________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૮
મૌન અને એકાંત ક્રોધજન્ય, માનજન્ય, માયાજન્ય અને લોભજન્ય વચનો ન બોલવાં એ વચનનું મૌન છે. પુદ્ગલભાવોની પ્રશંસા કે નિંદા ન કરવી એ વચનનું મૌન છે અને શબ્દોચ્ચાર જ ન કરવો એ પ્રચલિત મૌન છે.
૦ કાયાથી પુદ્ગલભાવ-પોષક પ્રવૃત્તિનો ત્યાગ કરવો એ તનનું મૌન છે. આ રીતે મન-વચન-કાયાનું મૌન યથાર્થ મૌન છે. મૌનનું આ નિષેધાત્મક સ્વરૂપ બતાવ્યું, હવે વિધેયાત્મક સ્વરૂપ બતાવું છું.
મનમાં આત્મભાવપોષક વિચાર કરવા, ક્ષમા-નમ્રતા સરળતા ને નિર્લોભતાની ભાવનાઓ ભાવવી, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહના મનોરથ કરવા, આત્માના સ્વાભાવિક સ્વરૂપનું ધ્યાન કરવું... વગેરે મનનું મૌન છે. એવી રીતે વાણીથી આત્મભાવપોષક કથા કરવી, શાસ્ત્રસ્વાધ્યાય કરવો, પરમાત્મહુતિ કરવી વગેરે વચનનું મૌન છે. કાયાથી આત્મભાવ તરફ લઈ જનારી ક્રિયાઓ કરવી, તે તનનું મૌન છે.
મન-વચન-કાયાના યોગોની પુદ્ગલભાવોમાં નિવૃત્તિ અને આત્મભાવોમાં પ્રવૃત્તિ એ સાધકનું મૌન છે. આવા મૌનને ધારણ કરતો મહાત્મા મોક્ષમાર્ગ પર પ્રગતિ કરતો જાય છે. આવા મૌનથી આત્માના પૂર્ણાનંદની અનુભૂતિ થાય છે. આવા મૌન દ્વારા જ આત્માની અનાદિકાલીન અશુભ વૃત્તિ-પ્રવૃત્તિનો અંત આવી શકે અને શુભ તથા શુદ્ધ વૃત્તિ-પ્રવૃત્તિ તરફ આત્મા ગતિ કરી શકે. આવું મૌન પાળવાથી મન સ્થિર બને છે અને શુદ્ધ બને છે.
મૌનનું યથાર્થપાલન એકાંતમાં થઈ શકે. એટલે મૌન સાથે એકાંતવાસનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે.
ઘણા માણસોને એકાંત ગમતું નથી. એકાંતનો એમને ડર લાગે છે. પરંતુ એ ડર ખોટો છે. એકાંતનું પણ એક સોંદર્ય હોય છે. એકાંતમાં મનુષ્યનું વ્યક્તિત્વ નિખરે છે. ઘણા અદ્દભુત અનુભવો થાય છે. એકાંતમાં માનવી પોતાને (સ્વને) જાણી શકે છે. પોતાના વ્યક્તિત્વને, અસ્તિત્વને પ્રેમ કરી શકે છે. ખંડિત થયેલો માનવી એકાંતમાં મંડિત થાય છે.
કવિ ઇમર્સને કહ્યું છે : “એલા માનવી! જા, તારા આત્માને જાણવો હોય તો આ ધાંધલિયા જગતને છોડીને એકલો થઈ જા, એકાંત જીવનનો એદી બની જા. ત્યારે તારામાં છુપાયેલા ગુણો એકદમ પ્રગટ થશે.”
પરંતુ હકીકતમાં આપણે એકાંત સેવવાનો પ્રયાસ કરતા નથી. માણસોનાં ટોળાં વચ્ચે ઘેરાયેલા રહેવાનો નશો ચડ્યો છે. આપણે સાચે જ સમજતા નથી
For Private And Personal Use Only