________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૧
લય-વિલય-પ્રલય
जे आया से विण्णाया, जे विण्णाया से आया । जेण वियाणइ से आया. तं पडुच्च पडिसंखाए। एस आयावाई समियाए परियाए वियाहिए।।
(નાવી 11-૧/૫/૫) અર્થાત્ જે આત્મા છે તે જ વિજ્ઞાતા (વિશેષ જ્ઞાતા-જ્ઞાની) છે. જે વિજ્ઞાત છે તે જ આત્મા છે. જેના દ્વારા તે જાણે છે તે જ્ઞાન-પર્યાયની અપેક્ષાએ તે આત્મા કહેવાય છે. માટે તે આત્મ-વાદી સમતાના પારગામી કહેવાયા છે.
આ રીતે જ્ઞાનને આત્માનું સ્વલક્ષણ બતાવ્યું છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે. સ્વરૂપની દૃષ્ટિથી આત્મા અને જ્ઞાન અભિન્ન છે. જ્ઞાનને આત્માનો ગુણ કહ્યો છે. ગુણ-ગુણીનો અભેદ માનીને આત્માને જ્ઞાનમય કહ્યો છે.
હવે આત્મામાં કેવી રીતે કર્તુત્વ-ભોકતૃત્વ છે અને નથી એ વાત “આચારાંગ સૂત્ર'ના માધ્યમથી સમજાવું છું.
જીવાત્મામાં જે અહંકાર હોય છે : “મેં કર્યું, હું કરું છું. હું કરીશ...” આ આત્માનો કર્તુત્વભાવ છે. આ જીવે ખૂબ પાપકર્મ કર્યા છે, માટે એને પોતાનાં બાંધેલાં કર્મો ભોગવવાં પડે છે. આ રીતે જે જીવો કર્તુત્વભાવનો ત્યાગ નથી કરતા, તેઓ દિશાઓ-વિદિશાઓમાં (ચાર ગતિઓમાં) પરિભ્રમણ કરે છે ને દુ:ખોને સહન કરે છે.
આ રીતે સ્પષ્ટ થાય છે કે આત્મા શુભાશુભ કર્મોનો કર્તા અને એનાં શુભાશુભ ફળનો ભોક્તા પણ છે. આ લક્ષણ બદ્ધાત્માઓ માટે છે, મુક્તાત્માઓ માટે નહીં.
તાત્વિક રીતે આત્મા ન તો કર્મોનો કર્તા છે કે ના કર્મોનો ભોક્તા છે. તે તો માત્ર જ્ઞાતા છે! જ્ઞાયક સ્વભાવ છે. કર્તુત્વ-ભોક્તૃત્વ આત્માનો પોતાનો સ્વભાવ નથી. આ તો એના વૈભાવિક પર્યાયો છે. આ વૈભાવિક ક્રિયાઓ નિમિત્તોથી ઘટતી હોય છે.
આ રીતે આત્માની બે અવસ્થા સમજવાની. બદ્ધ અને મુક્ત. કર્મોથી બંધાયેલો આત્મા બદ્ધાત્મા - સંસારી આત્મા કહેવાય અને કર્મરહિત આત્મા મુક્તાત્મા કહેવાય. મુક્તાત્મા માત્ર જ્ઞાતા-દ્રષ્ટા હોય છે. બદ્ધાત્મા કર્તા - ભોક્તા હોય છે.
હવે મુક્તાત્માનું ભાવાત્મક સ્વરૂપ જોઈએ.
For Private And Personal Use Only