________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪
બાહુબલી જોકે પ્રભુ ઋષભદેવ બાહુબલીના માન-કષાયને જાણતા હતા, પરંતુ એક વર્ષ સુધી તેની ઉપેક્ષા કરી હતી, કારણ કે તીર્થકરો સતત જાગ્રત હોય છે, તેઓ યોગ્ય સમયે ઉપદેશ આપે છે.
૦ ૦ ૦ પ્રભુએ બ્રાહ્મી-સુંદરી સાધ્વીઓને કહ્યું : બાહુબલી તપની પૂર્ણ કક્ષાએ પહોંચી ગયા છે પરંતુ આત્મજાગૃતિ અને વિવેકજાગૃતિ બાકી છે. મહાતપસ્વીના પગમાં રાફડા થયા છે, સર્પોએ ત્યાં નિવાસ કર્યો છે, પંખીઓએ ખભાઓ પર માળા બાંધ્યા છે, હરણાં એમનાં શરીર બાહુબલીના શરીર સાથે ઘસે છે. વેલડીઓ એમના દેહને વૃક્ષ સમજી વીંટળાઈ વળી છે. મહાત્માએ દેહ અને આત્માને જુદા જાણી લીધા છે. પરંતુ પાતાળનાં પડ વીંધીને આવેલું પાણી, જેમ કૂવાના નમાલા ઢાંકણથી રોકાઈ જાય, તેવું બન્યું છે. ભારતના અહંકારને બાહુબલીએ જીવલેણ ફટકો માર્યો અને પોતે સર્વસ્વ ત્યાગીને ત્યાં જ કાયોત્સર્ગ ધ્યાને ઊભો રહી ગયો. તે ત્યાં જ રોકાઈ ગયો. મારી પાસે આવે તો નાના ૯૮ કેવળજ્ઞાની ભાઈઓને વંદન કરવું પડે! માટે પૂર્ણજ્ઞાન પ્રાપ્ત કરીને જઈશ. આ છે બાહુબલીનું માન.'
આર્યા બ્રાહ્મી અને સુંદરી બહલી-દેશના સીમાવર્તી પ્રદેશમાં ગયાં. મહામુનિ બાહુબલીને શોધવા લાગી. ઘણી વેલોથી વીંટાઈ ગયેલા મહામુનિ તેમને દેખાયા નહીં. તેમણે વારંવાર શોધવા માંડ્યા. ત્યારે તેઓ દેખાઈ આવ્યા ઓળખ્યા.
બંને આર્યાઓએ એમને વંદના કરી, ત્રણ પ્રદક્ષિણા આપી, તેમને કહ્યું : “હે જ્યેષ્ઠાય! ભગવાન ષભદેવ, આપણા પિતાજીએ અમારા મુખે કહેવરાવ્યું છે કે હાથી ઉપર આરૂઢ થયેલા પુરુષોને કેવળજ્ઞાન થતું નથી. અમે આપની ભગિની આર્યાઓ બ્રાહ્મી અને સુંદરી છીએ.”
પ્રભુનો ઉપદેશ સંભળાવી, બ્રાહ્મી અને સુંદરી આર્યાઓ જેવી આવી હતી તેવી ચાલી ગઈ.
મહામુનિ બાહુબલીએ આર્યાઓનાં વચન ધ્યાનપૂર્વક સાંભળ્યાં હતાં, તેમણે વિચાર્યું : “મેં સર્વ સાવદ્યયોગોનો ત્યાગ કર્યો છે અને વૃક્ષની જેમ કાયોત્સર્ગ ધ્યાનમાં પૃથ્વી પર ઊભો છું. આ જંગલમાં હાથી ક્યાંથી હોય અને હું હાથી પર આરૂઢ ક્યાં છું? પિતાજીનો સંદેશો લાવનારી આર્યાઓ ભગવંતની શિષ્યાઓ છે. તેઓ ક્યારેય અસત્ય બોલે નહીં. તો મારે શું સમજવું?”
બાહુબલી ગંભીર ચિંતનમાં ઊતરી ગયા. સાધ્વીનાં વચનોનો તાત્પર્યાર્થ
For Private And Personal Use Only