________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮. ઈલાચીકુમાર
ઇલાવર્ધન નામનું નગર હતું. તે નગરમાં ધનદત્ત નામના ધનાઢચ શ્રેષ્ઠી હતા. શેઠાણીનું નામ હતું ધારિણી. તેમનો એકનો એક લાડકવાયો પુત્ર હતો ઇલાચીકુમાર.
ઇલાચીકુમાર ગુણવાન હતો, ધનવાન હતો, બુદ્ધિમાન હતો. નગરમાં લોકપ્રિય હતો. તેની વાણી મધુર હતી. તેનું સ્મિત આકર્ષક હતું. યૌવનમાં તેનો તાજો જ પ્રવેશ થયો હતો.
એ સમયે ઇલાવર્ધન નગરમાં એક નાટકમંડળી ઊતરી આવી. નગરમાં ઘોષણા થઈ : ‘આજે રાત્રે નગરના મધ્ય ચોકમાં નાટક ભજવાશે, માટે સર્વે નગરજનોએ પધારવું.' ઇલાચીકુમાર નાટક જોવા મિત્રોની સાથે ગયો. નાટક શરૂ થયું. નાટકના મુખ્ય સૂત્રધારની પુત્રીનું નૃત્ય શરૂ થયું.
ઇલાચીકુમાર વિચારે છે : ‘શું રંભા છે! ઊર્વશી છે કે ઇન્દ્રાણી છે? શું આની અદ્દભુત રૂપ-સંપત્તિ છે! આવી યુવતી મેં ક્યાંય જોઈ નથી. હું આ કન્યાને મારી પત્ની બનાવું તો મારું જીવતર સફળ થઈ જાય!’
નૃત્યાંગનાનાં નયનકટાક્ષોથી અને મધુર ગીત-આલાપથી ઇલાચી સ્નેહના બંધને બંધાઈ ગયો. મોવિકારથી ઘેરાઈ ગયો.
નાટક જોઈને ઘેર આવ્યો. રાત્રે ઊંઘ્યો નહીં. બીજા દિવસે અન્યમનસ્ક રહ્યો. ભોજન પણ ન કર્યું. ધનદત્ત શ્રેષ્ઠીએ પ્રેમથી ઇલાચીને ઉદાસીનું કારણ પૂછ્યું. ઇલાચીએ શરમ વિના કહી દીધું.
‘નાટકમંડળીમાં આવેલી સૂત્રધારની પુત્રી સાથે મને પરણાવો.'
પિતાએ ના પાડી.
ખાનગીમાં ઇલાચીએ નાટકના સૂત્રધારને બોલાવી કહ્યું : ‘તારી પુત્રીને મારી સાથે પરણાવ. માર્ગ એટલું ધન આપું!’
‘હું શ્રેષ્ઠીપુત્ર, મારી પુત્રી તો અક્ષયનિધાન છે. એના લીધે તો અમારી નાટકમંડળી ચાલે છે. વળી, તમે રહ્યા વિણક અને અમે છીએ સાહસિક! એટલે અમારી પુત્રીને તમારી સાથે ન પરણાવી શકાય.'
‘પણ હે સૂત્રધાર, તારી પુત્રી પર હું મોહિત થયો છું. કોઈપણ ઉપાયે હું એને પરણવા ઇચ્છું છું. તું માર્ગ દેખાડ.'
For Private And Personal Use Only