________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૧
લય-વિલય-પ્રલય કાળક્રમે પર્યુષણ પર્વ આવ્યું.
એ પૂર્વે ચાતુર્માસના પ્રારંભથી જ ચાર મુનિવરો ઉપવાસ કરી રહ્યા હતા. એમને સળંગ ચાર મહિનાના ઉપવાસ કરવા હતા. સાધુઓ એમના તપની વારંવાર પ્રશંસા કરતા હતા. ગૃહસ્થો પણ એ ચારે મુનિવરોની અનુમોદના કરતા હતા.
એ ચાર મુનિ તપ કરી જાણતા હતા, પરંતુ તપમાં લયની સાધના ન હતી. સ્વપ્રશંસા અને પરનિંદાના બે અસુરોએ એમના પર કબજો જમાવી દીધો હતો. સ્વપ્રશંસા સાંભળવામાં તેમને મજા આવતી હતી. પરનિંદા કરવાનું વ્યસન થઈ ગયું હતું. અમે મોટા તપસ્વી છીએ” – આવું મિથ્યા અભિમાન છલકતું હતું. “અમારે તપથી કર્મ-નિર્જરા કરવી છે' - આ વાત ભૂલી ગયા હતા. તેમના તપની જ્યારે કોઈ પ્રશંસા કરતા ત્યારે તેમના સાડા ત્રણ ક્રોડ રૂંવાડાં ખીલી જતાં હતાં. એમનું અભિમાન પુષ્ટ બનતું હતું.
પર્યુષણના પહેલા દિવસે લગભગ બધાં સાધુ-સાધ્વી ઉપવાસ કરે. કેટલાંક આઠ ઉપવાસ કરે.... પરંતુ કુરગડુ મુનિને તો સુધાવેદનીયકર્મની ઘોર સતામણી હતી. જાણે કોઈ દુષ્ટ વ્યંતર વળગ્યો ન હોય, તેવી સ્થિતિ બની હતી. તેઓ પર્યુષણના પહેલા દિવસે પણ ઘડો લઈને કૂર લેવા ગયા. લાવીને ગુરુદેવને બતાવ્યા. પછી વિધિ અનુસાર સહવર્તી સર્વે સાધુઓને આમંત્રણ આપ્યું. પેલા ચાર તપસ્વી સાધુઓને પણ ફૂરનો ઘડો બતાવી કહ્યું : “લાભ આપો...”
ચારેચાર તપસ્વી સાધુઓ ગુસ્સે થઈ ગયા. એના ઘડામાં ક્રમશઃ ચારે સાધુ થેંક્યા. ઘૂંકીને અટક્યા નહીં. પ્રશાંત ભાવે ઊભેલા કૂરગડુને એ તપસ્વીઓ કહે છે : “તું પાપી છે! આજે મહાપવિત્ર પર્યુષણનો પણ તે વિચાર ન કર્યો? ખરેખર, તું દુર્ગતિમાં જવાના લાગનો છે.” ધુંવાપૂવાં થતા એ ચારેએ કૂરગડુ મુનિનો ઘોર તિરસ્કાર કરી દીધો.
પરંતુ કૂરગડુ મુનિ મૌન રહ્યા. આજુબાજુ બેઠેલા બીજા સાધુઓ ત્યાં આવ્યા. “શું થયું? શું થયું?” પૂછવા લાગ્યા.
કૂરગડુ મુનિના મુખ પર પરમ સમતાભાવ હતો. તેઓ બોલ્યા : હે મુનિવરો, મારા ઘડાના ફૂર લુખ્ખા હતા. આજે એમાં આ મહાન તપસ્વીઓના મુખનું ઘી પડ્યું! હું ધન્ય થઈ ગયો!
કૂરગડુ મુનિ પોતાની જગા પર આવ્યા. પચ્ચખાણ પાળી તેઓ વાપરવા બેઠા. હાથમાં ભાતનો કોળિયો લીધો અને આત્મચિંતન શરૂ થયું :
For Private And Personal Use Only