________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લયનું પરમ સંગીત નકારાત્મક અને નિરાશાજનક વિચારો આપણા માનસિક લયનો ભંગ કરે છે. માનસિક લયનો ભંગ એટલે “ધર્મધ્યાન'નો ભંગ! આર્તધ્યાન અને રૌદ્રધ્યાનમાં પ્રવેશ! મોહમૂઢ સ્થિતિમાં માણસ જાણી શકતો નથી કે એ આર્તધ્યાનમાં પ્રવેશી ગયો છે, એ રૌદ્રધ્યાનની વૈતરણીમાં પડી ગયો છે!
ચેતન, આ જીવનમાં લયનું પરમ સંગીત પામવા માટે સર્વપ્રથમ ગુણાત્મક ભૂમિકા પ્રાપ્ત કરવી પડશે. આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ ‘ધર્મબિંદુ ગ્રંથમાં જે માર્ગાનુસરિતાના ૩પ ગુણો બતાવ્યા છે, એ ગુણો જો જીવનનો શણગાર બની જાય છે તો જીવન લયબદ્ધ બની જાય. લયબદ્ધ જીવનનો આનંદ તો જે અનુભવે તે જ જાણે! જે જે ગુણો છે, તે બધા લયબદ્ધ જીવનનાં વાજિંત્રો છે. અને જે જે દોષો છે એ બધા લયને ખોરવી નાખનારા પથરાઓ છે.
ગૃહસ્થજીવનના પાયાના ગુણો બતાવતાં આચાર્યદેવે (૧) ન્યાસંપન્ન વૈભવ અને (૨) ઉચિત વિવાહ.
આ બે ગુણો બતાવ્યા છે. જો મનુષ્ય ન્યાયપૂર્વક-નીતિપૂર્વક કમાય અને એ કમાણીમાં સંતોષ રાખીને જીવે તો જીવનનો લય જળવાય. પરંતુ “ન્યાયનીતિથી ઉપાર્જિત દ્રવ્યમાં હું સારી રીતે ઘર ચલાવીશ', આવી વિચારધારાવાળી સુશીલ પત્ની હોય તો જ એ લય, વિશિષ્ટ લય બને!પતિ-પત્ની બંનેની સમાન ગુણરુચિ અને સમાન વિચારધારા, ગૃહસ્થજીવનને ગૃહસ્વધર્મ બનાવી દે છે!
એટલે જે માણસને ગૃહસ્થજીવનમાં પણ આંતર આનંદથી પરિપૂર્ણ લયબદ્ધ સંગીત માણવું હોય, તેણે પત્નીની પસંદગીમાં ખૂબ સાવધાન રહેવું જોઈએ. આ વિષયમાં મેં ઈન્દોર (એમ. પી.)માં ૨૪ પ્રવચનો આપેલાં હતાં. તે “ધર્મો સરણ પવામિ' પુસ્તકમાં (પહેલા ભાગમાં) પ્રકાશિત થયેલાં છે.
બાકી તો દુનિયાનો મોટો માનવસમૂહ વધુ ને વધુ ધનસંપત્તિ પ્રાપ્ત કરવા માટે, ગમે તે ઉપાયો કરતો રહ્યો છે. ધનપ્રાપ્તિ માટે હિંસા કરે છે, જૂઠ બોલે છે, ચોરી કરે છે, પ્રપંચ કરે છે, માયાકપટ કરે છેઈષ્ય ને સ્પર્ધા કરે છે, વિશ્વાસઘાત કરે છે. ક્યું પાપ નથી કરતો એ? પૈસાનું ગાંડપણ, પૈસાનો ઉન્માદ મનુષ્યને રાક્ષસ જેવો બનાવી દે છે. એના જીવનમાં “લય' નામનું તત્ત્વ જ નથી રહેતું. એની પાસેના, સાથેના લોકોનાં જીવનમાં પણ લયનો આનંદ નથી હોતો, લયનું નામોનિશાન નથી રહેતું.
વ્યક્તિગત જીવનમાં લયપ્રાપ્તિ કરવા માટેની બીજી વાતો હવે પછીના પત્રમાં કુશળ રહે
તા. ૫-૪-૯૮
Sneaker
For Private And Personal Use Only