________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય
૧પ૩ આત્માનુભવરૂપ લયથી જ ભવસાગર તરાય અને શિવસુખ પમાય. માટે જીવનમાં કરવા જેવો પુરુષાર્થ આ જ છે. આત્માનુભવ પામવો. તે પામવા માટે - ક્રિયાજડતા ન જોઈએ. - જ્ઞાન-માન ન જોઈએ. ૦ ક્રિયાજડ માણસ જ્ઞાનમાર્ગની ઉપેક્ષા કરે છે. O જ્ઞાનમૂઢ માણસ ક્રિયાનો અનાદર કરે છે.
આ બેમાંથી એકેય માણસ “ભાવરસ ચાખી શકતા નથી. એમનું ચિત્ત શુભ ભાવોથી ભીનું થતું નથી. એક ક્રિયાજડ અને બીજો જ્ઞાનમૂઢ બેમાંથી એકેય આત્મસ્વરૂપ પામી શકતા નથી.
લોકો (યોગી, સંન્યાસી... અતિથિ) ચૈતન્યસ્વરૂપ આત્માને શોધે છે, સ્મશાનમાં શોધે છે, પહાડોની ગુફાઓમાં શોધે છે... નદીની કોતરોમાં શોધે છે... પર્વતોનાં શિખર પર શોધે છે... પણ ક્યાંય ચેતન-આત્મા મળતો નથી.
તું તો સહજ શક્તિ પ્રગટે, ચિદાનંદ કી મોજે!” આત્માને, પરમ આત્માને, બહારની દુનિયામાં શોધવાની ભૂલ હવે ન કરવી જોઈએ. એ તો સહજ રીતે જ પ્રગટે છે આપણી અંદર! બસ, ચિદાનંદની મોજ આવી જવી જોઈએ, આત્માનુભવની રસાનુભૂતિ થઈ જવી જોઈએ. અંદરમાં દિવ્ય આનંદની રીધમ શરૂ થઈ જવી જોઈએ. કવિ કહે છે :
જશ કહે અબ મેરો મન લીનો, શ્રી જિનવર કે પાઉં મેં, વહી કલ્યાણ-સિદ્ધિ કો કારન, ક્વે વેધક રસ ઘાઉ મેં...જિઉં. જિનવર એટલે વિશુદ્ધ ... પરમ વિશુદ્ધ આત્મા. એમાં આપણું મન લીનવિલીન થઈ જાય એટલે પરમ કલ્યાણ સિદ્ધ થઈ ગયું સમજો. લોખંડને સ્વર્ણ બનાવી દેનારા વેધક રસ જેવી આ આત્માનુભવની લીનતા છે. આવી લીનતા, આવો લય પ્રાપ્ત કરો, એ જ મંગલ કામના.
તા. ૧૧-૫-૯૮
Snezhantelny
For Private And Personal Use Only