________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય
૨૧૧
ઉપરથી બીજા ગુણ ઉપર, અને એક પર્યાયથી બીજા પર્યાય પર સંક્રમણ થવા
માંડ્યું.
પહેલું શુક્લધ્યાન પૂરું થયું ને તરત જ બીજું શુક્લધ્યાન શરૂ થઈ ગયું ‘એકત્વ-વિતર્ક-સવિચાર’.
બીજા શુક્લધ્યાનમાં માત્ર પોતાના જ આત્મદ્રવ્યનું, પર્યાયનું કે ગુણનું નિશ્ચલ ધ્યાન હોય છે. આ બીજા ધ્યાનમાં અર્થ, શબ્દ અને યોગોમાં વિચરણ હોતું નથી. અહીં ભાવશ્રુતના આલંબને શુદ્ધ આત્મસ્વરૂપનું ચિંતન કરવા લાગ્યા. આ રીતે ‘ક્ષપકશ્રેણિ' માંડીને આત્મા વીતરાગ બની ગયો. સર્વેશ કેવળજ્ઞાની બની ગયો,
રાત્રિનો ચોથો પ્રહર ચાલુ થયો હતો; ત્યારે શ્રી રામભદ્ર મહામુનિ પૂર્ણાનન્દી બન્યા. સીતેન્દ્રના અનુકૂળ ઉપસર્ગથી જરાય ચલાયમાન ન થયો. મન-વચનકાયાના યોગોને આત્મા સાથે જોડી દીધા પછી કોઈ અનુકૂળ-પ્રતિકૂળ નિમિત્ત આત્માને ચંચળ કરી શકતું નથી. એનો લય પ્ર-લયમાં લીન થઈ જાય છે.
પછી તો સીતેન્દ્ર શ્રી રામભદ્ર મહામુનિની ક્ષમા માગે છે. કેવળજ્ઞાનનો મહોત્સવ મનાવે છે. સ્તુતિ-પ્રાર્થના કરે છે.
શ્રી રામભદ્ર કેવળજ્ઞાની બની પૃથ્વી પર વિચર્યા અને અનેક જીવોને મુક્તિનો માર્ગ બતાવ્યો.
ધ્યાનવેળાએ ઇન્દ્રિયોનો અને મનનો સંબંધ જગત સાથે કપાઈ જવો જોઈએ. જરાપણ સંબંધ ન રહેવો જોઈએ તો જ મન સ્થિરતા પામે. સમતાયોગમાં સ્થિર બની મોહ અને અજ્ઞાનને હણી શકે.
ચેતન, જ્યારે શ્રીરામ રાગી હતા ત્યારે સીતાના અપહરણ સમયે કેવા અધીરા... પાગલ જેવા અને મૂઢ થઈ ગયા હતા? એ જ રામનો રાગ નાશ પામ્યો, વિરક્તિનું ફૂલ ખીલ્યું! વિરક્તિનો નશો ચઢ્યો ત્યારે, સામે સીતા આવીને ઊભી હતી, તેને આંખો ખોલીને જોઈ પણ નહીં. એ વિરક્તિનો મહિમા હતો.
વાવાઝોડું શમી જાય છે. પછી હોય છે ધીમી શાન્ત ગતિ. આ નીરવતામાં તાંડવ નહીં પણ લય હોય છે, લાસ્ય હોય છે. કશુંય ઉપરછલ્લું હોતું નથી. મૂળિયાં ઊંડે ને ઊંડે જાય છે. ચૈતન્યનું વૃક્ષ જાણે આભથી ઉપર સિદ્ધભૂમિ સુધી પહોંચે છે.
For Private And Personal Use Only