________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
' BE ૧૫. કષાયોના વિપાકોનું 1
પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન.
તારો પત્ર મળ્યો. કષાયોને ઉત્પન્ન થવાનાં ૧૦ કારણો તને સારી રીતે સમજાયાં, જાણીને આનંદ થયો. આજે પત્રમાં મારે તને ચાર કષાયોના વિપાકપરિણામ અંગે લખવું છે. મનને શુદ્ધ કરવા, મનનો લયયોગ પ્રાપ્ત કરવા કષાયોની અશુદ્ધિ દૂર કરવી જ પડે. કષાયોના ભયંકર વિપાકો અને વિકારોને જાણ્યા પછી તને સમજાશે કે આ જીવનમાં એક જ કામ કરવા જેવું છે – કષાયોની મંદતા. આ જીવનમાં કષાયોનો સમૂલોચ્છેદ તો શક્ય નથી. પરંતુ એની તીવ્રતા ઘણી ઓછી કરી શકાય. - ચેતન, આ કષાયો અતિ દુર્જય છે. આ કષાયોથી પરાભૂત થયેલા જીવાત્માઓ જે અનર્થોના, આપત્તિઓના ભોગ બને છે, તેનું વર્ણન કરવા માટે શબ્દો ઓછા પડે. તે છતાં એક-એક કષાય કેવાં નુકસાન કરે છે, તે સંક્ષેપમાં બતાવું
છું :
૦ ક્રોધથી પ્રીતિ-પ્રેમનો નાશ થાય છે. ૦ માનથી વિનય-ગુણ હણાય છે. ૦ માયાથી વિશ્વસનીયતા નથી રહેતી. ૦ લોભથી સર્વે ગુણોનો નાશ થાય છે.
આ રીતે પ્રીતિ, વિનય, વિશ્વાસ અને ગુણસમૃદ્ધિનો નાશ કરનારાં ક્રોધ, માન, માયા અને લોભને આત્મભૂમિ પરથી દૂર ખદેડી મૂકો.
હવે તને એક-એક કષાયના ભયંકર વિપાકો લખું છું :
ક્રોધ :
૦ સર્વે માણસોને પરિતાપ ઉપજાવનારો છે. (પરિતાપર) ૦ સર્વે જીવોનાં મન ઉદ્વેગથી ભરી દેનારો છે. (સર્વચોરાવIR:) ૦ વૈરભાવની પરંપરા ચલાવનાર છે. (વૈરાનુષી :) ૦ સદ્ગતિ-મોક્ષથી દૂર રાખનારી છે! (સુયોતિદત્તા)
For Private And Personal Use Only