________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૪
ઇલાચી કુમાર એક ઉપાય છે.' બોલ, જલ્દી બોલ.' ‘તમે અમારી સાથે ચાલો. નાટકકળાનો અભ્યાસ કરી. પછી સરસ નાટક કરી કોઈ રાજાને ખુશ કરો. રાજા મોટું ઇનામ આપે, માન આપે. પછી અમારી નાતમાં તમે માન પામો. નાતને જમાડો. પછી હું મારી પુત્રી પરણાવું.' “કબૂલ!' ઇલાચીએ નાટકના સૂત્રધારની શરત કબૂલ કરી.
રાત્રિના સમયે જ્યારે ઇલાવર્ધનથી નાટકમંડળી રવાના થવાની હતી ત્યારે ગુપ્ત રીતે ઇલાચી નાટકમંડળી સાથે થઈ ગયો અને નાટકમંડળી બીજા ગામે રવાના થઈ ગઈ.
કુળની મર્યાદા ત્યજી દીધી. માતા-પિતાનો વિશ્વાસઘાત કર્યો.
ખભે કાવડ ઉપાડી. એક ટોપલામાં કૂકડા ભર્યા હતા, આગળ ઢોલ બાંધ્યું હતું. હાથમાં બકરાંની દોરી લીધી હતી. રોજ નાટક-કલા શીખતો હતો, એમાંય બે ઊંચા વાંસ રોપી, દોરી બાંધી, એ દોરી પર ઢોલના તાલે નાચવાની કળામાં તે પ્રવીણ બન્યો.
એક દિવસ સૂત્રધારે ઇલાચીપુત્રને કહ્યું : “તમે નાટકમંડળી લઈને, મારી પુત્રીને પણ સાથે લઈને બેનાતટ નગરે જાઓ. ત્યાંના રાજાને રીઝવીને મોટું દાન મેળવીને પાછા અહીં આવજો. નાતને જમાડીને મારી પુત્રી સાથે તમારાં લગ્ન કરીશ.”
ઇલાચી રાજી થયો. એની પ્રબળ ઇચ્છા પૂરી થવાની કલ્પનાથી તે નાચી ઊઠ્યો. નાટકમંડળી સાથે બેનાતટ નગરે પહોંચ્યો. રાજાને મળ્યો. નાટક કરવાની રજા માંગી. નાટક જોવા સપરિવાર પધારવા રાજાને વિનંતી કરી. રાજાએ સંમતિ આપી. રાજાએ કહ્યું : “જો મને નાટક ગમી જશે તો તમને લાખ સોનામહોર ભેટ આપીશ!'
અને નગરના મધ્યભાગમાં ઊંચો વાંસ જમીન પર ઊભો કર્યો. તેની સામે બીજો વાંસ ઊભો કર્યો. ચારે બાજુ એ વાંસ સાથે મજબૂત દોરડાં બાંધ્યાં અને નીચે સૂત્રધારની પુત્રીએ ઢોલ પર થાપ મારી. તેણે સોળ શણગાર સજ્યા હતા. આંખોમાં કાજલ આંજ્યું હતું. તે હૃદયથી ઇલાચીને ચાહતી હતી. એ જાણતી હતી કે એના માટે ઇલાજી એ કેટલો મહાન ત્યાગ કર્યો હતો! કેવાં સુખ છોડ્યાં હતાં. ઇજ્જત-આબરૂની પરવા કરી ન હતી. એટલે આજે એ અપૂર્વ
For Private And Personal Use Only