________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-૩૨. Itવત સર્વતનું
---
----
•
–
–
પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન,
તારો મૌખિક સંદેશો મળ્યો. ગઈકાલનો પત્ર તને ખુબ ગમ્યો, જાણીને આનંદ થયો. ગમ્યો છે એ પત્ર, તો એ પત્રને આત્મસાત્ કરવા પ્રયત્ન કરજે.
આજે મારે તને એક મહત્ત્વપૂર્ણ વાત લખવી છે. પ્રત્યેક જીવન જીવવાની તીવ્ર ઇચ્છા હોય છે. ગોકળગાયના જીવન પર પણ કોઈ જોખમ ઊભું થાય ત્યારે તે ગૂંચળું વળીને જીવવાની ઝંખના જાળવીને પડી રહે છે. કોઠારમાં આગ લાગે ત્યારે ગાય કે ભેંસ ગમાણનો ખીલો ઊખડી જાય એટલું જોર કરીને, સાંકળ સમેત ભાગે છે. જીવમાત્ર પોતાના પ્રાણની રક્ષા કરવા ચાહે છે. પૃથ્વી પરનું જીવન આવી પ્રબળ ઝંખનાના કારણે જાણે ટકી રહ્યું ન હોય! – એમ લાગે છે. આવી મૂળભૂત જીવન-ઝંખનાનો આદર થવો જોઈએ. આવી પ્રાણીમાત્રની જીવનઝંખનાનો આદર જેટલો જૈન ધર્મમાં, મહાવીર શાસનમાં થયો છે, તેટલો આદર બીજા કોઈ ધર્મમાં નથી થયો. પોતાનું જીવન બચાવવાની પ્રબળતમ વૃત્તિ (survival Instinct) પ્રકૃતિદત્ત છે. આ વૃત્તિ મનુષ્ય, પશુ-પંખી અને દરેક જીવજંતુને એક તાંતણે જોડનારી
આ જ સંદર્ભમાં એક વાર્તા લખું છું. તિબેટના એક બૌદ્ધ સાધુનો અંતકાળ નજીક આવ્યો. જ્યારે એની છેલ્લી ઘડીઓ ગણાતી હતી ત્યારે પોતાની આસપાસ શોકમગ્ન વદને ઊભેલા શિષ્યોને કહ્યું : “વહાલો મિત્રો, આ પૃથ્વી પર મને મળેલો સમય હવે પૂરો થયો. હજી મારાં કેટલાંક પાપકર્મનાં ફળ ભોગવવાનો બાકી છે. તેથી થોડા જ દિવસો બાદ આ મઠની નજીક એક ભૂંડણ વિયાવાની છે, તેના પેટે હું જન્મ લઈશ. એ
જ્યારે બચ્ચાંને જન્મ આપે ત્યારે મને તમે અચૂક મારી નાંખજો. જેથી હું મુક્ત થઈ બીજી યોનિમાં પ્રવેશી શકું, મને મારી નાંખવાનું ભૂલશો નહીં.”
આટલું કહીને સાધુ અવસાન પામ્યા. થોડા દિવસ પછી ભૂંડણે ત્રણ બચ્ચાંને જન્મ આપ્યો. શિષ્યો એ ત્રણેને મારી નાંખવા તૈયાર થયા. કારણ કે એમાંથી પોતાના ગુરુ ક્યા, તે નક્કી કરવાનું શક્ય ન હતું.
For Private And Personal Use Only