયોત્સર્ગ ધ્યાનમાં પૃથ્વી પર ઊભો છું. આ જંગલમાં હાથી ક્યાંથી હોય અને હું હાથી પર આરૂઢ ક્યાં છું? પિતાજીનો સંદેશો લાવનારી આર્યાઓ ભગવંતની શિષ્યાઓ છે. તેઓ ક્યારેય અસત્ય બોલે નહીં. તો મારે શું સમજવું?” બાહુબલી ગંભીર ચિંતનમાં ઊતરી ગયા. સાધ્વીનાં વચનોનો તાત્પર્યાર્થ For Private And Personal Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org લય-વિલય-પ્રલય ૧૮૫ સમજવા મનોમંથન કરવા લાગ્યા. ત્યાં એમને રહસ્ય સમજાયું! ‘સાચી વાત છે, માન હાથી છે... હું માનના... અભિમાનના હાથી ૫૨ બેઠો છું! વ્રતથી મોટો અને વયથી નાના મારા ૯૮ કેવળજ્ઞાની બનેલા ભ્રાતાઓને હું વંદન કેમ કરું?' આ મારું અભિમાન! આ જ માનનો હાથી! અહો, આજદિન સુધી મને વિવેક પ્રગટ્યો નહીં... કેવળજ્ઞાની બનેલા ભ્રાતાઓને વંદન કરવાની મને ઇચ્છા ન થઈ. ના, ના, હવે તો માનના હાથી પરથી નીચે ઊતરીને, હમણાં જ પ્રભુનાં ચરણે જઈ, એ મારા ભ્રાતાઓને વંદના કરીશ.' Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાત્મા બાહુબલીએ પ્રભુ પાસે જવા પગ ઉપાડ્યા કે શરીર પર વીંટળાઈ રહેલી વેલો તૂટવા લાગી, તેની સાથે ઘાતી કર્મો પણ તૂટવા લાગ્યાં. પ્રકૃષ્ટપરમ લયની આડે આવેલો માન-કષાય નષ્ટ થયો. તરત જ પૂર્ણાનન્દ પ્રાપ્ત થયો. ૫૨મ સમત્વની પ્રાપ્તિ થઈ. બાહુબલી વીતરાગ બની ગયા. બાહુબલી કેવળજ્ઞાની બની ગયા. ચન્દ્ર જેવા સૌમ્ય બાહુબલી, સૂર્ય જેવા પ્રતાપી - તેજસ્વી બળવાન ઋષભદેવ પાસે ગયા. પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપી, તીર્થને નમસ્કાર કર્યા અને કેવળજ્ઞાનીઓની પર્ષદામાં જઈને બેઠા. નોંધ : આ કથા ‘ત્રિષષ્ટિશલાકાપુરુષ-ચરિત્ર' ગ્રંથના આધારે લખી છે. એક સૂક્ષ્મ પણ કષાય હોય ત્યાં સુધી પ્રકૃષ્ટ લય (પ્ર-લય) સધાતો નથી. કષાયો નાશ પામે એટલે મન-વચન-કાયાના યોગો સ્થિરતારૂપ શ્રેષ્ઠ ચારિત્ર પામી સર્વજ્ઞ-વીતરાગ બની જાય છે. પછી ભલે બાહ્યવેશ ગૃહસ્થનો હોય, સાધુનો હોય કે સંન્યાસીનો હોય, પરમ લયની પ્રાપ્તિ આ બધાને થઈ શકે છે. પરમ લયને પામવાનો આંતર પુરુષાર્થ કરનારને અવશ્ય પૂર્ણાનન્દની પ્રાપ્તિ થાય છે. For Private And Personal Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 3. ભરતેશ્વર -- - ભરતેશ્વરનું શાસન છયે ખંડમાં નવોદિત સહસ્રરમિની જેમ પ્રકાશતું હતું. ભરતેશ્વરનું શાસન દંડમાં યમ જેવું અને ન્યાયમાં તથા ઐશ્વર્યમાં ઇન્દ્ર જેવું હતું. દશે દિશાઓમાં ભરતશાસનની જયપતાકા લહેરાતી હતી. ભરતેશ્વરના પ્રતાપ સામે દેવ, યક્ષ કે રાક્ષસ પણ માથું નમાવતા હતા. રાય અને રંક, શ્રીમંત અને ગરીબ, સુખી કે દુઃખી, સહુનો આધાર એ શાસન હતું. આ એવું ન્યાયશાસન હતું કે અનાથને અનાથતા ન લાગતી. અપંગને અપંગતા ન સાલતી, ભિક્ષુકને ભિક્ષા એ ભિક્ષા ન લાગતી. પણ સમૃદ્ધિના ભર્યા એ સરોવરમાં ભરતેશ્વરની મનઃસ્થિતિ કમળ જેવી નિર્લેપ અને નિર્મળ બનતી જતી હતી. ઘણીવાર તેઓ ભોગમાં યોગની અને રાગમાં વૈરાગ્યની વાતો કરતા. ભાણાં પીરસેલાં રહી જતાં, સેજ બિછાવેલી રહી જતી, મંત્રીઓ રાહ જોતા રાજસભામાં બેસી રહેતા. ભરતેશ્વર રાજમહેલના એમના ખંડમાં મૌન ધારણ કરી ઊંડા તત્ત્વચિંતનમાં ઊતરી જતા. - આત્માનું એકત્વ, - સંસારનું મિથ્યાત્વ, - ચૈતન્યનું અસ્તિત્વ, - સૃષ્ટિનું સ્વપ્નત્વ, - મોક્ષનું ભવ્યત્વ. આવું બધું એમના મનમાં રમતું રહેતું હતું. આમેય એમનું મન પહેલેથી જ વિરક્ત તો હતું જ. પરંતુ ૯૯ ભાઈઓના સંસારત્યાગે એમના આંતર મનને હચમચાવી મૂક્યું હતું. અને ભગવાન ઋષભદેવના અષ્ટાપદ પર્વત પર થયેલા નિર્વાણથી તો તેઓ વૈષયિક સુખો પ્રત્યે અત્યંત વિરક્તિ અનુભવતા હતા. પ્રભુના નિર્વાણ પછી “પાંચ લાખ પૂર્વ' વર્ષો તેમણે હૃદયમાં વૈરાગ્ય ભરીને જ વિતાવ્યાં હતાં. બાહ્ય રીતે એક ચક્રવર્તી તરીકે જે કર્તવ્યો નિભાવવાં પડે, તે નિભાવતા હતા. પરંતુ હૃદય એમનું અલિપ્ત રહેતું હતું. દુનિયાને એ અલિપ્તતા નહોતી સમજાતી, પણ નિક ટ ના સ્વજ નો જાણતા હતા. એક દિવસની વાત છે. ભરતેશ્વરે સ્નાન કર્યું. દેવદુષ્ય-વસ્ત્રથી શરીરને સાફ કર્યું. માથે પુષ્પમાલા For Private And Personal Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૧૮૭. ગૂંથી. ગોશીર્ષ ચંદનથી શરીર પર વિલેપન કર્યું. દિવ્ય રત્નોનાં સુંદર આભૂષણો પહેર્યા. અંતઃપુરની શ્રેષ્ઠ રાણીઓના સમૂહ સાથે તેઓ રત્નના અરીસાભવનમાં ગયા. અરીસાભવનમાં શરીર-પ્રમાણ મોટાં દર્પણ ગોઠવાયેલાં હતાં. એ દર્પણ સ્ફટિકરત્ન જેવાં ઉજ્વલ કે જેમાં માણસ સર્વાગીણ રીતે પોતાનું પ્રતિબિંબ જોઈ શકે. ભરતેશ્વર એ વિશાળ દર્પણની સામે જઈને ઊભા. ત્યાં તેમની એક આંગળીમાંથી વીંટી જમીન પર પડી ગઈ. પણ તરત ભરતેશ્વરને ખબર ન પડી. પરંતુ ક્રમશઃ તેઓ શરીરનો શણગાર જોતા ગયા ત્યાં વીંટી વિનાની આંગળી જોઈ. આંગળી શોભારહિત લાગી. “અરે, આ આંગળી આવી શોભા વિનાની બેડોળ કેમ લાગે છે?” ત્યાં જમીન પર પડેલી વીંટી જોઈ.” ત્યાં એક નવો શભ વિચાર મનમાં ઊગ્યો : “શું આ શરીરનાં બધાં અંગઉપાંગો આ આભૂષણ વિનાનાં હોય તો આવાં શ્રીહીન લાગે? તો મારે એ રીતે શરીરને આભૂષણરહિત કરીને જોવું જોઈએ. આ દર્પણ મને, ખરેખર હું કેવો છું, એ બતાવશે.' ભરતેશ્વરે મસ્તક પરથી માણિક્યનો મુગટ ઉતાર્યો. અંતેપુરની રાણીઓ બોલી ઊઠી : “પ્રાણનાથ, મુગટ ન ઉતારો, મુગટ વિના માથું સારું નથી લાગતું.” પણ સાંભળે કોણ? ભરતેશ્વરે કાન પરથી માણેકનાં કુંડલ ઉતારી લીધાં. રાણીઓ બોલી : “હે નાથ, ચંદ્ર અને સૂર્ય વિનાની પૂર્વ-પશ્ચિમ દિશા જેવા આપના કાન દેખાય છે.” મહારાજાએ ગળા ઉપર લાગેલા સ્વર્ણમય આભૂષણને ઉતારી નાખ્યું. રાણીઓ બોલી : “મહારાજા, આપની ગ્રીવા તારા વિનાના આકાશ જેવી શુન્ય લાગે છે.” મહારાજાએ બે હાથ પરના મૂલ્યવાન બાજુબંધ કાઢી નાખ્યા. રાણીઓ બોલી : ‘પ અને લતા વિનાના સાલવૃક્ષ જેવા બે હાથ થઈ ગયા. ‘હાથના મણિબંધ ઉપર રહેલાં મણિમઢેલાં સોનાનાં કડાં કાઢી નાંખ્યાં. રાણીઓ બોલી : “આ હાથ તો આમલસારા વિનાના પ્રાસાદ જેવા ઠુંઠા લાગે છે.' પછી ભરતેશ્વરે બધી જ આંગળીઓ ઉપરથી મુદ્રિકાઓ ઉતારી નાંખી. રાણીઓ બોલી : “આ તો મણિ વિનાની સર્પની ફણા જેવી આંગળીઓ લાગે છે.” શરીર પરથી બધાં જ આભૂષણો ઊતરી ગયાં. પાંદડાં વિનાના, પુષ્પ વિનાના વૃક્ષ જેવું શરીર બની ગયું. For Private And Personal Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૮ ભરતેશ્વર ન રહી શોભા, ન રહ્યું ઐશ્વર્ય કે ન રહ્યું સૌન્દર્ય! અરીસાભવનમાં તેમણે પોતાનું એવું શરીર જોયું. અને એમના મનમાં શર અંગે આધ્યાત્મિક ચિંતન શરૂ થઈ ગયું. શરીર સ્થિર થઈ ગયું. લય લાગી ગયો. વાણી મૌનમાં ડૂબી ગઈ. વિલય પ્રાપ્ત થઈ ગયો. મન શરીરના અને શરીરથી ભિન્ન આત્માના ચિંતનમાં નિમગ્ન બન્યા : - આ શરીર મદિરાનો ઘટ છે. - આ શરીર કચરા-ઉકરડાનો ઢગલો છે. - આ શરીર લસણ જેવું દુર્ગંધવાળું છે. - આ શરીર દુષ્ટ માણસ જેવું છે. - આ શરીર દગાબાજ છે, અવિશ્વસનીય છે. - આ શરીર કાચી માટીનો પિંડ છે. - આ શરીર પવિત્રને અપવિત્ર કરે છે. - આ શરીર બીભત્સતાથી ભરેલું છે. ભરતેશ્વર અંતરાત્મદશામાં પ્રવેશ્યા હતા. તત્ત્વદૃષ્ટિનો પ્રકાશ પામ્યા હતા. તેમણે શરીરની અંદર જોયું. માંસ, રુધિર, મળ અને મૂત્ર બહાર નીકળીને વહેવા લાગે તો જોઈ ન શકાય, એવું બીભત્સ દશ્ય ઊભું થયું. તેમણે શરીરની રોગી અવસ્થાનો વિચાર કર્યો. વૃદ્ધાવસ્થાની કલ્પના કરી. નિચ્ચેષ્ટ દેહનું દર્શન કર્યું. શરીરને લાકડાની ચિતા પર લાચાર, મજબૂર, નિષ્માણ હાલતમાં પડેલું જુએ છે. ક્ષણાર્ધમાં એ અગ્નિની જ્વાળાઓમાં, લાકડાની સાથે બળીને રાખ થતું જુએ છે. એ રાખના ઢગલાને, વાયુના ઝપાટા પળ બે પળમાં અહીંતહીં ઉડાડી દઈ નામશેષ કરી નાંખે છે. આવું તત્ત્વદર્શન કરવાથી ભરતેશ્વરનું મમત્વ તૂટી ગયું. એમનું મન અવિનાશી આત્મા પ્રત્યે પૂર્ણ આકર્ષિત થયું. તેઓ પોતાના આત્માને કહેવા લાગ્યા : “હે આત્મનું, તું પરમ વિશુદ્ધ અવિનાશી આત્માને સમુખ થા. આત્મા તરફ વળ. આત્માનું સમ્યગું ધ્યાન કર. સમતાભાવમાં તું સ્થિર થા. આત્માનુભવ પામવા માટે મન-વચન-કાયાની સ્થિરતા પ્રાપ્ત કર. નિર્વાણ પામવાનો આ જ માર્ગ છે. For Private And Personal Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૧૮૯ - “હું શુદ્ધ આત્મદ્રવ્ય છું. જ્ઞાન-દર્શન મારા ગુણ છે.” - ભરતેશ્વર ધર્મધ્યાનમાંથી શુકલધ્યાનમાં પ્રવેશી ગયા. - એ જ અરીસાભવનમાં! - એ જ રાણીઓના સમૂહની વચ્ચે! - આંખો બંધ હતી. શરીર સ્થિર હતું. - વાણી મૌન હતી. અને મન ધ્યાનમાં લીન હતું. - લય પામી ગયા, વિ-લય પામી ગયા. - સમતાયોગે સ્થિર થઈ મોહશત્રુને જીતી લીધો. - અને પ્રકૃષ્ટ લય પ્રાપ્ત કરી કેવળજ્ઞાની બની ગયા. - ભરતેશ્વર વીતરાગ-સર્વજ્ઞ બની ગયા. - વેશ ગૃહસ્થનો હતો ને! - સ્વર્ગમાંથી દેવો ઊતરી આવ્યા. - ભરતેશ્વરે પંચમુષ્ટિ લોન્ચ કર્યો. દેવોએ પુષ્પવૃષ્ટિ કરી. - દેવોએ ભરતેશ્વરને સાધુ-વેશ આપ્યો. - સ્વર્ણકમળ પર બિરાજમાન કર્યા. - તેમણે ધર્મદેશના આપી. - ભરતેશ્વરના આજ્ઞાંકિત ૧૦ હજાર રાજાઓ સાધુ બન્યા. - એક લાખ પૂર્વ વર્ષ સુધી ભરતક્ષેત્રમાં વિહાર કરી ઋષભશાસનનો જયજયકાર કર્યો. - છેવટે અષ્ટાપદ પર્વત ઉપર ગયા. ચારે આહારનો ત્યાગ કર્યો. - એક માસના અંતે જ્યારે ચંદ્ર શ્રવણનક્ષત્રમાં હતો ત્યારે શેષ અઘાતી કર્મો નાશ પામ્યાં. તેઓ સિદ્ધ-બુધ-મુક્ત બન્યા. દેવોએ - ઇન્દ્રોએ તેમનો મોક્ષમહિમા (મહોત્સવ) કર્યો. ચેતન, ભરતેશ્વર અને રાજર્ષિ પ્રસન્નચંદ્રનું ભાવાત્મક ભૂમિકાએ થોડું મૂલ્યાંકન કરીએ. ૦ ભરતેશ્વર ગૃહસ્થવેશમાં હતા. ૦ ભરતેશ્વર અરીસાભવનમાં હતા, કે જ્યાં રાગ-વિકારનાં જ નિમિત્તો હતાં. ૦ પ્રસન્નચન્દ્ર સાધુવેશમાં હતા. પ્રસન્નચન્દ્ર સ્મશાનમાં ઊભા હતા. For Private And Personal Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૦ ભરતેશ્વર ૦ ભરતેશ્વર રાણીઓ સાથે હતા. ૦ પ્રસન્નચન્દ્ર એકલા જ હતા. ૦ ભરતેશ્વર સૂત્રાર્થના પારગામી ન ૦ પ્રસન્નચન્દ્ર સૂત્રાર્થના પારગામી હતા. હતા. ૦ ભરતેશ્વર તપસ્વી ન હતા. ૦ પ્રસન્નચન્દ્ર ઘોર તપ કરતા હતા. ૦ એક નિમિત્ત (આંગળીમાંથી વટી 0 એક નિમિત્ત (દુર્મુખ સેનાનીનાં પડી ગઈ) પામીને ધર્મધ્યાનમાં વચનો) પામીને આર્ત-રૌદ્રધ્યાનમાં આરૂઢ થયા. ચઢી ગયા. ૦ ધર્મધ્યાનમાંથી શુક્લધ્યાનમાં ૦ રૌદ્રધ્યાનમાં સાતમી નરકે જવાનાં પ્રવેશી ગયા. પ્રકૃષ્ટ લય લાગી કર્મો ઉપાર્જ લીધાં. આત્મધ્યાનનો ગયો. લય તૂટી ગયો. ૦ ગૃહસ્થવેશે કેવળજ્ઞાની બન્યા. ૦ સાધુવેશમાં માનસિક યુદ્ધ કર્યું. છેવટે પાછા વળ્યા... અને કેવળજ્ઞાની બન્યાં. ચેતન, આનું એક જ તાત્પર્ય છે કે ગૃહસ્થ હો યા સાધુ હો, સમતાયોગમાં લય સધાઈ જાય તો આત્માનુભવરૂપ પરમ પ્રકૃષ્ટ લયની પ્રાપ્તિ થાય. આત્મા પૂર્ણાનન્દી બની જાય. કષાયો લયને તોડે છે. પ્રસન્નચંદ્રનો લય ક્રોધે તોડ્યો હતો. બાહુબલીનો લય માન-કપાયે તોડ્યો હતો. લય તૂટે એટલે સમતા જાય... સમતા જાય એટલે આત્માનુભવ ન થાય. પછી કૈવલ્યની પ્રાપ્તિ તો થાય જ કેમ? માટે લયને તૂટવા ન દો. (નોંધ: આ વાત ‘ત્રિષષ્ટિશલાકાપુરુષ-ચરિત્રના આધારે લખી છે.) For Private And Personal Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪. રાજર્ષિ પ્રસન્નચન્દ્ર સ્વર્ગની કલ્પના સહુ કોઈને હતી, અને સ્વર્ગના રાજા ઇન્દ્રના રૂપ-લાવણ્ય વિષે સહુ ઘણી ઘણી વાતો કરતા. પણ સ્વર્ગ કેવું હોય અને સ્વર્ગના દેવરાજ કેવા હોય, એ વિષે પ્રત્યક્ષ પરિચય કોઈને ન હતો. પણ મગધના કેટલાક લોકો એમ જરૂર કહેતા કે સ્વર્ગ સાકાર કરવું હોય ત્યારે પોતનપુર નગરનો વસંતોત્સવ અને શાલભંજિકા ઉત્સવ જોવો! અને દેવરાજઇન્દ્રની નાની પ્રતિમૂર્તિ જોવી હોય તો રાજા પ્રસન્નચન્દ્રને જોવા! Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વર્ગના દેવેન્દ્રના રૂપ-ગુણ વિષે કવિઓ જે કલ્પના કરતા અને ઋષિઓ પોતાની જીભે જે વર્ણન કરતા, એનો નમૂનો રાજા પ્રસન્નચન્દ્ર હતા. કામદેવના અવતાર અને પરાક્રમનો દિવ્ય પુંજ! એક દિવસે ‘મનોરમ' ઉદ્યાનના માળીએ રાજસભામાં આવી, રાજા પ્રસન્નચન્દ્રનો જય પોકારી, બે હાથે મસ્તકે અંજલિ જોડી, નિવેદન કર્યું : ‘હે મહારાજા, આજે સોનાનું પ્રભાત ઊગ્યું છે. આજે મનોરમ ઉદ્યાનમાં કલ્પવૃક્ષ પ્રગટ્યાં છે. કામઘટ આવ્યા છે. ત્રિભુવનપતિ પરમાત્મા મહાવીર સ્વામીએ પોતનપુરને પાવન કર્યું છે. હજારો સાધુ-સાધ્વીના પરિવાર સાથે, અષ્ટ પ્રાતિહાર્યની દિવ્ય શોભા સાથે તેઓએ ‘મનોરમ' ઉદ્યાનમાં સ્થિરતા કરી છે. દેવોએ ભવ્ય સમવસરણની રચના કરી છે. પ્રભુ ધર્મદેશના આપશે.' મહારાજા પ્રસન્નચન્દ્રે ઉઘાનપાલકના ગળામાં સ્વર્ણહાર પહેરાવી પોતાનો આનંદ વ્યક્ત કર્યો અને મંત્રીઓને આજ્ઞા કરી કે ‘નગરવાસીઓ પ્રભુનો ધર્મોપદેશ સાંભળવા મનોરમ-ઉદ્યાનમાં પહોંચે, એવો પટહ વગડાવી દો.' - મહારાજા સ્વયં અંતેપુર સાથે રથમાં બેસી ઉદ્યાનમાં પહોંચી ગયા. ભગવંતનાં દર્શન કરી ઉલ્લસિત થયા. પ્રભુની ધર્મદેશના સાંભળવા યોગ્ય સ્થાને બેઠા. ભગવંતની દેશના શરૂ થઈ. - શીતલ ચંદનથી પણ વધુ શીતલ! - મધુર અમૃતથી પણ વિશેષ મધુ૨! વિષ સમાન વૈષયિક સુખો પ્રત્યે વિરક્તિ જગાવે. - અમૃતમય પૂર્ણાનન્દ સ્વરૂપ મુક્તિનો રાગ જન્માવે. ઉપાદાન પાકી ગયું હતું પ્રસન્નચન્દ્રનું! For Private And Personal Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૨ રાજર્ષિ પ્રસન્નચન્દ્ર ભગવાનનું નિમિત્ત કામ કરી ગયું! પ્રસન્નચન્દ્ર ઊભા થઈ ભગવંતને વિનંતી કરી : “હે જગદાધાર! હે જગગુરુ! આપની દેશના સાંભળી મારું મન સંસાર પ્રત્યે પૂર્ણ વિરક્ત બન્યું છે. હું આજે જ આપનાં પાવન ચરણે મારું જીવન સમર્પિત કરવા ઇચ્છું છું. પરંતુ હે પ્રભો, રાજસિંહાસન પર બાલ રાજ કુમારનો રાજ્યાભિષેક કરીને હું આવું છું. મારા રાજ્યના મંત્રીઓ પર મને વિશ્વાસ છે કે તેઓ બાળ-રાજાની આજ્ઞા માનશે અને રાજ્યનું સુચારુ રૂપે સંચાલન કરશે.' રાજા પ્રસન્નચન્દ્ર મહેલે આવ્યા. મંત્રીઓને બોલાવી, રાજકુમારનો તત્કાલ રાજ્યાભિષેક કરવાની આજ્ઞા કરી. રાણીઓને બોલાવી, દીક્ષા લેવાનો નિર્ણય જાહેર કર્યો. ૦ ૦ ૦. ભગવંતે રાજા પ્રસન્નચંદ્રને દીક્ષા આપી. રાજા રાજર્ષિ બન્યા, મહર્ષિ બન્યા. સૂત્રાર્થના પારગામી બન્યા. ઉગ્ર તપશ્ચર્યા દ્વારા ઇન્દ્રિયવિજેતા બન્યા. ભગવંતની સાથે જ વિહાર કરતા હતા. કેટલાંક વર્ષો વીત્યાં. પ્રભુની સાથે તેઓ રાજગૃહી પહોંચ્યા. પ્રભુની આજ્ઞા લઈ રાજર્ષિ નગરની બહાર સ્મશાનમાં જઈને, એક પગ ઉપર ઊભા રહ્યા. બે હાથ આકાશ તરફ ઊંચા કર્યા. સૂર્ય સામે દૃષ્ટિ સ્થિર કરી. ધ્યાનમાં નિમગ્ન બન્યા. રાજગૃહનગરથી ગુણશીલ ચૈત્ય તરફ જવાનો રસ્તો, આ સ્મશાન પાસેથી જ પસાર થતો હતો. મહારાજા શ્રેણિક પરિવાર સાથે અને સેના સાથે પ્રભુને વંદન કરવા ગુણશીલ ચૈત્ય તરફ જઈ રહ્યા હતા. સેનાના બે સેનાપતિ સુમુખ અને દુર્મુખ સહુથી આગળ ચાલી રહ્યા હતા. તે બંને રાજર્ષિ પ્રસન્નચંદ્રને પહેલેથી ઓળખતા હતા. તેમણે રાજર્ષિને જોયા, ઓળખ્યા. તેઓ રાજર્ષિની પાસે આવ્યા. સેનાપતિ સમુખ બોલ્યો : “અહો! રાજર્ષિ કેવી ઘોર આતાપના કરી રહ્યા છે! ધન્ય છે એમને. આવા મહર્ષિને સ્વર્ગ કે મોક્ષ જ મળે! દુર્મુખ બોલ્યો : “અરે, આ રાજા શાનો ધર્માત્મા? પોતાના બાળ રાજકુમાર પર મોટા રાજ્યનો ભાર નાંખી પોતે પોતાનો સ્વાર્થ સાધવા સાધુ બની ગયો. અને પોતનપુરના મંત્રીઓ કે જેમના ભરોસે આ પાખંડીએ બાલકુમારને મૂક્યો છે, તે મંત્રીઓ ચંપાપતિ રાજા દધિવાહન સાથે ભળી ગયા છે અને બાલરાજાને રાજ્યભ્રષ્ટ કરી રાજ્ય પડાવી લેશે. વળી આ રાજાની કેટલીક રાણી તો મહેલ For Private And Personal Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૧૯ અને નગર છોડીને ક્યાંક ચાલી ગઈ છે. રાજ્ય સંકટમાં છે, બાલરાજા સંકટમાં છે ત્યારે આ પાખંડી રાજર્ષિ મોક્ષમાં જશે? સ્વર્ગમાં જશે? ના રે ના, આ તો નરકમાં જવો જોઈએ.' બંને સેનાનીઓ તો પાછા પોતાની સેના સાથે થઈ ગયા. રાજર્ષિએ સુમુખ અને દુર્મુખની વાતો સાંભળી લીધી. શ્રવણેન્દ્રિયને પરવશ બની ગયા. દુર્મુખની વાત સાંભળી પોતનપુરીના મંત્રીઓ ઉપર ભયંકર રોષ એમના મનમાં જાગી ગયો. તેઓ વિચારવા લાગ્યા : “મારા મંત્રીઓ કૃતજ્ઞ બન્યા. વિશ્વાસઘાતી બન્યા. મારા પુત્ર સાથે દ્રોહ કર્યો. હું જો ત્યાં હોત, રાજા હોત તો એ મંત્રીઓની જીવતાં ચામડી ઉતારીને ચાબુકના ફટકા મારત.. દુષ્ટ.. હરામી...” હું શ્રમણ છું” આ વાત ભૂલી ગયા. ‘હું મહાવ્રતધારી છું” આ વાત વીસરી ગયા. “મારો ધર્મ ક્ષમા છે' આ સત્ય ખોવાઈ ગયું. લય ભંગ થઈ ગયો. ક્રોધના ભયંકર અસુરે તેમને નીચે પાડી દીધા. મનોમન તેઓ મંત્રીઓ સાથે ખૂનખાર યુદ્ધ કરવા લાગ્યા. આમ તો તેઓ મહાન પરાક્રમી હતા જ. દુશ્મનો માટે મહાકાળ હતા. જ્યારે મહર્ષિની ભીતર ઘોર સંગ્રામ ચાલતો હતો ત્યારે મગધપતિ શ્રેણિકે આવીને રાજર્ષિને ભાવપૂર્વક વંદના કરી. રાજર્ષિની બાહ્ય ઘોર આતાપના જોઈ. તેઓ અભિભૂત થઈ ગયા. તેમણે ગુણશીલ ચૈત્યમાં પહોંચી, પ્રભુને વંદના કરી, પહેલો પ્રશ્ન આ જ પૂછયો : “હે ભગવંત, સ્મશાનમાં ઘોર આતાપના કરનારા રાજર્ષિ પ્રસન્નચન્દ્ર અત્યારે કાળધર્મ પામે તો ક્યાં ઉત્પન્ન થાય?' સાતમી નરકે! ભગવાને કહ્યું. શ્રેણિક વિચારમાં પડી ગયા. ‘મુનિને નરકગમન ન હોય! મેં પ્રભુનો ઉત્તર બરાબર સાંભળ્યો નહીં હોય. ફરીથી પૂછું.” ભગવંત, પ્રસન્નચંદ્ર રાજર્ષિ હમણાં કાળધર્મ પામે તો ક્યાં જન્મે?” શ્રેણિક, એ રાજર્ષિ “સર્વાર્થસિદ્ધ' નામના અનુત્તર દેવલોકમાં જાય! શ્રેણિકે પૂછ્યું : “હે નાથ, આપે ક્ષણના અંતરમાં બે જુદી જુદી વાત કેમ કહી?' ભગવાને ભેદ ખોલ્યો : “શ્રેણિક, વિચારોના ભેદથી તે મુનિની બે પ્રકારની સ્થિતિ બની છે. પહેલાં તારા સેનાની દુખની વાતો સાંભળીને અત્યંત રોપાયમાન બનીને, પોતાના મંત્રીઓ, સામંતો સાથે, મનમાં ભયંકર યુદ્ધ કરતા હતા. For Private And Personal Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૪ રાજર્ષિ પ્રસન્નચન્દ્ર કૃષ્ણલેશ્યામાં અને રૌદ્રધ્યાનમાં પ્રવર્તતા હતા. ત્યારે તેં એમને વંદના કરી હતી. તે સમયે તેઓ સાતમી નરકમાં જવા માટે જેવા કર્મો જોઈએ તેવા કર્મો બાંધી રહ્યા હતા એટલે મેં તને પહેલાં કહ્યું : “સાતમી નરકે જાય!' પરંતુ તું અહીં આવ્યો, અને ત્યાં રાજર્ષિને મનોભૂમિ પર યુદ્ધ કરતાં કરતાં શસ્ત્રો ખૂટી પડ્યાં. એટલે શત્રુને મારવા, માથા પરનો સ્વર્ણ-મુગટ લેવા હાથ માથે ગયો. તો માથે મુગટ ન મળ્યો. માથે તો કેશલુંચન કરેલું હતું. માથે વાળ પણ ન હતા અને તેમને ભાન થયું કે “અરે, હું તો સાધુ છું. મારે વળી પુત્ર કોણ? મંત્રી કોણ? મિત્ર કોણ અને શત્રુ કોણ? અહો, હું ધિક્કારપાત્ર છું, અધમ છું. મેં ઘોર દુર્બાન કર્યું. હું મારા આ પાપની આત્મસાક્ષીએ નિંદા કરું છું. હવેથી હું આવા પાપવિચારો નહીં કરું, મારાં પાપ મિથ્યા થાઓ, મિથ્યા થાઓ.' હે શ્રેણિક! એ રાજર્ષિએ આ રીતે આલોચના-પ્રતિક્રમણ કર્યું અને પાછા ધર્મધ્યાનમાં સ્થિર થઈ ગયા, એટલે મેં તારા બીજી વારના પ્રશ્નના ઉત્તરમાં કહ્યું: “સર્વાર્થસિદ્ધ' નામના અનુત્તર દેવલોકમાં જાય!” પ્રભુ આ ઉત્તર આપી રહ્યા હતા એટલામાં આકાશમાં દેવદુંદુભિ વાગી. મંગલ ધ્વનિ સંભળાવા લાગ્યા. શ્રેણિકે પૂછ્યું : ભગવંત, આ શું છે?' શ્રેણિક, રાજર્ષિ પ્રસન્નચન્દ્રને, સમતાભાવમાં મન-વચન-કાયાના યોગોની સ્થિરતા થવાથી કેવળજ્ઞાન' પ્રગટ થયું છે. દેવો એમને કેવળજ્ઞાનનો મહિમા કરી રહ્યા છે!” For Private And Personal Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫. મહર્ષિ મુકોશલ આ વાત છે શ્રી રામચન્દ્રજીના પૂર્વજોના ઇતિહાસની. અયોધ્યાના રાજસિંહાસને ત્યારે રાજા કીર્તિધર આરૂઢ થયેલા હતા. તેઓ સંસારથી વિરક્ત બન્યા. રાજકુમાર સુકોશલ કે જે નાનકડો રાજ કુમાર હતો, તેનો રાજ્યાભિષેક કરી કીર્તિધર સાધુ બની ગયા. એક દિવસ. કેટલાંક વર્ષો પછી, રાજર્ષિ કર્તિધર અયોધ્યામાં પધાર્યા. નગરની બહાર તેમણે સ્થિરતા કરી. રાજા સુકોશલને ખબર પડી કે પિતામુનિરાજ પધાર્યા છે. એ તરત જ મુનિરાજ પાસે પહોંચ્યો, પ્રભો! હે તાત! આપ મુક્તિના માર્ગે ચાલી રહ્યા છો, મારા ઉપર પણ કૃપા કરી, મને પણ સાધુનાં મહાવ્રતો આપો. મારે પણ આપની સાથે જ મુક્તિ તરફ પ્રસ્થાન કરવું છે.' સુકોશલે સંયમધર્મ સ્વીકારી લીધો. આ સમાચાર રાજમાતા સહદેવીને મળ્યા. તે ધરણી પર ઢળી પડી. દાસીઓએ શીતલ જલનો છંટકાવ કરી વાયુના વીંજણા ઢાળીને સભાન કરી. પરંતુ સહદેવીનો કલ્પાંત મંદ ન પડ્યો, ક્ષણે-ક્ષણે, દિવસે-દિવસે અને મહિને-મહિને કલ્પાત્ત અને વેદના વધતી ચાલી. રાણી ચિત્રમાળાએ ઘણું ઘણું આશ્વાસન આપ્યું, પરંતુ નિષ્ફળ. મંત્રીમંડળે ઘણી સમજૂતી કરી, પરંતુ નિરાશા. એ ઝૂરતી જ રહી, ઝૂરતી જ રહી. સહદેવીએ ખાવાનું ત્યજી દીધું, નહાવાનું ત્યજી દીધું, ફરવાનું ત્યજી દીધું, ક્યારેક રાગાકુલ બની પુત્ર સુકોશલને યાદ કરતી હૈયાફાટ રુદન કરતી હતી. ક્યારેક પ્રચંડ વેષ કરી સુકોશલ પર અગ્નિવર્ષા જેવાં ફૂર વચનો બોલતી હતી. ક્યારેક પાગલની જેમ અટ્ટહાસ્ય કરતી હતી. તેની તન-મનની શક્તિઓ ક્ષીણ થઈ ગઈ. એક સંધ્યાના સમયે સહદેવી મૃત્યુ પામી. રાગ-દ્વેષની રમતમાં તેણે માનવજિંદગીનો જુગાર ખેલ્યો. માનવજીવન તે હારી ગઈ. જુગાર ખેલવાની અધૂરી તમન્નાઓ લઈ તે એક ગિરિગુફામાં વાઘણના પેટે વાવણરૂપે અવતરી. અહીં તેને દ્વેષની દારુણ રમત ખેલવાનું મોટું મેદાન મળી ગયું. અમર્યાદ ક્ષેત્ર મળી ગયું. બીજી બાજુ રાજર્ષિ કીર્તિધર અને મુનિવર સુકોશલને રાગ-દ્વેષ પર વિજય મેળવી લેવાનું વિશાળ ક્ષેત્ર મળી ગયું. નિર્મળ અને નિષ્કષાય બની પિતા-પુત્ર For Private And Personal Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૬ મહર્ષિ સુકોશલ પૃથ્વીપટને પાવન કરતા રહ્યા. વીતરાગતાને વરવા માટે તેમણે ધરખમ પુરુષાર્થ આદર્યો. અયોધ્યાના રાજેશ્વરો, ધરાતલના યોગીશ્વરો ભારતને નિવૃત્તિમાર્ગની શ્રેષ્ઠતા બતાવતા રહ્યા. ચાતુર્માસ કાળ નિકટ આવતો હતો. રાજર્ષિ સુકોશલનો આત્મા ઉગ્ર અને વિર સાધના કરવા ઉછાળા મારી રહ્યો હતો. તેણે પિતા-યોગીશ્વર કીર્તિધરના ચરણોમાં વંદન કરી, અંજલિ જોડી પ્રાર્થના કરી : ગુરુદેવ, ચાતુર્માસનો કાળ નિકટ આવી રહ્યો છે.” હા મુનિ!' મહાયોગી કીર્તિધરે સુકોશલની આંખોમાં ચમકતું તેજ દીઠું. “પ્રભુ, આપણે કોઈ ગિરિગુફામાં જઈએ. પ્રાસક-શુદ્ધ જગામાં ચારે માસ પરમાત્મધ્યાનમાં રહીએ. જો આપ કૃપાળુ.' “મુનિ, તમારો મનોરથ સુંદર છે.” કીર્તિધરે સુકોશલની ભાવનાને અનુમોદિત કરી. તો આપણે એવી કોઈ ગિરિગુફામાં જઈએ.' પિતા-પુત્રની કેવી અલબેલી જોડી! એક જ સાધનામાર્ગ! એક જ સાધનાવિચાર... એક જ તમન્ના. એક જ આદર્શ! બંનેએ વિહાર કર્યો. વસંતપર્વતની તળેટીમાં પહોંચી ગયા. બાજુમાં જ ગોવાળોનું નાનકડું ગામ હતું. મહાત્માઓએ ત્યાં ચાર મહિનાના ઉપવાસનું અંતરપારણું ભાત અને દૂધથી કર્યું. તેઓ પર્વતારોહણ કરવા લાગ્યા. એક પછી એક શિખરો વટાવતા તેઓ એક વિશાળ ગુફાના દ્વારે આવી પહોંચ્યા. એક મોટી શિલાને કોરીને ગુફા બનાવવામાં આવી હતી. ગુફામાં મનોરમ શિલ્પકળાનાં દર્શન થતાં હતાં. વિશેષતા તો એ હતી કે એ જ શિલામાં એક ભવ્ય જિનમૂર્તિ બનાવવામાં આવી હતી. નીરવ શાન્તિ હતી. પૂર્ણ એકાંત હતું. વાતાવરણ સાધનાનુકૂલ હતું. બંને મહાત્માઓએ ગુફાના અધિષ્ઠાયક દેવની અનુજ્ઞા લીધી. શ્રી જિનેશ્વર ભગવંતની ભાવ-અર્ચના કરી અને ધ્યાનોપાસનાનો મંગલ પ્રારંભ કર્યો. નહોતું ખાવાનું કે નહોતું પીવાનું ચાર મહિનાના ઉપવાસ એક જ કામ હતું આત્માનો પરમાત્મભાવમાં લય સાધવો. જેમ જેમ દિવસો પસાર થવા લાગ્યા તેમ તેમ તેઓને અગમ અગોચર આત્માનુભવનો પ્રકાશ પ્રાપ્ત થવા લાગ્યો. સહજ જ્ઞાન પ્રગટવા માંડ્યું. ચિદાનંદની અનુભૂતિ થવા લાગી. તેઓ આ જ સૃષ્ટિ પર હોવા છતાં, આ સૃષ્ટિ પર વિલસી રહેલાં અજ્ઞાન, For Private And Personal Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય મોહ, રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર વગેરે અનેક પાપ પિશાચો, એ ગુફામાં રહેલી હૃદયગુફાના દ્વારે પણ ડોકાઈ શકતા ન હતાં. તે દોષોની આસુરી શક્તિ, મહાત્માઓની અનંત આત્મશક્તિની આગળ લાચાર બની રખડી રહી હતી. મહાત્મા સુકોશલનું આત્મતેજ ઝગારા મારી રહ્યું હતું, વીતરાગતાની જ્યોતિ તેમની નિકટ આવી રહી હતી. આત્મસુખનો સાગર હિલોળે ચઢ્યો હતો. ચાર માસ પૂર્ણ થયા. બંને મહાત્માઓએ ગદ્ગદ કંઠે, ભક્તિભાવભર્યા હૈયે ભગવંત શ્રી જિનેશ્વરદેવના ચરણોમાં ભક્તિનાં પુષ્પ ચઢાવ્યાં. રોમાંચિત શરીરે બંને રાજર્ષિઓ ગુફાની બહાર નીકળ્યા. વસંતપર્વતની વનરાજીએ નમીનમીને બંને રાજર્ષિઓનું સ્વાગત કર્યું. પક્ષીઓએ પ્રદક્ષિણા કીધી. પરમ બ્રહ્મની તૃપ્તિનો અનુભવ કરતા, ધ્યાનસુધાનો ઓડકાર ખાતા.. આસ્વાદ માણતા વસંતપર્વત પરથી ઊતરવા લાગ્યા. તેમની દૃષ્ટિ ભૂમિ પર મંડાઈ હતી, એટલામાં એક વાઘણની દૃષ્ટિ પિતા-પુત્ર પર મંડાઈ. એ એ જ વાઘણ હતી, માનવજીવનને હારી ગયેલી મહાત્મા સુકોશલની માતા સહદેવી! મરીને આ વાઘણ થઈ હતી. સુકોશલને જોતાં જ વાઘણની, વૈરવૃત્તિ જાગી ઊઠી. તેનું મહાકાળ જેવું ડાચું પહોળું થયું. પર્વતશિલાઓને ફાડી નાંખે તેવી ત્રાડ પાડી, છલાંગ મારી.... એક-બે અને ત્રણ ત્રીજી છલાંગે તે બે મુનિવરની નજીક આવી પડી. જ્યાં વાઘણની ગર્જના થઈ, ત્યાં જ બંને રાજર્ષિઓ સાવધાન બની ગયા. તેમને ભાગી જવાનું ન હતું, કે વાઘણથી ડરવાનું ન હતું કે વાઘણથી દેહરણ કરવાનું ન હતું! એ તો સાવધાન થયા આત્મસમાધિ માટે. દેહોત્સર્ગ સમયે સમતાની સિદ્ધિ રહે તે માટે. ૦ ૦ ૦. બંને રાજર્ષિ ધ્યાનસ્થ બની ઊભા રહી ગયા. જગતની તમામ જીવસૃષ્ટિને ખમાવી દીધી. ૦ પરમકૃપાળુ પરમાત્માનું શરણ અંગીકાર કરી લીધું. 0 શરીરને આત્માનું ભેદજ્ઞાન જાગ્રત થઈ ગયું. For Private And Personal Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૮ મહર્ષિ સુકોશલ ૦ આ શરીર હું નથી, હું સચ્ચિદાનંદ સ્વરૂપી આત્મા છું! - આવા આત્મજ્ઞાનમાંથી આત્માનુભવરૂપ લય સધાઈ ગયો. કાયયોગ, વચન-યોગ ને મનોયોગ સ્થિરતા પામ્યા, સમત્વના અમૃતનું પાન કર્યું. ૦ પરબ્રહ્મમાં લીનતા - પ્રકૃષ્ટ લય આવી ગયો... ત્યાં જ વાઘણે રાજર્ષિ સુકોશલ પર છલાંગ મારી. મુનિ ધરા પર ઢળી પડ્યા. પરંતુ પરમ બ્રહ્મની લીનતામાં - લયમાં વિઘ્ન આવ્યું નહીં. વાવણે મુનિનાં ચ ચમ્ ચ ચામડાં ચીર્યા. ગર્ગ ગટુ લોહી પધાં... ત્રર્ ત્રર્ ત્રર્ શરીરના માંસના ટુકડા તોડ્યા... પરંતુ ત્યારે સુકોશલ મુનિ ધર્મધ્યાનમાંથી શુક્લધ્યાનમાં પ્રવેશી ગયા. સમતામૃતનું પાન કરતા... આત્માનુભવનો પ્રકષ્ટ લય સાધતા.. તેઓ કેવળજ્ઞાની બન્યા. તરત જ અઘાતીક પણ નાશ પામ્યાં.... અને એમનો વિશુદ્ધ આત્મા અનંત સિદ્ધ ભગવંતોની જ્યોતમાં જ્યોત રૂપે ભળી ગયો. દારુણ વેરભાવનાને સંતોષી વાઘણ ત્યાંથી ચાલી ગઈ. તેણે કીર્તિધર રાજર્ષિ પર હુમલો ન કર્યો. પરંતુ એ રાજર્ષિ એ વખતે શ્રેષ્ઠ સમતાયોગમાં સ્થિર બન્યા. ધ્યાનની ધારા ધ્યાનનો લય લાગી ગયો. તેઓ કેવળજ્ઞાની બની ગયા. કેવળજ્ઞાનના પ્રકાશમાં એમણે પુત્ર સુકોશલને મોક્ષમાં સિદ્ધશિલા પર પૂર્ણાનન્દી સ્વરૂપે જોયો. સમતારસમાં પ્રકૃષ્ટ-લય સાધવાનો છે. વાઘણ જ્યારે માંસ તોડે છે, લોહી પીએ છે ત્યારે આત્માનુભવમાં લયલીનતા કેવી રીતે આવે, તે વિચારજો! આવી શકે છે, એ હકીકત છે. રાજર્ષિ સુકોશલ એનું એક વિરલ દષ્ટાંત છે. ચેતન, પ્રભૂજનાને કોઈ કાયિક-વાચિક ઉપસર્ગ-પરિસહ વિના કેવળજ્ઞાન પ્રગટ થયું હતું. બાહુબલીને, ભરતેશ્વરને અને પ્રસન્નચન્દ્રને પણ કોઈ બાહ્ય કષ્ટ (ઉપસર્ગ) વિના, માત્ર સમતાયોગમાં મન-વચન-કાયાની સ્થિરતા થવાથી આત્માનુભવરૂપ પ્રકૃષ્ટ-લય પ્રાપ્ત થવાથી પૂર્ણાનન્દની પ્રાપ્તિ થઈ હતી. રાજર્ષિ સુકોશલને પ્રાણઘાતક કષ્ટમાં, ઉપસર્ગમાં કેવળજ્ઞાન અને તરત જ મુક્તિ પ્રાપ્ત થઈ હતી. પ્રાણાંત કષ્ટમાં સમતા રહેવી, સ્વસ્થતા રહેવી, અડગતા For Private And Personal Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૧૯૯ રહેવી અને ભીતરમાં ધર્મધ્યાન અને શુકલધ્યાન ચાલતું રહેવું... એ વાત કેટલી ગંભીર છે? તારા-મારા જેવા માટે તો શક્ય જ નથી! આપણે તો માત્ર એમના ગુણો જ ગાઈ શકીએ. આપણે શરીર સાથે પ્રગાઢ રીતે બંધાયેલા છીએ. આસક્તિ છે દેહમાં, મમત્વ અને રાગ છે શરીરમાં ક્યારેય “આ શરીર હું નથી. શરીરથી હું-આત્મા જુદો છું.” આવું ભેદજ્ઞાન આપણે પ્રાપ્ત કર્યું નથી. એટલે શારીરિક કષ્ટો સ્વેચ્છાથી સહવાની કલ્પના પણ કરી શકતા નથી! રાજર્ષિ સુકોશલ પોતાના પિતા મહર્ષિ કીર્તિધરની સાથે ચાર મહિના પહાડની એકાંત ગુફામાં રહ્યા હતા. ભૂમિશયન કરતા હતા. ચાર મહિના ઉપવાસ કર્યા હતા. આ રીતે શરીરને તપાવ્યું હતું. શરીરનું મમત્વ તોડવા માટે શરીરને તપાવવું જ પડે! શરીર અને આત્માનું ભેદજ્ઞાન કેવું શ્રેષ્ઠ કોટિનું હશે કે શરીર પર વાઘણ તૂટી પડે છે, શરીરને ચીરી નાંખે છે. છતાં એનો કોઈ પ્રભાવ આત્મા ઉપર નથી પડતો! જેમ આપણા શરીર પર રહેલા વસ્ત્રને કોઈ ફાડી નાંખે... વસ્ત્ર ઉપર રાગ નથી હોતો તો આપણને કોઈ જ દુઃખ નથી થતું! શારીરિક કષ્ટોમાં ઉપદ્રવોમાં સમતાભાવને ટકાવી રાખવા માટે શરીરઆત્માનું ભેદજ્ઞાન પ્રાપ્ત કરવું અનિવાર્ય છે. આ ભેદજ્ઞાનની ઘોર ઉપેક્ષા કરવાથી આપણે શરીરની મામૂલી તકલીફમાં (માથું દુ:ખવું, તાવ આવવો, પેટમાં દુ:ખવું. કંઈક વાગી જવું...) પણ સમતા રાખી શકતા નથી. અને દાવો મોટા ધાર્મિક હોવાનો, મોટા સાધુ હોવાનો રાખીએ છીએ. સમતામાં સ્થિરતા આવ્યા વિના આત્માનુભવરૂપ લય પ્રાપ્ત ન થાય તે માટે ‘ભેદજ્ઞાન' ખૂબ જરૂરી છે. ૦ ૦ ૦ For Private And Personal Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 9. સ્કંદડાથાર્થ છે શ્રીરામ, લક્ષ્મણ અને સીતા વનવાસનાં વર્ષોમાં “દંડકારણ્ય'માં “મહગિરિ' નામના પહાડની ગુફામાં થોડા દિવસ રહ્યાં હતાં. એક દિવસ, મધ્યાહ્ન સમયે આકાશમાર્ગે બે તેજસ્વી મુનિવરો ગુફાના દ્વારે ઊતરી આવ્યા. બંને મુનિવરો બે-બે મહિનાના ઉપવાસી હતા. આજે એમને પારણું હતું. સીતાજીએ ઉચિત અન્ન-પાણીની મુનિવરોને ભિક્ષા આપી. દેવોએ રત્નોની વૃષ્ટિ કરી, સુગંધી જળ વરસાવ્યું. સુગંધી જળની સુવાસથી આકર્ષાઈ એક પક્ષી ત્યાં આવ્યું. ગુફાની પાસે જ એક વિશાળ વૃક્ષ પર એ પક્ષીનો વાસ હતો. તે પક્ષી ઘણા સમયથી રોગી હતું. પક્ષીએ મુનિવરોનાં દર્શન કર્યા. તેણે અવર્ણનીય આનંદ અનુભવ્યો. તેને એવો અનુભવ થયો કે “મેં ક્યાંક આવા સાધુ જોયેલા છે. મનમાં ઊહાપોહ થતાં તેને ત્યાં જ “જાતિસ્મરણજ્ઞાન” થયું. પૂર્વભવની સ્મૃતિ થઈ આવી. તે મૂચ્છિત થઈ ભૂમિ પર પડી ગયું. સીતાજી મૂચ્છિત પક્ષી પર શીતલ જળનો છંટકાવ કરવા લાગ્યાં. પક્ષીની મૂર્ધા દૂર થઈ ગઈ. પક્ષી મુનિવરના ચરણોમાં જઈને પડ્યું. મુનિચરણના સ્પર્શમાત્રથી પક્ષી નીરોગી બની ગયું. તેની પાંખો હેમમયી બની ગઈ. તેની ચાંચ વિદ્ગમ સમાન બની ગઈ. તેના પગ પારાગ-રત્ન જેવા બની ગયા. આખું શરીર જાણે વિવિધ રત્નો જડેલાં હોય તેવું તેજસ્વી બની ગયું. તેના માથે રત્નસદશ જટા થઈ ગઈ. ત્યારથી એ પક્ષી “જટાયુ' નામે પ્રસિદ્ધ થયું. શ્રીરામે મુનિરાજને પૂછયું : “હે મહર્ષિ, આ ગીધ પક્ષી કે જે માંસાહારી છે, મડદાં પર જ એની દૃષ્ટિ હોય છે, એ આપના ચરણસ્પર્શથી કેવી રીતે નીરોગી બની ગયું? અત્યંત કદરૂપા અવયવો ક્ષણવારમાં સ્વર્ણ-રત્નમય કેવી રીતે બની ગયા?' સુગુપ્ત નામના એ મહર્ષિએ શ્રીરામના પ્રશ્નનું સમાધાન કરતાં કહ્યું : હે નરશ્રેષ્ઠ, ઘણાં વર્ષો પહેલાંની વાત છે. આ સ્થળે પૂર્વકાળે “કુંભકારકટ' નામનું નગર હતું. તેનો રાજા હતો દંડક. તમે એક વાત યાદ રાખજો કે ગીધ પક્ષીનો જીવ જ એ દંડક રાજા હતો.' મહર્ષિએ વાતને આગળ લંબાવી.. For Private And Personal Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૨૦૧ એ સમયે શ્રાવસ્તિ નગરીમાં “જિતશત્રુ' નામનો રાજા હતો. તેની પત્નીનું નામ હતું ધારિણી. તેણે એક પુત્રને જન્મ આપ્યો. પુત્રનું નામ હતું કુંદક. કુમાર છંદકને એક બહેન હતી, તેનું નામ હતું પુરંદરયશા. રાજા જિતશત્રુએ પુત્રીને રાજા દંડક સાથે પરણાવી હતી. એક દિવસ, દંડક રાજાએ કોઈ પ્રયોજનથી પોતાના દૂત “પાલક”ને શ્રાવતિ મોકલ્યો. પાલક બ્રાહ્મણ હતો. જૈન ધર્મ પ્રત્યે તેના મનમાં ઘોર ધૃણા અને દ્વેષ હતાં. જૈન ધર્મની પ્રશંસા તે સાંભળી શકતો ન હતો. જ્યારે તે જિતશત્ર રાજાની સભામાં આવ્યો, રાજા જિતશત્રુ જૈન ધર્મની ચર્ચામાં પરોવાયેલા હતા. પાલક ચર્ચામાં જોડાયો, અને જૈન ધર્મના સિદ્ધાન્તોનું ખંડન કરવા લાગ્યો. રાજ કુમાર કુંદક ત્યાં જ હતો. તે વિચક્ષણ બુદ્ધિવાળો હતો. અભુત કૌશલવાળો હતો. તેણે પાલકની બોલતી બંધ કરી દીધી. નિત્તર કરી દીધો. સ્કંદકની તર્કશક્તિ આગળ પાલક ઝાંખો પડી ગયો. સભાસદોએ કુંદકકુમારની ખૂબખૂબ પ્રશંસા કરી અને પાલકની ખૂબ હાંસી ઉડાવી. પાલક ઝંખવાણો પડી ગયો, મનમાં રાજકુમાર પ્રત્યે ઘણો દ્વેષ જાગ્યો... પણ શું કરી શકે? પાલક પોતાનું કામ પતાવી પાછો કુંભકારકટ નગરમાં આવ્યો. આ ઘટના બન્યા પછી ઘણાં વર્ષો વીત્યાં. રાજકુમાર સ્કંદક આ સંસારવાસથી વિરક્ત બન્યા. ભગવંત મુનિસુવ્રત સ્વામી શ્રાવસ્તિ નગરીમાં પધાર્યા. પાંચસો રાજકુમારો સાથે સ્કંદ કુમારે ચારિત્ર સ્વીકાર્યું. ચારિત્ર સ્વીકારી કુંદકમુનિએ સ્થવિર જ્ઞાની પુરષો પાસે રહી જ્ઞાન-ધ્યાનમાં પ્રગતિ સાધી. સંયમની સાધનામાં સુદઢ બન્યા. કાળાંતરે તેઓ આચાર્યપદે આરૂઢ થયા. એક દિવસ તેમના મનમાં કુંભકારકટ નગરમાં રહેલી પોતાની બહેન રાણી પુરંદરયશાને પ્રતિબોધ કરવાની ભાવના જાગી. તેઓ ભગવંતમુનિ સવ્રતસ્વામી પાસે ગયા. હે જગત્પજ્ય, હું કુંભકારકટ નગરમાં બહેન પુરંદરયશાને પ્રતિબોધ પમાડવા જાઉં?” “હે સ્કઇંક, તમને ત્યાં મારણાનિક ઉપસર્ગ થશે. તમારા સમગ્ર પરિવાર પર ઉપસર્ગ થશે.” ભગવંતે કહ્યું. “હે પ્રભો, ત્યાં અમે આરાધક બનીશું કે વિરાધક?' ‘તમારા વિના બધા મુનિવરો આરાધક બનશે!” સ્કંદકાચાર્યે પાંચસો સાધુઓ સાથે કુંભકારકટ નગર તરફ પ્રયાણ કર્યું. ગામોગામ વિહાર કરતા તેઓ કુંભકારકટ નગરની પાસે પહોંચ્યા. For Private And Personal Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૨ જીંદકાચાર્ય નગરમાં સમાચાર ફેલાઈ ગયા. પાલક મંત્રીને પણ સમાચાર મળ્યા. તેનું મન હજુ પણ શ્રાવર્તિની રાજસભામાં થયેલા એના પરાભવથી બળી રહેલું હતું. પરભવનો ઘા હજુ રૂઝાયો ન હતો. તે જાણતો હતો કે “કંદકાચાર્ય એ જ રાજકુમાર છે કે જેણે મારો શ્રાવસ્તિની રાજસભામાં પરાભવ કર્યો હતો.' પાલક પાસે માત્ર એક રાતનો સમય હતો. આચાર્ય નગરમાં આવી ગયા પછી એ કંઈ કરી શકે એમ ન હતો. તેણે એક પ્રહર સુધી ખૂબ વિચાર્યું. તેને એક ઉપાય સૂયો. રાત્રિના સમયે એ રાજ ભંડારીને ત્યાં પહોંચ્યો. રાજ ભંડારીને જગાડ્યો અને શસ્ત્રાગાર ખોલાવ્યો. શસ્ત્રાગારમાંથી પાંચસો સુભટોને જોઈએ તેટલા શસ્ત્રો લીધાં અને શસ્ત્રાગારની પાછળ છુપાઈને ઊભો. રાજભંડારી શસ્ત્રાગાર બંધ કરી બહાર નીકળ્યો કે પાછળથી પાલકે આવી તેના પર મરણતલ પ્રહાર કર્યો. રાજભંડારી ત્યાં જ ઢળી પડ્યો. શસ્ત્રો લઈને પાલક નગરની બહાર આવ્યો. જે ઉદ્યાનમાં આચાર્ય ઊતરવાના હતા, તે ઉદ્યાનમાં તેણે ઠેકાણે ઠેકાણે શસ્ત્રો જમીનમાં દાટવા માંડ્યાં. આખી રાત તેણે કામ કર્યું. સવારે તે પોતાના ઘરે ગયો. પ્રભાતે કુંદકાચાર્ય પાંચસો સાધુઓના પરિવાર સાથે કુંભકારકટ નગરમાં પધાર્યા. બાહ્ય ઉદ્યાનમાં તેમણે સ્થિરતા કરી. રાજા દંડક, રાણી પુરંદરયશા પરિવાર સાથે આચાર્યદેવને વંદન કરવા આવ્યાં. આચાર્યદેવે વૈરાગ્યમયી દેશના આપી. જનસમુદાયના મન પ્રસન્ન થઈ ગયાં. રાજા-રાણી આચાર્યની સુખશાતા પૂછી નગરમાં પાછાં આવ્યાં. મહારાજા ભોજનાદિથી પરવારી બેઠા હતા અને પાલક ત્યાં પહોંચી ગયો. તેણે ખૂબ ચતુરાઈપૂર્વક રાજાને સમજાવી દીધું કે કંદાચાર્ય વાસ્તવમાં સાધુ નથી. માત્ર સાધુનો વેશ સજી કોઈ દુષ્ટ ઇરાદાથી અહીં આવેલો છે. તે પાંચસો સહસયધી યોદ્ધાઓને મુનિવેશમાં સાથે લઈ આવ્યો છે. ખરેખર, એ પાખંડીની દાનત બૂરી છે. જે ઉદ્યાનમાં એ રહ્યા છે, તે ઉદ્યાનમાં ઠેર ઠેર જમીનમાં શસ્ત્રો છુપાવેલાં છે. અને આપણા શસગારના અધિકારીની રાત્રે હત્યા કરવામાં આવી છે. આપ તપાસ કરાવો.' તપાસના અંતે પાલકની વાતોનો રાજાને વિશ્વાસ પડ્યો. રાજાએ પાલકને કહ્યું : “સાચી વાત છે પાલક, હું તો અંદકકુમારને જાણતો હતો કે એ મહાન ધાર્મિક વૃત્તિનો અને સાત્ત્વિક કુમાર છે. તેણે ભગવંત મુનિસુવ્રત સ્વામી પાસે ચારિત્ર લીધું, ને તે આચાર્ય બન્યો. આજે આ બધું જોઈને મારી માન્યતાઓ ખોટી પડી.” For Private And Personal Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લિય-વિલય-પ્રલય ૨૦૩ ‘કૃપાળુ! દંભી અને પાખંડી માણસો જલદી ઓળખાતા નથી. આ તો સારું થયું કે મને ગંધ આવી ગઈ. નહીંતર આજ કાલમાં કોઈ ભયંક દુર્ઘટના બની જાત.” સાચી વાત છે, તેં ખરેખર મારું હિત કર્યું છે. હવે આ દુર્મતિ દંભી રાજ કુમાર, તને સોંપું છું. તને જે ઉચિત લાગે તે શિક્ષા કરજે. હવે મને પૂછવા ન આવીશ.” રાજાએ દીર્ઘ વિચાર કર્યા વિના, આચાર્યદેવને મળી તેમનો ખુલાસો લીધા વિના, દુષ્ટ પાલકને શિક્ષા કરવાનું કામ સોંપી દીધું. જો સત્ય સમજવાની થોડી પણ ધીરતા હોત તો ભગવાન મુનિસુવ્રત સ્વામી પાસે જઈને પણ ખુલાસો કરી શકત. પરંતુ વિનાશકાળે વિપરીત બુદ્ધિ! રાજા મહેલમાં ચાલ્યો ગયો. તેણે રાણીને પણ વાત ન કરી. પુરંદરયશા તો ખૂબ આનંદનો અનુભવ કરી રહી હતી. આજે ઘણા સમયે તેને પોતાના ભાઈનાં દર્શન થયાં હતાં. પાલકની ખુશી સમાતી નથી. વેરનો બદલો લેવા તે થનગની ઊઠ્યો. તેણે રાજાના પાંચ-દશ ખુશામતખોરોને સાથે લીધા અને અંદાચાર્ય પાસે ગયો. ઉદ્ધતાઈપૂર્વક તેણે સ્કંદાચાર્યને કહ્યું : “હે દંભી રાજકુમાર, તારી કપટજાળ છેદાઈ ગઈ છે. તારી આશાઓ ધૂળમાં મળી ગઈ છે. તે ઉદ્યાનમાં છુપાવી રાખેલાં શસ્ત્રો ખુલ્લાં થઈ ગયાં છે અને મહારાજ દંડકે તને રાજ્યનો અપરાધી ઘોષિત કર્યો છે.” “હે પાલક, તું શું બોલે છે? શાનાં શસ્ત્રો અને શાની વાત? અમે તો નિર્ઝન્થ સાધુઓ છીએ, અમારે શસ્ત્રોનું શું પ્રયોજન છે?' કુંદકાચાર્યે શાન્તિથી જવાબ આપ્યો. અરે, હજું તું નિર્દોષ દેખાવાનો ડોળ કરે છે? કુંભકારકટનું રાજ્ય લેવાની તમન્ના હમણાં જ ધૂળમાં મળી જશે. હવે તું તારો બચાવ કરવાનું ત્યજી દે.” પાલક, અમારે રાજ્યનું શું કામ છે? શ્રાવતિનું રાજ્ય પણ ત્યજી દીધું છે. મિથ્યા દોષારોપણ કરી તું શા માટે પાપથી ભારે થાય છે?” સ્કંદકાચાર્યને ભગવંતનાં કહેલાં વચન યાદ આવ્યાં, “મારણાન્તિક ઉપસર્ગ આવશે”, તેમને પાલકની જ પાપ-રમતની ગંધ આવી. કુમાર, તું અને તારા પાંચસો સાથીદારો પરલોકની તૈયારી કરો. તમારા માટે હમણાં જ આ ઉદ્યાનમાં મોટી ઘાણી ગોઠવાશે. તારા પાપની સજા તને મળી જશે.” For Private And Personal Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૪ સ્કંદકાચાર્ય પાલકે રાજપુરુષોને આજ્ઞા કરી, ઉદ્યાનને સૈનિકોથી ઘેરી લીધું. લાકડાની મોટી ઘાણી તૈયાર કરાવી. ઉદ્યાનના મધ્યભાગમાં ગોઠવી. આચાર્યદેવે પરિસ્થિતિ સમજી લીધી. પાંચસો સાધુઓને ભેગા કરી ખૂબ ગંભીર અને વાત્સલ્યપૂર્ણ શબ્દોમાં કહ્યું : ‘હે શ્રમણો! આપણી સામે એક મોટો ઉપસર્ગ આવી ઊભો છે. આજે શરીરથી આત્માનો વિયાગ થશે. પાલકે આપણા પર કલંક ચઢાવ્યું છે. આપણને રાજ્યના ગુનેગાર ઠેરવી, પ્રાણાંતદંડની શિક્ષા ક૨વા કટિબદ્ધ થયો છે. પરંતુ આપણે એને શત્રુ નથી માનવાનો, એ આપણો મિત્ર છે. કર્મક્ષય કરવામાં એ પરમ સહાયક બનશે, મહાત્માઓ! તમે શરીર અને આત્માનું ભેદજ્ઞાન પામેલા છો. પાલક આપણને ધાણીમાં પીલશે. આત્માને નહીં પીલી શકે. એ જ્યારે શરીરને ઘાણીમાં પીલે ત્યારે આપણે સમતાભાવમાં મન-વચન-કાયાને સ્થિર કરી કર્મોને પીલી નાંખવાનાં છે. મુનિવરો! તમે સિંહની જેમ સાધનાના માર્ગે ચાલી નીકળ્યા છો. સિંહવૃત્તિથી તમે ચારિત્રનું પાલન કરી રહ્યા છો. આજે કર્મશત્રુ પર સિંહવૃત્તિથી તૂટી પડવાનો પુણ્ય અવસર મળ્યો છો! જોજો, દીનતા-કાયરતા કે મમત્વ સતાવી ન જાય. ભગવંત મુનિસુવ્રત સ્વામી આપણને જોઈ રહ્યા છે. એમની અનંત અપાર કરુણા આપણને દીનહીન નહીં બનવા દે. પાલકને કહી દેજો : પાલક, તું અમારાં હાડકાં દળી નાંખ, ચામડાં ચૂંથી નાંખ... લોહી નિચોવી લે. અમારા આત્માનું તું જરા પણ બગાડી નહીં શકે. અમારા સમતાભાવના પ્રકૃષ્ટ લયને તું નહીં તોડી શકે. અમારા આત્માનુભવના ચિદાનંદને તું લૂંટી નહીં શકે. હે વીર પરાક્રમી નિર્પ્રન્થો! સિદ્ધશિલા પર શિવરમણી હાથમાં વરમાળા સાથે તમારું સ્વાગત કરવા ઊભી છે. તેને નિરાશ ન થવું પડે, તેને ભોંઠી ન પડવું પડે, એ જોજો. શરીરનો, જીવનનો મોહ ત્યજી દેજો. અનુરાગી બનજો મોક્ષના નિર્વાણના! મારા પ્રિય સાધકો, અંતિમ વિદાય!' પાલક આવી લાગ્યો. યાંત્રિક ઘાણી તૈયાર કરી દીધી હતી. તે બોલ્યો : ‘ચાલો, તૈયાર થઈ જાઓ.' હાથમાં કોરડો વીંઝતો, લુચ્ચું હાસ્ય કરતો અને નાચતો કૂદતો પાલક સ્કંદકાચાર્યને કહેવા લાગ્યો. સ્કંદકાચાર્યે પાલકને કહ્યું : For Private And Personal Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૫ લય-વિલય-પ્રલય અમે તો પ્રતિપલ મૃત્યુને ભેટવા તૈયાર જ હોઈએ છીએ. સમાધિમૃત્યુની આકાંક્ષા કરતા જ વિચારીએ છીએ.” પાંચસો સાધુઓ મૃત્યુને ભેટવા કટિબદ્ધ બની ગયા. તેમના મુખ પર અપૂર્વ ઉત્સાહ અને પરાક્રમ દીપી રહ્યાં હતાં. ભય, ગ્લાનિ કે વિકલતાનો એક અંશ. પણ દેખાતો ન હતો. કુંદકાચાર્ય ઘાણીની પાસે ઊભા રહ્યા. પાલક, બોલ હવે હું ઘાણીમાં કૂદી પડું?' નહીં પ્રભુ, પહેલો હું કૂદી પડીશ.' કંદરાચાર્યના પટ્ટશિષ્ય આગળ આવ્યા. ના ગુરુદેવ, પહેલો હું!' એક સુકોમળ બાળમુનિ, સ્કંદકાચાર્યન હાથ પકડી આગ્રહ કરવા લાગ્યા. પાલક આંખો ફાડી આ દૃશ્ય જોઈ રહ્યો હતો. ત્યાં તો પટ્ટશિષ્ય જય ઋષભદેવ! જય મુનિસુવ્રતાની ઘોષણા સાથે ઘાણીમાં ઝંપલાવી દીધું. ઘાણી ફરવા લાગી. આચાર્યની ગંભીર વાણી ગાજી ઊઠી : “હે વીર! અરિહંત આદિનાં ચાર શરણ અંગીકાર કર... નમો અરિહંતાણ... નમો સિદ્ધાણં નમો આયરિયાણાં... નમો ઉવઝાયાણં નમો લોએ સવ્વસાહૂણ.' તડડડ...તડડડ..ફડ... હાડકાં તૂટવા માંડ્યાં. ઘાણી ફરતી ગઈ. લોહીના ફુવારા ઊડ્યા. મુનિ શુક્લધ્યાનમાં લયલીન બની કેવળજ્ઞાની બની મુક્તિ પામ્યા. હજુ એક મુનિવરનું કલેવર પૂરું કચડાયું ન હતું ત્યાં બીજા મુનિ ઘાણીમાં કૂદી પડ્યા. “જય ઋષભદેવ! જય મુનિસુવ્રત!' ની ઘોષણા થઈ. નવકાર મંત્રનો ધ્વનિ ઊઠયો. હાડકાં દળાવા લાગ્યાં. પાલક હાડકાં દળતો હતો. મુનિવરો કમને દળતા હતા. એક પછી એક મુનિ ઘાણીમાં ઝંપલાવતા ગયા. પાલક પીલતો ગયો, મુનિવરો મુક્તિધામમાં પહોંચતા ગયા. હવે માત્ર બે બાકી રહ્યા હતા. એક પોતે કુંદકાચાર્ય અને બીજા એક સુકુમાર બાલમુનિ. ‘પાલક, હવે તું મને પીલી નાખ. આ બાલમુનિને પિલાતો હું નહીં જોઈ શકું. મારી આ એક વાત માની જા.” પરંતુ પાલકે આચાર્યની વાત ન માની. બાલમુનિ આગળ આવ્યા અને પાલકને કહ્યું : “તું મને પીલી નાંખ, હું કર્મોને પીલી નાંખીશ!” આચાર્યને For Private And Personal Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૭ સ્કંદકાચાર્ય બાલમુનિએ કહ્યું : ‘ગુરુદેવ, તમે મને શ્રી નવકારમંત્ર સંભળાવજો. હું સમતાભાવમાં સ્થિર થઈ કર્મોને હણી નાંખીશ.' સ્કંદકાચાર્ય બાલમુનિને ભેટી પડ્યા, અને કહ્યું : ‘મુનિ! તમે બહાદુર છો! વીર છો! કર્મોને હણી નાંખજો. બોલો જય ઋષભદેવ! જય મુનિસુવ્રત'' બાલમુનિ ઘાણીમાં કૂદી પડ્યા. સ્કંદકાચાર્યે ભવ્ય નિર્યામણા કરાવી. મુનિ મોક્ષે ગયા. પાંચસો-પાંચસો સાધુઓને ભેદજ્ઞાની બનાવી, સમતાભાવમાં ચિદાનંદનો અનુભવ કરાવી... સહર્ષ મૃત્યુને ભેટતા કર્યા અને મુક્તિગામી બનાવ્યા. તે આચાર્ય સ્વંય પાલક પ્રત્યે રોષથી ધમધમી ઊઠયા. તેમનો લય તૂટી ગયો. પ્રકૃષ્ટ લય તરફની યાત્રા સ્થગિત થઈ ગઈ. ‘રે પાપી પાલક, તેં મારી એક વાત પણ ન માની? ખેર, મારી તપશ્ચર્યાનું ફળ મને જો મળવાનું હોય તો આ દુષ્ટ પાલક, તેનો રાજા દંડક, તેનું કુળ, તેનું રાષ્ટ્ર... બધાંનો હું સંહારક બનું.' આવો મનોમન નિર્ણય કરી તેઓ ઘાણીમાં કૂદી પડચા, પણ તેઓ મોક્ષ ન પામ્યા, દેવલોકમાં દેવ થયા. ‘અગ્નિકુમાર દેવ' થયા. કષાયો મનનો લય તોડે છે. કષાયો પ્રકૃષ્ટ લય સુધી જીવાત્માને પહોંચવા દેતા નથી. પાંચસો શિષ્યોને પ્રલય પમાડી મુક્તિમાં પહોચાડનારા આચાર્ય સ્વયં લયભગ્ન બન્યા... અગ્નિકુમાર દેવ બની સંકલ્પ મુજબ કુંભકારકટ નગરને બાળી નાખ્યું. પુરંદરયશા (આચાર્યની બહેન)ને શાસનદેવીએ ઉપાડીને ભગવાન મુનિસુવ્રત પાસે મૂકી. ત્યાં તેણે ચારિત્ર સ્વીકાર્યું. કુંભકારકટ નગરનું રાજ્ય નાશ પામ્યું, તે આ દંડકારણ્ય બન્યું! સુગુપ્ત મહર્ષિએ વાત પૂરી કરી. ચેતન, કુંભકારકટ નગરના બાહ્ય ઉદ્યાનમાં કેવી સંહારલીલા ખેલાઈ ગઈ? નિર્દોષ આચાર્ય અને નિર્દોષ ૫૦૦ સાધુઓ ઘાણીમાં પિલાઈ ગયા! લાખોકરોડો વર્ષોના ઇતિહાસમાં આ રીતે સાધુઓને પ૦૦ સાધુઓને ઘાણીમાં પીસી નાંખવાનું બીજું દૃષ્ટાંત મળશે નહીં. પણ સંસારમાં આવું બધું બનવું સ્વાભાવિક છે. મહત્ત્વની વાત તો એ છે કે ધોર પાપકર્મના ઉદયને ૫૦૦ સાધુઓએ આત્મશુદ્ધિનો વિશિષ્ટ સફળ પ્રયોગ બનાવી દીધો! અનંત અનંત કર્મોનો નાશ કરવાનું અપૂર્વ પરાક્રમ દાખવ્યું. For Private And Personal Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૭ લય-વિલય-પ્રલય આચાર્ય સ્કંદકાચાર્યે પોતાના એ પ૦૦ શિષ્યોને દેહ અને આત્માનું ભેદજ્ઞાન કેવું કરાવ્યું હશે? ભેદજ્ઞાનની કોરી વાતો કરવી, એક વાત છે, ભેદજ્ઞાનની પરીક્ષામાં (પ્રેક્ટિકલ) પાસ થવું બીજી વાત છે. શાસ્ત્રીય ભાષામાં જેને “આસેવન શિક્ષા' કહેવામાં આવી છે, તે આસેવન શિક્ષા ભેદજ્ઞાનની, એ ૫૦૦ શિષ્યોને આચાર્યે આપેલી જ હોવી જોઈએ. કષ્ટ સમયે, ઉપસર્ગ સમયે, ભય સમયે મન શરીર સાથે જરાય ન જોડાય, આત્માનુભવમાં રમણતા કરતું રહે, એ માટેનો વિધેયાત્મક ઉપાય કરતા રહેવું પડે. પહેલાં સામાન્ય કક્ષાનાં કષ્ટોનો મનને અનુભવ ન થાય, એવો અભ્યાસ કરવો પડે. ધીરે ધીરે મોટાં કષ્ટોનો અનુભવ ન થાય, મન આત્મા સાથે જ જોડાયેલું રહે – એવો પ્રયત્ન કરતા રહેવું પડે. જો ભેદજ્ઞાનનો આ રીતે અભ્યાસ ન કર્યો હોય અને ઘાણીમાં પીસાવાનો પ્રસંગ આવી જાય, તો ભલે મોટો સાધુ હોય કે સંન્યાસી હોય, તે શારીરિક પીડાનો અનુભવ કરવાનો. એ પીડા એને સમતાભાવમાં રહેવા ન દે. એ પીડા, પીડા આપનાર પર દ્વેષ કરાવે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન કરાવે. એ ઘાણીમાં પિસાઈને સ્વર્ગ કે મોક્ષમાં ન જાય, એને નરકમાં જવું પડે. લય-વિલય અને પ્રલય માટે “ભેદજ્ઞાન' પામવું ને પચાવવું અતિ આવશ્યક છે. તો જ સમાયોગમાં સ્થિર થઈ આત્મા વીતરાગસર્વજ્ઞ બની શકે. For Private And Personal Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭િ. શ્રી રામચન્દ્રજી લક્ષ્મણના અકાળે અવસાન થયા પછી શ્રીરામે સંસારત્યાગ કર્યો હતો. તેઓ “શ્રી રામભદ્ર મહામુનિ' બની જંગલોમાં રહેતા હતા. વનમાં પશુઓ મહામુનિની ચારેબાજુ ટોળે મળતાં. મહામુનિ સામે ટગર-ટગર જોયા કરતાં. વનની અધિષ્ઠાયિકા દેવીઓ પ્રગટ થતી, મહામુનિની સ્તુતિપ્રાર્થના કરતી. પરંતુ મહામુનિ તો એમના આત્મધ્યાનમાં લીન રહેતા. ક્યારેક મહિનાના ઉપવાસ. ક્યારેક બે મહિનાના ઉપવાસ! ક્યારેક ત્રણ મહિનાના ઉપવાસ, ક્યારેક ચાર ચાર મહિનાના સળંગ ઉપવાસની ઘોર તપશ્ચર્યા કરતા. એમને જલદીથી જલદી કર્મોનાં બંધનો તોડવાં હતાં. તેઓ તપની સાથે જ ભિન્ન ભિન્ન આસનો લગાવીને ધ્યાનમાં લીન રહેતા હતા. ક્યારેક પર્યકાસન કરતા તો ક્યારેક ઉત્કટિક આસને ધ્યાન ધરતા. ક્યારેક એક પગ પર ઊભા રહી, બંને હાથ ઊંચા રાખી, સૂર્ય સામે દૃષ્ટિ સ્થિર કરી ધ્યાન કરતા. ક્યારેક માત્ર અંગૂઠા પર ઊભા રહેતા, ક્યારેક પગની એડી પર ઊભા રહેતા. જુદાં જુદાં આસનો દ્વારા અને ધ્યાન દ્વારા તેમણે તન-મનની પ્રવૃત્તિ પર વિજય મેળવ્યો હર્તા. તપ અને ધ્યાન દ્વારા તેમણે કઠોર કર્મોનાં બંધન તોડવા માંડ્યાં હતાં. ઘણો સમય વનમાં વિતાવી તેમણે “કોટિશિલા'નામની શિલા તરફ વિહાર કર્યો. તેમણે કોટિશિલા પર આસન જમાવ્યું. નિરપેક્ષ વૃત્તિ! બાહ્ય ભાવો તરફ પૂર્ણ ઉદાસીનતા, સંસાર અને મોક્ષ પ્રત્યે સમભાવ! ન રાગ, ન ષ. તેઓ ધર્મધ્યાનની ઉચ્ચતમ સપાટી પર પહોંચ્યા. આ રીતે શ્રી રામભદ્ર મહામુનિ તીવ્ર વેગથી આત્માના શુદ્ધ સ્વરૂપ તરફ ધસી રહ્યા હતા. આત્માનુભવરૂપ લય-વિલય પ્રાપ્ત થયો હતો ત્યારે બારમા દેવલોકમાં એક અવનવી ઘટના આકાર લઈ રહી હતી. સીતાજી! તેમણે ચારિત્રજીવનનું વિશુદ્ધ પાલન કર્યું હતું. આયુષ્ય પૂર્ણ થતાં બારમા દેવલોકમાં દેવેન્દ્ર બન્યાં હતાં. દેવેન્દ્ર સીતેન્દ્ર! તેમને અવધિજ્ઞાન હતું. સીતેન્દ્રને અચાનક શ્રીરામ સ્મૃતિમાં આવ્યા. “રામ શું કરતા હશે? કઈ સ્થિતિમાં હશે?' જિજ્ઞાસા પ્રગટી. તરત જ અવધિજ્ઞાનનો ઉપયોગ કર્યો. સીતેન્દ્ર પ્રત્યક્ષ For Private And Personal Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૯ લય-વિલય-પ્રલય શ્રીરામને જોયા! પણ અયોધ્યાના મહેલમાં નહીં, જંગલમાં કોટિશિલા પર આરૂઢ થયેલા જોયા. ધ્યાનસ્થ દશામાં જોયા. સીતેન્દ્ર ચોંકી ઊઠયાં. સ્વગત બોલી ઊઠ્યાં‘મારા રામ! તમે પણ ચારિત્ર લીધું! ઓહો, લક્ષ્મણનું મૃત્યુ થઈ ગયું છે. લવ-કુશ ચારિત્રના માર્ગે ચાલ્યા ગયા. રામે શત્રુઘ્નની સાથે ચારિત્ર લીધું! બહુ સરસ! જીવન ધન્ય બની ગયું!' સીતેન્દ્રે અયોધ્યામાં બની ગયેલી ઘટના જોઈ. ત્યાર પછી શ્રી૨ામ ઉપ૨નો રાગ સળવળી ઊઠ્યો. એ રાગના પડેલા સંસ્કારો નાબૂદ થયા ન હતા. રામને જોતાં જ એ સંસ્કારો જાગ્રત થયા. સીતેન્દ્ર વિચારે છે. શ્રીરામ જો ધર્મધ્યાનમાંથી શુક્લધ્યાનમાં પ્રવેશી જાય તો કેવળજ્ઞાની બની જાય. વીતરાગ બનીને મોક્ષમાં ચાલ્યા જાય, પછી મને એમનો સંયોગ ન મળે.' શ્રીરામના કાયમી વિયોગની કલ્પનાથી સીતેન્દ્ર ધ્રૂજી ગયાં. તેમણે આગળ વિચાર્યું: ‘શ્રીરામ આયુષ્ય પૂર્ણ થતાં અહીં દેવલોકમાં ઉત્પન્ન થાય, મારા મિત્ર દેવ બને, એમનો દીર્ઘકાલીન સહવાસ મળે, પણ એ માટે મારે એમના ધ્યાનનો ભંગ કરવો જોઈએ. શુક્લધ્યાનમાં પ્રવેશતાં અટકાવવા જોઈએ.’ આનું નામ રાગની પ્રબળતા! આનું નામ મોહની વિટંબણા! અનેક દેવો સાથે સીતેન્દ્ર કોટિશિલા પાસે આવે છે. શ્રી રામભદ્ર મહામુનિને ધ્યાનમગ્ન જુએ છે. ચારેબાજુ વેરાન ઉજ્જડ પ્રદેશને જોયો. માઘમાસ હતો. સીતેન્દ્રે એ ઉજ્જડ પ્રદેશને ક્ષણોમાં વિશાળ સુંદર ઉપવન બનાવી દીધું. નંદનવન સર્જી દીધું. વસંતની માદકતા ભરી દીધી. કોયલોનાં વૃંદ કૂજન કરવા લાગ્યા. વિવિધરંગી ભ્રમરો ગુંજારવ કરવા લાગ્યા જૂઈ, બકુલ અને ચંપકનાં પુષ્પો ખીલી ઊઠઠ્યાં. મલયાચલનો સુગંધી વાયુ વાવા લાગ્યો. કામદેવ જાણે પૃથ્વી પર ઊતરી આવ્યો. સીતેન્દ્રે રૂપપરિવર્તન કર્યું. સોળ શૃંગાર સજેલી નવયૌવના સીતાનું રૂપ ધારણ કર્યું. આબેહૂબ સીતા! જાણે મિથિલાના સ્વયંવરમંડપમાં ઊભેલી સીતા ન હોય! બીજા દેવોએ પણ સુંદર માનવકન્યાઓનાં રૂપ કર્યાં. એ કન્યાઓ સાથે રૂમઝૂમ કરતી સીતા કોટિશિલા પર આવી. ધ્યાનસ્થ રામને નમન કરી પ્રાર્થના કરી : ‘હે પ્રાણનાથ! હે પ્રિયતમ! નયન ખોલો, જુઓ, તમારી હૃદયેશ્વરી સીતા તમારી સામે ઊભી છે. For Private And Personal Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૦ શ્રી રામચન્દ્રજી સ્વામીનાથ! જુઓ. તમારા વિરહથી વ્યાકુળ-વિહ્વળ આ સીતાનો તમે સ્વીકાર કરો.' ત્યારે મેં ભૂલ કરી હતી. આપનો ત્યાગ કરી અભિમાનમાં આપને અવગણી મેં ચારિત્ર લીધું હતું. પાછળથી મને ઘણો પશ્ચાત્તાપ થયો હતો. આપની સ્મૃતિમાં હું ઝૂરતી હતી. આંખોમાંથી આંસુ વહાવતી હતી. આજે હું આપની પાસે આવી છું. જુઓ આ અનેક વિદ્યાધર કન્યાઓ સાથે આપને વીનવું છું, તે નાથ! કૃપા કરો, અમારો સ્વીકાર કરી અમને સનાથ કરો. આ વિદ્યાધર કન્યાઓએ મને કહ્યું : તું દીક્ષા ત્યજી દે, અને રામની રાણી બની જાય. અમે તારા આદેશથી રામની પત્નીઓ બનીછું. હે સ્વામી, મેં આ કન્યાઓના કહેવાથી દીક્ષા ત્યજી દીધી અને આપના ચરણોમાં હું આવી છું. હે પ્રાણેશ્વર! અમારી સામે જુઓ. આપની સીતા પૂર્વવત્ આપના બાહુપાશમાં સમાઈ જવા તલસે છે. ભૂલી જાઓ સ્વામી, મારો એ અપરાધ “આ દાસીએ આપની ચરણસેવા સ્વીકારી છે.' સીતેન્દ્ર વિદ્યાધર કન્યાઓ સાથે કોટિશિલા પર નૃત્ય આરંભ્ય. દેવલોકના દેવોનું નૃત્ય એટલે પૂછવું જ શું? નૃત્ય સાથે ગીત અને સંગીતની રમઝટ જામી ગઈ. એ ગીત-સંગીત અને નૃત્યની અસર જંગલનાં પશુ-પક્ષી પર થઈ. ટોળે મળ્યાં, એકીટસે નાટારંભ જોઈને ડોલવા લાગ્યા. શ્રી રામભદ્ર મુનિવર પર ન સીતેન્દ્રનાં વચનોની અસર થઈ, ન નૃત્યની અસર થઈ કે ન ગીત-સંગીતની અસર થઈ. અસર કેવી રીતે થાય? એ નૃત્યને આંખો જુએ ને મન વિચારે તો ને? એ ગીત-સંગીતને કાન સાંભળે અને મન વિચાર કરે તો ને? મહામુનિની ઇન્દ્રિયો અને મન ધ્યાનમાં જોડાઈ ગયાં હતાં. ઇન્દ્રિયો અને મનને ધ્યાનમાં જોડી દેવામાં આવે તો બાહ્ય દુનિયાના પ્રસંગો કોઈ અસર ન કરી શકે. મહામુનિએ ધર્મધ્યાનમાંથી શુક્લધ્યાનમાં પ્રવેશ કરી દીધો. શુક્લધ્યાનમાં આત્મા જ આત્માને ધ્યાવે છે. મન અને ઇન્દ્રિયો નિષ્ક્રિય બની જાય છે, શુકલધ્યાનનો પ્રારંભ થઈ ગયો. “પૃથકત્વ-વિતર્ક-વિચાર' બાન ચાલુ થઈ ગયું. આત્માથી માંડી પરમાણુ સુધીના પદાર્થોનું ચિંતન, એના વાચક શબ્દોનું ચિંતન અને મન-વચન-કાયાના યોગોનું ચિંતન. ચૌદ પૂર્વોના ગ્રુતજ્ઞાનનું ચિંતન સ્વશુદ્ધ આત્માનુભૂત ભાવનાના આલંબનથી અનર્જલ્પ ચાલુ થયો. એક અર્થ પરથી બીજા અર્થ પર, એક શબ્દથી બીજા શબ્દ પર અને એક યોગથી બીજા યોગ પર વિચારણા ચાલુ થઈ. એક દ્રવ્ય પરથી બીજા દ્રવ્ય પર, એક ગુણ For Private And Personal Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૨૧૧ ઉપરથી બીજા ગુણ ઉપર, અને એક પર્યાયથી બીજા પર્યાય પર સંક્રમણ થવા માંડ્યું. પહેલું શુક્લધ્યાન પૂરું થયું ને તરત જ બીજું શુક્લધ્યાન શરૂ થઈ ગયું ‘એકત્વ-વિતર્ક-સવિચાર’. બીજા શુક્લધ્યાનમાં માત્ર પોતાના જ આત્મદ્રવ્યનું, પર્યાયનું કે ગુણનું નિશ્ચલ ધ્યાન હોય છે. આ બીજા ધ્યાનમાં અર્થ, શબ્દ અને યોગોમાં વિચરણ હોતું નથી. અહીં ભાવશ્રુતના આલંબને શુદ્ધ આત્મસ્વરૂપનું ચિંતન કરવા લાગ્યા. આ રીતે ‘ક્ષપકશ્રેણિ' માંડીને આત્મા વીતરાગ બની ગયો. સર્વેશ કેવળજ્ઞાની બની ગયો, રાત્રિનો ચોથો પ્રહર ચાલુ થયો હતો; ત્યારે શ્રી રામભદ્ર મહામુનિ પૂર્ણાનન્દી બન્યા. સીતેન્દ્રના અનુકૂળ ઉપસર્ગથી જરાય ચલાયમાન ન થયો. મન-વચનકાયાના યોગોને આત્મા સાથે જોડી દીધા પછી કોઈ અનુકૂળ-પ્રતિકૂળ નિમિત્ત આત્માને ચંચળ કરી શકતું નથી. એનો લય પ્ર-લયમાં લીન થઈ જાય છે. પછી તો સીતેન્દ્ર શ્રી રામભદ્ર મહામુનિની ક્ષમા માગે છે. કેવળજ્ઞાનનો મહોત્સવ મનાવે છે. સ્તુતિ-પ્રાર્થના કરે છે. શ્રી રામભદ્ર કેવળજ્ઞાની બની પૃથ્વી પર વિચર્યા અને અનેક જીવોને મુક્તિનો માર્ગ બતાવ્યો. ધ્યાનવેળાએ ઇન્દ્રિયોનો અને મનનો સંબંધ જગત સાથે કપાઈ જવો જોઈએ. જરાપણ સંબંધ ન રહેવો જોઈએ તો જ મન સ્થિરતા પામે. સમતાયોગમાં સ્થિર બની મોહ અને અજ્ઞાનને હણી શકે. ચેતન, જ્યારે શ્રીરામ રાગી હતા ત્યારે સીતાના અપહરણ સમયે કેવા અધીરા... પાગલ જેવા અને મૂઢ થઈ ગયા હતા? એ જ રામનો રાગ નાશ પામ્યો, વિરક્તિનું ફૂલ ખીલ્યું! વિરક્તિનો નશો ચઢ્યો ત્યારે, સામે સીતા આવીને ઊભી હતી, તેને આંખો ખોલીને જોઈ પણ નહીં. એ વિરક્તિનો મહિમા હતો. વાવાઝોડું શમી જાય છે. પછી હોય છે ધીમી શાન્ત ગતિ. આ નીરવતામાં તાંડવ નહીં પણ લય હોય છે, લાસ્ય હોય છે. કશુંય ઉપરછલ્લું હોતું નથી. મૂળિયાં ઊંડે ને ઊંડે જાય છે. ચૈતન્યનું વૃક્ષ જાણે આભથી ઉપર સિદ્ધભૂમિ સુધી પહોંચે છે. For Private And Personal Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૨ શ્રી રામચન્દ્રજી આકાશમાં ખીલે છે વિવિધ રંગોનું મેઘધનુષ્ય, વાતાવરણમાં પંખીઓનો ગુનગુનાટ છે. અસ્તિત્વની આસપાસ ચાંદની વીંટળાઈ વળે છે. શરીરમાંથી અ-શરીર તરફ ક્યારે ગતિ થાય છે તેનો પણ ખ્યાલ હોતો નથી. કારણ વિના હૃદયમાં ચિદાનંદ છલકાય છે. આત્માનુભવની પરાકાષ્ઠાની ક્ષણ એવી હોય છે જાણે ફળની પરિપક્વતા. સમતાનો અમૃતકુંભ સાધકની સાથે જ જોઈએ. મનમાં અહંને જરાય પેસવા દેવાનો નથી. તૃષ્ણા-કામના અને ઇચ્છાઓથી ભરેલી દુનિયા નરી યાંત્રિકતા છે. નર્યો કંટાળો છે. કાંટાળા તારની વાડો છે. ચાબખાઓ છે. ઘોંચપરોણા છે. સડેલા મહોરાઓ છે. આ બધાંથી બચવું હોય તો, ઊગરવું હોય તો વિરક્તિ સિવાય કશું પણ નથી. વિરક્તિ બીજું કાંઈ નથી, સદભાગ્યની એક નદી છે, વિરક્તિમાં મરણની હાંફ નથી, શાપ કે નિસાસા નથી. વિરક્તિની ક્ષણ એક પરમ પવિત્ર ક્ષણ છે. આ ક્ષણનો જેને અનુભવ થાય છે એના માટે આ દુનિયા નંદનવન છે. પ્રત્યેક પળ પારિજાત છે. આસપાસ મોગરાની સુંગધ છે. વિરક્તિમાં તૃપ્તિ છે. "તૃતિ યાતિ પર નિઃ” તૃપ્ત મહાત્માને પછી ગીત, નૃત્ય, સંગીત કે પ્રેમાલાપ સ્પર્શી પણ શક્તો નથી. એની એક પણ ઇન્દ્રિય અતૃપ્ત નથી રહેતી. એટલે એ અનુકૂળ ઉપસર્ગો પર પણ વિજય પામે છે. વિરક્તિનો લય, વિતરાગતાના પ્ર-લયમાં પહોંચાડી દે છે. For Private And Personal Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮. ઈલાચીકુમાર ઇલાવર્ધન નામનું નગર હતું. તે નગરમાં ધનદત્ત નામના ધનાઢચ શ્રેષ્ઠી હતા. શેઠાણીનું નામ હતું ધારિણી. તેમનો એકનો એક લાડકવાયો પુત્ર હતો ઇલાચીકુમાર. ઇલાચીકુમાર ગુણવાન હતો, ધનવાન હતો, બુદ્ધિમાન હતો. નગરમાં લોકપ્રિય હતો. તેની વાણી મધુર હતી. તેનું સ્મિત આકર્ષક હતું. યૌવનમાં તેનો તાજો જ પ્રવેશ થયો હતો. એ સમયે ઇલાવર્ધન નગરમાં એક નાટકમંડળી ઊતરી આવી. નગરમાં ઘોષણા થઈ : ‘આજે રાત્રે નગરના મધ્ય ચોકમાં નાટક ભજવાશે, માટે સર્વે નગરજનોએ પધારવું.' ઇલાચીકુમાર નાટક જોવા મિત્રોની સાથે ગયો. નાટક શરૂ થયું. નાટકના મુખ્ય સૂત્રધારની પુત્રીનું નૃત્ય શરૂ થયું. ઇલાચીકુમાર વિચારે છે : ‘શું રંભા છે! ઊર્વશી છે કે ઇન્દ્રાણી છે? શું આની અદ્દભુત રૂપ-સંપત્તિ છે! આવી યુવતી મેં ક્યાંય જોઈ નથી. હું આ કન્યાને મારી પત્ની બનાવું તો મારું જીવતર સફળ થઈ જાય!’ નૃત્યાંગનાનાં નયનકટાક્ષોથી અને મધુર ગીત-આલાપથી ઇલાચી સ્નેહના બંધને બંધાઈ ગયો. મોવિકારથી ઘેરાઈ ગયો. નાટક જોઈને ઘેર આવ્યો. રાત્રે ઊંઘ્યો નહીં. બીજા દિવસે અન્યમનસ્ક રહ્યો. ભોજન પણ ન કર્યું. ધનદત્ત શ્રેષ્ઠીએ પ્રેમથી ઇલાચીને ઉદાસીનું કારણ પૂછ્યું. ઇલાચીએ શરમ વિના કહી દીધું. ‘નાટકમંડળીમાં આવેલી સૂત્રધારની પુત્રી સાથે મને પરણાવો.' પિતાએ ના પાડી. ખાનગીમાં ઇલાચીએ નાટકના સૂત્રધારને બોલાવી કહ્યું : ‘તારી પુત્રીને મારી સાથે પરણાવ. માર્ગ એટલું ધન આપું!’ ‘હું શ્રેષ્ઠીપુત્ર, મારી પુત્રી તો અક્ષયનિધાન છે. એના લીધે તો અમારી નાટકમંડળી ચાલે છે. વળી, તમે રહ્યા વિણક અને અમે છીએ સાહસિક! એટલે અમારી પુત્રીને તમારી સાથે ન પરણાવી શકાય.' ‘પણ હે સૂત્રધાર, તારી પુત્રી પર હું મોહિત થયો છું. કોઈપણ ઉપાયે હું એને પરણવા ઇચ્છું છું. તું માર્ગ દેખાડ.' For Private And Personal Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૪ ઇલાચી કુમાર એક ઉપાય છે.' બોલ, જલ્દી બોલ.' ‘તમે અમારી સાથે ચાલો. નાટકકળાનો અભ્યાસ કરી. પછી સરસ નાટક કરી કોઈ રાજાને ખુશ કરો. રાજા મોટું ઇનામ આપે, માન આપે. પછી અમારી નાતમાં તમે માન પામો. નાતને જમાડો. પછી હું મારી પુત્રી પરણાવું.' “કબૂલ!' ઇલાચીએ નાટકના સૂત્રધારની શરત કબૂલ કરી. રાત્રિના સમયે જ્યારે ઇલાવર્ધનથી નાટકમંડળી રવાના થવાની હતી ત્યારે ગુપ્ત રીતે ઇલાચી નાટકમંડળી સાથે થઈ ગયો અને નાટકમંડળી બીજા ગામે રવાના થઈ ગઈ. કુળની મર્યાદા ત્યજી દીધી. માતા-પિતાનો વિશ્વાસઘાત કર્યો. ખભે કાવડ ઉપાડી. એક ટોપલામાં કૂકડા ભર્યા હતા, આગળ ઢોલ બાંધ્યું હતું. હાથમાં બકરાંની દોરી લીધી હતી. રોજ નાટક-કલા શીખતો હતો, એમાંય બે ઊંચા વાંસ રોપી, દોરી બાંધી, એ દોરી પર ઢોલના તાલે નાચવાની કળામાં તે પ્રવીણ બન્યો. એક દિવસ સૂત્રધારે ઇલાચીપુત્રને કહ્યું : “તમે નાટકમંડળી લઈને, મારી પુત્રીને પણ સાથે લઈને બેનાતટ નગરે જાઓ. ત્યાંના રાજાને રીઝવીને મોટું દાન મેળવીને પાછા અહીં આવજો. નાતને જમાડીને મારી પુત્રી સાથે તમારાં લગ્ન કરીશ.” ઇલાચી રાજી થયો. એની પ્રબળ ઇચ્છા પૂરી થવાની કલ્પનાથી તે નાચી ઊઠ્યો. નાટકમંડળી સાથે બેનાતટ નગરે પહોંચ્યો. રાજાને મળ્યો. નાટક કરવાની રજા માંગી. નાટક જોવા સપરિવાર પધારવા રાજાને વિનંતી કરી. રાજાએ સંમતિ આપી. રાજાએ કહ્યું : “જો મને નાટક ગમી જશે તો તમને લાખ સોનામહોર ભેટ આપીશ!' અને નગરના મધ્યભાગમાં ઊંચો વાંસ જમીન પર ઊભો કર્યો. તેની સામે બીજો વાંસ ઊભો કર્યો. ચારે બાજુ એ વાંસ સાથે મજબૂત દોરડાં બાંધ્યાં અને નીચે સૂત્રધારની પુત્રીએ ઢોલ પર થાપ મારી. તેણે સોળ શણગાર સજ્યા હતા. આંખોમાં કાજલ આંજ્યું હતું. તે હૃદયથી ઇલાચીને ચાહતી હતી. એ જાણતી હતી કે એના માટે ઇલાજી એ કેટલો મહાન ત્યાગ કર્યો હતો! કેવાં સુખ છોડ્યાં હતાં. ઇજ્જત-આબરૂની પરવા કરી ન હતી. એટલે આજે એ અપૂર્વ For Private And Personal Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૨૧૫ નાટક ભજવવા તત્પર હતી. એના ઢોલના તાલે ઇલાચીનું દોરડા પર નૃત્ય શરૂ થયું. બીજી બાજુ, બેનાતટ નગરના રાજાએ ઢોલ વગાડતી નૃત્યાંગનાને જોઈ. એના રૂપલાવણ્ય પર મોહિત થયો. તેના મનમાં દુષ્ટ વિચાર આવ્યો : “જો આ નટ દોરડા પર નાચતાં નાચતાં નીચે પડે ને મરી જાય તો આ નટીને હું મારી રાણી બનાવું!” એક પ્રહર પૂરો થયો. ઈલાચીએ ખેલ પૂરો કર્યો. નીચે આવી રાજાને નમીને પ્રણામ કર્યા. ઇનામની આશાએ એ ઊભો રહ્યો. રાજા બોલ્યો : “હું રાજ કાજના વિચારોમાં ડૂબી ગયો હતો. તારું નાટકનૃત્ય મેં જોયું જ નથી. માટે ફરી વાર નાટક કરો, પછી દાન આપું.” ઇલાચીએ બીજી વાર નાટક કર્યું. બીજો પ્રહર પૂરો થયો. નીચે ઊતરીને રાજા પાસે ગયો. રાજા કહે છે : “આ વખતે મને જરા ઝોકું આવી ગયું. નાટક જોયું જ નથી. હજી એક વાર કરો. રાજા વિચારે છે : “આ દોરડા પરથી નીચે પડીને મરી જતો કેમ નથી? એ મરે તો પેલી નટીને હું મારી રાણી કરું.” ઇલાચી ત્રીજી વાર દોરડા પર ચઢ્યો. એક પ્રહર સુધી નૃત્ય કર્યું. પ્રજા અતિ પ્રસન્ન થઈ. નીચે ઊતરીને રાજા પાસે જઈ ઉભો. રાજાએ નિર્લજ્જ બનીને કહ્યું : “આ વખતે પણ મારું મન નાટકમાં ન હતું. મેં જોયું નથી. હવે એક વાર ફરીથી નૃત્ય કરો, પછી એક લાખ સોનામહોર આપું.” રાત્રિનો છેલ્લો પ્રહર! ઇલાચીનું ભવ્ય નૃત્ય શરૂ થયું. નૃત્યાંગનાએ ઢોલને ઉત્સાહથી, થાક્યા વિના વગાડવા માંડ્યું.. ઉષાકાળ આવ્યો. ઇલાચી વાંસના મથાળે જઈને ઊભો હતો. ત્યાં તેણે એક નગરના રાજમાર્ગ પર એક યુવાન મુનિને ભિક્ષા માટે નીકળેલા ર્જાયા. એક શ્રેષ્ઠીની હવેલીમાં પ્રવેશ્યા. હવેલીનો મધ્યભાગ ઉપરથી ખુલ્લો હતો. શ્રેષ્ઠીની રૂપસુંદરી પત્ની હાથમાં મોદકનો થાળ ભરીને ઊભી હતી. તેણે સોળ શણગાર સજેલા હતા. મુનિને હવેલીમાં પ્રવેશતા જોઈને શેઠાણી સાત-આઠ પગલાં સામે ગઈ. For Private And Personal Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૬ ઇલાચી કુમાર ઇલાચી જોઈ રહ્યો છે. વાંસના મથાળે તેનું શરીર સ્થિર થઈ ગયું છે. એ મૌન થઈ ગયો છે. એની દૃષ્ટિ હવેલીના મધ્યભાગમાં ઊભેલા સાધુ અને સુંદરીને જોઈ રહી છે. વિચારે છે : અદ્દભુત રૂપ તે દેખીને થોભે શશિ ને સૂર, સાધુ-સુંદરી બહુ જણાં ચડતે જોબન પૂર! ત્યાં તો એણે જોયું : સાત-આઠ પગલાં સામા જઈ જબ દીઠા મુનિરાય, વાંદ્યા બે કર જોડીને, આનંદ અંગ ન માયા પ્રભાતને નિરવ શાંતિમાં એણે સાંભળ્યું ? આ જ સફળ દિન માહર ચડ્ય ચિંતામણી હાથ, તુમ દરિસણે પાવન થઈ તારણતરણ જહાજ. ઇલાચએ ધ્યાનથી જોયું : મોદક લઈને માનિની થાળ ભરી મનોહાર, મધુરાં વચનો બોલતી વિનવે વારંવાર. ઢોલ વાગતાં બંધ થઈ ગયાં હતાં. નાટકમંડળ થાકીને ત્યાં જ સૂઈ ગઈ હતી. પરંતુ ઈલાચીના પ્રાણ જાગ્રત થઈ ગયા હતા. તેનું મન મથામણ કરી રહ્યું હતું. આ સુંદરી ખરેખર ઇન્દ્રાણી સમાન છે. છતાં ધન્ય છે આ મુનિરાજને કે એમની આંખોમાં કોઈ વિકાર નથી. તેઓ આ સુંદર સ્ત્રી સામે આંખો માંડીને જોતા પણ નથી. કેવા સમતાશીલ છે! કેવા નિર્લોભી છે! કંચનવર્ણી કાયા... અભુત રૂપ.. આજીજીભરી વિનંતી. છતાં મુનિ કેવા નિશ્ચલ ઊભા છે! ધન્ય છે એની માતાને કે આવો પુત્ર જયો! મને પણ મારી માતાએ જ જન્મ આપ્યો છે.. પણ ક્યાં એ મેરુ જેવા મહાન અને ક્યાં હું સરસવ જેવો તુચ્છે? ખરેખર હું ભારે કર્મી છું. ઘોર પાપી છું.... એક નટીના મોહમાં મેં ઉપકારી માતા-પિતાને ત્યજ્યાં... કુળની મર્યાદા લાપી... એક સ્ત્રીની ખાતર આજે ચાર ચાર વાર વાંસ પર ચઢ્યો.. નાચ્યો. એક રાજાને ખુશ કરવા. જો હું આ દોરડા પરથી નીચે પડું તો મરીને નરકમાં જ જાઉં.. For Private And Personal Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૨૧૭ રાજાનું દાન લેવા હું આખી રાત નાચતો રહ્યો, હવામાં છલાંગો મારતો રહ્યો... તો પણ રાજા મને દાન આપતો નથી. જ્યારે પેલી શ્રાવિકા સાધુને થાળ ભરી મોદક આપવા આગ્રહ કરે છે, છતાં મુનિ લેતા નથી! ધન્ય વેળા ધન્ય આ ઘડી મૂકું મોહની જાળ, થઈને મુનિવર સારીખો છોડી આળપંપાળ. કાયા-માયા કારમી, કારમાં સહુ પરિવાર, કૂડીરચના મેં કરી ધિક્ ધિક્ વિષય-વિકાર. સંસારે ભમતાં થકાં બાંધ્યા બહુલાં કર્મ, તે છોડી હવે ધ્યાયશું સાચો શ્રી જિનધર્મ!” ઇલાચીકુમારની ચિંતનયાત્રા આગળ ચાલી... “આ દુનિયામાં બધું જ ક્ષણિક છે, અનિત્ય છે.. ક્ષણિક ઉપર શા માટે મોહિત થવું? બધી આળપંપાળ છે. દુઃખના દાવાનળ છે.' ૦ શરીર સ્થિર થઈ ગયું છે. ૦ વાણી મૌન થઈ ગઈ છે. ૦ મન અનિત્યતાના ચિંતનમાં લીન બન્યું છે. ૦ તે શરીરની અનિયતા વિચારે છે. આયુષ્યની અનિત્યતા વિચારે છે. યૌવનની અનિત્યતા વિચારે છે. વિષયસુખોની ક્ષણિકતા વિચાર છે. લક્ષ્મી સંપત્તિની અનિયતા વિચારે છે અને સંબંધોની અનિત્યતાનું ચિંતન કરે છે. ૦ અનિત્યભાવના ભાવતાં ભાવતાં નિત્ય, શાશ્વત, અવિનાશી એવા આત્માનું ધ્યાન કરે છે. ભીતરમાં આત્માના એકત્વનો ઉત્સવ માણે છે. અપૂર્વ પ્રથમ સુખ – સમત્વ સુખ અનુભવે છે. આત્માનુભવનો પ્રકૃષ્ટ લય લાગી જાય છે! આમેય દોરડા ઉપર નાચવામાં લયની સાધના તો એણે કરી જ હતી. અહીં આત્મામાં પરમ લય સાધી લીધો. વાંસના મથાળે જ એને કેવળજ્ઞાન થઈ ગયું! ઈલાચીકુમાર વીતરાગસર્વજ્ઞ બન્યા. દેવલોકમાંથી દેવો ઊતરી આવ્યા. ઇલાચીકુમાર પર પુષ્પવૃષ્ટિ કરી. જયજયકાર કર્યો. વાંસ પરથી નીચે આવ્યા. દેવોએ સાધુવેશ આપ્યો. ઈલાચીકુમારે પંચમુષ્ટિ લોચ કર્યો. સાધુવેશ ધારણ કર્યો. દેવોએ ટ્વણકમળની રચના કરી, કેવળજ્ઞાની ઇલાચીકુમારને કમલ પર આરૂઢ કર્યા. For Private And Personal Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૮ ઇલાચી કુમાર આ અદ્ભુત ઘટના જોઈને રાજા સ્તબ્ધ થઈ ગયો. તેણે ઊભા થઈ કેવળજ્ઞાની ઈલાચીકુમારને વંદન કર્યા અને હૃદયમાં ભાવ પ્રગટ્યા, મેં કેવા ઘોર પાપના વિચારો કર્યા? આ નટ-ઇલાચી વાંસ પરથી પડીને મરી જાય તો સારું.. તો હું એની વાગદત્તા નટીને મારી રાણી બનાવું.” મેં આવા પાપવિચાર કરીને કેવાં ઘોર કર્મો બાંધ્યાં? ૦ મેં રૌદ્રધ્યાન કર્યું. ૦ હું કૃષ્ણલેશ્યામાં ફસાયો. પરિણામે મારે નરકમાં જવાનું? હું કેવી રીતે છૂટીશ આ પાપોથી? મેં અપકીર્તિનો વિચાર પણ ન કર્યો. આખી રાત એ નટી તરફ જ જોઈ રહ્યો, મોહી રહ્યો. ખરેખર તો નારીદેહ મળ-મૂત્રથી જ ભરેલો છે. સ્ત્રીનો અવતાર એટલે ફૂડ અને કપટની જ માયાજાળ... હું એવા દેહ ઉપર મોહિત થયો.. ધિક્કાર હો મને. હે જીવ, તું વિચાર કર કે આ કાયા અશુચિથી ભરેલી છે. ગંદા પદાર્થોથી ભરેલી છે. કાચી માટીના પાત્ર જેવી કાયા સાથે શાને માયા બાંધે છે? કાયામાં પ્રીતિ કરવા જેવું છે શું? કશું જ નથી. પુરુષના શરીરમાં નવ દ્વાર છે, જ્યારે સ્ત્રીના શરીરમાં બાર દ્વાર છે. આ કારમાંથી ગંદકી વહેતી રહે છે. એવી કાયા પર માયા શા માટે કરવી? અરે મૂર્ખ જીવ! તું વિચારતો નથી કે દુર્ગધમય પદાર્થોથી જ તારું શરીર ભરેલું છે. માંસ, રુધિર, મેદ, રસ, હાડકાં, મજ્જા અને વીર્ય આદિ ગંદા પદાર્થોથી ભરેલું છે. આવા શરીરનું બાહ્ય રૂપ જોઈને કેમ લલચાય છે? કેમ મોહાંધ બને છે? આ શરીરમાં કૃમિ-કીડા વગેરે અનેક જંતુઓ ભરેલાં છે, આવા શરીર પર શો મોહ કરવો?” અશુચિ ભાવનાના ચિંતનથી રાજાનું મન મોહથી મુક્ત થયું. તે સાથે જ સમતાભાવ પ્રગટ્યો. પરમ પવિત્ર આત્માનો અનુભવ થયો.. જાણે અમૃતનો ઓડકાર આવ્યો. મન-વચન-કાયામાં સ્થિરતા આવી ગઈ. ચિદાનંદની અનુભૂતિ થઈ. અને રાજાને કેવળજ્ઞાન પ્રગટ્ય! દેવોએ પુષ્પવૃષ્ટિ કરી, સાધુવેશ આપ્યો. રાજાએ પંચમુષ્ટિ લોચ કર્યો. દેવીએ સ્વર્ણકમળની રચના કરી, રાજર્ષિને કમલ પર આરૂઢ કર્યા. | 0 0 0 For Private And Personal Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૨૧૯ બીજી બાજુ રાજાની પટ્ટરાણીના મનમાં પણ ઊથલ-પાથલ ચાલી રહી હતી. રાજાને નટી તરફ મોહિત થયેલો રાણીએ જોયો હતો. એના મનમાં રાજા પ્રત્યે વિરક્તિનો ભાવ પ્રગટ્યો. તેણે વિચાર્યું : “મારા જેવી રૂપવતી રાણી હોવા છતાં, નીચ જાતની નદીને મોહી પડ્યો! કેવા પ્રબળ વિષયવિકારો છે? આ વિષયવિકારો આ ભવ અને પરભવ, બંને ભવ બગાડે છે. હું રાજાનો દોષ જોતી નથી. મોહની વિટંબણા આવી જ હોય છે. હું માનું કે “રાજા મારા ધણી છે, હું રાજાની છું....” પણ આ ખોટું છે. હે જીવ, આ સંસારમાં કોઈ તારું નથી. કોણ રાજા ને કોણ રાણી? કોઈ કોઈનું નથી આ દુનિયામાં. ધિક્કાર હો મોહમાયાને, ધિક્કાર હો વિષયવાસનાને. આ સંસાર ખરેખર અસાર છે... સંસારવનમાં દાવાનળ સળગી રહ્યો છે. સંસારના રણપ્રદેશમાં માત્ર મૃગતૃષ્ણા જ દેખાય છે. લોભનો દાવાનળ અને વિષયતૃષ્ણાની મૃગતૃષ્ણા. લોભનો દાવાનળ કદી બુઝાતો નથી. - સંસારમાં ડગલે ને પગલે મોહની સતામણી થાય છે. - સંસારમાં પાર વિનાના ભયો રહેલા છે. - સંસારના બધા જ સંબંધો ફાલતુ છે. - સંસારમાં ડગલે ને પગલે પરેશાની અને પરાભવ હોય છે. - સંપત્તિમાં ગર્વ અને દરિદ્રતામાં દીનતા હોય છે. - સંસારમાં કર્મોની પરવશતા હોય છે. - જનમે-જનમે નવાં નવાં રૂપ ધારણ કરવાં પડે છે. હવે સંસારથી સમ્... હવે તો આત્માને પરમાત્મા બનાવવો છે. આત્માનું પરમ સુખ પ્રાપ્ત કરવું છે... આત્મા... આત્મા.... આત્મા.. લય લાગી ગયો. પ્રકૃષ્ટ લય લાગી ગયો. આત્માનુભવનો ચિદાનંદ પ્રાપ્ત થઈ ગયો. રાણીને કેવળજ્ઞાન પ્રગટ થઈ ગયું. તે વીતરાગ, સર્વજ્ઞ બની ગયાં. શાસનદેવી પ્રગટ થયાં. રાણીને સાધ્વીનો વેશ આપ્યો. સ્વર્ણકમળની રચના કરી, કેવળજ્ઞાની સાધ્વી કમળ પર આરૂઢ થયાં. દેવ-દેવીઓએ કેવળજ્ઞાનનો મહિમા કર્યો. બેનાતટ નગરનાં હજારો સ્ત્રી-પુરુષો પોતાનાં રાજા-રાણીનાં કેવળજ્ઞાનને, એમની વીતરાગતાને વંદી રહ્યાં. ૦ ૦ ૦ For Private And Personal Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૦ ઇલાર્ચ કુમાર પેલી નટકન્યા? આખી રાત ઢોલ વગાડી-વગાડીને થાકી ગયેલી એ નટકન્યા ગળામાં ઢોલ . સાથે જમીન પર જડાઈ ગઈ હતી. તેણે પોતાના પ્રાણપ્રિય પ્રિયતમ ઇલાચીને સર્વજ્ઞવીતરાગ બનેલો જોયો. દેવોએ એનું જે બહુમાન કર્યું, તે જોયું. તેના માટે આ બધું અજાણ્યું હતું. ક્યારેય નહીં સાંભળેલું, નહીં જોયેલું હતું. તેણે રાજાને પણ, ઇલાચીની જેમ સાધુ બનેલો જોયો. એણે રાજાના મોહચાળા જોયા હતા. રાજાની આંખોમાં વિકારની જ્વાળાઓ જોઈ હતી. એ રાજા થોડા જ સમય પછી રાગ-દ્વેષ વિનાનો બની જાય, દેવો અને અભિનંદે એ બધું એને વિસ્મયકારી લાગ્યું. અધૂરામાં પૂરું પટ્ટરાણીને પણ કેવળજ્ઞાન થયું! દેવીઓએ એને સાધ્વી બનાવીને એને સ્વર્ણકમળ પર બેસાડી. નટકન્યાના આશ્ચર્યનો પાર ન હતો. બીજી બાજુ ઇલાચી હવે એને નહીં પરણે, એ વાતનો રંજ હતો, પરંતુ એણે એ રંજને ફેંકી દીધો અને સાચું તત્ત્વચિંતન કરવા લાગી, “મારા જ કારણે ઈલાચીએ માતા-પિતાનો ત્યાગ કર્યો. વિષયવાસના કેવી ભૂંડી છે? અને એમાં મારી આ ગોરી લાવણ્યમયી કાયા જ નિમિત્ત બની. મારા રૂપે ઘણો અનર્થ કર્યો. ઈલાચીને સન્માર્ગથી ભ્રષ્ટ કર્યો. રાજાને પણ મોહિત કર્યો. મારા નિમિત્તે આ બે મહાપુરુષો મોહવશ બન્યા હતા, તેનું પાપ તો મારે જ ભોગવવું પડશેને? ખરેખર, જે માણસો મોહ-મમતા ત્યજી સંયમ લે છે, તેઓ ધન્ય છે. હું ધિક્કારને પાત્ર છું.” એણે મહામુનિ ઇલાચીની પ્રશાંત મુખમુદ્રા જોઈ. આંખોમાંથી વરસતું કરુણાનું ઝરણું જોયું.. “અહો! ધન્ય બની ગયા મારા પ્રીતમ! તમારો આત્મા પાપોથી છૂટી ગયો... મને પણ પાપોથી મુક્ત કરો તમારા વિના હવે આ સંસાર મારા માટે શૂન્ય છે. મને આપનાં ચરણોમાં લઈ લો.” મન-વચન-કાયાના યોગો સ્થિર થઈ ગયા. - સમતાયોગે સ્થિર થઈ ગઈ. - મોહ તૂટ્યો, અજ્ઞાન ગયું. નટકન્યાને પણ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. દેવીઓએ સાધ્વીવેશ આપ્યો. કેવળજ્ઞાનીનો મહિમા કર્યો. ૦ ૦ ૦ For Private And Personal Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૨૨૧ ચેતન, ઈલાચીકુમારને કેવળજ્ઞાન પ્રગટ્યું, તેમાં એના પ્રારંભિક વર્ષોના સંસ્કારોને કારણે માનીએ, પરંતુ રાજા-રાણી તથા નટકન્યાને જે રીતે કેવળજ્ઞાન થયું... તે તો આશ્ચર્યમુગ્ધ કરે છે. રાજા-રાણીના જીવનમાં કોઈ ધાર્મિક ભૂમિકા હોવાનું જાણવા મળતું નથી. બલકે રાજાની મોહાંધતા અને તીવ્ર કષાય જોવા મળે છે... થોડી જ મિનિટો પછી કેવું જબ્બર પરિવર્તન આવી જાય છે? ધોધમાર વરસાદ પડ્યા પછી, ભયંકર વાવાઝોડું આવી ગયા પછી જેવી નીરવ શાન્તિ પૃથ્વી પર પથરાયેલી જોવા મળે છે. ઘનઘોર વાદળ વાયુના પ્રચંડ પ્રહારોથી ફાટીને વીખરાયાં પછી આકાશ જેવું શાન્ત નિર્મળ ને સ્વચ્છ ભાસે છે. એવું આ ચારે મહાન આત્માઓમાં ઘટી ગયું હોય, એમ લાગે છે. - ઇલાચીના મનમાં મોહવિકારનું તોફાન હતું. - નટકન્યાના મનમાં વિષયવાસનાનું તોફાન હતું. - રાજાના મનમાં પણ મોહતૃષ્ણાનું જ તાંડવનૃત્ય ચાલ્યું હતું. - મહારાણીના મનમાં રાજા પ્રત્યે નફરતની આગ લાગી હતી. મને ખરેખર નટકન્યાનો વિચાર વધારે ઊંડાણમાં લઈ જાય છે! એક ચરમશરીરી આત્મા, ગામેગામ ભટકતા, લોકોને ઘેર ભીખ માગીને પેટ ભરતા, બજાણિયા કોમના એક પરિવારમાં જન્મી શકે છે! જે ને વર્તમાન જીવનમાં જ સર્વજ્ઞવીતરાગ બનવાનું છે... અને આ જ જીવનમાં મુક્તિ પામવાની છે, એ આત્મા રસ્તે રઝળતા એવા બજાણિયાના ઘરમાં જન્મે! હશે ને એવાં ખેં! ઠીક છે કે ચરમશરીરી હતા એટલે એના ચોકકસ સમયે નિમિત્ત મળી ગયું! ચરમશરીરીને ચરમશરીરીનો સંગ મળી ગયો! દેખીતી રીતે આ સંગ સમાજવિરુદ્ધ હતો! પરંતુ ભીતરના ભેદ કોણ જાણે? ઇલાચી નટકન્યાને મળી ગયો, એ બે, રાજા-રાણીને મળી ગયાં! રાજા-રાણી પણ ચરમશરીરી જ હતાં ને! એમને પણ નિમિત્ત જોઈતું હતું. મોહદશાને ધક્કો મારી દે એવું નિમિત્ત જોઈતું હતું, મળી ગયું નીચ કુળમાં પણ કોઈ ઉત્તમ જીવાત્મા જન્મતો હોય છે. માટે કોઈનો તિરસ્કાર નથી કરવાનો. “હું ઉચ્ચ ને તું નીચ’ એવો અહંકાર નથી રાખવાનો. તો જ લયની સાધના થઈ શકે. For Private And Personal Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯. ઝાંઝરીયા મુનિ TI આ એક શાસ્ત્રીય કથા છે. ઘણી ઘણી પ્રાચીન કથા છે. પ્રતિષ્ઠાપુર નગર હતું. ત્યાંના રાજાનું નામ હતું મકરધ્વજ અને રાણીનું નામ હતું મદનસેના. તેમનો એક જ કુમાર. તેનું નામ પાડેલું મદનબ્રહ્મ. મદનબ્રહ્મ એટલે રૂપરૂપનો અંબાર! શૌર્ય, ધૈર્ય અને સૌન્દર્યની મૂર્તિ! જ્યારે એની કાયામાં તારુણ્ય હિલોળા લેવા માંડ્યું, યૌવને પાંખો વીંઝી ત્યારે આસપાસના દૂરના અનેક રાજાઓએ પોતપોતાની રાજ કુમારિકાઓ માટે મદનબ્રહ્મની માગણી કરી. રાજા મકરધ્વજે ૩ર રાજકુમારીઓ સાથે મદનબ્રહ્મનાં લગ્ન કર્યા. ભવ્ય લગ્નોત્સવ કર્યો. પ્રજાની દરિદ્રતા દૂર કરી દીધી. ઇન્દ્ર જેમ ઇન્દ્રાણીઓ સાથે યથેચ્છ સુખ ભોગવે તેમ મદનબ્રહ્મ પોતાની ૩૨ રાણીઓ સાથે મનગમતાં સુખભોગ ભોગવવા લાગ્યો. ક્ષણોની જેમ દિવસ-રાત પસાર થઈ જાય છે... એમ કરતાં કેટલાંક વર્ષો વીત્યાં... એક દિવસ પ્રતિષ્ઠાનપુરના બાહ્ય ઉદ્યાનમાં એક મહામુનિ પધાર્યા. જ્ઞાની હતા, તપસ્વી હતા. સૌમ્ય અને શીતલ હતા. સંયમી અને મધુરભાષી હતા. વનપાલકે રાજાને જાણ કરી - “ઉદ્યાનમાં એક મહામુનિ પધાર્યા છે.' આમેય નગરમાં ઇન્કમહોત્સવ ઊજવાઈ રહ્યો હતો. રાજકુમાર પોતાની ૩૨ પત્નીઓ સાથે મહોત્સવમાં મહાલવા ઉદ્યાનમાં જ ગયો હતો. મુનિરાજનાં દર્શન કરતાં જ એના હૃદયમાં આનંદ-આનંદ થઈ ગયો. તેનું મન ભીનું ભીનું થઈ ગયું. મુનિરાજને વંદના કરી, વિનયથી એ મુનિરાજ સામે બેઠો. - મુનિરાજે ધર્મોપદેશ આપ્યો. - આ સંસારને સ્વપ્નતુલ્ય બતાવ્યો. - વૈષયિક સુખોને મૃગતૃષ્ણાવતું બતાવ્યાં. - મનુષ્યજીવનની દુર્લભતા સમજાવી. - સંયમધર્મનો મહિમા બતાવ્યો. For Private And Personal Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૨૨૩ - “વૈરાગી જ સુખી' આ વાત ભાર દઈને સમજાવી. - રાજ કુમાર મદનબ્રહ્મની જ્ઞાન દષ્ટિ ખૂલી ગઈ. - તે બહિર્ભાવમાંથી અંતર્ભાવ તરફ વળ્યો. - આત્મકલ્યાણ સાધી લેવાની રટણા લાગી ગઈ. - તે મહેલે આવ્યો. રાજા-રાણીને વિનયથી કહ્યું : “હવે હું સંસારમાં નહીં રહી શકું. મારું મન વિરક્ત બન્યું છે. હું સર્વસ્વનો ત્યાગ કરી સંયમધર્મ સ્વીકારવા ઇચ્છું છું. મને અનુમતિ આપો.' - દુઃખી મને માતા-પિતા અનુમતિ આપે છે. - કપાતે હૈયે બત્રીસ સ્ત્રીઓ પતિને વિદાય આપે છે. -- મદનબ્રહ્મ કુમાર મદનબ્રહ્મ મુનિ બની ગયા. ૦ ૦ ૦ ગુરુચરણોમાં રહી જ્ઞાન પ્રાપ્ત કર્યું. તપ કર્યું. ઉપસર્ગો ને પરિષહો સહન કરવાની શક્તિ કેળવી. ગુરુદેવે મદનબ્રહ્મ મુનિને એકલા વિચરવાની આજ્ઞા આપી. - સમતાભાવે જ ઉપસર્ગો-પરિષહી સહી શકે, - ઇન્દ્રિયો અને મન પર જેણે વિજય મેળવ્યો હોય, - જેઓ ધીર, વીર અને પરાક્રમી હોય, - મોક્ષમાર્ગના જેઓ જ્ઞાતા હોય, તેમને એકલા વિચરવાની તીર્થકરોએ અનુમતિ આપેલી છે. મદનબ્રહ્મ મુનિ વિચરતા-વિચરતા ત્રંબાવતી નગરીમાં પહોંચ્યા. મધ્યાહ્ન કાળ હતો. મુનિરાજ ગોચરી લેવા માટે નગરમાં ફરવા લાગ્યા. એક હવેલીની બારીમાં એક યૌવના ઊભી હતી. તેણે મુનિરાજને જોયા. યુવાન અને રૂપવાન મુનિરાજને જોઈ, એ કામાતુર સ્ત્રી મોહિત થઈ ગઈ. શ્રીમંત ઘરની સ્ત્રી હતી. પતિ પરદેશ હતો. ઘરમાં એ અને એની દાસી, બે જ હતાં. તરત જ દાસીને મુનિરાજ પાસે મોકલી ભિક્ષા માટે હવેલીમાં બોલાવ્યા. દાસીએ વિનયથી-નમ્રતાથી મુનિને વિનંતી કરી. For Private And Personal Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૪ ઝાંઝરીયા મુનિ સરળ ભાવે મુનિ હવેલીમાં ભિક્ષા લેવા પ્રવેશ્યા. હવેલીની યુવાન શેઠાણી શણગાર સજીને દ્વારે ઊભી હતી. મુનિનું મીઠાં વચનોથી સ્વાગત કર્યું. મીઠાઈઓના થાળ સામે મૂકીને શેઠાણી બોલી : મુનિરાજ, આ મોદકમીઠાઈ ગ્રહણ કરો અને આ મેલાં કપડાં ઉતારી, સુંદર વસ્ત્રો હું આપું તે પહેરો.. આ મારી મોટી હવેલી તમારી માનો... આ સુંદર સ્ત્રીને તમારી પત્ની સમજો.... મારા શયનખંડમાં પધારો. શયનખંડને શણગાર્યો છે. પલંગ પર શ્રેષ્ઠ ગાદી-તકિયા ગોઠવેલાં છે. મારી સાથે યથેચ્છ વિષયસુખ ભોગવો... હું કામાગ્નિથી સળગી રહી છું... મારા પર પ્રેમનું અમૃત વરસાવો..! હે મુનિ, મારી વાત એક કાનેથી સાંભળી, બીજા કાનેથી કાઢી નાખશો નહીં. મારો સ્વીકાર કરો!” સામે અનુપમ રૂપ છે, અદ્ભુત સૌન્દર્ય છે! અપાર વૈભવ છે અને સ્ત્રીનું પૂર્ણ સમર્પણ છે! છતાં મદનબ્રહ્મ મુનિનો સમતારસનો લય ખંડિત થતો નથી. એમના આત્મજ્ઞાનના અમૃતનું ઝરણું વહેતું જ રહે છે. તેમણે ખૂબ જ સ્વસ્થતાથી એ કામાતુર યુવતીને, ચંદન જેવી શીતલ વાણીમાં કહ્યું : હે તરુણી, તું ભોળી લાગે છે. આવી વાત કરતાં તને શરમ આવવી જોઈએ. તું અને હું-આપણે ઉત્તમ કુળમાં જન્મેલાં છીએ. શું આવી વાત આપણને શોભે ખરી? એમાંય, હું તો સાધુ છું! આવો દુરાચર અમારાથી ન આચારાય. જો આવો પાપાચાર આચરીએ તો ઉત્તમ કુળને કલંક લાગે. મનુષ્ય દુઃખી થાય. માટે હે અબળા, આપણે આપણા ઉત્તમ આચારોનું પાલન કરવું જોઈએ. તો જગતમાં આપણો યશ ફેલાય. વળી, શીલધર્મ-બ્રહ્મચર્ય તો ચિંતામણિ સમાન છે. એનો ત્યાગ કરી વિષ જેવા વૈષયિક સુખમાં કોણ રાચે? ધોધમાર વરસાદમાં જો ઊભા રહેવા કોઈ ઘર મળી જાય તો કોણ રસ્તા પર ભીંજાય? માટે તને બે મહત્ત્વની વાતો કહું છું : દુનિયામાં બે મોટાં પાપ છે – એક ચોરી અને બીજી લબાડી. આ બે પાપોથી માણસ આ ભવમાં ઘણો અપયશ પામે છે અને પરલોકમાં ભયંકર દુઃખો પામે છે.” મુનિની વાત સાંભળી ન સાંભળી કરીને એ કામાતુર યુવતી મુનિની નજીક આવીને કહે છે : For Private And Personal Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૫ લય-વિલય-પ્રલય આ બધો ઉપદેશ મારે નથી સાંભળવો. આવો ઉપદેશ સાંભળવા તમને અહીં નથી બોલાવ્યા. આવો.. મને ભેટી પડો.” દર રહે. મેં મન-વચન-કાયાથી સંયમ લીધું છે, વ્રતો લીધાં છે. હું કોઈપણ ભોગે એ વ્રતોનો ભંગ નહીં કરું. ધ્રુવની જેમ અવિચળ રહીને વ્રતપાલન કરીશ. હવે ગૃહવાસ કરે જ નહીં.” આવો દુરાગ્રહ ન કરો. મારી પ્રાર્થના સ્વીકારો... મને સ્વીકારો.” તરુણી ગદ્દગદ સ્વરે બોલી. “અરે ભોળી સ્ત્રી, તારા કરતાંય સવાઈ મારે એક નહીં, બત્રીસ સ્ત્રીઓ હતી. આ હવેલી કરતાં સો ગણો મોટો રાજમહેલ હતો. અપાર સંપત્તિ હતી. એ બધું છોડીને આ સંયમ લીધું છે. તે ફરીથી હું ઘર માંડું? કદાપિ ન બને. તું પણ આ મનુષ્યજીવનને સફળ કરવા વિષયાસક્તિનો ત્યાગ કર. નહીંતર પરભવમાં દુ:ખી દુ:ખી થઈ જઈશ.' પરંતુ જેમ માણસમાં ભૂતનો પ્રવેશ થયો હોય તેમ કામાંધ યુવતી ઊછળી અને મુનિરાજને વળગી પડી. વેલની જેમ વીંટળાઈ વળી... દાસીએ મુનિના પગમાં ઝાંઝર પહેરાવી દીધું! કે જેથી જલ્દી એ હવેલીની બહાર નીકળી ન જાય! પરંતુ મુનિરાજે જોરથી સ્ત્રીને ધક્કો મારી છૂટી કરી અને પગમાંથી ઝાંઝર કાઢવા રોકાયા વિના હવેલીની બહાર નીકળી ગયા. ૦ શેઠાણીએ મુનિને બદનામ કરવા બૂમાબૂમ કરી મૂકી. ૦ લોકોએ મુનિનાં પગમાં ઝાંઝર જોઈ અને શેઠાણીની વાત સાંભળી મુનિની ખૂબ નિંદા કરવા માંડી. ૦ પરંતુ સામે જ રાજમહેલ હતો. રાજમહેલના ઝરૂખામાં રાજા બેઠેલો હતો. તેણે બધું જ નાટક, જે હવેલીમાં ભજવાયું હતું, તે જોયું હતું. રાજાએ વિચાર્યું : “મારા નગરમાં નિર્દોષ મુનિની સતામણી ન થવી જોઈએ.” રાજા રાજમાર્ગ પર આવ્યો. લોકોને સાચી વાત જણાવી. લોકોએ મુનિરાજની પ્રશંસા કરવા માંડી. રાજાએ પેલી શેઠાણીને પોતાના રાજ્યમાંથી કાઢી મૂકી. એનાં હાટ-હવેલી રાજાએ લઈ લીધાં. 0 0 0 મદનબ્રહ્મ મુનિ હવે ઝાંઝરીયા મુનિ તરીકે ઓળખાવા લાગ્યા For Private And Personal Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૭ ઝાંઝરીયા મુનિ તેઓ વિહાર કરી કંચનપુરમાં પધાર્યા. કંચનપુરના રાજમાર્ગ પરથી નીચી દૃષ્ટિએ અને મધ્યમ ગતિએ પસાર થાય છે. રાજમાર્ગ પર જ રાજમહેલ હતો. રાજમહેલના ઝરૂખામાં રાજારાણી બેઠાં બેઠાં નગરચર્યા જોઈ રહ્યાં હતાં અને વાર્તાલાપ કરી રહ્યાં હતાં. ત્યાં બંનેની નજર મુનિરાજ પર પડી. રાણીની આંખોમાંથી આંસુ ટપકવા માંડ્યાં. રાજાને આશ્ચર્ય થયું : “આ સાધુને જોઈ રાણી કેમ રડવા લાગી? સાધુ યુવાન છે, રૂપવાન છે. શું પૂર્વાવસ્થામાં રાણીનો પ્રેમી તો નહીં હોય? સાધુવેશમાં એ રાણીને મળવા તો આ નગરમાં નહીં આવ્યો હોય? એ રાણીને મળે, એ પહેલાં તો એને પરલોકમાં પહોંચાડી દઉં.” રાજા કંઈ જ બોલ્યા વિના ત્યાંથી ઊઠીને ઘોડા પર બેસી નગરની બહાર ઉદ્યાનમાં ગયો. ઉદ્યાનના માણસો પાસે એક ઊંડો ખાડો ખોદાવરાવ્યો. સેવકસૈનિકોને મોકલી મુનિને ત્યાં બોલાવ્યા. સેવકોને કહ્યું : “એ સાધુએ મારા નગરને વટલાવ્યું છે. એને મારતા મારતા અહીં લઈ આવો. એ સાધુ નથી, પાખંડી છે.' સૈનિકો મુનિવરને ઉદ્યાનમાં લઈ આવ્યા. રાજાએ ભયંકર ક્રોધથી મુનિને કહ્યું: “રે પાંખડી, આ ખાડામાં ઊભો રહી જા. તારા ભગવાનને યાદ કરી લે. અહીં જ અત્યારે તારાં સો વર્ષ પૂરાં થઈ જશે. મુનિ ખાડામાં ઊભા રહી ગયા. - મુનિવરનો સમતારસનો લય અખંડ હતો. - શરીર અને આત્માના ભેદજ્ઞાનથી તો નિર્ભય હતા. - તેમણે ૮૪ લાખ જીવયોનિને ખમાવી. - ઉદયમાં આવેલાં કર્મોની આલોચના કરી. - પરમાત્મસ્વરૂપના ધ્યાનમાં લીન બની ગયા. - ભીતરમાં ચિદાનંદની દિવ્ય અનુભૂતિ થવા લાગી.. - રાજાએ તીવ્ર ક્રોધમાં અંધ બની યુનિરાજના ગળા પર તલવારનો પ્રહાર કરી દીધો.. એ જ ક્ષણે કેવળજ્ઞાની બની, મુનિ મોક્ષગામી બની ગયા. મુનિરાજનું રજોહરણ, વસ્ત્રો, કંબલ... બધું લોહીથી લથપથ થઈ ગયું. ૦ ૦ ૦ મુનિરાજનું રજોહરણ ખાડાની બહાર પડયું હતું. લોહીથી રંગાઈ ગયું હતું. For Private And Personal Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય સમડી આકાશમાંથી ચીલઝડપે નીચે આવી. માંસનો લોચો સમજીને તેણે રજોહરણને પોતાની ચાંચમાં લીધું અને આકાશમાં ઊડી... પરંતુ વજન વધારે હોવાથી રજોહરણ સમડીની ચાંચમાંથી નીચે પડી ગયું! નીચે રાજમહલ હતો. અગાસીમાં રજોહરણ પડ્યું. રાણીએ ભાઈ-મુનિના રજોહરણને જોયું. સેવકો દ્વારા, મુનિરાજની રાજાએ કરેલી હત્યાની વાત જાણી, રાણીએ છાતી ફાટ રુદન કર્યું. અનશન કરી લીધું. રાજાએ પૂછ્યું : “અનશન કેમ કર્યું?' 'તમે મારા સગા ભાઈ મદનબ્રહ્મ મુનિની હત્યા કરી નાંખી.. ઘોર અનર્થ કરી દીધો. ધિક્કાર હો આ સંસારને અને સંસારનાં સુખોને.. હવે મારે કોઈપણ વૈષયિક સુખ ન જોઈએ.’ રાણીની વાત સાંભળી રાજા ધ્રુજી ગયો, બોલ્યો : “શું મુનિ તારા ભાઈ હતા? મદનબ્રહ્મ હતા? અહો, મેં ખૂબ અવિચારી કામ કર્યું. મેં મુનિની હત્યા કરી નરકે જવાનું નક્કી કર્યું... કેવી ભયંકર ભૂલ થઈ ગઈ? હું ઉઘાનમાં જાઉં... હજુ એ મુનિવરનો નિર્જીવ દેહ પડ્યો છે. હું ત્યાં જઈને મુનિરાજને ખમાવું.” રાણી મૌન રહી. રાજાએ ઉદ્યાન તરફ દોટ મૂકી. આખા કંચનપુરમાં ઋષિ-હત્યાની વાત ફેલાઈ ગઈ હતી. તેમાં જ્યારે મહેલના માણસોને ખબર પડી કે “એ મુનિરાજ તો મહારાણીના સગા ભાઈ હતા” ત્યારે નગરજનોએ રાજા ઉપર ફિટકાર વરસાવવા માંડ્યો. રાજાનો ઘોર અપયશ થવા લાગ્યો. રાજા ઉદ્યાનમાં પહોંચ્યો. સેવકો પાસે, મુનિના દેહને ખાડમાંથી બહાર કઢાવ્યો. સ્વચ્છ જમીન પર દેહને સુવાડ્યો. ધડ અને મસ્તકને જોડીને મૂક્યાં. રાજાની આંખો પશ્ચાત્તાપનાં અનરાધાર આંસુઓથી ઊભરાવા લાગી. તેણે ઊભા થઈ મુનિરાજને મસ્તકે અંજલિ જોડી, મસ્તક નમાવી વંદના કરી. પછી મુનિરાજનાં ચરણોમાં પોતાનું માથું મૂકી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો... પુનઃ પુનઃ ઊભો થઈ, મુનિનાં ચરણોમાં મસ્તક મૂકી ક્ષમાયાચના કરવા લાગ્યો : હે સમતાસાગર મુનિવર! મેં અભાગીએ, પાપીએ આપના પ્રાણ લીધા. આપ નિદપ હતા. મેં ખોટી કલ્પના કરી. મારી રાણી સાથે તમારા ગેરસંબંધની કલ્પના કરી, મેં આપને હણી નાંખ્યા... હે મુનિરાજ, આપની બહેને તો જરાય ગુસ્સો કર્યા વિના અનશન કરી લીધું. પણ મારું શું થશે? હે મહામુનિ, મારા ઘોર અપરાધની ક્ષમા આપો.. આપ તો ક્ષમાના અવતાર હતા. સમતાના For Private And Personal Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૮ ઝાંઝરીયા મુનિ મહાસાગર હતા. આપે જરાય પ્રતિકાર ન કર્યો. મૃત્યુ પૂર્વે આપના મુખ પર અભયની આભા પથરાયેલી હતી. સમતાનું અમૃત રેલાતું હતું.. આપે મારા જેવા પાપી ઉપર પણ જરાય રોષ ન કર્યો. તિરસ્કાર ન કર્યો. આપ મૌન રહ્યા... આપની ઓળખાણ પણ ન આપી... આપને દેહ પર જરાય મમત્વ ન હતું. આત્માનુભવનો પરમ લય લાગી ગયો હતો. પ્રભો, આપ અવશ્ય પૂર્ણાનંદપદ પામી ગયા હશો... આપને હું વારંવાર ખમાવું છું. આપ મને ક્ષમા આપો. મારે પણ હવે વિષયાનંદથી સર્યું. મારે પણ હવે પૂર્ણાનન્દ પામવો છે. મારે હવે રાગ-દ્વેષનાં બંધનો તોડવાં છે. મારે રાજ્ય ન જોઈએ. મારે વૈષયિક સુખો ન જોઈએ... મારે સંસાર ન જોઈએ. હવે હું મારા આત્માને વિશુદ્ધ કરીશ. કર્મોનો નાશ કરીશ. ૦ હું એકલો છું. મારું કોઈ નથી. ૦ હું કોઈનો નથી, હું સ્વયં જ છું. ૦ હું શુદ્ધાત્મા છું... 0 શુદ્ધ જ્ઞાન મારો ગુણ છે... 0 શુદ્ધ આત્માનુભવનો લય લાગી ગયો. જ્યારે લય પ્રકૃષ્ટ બની ગયો.. રાજાનું મોહનીય કર્મ ખરી પડ્યું. રાજા વીતરાગ બની ગયા... કેવળજ્ઞાની બની ગયા. મુનિરાજનો મૃતદેહ સામે પડ્યો છે! રાજા કેવળજ્ઞાની બને છે! દેવો ઊતરી આવે છે. રાજાને સાધુવેશ આપે છે. સ્વર્ણકમળની રચના થાય છે. દેવો ઝાંઝરીયા મુનિના દેહને ચંદનકાષ્ઠમાં અગ્નિદાહ આપે છે. ૦ ૦ ૦ ચેતન, ઝાંઝરીયા મુનિવરના આત્મજ્ઞાનનો લય ત્રંબાવટી નગરીની હવેલીમાં ન તૂટઢ્યો કે કંચનપુરના ઉદ્યાનમાં પણ લય અખંડ રહ્યો. હવેલીમાં લયને, આત્મજ્ઞાનના વિશિષ્ટ લયને તોડનાર અસુર હતો કામદેવ! આ કામદેવે ભલભલા ઋષિ-મુનિઓના પરમલયને તોડેલા છે. પરંતુ ઝાંઝરીયા For Private And Personal Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૯ લય-વિલય-પ્રલય મુનિ કામવિજેતા હતા! સમતાના શીતલ પવિત્ર સરોવરમાં ઝીલતા રાજહંસ હતા. પગમાં ઝાંઝર સાથે હવેલીમાંથી બહાર નીકળ્યા, ત્યારે લોકનિંદા અને લોક-તિરસ્કારનો અસુર પાછળ પડ્યો હતો. પરંતુ મુનિવરના લય-વિલયને જરાય આંચ ન આવી! જ્યારે રાજાએ પ્રજાને સાચી વાત જણાવી, લોકો મુનિરાજની પ્રશંસા કરવા લાગ્યા. ત્યારે પણ એમનાં અંતઃકરણમાં વહી રહેલું આત્મજ્ઞાનરૂપ લયનું ઝરણું વહેતું જ રહ્યું! નિંદા-પ્રશંસા એમના માટે સમાન હતાં. કંચનપુરમાં જ્યારે રાજાના સેવકોએ-સૈનિકોએ મુનિ પર પ્રહારો કરવા માંડયા... રાજાની પાસે લઈ ગયા... રાજાએ પણ અત્યંત આક્રોશ કર્યો... આરોપ મૂક્યો... ખાડામાં ઉતાર્યા... ત્યારે પણ ઝાંઝરીયા મુનિનો આત્માનુભવરૂપ લય અખંડ રહ્યો એટલું જ નહીં, એ લય પ્ર-લય બની ગયો. રાજાની તલવાર એમના ગળા પર ઝીંકાઈ ત્યારે તેઓ ચિદાનંદમાં લીન હતા! દેહાવસાનની સાથે જ કેવળજ્ઞાન અને મુક્તિ પામ્યા. કામ-ક્રોધ, લોભ-મદ-માન-હર્ષના અસુરોની વચ્ચે જે પુરુષ આત્મજ્ઞાનનો લય જાળવી રાખે છે, તે પૂર્ણાનન્દ પામે જ છે. અને રાજાને પણ જ્યારે પોતાની ભૂલ સમજાણી ત્યારે? ઘોર પશ્ચાત્તાપ, કરુણ કલ્પાંત... અંતઃકરણથી ક્ષમાયાચના... અને પુનઃ પુનઃ આત્મનિંદા કરતાં કરતાં આત્મજ્ઞાન થયું! આત્મજ્ઞાનનો લય લાગી ગયો... મન-વચનકાયાના યોગો સમભાવમાં સ્થિર થઈ ગયા! અને રાજા કેવળજ્ઞાની બની ગયા. વીતરાગ બની ગયા! થોડા જ સમય પહેલાંનો ઋપિનો હત્યારો, કેવળજ્ઞાની બની દેવાર્પિત સાધુવેશ ધારણ કરી, સ્વર્ણકમળ પર બિરાજમાન થયો! આ પ્રભાવ લયનો હતો, વિ-લયનો હતો, પ્ર-લયનો હતો. For Private And Personal Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦. ફૂગડુમુદ્ધિ રાજકુમાર લલિતાંગ સગરુના ઉપદેશથી વિરક્ત બની શ્રમણ બને છે. સંવેગ-વૈરાગ્ય અને ઉપશમભાવથી છલોછલ ભરેલા છે એ લલિતાંગ મુનિ. ગુરુદેવની સાથે વિહાર કરે છે. પરિષહોને સહન કરે છે. જ્ઞાન-ધ્યાનમાં લીન રહે છે. ગુરુસેવા અને સંયમપાલનમાં જાગ્રત રહે છે. એક ક્ષણનો પણ પ્રમાદ નથી કરતા. પરંતુ એક દિવસે “સુધાવેદનીય કર્મ ઉદયમાં આવ્યું. સવારે ઊઠે ને ભૂખ લાગે. જેવીતેવી ભૂખ નહીં, અસહ્ય ભૂખ! ગુરદેવને કહ્યું : “હે પ્રભો, મારાં ધોર પાપકર્મોનો ઉદય થયો છે. મને અત્યંત ભૂખ લાગે છે. હું ભૂખને વધુ સમય સહન કરી શકતો નથી. હે ગુરુદેવ, મને આજ્ઞા આપો તો પ્રભાતવેળાએ હું ભિક્ષા લઈ આવું..” ગુરુદેવે તરત જ આજ્ઞા આપી. મુનિરાજ એક ઘડો લઈને વહોરવા જાય છે. તેઓ એવા પ્રદેશમાં હતા કે જ્યાં પ્રભાતે લોકો કૂર (ચોખા) ખાતા હતા. સવારે-સવારે ભાત રાંધે અને ખાય. મુનિરાજ ઘડામાં કૂર લાવવા લાગ્યા. પણ લુખ્ખા! એમાં ઘી કે ગોળ નંખાવતા ન હતા. ઘડો ભરીને લાવતા, ગુરુદેવને બતાવીને, બીજા સાથેના સાધુઓને પણ દૂર ગ્રહણ કરવા નિમંત્રણ આપીને પછી વાપરવા બેસતા. એક ઘડો ફૂર વાપરે ત્યારે એમની સુધા શાંત થતી. કૂર એટલે ભાત અને ગડુ એટલે ઘડો. લલિતાંગ મુનિ કૂરગડુ મુનિના નામે શાસ્ત્રોમાં પ્રસિદ્ધ થયા. ભલે દૂર લાવતા હતા, પરંતુ એષણાના દોષો ટાળીને લાવતા હતા. રસનેન્દ્રિયના વિજેતા હતા એટલે બીજી સારી મીઠાઈ વગેરે ભિક્ષા મળવા છતાં નહોતા લાવતા. એમને તો માત્ર સુધાની આગ જ શાંત કરવી હતી. આગમાં તો લાકડાં ને કોલસા જ નંખાય, તેમાં ઉત્તમ વસ્તુઓ ન નખાય. મુનિરાજનો આ નિત્યક્રમ બની ગયો હતો. પ્રભાતે કૂરનો ઘડો ભરીને ભિક્ષા લાવવી, સાધુઓને વાપરવા વિનંતી કરવી, પછી વાપરવા બેસવું. રાગ-દ્વેષ કર્યા વિના, રતિ-અરતિ કર્યા વિના કૂર વાપરી જવાના! ન એ કૂરની નિંદા કે ન પ્રશંસા! ચૂપચાપ પેટને ભરી દેવાનું. For Private And Personal Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૧ લય-વિલય-પ્રલય કાળક્રમે પર્યુષણ પર્વ આવ્યું. એ પૂર્વે ચાતુર્માસના પ્રારંભથી જ ચાર મુનિવરો ઉપવાસ કરી રહ્યા હતા. એમને સળંગ ચાર મહિનાના ઉપવાસ કરવા હતા. સાધુઓ એમના તપની વારંવાર પ્રશંસા કરતા હતા. ગૃહસ્થો પણ એ ચારે મુનિવરોની અનુમોદના કરતા હતા. એ ચાર મુનિ તપ કરી જાણતા હતા, પરંતુ તપમાં લયની સાધના ન હતી. સ્વપ્રશંસા અને પરનિંદાના બે અસુરોએ એમના પર કબજો જમાવી દીધો હતો. સ્વપ્રશંસા સાંભળવામાં તેમને મજા આવતી હતી. પરનિંદા કરવાનું વ્યસન થઈ ગયું હતું. અમે મોટા તપસ્વી છીએ” – આવું મિથ્યા અભિમાન છલકતું હતું. “અમારે તપથી કર્મ-નિર્જરા કરવી છે' - આ વાત ભૂલી ગયા હતા. તેમના તપની જ્યારે કોઈ પ્રશંસા કરતા ત્યારે તેમના સાડા ત્રણ ક્રોડ રૂંવાડાં ખીલી જતાં હતાં. એમનું અભિમાન પુષ્ટ બનતું હતું. પર્યુષણના પહેલા દિવસે લગભગ બધાં સાધુ-સાધ્વી ઉપવાસ કરે. કેટલાંક આઠ ઉપવાસ કરે.... પરંતુ કુરગડુ મુનિને તો સુધાવેદનીયકર્મની ઘોર સતામણી હતી. જાણે કોઈ દુષ્ટ વ્યંતર વળગ્યો ન હોય, તેવી સ્થિતિ બની હતી. તેઓ પર્યુષણના પહેલા દિવસે પણ ઘડો લઈને કૂર લેવા ગયા. લાવીને ગુરુદેવને બતાવ્યા. પછી વિધિ અનુસાર સહવર્તી સર્વે સાધુઓને આમંત્રણ આપ્યું. પેલા ચાર તપસ્વી સાધુઓને પણ ફૂરનો ઘડો બતાવી કહ્યું : “લાભ આપો...” ચારેચાર તપસ્વી સાધુઓ ગુસ્સે થઈ ગયા. એના ઘડામાં ક્રમશઃ ચારે સાધુ થેંક્યા. ઘૂંકીને અટક્યા નહીં. પ્રશાંત ભાવે ઊભેલા કૂરગડુને એ તપસ્વીઓ કહે છે : “તું પાપી છે! આજે મહાપવિત્ર પર્યુષણનો પણ તે વિચાર ન કર્યો? ખરેખર, તું દુર્ગતિમાં જવાના લાગનો છે.” ધુંવાપૂવાં થતા એ ચારેએ કૂરગડુ મુનિનો ઘોર તિરસ્કાર કરી દીધો. પરંતુ કૂરગડુ મુનિ મૌન રહ્યા. આજુબાજુ બેઠેલા બીજા સાધુઓ ત્યાં આવ્યા. “શું થયું? શું થયું?” પૂછવા લાગ્યા. કૂરગડુ મુનિના મુખ પર પરમ સમતાભાવ હતો. તેઓ બોલ્યા : હે મુનિવરો, મારા ઘડાના ફૂર લુખ્ખા હતા. આજે એમાં આ મહાન તપસ્વીઓના મુખનું ઘી પડ્યું! હું ધન્ય થઈ ગયો! કૂરગડુ મુનિ પોતાની જગા પર આવ્યા. પચ્ચખાણ પાળી તેઓ વાપરવા બેઠા. હાથમાં ભાતનો કોળિયો લીધો અને આત્મચિંતન શરૂ થયું : For Private And Personal Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૨ ફૂગડુ મુનિ “હું એટલે વિશુદ્ધ આત્મા, વિશુદ્ધ આત્મા અણાહારી હોય, ખાવાનું તો પુદ્ગલ-પરવશતાથી છે. આત્માને ક્યાં ખાવાનું છે? ક્યાં પીવાનું છે? મારે મારા આત્માનું અણાહારી પદ પામવું છે ક્યાં સુધી આ પુદ્ગલ-પરવશતા? ક્યાં સુધી આ કર્મોની જોહુકમી? ખરેખર તો આત્મા પરદ્રવ્યનો ભોક્તા જ નથી, પરદ્રવ્યનું ભોક્તાપણું કર્મોનું પરિણામ છે. આત્માનો સ્વદ્રવ્યનો જ કર્તા-ભોક્તા છે. હું શુદ્ધ આત્મદ્રવ્ય છું. શુદ્ધ જ્ઞાન મારો ગુણ છે. હું અણાહારી છું, અવિકારી છું, નિરંજન છું! નિરાકાર છું! આત્મજ્ઞાનનો લય લાગી ગયો. ભીતરમાં ચિદાનંદની મસ્તી જાગી ગઈ. પ્રકૃષ્ટ લય તરફ તેઓ ધસવા લાગ્યા... આત્માનુભવની શ્રેષ્ઠ અનુભૂતિ પ્રગટી. અને હાથમાં ભાતના કોળિયા સાથે મુનિરાજ કેવળજ્ઞાની બની ગયા. તરત જ શાસનદેવીએ શ્રાવિકાના રૂપમાં, ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો. પેલા ચાર તપસ્વી મુનિઓને જાણીબૂઝીને પૂછયું : “કૂરગડુ મુનિ ક્યાં ધ્યાનસ્થ છે?” “અરે, એ તો પેલા ખૂણામાં બેસીને પેટ ભરે છે!” ત્યાં તો આકાશમાં દેવદુંદુભિ વાગી. દેવોએ પુષ્પવૃષ્ટિ કરી. “આ શું? આ શું?' તપસ્વીઓ બાવરા બની ગયા. “અરે, તપના અભિમાનમાં ઉન્મત્ત બનેલા તમે જે કુરગડુ મુનિની નિંદા કરી, એમનો તિરસ્કાર કર્યો, એમના ભોજનપાત્રમાં તમે ઘૂંક્યા.. એ મહામુનિને કેવળજ્ઞાન પ્રગટ થયું છે. તેથી દેવો દેવદુંદુભિ વગાડી રહ્યા છે. ફૂગડુ મુનિ પાસે જઈ, એમને સ્વર્ણકમળ ઉપર આરૂઢ કરી રહ્યા છે. અને તમે ચારે તપના ઘોર અભિમાની હજુ કોરાધાકોર રહેલા છો.” શાસનદેવીએ ચારે તપસ્વી મુનિઓને ઉપાલંભ આપ્યો. ચારે મુનિઓ ઘોર પસ્તાવો કરવા લાગ્યા. કેવળજ્ઞાની કૂરગડુ મુનિ પાસે જઈને, ભાવપૂર્વક વંદના કરીને, આંસુભીની આંખે બોલ્યા : હે ભગવંત, અમે અજ્ઞાની છીએ, અભિમાની છીએ. સ્વોત્કર્ષ અને પરોપકર્ષ કરનારા પાપનિગ્રંથ છીએ. અમે આપની ઘોર આશાતના કરી છે. આપના ફૂરના ઘડામાં અમે થંક્યા... કેવું ભયંકર પાપ બાંધ્યું? આપ શાન્ત-પ્રશાન્ત રહ્યા. આપ માત્ર જ્ઞાતા ને દ્રષ્ટા રહ્યા.... અમારા પ્રત્યે ક્ષણ માટે પણ રોષ ન કર્યો... આપ ક્ષમાના સાગર છો. અમે ભડભડતી આગના ગોળા છીએ.. અમને ક્ષમા આપો ભગવંત! For Private And Personal Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૨૩૩ કૂરગડુ મુનિ તો કવળજ્ઞાની હતા. તેમણે ચારે તપસ્વીઓને ક્ષમા આપી. તપસ્વી મુનિઓ પશ્ચાત્તાપની આગમાં શુદ્ધ થયા. શુદ્ધ બનેલા એ ચારે મહાત્માઓ આત્મજ્ઞાની બન્યા. ઉદાસીનતા આવી ગઈ! ‘સહજ ભાવમાં લીનતા, ઉદાસીનતા ભેદ!” ચારે મુનિવરોને સુરલતા સમાન ઉદાસીનતા મળી. સુખસદન સમાન ઉદાસીનતા મળી. જ્ઞાનના ફળરૂપ ઉદાસીનતા મળી. આ ઉદાસીનતામાંથી જ ચિદાનંદ પ્રગટે છે. એ ચિદાનંદ સાધકને પ્રલય તરફ લઈ જાય છે... સર્વે કર્મોનો પ્રલય થઈ જતાં કેવળજ્ઞાન પ્રગટે છે! ચારે મુનિ કેવળજ્ઞાની બની ગયા. દેવોએ પુષ્પવૃષ્ટિ કરી. દેવદુંદુભિ વગાડી. સ્વર્ણકમળ રચ્યાં. ચેતન! ચાર મહિનાના ઉપવાસ કરવા સહેલા છે, પણ ઉપવાસી ગાળ દે, ઉપવાસી તિરસ્કાર કરે. ઉપવાસી ઘોર નફરત કરે, ઘૂંકે. આ બધુ તપશ્ચર્યાનો અને એના ફળનો નાશ કરી નાંખે છે. પરંતુ જેની સામે આ બધું એ ચાર મુનિઓએ કહ્યું, એ મુનિવરને એ આગ ઓકતા તપસ્વીઓ પ્રત્યે જરાપણ અણગમો ન થયો. રોષ કે રીસ થવાનો તો પ્રશ્ન જ ન હતો. અપમાન કરનાર તરફ અકળામણ ન થવી, તિરસ્કાર કરનાર પ્રત્યે ફરિયાદ ન ઊઠવી, દુર્વ્યવહાર કરનાર પ્રત્યે ઉદાસીનતા રાખવીરહેવી, શું સરળ વાત છે? હા, ઉપવાસ કરવા સરળ છે, દાન આપવું સરળ છે, વ્રતનિયમ લેવાં સરળ છે, દેરાસર બંધાવવું સહેલું છે... પરંતુ દુઃખ આપનાર (શારીરિક અને માનસિક) પ્રત્યે સમભાવ રહેવો, અરતિ ન થવી, અણગમો ન થવો, દ્વેષ ન થવો.. કે પ્રતિકારની ઇચ્છા ન થવી, એ ચરમશરીરી આત્માનો વૈભવ હોય છે. For Private And Personal Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૪ ફૂગડુ મુનિ કૂરગડુ મુનિની નિત્ય ભોજનની ક્રિયાને પેલા તપસ્વીઓએ જોઈ, તિરસ્કારી; પરંતુ એમની આંતરિક ગુણસંપત્તિનું મૂલ્યાંકન ન કર્યું! માણસ જ્યારે પોતાનું જ ગૌરવ ગાવામાં ઘેલો થાય છે ત્યારે એ બીજાના આંતરિક ગુણવૈભવને જોઈ શકતો જ નથી. એ તો શાસનદેવીએ ભલું કર્યું! એ ચારેને ધિક્કાર્યા અને ફ઼રગડુ - કેવળજ્ઞાનીનાં ચરણોમાં ઝુકાવી દીધા અને જ્યાં તપના મદના પોપડા ખરી પડચા... કે આત્માનુભવરૂપ લય લાગી ગયો... પછી કોઈ વિધ્ન ન આવ્યું. અને તેઓ પૂર્ણાનંદમય કેવળજ્ઞાન અને વીતરાગતા પામી ગયા. આત્મજ્ઞાનમાં, સમત્વમાં, ઉદાસીનતામાં લય લાગ્યું જવો જોઈએ. For Private And Personal Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir == 151 ૧૧. પૃથ્વીથ% ગુણસાગર, અસંખ્ય વર્ષો પૂર્વેની આ કથા છે. મહર્ષિઓએ શાસ્ત્રોમાં ગૂંથેલી આ કથા છે. આ કથા સંસ્કૃત ભાષામાં લખાયેલી છે, પ્રાકૃત ભાષામાં રચાયેલી છે. ગુજરાતી કાવ્યોમાં ગવાયેલી છે. જૈન સંઘમાં જાણીતી અને મનગમતી આ કથા અયોધ્યામાં ત્યારે હરિસિંહ રાજા રાજ્ય કરતા હતા. તેમની પટ્ટરાણી હતી પદ્માવતી. તેમનો એકનો એક લાડકવાયો પુત્ર હતો પૃથ્વીચંદ્ર. પૃથ્વીચંદ્રનો આત્મા અનુત્તરદેવલોકમાં “સર્વાર્થસિદ્ધ' નામના મહાવિમાન (દિવ્યભવન)માંથી આયુષ્ય પૂર્ણ થતાં, ચ્યવીને પદ્માવતીની કૂખે આવ્યો હતો. સર્વાર્થસિદ્ધ' દેવલોકના દેવો અસંખ્ય વર્ષોના આયુષ્યવાળા હોય છે. ત્યાં રંગ-રાગ કે ભોગવિલાસ નથી હોતા. ત્યાં દેવોનો સમય તત્ત્વચિંતનમાં જ વધારે પસાર થતો હોય છે. એમની માનસિકતા વીતરાગ જેવી હોય છે. ન રાગ, ન કૅપ! કપાયો હોય ખરા, પણ સત્તામાં! ઉદયમાં ન આવે. અસંખ્ય વર્ષના આવા સંસ્કારો લઈને એ આત્મા મનુષ્યલોકમાં અયોધ્યાના રાજમહેલમાં રાજ કુમારરૂપે અવતર્યા. ૦ જન્મથી જ વૈરાગી! ૦ જન્મથી જ શાન્ત-પ્રશાન્ત! ૦ રૂપવાન, ગુણવાન અને બુદ્ધિમાન! 0 પૈર્ય, વીર્ય અને સૌન્દર્યનો સમન્વય! ૦ સૌને એનું મુખ વહાલું લાગે. એની વાણી પ્રિય લાગે, એનો વ્યવહાર સૌને પસંદ પડે. ૦ એને ગીત-ગાન ગમતાં નથી. સાજશૃંગાર ગમતા નથી. નાટક અને નૃત્ય જવાં ગમતાં નથી. ૦ એને ગીત અને વિલાપમાં કોઈ ભેદ દેખાતો નથી. રત્નોનાં અને તેમનાં આભૂષણો ભારરૂપ લાગે છે. રાજા-રાણી રાજકુમારને જોતાં હતાં. ક્યારેક રાજી થતાં તો ક્યારેક મનમાં For Private And Personal Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૭ પૃથ્વીચન્દ્ર ઃ ગુણસાગર રંજ થતો હતો. યૌવનમાં આવવા છતાં એના શરીર પર અનંગ છવાયો ન હતો. અનેક કળાઓમાં પ્રવીણ બનવા છતાં એનામાં ઔદ્ધત્ય પ્રવેશ્ય ન હતું. રાજા-રાણીને ભય લાગ્યો - ‘કુમાર શ્રમણ બની જશે... ગૃહવાસ ત્યજી વનવાસમાં ચાલ્યો જ શે!' એક દિવસ રાણી પદ્માવતીએ પૃથ્વીચંદ્રને કહ્યું : “બેટા, હવે અમે તારાં લગ્ન કરવા ઇચ્છીએ છીએ.” “મા, લગ્ન કરવાની મારી ઇચ્છા નથી.” પણ તારા પિતાની અને મારી ઇચ્છા છે કે આઠ રાજ કન્યાઓ સાથે તારાં લગ્ન કરવાં... તું અમારી ભાવનાને તોડીશ નહીં.” એટલામાં રાજા હરિસિંહ પણ આવી ગયા. તેમણે વાતનો દોર પકડીને કહ્યું: “વત્સ, તે જન્મથી વૈરાગી છે, અમે જોઈ રહ્યા છીએ. તને વૈપિયક સુખો ગમતાં નથી. છતાં તને પરણાવવાની મારા હૃદયમાં તીવ્ર ઇચ્છા છે. માટે તું ના ન પાડીશ.” પૃથ્વીચંદ્ર મન રહ્યા. રાજાએ આઠ કન્યાઓ સાથે પૃથ્વીચંદ્રનાં લગ્ન કરી દીધાં. રાજા-રાણીને નિરાંત થઈ ગઈ, ‘રૂપમાં રંભા જેવી, લાવણ્યમાં ઉર્વશી જેવી અને વાણીમાં સરસ્વતી જેવી આઠ-આઠ સ્ત્રીઓના સંગે હવે પૃથ્વીચંદ્ર સાધુ થઈ જવાનું ભૂલી જશે. એનો વૈરાગ્ય રાગના પૂરમાં તણાઈ જશે.... સંસારમાં સ્થિર થઈ જશે!' પૃથ્વીચંદ્ર વિચારે છે : “પિતાજીના આગ્રહને વશ થયો અને આ નવી ઉપાધિ આવી પડી! પરંતુ હું મારી આઠે પત્નીઓને સત્ય સમજાવું. સાચું સુખ શામાં છે એ વાત સમજાવું. જો એ સમજી જાય તો એ આઠે પત્નીઓ સાથે હું સંયમવ્રત ગ્રહણ કરું! પછી માતા-પિતાને પણ પ્રતિબોધ આપીને એમનેય મોક્ષમાર્ગે ચઢાવી દઉં! એક વાત નક્કી છે કે આઠેય સ્ત્રીઓને મારા પ્રત્યે અનુરાગ છે, એટલે એમને મારી વાત તો ગમવાની જ. માતા-પિતા તો મને અનહદ ચાહે છે... એટલે તેમને બુઝવવા સહેલા છે!' પૃથ્વીચંદ્ર પોતાના શયનખંડમાં જાય છે, શણગારેલા પલંગ પાસે ગોઠવાયેલા સુંદર સિંહાસન પર બેસે છે. આઠે નવોઢા પત્નીઓ તેની સામે બેસી જાય છે. પૃથ્વીચંદ્ર આઠ પત્નીઓ સામે For Private And Personal Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૩ લય-વિલય-પ્રલય જોયું.. પત્નીઓની આંખો તો પૃથ્વીચંદ્ર પર મંડાયેલી જ હતી. થોડો સમય મૌનમાં વીત્યો. પૃથ્વીચંદ્ર કહ્યું : મારે તમને થોડી વાત કહેવી છે.' નાથ! કહો, અમે સાંભળવા તત્પર છીએ.” તમને વૈષયિક સુખો ગમે છે?” “ગમે છે.” ‘તમે વૈષયિક સુખોના પરિણામનો વિચાર કર્યો છે?' “ના.” “પાંચ ઇન્દ્રિયોનાં વિષયસુખો ભોગવતાં તો મધુર લાગે, પરંતુ પરિણામે ઝેર જેવાં છે. આ સુખોને જિનેશ્વરોએ કિંપાક ફળની ઉપમા આપી છે. એ ફળ ખાવામાં મીઠું હોય, પણ ખાધા પછી માણસ મરી જાય છે. મારી આ વાત તમને સમજાય છે?' ‘હા સમજાય છે.” “હવે બીજી વાત, અગ્નિમાં લાકડાં નાંખતા જવાથી આગ વધે કે ઘટે ?' વધે!” તેમ ભોગસુખ ભોગવતાં ભોગસુખની ઇચ્છા વધે છે. તૃપ્તિ થતી નથી.' સાચી વાત કહી.” સમુદ્રમાં હજારો નદીઓ ઠલવાયા કરે છે, છતાં શું દરિયો ધરાઈ-પુરાઈ જાય છે ખરો? ના.' એમ ગમે તેટલાં વિષયસુખો ભોગવો, ઇન્દ્રિયો તૃપ્ત થતી નથી. સંસારમાં અનાદિકાળથી આપણો જીવ ભટકે છે. એ અનંતકાળમાં જીવે જે ટલું અન્ન ખાધું છે, તે ભેગું કરવામાં આવે તો મોટો પહાડ થઈ જાય! વળી, આપણા જીવે દેવલોકમાં કેટલાં ભોગસુખો ભોગવ્યાં છે? તો પણ જીવ ધરાયો નથી, તો આ નાનકડા મનુષ્યજીવનના તુચ્છ-અસાર ભોગસુખોથી જીવ ધરાશે ખરો?' ‘ના!' તમે આઠેય સમજદાર ને વિવેકી સ્ત્રીઓ છો. તમે જો મનમાંથી ભોગસુખોની ઇચ્છા ફેંકી દો તો આપણે ભવસાગરને તરી જઈએ!' For Private And Personal Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૮ પૃથ્વીચન્દ્ર : ગુણસાગર એ માટે અમારે શું કરવાનું? આપ જેમ કહો તેમ કરવા અમે તૈયાર છીએ!” આઠે સ્ત્રીઓ લઘુકર્મી હતી. ચરમશરીરી હતી. ‘આપણે સંયમધર્મ સ્વીકારીએ!' અમે સંયમધર્મ સ્વીકારવા તૈયાર છીએ...' બસ, ખૂબ આનંદ થયો. સંતોષ થયો. આપણને સદ્ગુરુ મળશે એટલે સંયમ સ્વીકારીશું. હમણાં તો રાજમહેલમાં સાધ્વી-ભાવ સાધ્વી બનીને રહો!' પૃથ્વીચંદ્રના આત્માને ખૂબ સંતોષ થયો. એની પ્રશાંતવાહિતા અખંડ રહી. એના આત્મજ્ઞાનનો લય નિરાબાધ રહ્યો.. પૂર્વજન્મની “સર્વાર્થસિદ્ધ' દેવલોકની અસંખ્ય વર્ષોની જ્ઞાનમગ્નતા... પરબ્રહ્મમગ્નતા લઈને અહીં જન્મેલો હતો ને!” માતા-પિતાને ખબર પડી કે કુમારે તો આઠે પત્નીઓને પ્રતિબદ્ધ કરી સંયમ-ધર્મ લેવા તત્પર કરી દીધી છે! તેઓ ચિંતાના સાગરમાં ડૂબી ગયા. હવે કુમારને સંસારમાં રાખવા શું કરવું જોઈએ?” રાણીએ પૂછુયું. એક ઉપાય છે.' બતાવો...” રાજસિંહાસને એનો રાજ્યાભિષેક કરી દઈએ. રાજા બનશે એટલે પ્રજાનું હિત કરવાની જવાબદારી આવશે.. એટલે દીક્ષા નહીં લઈ શકે!” હા, આ ઉપાય શ્રેષ્ઠ છે!” આપણે નિવૃત્ત થઈને યથાશક્તિ આત્મકલ્યાણ સાધીશું..” બરાબર છે આપની વાત!' મહારાજાએ તરત જ પૃથ્વીચંદ્રને બોલાવીને કહ્યું : “વત્સ, હવે હું રાજ્યથી નિવૃત્ત થવા ઇચ્છું છું, શુભ મુહૂર્ત તારો રાજ્યાભિષેક કરવાનો છે.” - પૃથ્વીચંદ્ર વિચારમાં પડી ગયા... “એક આફતમાંથી તો પાર ઊતર્યો. આ વળી બીજી આફત આવી... પરંતુ પિતાજી નિવૃત્તિ લેવા ચાહે છે, તો મારે તેમની જવાબદારી ઉઠાવી લેવી જોઈએ.” શુભ મુહૂર્ત પૃથ્વીચંદ્રનો રાજ્યાભિષેક થઈ ગયો. હવે પૃથ્વીચંદ્ર “મહારાજા પૃથ્વીચંદ્ર' બની ગયા. જો કે સદ્દગુરુના આગમનની પ્રતીક્ષા તો હતી જ. ૦ ૦ ૦. For Private And Personal Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૨૩૯ ઇન્દ્રભા જેવી અયોધ્યાની આ સુંદર સભા હતી, ને ઇન્દ્રરાજ જેવા તેજસ્વી આ રાજા હતા. મધુર, મનોહર અને સૌન્દર્યની પ્રતિમા જેવા રાજા પૃથ્વીચન્દ્ર હતા. તેમનો દેહ સુકોમળ હતો. સમગ્ર દેહ પર સૌમ્યતાનું એક ભવ્ય મધુર વર્તુલ રમતું હતું. એ વ્યક્તિત્વમાં સ્ત્રી-પુરુષો મુગ્ધ બનતાં હતાં. રાજા પૃથ્વીન્દ્રનાં અંગોમાં કવિતાનું સૌન્દર્ય અને અલંકારોની સુશ્રી ઊભરાતી હતી. રોમેરોમમાંથી વિરક્તિની મહેક ઊઠતી હતી. લાંબા સુંવાળા કેશ એમના પૌરુષના પ્રતાપમાં વૃદ્ધિ કરતા હતા. અને નાનાં કર્ણફૂલ એ દેહમૂર્તિને કલ્પનાની દેવમૂર્તિ જેવી મનમોહન બનાવતાં હતાં, આંખોમાં વીતરાગ જેવી કરુણા હતી. શબ્દોમાં જાણે સમતાનું ઝરણું વહેતું હતું. રાજસભા હેકડેઠઠ ભરાયેલી હતી. એક તરફ સામંતો, મહાસામતો, કોષાધ્યક્ષ અને કવિઓ બેઠા હતા. બીજી તરફ અમાત્યો, સેનાપતિઓ અને નગરશ્રેષ્ઠીઓ બેઠા હતા. એક તરફના ગોખમાં પડદા પાછળ આઠ રાણીઓ બેઠી હતી. ત્યાં રાજસભામાં “સુધન” નામના ધનાઢય વેપારીએ પ્રવેશ કર્યો. તેણે રાજા પૃથ્વીચંદ્રને લળીલળીને પ્રણામ કર્યા. “મહારાજાનો જય હો, વિજય હો!' બોલીને, એક દૃષ્ટિ રાજસભાપર નાંખી. મહારાજાએ સુધનને સુખાસન પર બેસવા ઈશારો કર્યો. સુધન સુખાસન પર બેઠા. પૃથ્વીચંદ્ર સુધનને પૂછ્યું : “હે સાર્થવાહ, તમે અનેક દેશોમાં વ્યાપારાર્થે ફરેલા છો, ઘણા દેશ જોયા છે, ઘણા માણસો જોયા છે. તેમાં તમે કોઈ મહાન આશ્ચર્યભૂત ઘટના જોઈ હોય તો કહો. આજે રાજસભામાં અમે તમારા મુખે કોઈ અવનવી સાચી ઘટના સાંભળીશું!' સાર્થવાહ સુધને ઊભા થઈ મહારાજાને પ્રણામ કરી કહ્યું : હે નરેશ્વર! આશ્ચર્યકારી ઘટનાઓ તો આ દુનિયામાં ઘણી બને છે. પરંતુ એવી ઘટનાઓ તો આપણા જીવે અનાદિ સંસારમાં ઘણી જોઈ છે. હું એવી એક તાજી ઘટના કહું છું કે જે સાંભળતાં આત્માને પરમ શાન્તિ મળે! મને કહેવામાં મજા આવશે, આપને અને સભાને સાંભળતાં સાંભળતાં અંતરમાં અવનવાં શુભ સંવેદનો જાગશે!” કહો, કહો... અવશ્ય કહો...રાજા પૃથ્વીચંદ્ર સુધનનું અભિવાદન કર્યું. ૦ ૦ ૦. For Private And Personal Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૦ પૃથ્વીચન્દ્ર : ગુણસાગર હે રાજેશ્વર, હું ગજપુર નગરથી આવ્યો છું. ગજપુર નગરમાં થોડા દિવસો પહેલાં જ અપૂર્વ... અદ્ભુત ઘટના મારી સગ્ગી આંખે જોઈને આવ્યો છું. હજુ મારું મન તો ત્યાં જ ભમે છે, ત્યાં જ રમે છે! ગજપુરમાં રત્નસંચય નામના મોટા શ્રેષ્ઠી વસે છે. તેમનાં પત્નીનું નામ છે સુમંગલા અને પુત્રનું નામ છે ગુણસાગર. ૦ ગુણસાગર એટલે ગુણોનો સાગર! ૦ ધન, યૌવન અને સૌન્દર્યથી તે શોભે છે. ૦ ધૈર્ય, ગાંભીર્ય અને વીર્યથી છલોછલ છે. એક દિવસ નગરના રાજમાર્ગ ૫૨થી પસાર થતા મુનિરાજને જુએ છે. જોતો જ ૨હે છે. જોતાં જોતાં સ્મૃતિના પોપડા ઊખડતા જાય છે... અને એનો પોતાનો પૂર્વભવ યાદ આવી જાય છે! તેનું મન વિરક્ત બની જાય છે... સંયમધર્મ ગ્રહણ કરવા તત્પર બની જાય છે. તેણે માતા-પિતાને કહ્યું : ‘હે માતાજી, હે પિતાજી, તમે મને સુખી કરવા ઇચ્છો છો ને?’ ‘હા વત્સ!’ ‘તો મને સંયમમાર્ગે જવાની અનુમતિ આપો. મારું મન વૈયિક સુખો પ્રત્યે વિરક્ત બન્યું છે... સંયમધર્મ પામીને જ હું સુખી થઈશ.' માતા-પિતાને જાણ થઈ ગઈ હતી કે ગુણસાગરને પૂર્વભવની સ્મૃતિ થઈ આવી છે. તેમણે કહ્યું : ‘બેટા, સંયમમાર્ગે જતાં તને અમે રોકીશું નહીં. તારું સુખ એ જ અમારું સુખ છે. પરંતુ અમારી એક ઇચ્છા છે કે તું લગ્ન કર. અમે આઠ સુંદર શ્રેષ્ઠીકન્યાઓ સાથે તને પરણાવવા ઇચ્છીએ છીએ. તું પરણીને ભલે બીજા જ દિવસે સંયમધર્મ ગ્રહણ કરજે, અમે તને અનુમતિ આપીશું.' ગુણસાગરે લગ્ન કરવાની સંમતિ આપી. શેઠ રત્નસંચયે આઠ શ્રેષ્ઠીકન્યાઓનાં માતા-પિતાને જાણ કરી દીધી કે : ‘લગ્ન પછી અમારો પુત્ર સંયમ સ્વીકારવા ઇચ્છે છે. એટલે તમારે તમારી કન્યાઓને પરણાવવી હોય તો પરણાવો.’ આઠે કન્યાઓના પિતાઓ ભેગા થયા, વિચારણા કરી : ‘લગ્ન કરીને જો ગુણસાગર સાધુ થવાના હોય તો એમને આપણી કન્યાઓ શા માટે પરણાવવી? આપણે બીજા કોઈ શ્રેષ્ઠીપુત્રને પરણાવીશું.' For Private And Personal Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૨૪૧ આ વાત ગુણસાગરની વાગ્દત્તા આઠ કન્યાઓના કાને ગઈ. તેઓ ભેગી થઈ. પરસ્પર વાર્તાલાપ કરી નિર્ણય કર્યો : “આપણે પરશું તો ગુણસાગરને જ. એ ગૃહવાસમાં રહેશે તો આપણે ગૃહવાસમાં રહીશું અને એ સંયમ લેશે તો આપણો પણ સંયમ લઈશું! એ જે કરે તે આપણે કરવાનું!' કન્યાઓએ પોતાનો નિર્ણય પોતપોતાનાં માતા-પિતાને જણાવી દીધો : અમે ગુણસાગરને જ પરણાશે. એ સંયમ લેશે તો અમે પણ સંયમ લઈશું.” માતા-પિતાએ પુત્રીઓની ઇચ્છા માન્ય રાખી. શ્રેષ્ઠી રત્નસંચયને લગ્નની તૈયારી કરવા જણાવી દીધું. લગ્નોત્સવનો પ્રારંભ થયો. ગુણસાગરને શ્રેષ્ઠ વસ્ત્રાલંકારોથી શણગારવામાં આવ્યા અને નગરના રાજમાર્ગ પર વરઘોડો નીકળ્યો; અને જ્યાં લગ્નની ચોરી બની હતી ત્યાં પહોંચ્યા. હસ્તમિલાપનો સમય થયો. ગુણસાગરના હાથમાં આઠ કન્યાઓના હાથ મૂકવામાં આવ્યા. પુરોહિત લગ્નના મંત્રોચ્ચાર કરવા લાગ્યો. ત્યારે ગુણસાગરના ચિત્તમાં સંયમધર્મની રમણતા શરૂ થઈ ગઈ. ૦ આવતી કાલે જ સદ્ગુરુ પાસે જઈને સંયમ ધર્મ અંગીકાર કરીશ. ૦ ગુરુજનોનો વિનય કરીશ. 0 વિનયપૂર્વક શ્રુતજ્ઞાન પામીશ. o સમતારસના સરોવરમાં તરતો રહીશ. ૦ વિષય અને કષાય પર વિજય વરીશ. ૦ વિવિધ તપશ્ચર્યા કરી દેહદમન કરીશ. 0 ૪૨ દોષ ટાળીને ભિક્ષા લાવીશ. ૦ જીવન-મરણને સમાનરૂપે જોઈશ. ૦ તૃણ અને મણિમાં ભેદ નહીં જોઉં. ૦ સમતાયોગે સ્થિરતા પામી મોહનો નાશ કરીશ... અને ગુણસાગર આત્માનુભવના ચિદાનંદમાં લીન બન્યા. ૦ લય લાગી ગયો... મન-વચન-કાયાના યોગો સ્થિર બન્યા. 0 પ્રકૃષ્ટ લયમાંથી કેવળજ્ઞાન પ્રગટયું! For Private And Personal Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૨ પૃથ્વીચન્દ્ર ઃ ગુણસાગર પરંતુ બીજા કોઈને ખબર ન પડી. લગ્નની વિધિ ચાલી રહ્યો હતો. બીજી બાજુ આઠે કન્યાઓના મનમાં પણ આવું જ ધર્મધ્યાન ચાલી રહ્યું હતું, સંયમધર્મનો લય લાગી ગયો હતો. “લગ્ન પછી તરત જ અમારે પણ સંયમધર્મ સ્વીકારવાનો છે,' આ વાત નિશ્ચિત હતી. એટલે સંયમધર્મની આરાધનાનું કલ્પનાચિત્ર દોરતાં દોરતાં તેમને પણ આત્માનુભવનો લય લાગી ગયો... પ્રકૃષ્ટ લય સુધી પહોંચી ગઈ! સમતાયોગમાં સ્થિર થઈ ગઈ. મોહનીયકર્મ નાશ પામ્યું. આઠે કન્યાઓ વીતરાગ બની ગઈ. કેવળજ્ઞાની બની ગઈ. આકાશમાં દેવોએ દુંદુભિ વગાડી. પુષ્પવૃષ્ટિ કરી.... “કેવળજ્ઞાની ગુણસાગરનો જય હો! આઠ કન્યાઓનો જય હો!' લગ્નમંડપ કેવળજ્ઞાનના મહોત્સવનો મંડપ થઈ ગયો. મહોત્સવ કરવા દેવલોકના દેવો ઊતરી આવ્યા. ગુણસાગર અને આઠ કન્યાઓને સાધુવેશ આપ્યો. દરેકે પંચમુષ્ઠિ લોચ કર્યો. સમગ્ર ગજપુર નગર હર્ષના હિલોળે ચઢયું! નવ સ્વર્ણકમળો રચાયાં. એના પર નવે કેવળજ્ઞાની બિરાજમાન થયા. ગુણસાગરનાં માતા-પિતા શ્રેષ્ઠી રત્નસંચય અને શેઠાણી સુમંગલા આ દિવ્ય ઘટના જોઈને ઊંડા તત્ત્વચિંતનમાં ડૂબી ગયાં. સમતાયોગમાં સ્થિર થઈ ગયાં.... પ્રકૃષ્ટ લયની પ્રાપ્તિ થઈ. તેઓ બે પણ કેવળજ્ઞાની બન્યાં! દેવોએ એમનો પણ જયજયકાર કર્યો. સાધુવેશ આપ્યો અને સ્વર્ણકમળ પર આરૂઢ કર્યા. હજારો નગરજનો કેવળજ્ઞાની બનેલા સમગ્ર પરિવારનાં દર્શન-વંદન કરવા ઊમટ્યાં. ગજપુરના મહારાજા પણ આવ્યા. ખૂબ જ હર્ષ પામ્યા. “મારું નગર પરમ પવિત્ર બન્યું! ૧૧-૧૧ કુળવાન, ધનવાન અને રૂપવાન સ્ત્રી-પુરુષો સર્વજ્ઞવીતરાગ બન્યાં! દેવલોકના દેવો મારી ધરતી પર ઊતરી આવ્યાં! હું ધન્ય થઈ ગયો! રાજાએ ખૂબ ખૂબ સ્તુતિ-પ્રશંસા કરી. હું ગુણસાગર પાસે ગયો... મેં કહ્યું : “હે ભગવંત! આવું દિવ્ય આશ્ચર્ય તો મેં પહેલી વાર જ જોયું! હું તો દેશ-વિદેશોમાં ફરનારો સાર્થવાહ છું... આ તો બધું અપૂર્વ જોયું!” “હે રાજેશ્વર, મને કેવળજ્ઞાનીએ કહ્યું : “હે મહાનુભાવ, આ આશ્ચર્યથી પણ ચઢિયાતું આશ્ચર્ય તમે અયોધ્યામાં જોશો!' સાંભળીને હું ચકિત થઈ ગયો. સર્વે કેવળજ્ઞાનીનાં દર્શન કરી મેં અયોધ્યાની For Private And Personal Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૨૪૩ વાટ પકડી. મારા સાથે સાથે આજે હું અહીં આવ્યો છું. હે નરેશ્વર! આપની કૃપાથી વિશિષ્ટ આશ્ચર્ય અહીં જોવા ઇચ્છું છું.” એમ કહી સુધન પોતાના સુખાસન પર બેસી ગયા. ખૂબ શાન્તિથી, સ્વસ્થતાથી, એકાગ્રતાથી રાજા પૃથ્વીચન્દ્ર સુધન શ્રેષ્ઠીની દિવ્ય વાર્તા સાંભળી. એમની મનઃસ્થિતિ કમળવત્ નિર્લેપ બનતી જતી હતી. ચન્દ્ર જેવી શીતલ બનતી જતી હતીભીતરનાં દ્વાર ફટાફટ ખૂલી ગયાં હતાં... ધન્ય ગુણસાગર! તમે ભવસાગર તરી ગયા... હું તાતના આગ્રહને વશ બની રાજા બની ગયો. હવે ક્યારે મુનિ બનીશ? ક્યારે અણગારી બની ધોર તપ કરી કર્મોનો નાશ કરીશ? ક્યારે મારો આત્મા પરમવિશુદ્ધ બનશે?' શુભ વિચારધારાનો લય લાગી ગયો. “દીક્ષા લઈને ઇન્દ્રિયોને શાન્ત કરીશ. મનનું દમન કરીશ. સમિતિ-ગુપ્તિનું પાલન કરીશ. નિર્જન સ્થાનોમાં જઈ કાયોત્સર્ગ ધ્યાન કરીશ. ઉપસર્ગો ને પરિષહોને સમતાભાવે સહન કરીશ. મારે મારો શુદ્ધ-વિશુદ્ધ આત્મા પ્રગટ કરવો છે. હું એટલે શુદ્ધ-બુદ્ધ-મુક્ત આત્મા છું! શુદ્ધ જ્ઞાન મારો વૈભવ છે!” ચિંતનની ધારા કોઈ વિક્ષેપ વિના લયબદ્ધ રીતે વહેતી ચાલી. લયમાંથી વિલય પ્રગટ્યો અને પ્ર-લયમાં જઈને કેવળજ્ઞાન મેળવી લીધું! પૃથ્વીચન્દ્રને સિંહાસન પર બેઠાં બેઠાં કેવળજ્ઞાન પ્રગટી ગયું! સૌધર્મેન્દ્ર સ્વયં નીચે આવ્યા. પૃથ્વીચંદ્રને સાધુવેશ આપીને ભાવપૂર્વક વંદના કરી. સુવર્ણકર્મળ પર કેવળજ્ઞાનીને બિરાજમાન કર્યા. ૦ ૦ ૦ રાજસભાના ગોખમાં બેઠેલી આઠ રાણીઓએ આ અદ્ભુત દૃશ્ય જોયું. કેવળજ્ઞાનનું પ્રાગટ્ય અને દેવોનું આગમન.. આ બધું જોઈને આઠ રાણીઓ પણ ધર્મધ્યાનમાં લીન બની. આઠ રાણીઓના મનમાં એકસરખા ભાવ! એકસરખાં પરિણામ! એકસરખા અધ્યવસાય. મન-વચન-કાયાના યોગો સમતાભાવમાં સ્થિર બન્યા. મન તો જાણે મરી જ ગયું! આત્માએ પૂર્ણતા પામી લીધી. આઠ રાણીઓને કૈવલ્યની પ્રાપ્તિ થઈ! શાસનદેવીઓ પ્રગટ થઈ. તેમણે રાણીઓ પર પુષ્પવૃષ્ટિ કરી અને ઘોષણા કરી : “મહારાજ પૃથ્વીચંદ્રની આઠ રાણીઓ કેવળજ્ઞાની બની છે!” દેવીઓએ તેમને સાધ્વીવેશ આપ્યો. સ્વર્ણકમળ પર આઠેને બિરાજમાન કરી. 0 0 0 For Private And Personal Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૪ પૃથ્વીચન્દ્ર ઃ ગુણસાગર રાજસભામાં મહારાજા હરિસિંહ અને મહારાણી પદ્માવતી હાજર ન હતાં. તેમને સમાચાર મળ્યા. તેઓ રાજસભામાં આવી પહોંચ્યા. પુત્રને અને પુત્રવધૂઓને સાધુવેશમાં સ્વર્ણકમળ પર બેઠેલાં જોઈ, રાજા-રાણી હર્ષથી વિભોર થઈ ગયાં. તેમની આંખોમાંથી હર્ષનાં આંસુ વરસવા લાગ્યાં. ૦ અમારે શા માટે, કોના માટે સંસારમાં રહેવું? ના, ના અમે પણ સંયમધર્મ ગ્રહણ કરી, કર્મોનો નાશ કરી, મુક્તિ પામીશું” ૦ ધર્મધ્યાનમાં લય લાગી ગયો. ૦ શુક્લધ્યાનમાં વિલય લાગી ગયો, ૦ અને પૂર્ણતામાં પ્રલય લાગી ગયો! ચારે ઘાતી કર્મો નાશ પામ્યાં. મહારાજા હરિસિંહ અને મહારાણી પદ્માવતી કેવળજ્ઞાની બની ગયાં. દેવોએ એમના પર પુષ્પવૃષ્ટિ કરી. જયજયકાર કર્યો. સાધુવેશ આપ્યો અને સ્વર્ણકમળો પર બિરાજમાન કર્યા! સુધનને અવર્ણનીય આનંદ થયો. તેણે સર્વે કેવળજ્ઞાનીને ભાવથી વાંઘા. તેણે પૃથ્વીચંદ્ર ભગવંતને કહ્યું : “હે પ્રભો! ગજપુર કરતાંય ચઢિયાતું આશ્ચર્ય અહીં જોયું! ધન્ય તમાકુળ! ધન્ય તમારાં માતાપિતા અને ધન્ય તમારી આઠ રાણીઓ!” સુધને શ્રાવકનાં વ્રતો લીધાં. કતકૃત્ય થઈ, તે પોતાની યાત્રા પર આગળ વધ્યો. ૦ 0 ૦. ચેતન! કેવી લયબદ્ધ ઘટનાઓ બની છે? વાંચી ને? લખતાં લખતાં મારા મનમાં ઘણા પ્રશ્નો ઊડ્યા અને સમાધાન પણ મળ્યાં! એકવીસ-એકવીસ જન્મોની આરાધનાનું ફળ આ છેલ્લાં પૃથ્વીચંદ્ર-ગુણસાગરના ભવમાં મળ્યું. પૃથ્વીચંદ્ર, એનાં માતા-પિતા, એની આઠ પત્નીઓ – આ બધાં ઘણા જન્મોથી સાથે જમ્યાં છે, સાથે જીવ્યાં છે અને મોક્ષમાર્ગની આરાધના સાથે કરી છે. ગુણસાગર, એના માતા-પિતા, એની આઠ પત્નીઓ – આ બધાં પણ ઘણા જન્મોમાં સાથે જીવ્યા છે અને સાથે ધર્મારાધના કરેલી છે. આ છેલ્લા જન્મમાં તેમને ગૃહસ્થવેશમાં, સંસારીના વેશમાં કેવળજ્ઞાન થાય છે! આ મહત્ત્વની વાત છે. તેઓ બધા જ બહારથી સંસારી હતા, ભીતરમાં તો For Private And Personal Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૨૪૫ શ્રમણ જ હતા. ભાવસાધુતા પ્રાપ્ત થઈ ગઈ હતી અને આત્મચિંતનના લયની આરાધના તેઓ સર્વાર્થસિદ્ધ નામના દેવલોકમાંથી લઈને આવ્યા હતા. એટલે લયથી પ્રકૃષ્ટ લય સુધી પહોંચવામાં તેમને વાર ન લાગી. મનુષ્ય કોઈપણ મોક્ષયોગમાં લય પામી જાય તો મુક્તિ સહજ છે! - તમે તત્ત્વચિંતનમાં લય પામી શકો, - તમે પરમાત્માની ભક્તિમાં લય પામી શકો, - તમે ગુરુસેવામાં, ગ્લાનસેવામાં લય પામી શકો, - તમે જ્ઞાનોપાસનામાં લય પામી શકો. -- ધ્યાન તો લયની જ સાધના છે! ધ્યાન એક જ રહેવું જોઈએ કે કોઈ કષાય-અસુર તમારા લયને તોડી ના જાય. કોઈ ઇન્દ્રિયોનો ઉન્માદ તમારા લયને ભાંગી ન જાય. - એક અદ્ભુત ઘટના જોવાથી - એક અપૂર્વ ઘટના સાંભળવાથી - એક અલૌકિક ઘટના વાંચવાથી જો લય લાગી જાય! આત્માનુભવ થઈ જાય, ત્રણે યોગો સ્થિર થઈ જાય.. તો કેવળજ્ઞાન હથેળીમાં છે! For Private And Personal Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨. અનંત અને અમને (મારું એક સ્વપ્ન: એક ભાવ-યાત્રા) [૧] ગૃહની છાયામાં, પાસેના સરિતાતટ પરના તડકામાં, પાંડુર જંગલ તથા અંજીરવૃક્ષની છાંયમાં રૂપવાન અનંત, તેના મિત્ર અમર સાથે મોટો થતો હતો. સરિતાતટે, પવિત્ર મંદિરોના રંગમંડપોમાં, પવિત્ર ધર્માનુષ્ઠાનોની વેળાએ સૂર્ય તેના પાતળા ખભાઓને ઘઉવર્ણા કરતો. આમ્રકુંજોમાં રમતાં રમતાં તેનાં નેત્રો પરથી પડછાયાઓ પસાર થતાં. જ્યારે એના પિતા ગૃહમંદિરમાં પ્રભુપૂજા કરતા ત્યારે એની માતા મધુર સ્વરે પરમાત્મસ્તોત્ર ગાતી. સાધુઓનાં સંભાષણોમાં અનંત હંમેશાં ભાગ લેતો. મિત્ર અમર સાથે તત્ત્વો અંગે વાદ-વિવાદ પણ કરતો અને તેની સાથે ધ્યાન તથા ચિંતન-મનન પણ કરતો. તે શ્વાસોચ્છવાસ સાથે ચતુર્વિશતિસ્તવ'નું ઉચ્ચારણ કરતો. તેનું ભાલ વિશુદ્ધ આત્માના તેજથી ઝળહળતું હતું. પરંતુ હજુ સંપૂર્ણ વિશ્વ સાથે એકરૂપ અવિનાશી આત્માને અનુભવી શક્યો ન હતો. આત્માના અસ્તિત્વની વાતો તેણે સાંભળી હતી. આત્માના સ્વરૂપની ચર્ચાઓ પણ સાંભળી હતી. તેના પિતાનું હૃદય પુત્રને બુદ્ધિશાળી તથા જ્ઞાનોત્સુક જોઈને પ્રસન્ન થતું હતું. તેઓ પુત્રને મહાવિદ્વાન અને શ્રાવકશ્રેષ્ઠ તરીકે ઊછરતો જોતા હતા. તેની માતા તેને જ્યારે ચાલતો, બેસતો, ઊઠતો નિહાળતી ત્યારે તેની છાતી ગર્વથી છલકાતી. સશક્ત, સુંદર, ચપળ અને ચતુર અનંત સંપૂર્ણ વિનયથી માતાનું અભિવાદન કરતો. ઉન્નતભ્ર, રાજવી-શાં નેત્રો અને નમણી કાયાવાળો અનંત જ્યારે નગરના રાજમાર્ગો પરથી પસાર થતો ત્યારે યુવાન કન્યાઓનાં હૃદયમાં સ્નેહ હલબલી ઊઠતો. તેનો મિત્ર અમર તેને કોઈનાય કરતાં સવિશેષ ચાહતો હતો. તે અનંતનાં નેત્રોને, સુસ્પષ્ટ સ્વરને ચાહતો. તે તેની ચાલવાની છટાને, હલનચલનની મોહક્તાને ચાહતો, તે અનંતના બધા જ વાણી-આચારને ચાહતો. સવિશેષ તો તે તેની બુદ્ધિને, તેના ભવ્ય, ઉષ્માભર્યા વિચારોને, તેના દૃઢ મનોબળને તેના ઉદાત્ત વ્યવહારને ચાહતો. અમર જાણતો હતો કે અનંત For Private And Personal Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૨૪૭ સામાન્ય શ્રાવક કે પ્રમાદી જારી કે ચમત્કારી શાસ્ત્રવાણીનો લોભી વ્યાપારી, અહંકારી, અયોગ્ય વક્તા, દુરાચારી, પ્રપંચી યતિ નહોતો બનવાનો. અને અમર પણ એવો બનવા નહોતો માગતો, લાખો શ્રાવકો જેવો સામાન્ય શ્રાવક બનવા નહોતો માગતો અમર પોતાના પ્રિય અને ભવ્ય અનંતને અનુસરવા ઇચ્છતો હતો. અને જો અનંત ક્યારેક પરમ તેજોધામમાં પ્રવેશે તો અમર તેના મિત્ર તરીકે, સાથી તરીકે, સેવક તરીકે તેના પડછાયાની જેમ તેને અનુસરવા માગતો હતો. આ જ રીતે બીજા મિત્રો પણ અનંતને ચાહતા હતા. તે ચાહકોને સુખી કરતો હતો. પરંતુ અનંત સ્વયં સુખી ન હતી. પોતાના અંજીર-ઉપવનની ગુલાબી પગથીઓ પર બેસતા, વનરાજીની નીલ છાયામાં બેસી ધ્યાનમગ્ન થતા, રોજ પ્રતિક્રમણ થી પોતાની જાતને સ્વચ્છ કરતા, છાંયડાવાળા આમ્રકાનનના ઊંડાણમાં રહેલા નાનકડા જિનમંદિરમાં ધૂપ, દીપ, અક્ષત, ફળ, નૈવેદ્ય આદિ અર્પણ કરતા, સહુના સ્નેહ અને આનંદનું ભાન બનતા અનંતના સ્વયંના હૃદયમાં આનંદ ન હતો. નદીમાંથી, રાત્રિના ટમટમતા તારલાઓમાંથી, સૂર્યનાં ઓગળતાં કિરણોમાંથી સ્વપ્નો અને ચંચળ વિચારો તેના મનમાં ધસી આવતાં. આત્માની અસ્વસ્થતા તેને ઘેરી વળતી. અનંત પોતાની ભીતરમાં જ અસંતોષનો સળવળાટ અનુભવવા લાગ્યો. તેને લાગતું હતું કે આ સ્વજનો, પરિજનો ને મિત્રોનો સ્નેહ તેને સદૈવ સુખી નહીં કરી શકે. તેને શાન્તિ નહીં આપી શકે. તેને સંતોષ નહીં આપી શકે. અનંતને, એના પૂજ્ય પિતાએ, અન્ય ગુરુઓએ, મોટા વિદ્વાનોએ તેમની પ્રજ્ઞાની સમગ્ર શ્રેષ્ઠતા વારસામાં આપી હતી. તેમના જ્ઞાનનો સંપૂર્ણ અર્ક અનંતના પિપાસુ પાત્રમાં રેડ્યો હતો. ને છતાંય એ પાત્ર અપૂર્ણ રહ્યું હતું. અનંતની બુદ્ધિ સંતુષ્ટ થઈ ન હતી. તેનો આત્મા શાન્ત ન હતો. તેનું હૃદય સ્વસ્થ ન હતું. પવિત્ર અનુષ્ઠાનો છેવટે તો ક્રિયાઓ હતી; તેમાં ભાવના પ્રાણ ન હતા. તે ક્રિયાઓ પાપનાશ નહોતી કરતી, અને દુઃખી હૃદયનો બોજ હળવું કરતી ન હતી. પૂજા-પાઠ અને પરમાત્મપ્રાર્થના જ શું ઉત્તમ છે? તે જ શું સર્વસ્વ છે?” પ્રત્યેક વ્યક્તિ પોતાની ભીતરમાં જે શાશ્વતને ધારણ કરે છે, તે અંતરતમમાં, તે સ્વમાં આત્માની ખોજ ન કરવાની હોય, તો તે આત્માને ક્યાં શોધવો? તેનો વાસ ક્યાં? તેનો શાશ્વત ધબકાર ક્યાં? પણ આત્મા છે શું? તે અસ્થિમજ્જા For Private And Personal Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૮ અનંત અને અમર નથી. તે વિચાર કે ચેતના નથી. તો પછી તે છે ક્યાં? આત્મા ભણી ગતિ કરવા અન્ય કોઈ માર્ગ છે, જે શોધવો જ જોઈએ. કોઈએ હજુ સુધી મને તે માર્ગ દેખાડ્યો નથી, કોઈ તે જાણતું ય નથી! ન પિતા, ન સાધુઓ, ન શાસ્ત્રો જાણે શ્રાવકો અને સાધુઓ શાસ્ત્રો જાણે છે. સૃષ્ટિનું સર્જન, વાણીનો ઉદ્દભવ, અન્ન, શ્વાસોચ્છુવાસ, ઇન્દ્રિયરચના.. દેવપૂજા આદિ અસંખ્ય વસ્તુઓનું પ્રચંડ જ્ઞાન છે, પણ તેમને મહત્ત્વની એકમેવ આત્મતત્ત્વનું જ્ઞાન નથી, તો પછી બીજું બધું જાણવાનો શો અર્થ? શાસ્ત્રોના અનેક શ્લોકો અને વિશેષતઃ આચારાંગ, સૂયગડાંગ આદિ શાસ્ત્રો તો આત્મતત્ત્વની વાત કરે છે. તમારો આત્મા જ સમગ્ર વિશ્વ છે.” શાસ્ત્રોમાં શ્લોકોમાં અદ્દભુત શાણપણ દેખાય છે. મધમાખીઓએ સંગૃહીત કરેલા વિશુદ્ધ મધુ જેવી મધુર ભાષામાં અહીં આચાર્યોએ સમ્યગૂજ્ઞાનનાં અજવાળાં પાથર્યા છે. ના, સુજ્ઞ આચાર્યોની પેઢી દર પેઢીએ સંચિત કરેલા અને રક્ષિત કરેલા આ અતિવિશાળ જ્ઞાનરાશિ પ્રાપ્ત કરવામાં જ નહીં, પણ તેને અનુભવવામાં સફળ થયેલા શ્રમણો, યોગીઓ, આચાર્યો, પ્રજ્ઞાપુરુષો ક્યાં છે? આત્માની ઉપલબ્ધિ પામી તેને ચેતનામાં, જીવનમાં, સર્વત્ર વાણી તથા આચારમાં જાળવી રાખનારા દીક્ષિતો ક્યાં છે? અનંત પ્રતિષ્ઠિત શ્રાવકોથી પરિચિત હતો. સૌથી વિશેષ તો તેના પિતાથી કે જેઓ પવિત્ર, વિદ્વાન અને સન્માનનીય હતા, તેમનાથી પરિચિત હતો. તેના પિતા પ્રશંસનીય વ્યક્તિ હતા. તેમનો વ્યવહાર શાંત-ઉદાત્ત હતો. તેમણે પવિત્ર જીવન ગાળ્યું હતું. તેમના શબ્દોમાં શાણપણ હતું. તેમના મન-મસ્તિષ્કમાં સુંદર ઉદાત્ત વિચારો રહેતા. છતાં તેઓ શું પરમસુખે જીવતા હતા? તેમને શાન્તિનો અનુભવ થતો હતો? શું તેઓ અતૃપ્ત સાધક ન હતા? શું તેઓ સાધુ પાસે, શાસ્ત્રો પાસે, તીર્થો પાસે, ક્રિયાકાંડ પાસે અને સાધુઓનાં વ્યાખ્યાનો પાસે નહોતા જતા? શા માટે તેમણે – એક નિષ્કલંક પિતાએ પોતાનાં પાપ ધોવાં પડે અને રોજ પોતાની જાતને સ્વચ્છ કરવાનો નવેસરનો પુરુષાર્થ કરવો પડે? તો શું તેમની ભીતરમાં આત્મા ન હતો? શું તેમના હૃદયમાં તેની ગંગોત્રી વહેતી ન હતી? મનુષ્ય પોતાના સ્વમાં જ ગંગોત્રી શોધવી જોઈએ. વ્યક્તિ પાસે તે હોવી જોઈએ. એ સિવાય તો બધું જ ચકરાવો! અને ભુલભુલામણી! આ હતી અનંતની વિચારધારા. આ હતી તેની તૃષા. આ હતો તેનો વિષાદ. For Private And Personal Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૨૪૯ “સત્ય” એટલે આત્માનું-બ્રહ્મનું બીજું નામ. જે આ જાણે તેને વારંવાર સ્વર્ગલોક નિકટ લાગતો, પણ અનંત ક્યારેય ત્યાં પહોંચી શક્યો ન હતો. ક્યારની તેની આ તૃષા છીપી ન હતી. જે પ્રાજ્ઞપુરુષોથી તે પરિચિત હતો, જેમના ઉપદેશને તે માણતો હતો, તેમાંથી કોઈપણ સ્વર્ગલોક સુધી પહોંચી શક્યું ન હતું. કોઈએ ક્યારેય તેની શાશ્વત તૃષા સંપૂર્ણપણે છિપાવી ન હતી. એક દિવસ અનંતે અમરને કહ્યું : “અમર, ચાલ મારી સાથે, પેલા ગામબહારના વડના વૃક્ષ નીચે ધ્યાન કરીશું. બંને વૃક્ષ નીચે ગયા. વીસ પગલાંના અંતરે તેઓ બેઠા. તેમણે શ્રીનવકાર મંત્રનું ગુંજન કર્યું. ધ્યાનમાં લીન બન્યા. સમય પૂર્ણ થતાં અમર ઊભો થયો. તેણે અનંતને નામ દઈ બોલાવ્યો. તેણે ઉત્તર ન આપ્યો. અનંત ધ્યાનમગ્ન હતો. તેની આંખો તાકીને નિહાળ્યા કરતી હતી જાણે કે કોઈ દૂરના લક્ષ્ય પર સ્થિર ન થઈ હોય! તેની જીભનો અગ્રભાગ દાંતો વચ્ચે લગીર દેખાતો હતો. તેનો વ્યાસ સ્થિર થઈ ગયો હતો. તે બ્રહ્મ તરફ તાકેલા તેના આત્મારૂપી શરનું સંધાન કરતો હતો. ૦ ૦ ૦ એક દિવસે પ્રભાતે કેટલાક શ્રમણો નગરમાંથી પસાર થતા હતા. પરિવ્રાજક શ્રમણો હતા. ત્રણ પાતળા અને થાકેલા શ્રમણો હતો. તેઓ નહોતા વૃદ્ધ કે નહોતા યુવાન. ખભા હતા ધૂળભર્યા. શરીર પર હતાં જીરું અને મેલાં ભગવા રંગનાં બે વસ્ત્રો. સૂર્યતાપથી દાઝેલા હતા. જગ પ્રત્યે ઉદાસ હતા. તેમની આસપાસ શાંત આવેશનું, નિઃશેષ ત્યાગનું અને નિષ્ફર દેહદમન તથા મનોનિગ્રહનું વાતાવરણ ઝળુંબતું હતું. ધ્યાન કર્યા પછી સાયંકાળે અનંતે અમરને કહ્યું : 'મિત્ર, આવતીકાલે સવારે અનંત શ્રમણ સંઘમાં ભળશે. તે શ્રમણ બનશે.” - મિત્રની મુખમુદ્રા પર પ્રથમ દૃષ્ટિ પડતાં જ અમને ખાતરી થઈ ગઈ કે અત્યારે તો આ માત્ર આરંભ જ છે અનંત પોતાના માર્ગે જતો હતો. તેનું ભાવિ સ્વયં ઊઘડતું જતું હતું. તેના ભાવિ સાથે પોતાનું ! અમર કેળાની સુકાયેલી છાલ જેવો ફિક્કો પડી ગયો. અરે, અનંત! તારા પિતા તારા આ પગલાને સંમતિ આપશે?' આપણે શબ્દો નહીં વેડફીએ અમર.” તેણે મૃદુ સ્વરે કહ્યું. આવતીકાલે મળસ્કે હું શ્રમણજીવનનો આરંભ કરીશ. હવે આપણે આ વાતની ફરી ચર્ચા નથી કરવી.' For Private And Personal Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અનંત અને અમર ૨૫૦ અનંત પોતાના ઘરે આવ્યો. પિતાના ખંડમાં પ્રવેશ્યો. પિતાએ પૂછ્યું ‘અનંત તું છે? તો બોલ, તારા મનની વાત કહે!' Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘પિતાજી, તમારી આજ્ઞા હોય તો હું આવતીકાલે તમારું ઘર છોડી શ્રમણસંઘમાં ભળવા ઇચ્છું છું. હું શ્રમણ બનવા માગું છું. મને શ્રદ્ધા છે કે મારા પિતા આનો વિોધ નહીં કરે.' = આખી રાત પિતાના ખંડમાં અનંત ઊભો રહ્યો. પ્રભાતનું પ્રથમ કિરણ ખંડમાં પ્રવેશ્યું. શ્રાવક પિતાએ જોયું કે અનંતના ઢીંચણ આછા થરથરતા હતા. પણ એની મુખમુદ્રા ૫૨ લગીરે ધ્રુજારી ન હતી. તેનાં નેત્રો દૂર દૂર નિહાળતાં હતાં. પિતાને સમજાયું કે ‘અનંત હવે એમની સાથે આ ઘરમાં ઝાઝો સમય રહી શકશે નહીં...' પિતાએ અનંતના ખભાને સ્પર્શ કરીને કહ્યું : ‘તું જંગલમાં જઈ શ્રમણ બનજે. ત્યાં તને પરમ સુખ પ્રાપ્ત થાય તો પાછો આવી મને તેનો બોધ કરજે. ત્યાં હતાશા પ્રાપ્ત થાય તોયે પાછો આવજે. હવે જા, તારી માતાને વંદન કર અને તેને પણ કહેજે કે તું ક્યાં જાય છે.' પોતાના પુત્રના ખભા પરથી તેમણે હાથ ઉઠાવી લીધો અને બહાર ગયા. અનંત અસ્થિર બન્યો. તેણે પોતાની જાતને નિયંત્રણમાં રાખી, પિતાને વંદન કર્યાં અને માતા પાસે જઈ માતાના ચરણોમાં પ્રણામ કર્યા. ‘દોસ્ત, તું આવ્યો ખરો! અનંતે સ્મિત વેર્યું. ‘હું આવ્યો છું.’ અમર બોલ્યો. સંવેદનાશૂન્ય પગ સાથે તેણે વહેલી સવારે નગરને ધીરે ધીરે છોડયું, ત્યારે છેલ્લા મકાનમાંથી એક નમેલા - વળેલા પડછાયાએ દેખા દીધી. તે અમર હતો. For Private And Personal Use Only [૨] તે દિવસે સંધ્યાકાળે તે બંને મિત્રો શ્રમણસંઘની પાસે પહોંચી ગયા. તેમણે તાપસ મહાશ્રમણ પાસે રહેવાની, આરણ્યક શ્રમણસંઘમાં રહેવાની યાચના કરી. બંનેને સ્વીકૃતિ અપાઈ. અનંતે પોતાનાં વસ્ત્રો માર્ગ પર ઊભેલા એક દીન બ્રાહ્મણને આપી દીધાં. તેણે આરણ્યક શ્રમણનાં કાપાયિક વસ્ત્રો ધારણ કર્યાં, અમરે પણ કાપાયિક વસ્ત્રો પહેરી લીધાં, એક લંગોટી ને એક ઉત્તરીય વસ્ત્ર. Page #269 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૨૫૧ દિવસમાં માત્ર એકવાર તે જમતો. ક્યારેય સ્વયં ભોજન બનાવતો નહીં. ભિક્ષાથી જ જીવનનિર્વાહ કરતો. એક વખતે તેણે ૧૬ દિવસના ઉપવાસ કર્યા, બીજી વખતે એક મહિનાના ઉપવાસ કર્યા. તેના પગો પરનું ગાલો પરનું માંસ અદૃશ્ય થયું. તેની પાતળી આંગળીઓ પરના નખ વધીને લાંબા થયા. તેની હડપચી પર બરછટ દાઢી ઊગી. સ્ત્રીઓનો અચાનક ભેટો થતાં તેની નજર હિમશી ઠંડી બની જતી. સુંદર વસ્ત્રધારી લોકોના નગરમાંથી તે પસાર થતો ત્યારે તેના અધર તિરસ્કારથી બિડાતા. તેણે વેપારીઓને વેપાર કરતા જોયા, રાજકુમારને મૃગયા ખેલતા જોયા, મૃત સ્વજનો પર વિલાપ કરતા લોકોને જોયા. વેશ્યાઓને દેહવિક્રય કરતી જોઈ. વૈદ્યોને માંદાઓની શુશ્રુષા કરતા જોયા. પુરોહિતોને લગ્નાદિનાં મુહૂર્ત કાઢતા જોયા. પ્રેમીઓને પ્રેમ કરતાં નિહાળ્યા. માતાઓને પોતાનાં સંતાનોને શાંત પાડતી જોઈ. આ બધું જોવાલાયક ન હતું. બધું જ અસત્ય હતું. અસત્યની તીવ્ર દુગંધ હતી. તે હતી ઇન્દ્રિયોના સુખની તથા સૌન્દર્યની ભ્રમણા. સહુનો વિનાશ થવાનો હતો. સૃષ્ટિનો સ્વાદ કટુ હતો. જીવન એકમાત્ર પીડા હતું. અનંતનું લક્ષ્ય એક જ હતું. રિક્ત બનવું.... ખાલી થઈ જવું. ‘અપૂર્ણ: પૂતનેતિ!” અપૂર્ણ-ખાલી પૂર્ણતા પામે છે! તૃપા, કામના, સ્વપ્નો, રતિઅરતિથી રિક્ત બનવું. વ્યક્તિત્વને મરવા દેવું. વ્યક્તિત્વનું અસ્તિત્વ જ મિટાવી દેવું. રિક્ત હૃદયની શાંતિ અનુભવવી. વિશુદ્ધ વિચારોને અનુભવવા; આ જ એનું લક્ષ્ય હતું. જ્યારે સ્વ પર સાર્વત્રિક વિજય પ્રાપ્ત થશે અને તે મૃત્યુ પામશે. જ્યારે સઘળી વાસનાઓ અને કામનાઓ શાંત થઈ જશે ત્યારે જ આત્માના અસ્તિત્વનો વિજય થશે. તેણે વાસનાઓ અને કામનાઓ પર વિજય મેળવવા દેહદમનનો માર્ગ અપનાવ્યો. પીડા અને તાપથી ઊભરાતાં સૂર્યનાં ઉગ્ર કિરણોમાં અનંત મનપણે ઊભો રહેતો. જ્યાં સુધી પીડા અને તૃષાનો અનુભવ શમી જાય ત્યાં સુધી ઊભો રહેતો, વરસતા વરસાદમાં ઊભો રહેતો. તેના ખભા અને પગ થીજી જાય ત્યાં સુધી તે શાંત અને સ્થિરપણે ઊભો રહેતો. તે મૌનપણે કાંટાઓ ઉપર દબાઈને બેસતો. તેની કોમળ ત્વચામાંથી રક્ત ટપકતું હતું, ચાંદાં પડતાં હતાં છતાં અનંત ટટ્ટાર અને સ્થિર રહેતો. તીવ્ર વેદના સહન કરતો હતો. આ રીતે વિવિધ પ્રકારે દેહદમન કર્યા પછી, પોતાના શ્વાસોચ્છવાસને થંભાવવાનું શીખી ગયો. ઓછા થાસે ચલાવતાં શીખી ગયો. શ્વાસને અંદર લેતાં પોતાના હૃદયના For Private And Personal Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૨ અનંત અને અમર ધબકારા કેમ શાન્ત કરવા, કેમ ઓછા કરવા, તે શીખી ગયો. એટલે સુધી કે એકેય ધબકારો ન રહે, છતાં જીવી શકાય, તે શીખી ગયો. દેહદમન, શ્વાસોચ્છવાસ-નિયંત્રણ કર્યા પછી મહાશ્રમણની આજ્ઞાથી અનંતે ધ્યાનનો માર્ગ લીધો. આ રીતે શ્રમણો પાસેથી ઘણું બધું શીખ્યો. સ્વવિલોપનના અનેક માર્ગો તે શીખ્યો. પીડા દ્વારા, સ્વૈચ્છિક યાતના અને પીડા પરના વિજય દ્વારા ક્ષુધા, તૃષા અને પરિશ્રમ દ્વારા દેહદમનના માર્ગે પ્રવાસ કર્યો. ધ્યાન દ્વારા મનની સર્વે આકૃતિઓને ઠાલવી દઈને મનોનિગ્રહના માર્ગે પ્રવાસ કર્યો. અનેક દિવસો સુધી તે ‘સ્વ’ને ભૂલીને જાણે આત્માનું અસ્તિત્વ જ નથી એવી સ્થિતિમાં રહ્યો. આત્માથી જાણે એ દૂર દૂર જતો હોય તેમ તેને લાગ્યું. તેની સાથે જ તેનો મિત્ર અમર, તેના પડછાયાની જેમ રહેતો. તે પણ એ જ માર્ગે પ્રવાસ કરતો હતો. તેવો જ પુરુષાર્થ કરતો હતો. તેમની સેવા અને સાધનાની અનિવાર્યતા સિવાય ભાગ્યે જ તે બંને વાતો કરતા! હા, ક્યારેક ભિક્ષા લેવા તે બે સાથે ગામમાં જતા. એક દિવસ ભિક્ષા માટે ગામમાં જતાં અનંતે અમરને પૂછ્યું : ‘તું શું માને છે અમર? તને લાગે છે કે આપણે આત્મા તરફ પ્રગતિ કરી રહ્યા છીએ? આપણે આપણું ધ્યેય પામી શક્યા છીએ?' અમરે કહ્યું : ‘આપણે થોડુંઘણું પામ્યા છીએ અને પામીશું. પણ અનંત! તું મહાન શ્રમણ થશે! પ્રત્યેક વિદ્યા તું જલદી ગ્રહણ કરે છે. વૃદ્ધ શ્રમણો વારંવાર તારી પ્રશંસા કરે છે! કોક દિવસ તું ઋષિ-મહર્ષિ બનીશ, અનંત!’ અનંતે કહ્યું : 'મને એવું લાગતું નથી મારા મિત્ર! અત્યારસુધી શ્રમણો પાસેથી હું જે શીખ્યો છું તે હું વધુ સરળતાથી વેશ્યાગૃહોમાંથી, જુગા૨ીઓ પાસેથી અને દારૂડિયાઓ પાસેથી શીખી શક્યો હોત!' અમરે કહ્યું : ‘અનંત, તું મજાક કરે છે. ધ્યાન, પ્રાણાયામ, દેહદમન, મનોનિગ્રહ ... અનાસક્તિ... આ બધું તું એ દુષ્ટો પાસેથી કેવી રીતે શીખ્યો હોત?’ અનંતે મૃદુ સ્વરમાં કહ્યું : ‘મિત્ર, ધ્યાન એટલે શું? દેહદમન એટલે શું? અનશન એટલે શું? પ્રાણાયામ એટલે શું? આ બધું તો શારીરિક-માનસિક યાતનાઓથી છૂટવાનો ક્ષણિક પલાયનવાદ છે. જીવનની પીડા અને મનની અશાન્તિનું ક્ષણિક ઉપશમન છે. શરાબી શું કરે છે? તે શરાબના બે-ચાર પ્યાલા પી જાય છે... એ એનું For Private And Personal Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૨૫૩ ક્ષણિક ઔષધ જ હોય છે. તેને નશામાં સ્વની અનુભૂતિ નથી થતી. તે વેદના વીસરી જાય છે. શરાબના બે-ચાર પ્યાલા પર ઊંઘતો શરાબી જે અનુભૂતિ કરે છે, તે અનંત અને અમર લાંબાગાળાના યોગાનુભવથી કરે છે.” અમર બોલ્યો : “તું આવું કહે છે અનંત? અનંત દારૂડિયો નથી. ખરેખર દારૂડિયો મુક્તિ અનુભવે છે. સાચે જ તે ક્ષણિક વિરામ કે આરામ અનુભવે છે. પણ તે ભ્રમણામાંથી પાછો ફરે છે, એનો દારૂનો નશો ઊતરી જાય છે ત્યારે બધું જેવું હતું તેવું ને તેવું જ જુએ છે. તે વધુ શાણો નથી બનતો. તે જ્ઞાન પ્રાપ્ત નથી કરતો, તે જરાય ઊંચે નથી ચઢતો.” અનંતના મુખ પર સ્મિત રેલાયું. તેણે કહ્યું : “હું જાણતો નથી. હું ક્યારેય દારૂડિયો ન હતો. પણ હું એટલું તો જાણું છું કે મારા યોગમાં તથા ધ્યાનમાં હું અનંત, માત્ર ક્ષણિક વિરામ પામું છું. અને હું શાણપણથી, મુક્તિથી દૂર હોઉ છું. અમર, આટલું તો હું જાણું છું.” તેના મુખમાંથી એક શ્લોક સરી પડ્યો : किं क्लिष्टेन्द्रियरोधेन किं सदा पठनादिभिः? किं सर्वस्वप्रदानेन, तत्त्वं नोन्मिलितं यदि ।। ‘ઇન્દ્રિય-નિગ્રહોથી શું? શું સદા પઠનાદિથી? સર્વસ્વ દાનથીય શું? પ્રગટ્યું નહીં તત્ત્વ જો!' બીજા એક પ્રસંગે જ્યારે અનંત અને અમર ભિક્ષા લેવા ગામ તરફ ગયા ત્યારે માર્ગમાં અનંતે અમરને પૂછયું : “ખરેખર, અમર! આપણે સાચા માર્ગે છીએ? કે પછી આપણે – જેમણે ચક્રમાંથી ભાગી છૂટવાનું વિચાર્યું હતું, એવા આપણે હજી કદાચ વર્તુળોમાં જ ઘૂમીએ છીએ?' અમર બોલ્યો : “મિત્ર, આપણે ઘણું ઘણું શીખ્યા છીએ અને હજુ ઘણું શીખવાનું બાકી છે. આપણે વર્તુળમાં નથી ઘૂમતા. આપણે ઊંચે જઈ રહ્યા છીએ. માર્ગ સર્પિલ છે અને આપણે ઘણાં પગથિયાં ચઢી ચૂક્યા છીએ.” અનંતે પૂછયું : “આપણા સૌથી વૃદ્ધ શ્રમણ કે જે આપણા પૂજ્ય ગુરુ છે, તેમને કેટલાં વર્ષ થયાં હશે? તું શું માને છે?' અમરે કહ્યું : “તેમને લગભગ ૭૫ વર્ષ થયાં હશે...' અનંત બોલ્યો : “તેમને ૭પ વર્ષ થયાં છતાં તેમને નિર્વાણ પ્રાપ્ત થયું નથી. આત્મસાક્ષાત્કાર થયો નથી. તેઓ ૮૦ કે ૯૦ વર્ષના થશે અને તું તથા હું તેમના જેટલા જ વૃદ્ધ થઈશું અને યોગ કરીશું, શાસ્ત્રો ભણશે, તપ કરીશું, For Private And Personal Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૪ અનંત અને અમર ધ્યાન કરીશું, છતાં આપણે નિર્વાણ-આત્માનુભૂતિ પ્રાપ્ત નહીં કરી શકીએ. કોઈપણ એ પ્રાપ્ત નહીં કરી શકે. આપણને આશ્વાસન જડે છે આત્મવંચના માટે આપણે તર્ક-યુક્તિઓ જાણીએ છીએ, પણ આપણને સાચો સીધો આત્માનુભવનો માર્ગ મળતો નથી.' અનંત, તું આવું ન બોલ.' અમરે કહ્યું : “એવું તે કેવી રીતે બને કે આટઆટલા વિદ્વાનોમાંથી આટઆટલા શ્રમણોમાંથી, આટલા બધા તપસ્વીઓમાંથી, સાધકોમાંથી, સમર્પિત પવિત્ર પુરુષોમાંથી કોઈનેય સાચો માર્ગ ન જડે?” મૃદુ છતાં કંક દુઃખી સ્વરે, વેદનાભર્યા સ્વરે ને કંઈક મજાકીયા સ્વરે કહ્યું : અમર, મારી સતત તૃષા આત્માનુભવની છે. આત્મજ્ઞાનની છે. આ મારી તૃપા લગીરે ઓછી નથી થઈ. શ્રમણોના આ લાંબા માર્ગે ચાલતાં હું થાકી ગયો છું. પ્રશનોથી હું સદા ઘેરાયેલો રહ્યો છું. મેં શ્રમણોને, વિદ્વાનોને, શાસ્ત્રવિશારદોને પ્રશ્નો પૂક્યા છે. મેં પવિત્ર આગમોને પ્રશ્નો પૂછયા છે. પણ શાસ્ત્રો ને આગમો તો દિપ્રદર્શનમેવ” - માત્ર દિશાબોધ જ કરાવે છે, અમર, કોઈપણ વ્યક્તિ શાસ્ત્રોમાંથી કશું જ શીખી શકતી નથી. માત્ર વાદ-વિવાદ જ શીખે છે. હું માનતો થયો છું કે વિદ્વાન અને વિદ્વત્તા સિવાય જ્ઞાનનો-આત્મજ્ઞાનનો કોઈ વધારે નઠોર શત્રુ નથી.' અનંતનાં આ વચનોથી અમરને દુ:ખ થયું. તેણે બે હાથ ઊંચા કરીને કહ્યું : ‘મિત્ર, આવી વાતથી તારા આ મિત્રને દુઃખી ન કર.” આ બે યુવકો ત્રણ વર્ષ સુધી આ રીતે આરણ્યક શ્રમણજીવન કે જે તાપસનું જીવન હતું, તે જીવ્યા. આરણ્યક શ્રમણ સંસ્કૃતિનો પ્રારંભ ભગવાન ઋષભદેવના. સમયમાં જ થઈ ગયો હતો. ભગવાન ભદેવે જ્યારે દીક્ષા લીધી હતી ત્યારે ભગવાન પર અત્યંત ભક્તિ અને પ્રેમ ધરાવતા કચ્છ, મહાકચ્છ વગેરે ચાર હજાર રાજાઓએ પ્રભુની સાથે જ દીક્ષા લીધી હતી. ભગવાને ગામ-નગરોમાં વિહાર ચાલુ કર્યો. ઉપવાસના પારણે ભગવાનને કોઈપણ ઘરેથી ભિક્ષા ન મળી. કેમકે તે કાળે દાનધર્મ પ્રવર્તેલો ન હતો. લોકો ખૂબ સરળ હતા. ભિક્ષા ન મળતાં પણ પ્રભુ અદીન મનવાળા હતા. સ્વસ્થતાથી ભૂખ-તરસ વગેરે સહન કરતા હતા. કચ્છ-મહાકચ્છ વગેરે ચાર હજાર રાજર્ષિઓ. પણ પ્રભુની સાથે સુધા-તૃષા વગેરે સહન કરતા વિહાર કરતા હતા. પરંતુ For Private And Personal Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૨૫૫ કેટલાક મહિના પછી તેઓ ભૂખ-તરસથી ત્રાસી ગયા. ભગવંત તો મૌન હતા. ચાર હજાર રાજા-સાધુઓ એક નિર્ણય કરી ગંગા નદીના તટની નજીકના વનમાં ગયા અને ત્યાં સ્વેચ્છાએ કંદમૂળ, ફળાદિકનો આહાર કરવા લાગ્યા. ત્યારથી વનવાસી-આરણ્યક શ્રમણપરંપરા (જટાધારી તાપસો) શરૂ થઈ. તેઓ સ્મરણ તો ભગવાન ઋષભદેવનું જ કરતા હતા. પરંતુ સાધુજીવનની આચારમર્યાદા જાણતા ન હતા. ભગવાને ત્યારે તીર્થસ્થાપના કરીને ધર્મપ્રવર્તન કર્યું ન હતું. અસંખ્ય વર્ષોથી આ પરંપરા મગધના વનપ્રદેશોમાં ચાલતી રહી. ભગવાન મહાવીર સ્વામીના સમયમાં એ પરંપરા અત્યંત ક્ષીણ થયેલી હતી, છતાં ચાલુ હતી, જેમ પાર્શ્વનાથની પરંપરાના સાધુઓ એ કાળે હતા, તેમ આ આરણ્યક તાપસો પણ વનમાં રહેતા હતા. ભિક્ષા લેવા જ તેઓ ગામમાં જતા હતા. અનંત અને અમર આ આરણ્યક શ્રમણોની સાથે ત્રણ વર્ષ રહ્યા હતા. ત્યાં એકવાર તેમને એક વૃત્તાંત સાંભળવા મળ્યો. વર્ધમાન પરમ તેજસ્વી વર્ધમાન. નામે ઓળખાતી કોઈ વિભૂતિ પ્રગટ થઈ છે. તેમણે સર્વ દુઃખો પર વિજય પ્રાપ્ત કર્યો છે અને પુનર્જન્મના ચકરાવાને થંભાવી દીધો છે. ધર્મબોધ આપતા આપતા તેમણે મગધ દેશના ગામ-નગરોમાં પરિભ્રમણ કર્યું છે. હજારો શિષ્યોથી તેઓ વીંટળાયેલા હોય છે. તેઓ પાસે કોઈ જ ધન-સંપત્તિ નથી. તેઓ અણગાર છે અને સ્ત્રી વિનાના છે. તેઓ વસ્ત્રહીન હોવા છતાં તેમની નગ્નતા લોકોની દૃષ્ટિમાં દેખાતી નથી. તેઓ પરમપવિત્ર મહાપુરુષ છે. હજારો બ્રાહ્મણો તેમના શિષ્ય બન્યા છે. અનેક રાજાઓ એમના ભક્ત બન્યા છે. આ વાર્તા ચારેબાજુ સંભળાતી હતી ને પ્રસરતી હતી, બ્રાહ્મણ નગરમાં અને શ્રમણો-તાપસી અરણ્યમાં વાતો કરતા હતા. વર્ધમાનનું નામ માગધપ્રજામાં ફેલાઈ ગયું હતું. કોઈ તેમનું સારું બોલતું તો કોઈ ખરાબ. કોઈ તેમની પ્રશંસા કરતું તો કોઈ તિરસ્કાર. જ્યારે દેશનો કોઈ મહા આપત્તિથી વિનાશ થતો હોય અને વાત જાણવા મળે કે એક પુરુષ, સુજ્ઞ પુરુષ, પ્રાજ્ઞ પુરુષ, પૂર્ણ પુરુષ પ્રગટ થયો છે, જેના શબ્દો અને શ્વાસ પીડાગ્રસ્તોની પીડા રુઝવવા પર્યાપ્ત હોય છે અને આ વાત જ્યારે દેશમાં પ્રસરે છે ત્યારે કેટલાકને તેમાં શ્રદ્ધા જાગે છે... કેટલાકને એમાં શંકા પણ જાગે છે! છતાં અનેક શાણા લોકો આવા પરોપકારીની ખોજમાં નીકળી પડે છે. આ જ રીતે જ્ઞાતકુળના પ્રાજ્ઞપુરુષ વર્ધમાનનો વૃત્તાંત સમગ્ર દેશમાં પ્રસર્યો છે. શ્રદ્ધાવાનો કહેતા કે વર્ધમાનમાં અતિશય જ્ઞાન છે. હવે તેઓ જન્મ-મરણ નહીં કરે. તેમના માટે ઘણી અલૌકિક અને આશ્ચર્યજનક વાતો For Private And Personal Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૬ અનંત અને અમર વહેતી થઈ હતી. તેમણે મોહ પર વિજય મેળવ્યો છે, અનેક દેવો તેમની વાણી સાંભળે છે. વર્ધમાન અંગેની વૃત્તાંત અનંતને આકર્ષક લાગ્યો. આ વૃત્તાંતોમાં કશુંક ચમત્કારિક હતું. જગત ષ્ણ છે. જીવન વિકટ છે. અને ત્યારે એક નવી આશા પ્રગટી હતી. લોકોએ આશાની અનુભૂતિ કરી. આ વૃત્તાંત અરણ્યમાં શ્રમણ-તાપસોના કાને પહોંચ્યો. અનંત અને અમરે થોડી વાતો તો સાંભળી હતી, પરંતુ તેઓ મૌન રહ્યા, કારણ કે વૃદ્ધ શ્રમણ-તાપસને વર્ધમાન પ્રત્યે કોઈ પક્ષપાત ન હતો. અમરે અનંતને કહ્યું : “અનંત, આજે હું ભિક્ષાર્થે પાસેના ગામમાં ગયો હતો. ત્યાં એક બ્રાહ્મણે મને આવકાર આપ્યો. તેના ઘરમાં રાજગૃહીથી આવેલો એક બ્રાહ્મણપુત્ર હતો. તેણે સગી આંખે વર્ધમાનને નિહાળ્યા હતા, અને ધર્મોપદેશ આપતા સાંભળ્યા હતા. સાચે જ, મનેય ઝંખના જાગી અને મેં વિચાર્યું - “તે પૂર્ણપુરુષના બોધને સાંભળી શકીએ તે દિવસ જોવા હું અને અનંત બંને જીવતા રહીએ!” મિત્ર, આપણે ત્યાં જઈને વર્ધમાનના અધરો પરથી નીતરતો બોધ-ઉપદેશ ન સાંભળી શકીએ?' અનંતે કહ્યું : “મેં તો એમ જ માન્યું હતું કે અમર શ્રમણ-તાપસો સાથે રહેશે! સાઠ-સિત્તેર વર્ષના વૃદ્ધ થઈને પણ શ્રમણબોધ્યાં વિદ્યા અને યોગ આચરવાનું તારું લક્ષ્ય હશે. પણ હું અમરને કેટલું ઓછું ઓળખતો હતો? તેના હૃદયમાં શું ભર્યું છે, તેના વિશે હું કેટલું ઓછું જાણતો હતો? હવે મિત્ર, નવી કેડીએ પ્રસ્થાન કરવાની અને વર્ધમાનનો બોધ સાંભળવાની તારી ઇચ્છા અમરે કહ્યું : “અનંત, તને વર્ધમાનનો બોધ સાંભળવાની ઝંખના નથી જાગતી? ઇચ્છા નથી થતી? અને તે મને એકવાર નહોતું કહ્યું : હવે હું ઝાઝીવાર આ શ્રમણ-તાપસોની સાથે નહીં રહું?' અમર, મેં બીજી વાત પણ કહી હતી કે મને આ બોધમાં કે પાંડિત્યમાં શ્રદ્ધા નથી. તે છતાં, આ નૂતન બોધ સાંભળવા હું તૈયાર છું.” અનંત, તે સંમતિ આપી, તેથી હું પ્રસન્ન છું.' તે જ દિવસે અનંતે સૌથી વૃદ્ધ તાપસને, પોતાનો ને અમરનો નિર્ણય જણાવ્યો. નમ્રતા અને વિવેક સાથે વૃદ્ધ તાપસને વાત કરી. પરંતુ આ બે યુવાને પોતાને છોડીને ચાલ્યા જવા માગતા હતા તેથી તે વૃદ્ધ રોષે ભરાયા. For Private And Personal Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય _૨૫૭ ઉગ્ર સ્વરે બંનેને ઉપાલંભ આપ્યો. અમર આશ્ચર્ય પામ્યો પણ અનંતે અમરના કાનમાં કહ્યું : “હવે હું આ વૃદ્ધને પ્રતીતિ કરાવીશ કે હું પણ તેમની પાસેથી કંઈક શીખ્યો છું!' તે શ્રમણની નિકટ ઊભો રહ્યો. તેણે મનને એકાગ્ર કર્યું. વૃદ્ધની આંખોમાં આંખો પરોવી અને પોતાની દૃષ્ટિથી તેમને જ કડી રાખ્યા. તેમને વશીભૂત કર્યા. તેમને મુંગા કર્યા. તેમના મનોબળ પર વિજય મેળવ્યો અને પોતાની ઇચ્છા પ્રમાણે વર્તવાનો મૂકાદેશ આપ્યો. તે વૃદ્ધ શાન્ત બની ગયા. તેમની આંખો જડાઈ ગઈ. તેમનું મનોબળ પાંગળું બન્યું. તેમના હાથ લબડી પડ્યા. અનંતની મોહિનીથી તે શક્તિહીન બની ગયા. અનંતના વિચારોએ વૃદ્ધ શ્રમણના વિચારો પર વર્ચસ્વ પ્રાપ્ત કર્યું. તે વૃદ્ધ તાપસે અનંત-અમરને આશીર્વાદ આપ્યા. શુભ પ્રવાસની ઇચ્છા વ્યક્ત કરી. બંને યુવાનોએ તેમની શુભેચ્છા બદલ આભાર માન્યો, તેમને વંદન કર્યો અને વિદાય લીધી. માર્ગમાં અમરે કહ્યું : “અનંત, હું જાણતો હતો એના કરતાં તું તાપસો પાસેથી વધુ શીખ્યો છે. વૃદ્ધ તાપસને વશીભૂત કરવાનું કાર્ય દુષ્કર છે. અતિ દુષ્કર છે. વાસ્તવમાં તો તું હજી ત્યાં રહ્યો હોત તો પાણી પર ચાલતાં પણ શીખી ગયો હોત! “પાણી પર ચાલવાની મારી ઇચ્છા નથી. ભલે વૃદ્ધ શ્રમણો જ આવી કળાઓથી પોતાની જાતને સંતોષે!” અનંત બોલ્યો. [3]. રાજગૃહી નગરીમાં એક એક વ્યક્તિ પરમ તેજસ્વી પરમ પ્રશાંત વર્ધમાનનું નામ જાણતી હતી. અને એક એક ઘર શાંતિપૂર્વક ભિક્ષા માગતા વર્ધમાનના શિષ્યોનાં ભિક્ષાપાત્ર છલકાવી દેતા હતા. નગરીથી થોડે દૂર વર્ધમાનનો નિવાસ હતો – ગુણશીલ ચૈત્ય. આ નિવાસ મગધનરેશ રાજા શ્રેણિકે શ્રમણોને નિવાસ કરવા આપેલો હતો. વર્ધમાનના નિવાસની શોધમાં નીકળેલા આ બે તાપસ શ્રમણો એક ગૃહના દ્વારે શાંતિપૂર્વક ભિક્ષા યાચતા ઊભા, એ ઘરમાંથી તેમને સત્વરે ભોજન આપવામાં આવ્યું. અનંતે ભિક્ષા આપનાર સ્ત્રીને પૂછયું : “હે સન્નારી, પરમ તેજસ્વી વર્ધમાન ક્યાં વસે છે તે જણાવશો? અમે બંને અરણ્યવાસી શ્રમણો For Private And Personal Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૮ અનંત અને અમર છીએ. અમે એ પૂર્ણ પુરુષનાં દર્શન કરવા અને તેમનો બોધ તેમના સ્વમુખે સાંભળવા આવ્યા છીએ.” તે સ્ત્રી બોલી : “અરણ્યવાસી શ્રમણો, તમે સાચા સ્થાને જ આવ્યા છો, તે પરમ તપસ્વી ગુણાશીલ ચૈત્યમાં બિરાજમાન છે. ત્યાં તમે રાત્રિ વિતાવી શકશો, કારણ કે ત્યાં તેમનો બોધ સાંભળવા ભેગા થયેલા અસંખ્ય લોકો માટે પર્યાપ્ત વ્યવસ્થા છે.' અનંતના મુખ પર પ્રસન્નતા છવાઈ ગઈ. “ઓહ, તો તો અમે અમારા લક્ષ્યસ્થાને આવી પહોંચ્યા છીએ! અમારા પ્રવાસનો અંત આવી ગયો. તે માતા! અમને કહે કે તમે વર્ધમાનને ઓળખો છો? તમે તમારી સગ્ગી આંખે તેમને નીરખ્યા છે?' હે આરણ્યક શ્રમણો, મેં ઘણીવાર એ પરમ તેજસ્વી વર્ધમાનને જોયા છે...” અનંત અને અમરે એ સ્ત્રીનો આભાર માન્યો અને વિદાય લીધી. તેમને ગુણશીલ ચંત્યનો માર્ગ પૂછવાની જરૂર ન પડી. હજારો યાત્રિકો અને વર્ધમાનના સાધુઓ ગુણશીલ ચંત્ય તરફ જતા હતા. આરણ્યક જીવનથી ટેવાયેલા બે શ્રમણોએ સત્વરે શાન્તિપૂર્વક રાત રહેવાનો આશ્રય શોધી કાઢ્યો. ત્યાં તેઓ સવાર સુધી રહ્યા. સૂર્યોદય સમયે ત્યાં રાત્રિ વ્યતીત કરનારા હજારો શ્રદ્ધાળુ અને જિજ્ઞાસુઓને નીરખીને અનંત તથા અમર વિસ્મય પામ્યા. આ ભવ્ય ઉપવનના માર્ગો પર શ્વેત વસ્ત્રધારી સાધુઓનું આવાગમન ચાલુ હતું. કોઈ શ્રમણો કોક વૃક્ષ નીચે ધ્યાનલીન બેઠા હતા. કોઈ આધ્યાત્મિક ભાષણ સાંભળતા હતા. મોટા ભાગના સાધુઓ તેમના મધ્યાન ભોજન માટે ભિક્ષાપાત્ર લઈને નીકળ્યા હતા. સ્વયં વર્ધમાન ભિક્ષા લેવા નહોતા જતા. સર્વજ્ઞ વીતરાગ વર્ધમાન પોતાના માર્ગે શાન્તિપૂર્વક જતા હતા. તેઓ જાણે ભીતરમાં સ્મિત રેલાવતા હોય તેવું લાગતું હતું. તેમની મુખમુદ્રા, તેમનાં પગલાં, તેમની શાન્ત સ્વસ્થ નજર, તેમનો નીચે ઝૂલતો શાંત હાથ અને હાથોની પ્રત્યેક આંગળી આ સહુમાં લયનું પ્રાગટય હતું. શાંતિનો ઉદ્દગાર હતો. પૂર્ણતાનો ઉદ્ગાર હતો. તે સહુમાં નહોતી ઝંખના, નહોતું કશાકનું અનુસરણ. તે સહુમાં સ્વસ્થતાનું સાતત્ય હતું. અલુપ્ત પ્રકાશ હતો અને અભેદ્ય શાન્તિ હતી. અનંતે-અમરે એમને ઓળખી લીધા. એ દેહમાં નહોતી ઝંખના, નહોતો સંકલ્પ કે નહોતી કૃત્રિમતા, નહોતો પુરુષાર્થ...! હતી સહજતા... પરમલય અને માત્ર શાન્તિ. For Private And Personal Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૨૫૯ અનંત ધ્યાનપૂર્વક વર્ધમાનના શિરને, સ્કંધને, ચરણને, હાથોને નીરખી રહ્યો હતો. તેમના હાથની એક-એક આંગળીના એક એક સાંધામાં જ્ઞાનનું અસ્તિત્વ હતું. તેજસ્વી સત્યનો ઉદ્ગાર હતો. સત્યનો શ્વાસ હતો. આ વર્ધમાન નખશિખ શ્રેષ્ઠ પવિત્ર પુરુષ હતા. અનંતે ક્યારેય કોઈ માનવીનું આટલું ઊંચું મૂલ્ય આંક્યું ન હતું. કોઈ માણસને તેણે આટલો બધો ચહ્યો ન હતો. દિવસના ત્રીજા પ્રહરે વધમાનની દેશના શરૂ થઈ. તેમણે વર્ધમાનનો ઉપદેશ સાંભળ્યો. તેમનો સ્વર સંપૂર્ણ સ્વસ્થ અને શાંતિભર્યો હતો. લયબદ્ધ હતો. વર્ધમાને દુઃખ વિશે, દુઃખના મૂળ વિષે, દુઃખથી મુક્ત થવાના માર્ગ વિશે વાતો કરી. જીવન દુઃખભર્યું છે. સારી સૃષ્ટિ દુ:ખરૂપ છે. દુઃખમાંથી છૂટવાનો માર્ગ છે. વર્ધમાનના પ્રબોધેલા મોક્ષમાર્ગ પર જે નિષ્ઠાપૂર્વક ચાલે તેમના માટે મુક્તિ નિશ્ચિત હતી. પરમ તેજસ્વી મહાવીર વર્ધમાને મૃદુ તથા દઢ વાણીમાં વાતો કરી. તેમણે ગૃહસ્થધર્મ બતાવ્યો. પાંચ મહાવ્રતોનો શ્રમણધર્મ બતાવ્યો. તેમને અનેક ઉદાહરણો આપ્યાં, તર્ક આપ્યા અને પૂર્ણાનન્દની પ્રાપ્તિનો માર્ગ બતાવ્યો. તેમનો બોધ સ્પષ્ટ હતો, સ્વસ્થ હતો. ધર્મદેશના પૂર્ણ થયા પછી કેટલાક ભાવુક સ્ત્રીપુરુષોએ ભગવાન વર્ધમાન સ્વામીની પાસે દીક્ષા લીધી. અને શ્રમણસંઘમાં ભળી ગયા. એ વખતે અમર પણ પ્રભુની સન્મુખ ગયો. તેણે કહ્યું : “હે પરમ તેજસ્વી! હું તમારામાં મારી નિષ્ઠા સમર્પિત કરું છું. મને પણ આપના સંઘમાં લેવાનો અનુગ્રહ કરો.” અમરનો સ્વીકાર થયો. ભગવાન પોતાના વિશ્રામગૃહમાં ગયા. અમરે અનંતને ઉત્સુકતાથી પૂછયું : અનંત, તને હું ઉપાલંભ તો ન આપી શકે. આપણે બંનેએ આ પરમ તેજસ્વી ભગવાન વર્ધમાનને સાંભળ્યા. અમરે તેમનો બોધ સાંભળ્યો અને તેનો સ્વીકાર કર્યો. પણ મારા મિત્ર, તુંય મુક્તિની કેડીએ પગ નહીં મૂકે? તું હજી વિલંબ કરીશ? હજી તું પ્રતીક્ષા કરીશ?” અમરના શબ્દો સાંભળતાં અનંત જાગ્યો, જાણે નિદ્રામાંથી જાગતો હોય તેમ લાંબા સમય સુધી તે અમરના મુખ ભણી ટકી રહ્યો. પછી તે મૃદુ સ્વરે બોલ્યોઃ મિત્ર અમર, તેં ડગલું ભર્યું છે. તેં તારા પંથની વરણી કરી લીધી છે. તું સદૈવ મારો મિત્ર રહ્યો છે. અમર, તું હંમેશાં મારાથી એક ડગલું પાછળ રહ્યો છે. હું વારંવાર વિચારતો કે અમર મારા વિના, પોતાની નિષ્ઠાથી ક્યારેય એક ડગલું પણ આગળ નહીં ભરે. હવે તું સાચો પુરુષ બન્યો છે. તે તારા નિજના પંથની For Private And Personal Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૦ અનંત અને અમર વરણી કરી લીધી છે. તે પંથને તે અંત સુધી વળગી રહે અને તને મુક્તિની પ્રાપ્તિ થાઓ.” એક ક્ષણમાં જ અમરને સમજાઈ ગયું કે તેનો મિત્ર હવે તેને છોડી રહ્યો છે અને તે રડી પડ્યો, “અનંત..' તે કરુણ સ્વરે બોલ્યો ને અનંતના ખભે પોતાનું માથું મૂકી દીધું. અનંતે પ્રેમભર્યા વેણ ઉચ્ચાર્યો : “અમર, ભૂલીશ નહીં, હવે તું વર્ધમાનના સાધુસંઘમાંનો એક છે. તેં ઘરબાર અને માતા-પિતાને ત્યજ્યાં છે. કુટુંબ અને સંપત્તિ પણ ત્યજ્યાં છે. તે તારી પોતાની ઇચ્છા ત્યજી છે. મૈત્રી પણ તેં જ છોડી છે. અમર! આવતી કાલે હું તને છોડીને ચાલ્યો જઈશ.' લાંબા સમય સુધી બંને મિત્રો ગુણશીલ ચૈત્યના વિશાળ વનમાં ફર્યા. તેઓ ઊંધી શક્યા નહીં. અમરે વારંવાર અનંતને પૂછયું કે એ શા માટે વર્ધમાનના બોધને અનુસરતો નથી? તે બોધવચનોમાં તેને ક્યા દોષો લાગ્યા? પરંતુ દરેક વખતે અનંતે તેની વાત ઉડાવીને કહ્યું : “શાન્ત થા અમર, પરમ તેજસ્વી વર્ધમાનનાં બોધવચનો અતિ સુંદર છે. હું તેમાં દોષ કેમ કાઢી શકું?' પ્રભાતે અમર શ્રમણસંઘમાં ચાલ્યો ગયો. અનંત ઊંડા વિચારમાં લીન બની ઉપવનમાં આંટા મારતો હતો. તેને ભગવાન વર્ધમાનને મળવું હતું અને તેમની સમક્ષ પોતાના વિચારો સંનિષ્ઠાપૂર્વક પ્રગટ કરવા હતા. વર્ધમાનના એક શિષ્ય દ્વારા અનંત ભગવાનને મળ્યો. વર્ધમાનના ભાવોમાં સંપૂર્ણ સારપ અને શાંતિ વ્યક્ત થતી હતી, એટલે અનંતે સાહસ એકઠું કરી તેમની સાથે સંભાષણ કરવાની સંમતિ માગી. પ્રભુએ સંમતિ આપી. અનંતે વિનય-વિવેકભરી વાણીમાં કહ્યું : “હે પરમ તેજસ્વી! આપનો અલૌકિક બોધ સાંભળવાનો આનંદ મને ગઈ કાલે મળ્યો. આપને સાંભળવા હું મારા મિત્ર સાથે દૂરથી આવ્યો હતો. હવે મારો મિત્ર તો આપના શ્રમણસંઘમાં રહેવાનો છે. તેણે તેની નિષ્ઠા આપને સમર્પિત કરી છે. હે પરમ તેજસ્વી! મારે મારી યાત્રા ચાલુ જ રાખવી છે. પણ મારા વિચારો સંનિષ્ઠાપૂર્વક આપ સમક્ષ પ્રગટ કર્યા વિના આપનાથી છૂટો પડવા ઇચ્છતો નથી. હે પૂર્ણપુરુ૫, બીજી બધી વાતો બાજુએ મૂકીને પણ આપના બોધની એક વાતની હું પ્રશંસા કરું છું. બધું જ સંપૂર્ણ, સ્પષ્ટ અને અનુભૂત છે. આપે વિશ્વને સંપૂર્ણ, અખંડ... શાશ્વત પરંપરા રૂપે, કાર્યકારણથી સંકળાયેલી પરંપરા રૂપે બતાવ્યું. આટલી સ્પષ્ટતાથી કોઈએ ક્યારેય આવું પ્રતિપાદન કર્યું નથી. આવી For Private And Personal Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય અખંડતાનું દર્શન કોઈએ કરાવ્યું નથી. વિશ્વનું ઐક્ય, સમગ્ર ઘટનાઓની સુગ્રથિતતા, એક જ પ્રવાહમાં કાર્યકારણના જન્મમૃત્યુના તે જ નિયમમાં નાનાંમોટાં સહુનો સ્વીકાર... આ બધું તે પૂર્ણ પુરુષ, આપના બોધમાં સ્પષ્ટપણે ઝળકે છે. હે પરમ તેજસ્વી! હજારો બ્રાહ્મણો, હજારો ભિખુઓ જે ઉચ્ચ ધ્યેયપ્રાપ્તિને ઝંખે છે તે ઉચ્ચ ધ્યેય આપ પામી ચૂક્યા છો, આ અંગે એક ક્ષણ પણ મેં શંકા કરી નથી. આપે આપની રીતે તપ દ્વારા, તિતિક્ષા દ્વારા, ચિંતન દ્વારા, જ્ઞાન દ્વારા, પ્રબોધન દ્વારા આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. કોઈના બોધ દ્વારા આપ કશું શીખ્યા નથી. અને તે પૂર્ણ પુરુષ, હું એવું માનું છું કે બોધ દ્વારા કોઈને મુક્તિ પ્રાપ્ત થતી નથી. હે પરમ તેજસ્વી, કૈવલ્યની પ્રાપ્તિની ક્ષણે કે એની પૂર્વની ક્ષણોમાં આપે શું અનુભવ્યું, તે આપ કોઈનેય શબ્દો દ્વારા અભિવ્યક્ત કરી શકતા નથી. પૂર્ણ પુરુષનો બોધ ઘણું બધું શીખવે છે, એમ હું માનું છું. સારી રીતે કેમ જીવવું, દુરિતોથી કેમ બચવું... વગેરે. પરંતુ આપના બહુમૂલ્ય બોધમાં એક જ વાતનો અભાવ મને લાગે છે કે પરમ તેજસ્વીએ પોતે એકલાએ જ શું અનુભવ્યું, તેનું રહસ્ય નથી બોધમાં! વર્ધમાનની દૃષ્ટિ સ્થિર હતી. તેમની રમણીય મુખમુદ્રા પર સંપૂર્ણ સ્વસ્થતા રમતી હતી. તેઓ બોલ્યા : હે આરણ્યક શ્રમણ ! તારી વાતમાં કશી ભૂલ નથી. કૈવલ્યપ્રાપ્તિની પૂર્વેક્ષણોમાં... મોહનાશની પૂર્વેક્ષણોમાં જે આત્માનુભવનો ચિદાનંદ અનુભવાય છે, તે શબ્દોમાં વર્ણવી શકાય એવો નથી. હે ચતુર શ્રમણ, તે છતાં હું તને કહી શકું છું કે રાગ-દ્વેષ અને મોહથી મન ખાલી થઈ જાય, તદ્દન ખાલી થઈ જાય અને એમાં સમભાવ ભરાઈ જાય તો મનુષ્ય અવશ્ય અવર્ણનીય ચિદાનંદ અનુભવે! હું જાણું છું ઓ આરણ્યક તપસ્વી! તેં ખૂબ દેહદમન કર્યું છે. સ્વેચ્છાથી ઘણાં કષ્ટો સહ્યાં છે. અષ્ટાંગ યોગની સાધનાથી ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. છતાં તને એ ભૌતિક સિદ્ધિઓનો ગર્વ નથી, મોહ નથી... હે શ્રમણ! તે શરીરને સ્થિર કરવાનો પ્રયત્ન કર્યો અને સિદ્ધિ મેળવી. તે દિવસો... મહિનાઓ સુધી મૌન રહેવાની પણ સિદ્ધિ પ્રાપ્ત કરી, પણ તારું મન ચંચળ છે! તું ઘણા વિચારો કરે છે અને આત્માનુભૂતિને શબ્દોમાં બાંધવાનો મિથ્યા પ્રયત્ન કરે છે. આ તપસ્વી શ્રમણ! આત્માનુભવ, ચિદાનંદની પ્રાપ્તિ મનના વિચારોથી નથી મળતી, મનને મારી નાંખવાથી મળે છે. ઉન્મની ભાવમાં પ્રવેશવું પડે... વિચારો શાન્ત થઈ જશે. રાગ-દ્વેષ વિના જ્યારે તું આ વિશ્વને જોઈશ ત્યારે આ વિશ્વ તને પૂર્ણ લાગશે! તને પૂર્ણાનન્દની પ્રાપ્તિ થશે.” For Private And Personal Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૬૨ અનંત અને અમર વર્ધમાન ઊભા થયા અને ચાલ્યા ગયા. અનંત એમને નીરખતો રહ્યો. આવો પુરુષ મેં ક્યારેય ક્યાંય નિહાળ્યો નથી. તેણે વિચાર્યું : હું પણ ઇચ્છું છું કે હુંય આ રીતે આટલી મુક્તતાથી, આટલી યોગ્યતાથી, આટલા સંયમથી, આટલી નિખાલસતાથી, આટલી નિર્દોષતાથી અને આટલી રહસ્યમયતાથી નીરખી શકું અને સ્મિત વેરી શકું, બેસી શકું, અને ચાલી શકું! મનુષ્ય જ્યારે પોતાના સ્વ ઉપર વિજય પ્રાપ્ત કર્યો હોય ત્યારે જ આ રીતે નીરખી શકે અને ચાલી શકે. મારા સ્વ પર વિજય મેળવીશ.’ Acharya Shri Kailassagarsuri Gyanmandir અનંતે વિચાર્યું : વર્ધમાને મને લૂંટી લીધો! તેમણે મને લૂંટી લીધો છે છતાંય તેમણે મને બહુમૂલ્ય કૈંક આપ્યું છે. તેમણે મને અનંત આપ્યો! મારી જાત મને પાછી આપી! પરમ તેજસ્વીએ એક વાત અપૂર્વ કહી, ‘આ વિશ્વને પૂર્ણ જો! રાગ-દ્વેષમોહ વિના જ વિશ્વને પૂર્ણ જોઈ શકાય ને પૂર્ણાનન્દ પામી શકાય!' અદ્ભુત વાત કરી. [૪] અનંત ગુણશીલ ચૈત્યના ઉપવનને છોડી, રાજગૃહીથી દૂર અરણ્ય તરફ ચાલી નીકળ્યો. તેને લાગ્યું કે વાસ્તવમાં તે હમણાં જ જાગ્રત થયેલી કે નવજન્મ પામેલી વ્યક્તિ જેવો છે. હવે તેણે સંપૂર્ણપણે નવેસરથી જીવનનો પ્રારંભ કરવો જોઈએ.' તેણે પોતાની આસપાસ નિહાળ્યું, જાણે કે વિશ્વને પ્રથમવાર જ નિહાળતો હોય તેમ, વિશ્વ સુંદર, અપરિચિત અને રહસ્યમય લાગ્યું. અહીં ભૂરો રંગ હતો. પીળો રંગ હતો. લીલો રંગ હતો, આકાશ અને સરિતા, અરણ્યો અને પર્વતો બધું સુંદર લાગ્યું. લયબદ્ધ લાગ્યું. તે શાન્ત ઊભો રહ્યો. એક ક્ષણ માટે હિમશી ઠંડીએ તેના પર આક્રમણ કર્યું. આ તેની જાગૃતિની છેલ્લી કંપારી હતી. તેના જન્મની અંતિમ પીડા હતી. તેણે મંદગતિએ ચાલવા માંડયું. અતીત તરફ નજર નાંખ્યા વિના ચાલવા માંડયું. પંથ પર પ્રત્યેક પગલે અનંત કૈંક નવું પામતો હતો, કારણ કે તેનું વિશ્વ પરિવર્તિત થયું હતું અને તે આંતર આનંદથી તરબોળ હતો. તેણે સૂર્યને અરણ્ય અને પર્વત પર ઉદય પામતો નિહાળ્યો. દૂરનાં તાડવૃક્ષોની પાછળ અસ્ત પામતો નિહાળ્યો. રાત્રિના તેણે આકાશમાં તારાઓ નિહાળ્યા અને નભમાં For Private And Personal Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૩ લય-વિલય-પ્રલય નૌકાની જેમ તરતો ચંદ્ર નિહાળ્યો. તેણે વૃક્ષો, તારાઓ, પ્રાણીઓ, વાદળી, મેઘધનુષ્યો, ખડકો, રોપાઓ, પુખો, નિઝરો, સરિતાઓ, પર્ણ ઉપર બેઠેલાં ઓસબિંદુઓ .. દૂર દૂર ભૂરા ને ફિક્કા પર્વતો નિહાળ્યા. પક્ષીઓ ગાતાં હતાં. મધમાખીઓ ગણગણતી હતી. ડાંગરનાં ખેતરો પર વાયુ હળવેકથી ફૂંકાતો હતો. આ બધું અનેક રંગોમાં અને સહસ્ત્ર આકારોમાં ત્યાં જ હતું. સૂર્ય અને ચન્દ્ર હંમેશાં પ્રકાશ્યા હતા. સરિતાઓ સદાયે વહી રહી હતી અને મધમાખીઓ હંમેશ ગણગણતી હતી, પરંતુ આ પહેલાં અનંત માટે, અનંતના મન માટે નિરર્થક હતાં. તેને તે એક માયા સમજતો હતો. સહુને તે અવિશ્વાસથી નીરખતો હતો. તે બધાને નિંદતો હતો, કારણ કે એ બધું વાસ્તવિક નહોતો માનતો! કારણ કે વાસ્તવિકતા દૃશ્ય જગતથી પર છે, એમ માનતો હતો... હવે તેને દૃશ્ય જગત વાસ્તવિક તત્ત્વોના પર્યાયરૂપે દેખાયું! માર્ગે, ગુણશીલ ચૈત્યના ઉપવનમાં તેણે જે બધું અનુભવ્યું હતું તે અનંતને યાદ આવ્યું. તેણે પરમ તેજસ્વી વર્ધમાન પાસે સાંભળેલો તેમનો બોધ, અમર પાસેથી લીધેલી વિદાય અને વર્ધમાન સાથેનો વાર્તાલાપ.. બધું સાંભર્યું. પરમ તેજસ્વીએ પોતે કહેલો એકેએક શબ્દ તેને સાંભર્યો. તેને પરમ આશ્ચર્ય થયું. ત્યારે તે નહોતો જાણતો તેવી વાત તેણે કહી હતી. વર્ધમાનનાં જ્ઞાન અને રહસ્ય અકથ્ય અને અદેય હતાં! એમણે પૂર્ણ જાગૃતિની પળે જે અનુભવ્યું હતું, તે જ અનુભવવા અત્યારે ચાલી નીકળ્યો હતો. તે જ અનુભવવાનો હવે તે પ્રારંભ કરવાનો હતો. તેણે સ્વયં એ અનુભવ પ્રાપ્ત કરવાનો હતો. લાંબા સમયથી તે જાણતો હતો કે તેનો “સ્વ' તેનો આત્મા હતો. શુદ્ધ બ્રહ્મ જેવો જ પૂર્ણાનન્દી અને શાશ્વત હતો. પણ તેને ક્યારેય એ “સ્વ” જડ્યો ન હતો, કારણ કે તે આત્માને વિચારોની જાળમાં પકડવા માગતો હતો! દેહ તે આત્મા નહોતો જ. અને ઇન્દ્રિયોના વિલાસ પણ આત્મા ન હતા. વિચાર પણ નહીં અને સમજણ પણ નહીં. વિચારોમાંથી પ્રગટ થતું જ્ઞાન કે કળા પણ આત્મા ન હતી.... વર્ધમાન એકવાર, તેમની જાગૃતિની, પૂર્ણતા-પ્રાપ્તિની મહત્તમ ક્ષણે ઋજુવાલુકા સરિતાના તટ પર નહોતા મૌન બેઠા? તેમને ભીતરમાંથી પૂર્ણાનન્દ પ્રગટ્યો હતો. આ જ ઇચ્છનીય હતું. આ જ અનિવાર્ય હતું.' તે એક વિરાટ વટવૃક્ષની નીચે બેસી ગયો હતો. પદ્માસને સહજ રીતે બેસી ગયો હતો. તેની કાયા સ્થિર બની હતી. તેની વાણી મૌનમાં સ્થિર બની હતી અને તેનું મન હવે પરમ તેજસ્વી વર્ધમાનની ચારેબાજુ પ્રદક્ષિણા દઈ રહ્યું હતું. For Private And Personal Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૪ અનંત અને અમર તેને વર્ધમાનના શબ્દો સંભળાયા : “તપસ્વી, શ્રમણ! આત્માનુભવ, ચિદાનંદની પ્રાપ્તિ મનના વિચારોથી નથી મળતી, મનને મારી નાંખવાથી મળે છે... રાગદ્વેષ વિના જ્યારે તું આ વિશ્વને જોઈશ ત્યારે આ વિશ્વ તને પૂર્ણ લાગશે. તને પૂર્ણાનન્દની પ્રાપ્તિ થશે!' 'सच्चिदानंदपूर्णेन पूर्णं जगदवेक्ष्यते!' સચ્ચિદાનંદથી પૂર્ણ આત્મા જગતને પૂર્ણ નિહાળે છે!” અનંતનું મન શાન્ત થયું. વિચારોના આંધી-તોફાન શમી ગયાં. સમત્વના અમૃતથી તેનો “સ્વ” પ્લાવિત થયો. લય-વિલય અને પ્રલયની તન્મયતા લાગી ગઈ. ૦ ૦ ૦ રાજગૃહીના ગુણશીલ ચૈત્યમાં શ્રમણ ભગવાન વર્ધમાન સ્વામીએ સમવસરણમાં ઘોષિત કર્યું : “હે મહાનુભાવો! અહીં આવીને, મને મળીને અરણ્યમાં ગયેલા આરણ્યક શ્રમણ અનંત, વીતરાગ બન્યા છે, તેમને કેવળજ્ઞાન પ્રગટ્યું છે!” પર્ષદામાં બેઠેલા અમર શ્રમણ હર્ષાવેશથી ઊભા થઈ, રજોહરણ બે હાથમાં લઈ નાચી ઊઠ્યા... “અનંત! મારા પ્રાણ! મારા મિત્ર! તું તારા ધ્યેયને આંબી ગયો... ખરેખર, હું તારાથી એક ડગલું પાછળ જ રહ્યો! હે મિત્ર... હવે હું તારી પાસે જ આવું છું!' પરંતુ ભગવાને અમરના ભાવ જાણ્યા અને કહ્યું : “અમર! ઓ શ્રમણ! તારો એ મિત્ર અહીં આવી જ રહ્યો છે! જાઓ, એનું ગુણશીલના પ્રવેશદ્વારે સ્વાગત કરો!” સંપૂર્ણ. For Private And Personal Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir आचार्य श्री कैलाससागरसरि ज्ञानमंदिर कोबा तीर्थ Acharya Sri Kailasasagarsuri Gyanmandir Sri Mahavir Jain Aradhana Kondra Koba Tirth, Gandhinagar-382 007 (Guj.) INDIA Website : www.kobatirth.org E-mail: gyanmandir@kobatirth.org ISBN: 978-81-89177-07-2 For Private And Personal Use Only