________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५४०
બ્રહ્મદશાનાં ચાર લક્ષણો પછી આવેલા ખડકાળ ડુંગરાઓમાં પહોંચ્યું છે. અહીં આ વહેમ અને અંધશ્રદ્ધાની ખીણમાં તને એ પંખી નહીં મળે. તારે આ ખીણ કાયમ માટે છોડીને ડુંગરો પર ચડવું પડશે, પણ યાદ રાખજે કે જેઓ એ ડુંગર પર ગયા છે તે પાછા નથી આવ્યા.”
પોતાના જ પગલે પગલે કેડી કંડારતો શિકારી આગળ વધે છે. સીધાં ચઢાણ શરૂ થાય છે. દિવસો ઘણા વીતે જાય છે. ચઢાણ ખૂબ આકરાં આવતાં જાય છે. હવે એક-એક પગલું શિકારીને હંફાવનારું બની ગયું. એટલામાં એની નજરે થોડાંક સફેદ હાડકાં પડેલાં જોયા. આ પૂર્વે શ્વેત પંખીની શોધમાં અહીં આવેલા પુરુષોનાં એ હાડકાં હતાં. ત્યાં તો વચ્ચે એક દીવાલ આવી. શિકારીએ પથ્થરો ગોઠવીને સીડી બનાવી અને દીવાલ ઓળંગી દીધી. પરંતુ ત્યાં તો બીજાં શિખરો નજરે પડ્યાં. એક શિખરની ટોચ પર એ માંડ પહોંચે, ત્યાં નવું શિખર દેખાય. એ તો ઉપર ને ઉપર ચઢતો જ ગયો. એક દિવસ એ સાવ ઢગલો થઈને જમીન પર ઢળી પડ્યો.
રાત પડવા આવી. આછા અજવાળામાં ખડકોની ઓથે છુપાયેલા કેટલાક અજાણ્યા માણસોએ એને અટ્ટહાસ્ય કરીને ચેતવ્યો – “અહીં અટકી જા. તારા વાળ ધોળા થઈ ગયા છે. હવે જે ચઢાણ છે તે તારું છેલ્લું ચઢાણ છે. તે પછી વધારે નહીં ચઢી શકે. તારા હાથ ધ્રુજી રહ્યા છે અને પગ બેવડ વળી ગયા છે. હજી પાછો વળી જા.” આ લોકોના અટ્ટહાસ્યથી શિકારીનું મન રડી પડ્યું. એની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વહેવા લાગ્યા. અને લાગ્યું કે હવે કદાચ શ્વેત પક્ષી વાદળોમાંથી ઊતરીને પાસે આવે તોય પોતે એને ભાળી નહીં શકે, કારણ કે મૃત્યુનું ધુમ્મસ એની આંખોમાં અંજાઈ ગયું હતું. એને લાગ્યું કે હવે એ થોડીક જ ક્ષણોનો મહેમાન છે!
એટલામાં જ, થીજી ગયેલી હવાને ચીરીને આકાશમાંથી શ્વેત પક્ષી પડતું પડતું નીચે આવ્યું. મરવા પડેલા શિકારીની છાતી પર અત્યંત કોમળ અને અત્યંત હળવું એ શ્વેત પક્ષી બેઠું.. શિકારીએ એને હાથમાં લીધું, જોયું ને એનું પ્રાણપંખેરું ઊડી ગયું. - સાધનાપથ સ્વભાવે આકરો છે. રહસ્યવાદ(વિશુદ્ધ આત્માનુભવ)માં પ્રગટ થતું અપરિચયનું સૌન્દર્ય સાધનાના આકરાપણાને પણ આનંદપર્યવસાયી બનાવે છે. ભીતરની પ્રસન્નતા ચહેરા પર સ્મિત દ્વારા પ્રગટે ત્યારે જાણવું કે કશુંક અંદર ખીલ્યું છે!
For Private And Personal Use Only