________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
આત્માનુભવ: અહીં જ મોક્ષસુખી સુખોની આશામાં ને આશામાં અત્યારે દુ:ખી જીવન જીવવાનું? ના, દુઃખી જીવન જીવવાની જરૂર નથી. વર્તમાન જીવનમાં પણ સાચું સુખ પામી શકાય છે. - જે સુખ પરાધીન હોય તે સાચું સુખ ન કહેવાય. - જે સુખ વિનાશી હોય તે સાચું સુખ ન કહેવાય. - એવું એક ઉત્તમ-શ્રેષ્ઠ સુખ છે કે જે પરાધીન નથી અને વિનાશી નથી, એ સુખનું
નામ છે પ્રશમસુખ! એ સુખનું નામ છે પ્રશમરતિ! જે આત્માઓ - મહાત્માઓ પાસે આ પ્રશમસુખ છે, તેઓને સ્વર્ગનાં સુખોની ઇચ્છા નથી હોતી, કે મોક્ષસુખની પણ સ્પૃહી નથી હોતી! તેઓ મોક્ષની પણ ઇચ્છા નથી કરતા.
આ પ્રશમસુખ મેળવવા માણસે કોઈની ગુલામી કરવાની નથી. અંતરાત્મામાંથી જ એ સુખ મળે છે. આત્માનુભવમાં જ આ સુખ પ્રગટે છે. એ સુખનો અનુભવ કરવા માટે ઇન્દ્રિયોની પરવશતા રહેલી નથી. આત્માનું સુખ આત્માથી આત્માએ અનુભવવાનું છે. તમે ગમે તેટલું પ્રશમસુખ ભોગવો, એ ક્યારેય ખૂટી જવાનું નથી. આ સુખ તો વર્ધમાન હોય છે... વધતું જ જાય છે.
આ પ્રશમસુખમાં નિમગ્ન આત્મા મોક્ષસુખની અનુભૂતિ કરતો હોય છે. પરંતુ આ પ્રશમસુખની નિમગ્નતા પામવી સહેલી વાત નથી. એના માટે પાંચ વાતો મનુષ્યના જીવનમાં વણાઈ જવી જોઈએ .* ૧. માનવાસના અને કામવાસના પર વિજય મેળવો. ૨. ઈર્ષા, દ્રોહ, મત્સર, અભિમાન... આ બધા મનોવિકારો દૂર કરો. ૩. વચન-વિકારો દૂર કરો. વાણી સત્ય, કોમળ, મધુર અને કરુણાપૂર્ણ જોઈએ. ૪. કાયાના વિકારો ત્યજી દો. તીવ્રતાથી ચાલવું, દોડવું, કૂદવું, ફરવું બંધ કરો. ૫. પારકી આશાઓ ત્યજી દો. અનુકૂળતાઓની આશા ન રાખો અને કરેલા પરોપકારોના બદલાની આશા ન રાખો.
આ પાંચ વાતો જીવનમાં વણાઈ ગઈ એટલે અહીં જ મોક્ષ મળી ગયો એમ માનજો... પછી લોકાંતે રહેલો મોક્ષ નજીક આવી જશે. કુશળ રહો. તા. ૯-પ-૯૮
૧દગુપ્તસૂરિ
* निर्जितमदमदनानां, वाक्काय-मनोविकाररहितानाम्, विनिवृतपराशानाम्, इहवै मोक्षः सुविहितानाम् । - प्रशमरति
For Private And Personal Use Only