________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કષાય-ઉત્પત્તિનાં ૧૦ કારણો માયાવી અને લોભી હોય.
ચેતન! ત્રણ ભુવન પર પ્રભુત્વ ધરાવતા કષાયોએ સંસારમાં કાળો કેર વરતાવ્યો છે. સંસારમાં પરિભ્રમણ કરતા જીવો કષાયોના જ સહારે જીવન જીવતા હોય છે. કષાયોની આધીનતા સ્વીકારીને જુવો બેફામ રીતે ક્રોધાદિ. કરતા રહે છે અને પરિણામે અતિ ભયંકર વેદનાઓ ભોગવે છે. કરુણતા તો એ છે કે દુઃખો, વેદનાઓ અને યાતનાઓ ભોગવતા મૂઢ જીવો કષાયોને અપરાધી સમજતા નથી. કષાયોએ જાણે જીવો પર કામણ કર્યું ન હોય, તેમ જીવો કષાયોને પોતાના હિતકારી અને સુખકારી જ માને છે! દુઃખોના દાવાનળ વચ્ચે પણ તેઓ કષાયોને જ વળગી રહે છે!
આવા મૂઢ જીવોને પોતાનાં દુઃખોનું, આપત્તિઓનું કારણ બીજા જીવો જ દેખાતા હોય છે. દુઃખોનું દોષારોપણ બીજા જીવો પર કરતા રહે છે, અને પુન: કષાયોની શરણાગતિ સ્વીકારતા રહે છે. કષાયના જ વિચારો, કષાયયુક્ત વચનો અને કષાયભરપૂર પ્રવૃત્તિઓ એને ગમતી હોય છે અને કરવા જેવી લાગતી હોય છે. એ કરતો જાય છે, દુઃખી થતો જાય છે અને ઘોર અનર્થોનો શિકાર બની જાય છે.
ચેતન, આજે પત્ર લાંબો લખાઈ ગયો છે. પરંતુ એકસાથે તને કષાયોને ઉત્પન્ન થવાનાં ૧૦ કારણો જાણવા મળે, તે માટે પત્ર લાંબો લખ્યો છે. કુશળ રહે, એ જ કામના.
તા. ૨૨-૪-૯૮
Cોદવુજૂનું
For Private And Personal Use Only