________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય
૨૧૫ નાટક ભજવવા તત્પર હતી. એના ઢોલના તાલે ઇલાચીનું દોરડા પર નૃત્ય શરૂ થયું.
બીજી બાજુ, બેનાતટ નગરના રાજાએ ઢોલ વગાડતી નૃત્યાંગનાને જોઈ. એના રૂપલાવણ્ય પર મોહિત થયો.
તેના મનમાં દુષ્ટ વિચાર આવ્યો : “જો આ નટ દોરડા પર નાચતાં નાચતાં નીચે પડે ને મરી જાય તો આ નટીને હું મારી રાણી બનાવું!”
એક પ્રહર પૂરો થયો. ઈલાચીએ ખેલ પૂરો કર્યો. નીચે આવી રાજાને નમીને પ્રણામ કર્યા. ઇનામની આશાએ એ ઊભો રહ્યો.
રાજા બોલ્યો : “હું રાજ કાજના વિચારોમાં ડૂબી ગયો હતો. તારું નાટકનૃત્ય મેં જોયું જ નથી. માટે ફરી વાર નાટક કરો, પછી દાન આપું.”
ઇલાચીએ બીજી વાર નાટક કર્યું. બીજો પ્રહર પૂરો થયો. નીચે ઊતરીને રાજા પાસે ગયો. રાજા કહે છે : “આ વખતે મને જરા ઝોકું આવી ગયું. નાટક જોયું જ નથી. હજી એક વાર કરો.
રાજા વિચારે છે : “આ દોરડા પરથી નીચે પડીને મરી જતો કેમ નથી? એ મરે તો પેલી નટીને હું મારી રાણી કરું.” ઇલાચી ત્રીજી વાર દોરડા પર ચઢ્યો.
એક પ્રહર સુધી નૃત્ય કર્યું. પ્રજા અતિ પ્રસન્ન થઈ. નીચે ઊતરીને રાજા પાસે જઈ ઉભો. રાજાએ નિર્લજ્જ બનીને કહ્યું : “આ વખતે પણ મારું મન નાટકમાં ન હતું. મેં જોયું નથી. હવે એક વાર ફરીથી નૃત્ય કરો, પછી એક લાખ સોનામહોર આપું.”
રાત્રિનો છેલ્લો પ્રહર! ઇલાચીનું ભવ્ય નૃત્ય શરૂ થયું. નૃત્યાંગનાએ ઢોલને ઉત્સાહથી, થાક્યા વિના વગાડવા માંડ્યું..
ઉષાકાળ આવ્યો. ઇલાચી વાંસના મથાળે જઈને ઊભો હતો. ત્યાં તેણે એક નગરના રાજમાર્ગ પર એક યુવાન મુનિને ભિક્ષા માટે નીકળેલા ર્જાયા. એક શ્રેષ્ઠીની હવેલીમાં પ્રવેશ્યા. હવેલીનો મધ્યભાગ ઉપરથી ખુલ્લો હતો. શ્રેષ્ઠીની રૂપસુંદરી પત્ની હાથમાં મોદકનો થાળ ભરીને ઊભી હતી. તેણે સોળ શણગાર સજેલા હતા. મુનિને હવેલીમાં પ્રવેશતા જોઈને શેઠાણી સાત-આઠ પગલાં સામે ગઈ.
For Private And Personal Use Only