________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
લય-વિલય-પ્રલય પરસ્પર સંબંધમાં ખરાબી ઉત્પન્ન થાય છે. કેટલીક નાડીઓમાં શક્તિનો સ્ત્રાવ થઈ જાય છે તો કેટલીક નાડીઓમાં શક્તિ જામી જાય છે.
પ્રાણની ગતિમાં ખરાબી પેદા થવાથી અન્નપાચન સારી રીતે થતું નથી. ક્યારેક વધારે પચે છે. પ્રાણોના સુકમ યંત્રમાં અન્નના સ્થૂલ કણ પહોંચે છે અને ત્યાં જામી જઈને સડે છે તેથી રોગ ઉત્પન્ન થાય છે. આ રીતે માનસિક રોગ “આધિથી શારીરિક રોગ વ્યાધિ ઉત્પન્ન થાય છે. આ આધિ-વ્યાધિથી મુક્ત થવા જેટલી આવશ્યકતા ઔષધોની છે, એના કરતાં વિશેષ મનુષ્ય પોતાના ખરાબ સ્વભાવને સુધારવાની જરૂર છે અને મનોવિકારોથી મુક્ત થવાની જરૂર છે.
હવે તો આ તથ્યનો વૈજ્ઞાનિકો, મનોવૈજ્ઞાનિકો અને ચિકિત્સકો પણ સ્વીકાર કરતા થઈ ગયા છે. ગંભીરતાથી આ વાતનું અનુસંધાન કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ ચિકિત્સાવિજ્ઞાની સર બી. ડબ્લ્યુ. રિચર્ડસને પોતાના પુસ્તક “ધી ફીલ્ડ ઓફ ડિસીજીસ'માં લખ્યું છે કે માનસિક ઉદ્વેગ અને ચિંતાઓના કારણે ચામડીની એલર્જી અને શરીર પર ફોલ્લીઓ દેખાવા માંડે છે. કેન્સર, હિસ્ટીરિયા, મૂછ વગેરે રોગોના મૂળમાં માનસિક વિકારોની વૃદ્ધિ જ રહેલી હોય છે.
સંશોધનકર્તાઓએ શરીરની થકાવટ અંગે પણ દીર્ઘકાલપર્યત કારણો તપાસીને, પ્રયોગો કરીને એનો સારાંશ બતાવ્યો છે કે લોકોને જે થાક લાગે છે તેનું કારણ માત્ર શારીરિક પરિશ્રમ જ નથી પરંતુ માણસનું ઉતાવળાપણું, ગભરામણ, ચિંતા, વિચારોની વિષમતા અને વધુ પડતી ભાવુકતા હોય છે.
નિરાશામાંથી જન્મતી ગભરામણ, અધૂરી આશાઓ, વધુ પડતી ઇચ્છાઓકામનાઓ, ભાવુક્તાની પરસ્પરવિરોધી ઉલઝનો પણ શરીરમાં થાક પેદા કરે. છે. થાકથી બચવા માટે મનમાં નિરંતર પ્રસન્નતા અને આશાવાદી વિચારોને જીવંત રાખવા જોઈએ. માનસિક સ્વસ્થતા અને સુખ-શાંતિ માટે મનમાં નિરંતર સારા વિચારોનું ઝરણું વહેતું રહેવું જોઈએ. શ્રેષ્ઠ-સુંદર વિચારો અને ઉચ્ચ કોટિની ભાવના આત્માનું શ્રેષ્ઠ ભોજન છે.
મનના ચિકિત્સકો (ડોકટરો) કહે છે ખરાબ (હિંસા આદિના) વિચારો લોહીમાં વિકાર ઉત્પન્ન કરે છે અને ત્યારે શરીરમાં રોગાણુ-વિષાણુઓની વૃદ્ધિ થાય છે. એક વાત નક્કી છે કે મનની ભીતર અદશ્યરૂપે જ સારા નરસા વિચારો પેદા થાય છે, તે રીતે રક્તકણ શરીરને સશક્ત અથવા અશક્ત બનાવતા રહે છે. મનોભાવોની તીવ્રતામાં એનો પ્રભાવ પણ તીવ્ર હોય છે. જો કોઈ વિચાર ધીરે ધીરે વધે છે તો એનાથી શરીરની સ્થૂલ પ્રકૃતિ પણ ધીરે ધીરે પ્રભાવિત થાય છે. એનું દશ્ય રૂપ થોડા સમય પછી જોવા મળે છે.
For Private And Personal Use Only