________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
રોગોનું મૂળ : મનોવિકૃતિ આપણા ઋષિ-મુનિઓ અને મનીષીઓએ તો મનની શક્તિને દરેક સ્તરના મનુષ્યોના લાભ માટે બતાવી જ છે, પાશ્ચાત્ય વૈજ્ઞાનિકો અને ડોકટરોએ પણ આ વિષયમાં સંશોધન કર્યું છે.
“ઇન્ફલુએન્સ ઓફ ધી માઇન્ડ અપોન ધી બોડી” નામના પુસ્તકમાં લેખકે લખ્યું છે કે ગાંડપણ, મૂઢતા, લકવો, અધિક પરસે, પાંડુ રોગ, વાળનું ખરી પડવું, રક્તહીનતા, ગભરામણ, ગર્ભાશયમાં ગર્ભસ્થ શિશની વિકૃતિ, ચામડીના રોગો, ફોલ્લા-ફોલ્લીઓ, એગ્નિઝા વગેરે અનેક રોગો માનસિક ક્ષોભથી જ ઉત્પન્ન થાય છે.
આ વાતની પુષ્ટિ, અમેરિકાના એક મનોવૈજ્ઞાનિક ડૉક્ટરોના દળે, પોતાના ગહન અધ્યયન - અનુસંધાન દ્વારા કરી છે. એમણે જે રિપોર્ટ પ્રકાશિત કર્યો છે તે મુજબ શારીરિક થાકના 100 રોગી માણસોમાંથી ૯૦ માણસોને કોઈ શારીરિક રોગ ન હતો. પરંતુ તેઓ માનસિક રીતે દૂષિત હતા. અપચાના દર્દી ૭૦ હતા. ગર્દનના દર્દી ૭પ હતા, માથાના દુ:ખાવાવાળા અને જેમને ચક્કર આવતા હતા તેવા ૮૦૮૦ હતા. ગળાના દર્દવાળા ૯૦ હતા અને પેટમાં વાયુવિકારવાળા ૯૯ હતા. આ બધા માત્ર મનના અશુભ વિચારોના દુષ્પરિણામથી પીડિત હતા. પેટમાં અલ્સર જેવું દર્દ અને મૂત્રાશયમાં સોજા જેવી બીમારીઓમાં પ૦ ટકા રોગીઓ નિર્વિવાદરૂપે પોતાના માનસિક વિકારોના કારણે પીડિત હતા.
આ એક સત્ય છે કે રોગ પહેલાં મનમાં જન્મે છે, પછી શરીરમાં દેખા દે છે. માનસિક સ્થિતિમાં વિકૃતિ આવતાં જ શરીરનો ઢાંચો ખખડવા લંગડાવા માંડે છે. સ્પષ્ટ વાત છે કે શરીર પર મનનું જબરુ નિયંત્રણ છે.
મનનાં બે રૂપ વૈજ્ઞાનિકો માને છે. અચેતન મન અને સચેતન મન, અચેતન મન, રક્ત-પરિભ્રમણ, શ્વાસોચ્છવાસ, સંકોચ-પ્રસાર, નિદ્રા, પાચન, મળવિસર્જન આદિ સ્વસંચાલિત ક્રિયાઓ ઉપર નિયંત્રણ કરે છે. જ્યારે સચેતન મન, બધી જ ઇન્દ્રિયોને અને અંગ-ઉપાંગોને સક્રિય રાખે છે. આ રીતે શરીર અને મનનો અવિચ્છિન્ન સંબંધ છે. એટલે, મનની ચંચળતા, મનની ઉન્મત્તતા કે સ્વચ્છંદતા માત્ર શોક-સંતાપ અને ઉગ જ આપે છે, એમ નથી, એ સારા શરીરને રોગી બનાવે છે!
કેનેડાના પ્રસિદ્ધ શરીરશાસ્ત્રી અને મનોવૈજ્ઞાનિક “ડૉ. ડાનિયલ કોપાન' કહે છે કે શરદી-જુ કામ જેટલો શારીરિક રોગ નથી, એટલો માનસિક રોગ છે. જ્યારે મનુષ્ય થાકેલો-પાકેલો ઢીલોઢસ થઈ જાય છે ત્યારે એને પોતાની નિષ્ફળતાઓ
For Private And Personal Use Only