________________
Shri Mahavir Jain Aradhana Kendra
1)
www.kobatirth.org
૪. શરીરનો લથ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1
પ્રિય આત્મસાધક,
સસ્નેહ આત્મવંદન,
તારો પત્ર મળ્યો. મારા પત્રનો ગમતો પ્રતિભાવ જાણીને આનંદ થયો, આજે તને, ગત પત્રમાં લખ્યા મુજબ : ‘વ્યક્તિગત જીવનમાં લયબદ્ધતા પ્રાપ્ત કરવા માટે ત્રણ મુખ્ય વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.' એમાંની પહેલી વાત ‘શરીર'ની આજે કરવી છે.
આપણા શરીરનો લય તૂટે ત્યારે રોગ થાય છે. આયુર્વેદમાં નાડીપરીક્ષાનું મહત્ત્વ ઘણું છે. નાડીના ધબકારા શરીરના લયને કે ખોરવાયેલા લયને પ્રગટ કરે છે. આરોગ્ય લય દ્વારા પ્રગટ થાય છે. સ્કૂટર કે મોટરના મશીનમાં ક્યાંક બગાડ થાય ત્યારે એના ડ્રાઇવરને કે રિપેર કરનારને બદલાયેલા અવાજ પરથી ખ્યાલ આવી જાય છે. પાકિસ્તાનના વિખ્યાત ગઝલગાયક મહેંદીહસન મૂળે મોટરગાડીના મિકેનિક હતા. તેઓ ગાડીના એંજિન પાસે કાન ધરીને અવાજ પરથી ક્યાં ખામી છે તે પકડી પાડતા.
શરીરનો લય જાળવવા નીચેની વાતોનું જીવનમાં પાલન કરવું આવશ્યક છે, અનિવાર્ય છે :
૦ મહિનામાં એક-બે ઉપવાસ કરવા.
૭ રોજ ભૂખ કરતાં ઓછું ખાવું.
૦ ઓછી વસ્તુઓ ખાવી. (પાંચ કે દસથી વધારે નહીં.)
૦ દૂધ, દહીં, ઘી, તેલ, તળેલું ને મીઠાઈનો ઉપયોગ ઓછો કરવો.
૦ રોજ થોડો પરિશ્રમ કરવો. (મહેનતનું કામ કરવું)
For Private And Personal Use Only
૦ રોજ ૩૦-૪૦ મિનિટ એક જગ્યાએ સ્થિર બેસવું. આ છ વાતોનું પાલન કરવા ઉપરાંત
૦ બને ત્યાં સુધી સૂર્યાસ્ત પછી ભોજન ન કરવું.
૦ બને ત્યાં સુધી લારી-ગલ્લા ઉપર કે હોટલમાં ખાવું નહીં. ૦ બજારનાં ઠંડાં પીણાં પીવાં નહીં.