________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
શાસ્ત્રો માત્ર દિશા ચીધે વોડરં? હું કોણ છું? વી? કેવો છું? jત 3યાત ? ક્યાંથી આવ્યો છું?
જેવી રીતે વેદાંતદર્શનમાં થતા “બ્રહ્માજ્ઞી' મૂળસૂત્ર છે, તેવી રીતે જૈનદર્શનમાં “આત્મજિજ્ઞાસા મૂળ સૂત્ર છે. જિજ્ઞાસુ માણસના મનમાં આ પ્રશ્ન ઊઠે છે. હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? ક્યાં જઈશ? (મૃત્યુ પછી). હું ઝર્વ દિશામાંથી આવ્યો છું કે અધોદિશામાંથી? હું કોણ હતો પૂર્વજન્મમાં?
આત્મવાદી દર્શનનાં બે નેત્રો છે : “વોરં?” “ સોડë આ દાર્શનિક ચિંતનનું આધારભૂત સૂત્ર છે. “સોડહં”માં સ્વ-સ્વરૂપની સત્તાનો બોધ રહેલો છે. આ સૂત્ર જ બતાવે છે કે દિશા-વિદિશાઓમાં ભવભ્રમણ કરનારો હું જ છું! આ રીતે મનુષ્ય પોતે પોતાના અસ્તિત્વને પોતાના સ્વરૂપને જાણી લે તે આત્મવાદી માટે આવશ્યક છે. અસ્તિત્વબોધના આધાર પર જ આધ્યાત્મિક ચેતનાનું ઊર્ધીકરણ સંભવ છે.
આ રીતે બધાં જ ભારતીય દર્શનો (ચાર્વાક સિવાય) આત્મસત્તાનો સ્વીકાર કરે છે, એના અસ્તિત્વમાં વિશ્વાસ કરે છે.
પાશ્ચાત્ય દેશોના ચિંતકો જેવા કે પ્લેટો, અરડૂ, સંકરાત, દેકાર્ત, લાક, બh, મૈક્સમૂલર, શોપનહોવર વગેરેએ પણ આત્મસત્તાને સ્વીકારી છે. અલબત્ત આત્મસ્વરૂપના નિર્ણયમાં ભિન્ન ભિન્ન મતો જરૂર પ્રવર્તે છે.
આત્માનું અસ્તિત્વ સ્વીકાર્યા પછી પ્રશ્ન ઊઠે છે કે ખરેખ આત્મસ્વરૂપ કેવું છે? ભારતીય દર્શનોમાં સર્વાધિક વિવાદાસ્પદ પ્રશ્ન એ છે કે જ્ઞાન આત્માનો પોતાનો ગુણ છે યા આગન્તુક ગુણ છે? ન્યાયદર્શન અને વૈશેષિક દર્શન જ્ઞાનને આત્માનો આગન્તુક ગુણ માને છે. એમની માન્યતા આવી છે કે બદ્ધ અવસ્થામાં જ્ઞાન આત્મામાં રહે છે, અને મુક્ત અવસ્થામાં જ્ઞાન નષ્ટ થઈ જાય છે. જ્યારે સાંખ્યદર્શન તથા વેદાન્તદર્શન જ્ઞાનને આત્માનો સ્વગુણ માને છે. વેદાન્તમાં કહેવાયું છે. વિજ્ઞાને વ્ર!' અર્થાતુ વિજ્ઞાન જ બ્રહ્મ (શુદ્ધાત્મા) છે.
જૈનદર્શનમાં આત્માના લક્ષણ અને સ્વરૂપના વિષયમાં ખૂબ ઊંડાણથી ચિંતન થયું છે. “આચારાંગ સૂત્રમાં આત્માના સ્વરૂપનું વિવેચન કરતાં કહેવાયું
For Private And Personal Use Only