________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬.
ઇન્દ્રિયજયથી કષાયજય - જેઓ વાતવાતમાં ખુશ-નાખુશ થતા નથી, - જેઓ શોક કે આઝંદ કરતા નથી, - જેઓ ભયાક્રાન્ત બનતા નથી, - જેઓ પોતાની નિંદા સાંભળીને પણ સ્વસ્થ રહે છે,
તેવા સાધકો જે પ્રશમસુખ અનુભવે છે, તેવું સુખ બીજા રાગી માણસો જરાય અનુભવી શકતા નથી.
ચેતન, ભલે તું તપ ન કરી શકે કે ધ્યાન ન કરી શકે, ભલે તું શાસ્ત્રો કે આગમોનું અધ્યયન ન કરી શકે... પણ જો પ્રશમગુણને પામી અને ટકાવી શકે તો તારા એ સુખને શબ્દોમાં કહી નહીં શકે. એવું પ્રશમસુખ પામી મનનો લય સાધી લે, એવી મંગલ કામના.
તા. ૨૫-૪-૯૮
Snezlet
For Private And Personal Use Only