________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
લય-વિલય-પ્રલય
૧૮૫
સમજવા મનોમંથન કરવા લાગ્યા. ત્યાં એમને રહસ્ય સમજાયું! ‘સાચી વાત છે, માન હાથી છે... હું માનના... અભિમાનના હાથી ૫૨ બેઠો છું! વ્રતથી મોટો અને વયથી નાના મારા ૯૮ કેવળજ્ઞાની બનેલા ભ્રાતાઓને હું વંદન કેમ કરું?' આ મારું અભિમાન! આ જ માનનો હાથી! અહો, આજદિન સુધી મને વિવેક પ્રગટ્યો નહીં... કેવળજ્ઞાની બનેલા ભ્રાતાઓને વંદન કરવાની મને ઇચ્છા ન થઈ. ના, ના, હવે તો માનના હાથી પરથી નીચે ઊતરીને, હમણાં જ પ્રભુનાં ચરણે જઈ, એ મારા ભ્રાતાઓને વંદના કરીશ.'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાત્મા બાહુબલીએ પ્રભુ પાસે જવા પગ ઉપાડ્યા કે શરીર પર વીંટળાઈ રહેલી વેલો તૂટવા લાગી, તેની સાથે ઘાતી કર્મો પણ તૂટવા લાગ્યાં. પ્રકૃષ્ટપરમ લયની આડે આવેલો માન-કષાય નષ્ટ થયો. તરત જ પૂર્ણાનન્દ પ્રાપ્ત થયો. ૫૨મ સમત્વની પ્રાપ્તિ થઈ.
બાહુબલી વીતરાગ બની ગયા.
બાહુબલી કેવળજ્ઞાની બની ગયા.
ચન્દ્ર જેવા સૌમ્ય બાહુબલી, સૂર્ય જેવા પ્રતાપી - તેજસ્વી બળવાન ઋષભદેવ પાસે ગયા. પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપી, તીર્થને નમસ્કાર કર્યા અને કેવળજ્ઞાનીઓની પર્ષદામાં જઈને બેઠા.
નોંધ : આ કથા ‘ત્રિષષ્ટિશલાકાપુરુષ-ચરિત્ર' ગ્રંથના આધારે લખી છે. એક સૂક્ષ્મ પણ કષાય હોય ત્યાં સુધી પ્રકૃષ્ટ લય (પ્ર-લય) સધાતો નથી. કષાયો નાશ પામે એટલે મન-વચન-કાયાના યોગો સ્થિરતારૂપ શ્રેષ્ઠ ચારિત્ર પામી સર્વજ્ઞ-વીતરાગ બની જાય છે. પછી ભલે બાહ્યવેશ ગૃહસ્થનો હોય, સાધુનો હોય કે સંન્યાસીનો હોય, પરમ લયની પ્રાપ્તિ આ બધાને થઈ શકે છે. પરમ લયને પામવાનો આંતર પુરુષાર્થ કરનારને અવશ્ય પૂર્ણાનન્દની પ્રાપ્તિ થાય છે.
For Private And Personal Use Only