________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય આત્મપ્રતીતિ શક્ય ખરી? ધ્યાનમાં બેસીએ છીએ તો મને ક્યાંનું ક્યાં ભમી વળે છે! પરમતત્ત્વ તો દૂર રહ્યું, ધ્યેયમાં પણ લીનતા જામતી નથી... એનું શું?”
તું ધ્યાન કરવા ક્યાં બેસે છે? ધ્યાનમાં અંધારું ઉપકારક બને છે, સહાયક બને છે. આંખ બંધ રહે કે ખુલ્લી, કોઈ જ ફરક ન પડે ત્યારે જાણવું કે ધ્યાન માટે આદર્શ અંધારું તૈયાર છે. કાન બહેરા હોય કે સાંભળતા, તમને કોઈ જ ફરક ન પડે ત્યારે જાણવું કે ધ્યાન માટે સુયોગ્ય શાન્તિ તૈયાર છે. તમે કોઈને જોઈ ન શકો અને કોઈ તમને જોઈ ન શકે ત્યારે જાણવું કે ધ્યાન માટે આદર્શ એકાંત તૈયાર છે. આવું આદર્શ વાતાવરણ વહેલી પરોઢે ચાર વાગે ઘરના બંધ ઓરડામાં કે દૂર ગિરિગુફાઓમાં કે એકાંત સરયૂ તટે... સર્જાય છે. આમ અંતઃગુફામાં પડેલા પરમતત્ત્વને પામવા માટેની પાત્રતા (એલિજિબિલિટી). પ્રાપ્ત કરવા આવું સ્થાન જરૂરી છે. ઇન્દ્રિયાતીત અનુભૂતિ (આત્મતત્ત્વનીબ્રહ્મતત્ત્વની) કરવા માટે સુયોગ્ય દેશ અને કાળ સાચવવા પડે.
બીજી મહત્ત્વપૂર્ણ વાત છે આત્મતત્ત્વના સ્વીકારની, વિશુદ્ધ આત્મસ્વરૂપની સમજણની અને એ આત્મસ્વરૂપ પ્રત્યેના તીવ્ર આકર્ષણની. ધ્યાનનું ધ્યેય વિશુદ્ધ આત્મસ્વરૂપ હશે અને તેનું તીવ્ર આકર્ષણ હશે તો એમાં લયલીનતા સધાઈ જશે, ભલે, પ્રારંભ થોડી ક્ષણોથી થાય... ધીરે ધીરે સમય વધતો જશે ને લયસાધના વિકસતી જશે.
આમ અંતરની ગુફામાં પડેલા પરમતત્ત્વને પામવા માટેની પાત્રતા (એલિજિબિલિટી) પ્રાપ્ત કરવા માટે આવું ધ્યાન જરૂરી છે. આ રીતે ક્યારેક દિવ્યપ્રકાશની પ્રાપ્તિ થઈ જાય!
મારે તો તને એ વાત કહેવી છે કે વ્યક્તિનો લય સમષ્ટિના વ્યાપક લય સાથે સુમેળ સાધવા માટે આવું ધ્યાન આવશ્યક છે. લયપ્રાપ્તિનો સંબંધ સુમેળ સાથે અને સુમેળથી ભરેલાં સ્પંદનો સાથે છે. આ માટે આપણે આપણું રડારમંત્રચિત્ત તૈયાર કરવાનું છે, જેથી કશુંક ઝીલી શકાય.
ધ મિરર ઓફ લાઇટ' પુસ્તકમાં રોડને કોલિન કહે છે : “માણસ તો રેડિયો-સેટ જેવો છે. જગતમાં પ્રત્યેક માણસની તરંગલંબાઈ (વેવલેન્થ) જુદી જુદી હોય છે. આપણા જેટલી વેવલેન્થવાળો માણસ આપણા દ્વારા અસર પામે છે અને વળી એની અસર આપણા પર પણ પડે છે. આપણે જો નકારાત્મક ચિંતન કરીએ તો કોઈકની સંઘરાયેલી નકારાત્મકતાનો સમૂહ આપણને મળે છે. એ વ્યક્તિ ગમે તેટલી દૂર હોય તો પણ આવું બની શકે. કોલિન સાવધાન કરતાં કહે છે - “નકારાત્મક વલણ લેતાં પહેલાં સો વાર વિચારવું.”
For Private And Personal Use Only