________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૨
શ્રી રામચન્દ્રજી આકાશમાં ખીલે છે વિવિધ રંગોનું મેઘધનુષ્ય, વાતાવરણમાં પંખીઓનો ગુનગુનાટ છે. અસ્તિત્વની આસપાસ ચાંદની વીંટળાઈ વળે છે. શરીરમાંથી અ-શરીર તરફ ક્યારે ગતિ થાય છે તેનો પણ ખ્યાલ હોતો નથી. કારણ વિના હૃદયમાં ચિદાનંદ છલકાય છે. આત્માનુભવની પરાકાષ્ઠાની ક્ષણ એવી હોય છે જાણે ફળની પરિપક્વતા.
સમતાનો અમૃતકુંભ સાધકની સાથે જ જોઈએ. મનમાં અહંને જરાય પેસવા દેવાનો નથી. તૃષ્ણા-કામના અને ઇચ્છાઓથી ભરેલી દુનિયા નરી યાંત્રિકતા છે. નર્યો કંટાળો છે. કાંટાળા તારની વાડો છે. ચાબખાઓ છે. ઘોંચપરોણા છે. સડેલા મહોરાઓ છે. આ બધાંથી બચવું હોય તો, ઊગરવું હોય તો વિરક્તિ સિવાય કશું પણ નથી.
વિરક્તિ બીજું કાંઈ નથી, સદભાગ્યની એક નદી છે, વિરક્તિમાં મરણની હાંફ નથી, શાપ કે નિસાસા નથી. વિરક્તિની ક્ષણ એક પરમ પવિત્ર ક્ષણ છે. આ ક્ષણનો જેને અનુભવ થાય છે એના માટે આ દુનિયા નંદનવન છે. પ્રત્યેક પળ પારિજાત છે. આસપાસ મોગરાની સુંગધ છે. વિરક્તિમાં તૃપ્તિ છે. "તૃતિ યાતિ પર નિઃ”
તૃપ્ત મહાત્માને પછી ગીત, નૃત્ય, સંગીત કે પ્રેમાલાપ સ્પર્શી પણ શક્તો નથી. એની એક પણ ઇન્દ્રિય અતૃપ્ત નથી રહેતી. એટલે એ અનુકૂળ ઉપસર્ગો પર પણ વિજય પામે છે. વિરક્તિનો લય, વિતરાગતાના પ્ર-લયમાં પહોંચાડી દે છે.
For Private And Personal Use Only