________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
RE ૧૭daખ્ય ખોટો-સાથોસ
1
E
-~-
-~
પ્રિય આત્મસાધક, સર્વપ્રથમ આપણા મૂળ વિષયનું અનુસંધાન કરી લઈએ. - મનનો લય પામવા માટે મન પર રહેલી - કષાયોની અશુદ્ધિ દૂર કરવી જોઈએ. - કષાયોની અશુદ્ધિ દૂર કરવા ઇન્દ્રિયવિજય મેળવવો જોઈએ. - ઇન્દ્રિયવિજય, વૈરાગ્યની દઢ ભૂમિ પર રહીને મેળવી શકાય. - આ રીતે મનની શુદ્ધિ પ્રાપ્ત થવાથી પ્રસન્નતા પ્રગટે છે. - એ પ્રસન્નતા પ્રશમસુખરૂપ હોય. - એ પ્રસન્નતા ચિદાનંદરૂપ હોય.
આજે મારે તને વૈરાગ્યના વિષયમાં વિશેષરૂપે લખવું છે. વૈરાગ્ય અંગે ઘણી ગેરસમજો પ્રવર્તે છે, તે દૂર થવી જોઈએ. વૈરાગ્ય ત્રણ પ્રકારના - (૧) દુઃખગર્ભિત, (૨) મોહગર્ભિત અને (૩) જ્ઞાનગર્ભિત.
સંસારનાં સુખો ન મળવાથી (ભોજન, વસ્ત્ર, મકાન, સ્ત્રી, ધન આદિ) સંસાર પ્રત્યે નફરત થઈ જાય તે સાચો વૈરાગ્ય નથી. આવા માણસોને થોડાં ભૌતિક-વૈષયિક સુખો મળતાં, તેમનો વૈરાગ્ય વરાળ બની ઊડી જાય છે. આવાં દુઃખોથી ત્રાસીને સાધુ-બાવા-ફકીર બની જનાર લોકોને સમતારસથી ભરપૂર શાસ્ત્રોનું અધ્યયન ગમતું નથી. તેઓ તો થોડું તર્કશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, વૈદ્યકશાસ્ત્ર આદિનો અભ્યાસ કરે છે. મંત્ર-તંત્રાદિ કરે છે. સંયમનું યથાર્થ પાલન કરતા નથી. તર્કશાસ્ત્ર આદિના જ્ઞાનથી તેઓ પોતાને શ્રેષ્ઠ બતાવે છે. બુદ્ધિના અભિમાનથી અક્કડ રહે છે. આવા માત્ર વેશધારી સાધુઓ પ્રશમામૃતના ઝરણાનું તત્ત્વપાન કરી શકતા નથી. આવા લેભાગુ વેષધારી સાધુઓ તો સમ્યગુષ્ટિ શ્રાવકો કરતાંય હીન કક્ષાના હોય છે.
બીજા પ્રકારનો વૈરાગ્ય છે મોહગ્રસ્ત માણસનો. મોહગ્રસ્ત માણસો કુશાસ્ત્રો (મોક્ષમાર્ગના નહીં) ની વાતો કરવામાં કુશળ હોય. સાચા શાસ્ત્રોના અર્થ ખોટા કરે. કુતર્કો કરે. સ્વછંદી હોય. ગુણીજનોનો સંગ ન કરે, પોતાની જ પ્રશંસા કરતો ફરે. બીજા માણસો સાથે માયા-કપટ-દ્રોહ કરે. કલહ-ઝઘડા
For Private And Personal Use Only