________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૨
ફૂગડુ મુનિ “હું એટલે વિશુદ્ધ આત્મા, વિશુદ્ધ આત્મા અણાહારી હોય, ખાવાનું તો પુદ્ગલ-પરવશતાથી છે. આત્માને ક્યાં ખાવાનું છે? ક્યાં પીવાનું છે? મારે મારા આત્માનું અણાહારી પદ પામવું છે ક્યાં સુધી આ પુદ્ગલ-પરવશતા? ક્યાં સુધી આ કર્મોની જોહુકમી?
ખરેખર તો આત્મા પરદ્રવ્યનો ભોક્તા જ નથી, પરદ્રવ્યનું ભોક્તાપણું કર્મોનું પરિણામ છે. આત્માનો સ્વદ્રવ્યનો જ કર્તા-ભોક્તા છે. હું શુદ્ધ આત્મદ્રવ્ય છું. શુદ્ધ જ્ઞાન મારો ગુણ છે. હું અણાહારી છું, અવિકારી છું, નિરંજન છું! નિરાકાર છું!
આત્મજ્ઞાનનો લય લાગી ગયો. ભીતરમાં ચિદાનંદની મસ્તી જાગી ગઈ. પ્રકૃષ્ટ લય તરફ તેઓ ધસવા લાગ્યા... આત્માનુભવની શ્રેષ્ઠ અનુભૂતિ પ્રગટી. અને હાથમાં ભાતના કોળિયા સાથે મુનિરાજ કેવળજ્ઞાની બની ગયા.
તરત જ શાસનદેવીએ શ્રાવિકાના રૂપમાં, ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો. પેલા ચાર તપસ્વી મુનિઓને જાણીબૂઝીને પૂછયું : “કૂરગડુ મુનિ ક્યાં ધ્યાનસ્થ છે?” “અરે, એ તો પેલા ખૂણામાં બેસીને પેટ ભરે છે!”
ત્યાં તો આકાશમાં દેવદુંદુભિ વાગી. દેવોએ પુષ્પવૃષ્ટિ કરી. “આ શું? આ શું?' તપસ્વીઓ બાવરા બની ગયા. “અરે, તપના અભિમાનમાં ઉન્મત્ત બનેલા તમે જે કુરગડુ મુનિની નિંદા કરી, એમનો તિરસ્કાર કર્યો, એમના ભોજનપાત્રમાં તમે ઘૂંક્યા.. એ મહામુનિને કેવળજ્ઞાન પ્રગટ થયું છે. તેથી દેવો દેવદુંદુભિ વગાડી રહ્યા છે. ફૂગડુ મુનિ પાસે જઈ, એમને સ્વર્ણકમળ ઉપર આરૂઢ કરી રહ્યા છે. અને તમે ચારે તપના ઘોર અભિમાની હજુ કોરાધાકોર રહેલા છો.”
શાસનદેવીએ ચારે તપસ્વી મુનિઓને ઉપાલંભ આપ્યો.
ચારે મુનિઓ ઘોર પસ્તાવો કરવા લાગ્યા. કેવળજ્ઞાની કૂરગડુ મુનિ પાસે જઈને, ભાવપૂર્વક વંદના કરીને, આંસુભીની આંખે બોલ્યા :
હે ભગવંત, અમે અજ્ઞાની છીએ, અભિમાની છીએ. સ્વોત્કર્ષ અને પરોપકર્ષ કરનારા પાપનિગ્રંથ છીએ. અમે આપની ઘોર આશાતના કરી છે. આપના ફૂરના ઘડામાં અમે થંક્યા... કેવું ભયંકર પાપ બાંધ્યું? આપ શાન્ત-પ્રશાન્ત રહ્યા. આપ માત્ર જ્ઞાતા ને દ્રષ્ટા રહ્યા.... અમારા પ્રત્યે ક્ષણ માટે પણ રોષ ન કર્યો... આપ ક્ષમાના સાગર છો. અમે ભડભડતી આગના ગોળા છીએ.. અમને ક્ષમા આપો ભગવંત!
For Private And Personal Use Only