________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લયનું પરમ સંગીત ચેતન, આ આગમોમાં આવી લયસાધનાની ગહન વાતો લખેલી પડી છે. એમાં “આચારાંગ સૂત્રનું “બ્રહ્માધ્યયન'તો એવું છે કે (આચારાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધનાં નવ અધ્યયનો) કે એ પ્રમાણે શ્રમણ પોતાનું જીવન જીવે તો એ પરબ્રહ્મ સાથે પરમ લયની પરિણતિ સાધી શકે છે! આવો શ્રમણ પાપકર્મોથી લેપાતો નથી! જ્ઞાનસારમાં કહ્યું છે :
ब्रह्मार्पणमपि ब्रह्म, यज्ञान्तर्भावसाधनम् । ब्रह्माग्नौ कर्मणो युक्तं, स्वकृततत्त्वस्मये हुते।।६।।
ब्रह्मण्यर्पितसर्वस्वो ब्रह्मदृग् ब्रह्मसाधनः । ब्रह्मणा जुह्वदब्रह्म, ब्रह्मणि ब्रह्मगुप्तिमान् ।।७।।
ब्रह्माध्ययननिष्ठावान्, परब्रह्मसमाहितः ब्राह्मणो लिप्यते नाधैर्नियागप्रतिपत्तिमान् ।।८।।
(નિયાગાષ્ટક) બ્રહ્મને પામવા માટે, બ્રહ્મમાં પરમ લીનતા પામવા માટે તારે બ્રાહ્મણ બનવું પડશે! જે મનુષ્ય “બ્રહ્મ'ની પરિણતિવાળો હોય તેને બ્રાહ્મણ કહેવાય! આવો બ્રાહ્મણ બ્રહ્મમાં જ સર્વસ્વ અર્પણ કરી દે છે. બ્રહ્મમાં જ એની દૃષ્ટિ સ્થિર હોય છે. બ્રહ્મજ્ઞાન જ એનું સાધન હોય છે. અજ્ઞાન-અવિદ્યાને બ્રમમાં હોમી દે છે... બ્રહ્મચર્યનું જે નૈષ્ઠિક પાલન કરે છે... એ બ્રાહ્મણ પાપકર્મોથી લેપાતો નથી!
આ વાત ઘણી મોટી થઈ ગઈ ને? આવી ઉચ્ચકક્ષાના “બ્રાહ્મણ” બનવાનું શક્ય નથી લાગતું ને આ જીવનમાં? ખેર, આ વાત તો મેં તને એટલા માટે લખી કે આ ‘લય'-તત્ત્વનાં મૂળ આગમોમાં પડેલાં છે. તેમાંથી આપણા મહર્ષિ આચાર્યોએ સરળ સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં આપણને એ તત્ત્વ અંકુર, પલ્લવ, પુષ્પ અને ફળરૂપે આપેલાં છે.
બીઈ તિગતે નાધેઃ “બ્રાહ્મણ પાપકર્મોથી લપાતો નથી.' આ વાત મારે તને વિસ્તારથી લખવી છે, પણ હમણાં નહીં. એના માટે પછીથી બે-ચાર પત્રો લખીશ તને.
તેં તારા પત્રમાં એક વાત લખી છેઃ “આપણે જ બ્રહ્મ છીએ. એવી
For Private And Personal Use Only