________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
શાસ્ત્રો માત્ર દિશા ચીંધે માવાર સૂત્ર'માં કહેવાયું છે કે - આત્મા (મુક્તાત્મા) કર્મમળરહિત શુદ્ધસ્વરૂપી છે. - શરીરરહિત છે. - આનંદસ્વરૂપ છે. - ચૈતન્યસ્વરૂપ છે.
શુદ્ધ અવસ્થામાં આત્મા સર્વે કર્મોથી ઉત્પન્ન બધી જ બાધાઓથી રહિત હોય છે. અને એની જ્ઞાનાદિ સંપત્તિ પૂર્ણરૂપે પ્રગટ થયેલી હોય છે. શુદ્ધ, શાશ્વત્, અનંતજ્ઞાની, અનંતદર્શની, અનંતવીર્યવાળી અને વીતરાગી હોય છે. નિષેધરૂપે આત્માનું સ્વરૂપ આ પ્રમાણે છે :
૧. મુક્તાત્મા લાંબો નથી. ૨. ટૂંકો નથી. ૩. ગોળ નથી. ૪. ત્રિકોણ નથી. ૫. ચતુષ્કોણ નથી. મંડલાકાર નથી, કાળો નથી, નીલ નથી, લાલ નથી, પીળો નથી કે શ્વેત નથી. સુગંધયુક્ત નથી, દુર્ગધયુક્ત નથી. તે તીખો નથી, કડવો નથી, ખાટો નથી, તૂરો નથી, મધુર નથી. કર્કશ નથી, મૃદુ નથી, ભારે નથી, હલ્કો નથી. ઠંડો નથી કે ઉષણ નથી. સ્નિગ્ધ નથી કે રુક્ષ નથી. શરીરધારી નથી. તે શબ્દ-રૂપ-રસ-ગંધ સ્પર્શવાળો નથી.
આત્મા અચ્છેદ્ય છે, અભેદ્ય છે, અકલેદ્ય છે, અહન્તવ્ય છે... આવી રીતે પણ આત્માનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે.
વાસ્તવમાં મુક્તાત્માનું સ્વરૂપ અનિર્વચનીય છે. આ નિષેધાત્મક સ્વરૂપ ખરેખર, ઉપનિષદોની જેમ “નેતિ નેતિ' શબ્દાવલી આત્મસ્વરૂપની અનિર્વચનીયતા સિદ્ધ કરે છે. “આચારાંગ સૂત્ર'માં સ્પષ્ટ રીતે કહેવાયું છે કે મુક્તાત્મા શબ્દથી પ્રતિપાદ્ય નથી. તે તર્કગમ્ય નથી. તે બુદ્ધિગમ્ય નથી. એની કોઈ ઉપમા નથી અર્થાત્ તે અનુપમ છે. કોઈ રૂપક દ્વારા એને બતાવી શકાય એમ નથી. તે અરૂપી સત્તા છે. તે પદાતીત છે. મહાનું યોગી આનંદઘનજીએ ગાયું છે : નિશાની કહા બતાઉં રે, વચન અગોચર રૂ૫, રૂપી કહું તો કહું નહીં રે બંધઈ કેસે અરૂપ... રૂપારૂપી કહું મેરે પ્યારે એસે ન સિદ્ધ અનૂપ..'
આચારાંગ સૂત્રમાં આત્માની અમરતાના વિષયમાં કહેવાયું છે કે “આત્મા છેદતો નથી, ભેદતો નથી, સળગાવી શકાતો નથી કે મારી શકાતો નથી.
For Private And Personal Use Only