________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય
૧૫ પતાના શરીર માટે જરૂરી હોય એના કરતાં વધારે આહાર લેવાની ટેવ કેવળ માણસને જ હશે! માણસ સિવાયની બીજી કોઈ યોનિમાં કબજિયાત જેવું હશે ખરું? જરૂરિયાત કરતાં વધારે ખાવાની ટેવને અસભ્યતા ગણવાનો રિવાજ ક્યારે શરૂ થશે? આજની કહેવાતી સભ્યતા જરૂરિયાત કરતાં વધારે વપરાશના લોકપ્રિય અવિવેકથી પીડાતી દેખાય છે. ગરીબી અને રોગ, આવા અવિવેકનું પરિણામ છે.
અપચો, બ્લડપ્રેશર, અનિદ્રા અને આળસ, શરીરનો લય તોડે છે. વ્યસનોનું સેવન શરીરનો લય ખોરવે છે. વાત, પિત્ત અને કફનું સંતુલન તૂટે ત્યારે લય તૂટે છે. આપણું શરીર અત્યંત સંકુલ યંત્ર છે. સ્કૂટરનું કે કારનું ટ્યુનિંગ જાળવવું પડે, એ જ રીતે શરીરનું ટ્યુનિંગ જાળવવું પડે છે. ટ્યુનિંગ બરાબર હોય ત્યારે સંવાદિતા પ્રાપ્ત થાય છે અને સંવાદિતા લયપ્રાપ્તિની પૂર્વશરત છે. જીવન જેટલું અકૃત્રિમ અને નિયમિત તેટલી લયપ્રાપ્તિની શક્યતા વધારે. આજના માણસને ખૂબ તાણ રહે છે. તાણ જીવનલયને ખોરવે છે. ઘણાખરા રોગો તાણમાંથી જન્મે છે. ઇન્દ્રિયોનો લય જાળવવા માટે માણસે પોતાની દિનચર્યાને જતનપૂર્વક જાળવવી જોઈએ. જીવનસંગીતનો ખરો સંબંધ દિનચર્યામાં જળવાતા જીવનલય સાથે છે. જીવનલય (બાયોરિધમીન ખોરવાય તે માટે આપણે સંકલ્પબદ્ધ હોવું જોઈએ. દિનચર્યાનો સીધો સંબંધ બાયોરિધમ સાથે
આપણી દિનચર્યામાં સૂવાનો સમય અને ઊઠવાનો સમય, બે ટંક જમવાનો સમય અને કામ કરવાનો સમયગાળો, સૂર્યના ઊગવા-આથમવાના સમય સાથે મેળ ધરાવનારો નથી રહ્યો. શિયાળામાં સૂર્ય મોડો ઊગે છે અને વહેલો આથમી જાય છે. રાત પડી જાય ત્યારે પતિ ભોજન માટે તૈયાર હોય છે, પરંતુ એને પત્ની કહે છે : “હજી તો સાડા સાત થયા છે! ભોજનની વાર છે!”
રાત્રિભોજન કેવું વ્યાપક થઈ ગયું છે સમાજમાં, સંઘમાં અને સર્વત્ર! (આપણને સાધુ-સાધ્વીને સૂર્યાસ્ત પહેલાં ભિક્ષા મળવી મુશ્કેલ થઈ ગઈ છે ને?) રાત્રિભોજન શરીરના લયને તોડે છે. કેટલાક લોકો ઉજાગરા કરે છે અને રાતે અગિયાર વાગે જમે છે! બપોરે બે વાગે લંચ લે છે. સવારે દસ વાગે ઊઠવા માટે એલાર્મ મૂકે છે! આવું જ બની રહ્યું છે તેમાં સૂર્યનું અપમાન તો છે જ, તે સાથે પોતાના જીવનલયની, શરીરના લયની ઘોર ઉપેક્ષા પણ છે.
બાયોરિધમ'ની વ્યાખ્યા તને લખું છું ?
For Private And Personal Use Only