________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧પપ
લય-વિલય-પ્રલય
બચ્ચાંને મારતી વખતે એક શિષ્ય કહ્યું : “આ બચ્ચાં કેટલાં સુંદર છે! આપણે આ ત્રણેને એક સપ્તાહ પછી મારવાનું રાખીએ તો?'
બીજા શિષ્ય કહ્યું : “વાત મંજૂર છે, પણ શરત એ કે અઠવાડિયા પછી આ ત્રણે બચ્ચાંઓને મારી નાંખવાનું ચૂકવાનું નહીં. ગુરુજીની આજ્ઞા પાળવી જ રહી.”
અઠવાડિયા પછી શિષ્યો ભૂંડાનાં બચ્ચાં પાસે ગયા. બચ્ચાં નિરાંતે કાદવકિચડમાં શાન્તિથી પડેલાં હતાં. એક શિષ્યની પાસે ધારદાર છરો હતો. જ્યારે બચ્ચાંની હત્યા કરવા માટે છરાવાળો શિષ્ય આગળ વધ્યો ત્યારે એ ત્રણમાંથી એક બચ્ચાએ મોટું ઊંચું કરીને શિષ્યોને કહ્યું : “મને મારી ન નાંખશો. મને આ રીતે જીવવાનું ગમે છે!”
સહુ જીવોને પોતાના પ્રાણ પ્રિય છે.
સહુ જીવો જીવવા ઇચ્છે છે. એટલે ભગવાને કહ્યું : “સર્વે નવા ઇતિબ્બા.', કોઈ જીવને મારવો નહીં... આ અહિંસાના ઉપદેશને કેન્દ્રમાં રાખી, જિનધર્મમાં એક-એક ધર્મક્રિયા બતાવવામાં આવી છે. સાધુ-સાધ્વી માટે પ્રતિદિન, અને શ્રાવક-શ્રાવિકા માટે પૌષધ-પ્રતિક્રમણ આદિ ક્રિયાઓમાં ‘ઈર્યાપથિકીપ્રતિક્રમણ કરવાનું હોય છે. જ્યારે જ્યારે બહાર જવા-આવવાનું થાય (પારિષ્ઠાપનાના કારણે, ભિક્ષા માટે, જિનમંદિર જવા માટે... વગેરે) ત્યારે આવીને સર્વપ્રથમ આ ઈર્યાપથિક-પ્રતિક્રમણ કરવાનું હોય છે. ચાલુ ભાષામાં કહે છે : “ઈરિયાવહિયા કરી લો.”
આ પ્રતિક્રમણ એટલે પૃથ્વી પરના એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના બધા જ સૂક્ષ્મ-મોટા જીવોની ૧૦ પ્રકારની વિરાધના અજાણતાં થઈ ગઈ હોય તો તેનું “મિચ્છામિ દુક્કડું” દ્વારા પ્રતિક્રમણ કરાય છે. નીચે પ્રમાણે આ પ્રતિક્રમણ થાય છે :
માર્ગમાં ચાલતાં જે કોઈ જીવવિરાધના થઈ હોય, તેનું અંતઃકરણની ભાવનાપૂર્વક પ્રતિક્રમણ કરું છું.'
જતાં-આવતાં મારાથી બીજ, વનસ્પતિ, ઝાકળબિંદુઓ, કીડીનાં દર, પાંચ વર્ણની નિગોદ, કચું પાણી, કીચડ, મકડીનાં જાળાં વગેરે દબાયાં હોય.
જતાં-આવતાં મારાથી જે કોઈ એકેન્દ્રિય જીવો, બેઈન્દ્રિય જીવો, તે ઇન્દ્રિય જીવો, ચઉરિન્દ્રિય જીવો કે પંચેન્દ્રિય જીવો દુઃખી થયા હોય, એટલે કે
For Private And Personal Use Only