________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૩.
આત્માનુભવ : અહીં જ મોક્ષસુખ જોઈએ. તમારી આજુબાજુની દુનિયા જ બદલાઈ જવી જોઈએ. આત્મધ્યાનમાં લીન બનવાનો પ્રયત્ન શરૂ થઈ જવો જોઈએ. બીજી બધી ઇચ્છાઓ, કામનાઓ અને અભિલાષાઓને દફનાવી દેવી જોઈએ. આ રીતે કરેલો આત્માનુભવ સંસારસાગરનો પાર પમાડે છે. આવા આત્માનુભવને ‘લય’ કહેવાય છે, પ્રલય કહેવાય છે.
આચારાંગ સૂત્રમાં કહ્યું છે : - હે આર્ય, તું આશા, આકાંક્ષા અને સ્વચ્છંદતાને છોડી દે.
(૪ કä વિવિ થી) - હે આર્ય, વિષયાસક્તિરૂપ ભાવસ્ત્રોતને છિન્નભિન્ન કરી નાંખ.
(છિદ્દિન સોય - હે માહ! તું અનન્ય અર્થાત્ “સ્વ”માં રમણતા કર.
(अणण्णं चर माहण) તાત્પર્ય એ છે કે આત્માનુભવની આંતરિક સ્થિતિ સાવ બદલાઈ જતી હોય છે. એને વિષયો વિષના પ્યાલા લાગે છે!
यस्य ज्ञानसुधासिन्धौ परब्रह्मणि मग्नता । विषयान्तरसंचारस्तस्य हालाहलोपमः ।।
(જ્ઞાનાસાર / મનિતા-૨) જ્ઞાનામૃતના સમુદ્રમાં પરમબ્રહ્મમાં જે મહાત્મા તલ્લીન હોય છે તેને વૈષયિક પ્રવૃત્તિ ઝેર જેવી લાગે છે. પુગલનાં આકર્ષક રૂપ તેને આકર્ષી શકતાં નથી. પુદ્ગલના મોહક રસ તેને લાલસાવશ કરી શકતા નથી, પુદ્ગલના મુલાયમ સ્પર્શ તેના આત્મપ્રદેશોમાં ઝણઝણાટી જન્માવી શકતા નથી. પુદ્ગલની ભરપૂર સુગંધ તેને આનંદિત કરી શકતી નથી. પુગલના મધુર સૂર તેને હર્ષઘેલો બનાવી શકતા નથી. કદાચ ક્યારેક એ રૂપ, રસ, ગંધ, સ્પર્શ કે શબ્દ એની ભીતરમાં આવી જાય તો તેને લાગે કે કોઈ ઝેરીલો સાપ ઘરમાં આવી ગયો! તેને જરાય ન ગમે.... વિષય વિષસમા લાગે.
વિશુદ્ધ આત્માનુભવમાં, પરબ્રહ્મમાં મગ્ન થયેલા યોગીને પૌલિક વાર્તાઓ નિરસ લાગે છે! 'परब्रह्मणि मग्नस्य श्लथा पौद्गलिकी कथा।'
(જ્ઞાનસાર)
For Private And Personal Use Only