________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય
આવો યોગી પુરુષ સ્વભાવસુખમાં નિમગ્ન હોય છે. સમગ્ર જગતને રાગદ્વેષ વિના જોયા કરે છે. એનામાં આત્માથી ભિન્ન એવા કોઈ ભાવનું કર્તૃત્વ હોતું નથી, માત્ર સાક્ષીભાવ જ રહે છે.
स्वभावसुखमग्नस्य जगत्तत्त्वावलोकिनः । कर्तृत्वं नान्यभावानां साक्षित्वमवशिष्यते । ।
66.
(જ્ઞાનસાર)
આમ વિચારવાનું- ‘હું તો મારા શુદ્ધ ગુણ-પર્યાયનો કર્તા છું. પરપુદ્ગલનો કે પરચૈતન્યના ગુણપર્યાયનો હું કર્તા નથી. તેમાં તો હું સાક્ષી-નિમિત્ત માત્ર છું. જ્ઞાતા અને દ્રષ્ટા છું. સર્વ દ્રવ્યો સ્વ-સ્વ પરિણામના ર્તા છે. પ૨પરિણામનો હું કર્તા નથી.'
આવા આત્માનુભવમાં ૨મમાણ યોગી પુરુષોનું જે સુખ હોય છે, એમનો જે ચિદાનંદ હોય છે... એમની જે આંતર પ્રસન્નતા-પ્રશમસુખ હોય છે તેને શબ્દોમાં કહી શકાય નહીં, વાણી એનું વર્ણન ક૨વા સમર્થ નથી હોતી. એ સુખની આ દુનિયામાં કોઈ ઉપમા મળતી નથી! એ સુખ તો માત્ર અનુભવનો જ વિષય છે! ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ ગાયું છે :
जिन ही पाया तिन ही छिपाया, न कहे कोउ के कान में, ताली लागी जब अनुभव की, तब समझे कोई सानमें... ક્રમ મન મયં પ્રમુ-ધ્યાન મેં..
અનુભવની, આત્માનુભવની તાલી લાગી જાય, લય જામી જાય, પ્રલય થઈ જાય ત્યારે જ પેલું ‘સુખ’ સમજાય, એ સુખ તો જે પામે તે જ જાણે! એ સુખની વાત કોઈના કાનમાં કહેવાની વાત જ નથી! વિશુદ્ધ આત્માનુભવનો પ્રકૃષ્ટ લય (પ્ર-લય) પ્રગટે એટલે પ્રકૃષ્ટ સુખ અનુભવાય. ‘પ્રશમરતિ'માં આ વાત આ રીતે કહેવાઈ છે :
For Private And Personal Use Only
स्वर्गसुखानि परोक्षाण्यत्यन्तपरोक्षमेव मोक्षसुखम्
प्रत्यक्षं प्रशमसुखं न परवशं न व्ययप्राप्तम् ।।२३७।।
સ્વર્ગનાં સુખો પરોક્ષ છે. આ માનવજીવન માટે તો પરોક્ષ જ છે. એ સુખો મળે ત્યારે ખરાં! અને મોક્ષસુખ તો વળી ખૂબ દૂરદૂરનાં સુખ છે. એ સુખ મળે ત્યારે ખરાં. વર્તમાન જીવનમાં સુખ જોઈએ ને? શું એ સ્વર્ગનાં અને મોક્ષનાં