________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
*-
----
- -
7
& Us
WE૧૯.મોન અને એકાંતનું
t:--
——
પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન. મનના શુદ્ધીકરણ માટે અને સ્થિરીકરણ માટે આપણા મહાન ઋષિ-મુનિ અને આચાર્યોએ અનેક ઉપાયો બતાવેલા છે. કેટલાક ઉપાયો તને મેં લખ્યા છે. આજે પણ એવા જ બે ઉપાયો મારે તને બતાવવા છે. યોગસાર નામના યોગના ગ્રંથમાં એ બે ઉપાયો આ બતાવાયા છે.'
“દ્ધાન્તમીનાભ્યાં તપસ્થિત્તે સ્થિર સ્વા' ૧/૭ મોન અને એકાત્તથી ચિત્તનો વિરોધ કરી તેને સ્થિર કર.” મૌન અને એકાંત!
શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ સાડાબાર વર્ષ સુધી એકાંતમાં મૌન સાથે તપશ્ચર્યા કરી હતી. પરિણામે તેઓ વીતરાગ-સર્વજ્ઞ બન્યા હતા. મૌન અને એકાંતમાં મનનું સ્થિરીકરણ થાય છે; ઊધ્ધકરણ થાય છે અને છેવટે મન મરી જાય છે. આત્મજ્યોતિ પ્રગટી જાય છે.
ચેતન, એકાંતની વિશેષતાઓ પછી લખીશ, પહેલાં “મૌન' અંગે લખું છું. મૌન ત્રણ પ્રકારનું છે.
- મનનું મૌન, - વચનનું મૌન, - તનનું મૌન.
૦ આત્માથી ભિન્ન, અનાત્મભાવ-પોષક પદાર્થોનું ચિંતન ન કરવું, વિચાર ન કરવો, એ છે મનનું મૌન. હિંસા, જૂઠ ચોરી, દુરાચાર, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ આદિ અશુભ પાપવિચારોનો ત્યાગ કરવો એ મનનું મન છે. “પ્રિય પદાર્થોનો સંયોગ થાઓ, અપ્રિય પદાર્થોનો વિયોગ થાઓ, પ્રિયનો વિરહ ન થાઓ, અપ્રિયનો સંયોગ ન થાઓ.” આવા સંકલ્પ-વિકલ્પોનો ત્યાગ, એ મનનું મૌન છે.
૦ જૂઠાં વચન ન બોલવાં, અપ્રિય અને અહિતકારી વચનો ન બોલવાં,
For Private And Personal Use Only