________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
HE ૨૯.બહાદશાનાં વાર લક્ષણોનું છે?
પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન, તાર પત્ર મળ્યો.
આત્માનુભવની વાત, મોક્ષસુખરૂપ પ્રશમસુખની પ્રાપ્તિની વાતો તને ભારે લાગી! ખરેખર ભારે છે... કેવી ભારે છે, તે સમજાવવા તને એક વાર્તા કહું છું.
એક શિકારી હતો. સરોવરના કાંઠે પક્ષીઓના શિકાર માટે બેઠો હતો. ત્યાં એણે એક મોટા પક્ષીનો સરોવરમાં પડછાયો જોયો. તેણે આકાશમાં નજર કરી, તો કશું દેખાયું નહીં. કારણ કે પક્ષી દૂર નીકળી ગયું હતું. આખો દિવસ એણે રાહ જોઈ પણ પક્ષી દેખાયું નહીં. રાત્રે એણે પોતાના મિત્રને કહ્યું : આજે મેં એક અદ્ભુત પક્ષીનો પડછાયો જોયો. રૂપેરી પાંખો ભૂરા આકાશમાં ફફડાવતું એ શ્વેત પક્ષી મારે ગમે તેમ કરીને જોવું છે.
મિત્રને હસવું આવ્યું. શિકારીએ તો બેચેન બનીને શ્વેત પક્ષીની શોધ શરૂ કરી દીધી. દિવસો સુધી એ જંગલોમાં રખડતો-૨ઝળતો રહ્યો. સરોવરના કાંઠે ભમતો રહ્યો. એક દિવસ થાકીને લોથપોથ થઈને જંગલમાં પડ્યો હતો અને આંસુ સારતો હતો, ત્યાં એક વૃદ્ધ માણસને એણે પોતાની પાસે ઊભેલો જોયો. શિકારીએ પૂછ્યું : “તું કોણ છે?'
હું ડહાપણ છું. કેટલાક લોકો મને જ્ઞાન કહે છે. જીવનભર હું આ ખીણમાં જ જંગલમાં રહ્યો છું. પરંતુ જ્યાં સુધી આંસુ વડે પોતાની આંખ ન ધૂએ ત્યાં સુધી કોઈ માણસ મને જોઈ ન શકે. હું આવા લોકો સાથે જ વાત કરું છું.”
શિકારીએ આશાભર્યા સ્વરે એ વૃદ્ધને કહ્યું : “તમે મને શ્વેત પંખી ક્યાં મળે તે જણાવશો?’
વૃદ્ધ માણસે સ્મિત વેર્યું અને કહ્યું : “એ પક્ષીનું નામ “આત્મજ્ઞાન' છે, ચિદાનંદ પણ કહે છે. તને એ અહીં નહીં મળે કારણ કે હજી તેં પૂરતું કષ્ટ વેડ્યું નથી.” આટલું કહી, એ વૃદ્ધ માણસ ચાલ્યો ગયો.
શિકારીની યાતનાનો પાર ન રહ્યો. એક દિવસ ફરીથી પેલો વૃદ્ધ માણસ દેખાયો. એણે શિકારીને કહ્યું : “શ્વેત પંખી તો આકરા તડકાનું રણ વટાવ્યા
For Private And Personal Use Only