________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
HE ૧૨. રોગોનું મૂળ મનોવિકૃતિ |
પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન.
તારો પત્ર મળ્યો, “અધ્યાત્મસારની મનઃશુદ્ધિની વાતો તને ઘણી ગમી ગઈ, જાણીને આનંદ થયો, “મનશદ્ધિથી પ્રસન્નતા' આ વિષય પર મારે તને વિશેષ વાતો લખવી છે, પરંતુ આજે નથી લખતો. આજે મારે, મનુષ્યના મનના સારા-ખોટા વિચારોની અસર શરીર પર કેવી પડે છે ને કેવી રીતે પડે છે, એ અંગે લખવું છે. પહેલાં મેં તને લખેલું છે કે શરીરની નિરોગીતા એ શરીરનો લય છે. શરીરનો લય જાળવવા માટે પણ મનનો લય જાળવવો આવશ્યક છે.
મહાનુભાવ, મનુષ્ય-તન માનવીય મસ્તિષ્કનું જ પ્રતિબિંબ કહી શકાય. ચિંતન, મનન અને ભાવનાઓને અનુરૂપ જ કાયિક ક્રિયાઓનું નિર્ધારણ થતું હોય છે. ભાવ-સંવેદનાઓ અને વિચારણાઓની ઉત્કૃષ્ટતા-નિકૃષ્ટતાના આધાર પર આપણી આંતરિક પ્રણાલી અને પ્રાણશક્તિનું નિર્માણ થાય છે. વિચાર અને ભાવનાઓની અદશ્ય શક્તિના વિષયમાં આપણાં ભારતીય શાસ્ત્રોમાં ગહન અધ્યયન થયેલું છે અને આ નિષ્કર્ષ કાઢવામાં આવેલો છે કે સ્થૂલરૂપે મનુષ્યનું જેવું પણ જીવન છે, એ એની ભાવનાઓનું જ પરિણામ છે. ભલે એનો સંબંધ આ જીવન સાથે ન હોય, પરંતુ કોઈ પણ કષ્ટ કે દુઃખ, રોગ-શોક કે બીમારી આપણાં પૂર્વકૃત કર્મોનું અને એના પૂર્વે પેદા થયેલા મનના દુર્ભાવોનું જ પ્રતિફળ હોય છે. આ જ કારણથી પ્રાચીન કાળમાં ઋષિ, મુનિ અને મનીષી પ્રાયઃ આ જ પ્રયત્ન કરતા રહેતા હતા કે લોકોનાં મન નિમ્ન-અધોગામી ન બને એ માટે કષ્ટસાધ્ય સાધનાઓ, તીર્થયાત્રાઓ, સત્સંગ, નિત્ય સ્વાધ્યાય, પ્રભુદર્શન-પૂજન આદિ કાર્યક્રમોનો આધ્યાત્મિક, ધાર્મિક અને વૈરાગ્યપૂર્ણ ચિંતનનો સ્રોત વહેતો રાખતા હતા, એના લીધે માણસો ઓછાં સાધનોમાં વિશેષ સુખશાંતિનો આસ્વાદ કરી શકતા હતા.
યોગવાશિષ્ઠ (લ/૧૮૧૩૦-૩૭) માં ઉલ્લેખ છે કે ચિત્તમાં ઉત્પન્ન થતા વિકારોથી શરીરમાં દોષ ઉત્પન્ન થાય છે. શરીરમાં ક્ષોભ અથવા દોષ ઉત્પન્ન થવાથી પ્રાણોના પ્રસારમાં વિષમતા આવે છે અને પ્રાણોની ગતિમાં વિકાર પેદા થાય થવાથી નાડીઓના
For Private And Personal Use Only