________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૬
બુદ્ધિ-સ્થિરતાના ઉપાયો - શાસ્ત્રોનું ચિંતન-મનન કરવા માટે, અનુપ્રેક્ષા કરવા માટે સાધકે પોતાની ચિત્તવૃત્તિઓને શાંત-પ્રશાંત રાખવી જોઈએ. વૈચારિક ઉગ્રતા ત્યજવી જોઈએ. દુરાગ્રહનો ત્યાગ કરવો જોઈએ. એ ચિંતન-મનનના પરિપાકરૂપે જે વિશિષ્ટ અર્થબોધ પ્રાપ્ત થાય તે અર્થબોધ, જિજ્ઞાસુઓની યોગ્યતા અને પાત્રતા મુજબ બીજા સાધકોને આપવો જોઈએ.
શાસ્ત્રોનું ચિંતન-મનન આત્મલક્ષી હોવું જોઈએ. માત્ર વિદ્વત્તા પ્રાપ્ત કરવા કે પંડિત બનવા શાસ્ત્રાધ્યયન નથી કરવાનું. શાસ્ત્રાધ્યયન આત્મસંશોધન માટે કરવાનું છે.
- મનથી શાસ્ત્રવચનોની સ્મૃતિ અને ચિંતન-મનન કરો. - વચનથી ધર્મશાસ્ત્રોના આધારે ઉપદેશ આપો. - કાયાથી ધર્મશાસ્ત્રો લખો, જ્ઞાનભંડારોને જાળવો. શાસ્ત્રજ્ઞાનની ઉપેક્ષા કરીને આત્માનુભૂતિની વાતો કરનારાઓ સ્વયં ભ્રમણાઓમાં રાચે છે. બીજા સરળ ને ભદ્રિક જીવોને ભ્રમણાઓમાં ફસાવે છે. પ્રાચીન ધાર્મિક-આધ્યાત્મિક ધર્મગ્રંથોની નિંદા કરે છે. તેઓ સમજતા નથી કે શાસ્ત્રજ્ઞાન વિના આત્માનુભૂતિ શક્ય નથી હોતી.
શાસ્ત્રોના તત્ત્વોનો સૂક્ષ્મ અને આત્મસ્પર્શી ચિંતન-મનનમાંથી ક્યારેક આત્માનુભૂતિ થઈ જતી હોય છે અને તે આત્માનુભૂતિ સાચી હોય છે. દંભ અને દર્પથી મુક્ત શાસ્ત્રજ્ઞાની આત્માનુભૂતિ કર્યા વિના ન રહે.
ચેતન, મન-વચન-કાયાને સતત ધર્મશાસ્ત્રોમાં, અધ્યાત્મશાસ્ત્રોમાં, યોગશાસ્ત્રોમાં ઓતપ્રોત રાખી મોક્ષયાત્રામાં પ્રગતિ કરતા રહેવાનું છે.
આ રીતે આજે તને બુદ્ધિસ્થિરતાના ત્રણ ઉપાયો લખ્યા છે. તેમાં શ્રુતાભ્યાસને વિસ્તારથી લખ્યો છે. “મનને તત્ત્વવિચારથી જ જીતી શકાય', આ વિજયસિંહસૂરિજીની માર્મિક વાત વિસ્તારથી લખી છે. આ બધી તત્ત્વ-વિચારણાને પુનઃ પુનઃ વાંચીને મનન કરજે. કુશળ રહો. તા. ર૭-૪-૯૮
Chકયુનસૂરિ
For Private And Personal Use Only