________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
co
મૌન અને એકાંત
અને લાગણીતંત્રને સમૃદ્ધ બનાવવા એકાંત અનિવાર્ય છે. ‘સ્વ’ સાથે દોસ્તી કરવાનો મોકો મનુષ્યને માત્ર એકાંતમાં જ મળે છે.
‘સર્જનાત્મક (સાત્ત્વિક) કાર્ય, પ્રેમ (સર્વજીવમૈત્રી) અને ચિંતન (આત્મચિંતન) ત્યારે જ શક્ય છે કે જ્યારે જરૂર પડે ત્યારે તમે એકાંતમાં રહી શકો અને તમારી પોતાની જાત સાથે શાંતિથી જીવી શકો.'
‘એરિક ફ્રોમે’ આ વાત લખી છે :
Productive Work, Productive Love and Thought are possible only if a person can be when necessary, quiet and alone with himself.
આપણી પોતાની જાત સાથે એકાંતમાં રહીએ તો આત્માના સંગીતને સાંભળવાની શક્તિ પ્રગ્યે, તો જ આપણે બીજા જીવો સાથે સાચી મૈત્રી, સાચો પ્રેમ કરી શકીએ.
ચેતન, મૌન અને એકાંતની આરાધનાનો પ્રારંભ ૪૮ મિનિટના ‘સામાયિકથી કરી શકાય. સામાયિકમાં મૌન પાળવાનું અને ઘરના એકાંત રૂમમાં ક૨વાનું કે જ્યાં એ સમયે ઘરના માણસોની પણ અવર-જવર ન હોય. અથવા, જો ઘર એકબે રૂમનું જ હોય તો નજીકના ઉપાશ્રયમાં જઈને કરી શકાય... જોઈએ એકાંત.
આમેય સામાયિકમાં ખાવા-પીવાનું તો હોતું નથી, એટલે ૪૮ મિનિટનો તપ તો હોય જ છે. સ્થિર આસને બેસવાનું એટલે સંલીનતા પણ રહે. મૌન રહેવાથી વચનના દોષો નડે નહીં. મનના દોષોથી પણ બચી શકાય. વાત મહત્ત્વની છે એકાંતની! એકાંતમાં તમે એકલા જ હો... બીજું કોઈ સાથે કે પાસે ન હોય.
આ અભ્યાસ કરતાં કરતાં પછી એક દિવસ સવારથી સાંજ સુધીનો પૌષધ ક૨વાનો, મૌન સાથે એકાંતમાં! ઉપવાસ કરીને પૌષધ કરવાનો. પૌષધ તમે તમારા ઘરમાં જો એકાદ રૂમ વધારે હોય તો ત્યાં કરી શકો અથવા ઉપાશ્રયમાં જઈને કરી શકો... ત્યાં બીજા લોકો પૌષધ કરનારા ન હોય, તમે એકલા જ હો, એવી રીતે કરવાનો. તે માટે તમને પૌષધવ્રતની ક્રિયા આવડવી જોઈએ. તમે ૧૨ કલાક મૌન રહી શકો અને એકાંતમાં ડર્યા વિના રહી શકો, તેવો અભ્યાસ કરવાનો. એ અભ્યાસમાં સફળ થયા પછી તમે દિવસ અને રાત - ૨૪ કલાકનો પૌષધ કરી શકો. રાત્રે તમે એકાંતમાં નિર્ભય બનીને રહી શકો.
For Private And Personal Use Only