________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય
૧૩૫ છે. જેમ જેમ વસ્તુસ્વરૂપનું અજ્ઞાન દૂર થતું જાય તેમ તેમ આત્મરમણતા આવતી જવાની, અને પરભાવમાં ભટકવાનું ઓછું થતું જવાનું.
“અનુભવ” તરફની ઊર્ધ્વગામી ગતિ આરંભાશે, એ શાશ્વતું, પરમજ્યોતિમાં ભળી જવાની ઊંડી તત્પરતા પ્રગટ થશે ત્યારે જીવનની જડતાને ભેદી અનુભવના આનંદને વરવાનું અપ્રતિમ સાહસ પ્રગટી જશે. ત્યારે અજ્ઞાનના ઓથાર નીચે ભીંસાતી ચેતના જ્ઞાનજ્યોતિનાં કિરણનો પ્રસાદ પ્રાપ્ત કરી પરમ તૃપ્તિ અનુભવશે.
ચેતન, શુદ્ધ બ્રહ્મને, વિશુદ્ધ આત્માને જાણવાનું ગજું ઇન્દ્રિયોનું નથી. કોઈપણ આવરણ વિનાના વિશુદ્ધ આત્માનો અનુભવ કરવાની શક્તિ બિચારી ઇન્દ્રિયોમાં ક્યાંથી હોય? અર્થાત્ કાન એ શુદ્ધ બ્રહ્મનો ધ્વનિ સાંભળી ન શકે, આંખો શુદ્ધ બ્રહ્મને નિહાળી ન શકે, નાક એને સુંઘી ન શકે, જીભ એને ચાખી ન શકે અને ચામડી એને સ્પર્શી ન શકે.
ભલે શાસ્ત્રોની યુક્તિઓ-તર્કો આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરી દે, ભલે બુદ્ધિની કુશાગ્રતા નાસ્તિકોનાં હૈયાંમાં આત્માની સિદ્ધિ સ્થાપિત કરી દે, પરંતુ આત્માને જાણવો, એ શાસ્ત્રોના ગજા બહારની વાત છે, બુદ્ધિની મર્યાદા બહારની વાત છે. આત્માને જાણી શકાય વિશુદ્ધ અનુભવથી! આત્માને ઓળખાય ઇન્દ્રિયોના ઉન્માદને શાન્ત કરીને! આત્માને પામી શકાય યુક્તિઓ અને શાસ્ત્રોથી પર બનીને!
આત્માનુભવ પામવા માટે જો તારો દઢ સંકલ્પ હોય તો તારે ઇન્દ્રિયોના ઘોંઘાટને શાંત કરવો જોઈએ. કોઈપણ ઇન્દ્રિયોનો હસ્તક્ષેપ ન થવા દેવો જોઈએ. શબ્દ-રૂપ-રસ-ગંધ-સ્પર્શની દુનિયામાંથી મનને દૂરના પ્રદેશમાં લઈ જવું જોઈએ. ત્યારે આત્માનુભવની ભૂમિકા સર્જાય. આત્માને જાણવા સિવાય બીજું કંઈ જ જાણવાની કામના ન જોઈએ. આત્માને ઓળખવા સિવાય બીજું કંઈ જ ઓળખવાની જિજ્ઞાસા ન જોઈએ. આત્માને મેળવવા સિવાય બીજું કંઈ મેળવવાની તમન્ના ન જોઈએ. જ્યાં સુધી આ કક્ષા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આત્માનુભવની પાવન ક્ષણ પામી શકાય નહીં.
આત્માનુભવ કરવા માટે આ પ્રકારનું આંતરિક પરિવર્તન કર્યા સિવાય બીજો કોઈ માર્ગ નથી. આત્માનુભવની વાતો કરવા માત્રથી કાર્યસિદ્ધિ થતી નથી. આવશ્યક્તા છે અંતરંગ સાધનાની. તે માટે જરૂર પડે તો પહાડોની ગુફામાં પણ જાઓ. કોઈ નીરવ સરયૂ-તટ ઉપર જાઓ કે કોઈ પવિત્ર એકાંત સ્થાનમાં જાઓ. આવશ્યકતા છે. શાસ્ત્રોના વિવાદથી પર થવાની અને તર્કવિતર્કના વિષમ વમળોમાંથી બહાર નીકળી જવાની.
આત્માનુભવ કરવા માટે આત્માનુભવી મહાત્માઓના પરિચયમાં રહેવું
For Private And Personal Use Only